મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

05 March, 2021

Science Day Quiz (વિજ્ઞાન દિવસ ક્વીઝ)

 


કઇ ટ્રેન ચુંબકીય બળ આધારિત ચાલે છે.- મેગ્લેવ ટ્રેન

વાતાવરણ ના હોય ત્યાં આકાશ કેવા રંગનું હોય છે- કાળા

 

કયું વૃક્ષ સૌથી વધુ ઝડપથી ઊગે છે- નીલગીરી


 ઉરોદર પટલ કઈ ક્રિયામાં મદદ કરે છે- શ્વસન


 રેઇનકોટ શેમાંથી બને છે - પોલીથીન 


કયો એસિડ પેટના જીવાણુઓનો નાશ કરે છે - હાઇડ્રોક્લોરિક એસિડ 


જીભનું ટેરવું  કયો સ્વાદ જલ્દી પારખે છે - ખાટો


આવર્ત કોષ્ટકનું પહેલું તત્વ કયું છે - હાઈડ્રોજન 


ડોક્ટર વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ક્યાં આવેલ છે- થુમ્બા


પૂછડિયા તારા તરીકે કયો તારો ઓળખાય છે - ધૂમકેતુ 


નક્ષત્રોની સંખ્યા કેટલી છે - 27 


રાશિઓની સંખ્યા કેટલી છે - 12 


સૂર્ય એક નક્ષત્રમાં કેટલા દિવસ રહે છે - 13.5  દિવસ


 ભારતે અવકાશમાં છોડેલ પ્રથમ ઉપગ્રહ કયો છે - આર્યભટ્ટ


 બિલાડીનો ટોપ એ શું છે - ફૂગ


 મેઘ ધનુષ્યમાં વચ્ચે કયો રંગ હોય છે - લીલો 


પાણીને શુદ્ધ કરવા કયો વાયુ વપરાય છે - ક્લોરિન


લઘુગ્રહો ક્યાં આવેલ છે - મંગળ અને ગુરૂની વચ્ચે 


લીલી વનસ્પતિ કઇ ઉર્જાનો ઉપયોગ કરે છે - સૌર ઊર્જા


 પ્રકાશનું પરાવર્તન કઈ અધાતુ કરે છે - હિરો


ગતિના ત્રણ નિયમો કોણે આપ્યા હતા - સર આઇઝેક ન્યૂટન 


ગુરુત્વાકર્ષણનો નિયમ કોણે શોધ્યો હતો - સર આઇઝેક ન્યૂટન 


મગજ એ કયા તંત્રનું અવયવ છે.- ચેતાતંત્ર


કમળો શરીરના કયા અંગને અસર કરે છે-   જઠર 


કોષનું રસોડું કયુ છે- કણાભસૂત્ર


 વનસ્પતિનું રસોડું કોણ છે - પર્ણ


સૂર્ય ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતું સાધન ક્યું છે. - સોલાર સેલ


સોલાર વોટર હીટર કઇ ઉર્જાથી ચાલે છે.- સૂર્ય ઉર્જા


પૃથ્વી પરનું સૌથી મોટુ પ્રાણી કયુ છે.- ડાઇનાસોર


સૌથી વધુ આયુષ્ય ધરાવતું પ્રાણી કયુ છે.- કાચબો


 ચંદ્રની ધરતી પર પ્રથમ વાર પગ મુકનાર અંતરિક્ષયાત્રી કોણ હતા - નીલ આર્મસ્ટ્રોંગ 


અંતરિક્ષમાં જનાર પ્રથમ અંતરીક્ષયાત્રી કોણ હતા - યુરી ગાગરિન 


જઠર એ શરીરના કયા તંત્રનું અવયવ છે.- પાચન તંત્ર


હદય એ શરીરના કયા તંત્રનું અવયવ છે.- રુધિરાભિસરણ તંત્ર


મૂત્રપિંડ એ શરીરના કયા તંત્રનું અવયવ છે.- ઉત્સર્જન તંત્ર


અંડપિંડ એ શરીરના કયા તંત્રનું અવયવ છે.- પ્રજનન તંત્ર


ફેફસા એ શરીરના કયા તંત્રનું અવયવ છે.- શ્વસન તંત્ર


આંતરડા એ શરીરના કયા તંત્રનું અવયવ છે.- પાચન તંત્ર


શુક્રપિંડ એ શરીરના કયા તંત્રનું અવયવ છે.- પ્રજનન તંત્ર


મનુષ્યના શરીરમા કયું તત્વ સૌથી વધારે હોય છે - ઓક્સિજન


 પુખ્ત વ્યક્તિના શરીરમાં લોહી કેટલું હોય છે - પાંચ થી છ લિટર 


ફ્લોરોસીસ રોગ કયા તત્વના વધુ પ્રમાણના કારણે થાય છે - ફ્લોરાઈડ


 ઇન્સ્યુલિનનો સ્રાવ કરતું અંગ કયું છે-  સ્વાદુપિંડ 


ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટે તો કયો રોગ થાય છે - ડાયાબિટીસ 


કયુ સંયોજન ઉંદર મારવાની દવા માં વપરાય છે ‌- ઝીંક ફોસ્ફાઇડ


લોલક નો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો - ગેલેલિયો


પ્રકાશવર્ષ શાનો એકમ છે - અંતર માપવાનો


 લ્યુકેમિયા એ શેનું કેન્સર છે - લોહીનું


 કોસ્મોલોજીમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે - અંતરીક્ષ 


 હવાનું દબાણ માપવા કયું સાધન વપરાય છે - બેરોમીટર


 શરીરનું તાપમાન માપવા કયું સાધન વપરાય છે - થર્મોમીટર


 હૃદયના ધબકારા માપવા કયું સાધન વપરાય છે - સ્ટેથોસ્કોપ


વિનેગરમાં કયો એસિડ રહેલો હોય છે - એસિટીક એસિડ 


દૂધમાં કયો એસિડ આવેલ હોય છે - લેક્ટિક એસિડ 


પ્રિઝમને કુલ કેટલી સપાટી હોય છે - 5


સફેદ પ્રકાશને સાત રંગોમાં વિભાજન કરવા માટે કયું સાધન વપરાય છે- પ્રિઝમ


 કઈ ધાતુને કેરોસીનમાં રાખવામાં આવે છે - સોડિયમ 


ઘરવપરાશના રાંધણગેસમાં કયો વાયુ વપરાય છે - બ્યુટેન


રાધણ ગેસ લીક થવાથી વાસ આવે છે તે વાયુ કયો છે - મરકેપ્ટન 


પરોપજીવી વનસ્પતિ કઈ છે - અમરવેલ 


કીટાહારી વનસ્પતિ કઇ છે- કળશપર્ણ


હવા એ શું છે - મિશ્રણ 


રુધિરના ગાળણની પ્રક્રિયા કયા અંગમાં થાય છે - મૂત્રપિંડ 


ચુંબક લોખંડ સિવાય બીજી કઇ ધાતુ ને આકર્ષે છે - નિકલ અને કોબાલ્ટ


કઈ ધાતુને છરી અથવા ચપ્પુ વડે કાપી શકાય છે -સોડિયમ 


જીભમાં ચાંદા પડે ત્યારે કયું વિટામિન લેવું જોઈએ - વિટામીન બી 


અનાજની જાળવણી માટે કઈ દવાનો ઉપયોગ કરવામાં આવે છે -


પૃથ્વી પર સૌપ્રથમ કયા જીવની ઉત્પત્તિ થઈ હોવાનું મનાય છે - માછલી 


ટ્યુબલાઈટમાં લાલ રંગ પ્રાપ્ત કરવા કયો વાયુ વપરાય છે - આર્ગોન 


બલ્બની શોધ કોણે કરી હતી - થોમસ આલ્વા એડિસન


કયા વૈજ્ઞાનિકને મિસાઈલ મેન તરીકે ઓળખવામાં આવે છે- અબ્દુલ કલામ


કયા ભારતીય વૈજ્ઞાનિકને અંતતિક્ષ વિજ્ઞાનના પિતા ગણવામાં આવે છે- વિક્રમ સારાભાઈ


કયા ભારતીય વૈજ્ઞાનિકે સાબિત કર્યું હતું કે વનસ્પતિને સંગીતની અસર થાય છે.- જગદીશચંદ્ર બોઝ


