મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

15 April, 2021

ડૉ. કે.સિવન

 કે. શીવન

ઇસરોના 9માં ચેરમેન

India’s Rocket Man



પુરુ નામ: કૈલાસવાદિવુ શિવન

જન્મતારીખ:  14 એપ્રિલ 1957

જન્મસ્થળ: મેલા સારાક્કલ્વિલાઇ, કન્યાકુમારી,તમિલનાડુ

તેમને India’s Rocket Manના નામથી પણ ઓળખાય છે.

આ ‘રોકેટમેન’ની એક કેરીની વાડીએ મજૂરી કરવાથી શરૂ કરીને છેક ઈસરોના ચીફ બનવા સુધીની સફર ભારોભાર રસપ્રદ અને પ્રેરણાદાયી રહી છે.

તેના પિતાનું નામ કૈલાસ વાદિવુ અને માતાનું નામ ચેલ્લમ છે

કે. સિવનનો જન્મ ખેડૂત પરિવારમાં થયેલો
એક ગરીબ ખેડૂત પરિવારમાં જન્મેલા કે. સિવનની ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા ‘ઇસરો’ના ચીફ સુધી પહોંચવાની સફર ઘણી સંઘર્ષ ભરેલી છે. તેમનું પૂરું નામ કૈલાસવાદિવૂ સિવન છે. તેમનો જન્મ તમિલનાડુના કન્યાકુમારી જિલ્લાના મેલા સરક્કલવિલાઈ ગામમાં થયો હતો. કે. સિવનના પિતાને કેરીની વાડી હતી.

વાડીમાં પિતાને મદદ કરાવતા હતા
નાની ઉંમરથી જ તેઓ પિતાને ખેતીકામમાં મદદ કરતા હતા. પરિવારની આર્થિક સ્થિતિ એવી નહોતી કે તેઓ ખેતીકામ માટે માણસો રાખી શકે. આથી કે. સિવન જ્યારે કોલેજની રજાઓમાં ઘરે આવતા ત્યારે પિતા સાથે તેમને પણ તરત જ ખેતરે મજૂરીએ જોતરાઈ જવું પડતું હતું. કેરીની વાડીનું નિંદામણ કાઢવાથી લઈને રખેવાળી કરવા સુધીનાં તમામ કામ આ બાપ-દીકરાની જોડી જ સાંભળતી હતી.

પિતાનીને મદદ કરવા વાડીથી નજીક કોલેજ પસંદ કરી
પોતાના સંઘર્ષના દિવસો યાદ કરતા કે. સિવને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે, સામાન્ય રીતે દરેક વિદ્યાર્થીને પોતાની કોલેજ મરજીથી પસંદ કરવાની ખ્વાહિશ હોય છે, પણ મારા પિતાની ઈચ્છા એવી હતી કે હું ઘર અને વાડીની નજીકની જ કોલેજ જોઈન કરું જેથી તેમને ખેતીકામમાં મદદ કરી શકું. હું કોલેજથી પરત આવીને સીધો જ કેરીની વાડીએ કામ કરવા પહોંચી જતો હતો.

કોલેજ પહેલાં તેમની પાસે ચંપલ કે પેન્ટ પણ નહોતાં
વધુ રસપ્રદ વાત તો એ છે કે, કે. સિવને જ્યારે મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં પ્રથમ પગ મૂક્યો ત્યારે જ તેમના પગમાં ચંપલ આવ્યા હતા. કોલેજ પહેલાં સુધી તેઓ બધે ઉઘાડા પગે સફર કરતા હતા. પરિવાર પાસે ચંપલ ખરીદવાની ત્રેવડ નહોતી એટલું જ નહીં, સિવન પાસે પહેરવા માટે પેન્ટ સુદ્ધાં નહોતાં. તેમનું નાનપણ અને કિશોરાવસ્થા તમિલનાડુના પરંપરાગત પોશાક એવી ધોતી પહેરીને જ વીત્યું હતું. તેમ છતાં કે. સિવન કહે છે કે, હું એક ખેડૂત પુત્ર છું. મારા માતા-પિતાએ ક્યારેય મને ભૂખ્યો સૂવડાવ્યો નથી. અમારી આર્થિક પરિસ્થતિ સારી નહોતી છતાં, અમને ત્રણ ટંકનું જમવાનું મળી રહે તેનું મારાં માતા-પિતાએ હંમેશાં ધ્યાન રાખ્યું હતું.

