મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

12 April, 2021

ડૉ. બાબાસાહેબ આંબેડકર ( Dr. Babasaheb Ambedkar)

 ડૉ. બાબાસાહેબ આંબેડકર

બંધારણના ઘડવૈયા, પ્રથમ કાયદા પ્રધાન




પુરુ નામ: ભીમરાવ રામજી સકપાલ

જન્મતારીખ: 14 એપ્રિલ 1891

જન્મસ્થળ: મહુ, ઇન્દોર,  મધ્યપ્રદેશ (હાલમાં આંબેડકર નગર)

પિતાનું નામ: રામજી

માતાનું નામ: ભીમાબાઇ

પત્નીનુ નામ: રમાબાઇ (પ્રથમ પત્ની), ડૉ.સવિતા (બીજા પત્ની)

અવશાન: 6 ડિસેમ્બર 1956 (દિલ્હી)


ડૉ. ભીમરાવ  આંબેડકર  રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી હતા.


ડૉ. ભીમરાવ  આંબેડકર નો જન્મ 14મી એપ્રિલ 1891માં મહુ, મધ્ય પ્રદેશ  મુકામે એક સામાન્ય અછૂત ગણાતા મહાર કુટુંબમાં થયો હતો. 

તેમના પિતાનું નામ રામજી માલોજી સક્પાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. 

ભીમરાવ આંબેડકર એ રામજી સક્પાલના ચૌદ સંતાનોમાંનું છેલ્લું સંતાન હતા.

 ભીમરાવના પિતા મિલિટરીમાં સુબેદારના હોદા પર હતા. લશ્કરની શાળામાં તેઓ હેડ માસ્ટર હતા. નાનપણથી જ બાળક ભીમરાવમાં માતાપિતાના સંસ્કારો ઉતર્યા. 

જયારે ભીમરાવ 6 વર્ષની ઉમરના થયા ત્યારે તેમની માતા ભીમાબાઈનું અવસાન થયું.

ભીમરાવના પિતાની અટક સક્પાલ હતી. તેઓ મૂળ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના અંબાવાડે ગામના વતની હતા. તેથી નિશાળમાં ભીમરાવની અટક આંબાવડેકર રાખવામાં આવેલી. પરંતુ નિશાળના એક શિક્ષક કે જે ભીમરાવને ખુબ ચાહતા હતા, તેમની અટક આંબેડકર હતી તેથી તેમણે ભીમરાવની અટક નિશાળના રજીસ્ટરમાં સુધારીને આંબાવડેકરને બદલે આંબેડકર રાખી

 શરૂઆતની પ્રાથમિક કેળવણી ભીમરાવે મુશ્કેલીઓ વચ્ચે પૂરી કરી. અસ્પૃશ્યતાના કારણે તેઓએ ઘણું જ સહન કરવું પડ્યું. ભીમરાવના પિતાને મુંબઈમાં રહેવાનું થયું એટલે ભીમરાવે હાઇસ્કૂલનું શિક્ષણ મુંબઈની એલીફન્સ્ટન હાઇસ્કૂલમાં લીધું અને સને ૧૯૦૭માં મેટ્રીકની પરીક્ષા પસાર કરી.મેટ્રિક પાસ થયા 

ભીમરાવના લગ્ન "રામી" નામની બાળા સાથે થયા. જેનું નામ ભીમરાવે પાછળથી "રમાબાઈ" રાખ્યું

ભીમરાવના કોલેજ શિક્ષણ માટે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્કોલરશીપની વ્યવસ્થા કરી, અને ભીમરાવ મુંબઈની પ્રખ્યાત એલીફન્સ્ટન કોલેજમાં દાખલ થયા.

ભીમરાવે ઈ.સ. ૧૯૧૨માં અંગ્રેજી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સીટીની બી.એ.ની પરીક્ષા પસાર કરી. સ્નાતક થયા 

વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભીમરાવની નિમણુક રાજ્યના લશ્કરમાં એક લશ્કરી અધિકારી તરીકે કરી. વડોદરામાં યુવાન ભીમરાવે આભડછેટનાં લીધે ખુબ જ હેરાન થવું પડ્યું

આ સમયે ૨ ફેબ્રુઆરી ૧૯૧૩ના રોજ ભીમરાવના પિતા રામજી સક્પાલનું અવસાન થયું. ભીમરાવને નોકરીને તિલાંજલિ આપવી પડી. પિતાના મૃત્યુના કારણે મહત્વાકાંક્ષી ભિમરાવને ખુબજ દુ:ખ થયુ.આ સમયે વડોદરાના મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ કેટલાક તેજસ્વી અછૂત વિદ્યાર્થીઓને પોતાના ખર્ચે, ઉચ્ચ અભ્યાસ માટે, અમેરિકા મોકલવા માંગતા હતા. ભીમરાવની એ માટે પસંદગી થઈ. 