અંતરિક્ષમાં જનાર પ્રથમ ભારતીય કોણ હતા- રાકેશ શર્મા


અંતરિક્ષમાં જનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા- કલ્પના ચાવલા


 બલ્બની ફિલમેન્ટ કઈ ધાતુની બનેલી હોય છે - ટંગસ્ટન 


ઊંટ પાણી વગર કેટલા દિવસ રહી શકે છે -30 દિવસ 


સૌથી હલકી ધાતુ કઈ છે- લિથિયમ


 નીચેનામાંથી કયો પદાર્થ ધાતુ તત્વ છે- લોખંડ 


થર્મોમીટરમાં કયું ધાતુ તત્વો વપરાય છે - મર્ક્યુરી અથવા પારો 


રાંધણગેસ ને કયા નામે ઓળખવામાં આવ્યો છે -એલપીજી (LPG)


કાર અને રિક્ષામાં કયો વાયુ વપરાય છે - સીએનજી (CNG)


કોઈ પણ વસ્તુને સળગવા માટે કયો વાયુ જવાબદાર છે -  ઓક્સિજન 


સળગેલી વસ્તુને ઓલવવા માટે કયો વાયુ વપરાય છે - કાર્બન ડાયોક્સાઇડ 


રેડ ડેટા બુક શું દર્શાવે છે  - નાશ:પ્રાય જાતિઓનો રેકોર્ડ 


 હવાનું દબાણ માપવા માટે કયું સાધન વપરાય છે -બેરોમીટર 


વનસ્પતિનાં પાંદડાં લીલા હોવા માટે જવાબદાર કોણ છે-  હરિતકણ 


આપણા શરીરના રુધિરમાં કેટલા કણ આવેલા હોય છે -


લોહીમાં આવેલા કયા કણ લાલ રંગના હોય છે- રક્તકણો


લોહીમાં આવેલા કયા કારણો સફેદ રંગના હોય છે - શ્વેતકણ


કયા કણો હિમોગ્લોબીન ધરાવે છે -રક્તકણ 


કયા કણો શરીરના સૈનિકો તરીકે કાર્ય કરે છે- ત્રાકકણો 


કયા કણો રુધિર ગંઠાઈ જવાની ક્રિયા માં મદદરૂપ થાય છે -ત્રાકકણો 


કઠોળમાં કયુ પોષક તત્વ આવેલું હોય છે- પ્રોટીન


 અનાજમાં કયુ પોષક તત્વો આવેલું હોય છે- કાર્બોદિત


 તેલ અને ઘી માં કયુ પોષક તત્વો આવેલું હોય છે - ચરબી


દૂધ ફાટી જાય અને દહીં બનવાની ક્રિયામાં કોણ મદદરૂપ થાય છે - બેક્ટેરિયા 


કયા પદાર્થ પર આયોડિનનું ટીપું મુકતા તે કાળા કે ભૂરા રંગનું થઈ જાય છે- પ્રોટીન 


કયા રેસા પ્રાણીમાંથી પ્રાપ્ત થાય છે.- ઉન અને રેશમ


કયા રેસા વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે.- સુતર અને શણ


કયા રેસાઓ સિન્થેટિક છે- નાયલોન, પોલીથીન, એક્રેલીક


સુતરાઉ રેસા શેમાંથી મળે છે-કપાસ (રૂ)