એન્જિનિયરિંગ કરવાના પૈસા નહોતા
અભ્યાસ વિશેની વાત કરતાં કે. સિવને કહ્યું છે કે, ‘મારે એન્જિનિયરિંગ કરવું હતું, પણ મારા પિતા તેની ફી ભરી શકે તેમ નહોતા. મેં એન્જિનિયરિંગ કરવા માટે ઘણાં અઠવાડિયાં સુધી જીદ્દ પણ કરી હતી. મને એવું હતું કે મારા પિતાનું મન હું બદલી શકીશ પણ અંતમાં મારે મારું જ લક્ષ્ય બદલીને બેચલર ઓફ સાયન્સ ભણીને સંતોષ માનવો પડ્યો. સિવને ગણિત વિષય સાથે સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું.

'પિતાએ મને એન્જિનિયરિંગ ભણાવવા પોતાની જમીન વેચી દીધી'
દીકરાની ઉચ્ચ અભ્યાસ કરવાની મહેચ્છા પૂરી કરવા માટે તેમના પિતાએ પણ બલિદાન આપવામાં કશું જ બાકી નહોતું રાખ્યું. કે. સિવન ઈન્ટરવ્યૂમાં કહે છે, ‘એકવાર અચાનક મારા પિતા મારી પાસે આવ્યા. તેમણે કહ્યું કે, મેં તને તારે જે ભણવું છે તે ભણતા અટકાવ્યો છે, પણ આગળથી આવું નહીં થાય. મને ખબર છે તને એન્જિનિયરિંગમાં ઇન્ટરેસ્ટ છે અને તારા અભ્યાસના ખર્ચ માટે હું મારી જમીન પણ વેચી દઈશ.’ એમણે એવું કર્યું પણ ખરું.

એરોનોટિકલ એન્જિનિયરિંગ કર્યા પછી પણ જોબ ન મળી
કે. સિવન વધુમાં કહે છે કે, ‘મેં બી.ટેક. (બેચલર ઓફ ટેક્નોલોજી) પૂરું કર્યું તે પછી જોબ શોધવા માટે રાત-દિવસ એક કરી દીધા હતા. તે સમયે એરોનોટિકલ એન્જિનિયરિંગમાં અત્યંત મર્યાદિત નોકરીઓ ઉપલબ્ધ હતી. આ ક્ષેત્રના વિદ્યાર્થીઓને માત્ર હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને નેશનલ એરોનોટિક્સ લિમિટેડમાં જ જોબ મળતી હતી.મને આ બંનેમાંથી કોઈ જગ્યાએ જોબ મળી નહીં. ત્યારબાદ મેં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં ભણવાનું શરૂ કરી દીધું.’

'મારા કરિયરમાં મારે જે જોઈતું હતું તે ક્યારેય મળ્યું નથી'
જોબ વિશે તેમણે જણાવ્યું કે, મારે સેટેલાઇટ સેન્ટરમાં જોડાવું હતું, પણ મારે વિક્રમ સારાભાઈ સેન્ટરમાં જોડાવું પડ્યું. તે પછી મારે એરોડાયનેમિક્સ ગ્રૂપ જોઈન્ટ કરવું હતું, પણ હું PSLV પ્રોજેક્ટમાં જોડાયો. અત્યાર સુધીના મારા કરિયરમાં મારે જે જોઈતું હતું તે ક્યારેય મળ્યું નથી. પણ હા, મને જે જોબ મળી છે તે મેં સ્વીકારીને તેમાં મારું વર્ચસ્વ આપી દીધું છે. ભવિષ્યમાં પણ મને જે કામ સોંપવામાં આવશે તે હું દિલથી કરીશ.’
ચંદ્રયાન-2માં મળેલી પ્રારંભિક નિષ્ફળતાથી કે. સિવનની નિષ્ફળતાઓનો સિલસિલો હજી પણ જારી રહ્યો છે. પરંતુ તેમના જીવનનો ઘટનાક્રમ જોતાં એવું ચોક્કસપણે કહી શકાય કે આ જ વ્યક્તિ આગામી સમયમાં આપણને ગંજાવર સફળતા અપાવશે.



કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2018માં જાણીતા વૈજ્ઞાનિક કે. સિવનને ઈન્ડિયન સ્પેસ રિચર્સ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના નવા ચેરમન બનાવ્યા છે. જે પૂર્વ ચેરમેન એ.એસ કિરણ કુમારની જગ્યા લેશે. સિવાન આ પહેલા 104 સેટેલાઈટને એક સાથે અંતરિક્ષમાં મોકલવા માટે ઈસરોને મદદ કરી ચૂક્યા છે.

કોઈ પણ હવામાન અથવા પવનની સ્થિતિ હેઠળ ભારત કોઈપણ દિવસે રોકેટ લોન્ચ કરી શકે છે, કારણ કે તેમણે ડે-ઓફ-લોંચ વિન્ડ બાયસિંગ સ્ટ્રેટજી વિકસાવી અને અમલમાં મૂકી છે


તેમણે મદ્રાસ ઈન્સ્ટીટ્યૂટ ઓફ એરોનોટિકલ એન્જિનિયરિંગમાંથી 1980માં ગ્રેજ્યુએશન કર્યું છે અને IIS બેંગ્લોરમાંથી માંથી 1982માં એરોસ્પેસ એન્જિનિયરિંગમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી છે. સાથે જ તેમણે વર્ષ 2006માં IIT બોમ્બેમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં પી.એચડી પણ કર્યું છે.

1982માં તેમણે પ્રથમવાર ઈસરોનો પીએસએલવી પ્રોજેક્ટ જોઈન કર્યો હતો

ચંદ્રયાન 2ને બનાવવામાં કે.સિવનનો મોટો હાથ હતો

કે.સિવને MIT(મદ્રાસ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી)માંથી બેચલોર ઓફ એન્જીનિયરીંગની ડિગ્રી લીધી હતી.

 MITના શાનદાર એકેડેમિક રેકોર્ડ બાદથી તેમણે Indian Institute of Scienceમાંથી Aerospace Engineeringની ડિગ્રી લીધી હતી. 1982માં કે.સિવને ઈસરોમાં કામ કરવાનું શરૂ કર્યુ હતુ.

ISROમાં નોકરી મળ્યા બાદથી Polar Satellite Launch Vehicle એટલેકે PSLV પ્રોજેક્ટની શરૂઆત તી ચૂકી હતી. અને પહેલીવાર સિવને આ પ્રોજેક્ટ ઉપર કામ કરવાની તક મળી હતી. ત્યારબાદ ઘણા બધા અલગ અલગ પદો ઉપર કામ કરતાં તેઓ આગળ વધતા ગયા હતા. ખાસ કરીને તેમણે 6D Trajectory Software અને  Innovative Day-Of Launch Wind Strategy ઉપર કામ કર્યુ હતુ. આ સ્ટ્રેટેજીની મદદથી જ વર્ષમાં કોઈ પણ દિવસે કોઈ પણ પરિસ્થિતીમાં રોકેટને લોન્ચ કરી શકે છે. આવી જ બહુમૂલ્ય શોધથી ભારતનાં Space Agencyનું કદ ઉંચુ કરે છે. 2011માં પ્રોજેક્ટ ડાયરેક્ટરના પદ પર હતા. અને તેમણે GSLV Project પર કામ કરવાનું શરૂ કર્યુ.

