મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

26 February, 2021

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (National Science Day)

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (National Science Day)

28 ફેબ્રુઆરી


ટચૂકડા મોબાઇલ ફોન કે લેપટોપને ઈન્ટરનેટ મારફતે જોડીને ઘરમાં બેસીને દુનિયાના કોઇ પણ ખૂણે રહેતા સ્વજન સાથે વાત કરતી વખતે કે નેટ બેંન્કિંગ મારફતે ઓનલાઈન ખરીદી કરતી વખતે કે ભવિષ્યમાં થનારા સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણની માહિતી વિષે અખબારોમાં વાંચતી વખતે કયારેય આપણને વિજ્ઞાનનું મહત્વ સમજાયું છે ખરૂ? આપણો જવાબ હશે "ના", 

રોજિંદા જીવનમાં વણાઇ ગયેલા વિજ્ઞાનની ઉપયોગિતા અંગે લોકોને જાગૃત કરવા માટે સમગ્ર દેશમાં 28 ફેબ્રુઆરીને "રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ" તરીકે ઉજવવામાં આવે છે.



વિજ્ઞાન આપણા રોજિંદા જીવનનો એક મહત્વનો ભાગ છે. આપણા હાથમાં રહેલા અવનવા ગેજેટ્સથી લઈને અવકાશ વિજ્ઞાન સુધીની સતત વિકસતી ટેક્નૉલોજીએ વિજ્ઞાનની અને માનવ જીવનના સતત પ્રયત્નોની સમગ્ર માનવ સમુદાયને મળેલી ભેટ છે.

૨૮ મી ફેબ્રુઆરી ૧૯૨૮માં કલકત્તાની ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ફોર ધ કલ્ટિવેશન ઓફ સાયન્સ ખાતે ભારતીય વૈજ્ઞાનિક સર ચંદ્રશેખર વેંકટ રામને અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે પ્રકાશના કિરણોની અલગ અલગ તરંગ લંબાઈ પર વિખેરાઈ જવાની પ્રકીયાનું ખુબ જ બારીકાઈથી અવલોકન કરી તેને લોકો સમક્ષ મુકી હતી. જે શોધ ને તેમના નામ પરથી 'રામન ઈફેક્ટ' તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ ૧૯૩૦માં આ નોંધપાત્ર શોધ માટે તેમને નોબેલ પુરસ્કાર મળ્યો હતો. ભારતમાં જ સંશોધન કાર્ય કરીને નોબલ પુરસ્‍કાર મેળવનાર પ્રો. રામન એક માત્ર ભારતીય વૈજ્ઞાનિક હતા. તેમની શોધ પરથી વધુને વધુ બાળકો અને યુવાનોને પ્રેરણા મળે તેવા શુભાશયથી સરકારશ્રી દ્વારા દર વર્ષે નેશનલ સાયન્સ ડે ઉજવવામાં આવે છે.



રાષ્ટ્રીય  વિજ્ઞાન દિવસનો મૂળ ઉદ્દેશ વિદ્યાર્થીઓને  વિજ્ઞાન તરફ આકર્ષિત કરવા અને પ્રોત્સાહિત કરવાનો છે અને જનતાને  વિજ્ઞાનઅને  વૈજ્ઞાનિક સિદ્ધિઓ વિશે જાગૃત કરવાનો છે. આ દિવસે, તમામ  વિજ્ઞાન સંસ્થાઓ, જેમ કે રાષ્ટ્રીય અને અન્ય  વિજ્ઞાન પ્રયોગશાળાઓ,  વિજ્ઞાન અકાદમીઓ, શાળાઓ અને કોલેજો અને તાલીમ સંસ્થાઓમાં વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓથી સંબંધિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મહત્વપૂર્ણ ઘટનાઓમાં વૈજ્ઞાનિકોના વ્યાખ્યાન, નિબંધ, લેખન,વિજ્ઞાન ક્વિઝ, વિજ્ઞાન પ્રદર્શન, અને સેમિનાર વગેરેનો સમાવેશ થાય છે. વિજ્ઞાનની લોકપ્રિયતા વધારવા માટે રાષ્ટ્રીય અને અન્ય એવોર્ડની પણ જાહેરાત કરવામાં આવે છે. વિજ્ઞાનની લોકપ્રિયતા વધારવા માટે વિશેષ ઇનામો પણ મૂકવામાં આવ્યા છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ દેશમાં વિજ્ઞાનની સતત પ્રગતિ માટે હાકલ કરે છે.



