જન્મતારીખ: 9 એપ્રિલ 1887 ( 8 એપ્રિલ પણ જન્મ તારીખ ઘણી જગ્યાએ જોવા મળે છે)
જન્મસ્થળ: ગણોલ, ધોળકા, અમદાવાદ
ઉપનામ: દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી, જાત્રાળુ
અવશાન: 21 ઓગસ્ટ 1955 (મુંબઇ)
તેમણે વિવેચન, કવિતા, નાટક અને ટૂંકી વાર્તામાં યોગદાન આપ્યું હતું.
તેમનો જન્મ ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલા ગણોલ ગામમાં 9 એપ્રિલ 1887 ના દિવસે થયો હતો. તેમના પિતા શિક્ષક હતા. તેઓ મેટ્રિક પાસ થયા બાદ વધુ આગળ અભ્યાસ કરી વકીલ બન્યા. વકીલાતના વ્યવસાયમાં અઢળક આવક હોવા છતાં તેમાં તેમનો જીવ ન લાગતાં, સાહિત્ય તેમ જ શિક્ષણ જેવાં ટાંચી આવક આપતાં ક્ષેત્રોમાં કાર્ય કરવા લાગ્યા. તેમણે પ્રસ્થાન માસિક દ્વારા સાહિત્યના વિવિધ પાસાંઓ સાથે વિશેષ પરિચય કેળવ્યો.
તેમણે પ્રસ્થાન માસિક દ્વારા સાહિત્યના વિવિધ પાસાંઓ સાથે વિશેષ પરિચય કેળવ્યો.
તેઓ મેટ્રિક પાસ થયા બાદ વધુ આગળ અભ્યાસ કરી વકીલ બન્યા
તેમનાં નામમાં બે વાર ર અક્ષર આવતો હોવાને કારણે દ્વિરેફ ઉપનામથી વાર્તાઓ પ્રગટ કરી. કાવ્યોની રચનાઓ તેમણે શેષઉપનામ દ્વારા કરી તેમ જ સ્વૈરવિહાર ઉપનામથી હળવી શૈલીના નિબંધો પણ લખ્યા છે.
ઉમાશંકર જોષી એ તેમને “ગાંધી યુગના સાહિત્યગુરુ” તરીકે અને યશવંત શુક્લાએ તેમને ગુજરાતી ટૂંકી વાર્તાના સૌથી ઊંચા શિખર તરીકે ઓળખાવ્યા છે.
તેમના પર ગાંધીવાદી વિચારોનો ઉંડો પ્રભાવ હતો
તેમની ટૂંકી વાર્તા ઉત્તર માર્ગનો લોપ (૧૯૪૦) મટાે તેમને ૧૯૪૩માં મોતીસિંહજી મહિડા સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો
૧૯૪૯માં તેમને પ્રાચીન ગુજરાતી છંદો માટે હરગોવિંદદાસ કાંટાવાળા પારિતોષિક આપવામા આવ્ય્યો હતો
બૃહદ પિંગળ માટે ૧૯૫૬માં સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો...
૧૯૪૬માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના 16માં પ્રમુખ રહ્યા હતા.
૧૯૪૯માં તેમને પ્રાચીન ગુજરાતી છંદો માટે નર્મદ સુવર્ણ ચંદ્રક
બૃહદ પિંગળ માટે ૧૯૫૬માં સાહિત્ય અકાદમી ઍવોર્ડ મળ્યો હતો.
૨૧મી ઓગસ્ટ ૧૯૫૫ ના રોજ પાઠકજીનું હ્રદયરોગના હુમલાને કારણે અવસાન થયું.
વિવેચન ગ્રંથો
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહીત્ય (૧૯૩૩)
નર્મદાશંકર કવિ (૧૯૩૬)
અર્વાચીન કાવ્ય સાહિત્યના વહેણો (૧૯૩૮)
કાવ્ય ની શક્તિ (૧૯૩૯)
સાહિત્યવિમર્શ (૧૯૩૯)
નર્મદ : અર્વાચીન ગધ્યપધ્યનો આધ્ય પ્રણેતા (૧૯૪૫)
સાહિત્યલોક (૧૯૫૪)
નભોવિહાર (૧૯૬૧)
આકલન (૧૯૬૪)
કાવ્યપરિશીલન (૧૯૬૫), નગિનદાસ પારેખ સાથે
શરદ્સમિક્શા (૧૯૮૦)
વાર્તાસંગ્રહો
દ્વિરેફ ની વાતો – ૧ (૧૯૨૮)
દ્વિરેફ ની વાતો – ૨ (૧૯૩૫)
દ્વિરેફ ની વાતો – ૩ (૧૯૪૨)
ચુંબન અને બીજી વાતો (નગીનદાસ પારેખ સાથે, ૧૯૨૪) આ એક યુરોપિયન વાર્તાનો અનુવાદ છે.
વાર્તાઓ
મુકુન્દરાય
રજ્નું ગજ
ખેમી
બુદ્વીવિજય
સૌભાગ્યવતી
જમનાનું પૂર
કમાલ જમાલની વાર્તા
નાટ્યસંગ્રહ
ફુલાંગાર અને બીજી કૃતિઓ (૧૯૫૯)
કાવ્યસંગ્રહ
રાણક્દેવી (૧૯૨૧) તેમણે “જાત્રાળુ” ઉપનામથી આ એક્માત્ર કાવ્ય લખ્યું હતુ.
શેષનાં કાવ્યો (૧૯૩૮)
વિશેષ કાવ્યો (૧૯૫૯) રા. વિ. પાઠક નો મર્ણોપરાંત કાવ્યસંગ્રહ
પિંગળગ્રંથો
પ્રાચીન ગુજરાતી છંદો
બ્રુહદ્પીંગળ (૧૯૫૫)
મધ્યમ પિંગળ (આ ગ્રંથ મૃત્યુના કારણે અધુરો રહ્યો હતો)
7 એપ્રિલે દર વર્ષે વિશ્વ આરોગ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા આ દિવસની શરૂઆત 1950 માં કરવામાં આવી હતી અને તેનો મુખ્ય ઉદ્દેશ વૈશ્વિક આરોગ્ય અને તેની સાથે સંકળાયેલી સમસ્યાઓ ધ્યાનમાં લેવાનો છે.
પહેલાની વાત કરીએ તો દુનિયામાં શીતળા, પોલિયો, પ્લેગ જેવા વ્યાપક ફેલાવો ધરાવતા રોગો વ્યાપ્ત હતા. જેના પરિણામે વિશ્વની માનવવસ્તીનો મોટો ભાગ પીડિત હતો અને મહામારી તરીકે આવા રોગોની ગણતરી થતી હતી. વર્તમાનમાં કૅન્સર, AIDS તેમજ હૃદયરોગ અને ડાયાબિટીસ, કોરોના જેવા રોગો વ્યાપક મૃત્યુ માટે જવાબદાર બનેલા છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનો ધ્યેય લોકોને ખાસ રૂપે એચઆઈવી, ક્ષય રોગ, મેલેરિયા જેવી મહાબીમારીઓ માટે જાગૃત કરવાનો છે
આપણે ત્યાં કહેવત છે કે પહેલુ સુખ તે જાતે નર્યા
આપણે સદીઓથી માન્યતા રાખીએ છીએ કે 'પહેલું સુખ એ શારીરિક શરીર છે, સુખના ઘરમાં સુખ છે' અને 'જીવન હોય તો જીવન છે'.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા સૌ પ્રથમ 1948 માં જિનીવામાં વર્લ્ડ હેલ્થ એસેમ્બલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને વર્ષ 1950 માં આખી દુનિયામાં પહેલી વખત વર્લ્ડ હેલ્થ ડેની ઉજવણી કરવામાં આવી હતી.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) નું મુખ્ય મથક સ્વિટ્ઝરર્લેન્ડના જિનીવા શહેરમાં સ્થિત છે. તેનો મુખ્ય ઉદ્દેશ વિશ્વભરના લોકોના આરોગ્યનું સ્તર ઉંચું રાખવાનું છે.
