મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

19 April, 2021

મુકેશ અંબાણી (Mukesh Ambani)

 મુકેશ અંબાણી

મુકેશ અંબાણી ભારતીય ઉદ્યોગપતિ છે જે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના (RIL) ચેરમેન, મેનેજિંગ ડિરેકટર અને સૌથી વધુ શેરધારક છે.



જન્મતારીખ: 19 એપ્રિલ 1957

જન્મસ્થળ: એડિન, યમન

પિતાનું નામ: ધીરુભાઇ અંબાણી

માતાનું નામ: કોકીલા અંબાણી

મુકેશ ધીરૂભાઇ અંબાણીનો જન્મ 19 એપ્રિલ 1957 માં એડિન (હાલના યમનમાં) ના બ્રિટીશ ક્રાઉન કોલોનીમાં  થયો હતો.



મુકેશ અંબાણી ભારતીય અબજોપતિ બિઝનેસ મેગ્નેટ છે  અને ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) ના સૌથી મોટા શેરહોલ્ડર, ફોર્ચ્યુન ગ્લોબલ 500 કંપની અને માર્કેટ વેલ્યુ દ્વારા ભારતની સૌથી મૂલ્યવાન કંપની છે. 

એપ્રિલ 2020 સુધી, મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ હતા. તેઓ ફોર્ચ્યુન ગ્લોબલ ૫૦૦માં સ્થાન ધરાવતી અને બજાર કિંમત પ્રમાણે ભારતની સૌથી મોટી બીજી કંપની રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન, મેનેજીંગ ડિરેક્ટર અને સૌથી વધુ શેર ધરાવનાર વ્યક્તિ છે

અંબાણીએ તેમના ભાઇ અને આનંદ જૈન સાથે મુંબઇની હિલ ગ્રેંજે હાઇ સ્કૂલમાં અભ્યાસ કર્યો, જે પાછળથી તેના નજીકના સાથી બન્યા

તેમણે ઇન્સ્ટિટ્યૂટ કેમિકલ ટેકનોલોજીમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં બી.ઇ.ની ડિગ્રી મેળવી.

અંબાણીએ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એમબીએ માટે પ્રવેશ મેળવ્યો. પરંતુ, 1980 માં પિતાને રિલાયન્સ બનાવવામાં મદદ માટે પાછા આવ્યા

ધીરુભાઇ માનતા હતા કે વાસ્તવિક જીવનની આવડત અનુભવો દ્વારા લેવામાં આવે છે, વર્ગખંડમાં બેસીને નહીં. તેથી તેમણે તેમની કંપનીમાં યાર્ન ઉત્પાદન પ્રોજેક્ટની કમાન સંભાળવા સ્ટેનફોર્ડથી મુકેશભાઈ અંબાણીને ભારત પાછા બોલાવ્યા.

1981 માં તેમણે તેમના પિતા ધીરૂભાઇ અંબાણીને તેમના પરિવારનો વ્યવસાય, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને ચલાવવામા મદદ શરૂ કરી

તેમણે 1985 માં નીતા અંબાણી સાથે લગ્ન કર્યા અને તેમને બે પુત્રો છે અનંત અને આકાશ અને એક પુત્રી છે ઇશા છે.



મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ફોકોમ લિમિટેડ (હાલ રિલાયન્સ કમ્યુનિકેશંસ લિમિટેડ) ની સ્થાપના કરી, જે માહિતી અને સંદેશાવ્યવહાર તકનીકી પહેલ પર કેન્દ્રિત હતી. 

અંબાણીએ ભારતના જામનગર ખાતે વિશ્વની સૌથી મોટી ગ્રાસરૂટ પેટ્રોલિયમ રિફાઇનરી બનાવવાનું નિર્દેશન અને આગેવાની લીધી હતી, જેમાં 2010 માં પેટ્રોકેમિકલ્સ, વીજળી ઉત્પાદન, બંદર અને સંબંધિત માળખાગત ઉપકરણો સાથે સંકળાયેલ 660,000 બેરલ (દર વર્ષે 33 મિલિયન ટન) ઉત્પાદન કરવાની ક્ષમતા હતી



ફેબ્રુઆરી, 2016 માં અંબાણીની આગેવાનીવાળી જિઓએ એલવાયએફ નામની પોતાની 4G સ્માર્ટફોન બ્રાન્ડ લોન્ચ કરી. જૂન 2016 માં, તે ભારતનો ત્રીજો સૌથી વધુ વેચાણ કરતો મોબાઇલ ફોન બ્રાન્ડ હતો

૨૦૧૬ સુધીમાં, અંબાણી 38 મા ક્રમાંક પર હતા અને છેલ્લાં દસ વર્ષથી ફોર્બ્સ મેગેઝિનની સૂચિમાં ભારતના સૌથી ધનિક વ્યક્તિનું બિરુદ સતત ધરાવે છે

ફોર્બ્સના વિશ્વના સૌથી શક્તિશાળી લોકોની યાદીમાં તેઓ એકમાત્ર ભારતીય ઉદ્યોગપતિ છે

જાન્યુઆરી 2018 સુધીમાં, મુકેશ અંબાણીને ફોર્બ્સ દ્વારા વિશ્વની 18 મી ધનિક વ્યક્તિ તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું.

જુલાઈ 2018 માં 44.3 અબજ ડોલરની સંપત્તિ સાથે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બનીને તેણે અલીબાબા ગ્રુપના એક્ઝિક્યુટિવ ચેરમેન જેક માને પાછળ છોડી દીધા.

રિલાયન્સ દ્વારા, તે ઈન્ડિયન પ્રીમિયર લીગ ફ્રેન્ચાઇઝ મુંબઇ ઇન્ડિયન્સની પણ માલિકી ધરાવે છે અને તે ઇન્ડિયન સુપર લીગ, ભારતની ફૂટબોલ લીગના સ્થાપક છે.

દુનિયાનું સૌથી મોટું ધર 'એન્ટિલિયા'
બિઝનેસમેન મુકેશ અંબાણી તેના ઘરના કારણે પણ વિશ્વવિખ્યાત છે. 27 માળ વાળી 'એન્ટિલિયા' દુનિયાના સૌથી મોંઘા ઘરોની યાદીમાં ટૉપ પર છે. ફોર્બ્સની યાદી મુજબ આ ઘરની કિંમત 63 કરોડ પાઉન્ડ એટલે કે 1 અરબ ડૉલર છે. ફોર્બ્સ મેગેઝિન અનુસાર આ વૈભવી મકાનમાં છ માળ સુધી તો માત્ર પાર્કિંગ અને ગેરેજ છે. આ ઘરમાં સિનેમા થિયેટર, ત્રણ હેલિપેડ તથા અન્ય સુવિધાયુક્ત સુખ સુવિધાઓ છે. એન્ટિલિયામાં કામ કરવા માટે 600 કર્મચારીઓનો સ્ટાફ છે. એન્ટિલિયાની છત્ત પરથી સમુદ્રનો નજારો જોવા મળે છે.




આઈપીએલ ક્રિકેટ ટીમ મુંબઈ ઈન્ડિયન્સની 2008 માં 111.9 મિલિયન ડોલરમાં ખરીદી બાદ અંબાણીને "વિશ્વની સૌથી ધનિક રમત ટીમના માલિક"નું નામ આપવામાં આવ્યું હતું.




તેઓ કંપનીમાં ૪૪.૭% હિસ્સો ધરાવે છે. RILનો મુખ્ય વ્યાપાર તેલ, પેટ્રોલિયમ રસાયણો અને ગેસ ઉદ્યોગમાં છે. રીલાયન્સ રીટેલ્સ લિમિટેડ બીજી સહકંપની છે, જે ભારતની સૌથી મોટી છૂટક વેચાણ કરતી કંપની છે

રિલાયન્સ જિઓ 5 સપ્ટેમ્બર, 2016 ના રોજ જાહેરમાં લોકાર્પણ થયું. ત્યારથી દેશની દૂરસંચાર સેવાઓમાં ટોચના પાંચમાં સ્થાન મેળવ્યું છે.