ડો. ચંદ્રશેખર વેંકટરામનનો (ડો. સી.વી.રામન) જન્મ ૭મી નવેમ્‍બર, ૧૮૮૮માં તામિલનાડુમાં ત્રિચિનાપલ્લી પાસે થિરૂવનાઇકકાવલ ગામમાં થયો હતો. નાનપણથી જ વિજ્ઞાન પ્રત્યે વિશેષ રુચિ હોવાથી એમણે નકકી કર્યુ હતુ કે, જીવનનું લક્ષ્‍‍ય વિજ્ઞાનને જ બનાવીશ. પાઠ્યપુસ્‍તકોની સાથે-સાથે કોલેજ લાઇબ્રેરીમાં મોટા-મોટા ગ્રંથો વાંચતા હતા. તેઓ પોતાની એક પણ ક્ષણ વ્‍યર્થ જવા દેવા નહોતા માંગતા. પરીક્ષા પાસ કરવી તેમને માટે ગૌણ બાબત હતી પરંતુ, વિજ્ઞાનની શોધો કરવાનું તેમનું મુખ્‍ય લક્ષ્‍‍ય હતું.

તેઓ સરકારી નોકરી કરતા હોવા છતા વિજ્ઞાનની રૂચિને કારણે સંશોધન ચાલુ રાખ્‍યું ઇ.સ. ૧૯૧૭માં કલકતા વિશ્વ વિદ્યાલયમાં પ્રોફેસરની નોકરી સ્વીકારી સરકારી નોકરી માંથી રાજીનામું આપી સંપુર્ણ સમય વિજ્ઞાનને સર્મપીત કર્યો



રામન અસર શોધનો પ્રારંભ ઇ.સ. ૧૯૨૧માં થયો હતો અને શોધ પૂર્ણ થઇ હતી. ઇ.સ. ૧૯૨૮માં એ શોધ ઇન્‍ડિયન જર્નલ ઓફ ફિઝિકસ કલકતામાં સર્વપ્રથમ પ્રકાશિત થઇ હતી.

 ઇ.સ. ૧૯૩૦માં સ્‍વીઝર્લેન્ડની જયુરીએ ભૌતિક વિજ્ઞાનપદે એમને ફેલો બનાવ્યા. અમેરિકાની ફ્રેંકલીન ઇન્સ્ટિટયુટે એમને ફ્રેંકલીન પદકથી વિભૂષિત કર્યા. ૧૯૩૨માં રામન પ્રભાવની શોધને નોબલ પુરસ્‍કાર આપવામાં આવ્‍યો. સમસ્ત એશિયામાં આ પુરસ્‍કાર સર્વપ્રથમ પ્રાપ્ત કરવાનો યશ ડો. સી.વી. રામનને ફાળે જાય છે.

ડો. સી.વી.રામન વિશે વધુ માહિતી મેળવવા નીચે આપેલ તેમના ફોટા પર ક્લિક કરો.






વર્ષ ૧૯૯૯ થી નેશનલ સાયન્સ ડે ની ઉજવણી થીમ આધારીત કરવામાં આવે છે. વર્ષ ૧૯૯૯માં "અવર ચેન્જીંગ અર્થ", વર્ષ ૨૦૦૧માં " વિજ્ઞાન શિક્ષણ માટે ઈન્ફોર્મેશન ટેક્નોલોજીનો ઉપયોગ", વર્ષ ૨૦૦૩માં " ૫૦ વર્ષ ડીએનએ ના અને ૨૫ વર્ષ આઈ.વી.એફ ના - જીવનની રૂપરેખા", વર્ષ ૨૦૦૯માં " વિજ્ઞાનની વિકસતી ક્ષિતીજો", વર્ષ ૨૦૧૫માં "રાષ્ટ્ર નિર્માણમાં વિજ્ઞાનનો ઉપયોગ" તથા વર્ષ ૨૦૧૮માં " ઉજ્વળ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ" જેવી વિવિધ વિષયોની થીમ ૫ર નેશનલ સાયન્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે.



અવકાશ વિજ્ઞાન ક્ષેત્રમાં આજે ભારત વિશ્વના કેટલાક એવા દેશોમાં શામેલ છે, જેમકે ચંદ્રયાન અને મંગલ્યાનની સફળતા સહિત સીએઆરએન અને થર્ટી મીટર ટેલિસ્કોપ જેવા ઘણા આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સમાં સક્રિય ભાગીદારી કરીને વિજ્ andાન અને તકનીકીમાં તેની સંભાવના દર્શાવી છે.