એપ્રિલ 2014 માં તેમને ચેન્નઈની સત્યબામા યુનિવર્સિટીમાંથી ડોક્ટર ઓફ સાયન્સ  એનાયત કરાયો હતો.

  1 જૂન, 2015 ના રોજ, તેઓ વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરના ડિરેક્ટર બન્યા હતા.

satellite launch vehicle GSLV Mark III ની મદદથી ચંદ્રયાન 2 મિશનમાં યાનને ચંદ્રમા પર મોકલવામાં આવ્યુ છે. અને 14 ફેબ્રુઆરી 2017એ ભારતને એકસાથે 104 સેટેલાઈટ લોન્ચ કરવાનો વર્લ્ડ રેકોર્ડ કાયમ કર્યો હતો. તેની અંદર કે.સિવનનો રોલ સૌથી મહત્વનો હતો.



તેમની આ જ લીડરશિપ સ્કિલને જોતા જાન્યુઆરી 2018માં કે.સિવનને ISROના ચીફ બનાવવામાં આવ્યા હતા. 15 જાન્યુઆરી 2018મા તેમણે કામ કરવાનું શરૂ કર્યુ હતુ. આ પદને સંભાળ્યા બાદ તેમનું અને ISRO જે સૌથી મહત્વનું મિશન તેમની અધ્યક્ષતામાં ઇસરોએ 22 જુલાઈ, 2019 ના રોજ ચંદ્રનું બીજું મિશન ચંદ્રયાન 2 શરૂ કર્યું, વિક્રમ રોવર ક્રેશ થઈ ગયુ પરંતુ ઓર્બિટર બરાબર છે અને ચંદ્રની પરિભ્રમણ કરે છે

24 સપ્ટેમ્બર 2014ના રોજ ભારતે મંગળયાન -1ને સફળતાપૂર્વક લોંચ કર્યુ છે અને કે.સિવનના અધ્યક્ષતામા ઇસરો મંગળયાન-2 લોંચ કરશે આ ઉપરાંત ચંદ્રયાન-3 અને ગગનયાન પણ લોંચ કરશે.

ડૉ. શિવન ભારતના અંતરિક્ષ કાર્યક્રમ માટે ક્રાયોજેનિક એન્જિનના વિકાસમાં નોંધપાત્ર યોગદાન માટે જાણીતા છે.

તેમનું એક ભવિષ્ય માટે નોંધપાત્ર યોગદાન એ છે કે પીએસએલવીસી -40 રોકેટની ઉપર મંગળ ઓર્બિટર મિશન સેટેલાઇટ ફ્લાય બનાવવી

ડૉ. સિવન એ 2015માં “Integrated Design for Space Transportation System” નામનું પુસ્તક પ્રકાશિત કર્યું છે.

Education

 BSc, Mathematics,  Madurai University, 1977
 B.Tech, Aeronautics, Madras Institute of Technology, Chennai, 1980
 M.E., Aerospace, IISc, Bangalore,1982
 PhD, Aerospace,  IIT, Bombay, 2007


Positions Held

  • ​​ Director, VSSC  (2015-2017)
  •  Director, LPSC (2014-2015)
  •  Project Director, GSLV (2011-2013)
  •  Member, Space Commission (2016-2017)
  •  Vice-Chairman, ISRO Council (2016-2017)

એવોર્ડ:

  • Shri Hari Om Ashram Prerit "Dr.Vikram Sarabhai Research Award”, 1999
  • ISRO Merit Award, 2007
  • “Dr Biren Roy Space Science  Award”, 2011
  • Distinguished Alumnus Award from MIT Alumni Association, 2013
  • ISRO award for outstanding achievement in 2016
  • Distinguished Alumnus Award from  IIT-Bombay, 2017
  • Doctor of Science (Honoris Causa), Sathyabama University & Dr MGR University, Chennai
  • Dr. A.P.J. Abdul Kalam Award, 2019.
  • IEEE Simon Ramo Medal, shared with Byrana N. Suresh, 2020.


No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work