કવિ દાદ કે દાદ બાપુ
"આ ભુમિમાં જ દૈવત જેવું છે કશુંક
વાવો મહાભારત અને ગીતા નીકળે."
જૂનાગઢના રહેવાસી કવિ દાદનું પુરુ નામ દાદુદાન પ્રતાપદાન ગઢવી હતું તેમનો જન્મ 11- 9 -1940 માં થયો હતો.
જૂનાગઢના નવાબે બે ગામનું (ઇશ્વરિયા અને સાપર) ગરાસ દાદુદાનના પિતાને આપ્યું હતું. તેમના પિતા પ્રતાપદાન જૂનાગઢના રાજકવિ હતા. દાદુદાનનો જન્મ ગીરના ઇશ્વરિયા ગામમા થયો હતો.
કવિ દાદના મામા પણ કવિતા લખતા અને સાહિત્યસર્જન કરતા. તેમને જોઈને 14-15 વર્ષની ઉંમરે દાદુદાને પણ લખવાનું શરૂ કર્યું. એમના કાવ્યસર્જનની પ્રેરણામૂર્તિ હિરણ નદી છે.
કવિ આ નદીના સૌંદર્યને આ રીતે કવિતામાં ઉતારે છે.
"ડુંગરથી દડતી, ઘાટ ઉતરતી, પડતી ન પડતી આખડતી ,
આવે ઉછળંતી, જરા ન ડરતી, ડગલાં ભરતી, મદઝરતી,કિલકારા કરતી, જાય ગરજતી, જોગ સરકતી ઘરાળુ, હાલત સરકારી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી".
મામાના અવસાન બાદ પહેલી વખત એક છંદ લખ્યો અને બાદમાં માતાજીની સ્તુતી કરતા અનેક ભજન લખ્યા. તેમણે અનેક ફિલ્મગીત, કવિતા, દુહાછંદ અને ગીતનું સર્જન કર્યું છે.
કવિ દાદે 15 જેટલી ગુજરાતી ફિલ્મોમાં ગીતો લખ્યા છે જેમાં, સંપૂર્ણ રામાયણ, રા નવઘણ, લાખા લોયણ, ભગત ગોરો કુંભાર જેવી હિટ ગુજરાતી ફિલ્મોનો સમાવેશ થાય છે
1975માં બનેલી શેતલને કાંઠે ફિલ્મ માટે દીકરીની વિદાયનું ગીત 'કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યો…' અને ફિલ્મ શેઠ શગાળશાનું 'ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું' ગીત આજે પણ ખુબજ લોકપ્રિય છે
'ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું...' અને 'કાળજા કેરો કટકો મારો...' જેવા સર્જનો દ્વારા તેમણે વાચકો અને સાહિત્યરસિકોના હૃદયમાં સ્થાન મેળવ્યું હતું અને જાળવી રાખશે.
પ્રખ્યાત ભજનિક નારાયણ સ્વામીએ ગાયેલું "કૈલાસ કે નિવાસી નમું બાર બાર હું" પણ કવિ દાદે જ રચેલું સુપ્રસિદ્ધ ભજન છે
તો હિરણ હલકારી જોબનવાળી નદી રૂપાળી નખરાળી, જાત કમાણી કરીને ખાય એ સિંહની જાત, મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેશે જેવા ગીતો કવિ દાદબાપુએ લખ્યા હતા.
કવિ દાદે માત્ર ધોરણ ચાર સુધી અભ્યાસ કર્યો હતો
પરંતુ તેમના કામ ઉપર રાજ્યની અલગ-અલગ યુનિવર્સિટીમાં અનેક વિદ્યાર્થીઓએ પીએચડી કર્યું છે અને કરી રહ્યાં છે.