આ દિવસે વિવિધ શાળાઓ, કોલેજો તથા યુનિવર્સિટીઓમાં વિજ્ઞાનને લગતા વિવિધ પ્રોજેક્ટસનું પ્રદર્શન યોજવામાં આવે છે. આ ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા રેડીયો-ટીવી પર વિવિધ કાર્યક્રમો પ્રસારીત કરવામાં આવે છે તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા વિજ્ઞાનને લગતી ચર્ચાઓ, સાયન્સ ક્વિઝ, સાયન્સ મુવીઝ વગેરેનું ૫ણ નિદર્શન કરવામાં આવે છે.



વિક્રમ લૈંડરનું નામ ઇસરોના પુર્વ અધ્યક્ષ સ્વર્ગીય ડૉ.વિક્રમ સારાભાઇના સન્માનમાં રાખવામાં આવ્યું છે. વિક્રમ સારાભાઇને ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના જનક માનવામાં આવે છે. વિક્રમ લૈંડરનું કુલ વજન 1,471 કિલોગ્રામ છે. ચંદ્રયાન-2ને ઓબિર્ટર, વિક્રમ લૈંડર અને પ્રજ્ઞાન રોવર સહિત ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે.


રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2020 ની થીમ 

'વિમેન ઇન સાયન્સ (Women in Science)

ડો. ઇન્દિરા હિંંદુજા

પ્રથમ ભારતીય મહિલાઓ કે જેમણે 1986 માં ટેસ્ટ ટ્યુબ બેબીનેે જન્મ અપાવ્યો  હતો.



કલ્પના ચાવલા

અંતરીક્ષમાં જનાર પ્રથમ ભારતીય મહિલા


સુનિતા વિલિયમ્સ

ભારતીય મૂળની મહિલા અંતરીક્ષયાત્રી




આનંદીબાઈ ગોપાલરાવ જોશી ભારતની પ્રથમ મહિલા ચિકિત્સક હતી



જાનકી અમ્મલને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. તેઓ દેશના પ્રથમ મહિલા વૈજ્ઞાનિક હતા જેણે પદ્મશ્રી પ્રાપ્ત કર્યો હોય. તેમને 1977 માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. જાનકી અમ્મલે બોટનિકલ સર્વે ઓફ ઈન્ડિયાના ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું હતું.



કમલા સોહોની પ્રો.સી.વી. રમણની પ્રથમ મહિલા વિદ્યાર્થી હતી અને કમલા સોહોની પી.એચ.ડી. કરનાર પ્રથમ ભારતીય મહિલા વૈજ્ઞાનિક હતા. કમલા સોહોનીએ શોધી કાઢ્યું હતું કે છોડની દરેક પેશીઓમાં 'સાયટોક્રોમ સી' નામનું એન્ઝાઇમ જોવા મળે છે.



અસીમા ચેટર્જી રસાયણશાસ્ત્રમાં તેમના કામો માટે ખૂબ પ્રખ્યાત થયા હતા. અસીમા ચેટર્જી 1936 માં કેમેસ્ટ્રી વિષયમાં કોલકાતાની સ્કોટિશ ચર્ચ કોલેજમાંથી સ્નાતક થયા હતા. એન્ટી-ઇપીલેપ્ટિક (વાઈના હુમલા) અને એન્ટી મેલેરિયાની દવાઓ એસિમા ચેટર્જી દ્વારા વિકસાવવામાં આવી હતી. અસીમા ચેટર્જી પણ કેન્સર સંબંધિત સંશોધનમાં સામેલ હતા. 




મિશન ગગનયાનનું સુકાન મહિલા વૈજ્ઞાનિક ડૉ. લલિથાબિંકા સંભાળશે

ડૉ. લલિથાબિંકા રોકેટ એન્જીનિયર તરીકે 30 વર્ષથી ઈસરોમાં કાર્યરત છે


આ ISROની રોકેટ વુમન છે, જેમણે ચંદ્ર પર ભારતની કામયાબીના સપનાને સાચુ કર્યું છે. ભારતના આ સપના માટે બંને મહિલાઓએ રાત-દિવસ એક કરી દીધા છે. જેમાં પહેલી મહિલાનું નામ છે મુથય્યા વનીથા જે મિશનની પ્રોજેક્ટ ડાયરેક્ટર છે. જ્યારે બીજી મહિલા રિતુ કરિધલ છે, જે ચંદ્રયાન-2ની મિશન ડાયરેક્ટર છે.




સામાન્ય વિજ્ઞાન વિશેના પ્રશ્નોની ફાઇલ માટે અહી ક્લિક કરો.

વિજ્ઞાન દિન નિમિત્તે બાળકોને ક્વીઝ રમાડવા માટેની રાઉન્ડ મુજબની ફાઇલ માટે અહી ક્લિક કરો.

સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નોની ફાઇલ માટે અહી ક્લિક કરો.


No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work