દર વર્ષે તેના માટે એક થીમ સેટ કરવામાં આવે છે, જે ડેટા અનુસાર ચોક્કસ વર્ષમાં આરોગ્યને અસર કરતી વિષયો પર આધારિત છે.
ભૂતકાળમાં મહામારી તરીકે જાણીતા કેટલાક રોગો સંપૂર્ણ અથવા આંશિક નિયંત્રણમાં આવ્યા છે. જેમ કે, વિશ્વ કક્ષાએ રસીકરણ દ્વારા શીતળાનો રોગ નાબૂદ થવા પામ્યો છે
જુદા-જુદા બેક્ટેરિયા કે વાઈરસ દ્વારા ફેલાતા રોગોના પ્રતિકાર માટે રસીકરણ સૌથી આગોતરો અને અસરકારક ઈલાજ છે.
વૈશ્વિક સ્તરે પોલીયો, ડીપથેરિયા, શીતળા, ઓરી, અછબડા વગેરે જેવા રોગો સામે વ્યાપક અને આગોતરું રસીકરણ થવાથી આવા રોગો નિયંત્રણમાં લાવી શકાયા છે
બાળકના જન્મ પહેલા ગર્ભવતી માતાને રસી આપી માતા અને બાળક બંનેનું જીવન સુરક્ષિત બનાવવા બહોળા ફેલાવા ધરાવતા કાર્યક્રમો યોજે છે. મફત અને ફરજિયાત રસીકરણને કારણે ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓના મૃત્યુ તેમજ બાળ મૃત્યુ દરનું પ્રમાણ ઘટાડવામાં સફળતા મળી છે.
આધુનિક જીવનશૈલી અને તણાવ, શારીરિક શ્રમનો અભાવ, બેઠાડું જીવન તેમજ ખાન-પાનની ખામી યુક્ત પદ્ધતિના કારણે હાલમાં હૃદયરોગ અને મધુપ્રમેહ (ડાયાબિટીસ) વ્યાપક રોગો બની ગયા છે.
કૅન્સર અને AIDS જેવી બીમારીઓ પણ માનવ જાતના સંપૂર્ણ સ્વસ્થતાના સંકલ્પ સામેના મોટા પડકારો છે
સ્વાસ્થ્ય ક્ષેત્રે ગમે તેટલો વિકાસ કરવા છતાં મચ્છર દ્વારા ફેલાતા રોગો ઉપર હજું માનવ જાત યોગ્ય પ્રમાણમાં નિયંત્રણ મેળવી શકી નથી. મચ્છર પ્રમાણમાં હૂંફાળા અને ભેજ વાળા વાતાવરણમાં ઝડપથી ફેલાવો કરે છે. વિશ્વના વધુ વસ્તી ધરાવતા એશિયા, આફ્રિકા, દક્ષિણ અમેરિકા વગેરે ખંડોના દેશોમાં આવું વાતાવરણ વર્ષમાં લાંબા સમય સુધી રહેતું હોવાથી મચ્છર એ વૈશ્વિક સ્તરે રોગોનો ફેલાવો કરનાર મુખ્ય કારક છે. મચ્છર એક ટુંકા સમયનું જીવનચક્ર ધરાવતું કીટક છે. તે એક લિંગી છે એટલે કે નર અને માદા મચ્છર જુદા-જુદા હોય છે. જે પ્રજનન દ્વારા લારવા (ઈંડા) મૂકે છે. જેનો વિકાસ થતાં મચ્છરની નવી પેઢી તૈયાર થાય છે. મચ્છર અનેક પ્રકારના હોવા ઉપરાંત વિશ્વના લગભગ તમામ ભાગોમાં ફેલાવો ધરાવે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. મેલેરિયા, ડેંગ્યુ, ચિકનગુનિયા અને હમણા શોધાયેલ જીગા વાઈરસ જેવા રોગકારક વિષાણુઓ તેમજ જીવાણુઓના વાહક તરીકે મચ્છર રોગ ફેલાવવામાં મુખ્ય કારક બને છે.
મોટાભાગના મચ્છર દ્વારા ફેલાતા રોગોમાં માદા મચ્છર રોગ ફેલાવે છે. કારણ કે નર મચ્છર માદા ઉપર નિર્ભર હોય છે અને માદા મચ્છર મનુષ્યના લોહિમાંથી પોષણ મેળવે છે. તેમ છતાં જીગા વાઈરસ દ્વારા ફેલાતો રોગ નર મચ્છરના કરડવાથી થાય છે. કેટલાક રોગો રાત્રીના સમયે મચ્છરો કરડવાથી ફેલાય છે તો ડેંગ્યુનો રોગ દીવસે કરડતા મચ્છર દ્વારા ફેલાય છે.
સ્વસ્થ શરીર માટે જરૂરી છે સંતુલિત આહાર , ફીટ રહેવા માટે વ્યાયામ કરવો, સમયસર શરીરની તપાસ કરાવવી, તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરવો અને પૂરતી ઉંઘ
જુદા જુદા વર્ષની વિવિધ થીમ
2012: Good health adds life to years
2013: Healthy heart beat, Healthy blood pressure
2014: Vector-borne diseases: small bite, big threat
2015: Food safety
2016: Halt the rise: beat diabetes
2017: Depression: Let's talk
2018: Universal Health Coverage: : everyone, everywhere
2019: Universal Health Coverage: : everyone, everywhere
2020: Support Nurses and Midwives
2021: Building a Fairer and Healthier World for Everyone
2022: Our Planet, Our Health
2023: Health For All
2024: My Health, My Right
તંદુરસ્ત રહેવા માટેના સોનેરી નિયમો
તંદુરસ્ત રહેવા માણસે સૂર્યોદય પહેલા ૯૬ મીનીટે ઉઠવું.
(એટલે લગભગ સવારે ૪:૩૦ થી ૫:૦૦ ની વચ્ચે)
૨ ખુલ્લી હવામાં ૩૦ મિનિટ ચાલવા જવું.
૩. પેટ સાફ કર્યા પછી કરંજ, ખેર, લીમડો, વડ, સાદડ, બાવળ, બોરસલી વગેરે ઝાડનું દાતણ કરવું.
૪. પરસેવો થાય ત્યાં સુધી કસરત કરવી જોઈએ.
૫. સ્નાન કર્યા બાદ નિયમિત એક માળા કરવી. આસન, ધ્યાન, પ્રાણાયામ કરવા. પૂજા કરવી.
૬. સવારે મોળું દૂધ- ચ્યવનપ્રાસ લેવા. જરૂર હોય તો જ નાસ્તો કરવો.
૭. બપોરે ૧૨ થી ૨ માં અવશ્ય જમી લેવું. શાંતચિત્તે ચાવી ચાવીને જમવું. જમ્યાબાદ ૧૦ મિનિટ ડાબે પડખે સુઈ જવું.
૮. સાંજે ૫:૦૦ વાગ્યે ફળ (રોજ જુદા જુદા સફરજન, ચીકુ, દાડમ વગેરે) ખાવા. ફળ કદી રેફ્રીજરેટરમાં મુકવા નહિ, અને મુકવા જ પડે તેમ હોય તો ઉપયોગમાં લેતા પહેલા ઓછામાં ઓછા બે કલાક પહેલા કાઢી લેવા.)
તેઓ ગુજરાતી અને ઉર્દૂ ગઝલકાર હતા, તેઓ મુશાયરાઓના બાદશાહ કહેવાતા, તેમણે ગુજરાતી ગઝલને લોકપ્રિય બનાવી હતી.