આજે અંદાજે 50 અરબ ડૉલરની સંપત્તિ છે. મુકેશ અંબાણીનું માનવું છે કે મોટા સપના જ તમને મોટી સફળતા અપાવે છે. ઊંચા સપના જુઓ અને જ્યા સુધી પૂર્ણ ન થાય ત્યા સુધી આશા ન છોડો.

અંજુ બોબી જ્યોર્જ (Anju Bobby George)

 અંજુ બોબી જ્યોર્જ

લાંબીકૂદ  એથ્લેટિક ખેલાડી



જન્મતારીખ: 19 એપ્રિલ 1977

જન્મસ્થળ; ચેરેંચિરા, કોટ્ટાયમ, કેરલ

પિતાનું નામ: કે.ટી.માર્કોઝ

પતિનું નામ: રોબર્ટ બોબી જ્યોર્જ


અંજુનો જન્મ કેરળના કોટ્ટાયામ જિલ્લાના, ચાંગનાસરી તાલુકના ચેરેંચિરા ગામમાં કોચુપારમ્બિલ પરિવારમાં થયો હતો. તેના પિતાનું નામ કે.ટી. માર્કોઝ છે. 

તેણે સેન્ટ એની ગર્લ્સ સ્કૂલ ચાંગીતાચેરીમાં બાળપણમાં અભ્યાસ કર્યો હતો. તેણે પાંચ વર્ષની વયે એથ્લેટિક્સ ઇવેન્ટ્સમાં ભાગ લેવાનું શરૂ કર્યું. તેની માતા ગ્રેસી અને પિતા. ટી. માર્કોસે તેની પુત્રીને એથ્લેટિક્સ તરફ વધતી ગતિમાં રસ લેવા પ્રોત્સાહન આપ્યું. 

તેના પિતાનો ફર્નિચરનો ધંધો છે. 

અંજુની શાળાએ તેના માટે કૂદવા અને દોડવા માટે એક અલગ પ્રોગ્રામ બનાવ્યો, તેને પ્રેક્ટિસ કરવાની પૂરતી તક આપી. 

આ પછી, અંજુ સી.કે. કેશ્વરન મેમોરિયલ હાઇસ્કૂલ કોરુથોડુ ગઈ. ત્યાં સર થોમસ તેની કળાને ઓળખી ગયા અને  અને તેણીને તાલીમ આપી અને પછી  અંજુએ સતત 13મી વખત શાળામાં  ખિતાબ જીતવા માટે નોંધપાત્ર યોગદાન આપ્યું. અહીં અંજુએ એક ઉંચી કૂદકો, લાંબી કૂદ, 100 મી. બધી રમતો જેમ કે રેસ અને હેપ્થાલોન વગેરેનો અભ્યાસ કર્યો. 

અંજુનો આદર્શ પી.ટી.ઉષા હતા.

1960માં મિલ્ખા સિંહે રોમ ઓલિમ્પિક્સની રેસમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, તેમ છતાં તે એક ચંદ્રક ગુમાવ્યો. 1976 માં શ્રીરામસિંહે મોન્ટ્રીયલમાં રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હોવા છતાં સાતમું સ્થાન મેળવીને ચંદ્રક મેળવ્યો નહીં,  ગુરવચનસિંહ રંધાવાએ પણ મેડલ ચૂકી ગયા. એન્જલસમાં 1984 માં પી.ટી. ઉષા એક મિનિટના સો ભાગમાં મેડલ ચૂકી ગઈ. પરંતુ સપ્ટેમ્બર 2003 માં પેરિસમાં યોજાયેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં અંજુ બી. જ્યોર્જે લાંબા જમ્પમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને ભારતને પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન સ્પર્ધામાં ઇનામ આપાવ્યું હતું.


1999માં સાઉથ એશિયન ફેડરેશન ગેમ્સમાં તેણે સિલ્વર મેડલ મેળવ્યો.

2003 અને 2004માં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો.



પેરિસમાં 2003ની વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતીય ગેમ્સમાં ઈતિહાસ રચનારી ઓલિમ્પિયન અંજુ બોબી જ્યોર્જે કહ્યું હતું કે તેણે એક કિડનીની મદદથી ટોચનાં સ્તરે સફળતા હાંસલ કરી હતી. આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ ભારતીય મહિલા છે.

પેરિસના ડેનિસ સ્ટેડિયમમાં 2003માં અંજુએ 6.70મીટરનો કૂદકો માર્યો હતો. અને ત્રીજો નંબર મેળવ્યો હતો.

2004માં એથેન્સ ઓલમ્પિક ગેમમાં તેનો પાંચમો નંબર આવ્યો હતો પણ તેમા તેનો રેકોર્ડ 6.83મીટર છે જે આજે પણ ભારતનો રાષ્ટ્રીય રેકોર્ડ છે. 

2004માં અંજુ લોંગ જમ્પમાં વિશ્વની ચોથા નંબરની એથ્લેટ બની ગઇ હતી.

આઈએએએફ વર્લ્ડ એથલેટિક્સ ફાઇનલ્સ (મોનાકો 2005)ની ગોલ્ડ મેડલ વિજેતા લોંગ જમ્પ સ્ટાર એથ્લેટે જણાવ્યું હતું કે તેને પેઇનકિલર્સથી પણ એલર્જી છે અને આવા અવરોધો હોવા છતાં પણ તે સફળતા પ્રાપ્ત કરવામાં સક્ષમ હતી.

અંજુએ ટવિટ કર્યું હતું કે, માનો કે ન માનો, હું એવા નસીબદાર લોકોમાં સામેલ છું કે જે એક કિડની હોવા છતાં વિશ્વમાં ટોચના સ્તરે પહોંચી. મને પેઇનકિલર્સથી પણ એલર્જી હતી, જ્યારે મેં રેસ શરૂ કરી ત્યારે મારો આગળનો પગ બરાબર કામ કરતો ન હતો. ઘણી મર્યાદાઓ પણ હતી … તેમ છતાં પણ મેં સફળતા પ્રાપ્ત કરી. આપણે તેને કોચનો જાદુ અથવા તેમની પ્રતિભા કહી શકીએ છીએ.

અંજુ હાલમાં ટ્રેક એન્ડ ફિલ્ડ માટે સરકારે નિમેલ ઓબ્જર્વ છે, અંજુના મતે લોંગ જમ્પર નીના વારાકીલ અને નયના જેમ્સ એ મેડલ જીતવા 6.50મીટરથી વધુ કૂદકો મારવો જોઇએ.



અંજુના પતિ બોબી છે જે એક કોચ છે, અંજુ કહે છે કે જો મારા જીવનમાં બોબી ના આવ્યા હોત તુ હું અહીં સુધી પહોચી ના શકેત.

ભારત સરકાર દ્વારા 2004માં અંજુને પેરિસ વિશ્વ ચેમ્પિયનશીપમાં બ્રોંઝ મેડલ જીતવા પર રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો.

અંજુ  Kerala State Sports Council (KSSC) ની પ્રેસિડેન્ટ હતી, તેણે 2016માં રાજીનામુ આપ્યું.

તે TOPS (Target Olympic Podium Scheme)ની ચેરપર્સન છે.

 ભારત સરકારના ખેલો ઇન્ડીયા અભિયાનની એક્ઝિક્યુટિવ સભ્ય  છે.

અંજુ બોબી જ્યોર્જ ચેન્નઇ શહેરના હવાઇમથકમાં કસ્ટમ ઓફિસર છે

મેળવેલ એવોર્ડ

  • Arjuna Award–2003
  • Rajiv Gandhi Khel Ratna–2004
  • Padma Shri–2004
  • BBC Lifetime achievement award–2021

મેળવેલ સિદ્ધિઓ

કોમન વેલ્થ ગેમ: 2002 -બ્રોન્ઝ મેડલ
એશિયન ગેમ : 2002માં ગોલ્ડ મેડલ અને 2006માં સિલ્વર મેડલ
એશિયન ચેમ્પિયનશીપ: 2005માં ગોલ્ડ મેડલ અને 2007માં સિલ્વર મેડલ
સાઉથ એશિયન ગેમ: 2006માં ગોલ્ડ મેડલ
વર્લ્ડ એથ્લેટિક ફાઇનલ: 2005માં ગોલ્ડ મેડલ
વર્લ્ડ ચેમ્પિયનશીપ : 2003માં બ્રોન્ઝ મેડલ


17 April, 2021

ગીત શેઠી (Geet Sethi)

ગીત શેઠી

બિલિયર્ડ અને સ્નૂકર ખેલાડી



પુરુ નામ: ગીત સીરીરામ સેઠી

જન્મ તારીખ: 17 એપ્રિલ 1961

જન્મ સ્થળ: દિલ્હી

પિતાનું નામ: સીરીરામ



ગીત શેઠીને બહુ જ નાની ઉંમરે બીલીયર્ડ અને સ્નૂકરની રમતનું વળગણ લાગ્યું. 