રેશમી રેસા શેમાંથી મળે છે- રેશમના કીડા


ઉનના રેસા શેમાંથી મળે છે- ઘેટું અને યાક


દરિયાના ખારા પાણીને મીઠું પાણી કરવા માટે કઈ પદ્ધતિ ઉપયોગી છે- બાષ્પીભવન


 પુષ્પની સૌથી અંદરના ભાગને શું કહે છે- સ્ત્રીકેસર 


તુલસી મરજી ટમેટી ગલગોટા કયા પ્રકારની વનસ્પતિ છે- છોડ 


ગુલાબ સૂર્યમુખી કલ્યાણ લીંબુડી વગેરે કયા પ્રકારની વનસ્પતિ છે- ક્ષુપ


તરબૂચ દ્રાક્ષ વગેરે કયા પ્રકારની વનસ્પતિ છે - વેલા


 લીમડો પીપળો આંબો વગેરે કયા પ્રકારની વનસ્પતિ છે-  વૃક્ષો 


વનસ્પતિ શ્વસનની ક્રિયામાં કયા વાયુનો ઉપયોગ કરે છે - ઓક્સિજન 


સ્કર્વી નામનો રોગ કયા વિટામિનની ઉણપના લીધે થાય છે - વિટામીન સી 


બેરીબેરી નામનો રોગ કયા વિટામિનની ઉણપના લીધે થાય છે - વિટામિન બી 


કયા વિટામીનની ઉણપના કારણે રતાંધળાપણું નામનો રોગ થાય છે- વિટામીન એ 


સુકતાન નામનો રોગ કયા વિટામીનની ખામી ને લીધે થાય છે- વિટામિન ડી


 ગોઇટર નામનો રોગ કયા ખનિજ તત્વોની ખામીના લીધે થાય છે - આયોડીન 


પાંડુરોગ અથવા એનિમિયાના નામનો રોગ કયા ખનીજ તત્વની ખામીના  કારણે થાય છે -આર્યન


 કોરોના એ કયા પ્રકારનો સૂક્ષ્મ જીવ છે - વાયરસ 


શીતળાની રસી ની શોધ કોણે કરી હતી- એડવર્ડ જેનર


 કયું સાધન પાણીની અંદર રહીને દેશની જાસૂસી કરે છે - સબમરીન


કયું સાધન પાણી અને જમીન બંને પણ ચાલી શકે છે - હોવરક્રાફ્ટ 


અંતરિક્ષમાં જવા માટે કયું સાધન વપરાય છે.- સ્પેસશટલ


કયું સાધન દિશા જાણવા માટે વપરાય છે - હોકાયંત્ર


વિજ્ઞાન દિવસ કયા વૈજ્ઞાનિકની યાદમાં ઉજવવામાં આવે છે - સી.વી. રામન


 ભારતની ઈસરો સંસ્થા દ્વારા ચંદ્ર પર કયું યાન મોકલવામાં આવ્યું હતું-  ચંદ્રયાન 


કયા વાયુ નું પ્રમાણ હવામાન સૌથી વધુ છે - નાઇટ્રોજન


હોકાયંત્રમાં કયા ચુંબકનો ઉપયોગ થાય છે - સોયાકાર 


 સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે- ગુરુ 


સૂર્યમંડળનો સૌથી નાનો ગ્રહ કયો છે- બુધ


 સૂર્ય મંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે- શુક્ર 


સૂર્યમંડળનો સૌથી સુંદર ગ્રહ કયો છે- શનિ


માનવ શરીરનું સૌથી નાનું હાડકું ક્યાં આવેલ છે- કાનમાં 


માનવ શરીરનું સૌથી લાંબુ અને મજબૂત હાડકું કયું છે -સાથળ


 પેરિસ્કોપમાં અરીસાને કેટલા અંશના ખૂણે ગોઠવવામાં આવે છે- 45


માણસના શરીરનું તાપમાન કેટલું હોય છે- 37 


એક ક્વિન્ટલ એટલે કેટલા કિલોગ્રામ-100 કિલોગ્રામ 


એક ટન એટલે કેટલા કિલોગ્રામ- 1000 કિલોગ્રામ


 કયા રોગમાં લોહીના રક્તકણો નાશ પામે છે -થેલેસેમિયા 


કોને વનસ્પતિ નું રસોડું કહેવામાં આવે છે -પર્ણ


માણસના શરીર માં કુલ કેટલા હાડકા હોય છે - 213 


લિપ વર્ષમાં કેટલા દિવસ હોય છે - 366


વૈજ્ઞાનિકો, ગણિતશાસ્ત્રીઓ અને અંતરીક્ષયાત્રીઓના ફોટાઓ

સી.વી.રામન

રામાનુજન


ડો. એ.પી.જે. અબ્દુલ કલામ


સુનિતા વિલિયમ્સસ


આઇન્સ્ટાઇન


જગદીશચંદ્ર બોઝ


હોમી ભાભા


સ્ટીફન હોકીંગ્સ



થોમસ આલ્વા એડિસન

ગેલેલિયો ગેલિલી


કલ્પના ચાવલા

રાકેશ શર્મા


ડૉ. વિક્રમ સારાભાઇ


પ્ર્રો. સતીષ ધવન

નીલ આર્મસ્ટ્રૉંગ

યુરી ગાગરીન






 


શરીરના વિવિધ તંત્રો અને તેના અવયવો

શ્વસન તંંત્ર



ઉત્સર્જન તંત્ર



મૂત્રપિંડ (કીડની)


ફેફ્સા
મગજ

હદય


કંકાલ તંત્ર


પાચન તંત્ર


ચેતા તંત્ર


રુધિરાભિસરણ તંત્ર



વૈજ્ઞાનિક સાધનો

ટેસ્ટ ટ્યુબ હોલ્ડર
સ્ટેન્ડ



કોનિકલ ફ્લાસ્ક

ડ્રોપર

ત્રિપાઇ સ્ટેન્ડ



ટેસ્ટ ટ્યુબ

બ્યુરેટ


બીકર


અંકીત નળાકાર



ચંબુ


મેગ્નીફાઇંગ ગ્લાસ (બહિર્ગોળ કાચ)

બર્નર


પ્રિઝમ

ટેસ્ટ ટ્યુબ સ્ટેન્ડ





વિવિધ વૈજ્ઞાનિક સાધનો અને ઉપકરણો

ડીજીટલ થર્મોમીટર

એનેમોમીટર


સબમરીન


સૂક્ષ્મદર્શક યંત્ર (માઇક્રોસ્કોપ)


હોકાયંત્ર



સ્ટેથોસ્કોપ

દૂરબીન (ટેલીસ્કોપ)




અવકાશયાન (સ્પેસ શટલ)




બેરોમીટર



થર્મોમીટર




થર્મોમીટર



હોવરક્રાફ્ટ



ગ્રામોફોન


સ્પીડો મીટર


હોકાયંત્ર


02 March, 2021

વિશ્વ વન્ય જીવ દિવસ (World Wildlife Day)

3 चरण







मोबाइल फोन की मरम्मत के लिए आवेदन और पढ़ें और भी बहुत कुछ .

20 वर्ष 2013 वर्ष, 68 वर्ष पूर्व, वर्ष 2013 સજનરલ એસેમ્બલીએ તેના ઠરાવ 68/205 માં, જંગલી પ્ मोबाइल फोन के लिए क्रेडिट कार्ड डाउनलोड मोबाइल फोन की मरम्मत के लिए आवेदन पत्र डाउनलोड करें अंतिम चरण 3 चरण और चरण 3 ો


🔹एक नया उत्पाद डाउनलोड करें मोबाइल फोन की मरम्मत के लिए आवेदन पत्र डाउनलोड करें मोबाइल फोन के लिए क्रेडिट कार्ड डाउनलोड ૫ી ૩જી માર્ચના દિવસને વિશ્વ વન દિવસ તરીકે ઉજવવ मुझे अभी भी पता है.
➖एक अच्छा क्रेडिट कार्ड खरीदें ત્યે માનવમાં પ્રેમ, સવેંદના, દયા ભાવ, ઊભો થાય હે यह एक अच्छा विचार है.
🔹एक नया बिजनेस कार्ड खरीदें एक अच्छा क्रेडिट कार्ड खरीदें ठीक है, ठीक है, ठीक है.
🔹वर्ष 2020 का नवीनतम संस्करण -"पृथ्वी पर सभी जीवन को बनाए रखना"
🔹होम पेज 21899.49 क्रेडिट कार्ड नंबर 14594.92 मोबाइल फोन नंबर, 2884.11 मोबाइल फोन नंबर होम पेज 4420.46 मोबाइल फोन नंबर मेरे पास एक अच्छा विकल्प है. ऋण वृद्धि दर 11.17% प्रति वर्ष
🔹मोबाइल फोन नंबर के लिए आवेदन पत्र ે. एक और विकल्प चुनें मोबाइल फोन नंबर 5598.83 पर क्लिक करें यह एक अच्छा विचार है.
🔹एक वर्ष से अधिक समय तक चलने वाला 4 चरण और भी बहुत कुछ पृष्ठ 8.8 पर डाउनलोड करें છે.



🔹मोबाइल फोन की मरम्मत के लिए आवेदन पत्र वर्ष 4 वर्ष, 23 वर्ष शेष होम पेज 17,330 एम.एच.एम. एक नया व्यवसाय शुरू करें. घर पर, घर पर, घर पर, घर पर, घर पर, घर पर एक नया ऋण प्राप्त करने के लिए.
🔹चरण 513 चरण, 114 चरण और पढ़ें 7000 मिलियन डॉलर से अधिक क्रेडिट कार्ड यह एक अच्छा विचार है.

🔹एक नया बिजनेस कार्ड डाउनलोड करें और भी बहुत कुछ है यह एक अच्छा विकल्प है। मेरे पास एक अच्छा विकल्प है.