મૂળ વડોદરાના ધનતેજના વતની ખલીલ ધનતેજવીનું સાચું નામ ખલીલ ઈસ્માઈલ મકરાણી હતું. ફક્ત ચાર ચોપડી ભણેલા ખલીલ વડોદરામાં તેજસ્વી પત્રકાર તરીકે પણ કામગીરી કરી ચુક્યા છે. વર્ષ 2004માં તેમને કવિ કલાપી પુરસ્કાર અને વર્ષ 2013માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર અને વર્ષ 2019માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
ખલીલ ધનતેજવી સાહિત્યની સાથે સાથે પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ અને ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલા હતા
પોતાના ગામ પ્રત્યેના અપાર પ્રેમને કારણે ખલીલે પોતાનું નામ બદલીને પોતાની અટકની જગ્યાએ પોતાના ગામનું નામ રાખી લીધું. ત્યાર બાદ તેઓ સાહિત્ય જગતમાં ખલીલ ધનતેજવીના નામથી ઓળખાતા થયાં
ખલીલ ધનતેજવી ગુજરાત સમાચારના કટાર લેખક હતા. રવિપૂર્તિમાં ખુલ્લાં બારણે ટકોરા કોલમ લખતાં હતા. બુધવારની શતદલ પૂર્તિમાં ત્રિકોણનો ચોથો ખૂણો નામની કોલમમાં તેઓ સાંપ્રત પ્રવાહો વિશે લખતા હતા.
તેમણે નવલકથાઓ લખી હતી જેના પરથી ગુજરાતી ફિલ્મો પણ બની હતી.
ખલીલ ધનતેજવીએ ઘણી ગુજરાતી ફિલ્મોમાં પટકથા લેખક તરીકે પણ કામ કર્યું હતું. છૂટાછેડા ફિલ્મના લેખન અને દિગ્દર્શન માટે તેમને રાજ્યકક્ષાના પુરસ્કારો પણ મળ્યા હતા.
૪ એપ્રિલ ૨૦૨૧ના રોજ વડોદરા ખાતે શ્વાસ લેવાની તકલીફના કારણે તેમનું અવસાન થયું હતું
ગઝલસંગ્રહ
સાદગી
સારાંશ (૨૦૦૮)
સરોવર (૨૦૧૮)
સોગાત
સૂર્યમુખી
સાયબા
સાંવરિયો
સગપણ
સોપાન
સારંગી
નવલકથા
ડો. રેખા (૧૯૭૪)
તરસ્યાં એકાંત (૧૯૮૦)
મીણની આંગળીએ સૂરજ ઊગ્યો (૧૯૮૪)
લીલા પાંદડે પાનખર (૧૯૮૬)
સન્નાટાની ચીસ (૧૯૮૭)
સાવ અધૂરા લોક (૧૯૯૧)
લીલોછમ તડકો (૧૯૯૪)
અબ મેં રાશન કી કતારો મે નજર આતા હું
અપને ખેતો સે બીછડ ને કી સજા પાતાં હું
આ ગઝલને તો વિખ્યાત ગાયક જગજીતસિંહે કંઠ આપ્યો હતો.
વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી.
ખાલી ગઝલ જો હોય તો ફટકારી મારીએ
આ તો હદયની વાત છે, હાંફી જવાય છે.
તેમના જાણીતા શેર
હું ખલીલ, આજે મર્યો છું, એ પ્રથમ ઘટના નથી,
જિન્દગીભર હપ્તે હપ્તે રોજ ચૂકવાયો હતો.
એક તો આ જિંદગી ઓછી મળી,
એમાં જીવનભરની ખામોશી મળી.
ક્યાંક અમને વાર લાગી પહોંચતાં,
ક્યાંક અમને બાતમી ખોટી મળી.
ખલીલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું,
ફરક શું પડશે કોઈના અહીં હોવા ના હોવાથી.
કોઈ સ્થળે બેચાર મરે છે,
ક્યાંક કશે દસબાર મરે છે;
હિન્દુ મુસ્લિમ બંને સલામત,
માણસ વારંવાર મરે છે.
રગ રગને રોમ રોમથી તૂટી જવાય છે,
તો પણ મઝાની વાત કે જીવી જવાય છે;
ખાલી ગઝલ જો હોય તો ફટકારી કાઢીએ,
આ તો હ્રદયની વાત છે, હાંફી જવાય છે !
હું ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહિ આવું,
કે દર્પણ તોડી ફોડીને તને મળવા નહિ આવું.
ખલીલ ! આવીશ તો કે’ જે કે ઉઘાડેછોગ હું આવીશ,
હું માથામોઢ ઓઢીને તને મળવા નહિ આવું
તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે, અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.
એના ઘરની એક બારી મારા ઘર સામે હતી મારી જે દુનિયા હતી મારી નજર સામે હતી
સ્થિર જળ સાથે અટકચાળા ન કર કાંકરા નાખીને કૂંડાળા ન કર
રોજ આવે છે સ્વપ્ના પગને, બોલાવે છે રસ્તા પગને.
તારા તરફ ફંટાઉં ત્યારે, થાય છે જલસા જલસા પગને.
નદીને પૂછો, ગગનને પૂછો, ધરાને પૂછો શું પૂછવું છે, હજાર પ્રશ્નો છે સૌની પાસે, બધાને પૂછો શું પૂછવું છે.
ભારતીય સેનાના અધ્યક્ષ હતા જેમના નેતૃત્વમાં ભારત દેશના લશ્કરે ૧૯૭૧માં થયેલા ભારત-પાકિસ્તાન યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો હતો, જેના પરિણામ સ્વરૂપે બાંગલાદેશનો જન્મ થયો હતો. ફિલ્ડ માર્શલ સેમ માણેક શો સેમ બહાદુર તરીકે જાણીતા છે. તેઓ 1971ની ઈન્ડો-પાક વોરના આર્મી ચીફ હતા. યુદ્ધના વિજયમાં તેમનો મહત્ત્વપૂર્ણ ફાળો હતો. તેમને પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ અવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
પુરુનામ: સામ હોરમૂસજી ફરામજી જમશેદજી માણેકશા
જન્મતારીખ: 3 એપ્રિલ 1914
જન્મસ્થળ: અમૃતસર, પંજાબ
અવશાન: 27 જુન 2008 (તામિલનાડુ)
સામ માણેકશાનો જન્મ ૩ એપ્રિલ, ૧૯૧૪ના દિવસે અમૃતસર શહેરમાં એક પારસી પરિવારમાં થયો હતો. એમનો પરિવાર ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ શહેરમાંથી પંજાબ રાજ્યમાં આવી ગયું હતું.
પારસી પરિવારમાં જન્મેલા સેમ સેનામાં જોડાવા માંગતા ન હતા, તેમના પિતા ડૉક્ટર હતા, તે પણ ડોક્ટર બનવાની ઇચ્છા રાખતા હતા. તેઓ ઇંગ્લેન્ડ જવા માંગતા હતા પણ તેમના પિતા માન્યા નહી, આથી તે સેનામાં જોડાય ગયા
માણેકશાએ પ્રારંભિક શિક્ષણ અમૃતસર ખાતે મેળવ્યું હતું, ત્યારબાદ તેઓ નૈનીતાલ શહેર ખાતે શેરવુડ કૉલેજમાં દાખલ થયા હતા. તેઓ દેહરાદૂન ખાતે ઇંડિયન મિલિટ્રી એકેડમીના પહેલા બેચ માટે પસંદગી પામેલા કુલ ૪૦ છાત્રો પૈકીના એક હતા. ત્યાંથી તેઓ કમીશન પ્રાપ્તિ થયા બાદ ભારતીય સેનામાં ભરતી થયા હતા.