જો કે તેની નાની ઉંમરના લીધે તેને ક્લબમાં બીલીયર્ડ કે સ્નૂકર રમતા રોકવામાં આવ્યો

અમદાવાદ સ્થાયી થયા બાદ ગુજરાત સ્પોર્ટ્સ ક્લબની મેનેજીન્ગ બોડીએ તેને ક્લબનું મેમ્બર ટેબલ વાપરવાની મંજૂરી આપી. ત્યાં તેનો સતીષ મોહન નામના બીલીયર્ડ ખેલાડી સાથે પરીચય થયો. તે વખતે અગ્રગણ્ય બીલીયર્ડ ખેલાડીઓમાંથી એક એવા સતીષ મોહને ગીતમાં રહેલી પ્રતિભા પારખીને તેને આ ક્ષેત્રે કારકિર્દી ઘડવાનું માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું.

1979માં ગીતે જૂનીયર લેવલે બીલીયર્ડ અને સ્નૂકર ટાઈટલ હાંસલ કર્યા. તે વખતે ભારતીય બીલીયર્ડમાં માઈકલ ફરેરા અને સુભાષ અગ્રવાલનો દબદબો હતો. ગીતે તેને મળેલી તકનો યોગ્ય ઉપયોગ કરીને માઈકલ ફરેરા અને સુભાષ અગ્રવાલની યશગાથાને આગળ વધારી. ત્રણ વર્ષ પછી 1982માં નેશનલ સીનીયર ચેમ્પિયનશીપમાં ગીતે માઈકલ ફરેરાને હરાવીને સનસનાટી મચાવી દિધી.

1984માં ઈંગ્લેન્ડ ખાતે તેણે ઈન્ટરનેશનલ સ્નૂકર પ્રોફેશનલ કમ એમેચ્યોર ચેમ્પિયનશીપ અને વીન્ડસર ખાતે ઈન્ટરનેશનલ એમેચ્યોર ચેમ્પિયનશીપ પર કબજો જમાવ્યો. 1985માં તેણે નેશનલ સીનીયર ડબલ ચેમ્પિયનશીપ જીતી. આગળ જતા ગીતે આ ટુર્નામેન્ટ પર વધુ ત્રણ વખત પોતાનું નામ લખાવ્યું.

1985માં તેણે દિલ્હી ખાતે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં આઠ કલાક લાંબી ફાઈનલમાં 74 વર્ષીય બોબ માર્શલને હરાવી એક મોટો ઉલટફેર કરતા વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતી.

બીલીયર્ડ અને સ્નુકરની રમતને ધનીકોની રમત માનવામાં આવે છે, તેમાં ભારત જેવો વિકાસશીલ દેશ પ્રગતિ સાધે તો આનંદ અને આશ્વર્ય થયા વિના ન રહે. ગીત શેઠીએ દેશને આવો જ કંઈક આનંદ અને આશ્વર્ય અનુભવવાનો મોકો પૂરો પાડ્યો છે. જે રમતમાં કોઈ ભારતનું અસ્તિત્વ પણ ન વિચારી શકે તે રમતમાં ગીત શેઠીએ ભારતને અનેક વખત વિશ્વવિજેતા બનાવ્યું છે.

1992થી લઈને 2006 સુધીમાં 6 વખત વર્લ્ડ પ્રોફેશનલ બીલીયર્ડ ચેમ્પિયનશીપ જીતીને ગીત શેઠીએ ભારતને ગૌરવ અપાવ્યું છે. 1985 અને 1987માં વર્લ્ડ એમેચ્યોર બીલીયર્ડ ચેમ્પિયનશીપ જીતીને ગીત શેઠીએ આ રમત પર માત્ર ધનિક દેશોનું જ વર્ચસ્વ છે

ભારતના જાણીતા ખેલાડીઓમાંથી એક એવા ગીત શેઠીએ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી વેબસાઈટો લોન્ચ કરી છે, તેમાં ખેલજગતને કેન્દ્રમાં રાખીને બનાવાયેલી ખેલાડી.કોમ નોંધપાત્ર છે. 2005માં તેણે પોતાના અનુભવો વાગોળતા સક્સેસ વર્સીસ જોય પુસ્તક લખ્યું.

ભારત સરકારે 1986માં પદ્મશ્રી અને 1992-93માં રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર આપીને ગીત શેઠીએ રમતગમતને આપેલ યોગદાનનું સન્માન કર્યું. હાલ ગીત પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ગોલ્ડક્વેસ્ટ નામનું એક અભિયાન પણ ચલાવી રહ્યો છે.

તેમણે  વ્યાવસાયિક કક્ષાના (professional-level)છ વખત વિજેતા અને amateur World Championshipsમાં ત્રણ વખત વિજેતા છે,  બિલિયર્ડ્સમાં બે વર્લ્ડ રેકોર્ડ બનાવનાર ખેલાડી છે.

આ ઉપરાંત તે સાત વખતના રાષ્ટ્રીય બિલિયર્ડ્સ ચેમ્પિયન અને ચાર વખતના રાષ્ટ્રીય સ્નૂકર ચેમ્પિયન પણ હતા.

તેમણે  પ્રકાશ પાદુકોણ સાથે મળીને ઓલમ્પિક ગોલ્ડ ક્વેસ્ટની સહ-સ્થાપના કરી છે, જે ભારતમાં રમતના પ્રમોશન માટે ફાઉન્ડેશન છે.

હાલમાં સેઠી તેમના પરિવાર સાથે અમદાવાદમાં રહે છે.

 અમદાવાદ અને મુંબઇ વચ્ચે તેમની રાગ ટ્રાવેલ્સ નામની એક ખાનગી ટ્રાવેલ એજન્સી  ચલાવે છે. 

સેઠીએ બી.કે.સ્કૂલ ઓફ બીઝનેસ મેનેજમેન્ટ, ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.બી.એ.  ,  અને અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ અને સેન્ટ ઝેવિયર્સ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.




તેમણે મેળવેલ સફળતાઓ

  • World Professional Billiards Champion: 1992, 1993, 1995, 1998, 2006
  • World Amateur Billiards Champion: 1985, 1987, 2001
  • Gold Medalist, 13th Asian Games, Bangkok 1998
  • Asian Billiards Champion: 1987
  • National Billiards Champion: 1982, 1985, 1986, 1987, 1988, 1997, 1998
  • National Snooker Champion: 1985, 1986, 1987 and 1988

એવોર્ડ
રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ - 1992-93
પદ્મશ્રી- 1986
અર્જુન એવોર્ડ- 1986
કે.કે.બિરલા એવોર્ડ- 1993



15 April, 2021

વર્લ્ડ હેરિટેજ ડે (World Heritage Day)

 વર્લ્ડ હેરિટેજ ડે (World Heritage Day) વિશ્વ વિરાસત દિવસ

18 એપ્રિલ




સમગ્ર વિશ્વમાં 18 એપ્રિલે વર્લ્ડ હેરિટેજ ડે ઉજવવામાં આવે છે

 વિશ્વમાં રહેલા માનવ સંસ્કૃતિના ભવ્ય વારસાને સાચવી રાખવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેથી વધુમાં વધુ લોકો હેરિટેજ સાઇટનું મહત્વ સમજે અને તેનું જતન કરે

1982 માં ઇકોમાર્ક સંસ્થા દ્વારા ટ્યુનિશિયામાં યોજિત આંતરરાષ્ટ્રીય મેમોરિયલ અને સાઇટ ડે ના આયોજન પછી સમગ્ર વિશ્વમાં 18 એપ્રિલની ઉજવણી વર્લ્ડ હેરિટેજ ડે તરીકે શરૂ થઇ છે?