2018 साल की शुरुआत में एक नया साल शुरू हुआ एक और विकल्प चुनें. घर पर, घर पर, घर पर, घर पर, घर पर और और भी बहुत कुछ है




ठीक है

2021:  वन और आजीविका

2020:  पृथ्वी पर सभी जीवन को कायम रखना

2019 : 2019 की थीम है "पानी के नीचे जीवन: लोगों और ग्रह के लिए"

2018 : 2018 की थीम "बड़ी बिल्लियाँ - खतरे में शिकारी" है।

2017 : 2017 की थीम "युवा आवाज़ें सुनें" है।

2016 : 2016 की थीम है "वन्यजीवों का भविष्य हमारे हाथों में है", एक उप-विषय "हाथियों का भविष्य हमारे हाथों में है" है।

2015 : 2015 की थीम है "यह वन्यजीव अपराध के बारे में गंभीर होने का समय है"।



01 March, 2021

મેરી કોમ (Mary Kom)

ભારતની લેજન્ડરી મહિલા બોક્સર

ઓલમ્પિકમાં કાંસ્ય ચંંદ્રક મેળવનાર



પુરુ નામ: મૈંગટે ચંગ્નેઇઝેંગ મેરી કોમ (એમ. સી. મેરી કોમ)

જન્મ તારીખ:  1 માર્ચ 1983

જન્મ સ્થળ:  કાંગાથેઇ, ચુરચાનપુર જિલ્લો, મણીપુર


મેરી કોમનો જન્મ ઉત્તર-પૂર્વી રાજ્ય મણિપુરના ચુરચાનપુર જિલ્લામાં આવેલા કાંગાથેઇ ગામના એક ગરીબ ખેડૂત કુટુંબમાં થયો હતો. 

બચપણથી જ તેમના જીવનમાં પડકારો આવતા રહ્યા છે. તેમનું કુટુંબ ગરીબ હતું, એટલું ગરીબ કે રોજ ત્રણવારને બદલે એક જ વાર સરખું ભોજન મળતું હતું. 

ઘરકામ કરવાનું પણ મેરી પર આવતું હતું અને તેમ છતાં તે વધુ સારા જીવન માટે મથતી રહ્યાં. પોતાની દુનિયા કેવી રીતે બદલી શકાય તેના જ વિચારો તે કર્યા કરતાં હતાં. ભણવામાં તેઓ બહુ હોંશિયાર નહોતાં, પણ કોઈ પણ રમતમાં ભાગ લેતી તેમાં જોરદાર દેખાવ કરતી હતી.


તેણીના મનમાં મુક્કેબાજી પ્રત્યેનું આકર્ષણ પેદા થયું હતુ જ્યારે તેણે ખુમાન લમ્પક સ્પોર્ટ્સ સેન્ટરમાં કેટલીક છોકરીઓને બોક્સિંગ રિંગમાં છોકરાઓ સાથે પ્રેક્ટિશ કરતી જોઇ.

 તે વખતે ગામનો કિશોર અને બૉક્સર ડિન્ગકો સિંહ એશિયન ગેમ્સમાં બૅંગકોકથી ગોલ્ડ મેડલ જીતીને આવ્યો હતો. તેની સફળતાને કારણે મેરી કોમને પણ બૉક્સિંગ માટે પ્રેરણા મળી હતી.

તેણીએ મણિપુર રાજ્યના મુક્કેબાજી પ્રશિક્ષક એમ. નરજિતસિંહના માર્ગદર્શન હેઠળ, ખુમાન લમ્પક સ્પોર્ટ્સ સેન્ટર ખાતે મુક્કેબાજીની તાલીમ લેવાનું શરુ કર્યું હતું.

15 વર્ષની ઉંમરે બૉક્સિંગ શીખવાની શરૂઆત મેરીએ કરી હતી

2000માં આખરે તેણે રાજ્યકક્ષાની બૉક્સિંગસ્પર્ધા જીતી લીધી અને ત્યાર પછી ક્યારેય પાછું વળીને જોયું નથી. તે હવે આંતરરાષ્ટ્રીય કક્ષાના પડકારો ઝીલવા તૈયાર થઈ ગઈ હતી.

ઓનખ્લર કોમ જેવો સમજદાર જીવનસાથી મળ્યો. તેની સાથે 2005માં મેરીનાં લગ્ન થયાં. બે વર્ષ બાદ મેરીએ જોડિયા દીકરાઓને જન્મ આપ્યો. પતિ ઓનખ્લરે બાળકોને સંભાળી લીધાં અને મેરી ફરી ટ્રેનિંગ લેવા લાગ્યાં.

ફરી એક વખત સ્પર્ધામાં ઊતરીને સતત ચોથી વાર 2008માં વર્લ્ડ ચૅમ્પિયનશીપમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરી લીધો.

મેરી કોમે વર્ષ 2001 માં પહેલીવાર રાષ્ટ્રીય મહિલા બોક્સિંગ ચેમ્પિયનશીપ જીતી હતી

મેરી કોમ એકમાત્ર ભારતીય બૉક્સર છે, જેમણે આઠ વખત વર્લ્ડ ચૅમ્પિયનશિપ જીતી છે

મેરીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી 2001માં શરૂ થઈ હતી.

37 વર્ષની ઉંમરે સાત વાર વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રકો મેળવ્યા છે, ઑલિમ્પિકમાં કાંસ્ય મેળવ્યો છે (ઑલિમ્પિક મડલ મેળવનારી પ્રથમ અને એકમાત્ર બૉક્સર) અને એશિયન તથા કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યા છે.

તેઓ એકમાત્ર મહિલા છે જે છ વાર વર્લ્ડ ઍમેચ્યૉર બૉક્સિંગ ચેમ્પિયન બન્યાં છે. પોતાની પ્રથમ સળંગ સાતેસાત વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં મેડલ મેળવનારાં પણ તેઓ એકમાત્ર ખેલાડી છે. પુરુષ અને સ્ત્રી બંનેમાં 8 વર્લ્ડ ચૅમ્પિયનશિપ મેડલ્સ મેળવનારાં એકમાત્ર બૉક્સર છે.

રમતગમત મંત્રાલય દ્વારા પ્રથમવાર કોઈ મહિલા ખેલાડીનું નામ ભારતના   દ્વિતીય સૌથી મોટા નાગરિક સન્માન પદ્મવિભૂષણ પુરસ્કાર માટે મોકલવામાં આવ્યું હતું.

25 એપ્રિલ 2016ના રોજ રાષ્ટ્રપતિએ મેરી કોમને રાજ્યસભાનાં સભ્ય તરીકે નીમ્યાં હતાં.

AIBA World Women's Rankingમાં લાઇટ ફ્લાયવેઇટ કૅટેગરીમાં તેમને નંબર વનનું સ્થાન મળ્યું છે.

2014માં દક્ષિણ કોરિયામાં એશિયન ગેમ્સમાં પ્રથમ વાર ગોલ્ડ મેળવનારાં ભારતીય બૉક્સર બન્યાં હતાં

2018માં કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતનારાં પણ પ્રથમ ભારતીય મહિલા બૉક્સર બન્યાં હતાં.

પાંચ વાર એશિયન ઍમેચ્યૉર બૉક્સિંગ ચૅમ્પિયન બનવાનો રેકર્ડ પણ તેમના નામે જ છે.

મોટા ભાગના મેડલ 2005માં તે માતા બની અને તે પણ સિઝેરિયન દ્વારા તે પછી મેળવેલા છે

તેમના જીવન પર એક હિંદી ફિલ્મ પણ બનાવવામાં આવી હતી જે 2014 માં રીલિઝ થઈ હતી. જેનુ નામ "મેરી કોમ" આ ફિલ્મમાં મેરી કોમની ભૂમિકા પ્રિયંકા ચોપરાએ ભજવી હતી.