જ્યારે બીજું વિશ્વ યુદ્ધ થયું ત્યારે તે સમયે ભારતને આઝાદી મળી ન હતી, ત્યારે ભારતના સૈનિકો બ્રિટીશ સેના માટે લડતા હતા, સેમ માણેકશો બ્રિટિશ ઇન્ડિયા આર્મીમાં કેપ્ટન હતા. તે સમયે તે જાપાન આર્મી વિરુદ્ધ પોતાના સૈન્યની આગેવાની કરી રહ્યા તરીકે જાણીતા છે. તેઓ 1971ની ઈન્ડો-પાક વોરના આર્મી ચીફ હતા. યુદ્ધના વિજયમાં તેમનો મહત્ત્વપૂર્ણ ફાળો હતો. તેમને પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ અવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
૧૯૩૭માં એક સાર્વજનિક સમારોહમાં ભાગ લેવા માટે લાહોર ગયેલા સામની મુલાકાત સિલ્લો બોડે સાથે થઈ હતી. બે સાલ જેટલા સમય ચાલેલી આ દોસ્તી ૨૨ એપ્રિલ ૧૯૩૯ ના વિવાહમાં પરિણામી. ૧૯૬૯ ના તેમણે સેનાધ્યક્ષ બનાવવામાં આવ્યાં. ૧૯૭૩ માં તેમણે ફીલ્ડ માર્શલ નું સન્માન પ્રદાન કરાયું.
૧૯૭૩ માં સેના પ્રમુખ ના પદ થી સેવાનિવૃત્ત થયા બાદ તેઓ વેલિંગટન માં વસી ગયા હતાં. વૃદ્ધાવસ્થા માં તેમને ફેફસા સંબંધી બિમારી થઈ ગઈ હતી અને તેઓ કોમા માં ચાલ્યાં ગયા હતા. તેમની મૃત્યુ વેલિંગટન ના સૈન્ય રુગ્ણાલય ના આઈસીયૂ માં રાત્રે ૧૨.૩૦ વાગ્યે થઈ.
૧૭મી ઇંફેંટ્રી ડિવીઝનમાં તૈનાત સૅમ એ પહેલી વાર દ્વિતીય વિશ્વયુદ્ઘ માં યુદ્ધનો સ્વાદ ચાખ્યો, ૪-૧૨ ફ્રંટિયર ફોર્સ રેજિમેંટ ના કેપ્ટનના પદે બર્મા (બ્રહ્મદેશ) અભિયાન દરમ્યાન સેતાંગ નદી ના તટ પર જાપાનીઓ થી યુદ્ધ લડતા તેઓ ગંભીર રુપે ઘાયલ થઈ ગયા હતાં.
સ્વસ્થ થતા માણેકશા પહલાં સ્ટાફ કૉલેજ ક્વેટા, પછી જનરલ સ્લિમ્સ ની ૧૪મી સેના ના ૧૨ ફ્રંટિયર રાઇફલ ફોર્સ માં લેફ્ટિનેંટ બની બર્મા ના જંગલોમાં ફરી એક વાર જાપાનીઓ સાથી દ્વંદ્વ કરવા જઈ પહોંચ્યા, અહીં તેઓ ભીષણ લડ઼ાઈ માં ફરી ખરાબ રીતે ઘાયલ થયા, દ્વિતીય વિશ્વયુદ્ઘ પૂર્ણ થયા બાદ સૅમ ને સ્ટૉફ આફિસર બનાવી જાપાનીઓના આત્મસમર્પણ માટે ઇંડો-ચાયના મોકલવામાં આવ્યાં જ્યાં તેમણે લગભગ ૧૦૦૦૦ યુદ્ઘબંદિઓ ના પુનર્વસનમાં પોતાનું યોગદાન આપ્યું.
૧૯૪૬ માં તેઓ ફર્સ્ટ ગ્રેડ સ્ટાફ ઑફીસર બની મિલિટ્રી આપરેશંસ ડાયરેક્ટ્રેટ માં સેવારત રહ્યાં, વિભાજન બાદ ૧૯૪૭-૪૮ ની કાશ્મીર ની લડાઈમાં પણ તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા નીભાવી. ભારતની આઝાદી બાદ ગોરખાની કમાન સંભાળવા વાળા તેઓ પ્રથમ ભારતીય અધિકારી હતાં. ગોરખા ઓએ જ તેમને સૅમ બહાદુર ના નામથી સૌથી પહલા બોલાવવાની શરૂઆત કરી. બઢતીની સીડી ચઢ઼તા સૅમને નાગાલેંડ સમસ્યા ને સુલઝાવવા ના અવિસ્મરણીય યોગદાન માટે ૧૯૬૮ માં પદ્મભૂષણથી પુરસ્કૃત કરાયા.
૭ જૂન ૧૯૬૯ ના સૅમ માનેકશૉ જનરલ કુમારમંગલમ પછી ભારત ના ૮મા ચીફ ઑફ ધ આર્મી સ્ટાફ નું પદ ગ્રહણ કર્યું, તેમના આટલા વર્ષોના અનુભવ ની પરીક્ષાની ઘડ઼ી ત્યારે આવી જ્યારે હજારોં શરણાર્થિયોં ના જથ્થા પૂર્વી પાકિસ્તાન થી ભારત આવવા લાગ્યાં અને યુદ્ઘ અવશ્યંભાવી થઈ ગયો, ડિસેમ્બર ૧૯૭૧માં એ આશંકા સત્ય સિદ્ઘ હુઈ, સૅમ ના યુદ્ઘ કૌશલ સામે પાકિસ્તાન ની કરારી હાર થઈ તથા બાંગ્લાદેશ નું નિર્માણ થયું, તેમના દેશપ્રેમ અને દેશ પ્રતિ નિસ્વાર્થ સેવા ને અનુલક્ષી તેમને ૧૯૭૨ માં પદ્મવિભૂષણ તથા ૧ જાન્યુઆરી ૧૯૭૩ ના ફીલ્ડ માર્શલ ના માનદ પદ થી અલંકૃત કરવામાં આવ્યાં. ચાર દાયકાઓ સુધી દેશની સેવા કર્યા બાદ સૅમ બહાદુર ૧૫ જનવરી ૧૯૭૩ ના ફીલ્ડ માર્શલ ના પદ થી સેવાનિવૃત્ત થયાં.
જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971 નું યુદ્ધ શરૂ થયું ત્યારે ઈન્દિરા ગાંધી ઇચ્છતા હતા કે તે માર્ચ મહિનામાં લડાય. પરંતુ સેમ જાણતા હતા કે યુદ્ધ માટેની તૈયારીઓ પૂર્ણ નથી, આથી તેમણે ઈન્દિરા ગાંધીને લડવાની ના પાડી દીધી હતી અને 6 મહિના પછે આ લડાઇ માટે તે તૈયાર થયા હતા.
માણેકશા ખુલીને પોતાની વાત કરવા વાળા હતાં. તેમણે એક બાર તત્કાલીન પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધી ને 'મૈડમ' કહવા નો ઇનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું હતું કે આ સંબોધન 'એક ખાસ વર્ગ' માટે થાય છે. માણેકશા એ કહ્યું કે તેઓ તેમને પ્રધાનમંત્રી જ કહેશે.
તેઓ ભારતીય સેનાના પ્રથમ જનરલ હતા કે જેમને પ્રમોશન આપી ફીલ્ડ માર્શલનું પદ આપવામાં આવ્યું હતું.
ફિલ્ડ માર્શલ માણેકશોએ 1934 થી 2008 સુધી સેવા આપી હતી. જેમાં તેમણે બીજું વિશ્વ યુદ્ધ, 1962 નું ભારત-ચીન યુદ્ધ, 1965 નું ભારત-પાકિસ્તાન યુદ્ધ, 1971 ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભાગ લીધો હતો. ભારત-ચીન યુદ્ધ અને ત્યારબાદની તમામ લડાઇઓ માણેકશાના નેતૃત્વ હેઠળ લડવામાં આવી હતી.
1971 માં પાકિસ્તાન સાથેની યુદ્ધમાં ભારતે જીત મેળવી હતી, ત્યારબાદ બાંગ્લાદેશનો જન્મ થયો હતો, આ યુદ્ધમાં તેમણે પાકિસ્તાનના 90000 સૈનિકોને આત્મસમર્પણ કરાવ્યુ હતુ જે એક ઐતિહાસિક ઘટના છે.