યુનેસ્કો દ્વારા 2021 સુધીમાં ભારતના 40 સ્થળોનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતના 4  સ્થળોનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પાટણમાં આવેલી રાણીકી વાવ, પંચમહાલ જિલ્લામાં આવેલ ઐતિહાસિક ચાંપાનેર નગરીના ખંડેરો, અમદાવાદ શહેર અને ધોળાવીરાનો સમાવેશ થાય છે.

ચાંપાનેર નગર સુલતાન મોહમ્મદ બેગડાએ વસાવ્યુ હતું. જ્યાં આજે મહેલો, પ્રવેશદ્વાર, મંદિરો, મસ્જિદ વગેરેના ખંડેરો જોવા મળે છે. 2004માં યુનેસ્કોએ ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો હતો. 16મી સદીમાં ચાંપાનેર ખૂબ જ સમૃદ્ધ હતું અને તે ગુજરાતનું પાટનગર હતું. મોહમ્મદ બેગડા પહેલા અહીં ચૌહાણ વંશના રાજપૂતોનું શાસન હતું. ચાંપાનેર ખાતે આવેલી વર્લ્ડ હેરિટેજ સાઈટ માં અલગ અલગ જગ્યાએ આવેલા 110 ઐતિહાસિક સ્થાપત્યોનો સમાવેશ થાય છે , જેમાં 39 સ્થાપત્યોની જાળવણી ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવી છે.જેમાં જામા મસ્જિદ , ભદ્ર દ્વાર , ચાંપાનેરનો કિલ્લો, લકુલીશ મંદિર, સાત કમાન જેવા સ્થાપત્યનો સમાવેશ થાય છે.

પાટણમાં આવેલી રાણીકી વાવ સ્થાપત્યનો અદભૂત નમૂનો છે. સોલંકી વંશના શાસન દરમિયાન બંધાયેલી રાણીકી વાવનો પણ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રાણીકી વાવની દિવાલો પર વિષ્ણુ ભગવાનના વિવિધ અવતારો, ગણેશજી તેમજ અપ્સરાઓના શિલ્પો જોઇ શકાય છે. એક માન્યતા અનુસાર રાજા ભીમદેવની યાદમાં રાણી ઉદયમતિએ આ વાવ બંધાવી હતી

ધોળાવીરા ઈ.પૂર્વે 3000થી 1800ની વચ્ચે નિર્માણ પામ્યું હોવાની શક્યતા છે. જે હડપ્પીય સંસ્કૃતિ સમયમું એક શહેર છે.ધોળાવીર એ કચ્છના મોટા રણમાં આવેલ છે. ભારતમાં અત્યારસુધી કોઈ હડપ્પન સાઈટને વર્લ્ડ હેરિટેજ સાઈટનું બિરુદ નથી મળ્યું. ધોળાવીરા એ પ્રાચીન સિંધુ ખીણની સંસ્ક્રુતિમા સ્થાન મેળવનાર પ્રથમ શહેર છે.  ધોળાવીરા બીજી બધી હડપ્પન સાઈટ્સ કરતાં અલગ છે. 1200 વર્ષ સુધી ધોળાવીરામાં માનવ વસવાટ હતો. તેમાં ભૂતકાળની અનેક બાબતો સંગ્રહાયેલી પડી છે. બાંધકામ ટેક્નોલોજીથી માંડીને જળ સ્થાપન અને વજન તેમજ વેપાર જેવી દરેક બાબતો તે સમયને સમજવા જરુરી છે, જે ધોળાવીરામાં સચવાયેલી છે.

  • યુનેસ્કો દ્વારા ભારતના આખે આખા શહેર  હેરિટેજ સિટી તરીકે જાહેર કરવામા આવ્યા હતા અને તે શહેર છે અમદાવાદ અને જયપુર
  • ૧૯૭૮માં પ્રથમ વખત વૈશ્વિક વિરાસતોની યાદી જાહેર થઈ હતી.
  • વર્લ્ડ હેરિટેજ કમિટીની અત્યાર સુધીમાં કુલ 44 બેઠકો મળી છે. ૧૯૭૮માં કમિટીએ પ્રથમ વખત હેરિટેજ સાઈટ્સની જાહેરાત કરી તે અગાઉ ૧૯૭૨ અને ૧૯૭૫માં બે બેઠકો મળી ચૂકી હતી.
  •  ભારતમાં કુલ 40 સાઈટ્સને વર્લ્ડ હેરિટેજ જાહેર કરાઈ છે. જેમા 32 સાંસ્કૃતિક(Cultural), 7 પ્રાકૃતિક(Natural) અને 1 મિક્ષ(Mix) સાઇટ છે.
  •  ૧૯૮૩માં ભારતની ચાર સાઈટ્સ - અજન્ટા-ઈલોરાની ગુફાઓ, તાજમહેલ અને આગ્રાના કિલ્લાનો સમાવેશ થયો હતો.
  • ભારત વિશ્વમાં છ્ઠ્ઠા નંબરનો સૌથી વધુ હેરીટેજ સાઇટ ધરાવતો દેશ છે.
  • હાલમાં સૌથી વધુ હેરીટેજ સાઇટ ધરાવતો દેશ ઇટલી છે જેમા 58 હેરીટેજ સાઇટ આવેલ છે.
વિશ્વની હેરીટેજ સાઇટ દર્શાવતો આલેખ (2021 સુધી)





યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલ ગુજરાતની 4 હેરીટેજ સાઇટ
રાણી કી વાવ (પાટણ) - 2014

ચાંપાનેર (પાવાગઢ)- 2004

અમદાવાદ શહેર- 2017
ધોળાવીરા (2021)




યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલ ભારતની  હેરીટેજ સાઇટ જાણવા નીચે આપેલ લિંક પર ક્લિક કરવી.



40 World Heritage Sites in India
Presently, there are 40 World Heritage Sites located in India. India has the sixth largest number of sites in the world. Among these 40 UNESCO Heritage sites of India, the list includes 32 cultural sites, 7 natural sites, and 1 mixed site

ભારતના વિવિધ રાજ્યોમાં આવેલ હેરિટેજ સાઇટ

ઉપરના કોષ્ટકમા 2021માં બે સાઇટ ગુજરત અને તેલંગાણાની ઉમેરાણી એટલે કુલ 40 સાઇટ થઇ.  ગુજરાતની કુલ 4 અને તેલંગાણાની 1 થાય.
The earth has given shelter to 195 countries. In these 195 countries, whenever UNESCO finds a place of historic, cultural, architectural or scientific significance, it declares it a world heritage site. As per the latest count, there are 1154 UNESCO heritage sites in the world, with 40 of them in India alone.
Theme
2022: "Heritage and Climate"
2021: 'Complex Pasts: Diverse Future
2020: "Shared Culture’, ‘Shared heritage’ and ‘Shared responsibility
2019: Rural Landscapes
2018: Heritage for Generations
2017: Cultural Heritage and Sustainable Tourism
2016:  the heritage of sports
ભારતમાં આવેલ 40 હેરિટેજ સાઇટના ફોટા અને માહીતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરવી.

હેરિટેજ સાઇટ્સની વર્ચ્યુઅલ સફર
નીચે આપેલ લિંક પર ક્લિક કરી વિશ્વની તમામ હેરીટેજ સાઈટની વર્ચ્યુઅલ સફર કરો.





ડૉ. કે.સિવન

 કે. શીવન

ઇસરોના 9માં ચેરમેન

India’s Rocket Man



પુરુ નામ: કૈલાસવાદિવુ શિવન

જન્મતારીખ:  14 એપ્રિલ 1957

જન્મસ્થળ: મેલા સારાક્કલ્વિલાઇ, કન્યાકુમારી,તમિલનાડુ

તેમને India’s Rocket Manના નામથી પણ ઓળખાય છે.

