મહારાણા પ્રતાપ
શાસન કાળ | ૧૫૬૮-૧૫૯૭ |
જન્મ | મે ૯, ૧૫૪૦ (જેઠ સુદ ત્રીજ) |
જન્મ સ્થળ | કુંભલગઢ, જુની કચેરી, પાલી, રાજસ્થાન |
અવસાન | જાન્યુઆરી ૨૯, ૧૫૯૭ (આયુ ૫૭ વર્ષ) |
વંશ/ખાનદાન | સૂર્યવંશી,રાજપુત |
પિતા | મહારાણા ઉદયસિંહ (બીજા) |
માતા | મહારાણી જીવંતબાઈ |
પરંતુ મેવાડના વિશ્વાસપાત્ર ચુંડાવત રાજપૂતોએ જગમાલને સિંહાસન પર બેસાડવાને વિનાશકારી પગલું માનીને જગમાલને સિંહાસન છોડી જવાની ફરજ પાડી હતી. જગમાલને સિંહાસન છોડવામાં જારાય રસ નહોતો !!!! પરંતુ તે વેર લેવા માટે અજમેરમાં ગયો અને અકબરના સૈન્યમાં જોડાયો અને એને એના બદલામાં જહાજ્પુરની જાગીર મળી ગઈ
હલદીઘાટીનો મહાસંગ્રામ
૧૫૭૬માં હલ્દીઘાટીની લડાઇ ૨૦૦૦૦ રાજપૂતો અને મોગલ લશ્કરના ૮૦૦૦૦ સૈનિકો વચ્ચે શરૂ થઈ હતી. તે સમયે, અકબરની સેનાની કમાન માનસિંહને સોંપવામાં આવી હતી. મહારાણા પ્રતાપની સેના મોગલોની સેનાને પાછી ધકેલી રહી હતી !!!! મહારાણા પ્રતાપની સેના પરાજિત તો ના થઇ પરંતુ મહારાણા પ્રયાપ ખુદ મોગલોના ઘેરામાં આવી ગયાં હતાં !!!!
મહારાણા પ્રતાપ વિષે એવું કહેવાય છે કે એમનાં ભાલાનું વજન ૮૦ કિલો અને બખ્તારનું વજન ૭૨ કિલો હતું !!!! અને આરીતે જોવાં જઈએ તો એમનાં ભાલા, ઢાલ અને ૨ તલવારો મળીને કુલ ૨૦૦ કિલોના વજન સાથે તેઓ યુદ્ધ કરતાં હતાં !!!! તો જરા વિચારો કે – કેવી રીતે આટલો બધો ભાર લઈને તેઓ યુદ્ધ કરતાં હશે !!!!! શક્તિસિંહ જે પહેલાં મોગલ સૈન્ય વતી લડ્યો હતો તે પાછળથી અણીના સમયે પ્રતાપની મદદે પહોંચ્યો હતો બીજી એક જગપ્રસિદ્ધ ઘટનામાં મહારાણા પ્રતાપનો ઘોડો ચેતક મહારાણાનો જીવ બચાવ્યા બાદ વીરગતિ પામ્યો હતો
મહારાણા પ્રતાપને ભામાશા ની મદદ
યુદ્ધ સમાપ્ત થઇ ગયું હતું !!! અને આ યુદ્ધ પછી, અકબરે ઘણી વખત મેવારને હડપવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે દર વખતે માહારણા પ્રતાપે એને હરાવ્યો હતો. મહારાણા પ્રતાપ કોઈકને કોઈક રીતે ચિત્તોડ પર ગારીથી પોતાનો કબજો મેળવવાનો પ્રયત્ન કરતા હતા પરંતુ મોગલોના સતત હુમલાને લીધે, તેની સેના ખૂબ જ નબળી થઈ ગઈ હતી અને તેમની પાસે સૈન્યનું નિર્વહન કરવાં માટે પૂરતા પૈસા પણ ન હતાં. તે સમયે મુશ્કેલીમાં, તેમના એક મંત્રી ભામાશહે રાણા પ્રતાપને તેમની બધીજ સંપત્તિ સોંપી દીધી !!!! અને તે નાણાં એટલાં બધાં હતાં કે ૧૨ વર્ષ સુધી ૨૫૦૦૦ સૈનિકોનું ભરણપોષણ કરી શકે મહારાણા પ્રતાપ તેમના સામ્રાજ્યના લોકોને જોઈને બહુ દુખી થયાં !!!! અને અકબર સામે લડવા માટે તેમની તાકાત નબળી પડતી જતી હતી.
પ્રતાપે પ્રતિજ્ઞા કરી હતી કે ચિત્તોડ ફરી પાછું પ્રાપ્ત ના થાય ત્યાં સુધી સોના ચાંદીનાં વાસણોનો ઉપયોગ નહીં કરે તથા પલંગના બદલે જમીન પર ઘાસ પાથરીને સુવાનું રાખશે
મેવાડની સેનાનો મુખ્ય હાથી રામપ્રસાદ હતો
ઈતિહાસ યાદ રાખે છે મહારાણા પ્રતાપને એમની “ટેક”ને લીધે જ અને એટલાંજ માટે કહેવાય છે કે ” ટેક તો મહારાણ પ્રતાપની જ …….. !!!” હલદીઘાટી નામ એટલાં માટે પડતું છે કે ત્યાની આજુબાજુના વિસ્તારની માટી પીળી હળદર જેવી છે
પોતાની માતૃભૂમિ ની રક્ષા માટે પોતાનું સંપૂર્ણ જીવન ન્યોંછાવર કરી દેનાર એવાંવીર શિરોમણિ મહારાણા પ્રતાપ ને કોટી-કોટી શત-શત પ્રણામ. ‘
મહારાણા પ્રતાપના જીવન વિશેનો વિડિયો જોવા નીચે આપેલ લીંક પર ક્લિક કરવી.
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work