ફૌજમાં ગોરખા સૈનિકો એમને સામ બહાદુર કહેતા હતા.
દહેરાદુનમાં આઠમી ગોરખા રેજિમેન્ટની છાવણીમાં એક રૂમ રખાયો છે, જે સામ બહાદુર રૂમ કહેવાય છે:
લશ્કરમાં જનરલ 58 વર્ષે રિયાટર થાય છે. લેફટેનન્ટ જનરલ 56 વર્ષે, મેજર જનરલ 54 વર્ષે. બ્રિગેડિયર બાવન વર્ષે નિવૃત થાય છે, કર્નલ 50 વર્ષે અને ફિલ્ડ માર્શલ... એ રિટાયર થતો નથી!
સેમ માણેકશોનાં જીવન પ૨ પ્રોડસુ૨ ૨ોની સ્ક્રુવાલા બાયોપિક ફિલ્મ "સેમ બહાદુર" બનાવી ૨હ્યા છે જેમા સેમ માણેકશોનો અભિનય વિકી કૌશલ કરશે. તેમની 12મી પુણ્યતિથિ પર વિકીએ એક વીડિયો શેર કરી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રજામાં અપાર લોકચાહના ધરાવતા હતા. તેઓના નામની આગળ માત્ર મહારાજા કે રાજવી નહીં પરંતુ પ્રાતઃ સ્મરણીય એવું બિરૂદ લગાડવામાં આવે છે
તેઓ ભાવનગરના 9માં મહારાજા હતા.
કૃષ્ણકુમારસિંહનો જન્મ 19 મે 1912ના રોજ ભાવનગરમાં થયો હતો.
તેઓ મહારાજા ભાવસિંહ (દ્વિતિય) ના જ્યેષ્ઠ પુત્ર અને તેમની ગાદીનાં વારસ હતા.
કૃષ્ણકુમારસિંહએ તેમના પિતાનાં અવસાન બાદ ૧૯૧૯માં ભાવનગરની ગાદી સંભાળી ત્યારે તેમની ઉંમર ફક્ત 7 વર્ષની હતી, પુખ્યવયના થતાં તેઓએ ૧૯૩૧માં રાજ્યની ગાદી સંભાળી હતી.
કુશળ રાજનીતિજ્ઞ, અભ્યાસી અને દૂરંદેશી ધરાવનાર પ્રભાશંકર પટ્ટણી દ્વારા તેમનું ઘડતર થયું
તેઓએ અંગ્રેજ હકુમત હેઠળ ૧૯૩૧ સુધી શાસનની ધુરા સંભાળી હતી.
બાર તેર વર્ષની ઉંમરે ભાવનગર આવેલા ગાંધીજી સાથે કૃષ્ણકુમારસિંહની મુલાકાત યોજાઈ, જેમનાથી તેઓ ઘણા પ્રભાવિત થયા હતા. પ્રભાશંકર પટ્ટણીના સાનિઘ્ય અને માર્ગદર્શન તેમનું ઘડતર બળ બની રહ્યા.
ભાવનગર રાજ્યના દિવાન પ્રભાશંકર પટ્ટણીના સાનિધ્ય અને માર્ગદર્શન હેઠળ તેમણે 'મારી પ્રજાનું કલ્યાણ થાઓ' સૂત્ર પર પ્રજાલક્ષી કાર્યો ઉપરાંત ભાવનગર રાજ્યની ધારાસભા, ગ્રામ પંચાયતની રચના અને રાજ્ય વેરા વસૂલાત પધ્ધિતમાં સુધારા કર્યો હતો.
રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યા પછી કૃષ્ણકુમારસિંહને ઇંગ્લેન્ડની વિખ્યાત પબ્લીક સ્કૂલ હેરોમાં મૂકવામાં આવ્યા હતા. ત્યાં ત્રણ વર્ષ અભ્યાસ કરી ક્રિકેટ, ફૂટબોલ, નિશાનબાજી વગેરેનો શોખ કેળવ્યો.
ઈ.સ. ૧૯૩૧માં કૃષ્ણકુમારસિંહ પુખ્ત વયનાં થતાં રાજ્ય વહીવટની ઘૂરા સંભાળી લીધી. તે જ વરસે ગોંડલના યુવરાજ ભોજરાજનાં પુત્રી વિજયાબા સાથે તેમનાં લગ્ન લેવાણાં.
ઈ.સ. ૧૯૩૧ માં મહારાજા કૃષ્ણકુમારસિંહના લગ્ન ગોંડલનાં મહારાજા ભોજરાજસિંહના પુત્રી અને મહારાજા ભગવતસિંહજીના પૌત્રી વિજયાબા કુંવરબા સાથે થયા. આ લગ્નથી એમને બે પુત્રો અને ત્રણ પુત્રીઓ મળીને પાંચ સંતાનો થયા.
ક્રુષ્ણકુમારસિંહએ પોતાના પિતા અને દાદા દ્વારા શરુ કરાયેલા સુધારાના કામો, જેવા કે રાજ્યમાં વેરા વસૂલાતની પદ્ધતિમાં સુધારા, ગ્રામ-પંચાયતોની અને ભાવનગર રાજ્યની "ધારાસભા" ની રચના વગેરે આગળ ધપાવ્યા.
પ્રગતિમય શાસનને લીધે એમને ઈ.સ. ૧૯૩૮ ના વર્ષમાં કે.સી.એસ.આઈ.ના ઈલ્કાબથી નવાજવામાં આવ્યા હતા.
છતાં તેઓ હંમેશા "ભારતની સ્વતંત્રતા" માટે કટીબદ્ધ રહ્યા હતા અને એટલે જ ભારત સ્વતંત્ર થતાની સાથે ભારતીય ગણતંત્રના કાઠિયાવાડ રાજ્ય સાથે પોતાનું રાજ્ય ભેળવી દેનારા પ્રથમ રાજવી હતા
ઇ.સ. ૧૯૪૮માં કૃષ્ણકુમારસિંહ મદ્રાસના પ્રથમ ભારતીય રાજ્યપાલ બનવાનું બહુમાન મેળવ્યું.
એજ વર્ષે એમને રોયલ ભારતિય નૌકાદળના માનદ્દ કમાન્ડર પણ બનાવાયા.
ભાવનગરમાં આવેલા નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયના પ્રમુખ તરીકે અને યુનાઇટેડ સર્વિસીઝ ઈંસ્ટિટ્યુટ ઑફ ઈન્ડિયાના વાઈસ-પેટ્રન તરીકે પણ કાર્ય કર્યુ.
૨ એપ્રિલ ૧૯૬૫ના દિવસે હદયરોગના હુમલાથી 52 વર્ષની ઊંમરે અને 46 વર્ષના શાસનકાળ પછી ભાવનગરમાં જ અવસાન થયુ.
ભાવનગર યુનિવર્સિટી હવે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી તરીકે ઓળખાય છે
મહારાજા કૃષ્ણકુમારે પોતાના લગ્ન પ્રસંગે બંધાયેલા વિશાળ અને ભવ્ય મંડપને ‘ટાઉન હોલ’ તરીકે જાહેર કરીને પ્રજાના ઉપયોગ માટે ભાવનગરની પ્રજાને ભેટ આપી દીધો હતો.
ભાવનગરનું ગૌરીશંકર તળાવ એટલે કે બોરતળાવને મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને સમગ્ર રાજવી પરિવારની અનમોલ ભેટ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની દીર્ઘદૃષ્ટિનો ઉમદા નમૂનો ગણવામાં આવે છે. ભાવનગરના રાજવી પરિવારે કોઈપણ નદી કે નાળા પર આધારીત નહીં પરંતુ માળનાથના ડુંગરામાંથી ભીકડા કેનાલ દ્વારા વરસાદી પાણી લાવીને ઉભુ કરેલું આ ગૌરીશંકર તળાવ તેની આ બાબત માટે તો અજોડ છે જ સાથે ભાવનગર માટે ગૌરવરૂપ પણ છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજીની દીર્ઘદૃષ્ટિનો ઉમદા નમૂનો ગણવામાં આવે છે
સ્વતંત્ર ભારતના એકીકરણ કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલને સૌ પ્રથમ પોતાનું રાજ્ય આપ્યું હતું. તેઓએ ૧૫મી જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ પોતાની સઘળી સંપત્તિ સાથે 1700 પાદર ધરાવતા ભાવનગરના રજવાડાને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ચરણે ધરણી દઈ પ્રથમ પુનિત આહૂતિ આપી.