આ ‘રોકેટમેન’ની એક કેરીની વાડીએ મજૂરી કરવાથી શરૂ કરીને છેક ઈસરોના ચીફ બનવા સુધીની સફર ભારોભાર રસપ્રદ અને પ્રેરણાદાયી રહી છે.

તેના પિતાનું નામ કૈલાસ વાદિવુ અને માતાનું નામ ચેલ્લમ છે

કે. સિવનનો જન્મ ખેડૂત પરિવારમાં થયેલો
એક ગરીબ ખેડૂત પરિવારમાં જન્મેલા કે. સિવનની ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા ‘ઇસરો’ના ચીફ સુધી પહોંચવાની સફર ઘણી સંઘર્ષ ભરેલી છે. તેમનું પૂરું નામ કૈલાસવાદિવૂ સિવન છે. તેમનો જન્મ તમિલનાડુના કન્યાકુમારી જિલ્લાના મેલા સરક્કલવિલાઈ ગામમાં થયો હતો. કે. સિવનના પિતાને કેરીની વાડી હતી.

વાડીમાં પિતાને મદદ કરાવતા હતા
નાની ઉંમરથી જ તેઓ પિતાને ખેતીકામમાં મદદ કરતા હતા. પરિવારની આર્થિક સ્થિતિ એવી નહોતી કે તેઓ ખેતીકામ માટે માણસો રાખી શકે. આથી કે. સિવન જ્યારે કોલેજની રજાઓમાં ઘરે આવતા ત્યારે પિતા સાથે તેમને પણ તરત જ ખેતરે મજૂરીએ જોતરાઈ જવું પડતું હતું. કેરીની વાડીનું નિંદામણ કાઢવાથી લઈને રખેવાળી કરવા સુધીનાં તમામ કામ આ બાપ-દીકરાની જોડી જ સાંભળતી હતી.

પિતાનીને મદદ કરવા વાડીથી નજીક કોલેજ પસંદ કરી
પોતાના સંઘર્ષના દિવસો યાદ કરતા કે. સિવને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે, સામાન્ય રીતે દરેક વિદ્યાર્થીને પોતાની કોલેજ મરજીથી પસંદ કરવાની ખ્વાહિશ હોય છે, પણ મારા પિતાની ઈચ્છા એવી હતી કે હું ઘર અને વાડીની નજીકની જ કોલેજ જોઈન કરું જેથી તેમને ખેતીકામમાં મદદ કરી શકું. હું કોલેજથી પરત આવીને સીધો જ કેરીની વાડીએ કામ કરવા પહોંચી જતો હતો.

કોલેજ પહેલાં તેમની પાસે ચંપલ કે પેન્ટ પણ નહોતાં
વધુ રસપ્રદ વાત તો એ છે કે, કે. સિવને જ્યારે મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં પ્રથમ પગ મૂક્યો ત્યારે જ તેમના પગમાં ચંપલ આવ્યા હતા. કોલેજ પહેલાં સુધી તેઓ બધે ઉઘાડા પગે સફર કરતા હતા. પરિવાર પાસે ચંપલ ખરીદવાની ત્રેવડ નહોતી એટલું જ નહીં, સિવન પાસે પહેરવા માટે પેન્ટ સુદ્ધાં નહોતાં. તેમનું નાનપણ અને કિશોરાવસ્થા તમિલનાડુના પરંપરાગત પોશાક એવી ધોતી પહેરીને જ વીત્યું હતું. તેમ છતાં કે. સિવન કહે છે કે, હું એક ખેડૂત પુત્ર છું. મારા માતા-પિતાએ ક્યારેય મને ભૂખ્યો સૂવડાવ્યો નથી. અમારી આર્થિક પરિસ્થતિ સારી નહોતી છતાં, અમને ત્રણ ટંકનું જમવાનું મળી રહે તેનું મારાં માતા-પિતાએ હંમેશાં ધ્યાન રાખ્યું હતું.

એન્જિનિયરિંગ કરવાના પૈસા નહોતા
અભ્યાસ વિશેની વાત કરતાં કે. સિવને કહ્યું છે કે, ‘મારે એન્જિનિયરિંગ કરવું હતું, પણ મારા પિતા તેની ફી ભરી શકે તેમ નહોતા. મેં એન્જિનિયરિંગ કરવા માટે ઘણાં અઠવાડિયાં સુધી જીદ્દ પણ કરી હતી. મને એવું હતું કે મારા પિતાનું મન હું બદલી શકીશ પણ અંતમાં મારે મારું જ લક્ષ્ય બદલીને બેચલર ઓફ સાયન્સ ભણીને સંતોષ માનવો પડ્યો. સિવને ગણિત વિષય સાથે સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું.

'પિતાએ મને એન્જિનિયરિંગ ભણાવવા પોતાની જમીન વેચી દીધી'
દીકરાની ઉચ્ચ અભ્યાસ કરવાની મહેચ્છા પૂરી કરવા માટે તેમના પિતાએ પણ બલિદાન આપવામાં કશું જ બાકી નહોતું રાખ્યું. કે. સિવન ઈન્ટરવ્યૂમાં કહે છે, ‘એકવાર અચાનક મારા પિતા મારી પાસે આવ્યા. તેમણે કહ્યું કે, મેં તને તારે જે ભણવું છે તે ભણતા અટકાવ્યો છે, પણ આગળથી આવું નહીં થાય. મને ખબર છે તને એન્જિનિયરિંગમાં ઇન્ટરેસ્ટ છે અને તારા અભ્યાસના ખર્ચ માટે હું મારી જમીન પણ વેચી દઈશ.’ એમણે એવું કર્યું પણ ખરું.

એરોનોટિકલ એન્જિનિયરિંગ કર્યા પછી પણ જોબ ન મળી
કે. સિવન વધુમાં કહે છે કે, ‘મેં બી.ટેક. (બેચલર ઓફ ટેક્નોલોજી) પૂરું કર્યું તે પછી જોબ શોધવા માટે રાત-દિવસ એક કરી દીધા હતા. તે સમયે એરોનોટિકલ એન્જિનિયરિંગમાં અત્યંત મર્યાદિત નોકરીઓ ઉપલબ્ધ હતી. આ ક્ષેત્રના વિદ્યાર્થીઓને માત્ર હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને નેશનલ એરોનોટિક્સ લિમિટેડમાં જ જોબ મળતી હતી.મને આ બંનેમાંથી કોઈ જગ્યાએ જોબ મળી નહીં. ત્યારબાદ મેં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં ભણવાનું શરૂ કરી દીધું.’

'મારા કરિયરમાં મારે જે જોઈતું હતું તે ક્યારેય મળ્યું નથી'
જોબ વિશે તેમણે જણાવ્યું કે, મારે સેટેલાઇટ સેન્ટરમાં જોડાવું હતું, પણ મારે વિક્રમ સારાભાઈ સેન્ટરમાં જોડાવું પડ્યું. તે પછી મારે એરોડાયનેમિક્સ ગ્રૂપ જોઈન્ટ કરવું હતું, પણ હું PSLV પ્રોજેક્ટમાં જોડાયો. અત્યાર સુધીના મારા કરિયરમાં મારે જે જોઈતું હતું તે ક્યારેય મળ્યું નથી. પણ હા, મને જે જોબ મળી છે તે મેં સ્વીકારીને તેમાં મારું વર્ચસ્વ આપી દીધું છે. ભવિષ્યમાં પણ મને જે કામ સોંપવામાં આવશે તે હું દિલથી કરીશ.’
ચંદ્રયાન-2માં મળેલી પ્રારંભિક નિષ્ફળતાથી કે. સિવનની નિષ્ફળતાઓનો સિલસિલો હજી પણ જારી રહ્યો છે. પરંતુ તેમના જીવનનો ઘટનાક્રમ જોતાં એવું ચોક્કસપણે કહી શકાય કે આ જ વ્યક્તિ આગામી સમયમાં આપણને ગંજાવર સફળતા અપાવશે.



કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2018માં જાણીતા વૈજ્ઞાનિક કે. સિવનને ઈન્ડિયન સ્પેસ રિચર્સ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના નવા ચેરમન બનાવ્યા છે. જે પૂર્વ ચેરમેન એ.એસ કિરણ કુમારની જગ્યા લેશે. સિવાન આ પહેલા 104 સેટેલાઈટને એક સાથે અંતરિક્ષમાં મોકલવા માટે ઈસરોને મદદ કરી ચૂક્યા છે.

કોઈ પણ હવામાન અથવા પવનની સ્થિતિ હેઠળ ભારત કોઈપણ દિવસે રોકેટ લોન્ચ કરી શકે છે, કારણ કે તેમણે ડે-ઓફ-લોંચ વિન્ડ બાયસિંગ સ્ટ્રેટજી વિકસાવી અને અમલમાં મૂકી છે


તેમણે મદ્રાસ ઈન્સ્ટીટ્યૂટ ઓફ એરોનોટિકલ એન્જિનિયરિંગમાંથી 1980માં ગ્રેજ્યુએશન કર્યું છે અને IIS બેંગ્લોરમાંથી માંથી 1982માં એરોસ્પેસ એન્જિનિયરિંગમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી છે. સાથે જ તેમણે વર્ષ 2006માં IIT બોમ્બેમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં પી.એચડી પણ કર્યું છે.

1982માં તેમણે પ્રથમવાર ઈસરોનો પીએસએલવી પ્રોજેક્ટ જોઈન કર્યો હતો

ચંદ્રયાન 2ને બનાવવામાં કે.સિવનનો મોટો હાથ હતો

કે.સિવને MIT(મદ્રાસ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી)માંથી બેચલોર ઓફ એન્જીનિયરીંગની ડિગ્રી લીધી હતી.

 MITના શાનદાર એકેડેમિક રેકોર્ડ બાદથી તેમણે Indian Institute of Scienceમાંથી Aerospace Engineeringની ડિગ્રી લીધી હતી. 1982માં કે.સિવને ઈસરોમાં કામ કરવાનું શરૂ કર્યુ હતુ.

ISROમાં નોકરી મળ્યા બાદથી Polar Satellite Launch Vehicle એટલેકે PSLV પ્રોજેક્ટની શરૂઆત તી ચૂકી હતી. અને પહેલીવાર સિવને આ પ્રોજેક્ટ ઉપર કામ કરવાની તક મળી હતી. ત્યારબાદ ઘણા બધા અલગ અલગ પદો ઉપર કામ કરતાં તેઓ આગળ વધતા ગયા હતા. ખાસ કરીને તેમણે 6D Trajectory Software અને  Innovative Day-Of Launch Wind Strategy ઉપર કામ કર્યુ હતુ. આ સ્ટ્રેટેજીની મદદથી જ વર્ષમાં કોઈ પણ દિવસે કોઈ પણ પરિસ્થિતીમાં રોકેટને લોન્ચ કરી શકે છે. આવી જ બહુમૂલ્ય શોધથી ભારતનાં Space Agencyનું કદ ઉંચુ કરે છે. 2011માં પ્રોજેક્ટ ડાયરેક્ટરના પદ પર હતા. અને તેમણે GSLV Project પર કામ કરવાનું શરૂ કર્યુ.

એપ્રિલ 2014 માં તેમને ચેન્નઈની સત્યબામા યુનિવર્સિટીમાંથી ડોક્ટર ઓફ સાયન્સ  એનાયત કરાયો હતો.

  1 જૂન, 2015 ના રોજ, તેઓ વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરના ડિરેક્ટર બન્યા હતા.

satellite launch vehicle GSLV Mark III ની મદદથી ચંદ્રયાન 2 મિશનમાં યાનને ચંદ્રમા પર મોકલવામાં આવ્યુ છે. અને 14 ફેબ્રુઆરી 2017એ ભારતને એકસાથે 104 સેટેલાઈટ લોન્ચ કરવાનો વર્લ્ડ રેકોર્ડ કાયમ કર્યો હતો. તેની અંદર કે.સિવનનો રોલ સૌથી મહત્વનો હતો.



તેમની આ જ લીડરશિપ સ્કિલને જોતા જાન્યુઆરી 2018માં કે.સિવનને ISROના ચીફ બનાવવામાં આવ્યા હતા. 15 જાન્યુઆરી 2018મા તેમણે કામ કરવાનું શરૂ કર્યુ હતુ. આ પદને સંભાળ્યા બાદ તેમનું અને ISRO જે સૌથી મહત્વનું મિશન તેમની અધ્યક્ષતામાં ઇસરોએ 22 જુલાઈ, 2019 ના રોજ ચંદ્રનું બીજું મિશન ચંદ્રયાન 2 શરૂ કર્યું, વિક્રમ રોવર ક્રેશ થઈ ગયુ પરંતુ ઓર્બિટર બરાબર છે અને ચંદ્રની પરિભ્રમણ કરે છે

24 સપ્ટેમ્બર 2014ના રોજ ભારતે મંગળયાન -1ને સફળતાપૂર્વક લોંચ કર્યુ છે અને કે.સિવનના અધ્યક્ષતામા ઇસરો મંગળયાન-2 લોંચ કરશે આ ઉપરાંત ચંદ્રયાન-3 અને ગગનયાન પણ લોંચ કરશે.

ડૉ. શિવન ભારતના અંતરિક્ષ કાર્યક્રમ માટે ક્રાયોજેનિક એન્જિનના વિકાસમાં નોંધપાત્ર યોગદાન માટે જાણીતા છે.

તેમનું એક ભવિષ્ય માટે નોંધપાત્ર યોગદાન એ છે કે પીએસએલવીસી -40 રોકેટની ઉપર મંગળ ઓર્બિટર મિશન સેટેલાઇટ ફ્લાય બનાવવી

ડૉ. સિવન એ 2015માં “Integrated Design for Space Transportation System” નામનું પુસ્તક પ્રકાશિત કર્યું છે.

Education

 BSc, Mathematics,  Madurai University, 1977
 B.Tech, Aeronautics, Madras Institute of Technology, Chennai, 1980
 M.E., Aerospace, IISc, Bangalore,1982
 PhD, Aerospace,  IIT, Bombay, 2007


Positions Held

  • ​​ Director, VSSC  (2015-2017)
  •  Director, LPSC (2014-2015)
  •  Project Director, GSLV (2011-2013)
  •  Member, Space Commission (2016-2017)
  •  Vice-Chairman, ISRO Council (2016-2017)

એવોર્ડ:

  • Shri Hari Om Ashram Prerit "Dr.Vikram Sarabhai Research Award”, 1999
  • ISRO Merit Award, 2007
  • “Dr Biren Roy Space Science  Award”, 2011
  • Distinguished Alumnus Award from MIT Alumni Association, 2013
  • ISRO award for outstanding achievement in 2016
  • Distinguished Alumnus Award from  IIT-Bombay, 2017
  • Doctor of Science (Honoris Causa), Sathyabama University & Dr MGR University, Chennai
  • Dr. A.P.J. Abdul Kalam Award, 2019.
  • IEEE Simon Ramo Medal, shared with Byrana N. Suresh, 2020.


14 April, 2021

बैसाखी



बैसाखी से किसान अपनी पकी हुई फसल को काटने की शुरुआत करते हैं. 13 अप्रैल 1699 के दिन सिख पंथ के 10वें गुरु श्री गोबिंद सिंह जी ने खालसा पंथ की स्थापना की थी, इसके साथ ही इस दिन को बैसाखी के रूप में मनाया जाता है. आज ही के दिन पंजाबी नए साल की शुरुआत भी होती है. 

इस दिन लोग अनाज की पूजा करते हैं और फसल के कटकर घर आ जाने की खुशी में भगवान और प्रकृति को धन्यवाद करते हैं. बैसाखी का त्योहार सिर्फ पंजाब में ही नहीं  बल्कि देश के अलग-अलग हिस्सों में अलग-अलग नामों से मनाया जाता है. असम में बिहू , बंगाल में नबा वर्षा, केरल में पूरम विशु के नाम से लोग इसे मनाते हैं.  


कैसे पड़ा बैसाखी नाम?