દાદ બાપુને 'હેમુ ગઢવી ઍવૉર્ડ' કવિ દુલા કાગ એવોર્ડ તથા 'મેઘાણી સાહિત્ય ઍવૉર્ડ'થી નવાજવામાં આવ્યા હતા
જાન્યુઆરી 2021 મહિનામાં ભારત સરકારે સાહિત્યમાં યોગદાન આપવા માટે કવિ દાદનું પદ્મશ્રીથી સન્માન કર્યુ હતું.
કવિશ્રી દાદ જૂનાગઢના ચોથા એવા વ્યક્તિ છે જેને પદ્મશ્રીનું સન્માન મળ્યું છે અગાવ જૂનાગઢના દિવાળીબેન ભીલ, ભીખુદાન ગઢવી અને વલ્લભભાઈ મારવણીયાને આ સન્માન મળ્યું છે.
કવિ દાદ કવિની સાથે ઉમદા લેખક, ગાયક અને વક્તા પણ છે. ‘ટેરવાં’ નામનો તેમનો ગ્રંથ 8 ભાગમાં પ્રકાશિત થયો છે. જે તેમની ગુજરાત સાહિત્ય જગત ( gujarati literature ) માં લોકપ્રિયતા બતાવે છે. સૌરાષ્ટ્ર યુનિ. માં ગુજરાતી સાહિત્યમાં તેમના ઉપર પી.એચ.ડી. પણ થઈ ચૂકી છે. ગુજરાતી સાહિત્યમાં 60 વર્ષની કારકીર્દી સાથે 15 જેટલી સુપ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મોના ગીતો તેમણે લખ્યાં છે. કવિ દાદ અગાઉ ગુજરાત ગૌરવ અને ઝવેરચંદ મેઘાણી એવોર્ડથી પણ સન્માનિત થઈ ચૂક્યા છે. કન્યા વિદાયનું સુપ્રસિદ્ધ ગીત ‘કાળજા કેરો કટકો મારો ગાંઠથી છુટી ગયો...’ કવિ દાદની પ્રખ્યાત રચના છે. નારાયણ સ્વામીના કંઠે ગવાયેલું ‘કૈલાશ કે નિવાસી...’ અને પ્રાણલાલ વ્યાસના કંઠં ગવાયેલું ‘ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે...’ જેવા અનેક અમરગીતોના રચિયતા કવિ દાદ છે.
1971 માં જયારે આજનું બાંગ્લાદેશ અને તે વખતનું પૂર્વ પાકિસ્તાન, પાકિસ્તાન સાથે થી જુદું પડ્યું બાંગ્લાદેશને ભારતે દરેક પ્રકારે સહાય કરી હતી અને પાકિસ્તાન સાથે યુદ્ધ થયું હતું તે વખતે પણ કવિશ્રી દાદે દેશ માટે ખુબજ મહત્વનું કાર્ય કર્યું હતું તે સમયે કવિ શ્રી દાદે ‘બંગાળ બાવની’ નામના પુસ્તકમાં 52 કવિતાઓ ની રચનાઓ લખી હતી અને સરકારે લાખો નકલો છપાવીને દેશભરમાં વિતરણ કરી હતી. આ કામ બદલ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને તત્કાલીન રાષ્ટ્રપતિ વી.વી.ગીરીએ કવિ શ્રી દાદનું સન્માન પણ કર્યું હતું.
કવિ દાદનું અવશાન 26 એપ્રિલ 2021માં થયું
કવિ દાદની અમર રચનાઓ
"ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું..."
"લક્ષ્મણ ઘડીક ઊભા રહો મારા વીર..."
"કૈલાશ કે નિવાસી નમું બારબાર..."
"શબ્દ એક શોધો ને સરિતા નીકળે..."
"મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેશે..."
"નમુ મંગલારૂપ મોગલ માડી.. "
"મારા ફળીયા ના વડલાની ડાળે હીંચકો..."
દાદ બાપુનું પ્રખ્યાત ગીત કાળજા કેરો કટકો.... ગીત તેમના મુખેથી સાંભળો.
દાદ બાપુનું પ્રખ્યાત ગીત ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવુ.... ગીત સાંભળો.
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work