મિક્સ માર્શલ આર્ટ્સ રિયાલિટી શો સુપર ફાઇટ લીગ (એસએફએલ) એ મેરીને તેની સિદ્ધિઓ અને લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને, તેને શોની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરી હતી.

તેણે એશિયન મહિલા બોક્સીંગ સ્પર્ધામાં 5 ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીત્યા છે 

તેણે મહિલા વર્લ્ડ એડલ્ટ બોક્સીંગ ચેમ્પિયનશીપમાં 5 ગોલ્ડ અને એક સિલ્વર મેડલ પણ જીત્યો છે,

મેરીએ એશિયન ગેમ્સમાં 2 સિલ્વર અને 1 ગોલ્ડ મેડલ જીત્યો છે.

 તેણે 2012 લંડન ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું નામ વધાર્યું હતું. 

આ સિવાય મેરી ઇન્ડોર એશિયન ગેમ્સ અને એશિયન બોક્સીંગ સ્પર્ધામાં પણ ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે.


મેરી કોમે વિવિધ ગેમ્સમાં મેળવેલ મેડલ



રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં સિદ્ધિઓ

પ્રથમ રાષ્ટ્રીય મહિલા બોક્સીંગ સ્પર્ધામાં 2001, ગોલ્ડ

ઇસ્ટ ઓપન બોક્સીંગ  સ્પર્ધા, બંગાળ, 2001

બીજી વરિષ્ઠ વિશ્વ મહિલા સ્પર્ધા, નવી દિલ્હી, 2001

32 મી રાષ્ટ્રીય રમતો, હૈદરાબાદ

ત્રીજી વરિષ્ઠ વિશ્વ મહિલા સ્પર્ધા, આઇઝોલ, 2003

ચોથી વરિષ્ઠ વિશ્વ મહિલા સ્પર્ધા, આસામ, 2004

પાંચમી વરિષ્ઠ વિશ્વ મહિલા સ્પર્ધા, કેરળ, 2004

છઠ્ઠી વરિષ્ઠ વિશ્વ મહિલા સ્પર્ધા, જમશેદપુર, 2005

દસમી વરિષ્ઠ વિશ્વ મહિલા સ્પર્ધા, જમશેદપુર, 2009: ક્વાર્ટર ફાઇનલમાં હારી

સન્માન

  • ભારત સરકાર દ્વારા 2006માં પદ્મશ્રી એવોર્ડ, 2013માં પદ્મભુષણ  અને 2020માં પદ્મ વિભૂષણ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવેલ છે.

  • મણિપુર સરકારે તેમને 2008માં  “મીથોઇ લીમા” બિરુદ આપ્યું છે



  • અર્જુન એવોર્ડ (મુક્કેબાજી), 2003

  • પીપલ ઓવ ધી યરલિમ્કા બૂક ઓફ રેકોર્ડ્સ, 2007

  • સી.એન. એન આઇબીએન (CNN-IBN) અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરફ્થી રિયલ હીરોઝ એવોર્ડ, 2008

  • પેપ્સી એમટીવી યુથ આઇકન, 2008 


  • ઓલ ઇન્ડિયા બોક્સિંગ એસોસિએશન (એઆઈબીએ) દ્વારા તેમને  2008માં  'મેગ્નિફિસન્ટ મેરી' નું સંબોધન આપવામાં આવ્યું. 

  • રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ, 2009

  • 2009માં તેમને આઇબીએ (Interantional Boxing Association)ના બ્રાન્ડ એમ્બેેેેેેેસેડર બનાવવામાં આવ્યા.

  • સ્પોર્ટસવુમન ઓફ ધ યર, સહારા ઇન્ડિયા પરિવાર, 2010

  • 29 માર્ચ, 2016 ના રોજ ઉત્તર-પૂર્વીય હિલ યુનિવર્સિટીમાંથી માનદ ડોકટરેટની ડિગ્રી (ડી. લિટ) અને 14 જાન્યુઆરી 2019 ના રોજ કાજીરંગા યુનિવર્સિટીમાંથી (ડી.ફિલ)ની ડિગ્રી એનાયત કરવામાં આવી.

'બૉક્સિંગમાં એક જ મેરી છે અને એક જ રહેશે.
 બીજી મેરી તૈયાર કરવી મુશ્કેલ છે!



26 February, 2021

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (National Science Day)

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (National Science Day)

28 ફેબ્રુઆરી


ટચૂકડા મોબાઇલ ફોન કે લેપટોપને ઈન્ટરનેટ મારફતે જોડીને ઘરમાં બેસીને દુનિયાના કોઇ પણ ખૂણે રહેતા સ્વજન સાથે વાત કરતી વખતે કે નેટ બેંન્કિંગ મારફતે ઓનલાઈન ખરીદી કરતી વખતે કે ભવિષ્યમાં થનારા સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણની માહિતી વિષે અખબારોમાં વાંચતી વખતે કયારેય આપણને વિજ્ઞાનનું મહત્વ સમજાયું છે ખરૂ? આપણો જવાબ હશે "ના", 

રોજિંદા જીવનમાં વણાઇ ગયેલા વિજ્ઞાનની ઉપયોગિતા અંગે લોકોને જાગૃત કરવા માટે સમગ્ર દેશમાં 28 ફેબ્રુઆરીને "રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ" તરીકે ઉજવવામાં આવે છે.



વિજ્ઞાન આપણા રોજિંદા જીવનનો એક મહત્વનો ભાગ છે. આપણા હાથમાં રહેલા અવનવા ગેજેટ્સથી લઈને અવકાશ વિજ્ઞાન સુધીની સતત વિકસતી ટેક્નૉલોજીએ વિજ્ઞાનની અને માનવ જીવનના સતત પ્રયત્નોની સમગ્ર માનવ સમુદાયને મળેલી ભેટ છે.

૨૮ મી ફેબ્રુઆરી ૧૯૨૮માં કલકત્તાની ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ફોર ધ કલ્ટિવેશન ઓફ સાયન્સ ખાતે ભારતીય વૈજ્ઞાનિક સર ચંદ્રશેખર વેંકટ રામને અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે પ્રકાશના કિરણોની અલગ અલગ તરંગ લંબાઈ પર વિખેરાઈ જવાની પ્રકીયાનું ખુબ જ બારીકાઈથી અવલોકન કરી તેને લોકો સમક્ષ મુકી હતી. જે શોધ ને તેમના નામ પરથી 'રામન ઈફેક્ટ' તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ ૧૯૩૦માં આ નોંધપાત્ર શોધ માટે તેમને નોબેલ પુરસ્કાર મળ્યો હતો. ભારતમાં જ સંશોધન કાર્ય કરીને નોબલ પુરસ્‍કાર મેળવનાર પ્રો. રામન એક માત્ર ભારતીય વૈજ્ઞાનિક હતા. તેમની શોધ પરથી વધુને વધુ બાળકો અને યુવાનોને પ્રેરણા મળે તેવા શુભાશયથી સરકારશ્રી દ્વારા દર વર્ષે નેશનલ સાયન્સ ડે ઉજવવામાં આવે છે.