बैसाखी के समय आकाश में विशाखा नक्षत्र होता है. विशाखा नक्षत्र पूर्णिमा में होने के कारण इस माह को बैसाखी कहते हैं. कुल मिलाकर वैशाख माह के पहले दिन को बैसाखी कहा गया है. इस दिन सूर्य मेष राशि में प्रवेश करता है, इसलिए इसे मेष संक्रांति भी कहा जाता है.


क्यों मनाया जाता है बैसाखी पर्व?

वैशाख माह में रबी (अक्टूबर-नवंबर) की फसल के पक कर तैयार होने की खुशी में यह त्योहार मनाया जाता है। किसान अपनी फसल की कटाई के बाद इस त्योहार को खुशी के रूप में मनाते हैं। इस दिन लोग अपने मित्रों और रिश्तेदारों को बैसाखी पर्व की बधाइयां देते हैं और उत्तर भारत में कई जगह मेले भी लगते हैं।


सिखों के लिए यह पर्व होता है खा़स

यह पर्व सिख समुदाय के लोगों के लिए बेहद खास होता है। दरअसल मान्यता के अनुसार, बैसाखी पर्व सिख समुदाय के लिए नए साल के आगमन का पर्व है। कहा जाता है कि बैसाखी के ही दिन साल 1699 में सिखों के अंतिम गुरु गोबिंद सिंह ने खालसा पंथ की स्थापना की थी। खालसा पंथ की स्थापना का उद्देश्य आम लोगों की मुगलों के अत्याचारों से रक्षा करना था।


बैसाखी पर्व का ज्योतिषीय महत्व

बैसाखी पर्व का ज्योतषीय महत्व भी है। दरअसल इस दिन मेष संक्रांति होती है। मेष संक्रांति से आशय सूर्य का मेष राशि में प्रवेश से है। मेष राशि में सूर्य का आना सौर नववर्ष की शुरुआत को दर्शाता है। इसी राशि से सूर्य राशिचक्र में अपने संचरण की शुरुआत करता है, जिसे वह एक वर्ष में पूरा करता है।


से मनाया जाता है बैसाखी का त्योहार

बैसाखी कृषि से जुड़ा लोक पर्व है इसलिए इस पर्व में लोक कला की झलक साफ देखने को मिलती है। पंजाब में लोग इस पर्व को ढोल-नगाड़ों की थाप पर भांगड़ा और गिद्दा नृत्य करते हैं। लोग अपने रिश्तेदारों से मिलते हैं और उन्हें इस पर्व की बधाइयां देते हैं। वहीं गुरुद्वारों में भजन-कीर्तन का आयोजन होता है। घर-घर में तरह-तरह के पकवान भी बनाए जाते हैं और लोगों को दावत दी जाती है। आज ही के दिन किसान अपनी फसल के लिए ईश्वर के प्रति कृतज्ञ होते हैं।



12 April, 2021

ડૉ. બાબાસાહેબ આંબેડકર ( Dr. Babasaheb Ambedkar)

 ડૉ. બાબાસાહેબ આંબેડકર

બંધારણના ઘડવૈયા, પ્રથમ કાયદા પ્રધાન




પુરુ નામ: ભીમરાવ રામજી સકપાલ

જન્મતારીખ: 14 એપ્રિલ 1891

જન્મસ્થળ: મહુ, ઇન્દોર,  મધ્યપ્રદેશ (હાલમાં આંબેડકર નગર)

પિતાનું નામ: રામજી

માતાનું નામ: ભીમાબાઇ

પત્નીનુ નામ: રમાબાઇ (પ્રથમ પત્ની), ડૉ.સવિતા (બીજા પત્ની)

અવશાન: 6 ડિસેમ્બર 1956 (દિલ્હી)


ડૉ. ભીમરાવ  આંબેડકર  રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી હતા.


ડૉ. ભીમરાવ  આંબેડકર નો જન્મ 14મી એપ્રિલ 1891માં મહુ, મધ્ય પ્રદેશ  મુકામે એક સામાન્ય અછૂત ગણાતા મહાર કુટુંબમાં થયો હતો. 

તેમના પિતાનું નામ રામજી માલોજી સક્પાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. 

ભીમરાવ આંબેડકર એ રામજી સક્પાલના ચૌદ સંતાનોમાંનું છેલ્લું સંતાન હતા.

 ભીમરાવના પિતા મિલિટરીમાં સુબેદારના હોદા પર હતા. લશ્કરની શાળામાં તેઓ હેડ માસ્ટર હતા. નાનપણથી જ બાળક ભીમરાવમાં માતાપિતાના સંસ્કારો ઉતર્યા. 

જયારે ભીમરાવ 6 વર્ષની ઉમરના થયા ત્યારે તેમની માતા ભીમાબાઈનું અવસાન થયું.

ભીમરાવના પિતાની અટક સક્પાલ હતી. તેઓ મૂળ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના અંબાવાડે ગામના વતની હતા. તેથી નિશાળમાં ભીમરાવની અટક આંબાવડેકર રાખવામાં આવેલી. પરંતુ નિશાળના એક શિક્ષક કે જે ભીમરાવને ખુબ ચાહતા હતા, તેમની અટક આંબેડકર હતી તેથી તેમણે ભીમરાવની અટક નિશાળના રજીસ્ટરમાં સુધારીને આંબાવડેકરને બદલે આંબેડકર રાખી

 શરૂઆતની પ્રાથમિક કેળવણી ભીમરાવે મુશ્કેલીઓ વચ્ચે પૂરી કરી. અસ્પૃશ્યતાના કારણે તેઓએ ઘણું જ સહન કરવું પડ્યું. ભીમરાવના પિતાને મુંબઈમાં રહેવાનું થયું એટલે ભીમરાવે હાઇસ્કૂલનું શિક્ષણ મુંબઈની એલીફન્સ્ટન હાઇસ્કૂલમાં લીધું અને સને ૧૯૦૭માં મેટ્રીકની પરીક્ષા પસાર કરી.મેટ્રિક પાસ થયા 

ભીમરાવના લગ્ન "રામી" નામની બાળા સાથે થયા. જેનું નામ ભીમરાવે પાછળથી "રમાબાઈ" રાખ્યું

ભીમરાવના કોલેજ શિક્ષણ માટે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્કોલરશીપની વ્યવસ્થા કરી, અને ભીમરાવ મુંબઈની પ્રખ્યાત એલીફન્સ્ટન કોલેજમાં દાખલ થયા.

ભીમરાવે ઈ.સ. ૧૯૧૨માં અંગ્રેજી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સીટીની બી.એ.ની પરીક્ષા પસાર કરી. સ્નાતક થયા 

વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભીમરાવની નિમણુક રાજ્યના લશ્કરમાં એક લશ્કરી અધિકારી તરીકે કરી. વડોદરામાં યુવાન ભીમરાવે આભડછેટનાં લીધે ખુબ જ હેરાન થવું પડ્યું

આ સમયે ૨ ફેબ્રુઆરી ૧૯૧૩ના રોજ ભીમરાવના પિતા રામજી સક્પાલનું અવસાન થયું. ભીમરાવને નોકરીને તિલાંજલિ આપવી પડી. પિતાના મૃત્યુના કારણે મહત્વાકાંક્ષી ભિમરાવને ખુબજ દુ:ખ થયુ.આ સમયે વડોદરાના મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ કેટલાક તેજસ્વી અછૂત વિદ્યાર્થીઓને પોતાના ખર્ચે, ઉચ્ચ અભ્યાસ માટે, અમેરિકા મોકલવા માંગતા હતા. ભીમરાવની એ માટે પસંદગી થઈ. 

૧૯૧૩ના જુલાઈનાં ત્રીજા અઠવાડિયામાં તેઓ ન્યુયોર્ક જવા રવાના થયા. અમેરિકાની પ્રખ્યાત કોલમ્બિયા યુનિવર્સિટીમાં ભીમરાવે ખંતપૂર્વક અભ્યાસ શરુ કર્યો. અભ્યાસના પરિપાક રૂપે ભીમરાવે 'પ્રાચીન ભારતીય વ્યાપાર' વિષય ઉપર મહાનિબંધ લખી ૧૯૧૫માં કોલમ્બિયા યુનિવર્સીટીની એમ.એ.ની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી.