૧૯૧૩ના જુલાઈનાં ત્રીજા અઠવાડિયામાં તેઓ ન્યુયોર્ક જવા રવાના થયા. અમેરિકાની પ્રખ્યાત કોલમ્બિયા યુનિવર્સિટીમાં ભીમરાવે ખંતપૂર્વક અભ્યાસ શરુ કર્યો. અભ્યાસના પરિપાક રૂપે ભીમરાવે 'પ્રાચીન ભારતીય વ્યાપાર' વિષય ઉપર મહાનિબંધ લખી ૧૯૧૫માં કોલમ્બિયા યુનિવર્સીટીની એમ.એ.ની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી.

સતત અભ્યાસ ચાલુ રાખી ૧૯૧૬ માં એમણે પીએચ.ડી. માટે 'બ્રિટીશ ભારતમાં મુલ્કી અર્થવ્યવસ્થાનો વિકાસ' વિષય ઉપરનો મહાનિબંધ કોલમ્બિયા યુનિવર્સીટીને રજુ કરી પીએચ.ડી.ની પદવી મેળવી.

૧૯૧૬ માં તેઓ અમેરિકાથી ઇંગ્લેન્ડ ગયા. અને લંડનમાં કાયદાનો અભ્યાસ શરુ કર્યો સાથે સાથે એમણે અર્થશાસ્ત્રનો અભ્યાસ પણ ચાલુ જ રાખ્યો. પરંતુ પ્રતિકુળ સંજોગોને અને આર્થિક તેમજ કૌટુંબિક મુશ્કેલીઓને કારણે વિદ્યાભ્યાસ છોડી તેમને ભારત પાછા ફરવું પડ્યું.

ઇંગ્લેન્ડથી પાછા આવ્યા પછી તેઓ વડોદરા નોકરી માટે ગયા. મહારાજા ગાયકવાડે આંબેડકરની નિમણુક વડોદરા રાજ્યના મીલીટરી સેક્રેટરી તરીકે કરી. પરંતુ મુશ્કેલીઓ, આભડછેટ અને અપમાનોના લીધે તેઓ વડોદરામાં સ્થિર થઇ શક્યા નહિ, ફરીવાર વડોદરાને તેમણે છેલ્લી સલામ કરી વિદાઈ લીધી

 ૧૯૧૮માં, મુંબઈની સિડનહામ કોલેજમાં તેઓ પ્રોફેસર તરીકે જોડાયા

થોડા પૈસા બચાવીને તેમજ કેટલીક રકમની મિત્રો પાસેથી વ્યવસ્થા કરીને ફરીવાર ડૉ.આંબેડકર ઇંગ્લેન્ડ ગયા, અને કાયદાનો તથા અર્થશાસ્ત્રનો અભ્યાસ ચાલુ રાખ્યો

૧૯૨૩માં ડૉ. આંબેડકર બેરિસ્ટર થયા

આજ વખતે ડૉ.આંબેડકરને તેમના મહાનિબંધ "રૂપિયાનો પ્રશ્ન" એ વિષય ઉપર લંડન યુનિવર્સીટી એ "ડૉક્ટર ઓફ સાયન્સ"ની ઉચ્ચ ડીગ્રી એનાયત કરી. લંડનમાં અભ્યાસ પૂર્ણ થવાથી ડૉ. આંબેડકર જર્મની ગયા અને ત્યાં પ્રખ્યાત બોન યુનિવર્સીટીમાં વિદ્યાભ્યાસ શરુ કર્યો. પરંતુ જર્મનીમાં તેઓ લાંબો સમય રહી શક્યા નહિ. તેમને ભારત પાછા ફરવું પડ્યું.

 ૨૩ ઓક્ટોબર ૧૯૨૮ ના રોજ ડૉ. આંબેડકર "સાયમન કમિશન" સમક્ષ અછૂતોના પ્રાણ પ્રશ્નો અને તેના નિરાકરણ ઉપર રજૂઆત કરી આજ સમયે તેમણે એક એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી


૧ જૂન ૧૯૫૨એ તેઓ ન્યુયોર્ક ગયા અને ૫ જૂન ૧૯૫૨ના દિવસે કોલમ્બિયા યુનિવર્સીટીએ એમને સર્વોચ એવી "ડોક્ટર એટ લો"ની પદવી આપી

૧૨ જાન્યુઆરી ૧૯૫૩ને દિવસે ભારતની ઓસ્માનિયા યુનીવર્સીટીએ ડૉ. આંબેડકરને "ડોક્ટર ઓફ લીટરેચર" ની ઉચ્ચ પદવી આપી

 ૬ ડિસેમ્બર ૧૯૫૬ની વહેલી સવારે તેઓનું દિલ્લીમાં અવસાન થયું.


