વર્લ્ડ હેરિટેજ ડે (World Heritage Day) વિશ્વ વિરાસત દિવસ
18 એપ્રિલ
સમગ્ર વિશ્વમાં 18 એપ્રિલે વર્લ્ડ હેરિટેજ ડે ઉજવવામાં આવે છે
વિશ્વમાં રહેલા માનવ સંસ્કૃતિના ભવ્ય વારસાને સાચવી રાખવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેથી વધુમાં વધુ લોકો હેરિટેજ સાઇટનું મહત્વ સમજે અને તેનું જતન કરે
1982 માં ઇકોમાર્ક સંસ્થા દ્વારા ટ્યુનિશિયામાં યોજિત આંતરરાષ્ટ્રીય મેમોરિયલ અને સાઇટ ડે ના આયોજન પછી સમગ્ર વિશ્વમાં 18 એપ્રિલની ઉજવણી વર્લ્ડ હેરિટેજ ડે તરીકે શરૂ થઇ છે?
યુનેસ્કો દ્વારા 2021 સુધીમાં ભારતના 40 સ્થળોનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતના 4 સ્થળોનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પાટણમાં આવેલી રાણીકી વાવ, પંચમહાલ જિલ્લામાં આવેલ ઐતિહાસિક ચાંપાનેર નગરીના ખંડેરો, અમદાવાદ શહેર અને ધોળાવીરાનો સમાવેશ થાય છે.
ચાંપાનેર નગર સુલતાન મોહમ્મદ બેગડાએ વસાવ્યુ હતું. જ્યાં આજે મહેલો, પ્રવેશદ્વાર, મંદિરો, મસ્જિદ વગેરેના ખંડેરો જોવા મળે છે. 2004માં યુનેસ્કોએ ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો હતો. 16મી સદીમાં ચાંપાનેર ખૂબ જ સમૃદ્ધ હતું અને તે ગુજરાતનું પાટનગર હતું. મોહમ્મદ બેગડા પહેલા અહીં ચૌહાણ વંશના રાજપૂતોનું શાસન હતું. ચાંપાનેર ખાતે આવેલી વર્લ્ડ હેરિટેજ સાઈટ માં અલગ અલગ જગ્યાએ આવેલા 110 ઐતિહાસિક સ્થાપત્યોનો સમાવેશ થાય છે , જેમાં 39 સ્થાપત્યોની જાળવણી ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવી છે.જેમાં જામા મસ્જિદ , ભદ્ર દ્વાર , ચાંપાનેરનો કિલ્લો, લકુલીશ મંદિર, સાત કમાન જેવા સ્થાપત્યનો સમાવેશ થાય છે.
પાટણમાં આવેલી રાણીકી વાવ સ્થાપત્યનો અદભૂત નમૂનો છે. સોલંકી વંશના શાસન દરમિયાન બંધાયેલી રાણીકી વાવનો પણ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રાણીકી વાવની દિવાલો પર વિષ્ણુ ભગવાનના વિવિધ અવતારો, ગણેશજી તેમજ અપ્સરાઓના શિલ્પો જોઇ શકાય છે. એક માન્યતા અનુસાર રાજા ભીમદેવની યાદમાં રાણી ઉદયમતિએ આ વાવ બંધાવી હતી
ધોળાવીરા ઈ.પૂર્વે 3000થી 1800ની વચ્ચે નિર્માણ પામ્યું હોવાની શક્યતા છે. જે હડપ્પીય સંસ્કૃતિ સમયમું એક શહેર છે.ધોળાવીર એ કચ્છના મોટા રણમાં આવેલ છે. ભારતમાં અત્યારસુધી કોઈ હડપ્પન સાઈટને વર્લ્ડ હેરિટેજ સાઈટનું બિરુદ નથી મળ્યું. ધોળાવીરા એ પ્રાચીન સિંધુ ખીણની સંસ્ક્રુતિમા સ્થાન મેળવનાર પ્રથમ શહેર છે. ધોળાવીરા બીજી બધી હડપ્પન સાઈટ્સ કરતાં અલગ છે. 1200 વર્ષ સુધી ધોળાવીરામાં માનવ વસવાટ હતો. તેમાં ભૂતકાળની અનેક બાબતો સંગ્રહાયેલી પડી છે. બાંધકામ ટેક્નોલોજીથી માંડીને જળ સ્થાપન અને વજન તેમજ વેપાર જેવી દરેક બાબતો તે સમયને સમજવા જરુરી છે, જે ધોળાવીરામાં સચવાયેલી છે.
- યુનેસ્કો દ્વારા ભારતના આખે આખા શહેર હેરિટેજ સિટી તરીકે જાહેર કરવામા આવ્યા હતા અને તે શહેર છે અમદાવાદ અને જયપુર
- ૧૯૭૮માં પ્રથમ વખત વૈશ્વિક વિરાસતોની યાદી જાહેર થઈ હતી.
- વર્લ્ડ હેરિટેજ કમિટીની અત્યાર સુધીમાં કુલ 44 બેઠકો મળી છે. ૧૯૭૮માં કમિટીએ પ્રથમ વખત હેરિટેજ સાઈટ્સની જાહેરાત કરી તે અગાઉ ૧૯૭૨ અને ૧૯૭૫માં બે બેઠકો મળી ચૂકી હતી.
- ભારતમાં કુલ 40 સાઈટ્સને વર્લ્ડ હેરિટેજ જાહેર કરાઈ છે. જેમા 32 સાંસ્કૃતિક(Cultural), 7 પ્રાકૃતિક(Natural) અને 1 મિક્ષ(Mix) સાઇટ છે.
- ૧૯૮૩માં ભારતની ચાર સાઈટ્સ - અજન્ટા-ઈલોરાની ગુફાઓ, તાજમહેલ અને આગ્રાના કિલ્લાનો સમાવેશ થયો હતો.
- ભારત વિશ્વમાં છ્ઠ્ઠા નંબરનો સૌથી વધુ હેરીટેજ સાઇટ ધરાવતો દેશ છે.
- હાલમાં સૌથી વધુ હેરીટેજ સાઇટ ધરાવતો દેશ ઇટલી છે જેમા 58 હેરીટેજ સાઇટ આવેલ છે.
વિશ્વની હેરીટેજ સાઇટ દર્શાવતો આલેખ (2021 સુધી)
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work