સતત અભ્યાસ ચાલુ રાખી ૧૯૧૬ માં એમણે પીએચ.ડી. માટે 'બ્રિટીશ ભારતમાં મુલ્કી અર્થવ્યવસ્થાનો વિકાસ' વિષય ઉપરનો મહાનિબંધ કોલમ્બિયા યુનિવર્સીટીને રજુ કરી પીએચ.ડી.ની પદવી મેળવી.

૧૯૧૬ માં તેઓ અમેરિકાથી ઇંગ્લેન્ડ ગયા. અને લંડનમાં કાયદાનો અભ્યાસ શરુ કર્યો સાથે સાથે એમણે અર્થશાસ્ત્રનો અભ્યાસ પણ ચાલુ જ રાખ્યો. પરંતુ પ્રતિકુળ સંજોગોને અને આર્થિક તેમજ કૌટુંબિક મુશ્કેલીઓને કારણે વિદ્યાભ્યાસ છોડી તેમને ભારત પાછા ફરવું પડ્યું.

ઇંગ્લેન્ડથી પાછા આવ્યા પછી તેઓ વડોદરા નોકરી માટે ગયા. મહારાજા ગાયકવાડે આંબેડકરની નિમણુક વડોદરા રાજ્યના મીલીટરી સેક્રેટરી તરીકે કરી. પરંતુ મુશ્કેલીઓ, આભડછેટ અને અપમાનોના લીધે તેઓ વડોદરામાં સ્થિર થઇ શક્યા નહિ, ફરીવાર વડોદરાને તેમણે છેલ્લી સલામ કરી વિદાઈ લીધી

 ૧૯૧૮માં, મુંબઈની સિડનહામ કોલેજમાં તેઓ પ્રોફેસર તરીકે જોડાયા

થોડા પૈસા બચાવીને તેમજ કેટલીક રકમની મિત્રો પાસેથી વ્યવસ્થા કરીને ફરીવાર ડૉ.આંબેડકર ઇંગ્લેન્ડ ગયા, અને કાયદાનો તથા અર્થશાસ્ત્રનો અભ્યાસ ચાલુ રાખ્યો

૧૯૨૩માં ડૉ. આંબેડકર બેરિસ્ટર થયા

આજ વખતે ડૉ.આંબેડકરને તેમના મહાનિબંધ "રૂપિયાનો પ્રશ્ન" એ વિષય ઉપર લંડન યુનિવર્સીટી એ "ડૉક્ટર ઓફ સાયન્સ"ની ઉચ્ચ ડીગ્રી એનાયત કરી. લંડનમાં અભ્યાસ પૂર્ણ થવાથી ડૉ. આંબેડકર જર્મની ગયા અને ત્યાં પ્રખ્યાત બોન યુનિવર્સીટીમાં વિદ્યાભ્યાસ શરુ કર્યો. પરંતુ જર્મનીમાં તેઓ લાંબો સમય રહી શક્યા નહિ. તેમને ભારત પાછા ફરવું પડ્યું.

 ૨૩ ઓક્ટોબર ૧૯૨૮ ના રોજ ડૉ. આંબેડકર "સાયમન કમિશન" સમક્ષ અછૂતોના પ્રાણ પ્રશ્નો અને તેના નિરાકરણ ઉપર રજૂઆત કરી આજ સમયે તેમણે એક એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી


૧ જૂન ૧૯૫૨એ તેઓ ન્યુયોર્ક ગયા અને ૫ જૂન ૧૯૫૨ના દિવસે કોલમ્બિયા યુનિવર્સીટીએ એમને સર્વોચ એવી "ડોક્ટર એટ લો"ની પદવી આપી

૧૨ જાન્યુઆરી ૧૯૫૩ને દિવસે ભારતની ઓસ્માનિયા યુનીવર્સીટીએ ડૉ. આંબેડકરને "ડોક્ટર ઓફ લીટરેચર" ની ઉચ્ચ પદવી આપી

 ૬ ડિસેમ્બર ૧૯૫૬ની વહેલી સવારે તેઓનું દિલ્લીમાં અવસાન થયું.


Awards / Honors: 

Bodhisattva (1956), 

Bharat Ratna (1990),

 First Colombian Ahead of Their Time (2004), 

The Greatest Indian (2012)


Ambedkar's Political Party: 

Scheduled Caste Federation, 

Independent Labor Party, 

Republican Party of India


ભારત સરકાર દ્વારા 1990માં દેશનું સર્વોચ્ચ સન્માન એવું ભારત રત્ન એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું.

ડૉ. બાબાસાહેબ આંબેડકર વિદેશથી ઇકોનોમિક્સમાં ડોકટરેટ (પીએચ.ડી.) ની ડિગ્રી મેળવનારા પ્રથમ ભારતીય હતા.

ડૉ. આંબેડકરના સ્મારક સ્થળનું નામ ચૈત્ય ભૂમિ છે, જે મહારાષ્ટ્રના મુંબઇમાં આવેલ છે.


નોબેલ પુરસ્કાર વિજેતા પ્રો.અમર્ત્ય સેન ડૉ. બી.આર. આંબેડકરને અર્થશાસ્ત્રમાં પોતાનો પિતા માનતા હતા.

લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી "ડોક્ટર ઓલ સાયન્સ" નામની  ડિગ્રી પ્રાપ્ત કરનાર બાબાસાહેબ વિશ્વના પ્રથમ અને એકમાત્ર વ્યક્તિ છે.

1954 માં, નેપાળના કાઠમાંડુમાં યોજાયેલી "વર્લ્ડ બૌદ્ધ કાઉન્સિલ" માં, બૌદ્ધ સાધુઓએ ડૉ.બાબાસાહેબ આંબેડકરને બૌદ્ધ ધર્મનું ઉચ્ચતમ બિરુદ "બોધિસત્ત્વ" આપ્યું હતું. તેમનું પ્રખ્યાત પુસ્તક "ધ બુદ્ધ એન્ડ ધ ધર્મ" એ ભારતીય બૌદ્ધોનું "શાસ્ત્ર" છે.


ડૉ.બાબાસાહેબ આંબેડકર ત્રણ મહાન પુરુષો ભગવાન બુદ્ધ, સંત કબીર, અને મહાત્મા ફૂલેને તેમના "ગુરુ" માનતા હતા.


ડો. ભીમરાવ આંબેડકરે પોતાની પર્સનલ લાઈબ્રેરી બનાવી હતી જેનુ નામ તેમણે રાજગૃહ રાખ્યું હતું.


 ડૉ. બાબાસાહેબ આંબેડકર જ્યોતિબા ફૂલેને પોતાના ત્રીજા ગુરુ માનતા હતા,

 ડૉ. બાબાસાહેબ આંબેડકરના પુસ્તક "રુપિયાની સમસ્યા-તેનુ મૂળ અને ઉપાય"માં દર્શાવવામાં આવેલ સિદ્ધાંતો આધારિત ભારતીય રિઝર્વ બેન્કની સ્થાપના  કરવામાં આવેલ છે.

ડૉ બાબાસાહેબ આંબેડકર  ભારતીય બંધારણની રચના માટે રચાયેલી મુસદ્દા સમિતિ(ડ્રાફ્ટ કમિટી)ના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. 29 August 1947 ના રોજ બંધારણના ઘડતર માટે 7 સભ્યોની ડ્રાફ્ટ કમિટીની રચના કરવામાં આવી હતી.

"પીવાના પાણી માટે સત્યાગ્રહ" કરાવનારા ડો  આંબેડકર પ્રથમ અને એકમાત્ર સત્યાગ્રહી હતા. 20 માર્ચ 1927 ના રોજ તેમણે અસ્પૃશ્ય સમુદાયને શહેરના ચાવદર તળાવમાંથી પાણી લેવાનો અધિકાર મેળવવા માટે 'મહાડ' શહેરમાં એક સત્યાગ્રહ કર્યો હતો.

ડૉ આંબેડકરે પાંચ સામાયિક બાહાર પાડ્યા હતા જેમા બહિષ્કૃત ભારત, મુકનાયક, સમતા, પ્રબુદ્ધ ભારત અને જનતા છે.