Awards / Honors: 

Bodhisattva (1956), 

Bharat Ratna (1990),

 First Colombian Ahead of Their Time (2004), 

The Greatest Indian (2012)


Ambedkar's Political Party: 

Scheduled Caste Federation, 

Independent Labor Party, 

Republican Party of India


ભારત સરકાર દ્વારા 1990માં દેશનું સર્વોચ્ચ સન્માન એવું ભારત રત્ન એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું.

ડૉ. બાબાસાહેબ આંબેડકર વિદેશથી ઇકોનોમિક્સમાં ડોકટરેટ (પીએચ.ડી.) ની ડિગ્રી મેળવનારા પ્રથમ ભારતીય હતા.

ડૉ. આંબેડકરના સ્મારક સ્થળનું નામ ચૈત્ય ભૂમિ છે, જે મહારાષ્ટ્રના મુંબઇમાં આવેલ છે.


નોબેલ પુરસ્કાર વિજેતા પ્રો.અમર્ત્ય સેન ડૉ. બી.આર. આંબેડકરને અર્થશાસ્ત્રમાં પોતાનો પિતા માનતા હતા.

લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી "ડોક્ટર ઓલ સાયન્સ" નામની  ડિગ્રી પ્રાપ્ત કરનાર બાબાસાહેબ વિશ્વના પ્રથમ અને એકમાત્ર વ્યક્તિ છે.

1954 માં, નેપાળના કાઠમાંડુમાં યોજાયેલી "વર્લ્ડ બૌદ્ધ કાઉન્સિલ" માં, બૌદ્ધ સાધુઓએ ડૉ.બાબાસાહેબ આંબેડકરને બૌદ્ધ ધર્મનું ઉચ્ચતમ બિરુદ "બોધિસત્ત્વ" આપ્યું હતું. તેમનું પ્રખ્યાત પુસ્તક "ધ બુદ્ધ એન્ડ ધ ધર્મ" એ ભારતીય બૌદ્ધોનું "શાસ્ત્ર" છે.


ડૉ.બાબાસાહેબ આંબેડકર ત્રણ મહાન પુરુષો ભગવાન બુદ્ધ, સંત કબીર, અને મહાત્મા ફૂલેને તેમના "ગુરુ" માનતા હતા.


ડો. ભીમરાવ આંબેડકરે પોતાની પર્સનલ લાઈબ્રેરી બનાવી હતી જેનુ નામ તેમણે રાજગૃહ રાખ્યું હતું.


 ડૉ. બાબાસાહેબ આંબેડકર જ્યોતિબા ફૂલેને પોતાના ત્રીજા ગુરુ માનતા હતા,

 ડૉ. બાબાસાહેબ આંબેડકરના પુસ્તક "રુપિયાની સમસ્યા-તેનુ મૂળ અને ઉપાય"માં દર્શાવવામાં આવેલ સિદ્ધાંતો આધારિત ભારતીય રિઝર્વ બેન્કની સ્થાપના  કરવામાં આવેલ છે.

ડૉ બાબાસાહેબ આંબેડકર  ભારતીય બંધારણની રચના માટે રચાયેલી મુસદ્દા સમિતિ(ડ્રાફ્ટ કમિટી)ના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. 29 August 1947 ના રોજ બંધારણના ઘડતર માટે 7 સભ્યોની ડ્રાફ્ટ કમિટીની રચના કરવામાં આવી હતી.

"પીવાના પાણી માટે સત્યાગ્રહ" કરાવનારા ડો  આંબેડકર પ્રથમ અને એકમાત્ર સત્યાગ્રહી હતા. 20 માર્ચ 1927 ના રોજ તેમણે અસ્પૃશ્ય સમુદાયને શહેરના ચાવદર તળાવમાંથી પાણી લેવાનો અધિકાર મેળવવા માટે 'મહાડ' શહેરમાં એક સત્યાગ્રહ કર્યો હતો.

ડૉ આંબેડકરે પાંચ સામાયિક બાહાર પાડ્યા હતા જેમા બહિષ્કૃત ભારત, મુકનાયક, સમતા, પ્રબુદ્ધ ભારત અને જનતા છે. 



No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work