આઝાદી બાદ ઈ.સ. ૧૯૪૮માં મહારાજા કૃષ્ણકુમારસિંહજી નવા અસ્તિત્વમાં આવેલા મદ્રાસ રાજ્યના ગવર્નર તરીકે નિમાયા ત્યારે માસિક એક રૂપિયાનું પ્રતિક માનદ્દ વેતન સ્વીકારી પ્રજાસેવાનો અને ત્યાગનો ઉત્તમ દાખલો બેસાડયો
ભાવનગર સ્ટેટના રાજકુંવર મહારાજા કૃષ્ણકુમારસિંહજી માટે રાજકવિ પીંગળશી પાતાભાઈએ હાલરડું લખ્યું હતું. જેની પ્રથમ પંક્તિ આ પ્રમાણે છે, ગોહિલજીનું હાલરડું હું ગાજ, હેતે હેતેથી હીંચકાવું.. ગોહિલ (ટેક), સોના રૂપાનુ પારણું સુંદર, મુખડું કુમારનું મરમાળું, ચિતડા લિએ છે ચોરી.. ગોહિલ
બ્રાઝિલમાં કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા અને ‘ભાવનગર’ નામે વસાહત:
બ્રાઝિલ દેશમાં મોટી જાગીર અને વિશાળ ફાર્મ ધરાવતા સેલ્સો ગ્રાસિયા નામના ધનિક પશુપાલક સીડ પશુની ઓલાદ સુધારવા માટે કૃષ્ણકુમારસિંહજી પાસેથી ગીરની જાતવંત બે ગાયો અને વધારામાં એક ધણખૂંટ આ ત્રણેય પશુઓને લઈ પોતાના દેશ બ્રાઝિલમાં ગયો. ગીર ગાયની ઓલાદ એટલી બધી માફક આવી ગઈ કે, ક્રમે ક્રમે ગીરની ગાયો બ્રાઝિલના પશુ પ્રદર્શનમાં ઈનામો મેળવતી થઈ. આખા બ્રાઝિલ દેશમાં ભાવનગર અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું નામ ગૂંજવા લાગ્યું ‘ભાવનગર’ નામે એક વસાહત, કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા અને ગીર ગાયની સ્મૃતિમાં ચલણી સિક્કાઓ બહાર પડ્યા.
યાદગાર પ્રસંગો
પ્રસંગ-1
મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ ભાવનગર એ રાજકોટ રાજકુમાર કોલેજમાં અભ્યાસ કરતા એ સમયમા રાજકોટ આજી ડેમનુ બાંધકામ ચાલતુ હતુ કુંવરને કોઈ એ આવીને કહ્યુ બાપુ આજી ડેમ બનાવવા લોકફાલો કરવામા આવી રહ્યો છે તમારે એમા કંઇ મદદ કરવી હોય તો. બાપુ એ એક ચિઠિ ભાવનગર મહારાજા સાહેબ ને ઉદેશીને લખી આપી અને લખ્યુ કે બાપુ ને માલુમ થાય કે રાજકોટ ની પ્રજાના પીવા ના પાણી માટે આજીડેમનુ બાંધકામ થઇ રહ્યુ છે તો મે એમા 10 હજાર રૂપિયા લખાવેલ છે તો બાપુ આપ એ મોકલી આપશો ત્યારે મહારાજા ભાવસિંહજી એ જવાબ આપતા કહ્યુ કે કુંવરને માલુમ થાય કે તમે મને પૂછ્યા વગર અને જે મારી ભાવનગરની પ્રજાને એ પાણી નો કોઈ ફાયદો ન હોય અને ભાવનગરની પ્રજાના પૈસા હુ એમ તમને ન મોકલી શકુ જેથી એની વ્યવસ્થા તમે કરી લેજો ત્યારે કુંવર એ પત્ર મલ્યા પછી કૃષ્ણકુમારસિંહજી બાપુ એ પોતાના પૈસા આપ્યા હતા. આને જ કેવાય ને પ્રજા પ્રેમ. બંને પ્રજા પ્રત્યેની વફાદારી રાજશાહીમા હતી.
પ્રસંગ-2
ભાવનગરનું રાજ અખંડ ભારતના નિર્માણ માટે સોઁપી દેવાનું હતું. સરદાર પટેલ સાથે બધા દસ્તાવેજી કરાર થઈ ચુક્યા હતા. એ વખતે ગોહિલવાડનો છેલ્લા ધણી મહારાજા કૃષ્ણકુમારસિંહજી રાણીવાસમાં ગયા. મહારાણી વિજયાકુંવર બાને જઈને કહ્યું કે…
“મહારાણી! ભાવનગર હવે સોંપી દેવાનું છે. હું તમને એ પૂછવા આવ્યો છું કે, રાજ્ય તો હું સોંપી દઈશ પણ તમારા કિંમતી ઘરેણાં-દાગીના ઉપર તો તમારો જ હક્ક થાય. એટલે તમને પૂછું છું કે, એ દાગીનાનું શું કરવાનું છે?”તે દિવસે મહારાજા ભગવદ્સિંહજીની પૌત્રી અને ગોહિલવાડની રાજપૂતાણીએ જવાબમાં એક જ વાક્ય કહેલું, “મહારાજ! જ્યારે આખેઆખો હાથી જતો હોય ને…ત્યારે એનો શણગાર ઉતારવા ન બેસાય!”
પ્રસંગ-3
ભાવનગરના પ્રજાપાલક રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહ ગોહિલ બાગમાં બેઠા છે.સામે બીજા રાજપુરુષો પણ બિરાજમાન છે.વાતો ચાલે છે. તેઓ જે બગીચામાં બેઠા હતાં એની પાસે જ બાગની હદ પૂર્ણ થતી હતી,દિવાલ હતી.દિવાલની પેલી બાજુ નગરનો જાહેરમાર્ગ હતો.વાત જાણે એમ છે કે,દિવાલને અડીને બાગની અંદરના ભાગમાં એક બોરડી ઉભી હતી. જોરાવર બોરડી!મીઠા મધ જેવા, જોતા લાળ ટપકી પડે એવા, ફણગાવેલા ચણાના ટેઠવા જેવા પાક્કાં બોર ઝુમતાં હતાં.બોરડી પ્રમાણમાં એક વૃક્ષ બની ગયેલી એટલે હાથેથી તો બોર આંબવા અશક્ય હતાં.થોડીવાર થઇ હશે ને અચાનક સણણણ…ઝુમમ…કરતો એક પથ્થર આવ્યો.આવીને સીધો કૃષ્ણકુમારસિંહજી ગોહિલના કપાળ સાથે અથડાયો. બહાર રસ્તા પર જતાં આ આદમીએ શાહીબાગની દિવાલ પરથી ઝળુંબતી બોરડીને જોઇ, એની શોભા વધારતા અને જીભને ભીઁજવી નાખતા રસીલા બોર લટકતાં જોયા. અત્યારે તો કોણ જોતું હોય વળી!અને એણે ચૂપકીદીથી એક પથ્થર ઉપાડીને બોરડી તરફ ઘા કર્યો. એને ખબર નહોતી કે બાગમાં પાસે જ ભાવનગરનો ધણી બેઠો છે અને પથ્થરો જઇને એના કપાળમાં વાગ્યો છે! સિપાઇઓ મહારાજા સામે લઇ ગયાં અને રાજવીના કપાળે ઘા જોયો એટલે એને ફટ દેતાંકને ખ્યાલ આવી ગયો કે હવે એનું આયખું ખતરામાં છે! “કોણે,તે ઘા માર્યો છે?” “હા,બાપુ!મારાથી ભૂલ થઇ ગઇ!” “કેમ પથ્થર ફેંક્યો હતો, ભાઇ?”“બાપુ!રસ્તે હાલ્યો જતો’તો ને આ ઝળુંબતી બોરડી જોઇ તો થયું કે લાવ કોઇ જોતું નથી ત્યાં ઘા મારુંને એકાદ-બે બોર પડે તો પેટમાં નાખું.પાછી ભૂખ પણ બઉ લાગી’તી બાપુ.પણ હવે કોઇ દિ’ આમ નઇ થાય, બાપુ!”એ થથરતો હતો. કૃષ્ણકુમારસિંહએ પેલાં માણસ સામે જોઇને સ્મિત કર્યું. અને એ જ ક્ષણે પોતાના ગળામાં રહેલો હાર કાઢીને એને આપી દીધો. “લે ભાઇ!એક બોરડીને પથ્થર મારવાથી એ જો મીઠા બોર આપતી હોય તો હું તો રાજા છું. મને પથ્થર માર્યો તો હું આટલું ના આપું તો તો ગોહિલવાડની ધરા લાજે!”