રાષ્ટ્રીય  વિજ્ઞાન દિવસનો મૂળ ઉદ્દેશ વિદ્યાર્થીઓને  વિજ્ઞાન તરફ આકર્ષિત કરવા અને પ્રોત્સાહિત કરવાનો છે અને જનતાને  વિજ્ઞાનઅને  વૈજ્ઞાનિક સિદ્ધિઓ વિશે જાગૃત કરવાનો છે. આ દિવસે, તમામ  વિજ્ઞાન સંસ્થાઓ, જેમ કે રાષ્ટ્રીય અને અન્ય  વિજ્ઞાન પ્રયોગશાળાઓ,  વિજ્ઞાન અકાદમીઓ, શાળાઓ અને કોલેજો અને તાલીમ સંસ્થાઓમાં વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓથી સંબંધિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મહત્વપૂર્ણ ઘટનાઓમાં વૈજ્ઞાનિકોના વ્યાખ્યાન, નિબંધ, લેખન,વિજ્ઞાન ક્વિઝ, વિજ્ઞાન પ્રદર્શન, અને સેમિનાર વગેરેનો સમાવેશ થાય છે. વિજ્ઞાનની લોકપ્રિયતા વધારવા માટે રાષ્ટ્રીય અને અન્ય એવોર્ડની પણ જાહેરાત કરવામાં આવે છે. વિજ્ઞાનની લોકપ્રિયતા વધારવા માટે વિશેષ ઇનામો પણ મૂકવામાં આવ્યા છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ દેશમાં વિજ્ઞાનની સતત પ્રગતિ માટે હાકલ કરે છે.



ડો. ચંદ્રશેખર વેંકટરામનનો (ડો. સી.વી.રામન) જન્મ ૭મી નવેમ્‍બર, ૧૮૮૮માં તામિલનાડુમાં ત્રિચિનાપલ્લી પાસે થિરૂવનાઇકકાવલ ગામમાં થયો હતો. નાનપણથી જ વિજ્ઞાન પ્રત્યે વિશેષ રુચિ હોવાથી એમણે નકકી કર્યુ હતુ કે, જીવનનું લક્ષ્‍‍ય વિજ્ઞાનને જ બનાવીશ. પાઠ્યપુસ્‍તકોની સાથે-સાથે કોલેજ લાઇબ્રેરીમાં મોટા-મોટા ગ્રંથો વાંચતા હતા. તેઓ પોતાની એક પણ ક્ષણ વ્‍યર્થ જવા દેવા નહોતા માંગતા. પરીક્ષા પાસ કરવી તેમને માટે ગૌણ બાબત હતી પરંતુ, વિજ્ઞાનની શોધો કરવાનું તેમનું મુખ્‍ય લક્ષ્‍‍ય હતું.

તેઓ સરકારી નોકરી કરતા હોવા છતા વિજ્ઞાનની રૂચિને કારણે સંશોધન ચાલુ રાખ્‍યું ઇ.સ. ૧૯૧૭માં કલકતા વિશ્વ વિદ્યાલયમાં પ્રોફેસરની નોકરી સ્વીકારી સરકારી નોકરી માંથી રાજીનામું આપી સંપુર્ણ સમય વિજ્ઞાનને સર્મપીત કર્યો



રામન અસર શોધનો પ્રારંભ ઇ.સ. ૧૯૨૧માં થયો હતો અને શોધ પૂર્ણ થઇ હતી. ઇ.સ. ૧૯૨૮માં એ શોધ ઇન્‍ડિયન જર્નલ ઓફ ફિઝિકસ કલકતામાં સર્વપ્રથમ પ્રકાશિત થઇ હતી.

 ઇ.સ. ૧૯૩૦માં સ્‍વીઝર્લેન્ડની જયુરીએ ભૌતિક વિજ્ઞાનપદે એમને ફેલો બનાવ્યા. અમેરિકાની ફ્રેંકલીન ઇન્સ્ટિટયુટે એમને ફ્રેંકલીન પદકથી વિભૂષિત કર્યા. ૧૯૩૨માં રામન પ્રભાવની શોધને નોબલ પુરસ્‍કાર આપવામાં આવ્‍યો. સમસ્ત એશિયામાં આ પુરસ્‍કાર સર્વપ્રથમ પ્રાપ્ત કરવાનો યશ ડો. સી.વી. રામનને ફાળે જાય છે.

ડો. સી.વી.રામન વિશે વધુ માહિતી મેળવવા નીચે આપેલ તેમના ફોટા પર ક્લિક કરો.






વર્ષ ૧૯૯૯ થી નેશનલ સાયન્સ ડે ની ઉજવણી થીમ આધારીત કરવામાં આવે છે. વર્ષ ૧૯૯૯માં "અવર ચેન્જીંગ અર્થ", વર્ષ ૨૦૦૧માં " વિજ્ઞાન શિક્ષણ માટે ઈન્ફોર્મેશન ટેક્નોલોજીનો ઉપયોગ", વર્ષ ૨૦૦૩માં " ૫૦ વર્ષ ડીએનએ ના અને ૨૫ વર્ષ આઈ.વી.એફ ના - જીવનની રૂપરેખા", વર્ષ ૨૦૦૯માં " વિજ્ઞાનની વિકસતી ક્ષિતીજો", વર્ષ ૨૦૧૫માં "રાષ્ટ્ર નિર્માણમાં વિજ્ઞાનનો ઉપયોગ" તથા વર્ષ ૨૦૧૮માં " ઉજ્વળ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ" જેવી વિવિધ વિષયોની થીમ ૫ર નેશનલ સાયન્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે.



અવકાશ વિજ્ઞાન ક્ષેત્રમાં આજે ભારત વિશ્વના કેટલાક એવા દેશોમાં શામેલ છે, જેમકે ચંદ્રયાન અને મંગલ્યાનની સફળતા સહિત સીએઆરએન અને થર્ટી મીટર ટેલિસ્કોપ જેવા ઘણા આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સમાં સક્રિય ભાગીદારી કરીને વિજ્ andાન અને તકનીકીમાં તેની સંભાવના દર્શાવી છે.

આ દિવસે વિવિધ શાળાઓ, કોલેજો તથા યુનિવર્સિટીઓમાં વિજ્ઞાનને લગતા વિવિધ પ્રોજેક્ટસનું પ્રદર્શન યોજવામાં આવે છે. આ ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા રેડીયો-ટીવી પર વિવિધ કાર્યક્રમો પ્રસારીત કરવામાં આવે છે તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા વિજ્ઞાનને લગતી ચર્ચાઓ, સાયન્સ ક્વિઝ, સાયન્સ મુવીઝ વગેરેનું ૫ણ નિદર્શન કરવામાં આવે છે.



વિક્રમ લૈંડરનું નામ ઇસરોના પુર્વ અધ્યક્ષ સ્વર્ગીય ડૉ.વિક્રમ સારાભાઇના સન્માનમાં રાખવામાં આવ્યું છે. વિક્રમ સારાભાઇને ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના જનક માનવામાં આવે છે. વિક્રમ લૈંડરનું કુલ વજન 1,471 કિલોગ્રામ છે. ચંદ્રયાન-2ને ઓબિર્ટર, વિક્રમ લૈંડર અને પ્રજ્ઞાન રોવર સહિત ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે.


રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2020 ની થીમ 

'વિમેન ઇન સાયન્સ (Women in Science)

ડો. ઇન્દિરા હિંંદુજા

પ્રથમ ભારતીય મહિલાઓ કે જેમણે 1986 માં ટેસ્ટ ટ્યુબ બેબીનેે જન્મ અપાવ્યો  હતો.



કલ્પના ચાવલા

અંતરીક્ષમાં જનાર પ્રથમ ભારતીય મહિલા


સુનિતા વિલિયમ્સ

ભારતીય મૂળની મહિલા અંતરીક્ષયાત્રી




આનંદીબાઈ ગોપાલરાવ જોશી ભારતની પ્રથમ મહિલા ચિકિત્સક હતી



જાનકી અમ્મલને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. તેઓ દેશના પ્રથમ મહિલા વૈજ્ઞાનિક હતા જેણે પદ્મશ્રી પ્રાપ્ત કર્યો હોય. તેમને 1977 માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. જાનકી અમ્મલે બોટનિકલ સર્વે ઓફ ઈન્ડિયાના ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું હતું.



કમલા સોહોની પ્રો.સી.વી. રમણની પ્રથમ મહિલા વિદ્યાર્થી હતી અને કમલા સોહોની પી.એચ.ડી. કરનાર પ્રથમ ભારતીય મહિલા વૈજ્ઞાનિક હતા. કમલા સોહોનીએ શોધી કાઢ્યું હતું કે છોડની દરેક પેશીઓમાં 'સાયટોક્રોમ સી' નામનું એન્ઝાઇમ જોવા મળે છે.



અસીમા ચેટર્જી રસાયણશાસ્ત્રમાં તેમના કામો માટે ખૂબ પ્રખ્યાત થયા હતા. અસીમા ચેટર્જી 1936 માં કેમેસ્ટ્રી વિષયમાં કોલકાતાની સ્કોટિશ ચર્ચ કોલેજમાંથી સ્નાતક થયા હતા. એન્ટી-ઇપીલેપ્ટિક (વાઈના હુમલા) અને એન્ટી મેલેરિયાની દવાઓ એસિમા ચેટર્જી દ્વારા વિકસાવવામાં આવી હતી. અસીમા ચેટર્જી પણ કેન્સર સંબંધિત સંશોધનમાં સામેલ હતા. 




મિશન ગગનયાનનું સુકાન મહિલા વૈજ્ઞાનિક ડૉ. લલિથાબિંકા સંભાળશે

ડૉ. લલિથાબિંકા રોકેટ એન્જીનિયર તરીકે 30 વર્ષથી ઈસરોમાં કાર્યરત છે


આ ISROની રોકેટ વુમન છે, જેમણે ચંદ્ર પર ભારતની કામયાબીના સપનાને સાચુ કર્યું છે. ભારતના આ સપના માટે બંને મહિલાઓએ રાત-દિવસ એક કરી દીધા છે. જેમાં પહેલી મહિલાનું નામ છે મુથય્યા વનીથા જે મિશનની પ્રોજેક્ટ ડાયરેક્ટર છે. જ્યારે બીજી મહિલા રિતુ કરિધલ છે, જે ચંદ્રયાન-2ની મિશન ડાયરેક્ટર છે.




સામાન્ય વિજ્ઞાન વિશેના પ્રશ્નોની ફાઇલ માટે અહી ક્લિક કરો.

વિજ્ઞાન દિન નિમિત્તે બાળકોને ક્વીઝ રમાડવા માટેની રાઉન્ડ મુજબની ફાઇલ માટે અહી ક્લિક કરો.

સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નોની ફાઇલ માટે અહી ક્લિક કરો.


24 February, 2021

રવિશંકર મહારાજ જીવન પરિચય (Ravishankar Maharaj)

 રવિશંકર મહારાજ

(ગુજરાતના 'બીજા ગાંધી, મુઠ્ઠી ઊંચેરો માનવી, કરોડપતિ ભિખારી)





જન્મતારીખ: 25 ફેબ્રુઆરી 1884

જન્મસ્થળ: રઢુ, ખેડા, ગુજરાતી

પુરુ નામ:  રવિશંકર પિતાંબર વ્યાસ

ઉપનામ:  ગુજરાતના 'બીજા ગાંધી' મુઠ્ઠી ઊંચેરો માનવી, 

                કરોડપતિ ભિખારી, ગુજરાતના દાદા,

પિતાનું નામ: પિતાંબર શીવરામ વ્યાસ

માતાનું નામ: નાથીબા

અવશાન:  1 જુલાઇ 1984 (બોરસદ- ગુજરાત)

બૃહદમુંબઈથી મહાગુજરાત અને મહાગુજરાતથી સ્વર્ણિમ ગુજરાત બનવા ભણીની પાંચ દાયકાની સફર ગુજરાતે પૂર્ણ કરી છે, ત્યારે ગુજરાત રાજ્યની સ્થાપના જેમના હસ્તે થઇ હતી તેવા પૂજ્ય રવિશંકર મહારાજ અંગેની કેટલીક માહિતી આજે તેમની જન્મ જયંતિએ આપણે મેળવીશું.

રવિશંકર વ્યાસ  એ ગુજરાતના ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક હતાં.. તેમના સમાજપયોગી કાર્યોને કારણે તેઓ પૂજ્ય રવિશંકર મહારાજ તરીકે ઓળખાયા. 

 તેઓ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના શરૂઆતી કાળના અંતેવાસી હતાં. ૧૯૨૦ અને ૧૯૩૦ ના દશકમાં તેમણે નરહરી પરીખ અને મોહનલાલ પંડ્યા જેવા સહયોગીઓ સાથે મળીને ગુજરાતમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનું આયોજન કર્યું હતું.

ગુજરાતના બીજા ગાંધી એટલે રવિશંકર મહારાજ

તેમનો જન્મ ખેડા જિલ્લાના રઢુ ગામે (મોસાળમાં) મહાશિવરાત્રીના દિવસે (25 ફેબ્રુઆરી-1884)  થયો હતો. 

 તેમના કુટુંબનું વતન મહેમદાવાદ નજીકના સરસવણી હતું


 ૧૯૨૦ અને ૧૯૩૦ ના દશકમાં તેમણે નરહરી પરીખ અને મોહનલાલ પંડ્યા જેવા સહયોગીઓ સાથે મળીને ગુજરાતમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનું આયોજન કર્યું હતું.

છઠ્ઠા ધોરણનું શિક્ષણ મેળવ્યા પછી તેમણે તેમના પિતાને ખેતીમાં મદદ કરવા માટે અભ્યાસ અધૂરો મૂક્યો હતો.

તેઓએ આજીવન સમાજસેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું. સતત ચાલતા રહેલા સાચા સંત, મુઠ્ઠી ઊંચેરો માનવી, કરોડપતિ ભિખારી, ગુજરાતના બીજા ગાંધી, મૂક સેવક વગેરે ઉપનામોથી તેમને નવાજવામાં આવ્યા છે.


ગુજરાત રાજ્યની સ્થાપના તેમના વરદ હસ્તે કરવામાં આવી હતી.