પ્રસંગ-4
ભારત આઝાદ થયું હતું અને રજવાડાઓનું વિલિનીકરણ કરવાની યોજના બની હતી અને સરદાર પટેલ જયારે સહી માટે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહ પાસે આવે છે ત્યાંરે મહારાજા સરદારને કહે છે કે "વલ્લભભાઈ આ ભાવનગર રાજ્ય અને સંમ્પતિ હુ પ્રજાના કલ્યાણ માટે ભારત સરકાર ને સોંપુ છુ એમ કહીને તેમણે 1700 પાદર ભારત સરકારને સોપ્યા. સમય જતાં તેમને મદ્રાસ રાજ્યના ગવર્નર બનાવવામાં આવ્યા તેમછતાં ગામની પ્રજા તો હજી તેમને જ મહારાજા માનતી હતી. ઘટના જાણે એમ બની કે, એક ખેડૂતના બે બળદ ચોરાઇ ગયા. ખેડૂતને હજુ એમ જ હતું કે રાજ તો કૃષ્ણકુમારનું જ છે. એટલે એ ખેડૂત ફરિયાદ કરવા ભાવનગર નીલમબાગ પેલેસમાં આવ્યો. ત્યાં તેને જાણવા મળ્યું કે કૃષ્ણકુમારસિંહજી તો મદ્રાસ રાજના ગવર્નર છે અંતે આશા સાથે તે અભણ ખેડૂ મદ્રાસ પહોંચ્યો અને કૃષ્ણકુમારસિંહને પોતાની વ્યથા સંભળવીને કહ્યું રાજા, આ બળદના ચોર સામે તમે પગલા લો. અંતે કૃષ્ણકુમારસિંહજીએ તેને કહ્યું કે, હું હવે ભાવનગરનો ધણી નથી રહ્યો હું મદ્રાસનો ગવર્નર છું પરંતુ તારી આ રાજવી પ્રત્યેની ભાવના છે તે જાણીને હું ગદગદ થયો છું લે આ 5 હજાર રૂપિયા તું નવા બળદ ખરીદી લે જે.
ભીખુદાન ગઢવીના મુખે પ્રસંગ
પ્રસંગ-5
આ પ્રજાલક્ષી રાજવી 2 એપ્રિલ, 1965ના રોજ હૃદયરોગના હુમલાથી અવસાન પામ્યા. તેમના અવસાનના સમાચાર વાયુવેગે ભાવનગરમાં પ્રસરી ગયા અને આ મહારાજાના માનમાં આખુય ભાવનગર સ્વયંભૂ, જડબેસલાક બંધ હતું. લોકોએ ઘરે ચૂલા નહોતા સળગાવ્યા અને આખુંય ભાવનગર શેરીઓમાં ઉમટી પડેલું. મિત્રો, ભારત વર્ષમાં આવા અનેક રાજવીઓ થઇ ગયા જેમને તેમની પ્રજા આજે પણ યાદ કરે છે.
પ્રસંગ-6
અઢાર સો પાદરના ધણી ભાવનગરનાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી એક વખત નગરચર્ચામાં નીકળે છે. તે વખતે તેમને “અન્નદાતા - જય માતાજી” એવા શબ્દો કાનમાં અથડાયા. મહારાજા પાછું ફરી જુવે તો સામે જેની આંખમાં ખુમારી છે તેવો બકરીઓ ચરાવતો એક ગરીબ યુવાન પોતાના મહારાજાને આદરથી પ્રણામ કરીને ઉભો હતો.
“શું નામ છે તારું?” રાજાએ પુછ્યું.
“મુબારક, અન્નદાતા યુવાને જવાબ આપ્યો.
ફરી મહારાજાએ પૂછ્યું, કે ભાવનગર માટે કામ કરીશ ?”
“જરૂર મહારાજ, કેમ નહી!”
તેમને નિલમબાગ પેલેસમાં ચોકીદારની નોકરી આપવામાં આવી. ધીરે ધીરે તેમની ઈમાનદારી જોઇને તેમને નિલમબાગ પેલેસના રાજખજાનાની ચાવીઓની જવાબદારી સોપવામાં આવી. રાજખજાનામાં મહારાણીના મોંઘા ઘરેણાં પણ રહેતા. મહારાણીને જયારે પ્રસંગોપાત ઘરેણાં જોઈતા હોય ત્યારે મુબારક ચાવીઓ આપે એટલે મહારાણી તેમાંથી જોઈતા ઘરેણાં લઇ લે અને પછી ફરીથી એજ પટારાઓ ઘરેણાં મૂકીને ચાવીઓ મુબારકને સોંપી દે, આ નિત્યક્રમ હતો, આજ ઘરેણાંઓમાં મહારાણીને સૌથી પ્રિય એવો હીરાજડિત હાર પણ રહેલો હતો.
એક વખત એવું બન્યું કે પટારામાં એ હાર જોવા ના મળ્યો, મહારાણીએ ખુબ શોધ્યો પણ હાર મળે જ નહિ. મહારાણીને મુબારક પર અપાર ભરોસો હતો તેમ છતાંય નાનો માણસ છે ભૂલ નહિ કરી હોય ને એવા વિચારોથી બેચેન રહેવા લાગ્યાં. થોડા સમય પછી મહારાણીની બેચેની ભાવનગર મહારાજથી છુપી ના રહી. કારણ પૂછવામાં આવ્યું ત્યારે રાજહઠ સામે મહારાણીએ હાર અંગે આખી વાત કરી. ભાવનગર મહારાજાએ તરત જ આદેશ કર્યો કે મુબારકને રાજદરબારમાં હાજર કરો. નિલમબાગ પેલેસની ચોકીદારી કરતો મુબારક જયારે ભાવનગર ઠાકોર સાહેબ સમક્ષ હાજર થયો ત્યારે હાર અંગે પ્રેમથી મુબારકને પૂછવામાં આવ્યું ત્યારે મુબારકએ આ અંગે સાવ અજાણ હોવાનું જણાવ્યું. ભાવનગર મહારાજાએ પણ મુબારકને કોઈ ઠપકો આપ્યા વગર જવા દીધો, પરંતુ મુબારક હારની ચોરીના લાગેલા "આણ"થી બેચેન બની ગયો. સીધો જ ઘરે ગયો અને નમાજનો રૂમાલ પાથરી આકાશ તરફ મીટ માંડીને અલ્લાતાલાને એક જ અરજ કરી કે "જો મેં ઈમાનદારીપૂર્વક નોકરી કરી હોય અને ક્યારેય હું ઈમાન ચુક્યો ના હોય તો ક્યાં તો ચોરીના આ આણમાંથી મુક્ત કરાવજે ને ક્યાં તો મને મારા શરીરથી જીવને "બસ આટલો જ અંતરનો પોકાર કરીને ઘરના એક ખૂણામાં બેસીને પ્રાર્થના કરવા લાગ્યો અને અન્ન જળનો ત્યાગ કરી દીધો.
કુદરતનો પણ એક સર્વસ્વીકૃત નિયમ છે. "સત્યની કસોટી થાય પણ છેવટે જીતતો સત્યની જ થાય" એજ રાત્રે અચાનક મહારાણીને ગાઢ નિંદ્રામાંથી અચાનક જ એકાએક બેઠા થઇ ગયા ને યાદ આવી ગયું કે ઉતાવળમાં હાર પટારામાં મુક્યો જ નહોતો પણ અરીસા પાસે રાખી દીધો હતો. તરત જ તપાસ કરતા હાર મળી આવ્યો.
રાત્રે જ ભાવનગર મહારાજને હાર મળી ગયાની જાણ કરવામાં આવી. બંનેને ખુબ પસ્તાવો થયો કે "મુબારક પર ખોટી શંકા કરી એક નેક ઈન્શાનનો આત્મો દુભાવ્યો "સવારે મુબારકને નિલમબાગ પેલેસના રાજદરબારમાં બોલાવવામાં આવ્યો અને હાર મળી ગયાની જાણ કરી અને આત્મો દુભાયો હોય તો માફી માગી.
હાર મળી ગયો છે એ વાતની ખબર પડતાં જ મુબારકના જાણે જીવમાં જીવ આવ્યો હોય એમ "આકાશ ભણી મીટ માંડીને સજળ નયને એટલું જ બોલ્યો કે "હે પરવર દિગાર તે આજ મારી ઇજ્જત બચાવી લીધી" બસ આટલું કહીને મુબારકે રાજખજાનાની ચાવીઓ ભાવનગર મહારાજાને સોંપી દીધી. ભાવનગર મહારાજાએ ખુબ આગ્રહ કર્યો ત્યારે માંડ મુબારક ફરીથી" ચોકીદાર" તરીકે નોકરીએ રહેવા સહમત થયો. વર્ષો સુધી મુબારક નિલમબાગ પેલેસની ચોકીદારી કરતો રહ્યો. મુબારકની ઈમાનદારી - વફાદારી અને કર્તવ્ય નિષ્ઠા પર કોઈ શક ન કરી શકે એવી છાપ અને ધાક મુબારકની ભાવનગર રાજમાં વર્તાતી.
વર્ષો બાદ એક દિવસ ભાવનગર મહારાજને સમાચાર મળ્યા કે "નિલમબાગ પેલેસનો ચોકીદાર "મુબારક" આજ અલ્લાહને પ્યારો થઇ ગયો છે. મહારાજાને પણ આંખે આંસુ આવી ગયા. પોતાના સેવકોને આદેશ કર્યો કે "મુબારક" નો જનાજો નીકળે ત્યારે મને જાણ કરજો મારે મારા મુબારકને અંતિમ વિદાય અને કાંધ આપવા જવું છે.
મુબારકના મૃત્યુને કલાકો વીતવા છતાં મુબારકના જનાજાના સમાચાર ના મળતા ભાવનગર મહારાજાએ તપાસ કરાવવા માણસોને મોકલ્યા ત્યારે ખબર પડી કે મુબારકને જનાજામાં ઓઢાડવાનું કફન ખરીદવાના પણ મુબારકના પરિવાર પાસે પૈસા નથી. ભાવનગર મહારાજા આટલું સાંભળતા જ ચોધાર આંસુએ રડી પડ્યા કે "નિલમબાગ પેલેસના રાજ ખજાનાની ચાવીઓ" જેને હસ્તક રહેતી એવા મારા મુબારકની આવી હાલત? તરત જ ભાવનગર મહારાજાએ હુકમ કર્યો કે "ભાવનગર રાજને શોભે એ રીતે મુબારકની અંતિમવિધિ કરવામાં આવે અને મુબારકના પરિવારને તમામ મદદ કરવામાં આવે" અને મુબારકની આવી હાલત કેમ થઇ એની તપાસ કરતા માલુમ પડ્યું કે મુબારકને જે પગાર મળતો તે જરૂરિયાતમંદને મદદ કરવામાં ખર્ચી નાખતો.
નીલમબાગના ચોકીદાર "મુબારક" નો જનાજો નીકળ્યો ત્યારે ભાવનગરના મહારાજાએ એક ઈચ્છા વ્યક્ત કરીને એ ઈચ્છા પુરી પણ કરી કે "મારા મુબારકને તમે જરૂર કાંધ દેજો પણ એક કાંધ તો હું શરૂઆતથી અંત સુધી હું જ આપીશ "ભાવનગર મહારાજ મુબારકના ઘરથી કબ્રસ્તાન સુધી ઉઘાડા પગે ચાલ્યા હતા અને કાંધ દીધી હતી. આજે પણ ભાવનગરના મુસ્લિમ કબ્રસ્તાનમાં "મુબારક" ની કબર છે અને ભાવનગરના મહારાજાએ મુબારકની કબર પર કબરનું નામ કોતરાવ્યું છે "ધ લોક ઓફ નિલમબાગ"
પ્રસંગ-7
હાલ મહામારી કોરોના વાયરસ ના કપરા સમય હોય ત્યારે મહારાજા ને પ્રજાનાં આરોગ્ય માટે થયેલ ચિંતા ની નાનકડી ઘટના.
1945 ની સાલમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ વાતવાતમાં ઈચ્છા દર્શાવેલી કે ઘણા લોકોને મારી નાખનાર ક્ષયરોગનો (T.B) કોઈક ઉપાય થવો જોઈએ અને આ કામ જો ભાવનગર રાજ્ય દ્વારા કરવામાં આવે તો અતિઉત્તમ.
આ વાત અમરેલીના શેઠ ખુશાલદાસ જે. મહેતા (K. J. Mehta) ને જાણવામાં આવી.તેમણે મહારાજા સાથે ચર્ચા કરીને 1 લાખ 61 હજાર રૂપિયાનો ફાળો એકત્ર કર્યો.આ સાથેજ મહારાજા એ સંકલ્પ કર્યો કે રાજ્ય તરફથી તેઓ પણ 1 લાખ રૂપિયા ની સાથે સૂકા હવામાન ખુલી જમીન માટે વખણાતા સોંગઢથી 2 કી. મી દૂર જીથરી(અમરગઢ) ગામે 450 વિઘા જમીન દાન આપી.
વાત હજુ અહીં અટકતી નથી , આયોજન આગળ વધ્યું એટલે મહારાજાને પૂછવામાં આવ્યું કે હોસ્પિટલ નું નિર્માણ પૂર્ણ થયેથી તખ્તી પર રાજયકુટુંબ કે પુર્વજોમાંથી કોનું નામ આપ જોડવા ઈચ્છો છો ? મહારાજા એ સરળતાથી જણાવ્યું કે હોસ્પિટલ બનાવવી એ રાજ્યની ફરજ છે એમાં અમારે જસ ન લેવાનો હોય.આથી મારે કોઈ નામ સુચવવું નથી. નામ તો જેમણે આ સમગ્ર કામગીરીમાં વિશેષ યોગદાન આપ્યું છે અને તમામ પ્રયત્નો કર્યા છે તે ખુશાલદાસ મહેતા નું આપવું જોઈએ.
આ રિતે પ્રજાહિત માટે ઉદારતા અને અન્યને મોટા કરવાની ભાવના મહારાજા ની લાક્ષણિકતા હતી.
જોકે આજે આ ડેન્ટલ હોસ્પિટલમાં અને કોલેજ તરીકે ફેરફાર થયેલ છે પરંતુ એક સમયે સમગ્ર ગુજરાતમાં એક માત્ર સૌથી મોટી ટ્રસ્ટની T.B હોસ્પિટલ તરીકે વિખ્યાત હતી