જીવન ઝરમર
- નાની ઉમ્મરથી જ ગાંધીજીના પ્રભાવમાં આવી દેશ અને સમાજ સેવામાં જોડાયા
- 1920 – સુણાવમાં રાષ્ટ્રીય શાળની સ્થાપના, આચાર્યથી માંડી પટાઅવાળા સુધીની ફરજ બજાવતા
- 1921 – મકાન અને જમીન વેચીને રાષ્ટ્રસેવામાં આપવા પત્ની સંમત ન થતાં મિલ્કત પરના બધા હક છોડી જીવન દેશને સમર્પિત
- 1923 – બોરસદ સત્યાગ્રહ , હૈડીયા વેરા નહીં ભરવાની ગામે ગામ ઝુંબેશ
- 1926 – બારડોલી સત્યાગ્રહ , છ મહીના જેલવાસ
- 1930 – દાંડી કૂચ માં ભાગ લેવા માટે 2 વર્ષ જેલવાસ
- 1942 - ભારત છોડો ચળવળમાં ભાગ અને અમદાવાદમાં કોમી હુલ્લડોમાં રચનાત્મક ભાગ , જેલવાસ
- જેલમાં ગામઠી ગીતા સમજાવતા
- આઝાદી મળ્યા બાદ સમાજ સુધારણાના કામોમાં કાર્યરત
- બહારવટિયાઓને સુધારવાનું કામ જાનના જોખમે કર્યું હતું
- 1955 થી 1958 વચ્ચે 71 વર્ષની ઉમ્મરે ભૂદાન માટે 6000 કિલોમીટર ચાલ્યા હતા.
- 1920 માં પગરખાં ચોરાયા ત્યારથી પગરખાંનો ત્યાગ કર્યો હતો !
- આખી જિંદગી જમવામાં માત્ર એક જ ટંક અને તે ય માત્ર ખીચડી !
- પોતાને માટે રૂપીયો પણ ન વાપરનાર આ વ્યક્તિએ કરોડો રૂપીયા અને કિંમતી જમીનોના દાન મેળવ્યા હતા
- 1960 1 લી મે – ગુજરાત રાજ્યની સ્થાપના તેમના શુભ હસ્તે કરવામાં આવી
- 1984 સુધી જે કોઇ ગુજરાતના મુખ્યમંત્રી બને તે સોગંદવિધિ બાદ તરત જ મહારાજના આશીર્વાદ લેવા જતા તેવી પ્રણાલી હતી
- 1975 – કટોકટીનો વિરોધ

રચનાઓ
- મહારાજની વાતો
- વાત્સલ્યમૂર્તિ રવિશંકર મહારાજ – યશવંત શુકલ
- માણસાઇના દીવા – ઝવેરચંદ મેઘાણી ( આ પુસ્તકનું અનેક ભાષાઓમાં ભાષાંતર થયું છે. )

-પન્નાલાલ પટેલે પણ તેમના જીવન પર જેને જીવી જાણ્યું (૧૯૮૪) નવલકથા લખી છે.



સન્માન
- ભારત સરકારના ટપાલ ખાતા તરફથી તેમના માનમાં 1984માં ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી  હતી.

. વિકસતી જાતિ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન ­દાન કરનાર વ્યક્તિને સામાજીક કાર્ય માટે  ૧ લાખનો રવિશંકર મહારાજ પુરસ્કાર ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા તેમના સન્માનમાં અપાય છે


નાની ઉમરથી જ ગાંધીજીના પ્રભાવમાં આવી દેશ અને સમાજ સેવામાં ડગ માંડયા હતા.

૧૯૨૦માં સુણાવમાં રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરી આચાર્યથી માંડી પટ્ટાવાળા સુધીની ફરજ બજાવી હતી.

૧૯૨૩માં બોરસદ સત્યાગ્રહ સહીત વેરા નહિ ભરવાની ગામે ગામ ઝુબેશ ઉપાડી હતી

૧૯૨૬માં બારડોલી સત્યાગ્રહ, ૧૯૩૦માં દાંડી કૂચમાં ભાગ લીધો હતો.તો ૧૯૪૨માં ભારત છોડો ચળવળમાં પણ આગેવાની કરી હતી

આ બધા સત્યાગ્રહો અને ચળવળમાં તેઓએ જેલવાસ પણ ભોગવ્યો હતો.જેલવાસ દરમ્યાન તેઓ ગામઠી ગીતા સમજાવતા હતા. 

૧૯૨૦માં રવિશંકર મહારાજના જ્યારથી પગરખા ચોરાયા, ત્યારથી તેઓએ પગરખાનો ત્યાગ કર્યો હતો

આખી જિંદગી જમવામાં માત્ર એક જ ટંક ભોજન લેતા અને તે પણ માત્ર લુખ્ખી ખીચડી.

 પોતાને માટે રૂપીયો પણ ન વાપરનાર આ વ્યક્તિએ કરોડો રૂપીયા અને કિંમતી જમીનોના દાન મેળવ્યા હતા અને તે કારણે જ 'કરોડપતિ ભિખારી' જેવું ઉપનામ પણ તેમને મળ્યું.

પહેલી મે ૧૯૬૦ના દિવસે ગુજરાત રાજયની સ્થાપના તેમના હસ્તે કરવામાં આવી હતી.આ બાદ ૧૯૮૪ સુધી જે કોઇ ગુજરાતના મુખ્યમંત્રી બને તે સોંગદ વિધિ બાદ તુરંતજ મહારાજના આશીર્વાદ લેવા જતા તેવી પ્રણાલી થઇ હતી

૭૧ વર્ષની ઉંમરે ૧૯૫૫ થી ૧૯૫૮ દરમ્યાન ભૂદાન માટે ૬,૦૦૦ કિલોમીટર ચાલ્યા હતા.

૪ એપ્રિલ ૧૯૭૦માં સોમનાથ ખાતે સરદાર વલ્લભભાઇની પ્રતિમાનુ ઉદ્દ્યાટન પણ રવિશંકર મહારાજે કર્યુ હતુ.

રવિશંકર મહારાજના સમાજ સુધારણા કાર્ય પર ગુજરાતી લેખક ઝવેરચંદ મેઘાણીએ માણસાઈના દીવા નામની નવલકથા લખી હતી, જેને ગુજરાતી વાચકોએ ખૂબ પસંદ કરી હતી. પન્નાલાલ પટેલે પણ તેમના જીવન પર જેને જીવી જાણ્યું (૧૯૮૪) નવલકથા લખી છે.


રવિશંકર મહારાજનાં જીવનઉપયોગી ભાથાં સમાન સૂત્રો

ભેગાં મળીને જીવે તે ગામડાંની સંસ્કૃતિ અને ભેગું કરીને જીવે તે શહેરની સંસ્કૃતિ

ઘસાઈને ઉજળા થઈએ બીજાના ખપમાં આવીએ

પ્રતિષ્ઠા કોઈની આપી અપાતી નથી તે તો કર્તવ્ય પાલનમાંથી નીપજે છે


હાલમાં ગુજરાત સરકાર દ્વારા નવા અભ્યાસક્રમમાં ધોરણ 6 ના ગુજરાતીના પાઠ્ય પુસ્તકમાં રવિશંકર મહારજનું જીવન ચરિત્ર ભણાવવામાં આવે છે.

૧ જુલાઇ ૧૯૮૪ના દિવસે ૧૦૦ વર્ષની ઉંમરે બોરસદ ખાતે તેમનું અવસાન થયું