મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

24 February, 2021

રવિશંકર મહારાજ જીવન પરિચય (Ravishankar Maharaj)

 રવિશંકર મહારાજ

(ગુજરાતના 'બીજા ગાંધી, મુઠ્ઠી ઊંચેરો માનવી, કરોડપતિ ભિખારી)





જન્મતારીખ: 25 ફેબ્રુઆરી 1884

જન્મસ્થળ: રઢુ, ખેડા, ગુજરાતી

પુરુ નામ:  રવિશંકર પિતાંબર વ્યાસ

ઉપનામ:  ગુજરાતના 'બીજા ગાંધી' મુઠ્ઠી ઊંચેરો માનવી, 

                કરોડપતિ ભિખારી, ગુજરાતના દાદા,

પિતાનું નામ: પિતાંબર શીવરામ વ્યાસ

માતાનું નામ: નાથીબા

અવશાન:  1 જુલાઇ 1984 (બોરસદ- ગુજરાત)

બૃહદમુંબઈથી મહાગુજરાત અને મહાગુજરાતથી સ્વર્ણિમ ગુજરાત બનવા ભણીની પાંચ દાયકાની સફર ગુજરાતે પૂર્ણ કરી છે, ત્યારે ગુજરાત રાજ્યની સ્થાપના જેમના હસ્તે થઇ હતી તેવા પૂજ્ય રવિશંકર મહારાજ અંગેની કેટલીક માહિતી આજે તેમની જન્મ જયંતિએ આપણે મેળવીશું.

રવિશંકર વ્યાસ  એ ગુજરાતના ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક હતાં.. તેમના સમાજપયોગી કાર્યોને કારણે તેઓ પૂજ્ય રવિશંકર મહારાજ તરીકે ઓળખાયા. 

 તેઓ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના શરૂઆતી કાળના અંતેવાસી હતાં. ૧૯૨૦ અને ૧૯૩૦ ના દશકમાં તેમણે નરહરી પરીખ અને મોહનલાલ પંડ્યા જેવા સહયોગીઓ સાથે મળીને ગુજરાતમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનું આયોજન કર્યું હતું.

ગુજરાતના બીજા ગાંધી એટલે રવિશંકર મહારાજ

તેમનો જન્મ ખેડા જિલ્લાના રઢુ ગામે (મોસાળમાં) મહાશિવરાત્રીના દિવસે (25 ફેબ્રુઆરી-1884)  થયો હતો. 

 તેમના કુટુંબનું વતન મહેમદાવાદ નજીકના સરસવણી હતું


 ૧૯૨૦ અને ૧૯૩૦ ના દશકમાં તેમણે નરહરી પરીખ અને મોહનલાલ પંડ્યા જેવા સહયોગીઓ સાથે મળીને ગુજરાતમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનું આયોજન કર્યું હતું.

છઠ્ઠા ધોરણનું શિક્ષણ મેળવ્યા પછી તેમણે તેમના પિતાને ખેતીમાં મદદ કરવા માટે અભ્યાસ અધૂરો મૂક્યો હતો.

તેઓએ આજીવન સમાજસેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું. સતત ચાલતા રહેલા સાચા સંત, મુઠ્ઠી ઊંચેરો માનવી, કરોડપતિ ભિખારી, ગુજરાતના બીજા ગાંધી, મૂક સેવક વગેરે ઉપનામોથી તેમને નવાજવામાં આવ્યા છે.


ગુજરાત રાજ્યની સ્થાપના તેમના વરદ હસ્તે કરવામાં આવી હતી.

જીવન ઝરમર
- નાની ઉમ્મરથી જ ગાંધીજીના પ્રભાવમાં આવી દેશ અને સમાજ સેવામાં જોડાયા
- 1920 – સુણાવમાં રાષ્ટ્રીય શાળની સ્થાપના, આચાર્યથી માંડી પટાઅવાળા સુધીની ફરજ બજાવતા
- 1921 – મકાન અને જમીન વેચીને રાષ્ટ્રસેવામાં આપવા પત્ની સંમત ન થતાં મિલ્કત પરના બધા હક છોડી જીવન દેશને સમર્પિત
- 1923 – બોરસદ સત્યાગ્રહ , હૈડીયા વેરા નહીં ભરવાની ગામે ગામ ઝુંબેશ
- 1926 – બારડોલી સત્યાગ્રહ , છ મહીના જેલવાસ
- 1930 – દાંડી કૂચ માં ભાગ લેવા માટે 2 વર્ષ જેલવાસ
- 1942 - ભારત છોડો ચળવળમાં ભાગ અને અમદાવાદમાં કોમી હુલ્લડોમાં રચનાત્મક ભાગ , જેલવાસ
- જેલમાં ગામઠી ગીતા સમજાવતા
- આઝાદી મળ્યા બાદ સમાજ સુધારણાના કામોમાં કાર્યરત
- બહારવટિયાઓને સુધારવાનું કામ જાનના જોખમે કર્યું હતું
- 1955 થી 1958 વચ્ચે 71 વર્ષની ઉમ્મરે ભૂદાન માટે 6000 કિલોમીટર ચાલ્યા હતા.
- 1920 માં પગરખાં ચોરાયા ત્યારથી પગરખાંનો ત્યાગ કર્યો હતો !
- આખી જિંદગી જમવામાં માત્ર એક જ ટંક અને તે ય માત્ર ખીચડી !
- પોતાને માટે રૂપીયો પણ ન વાપરનાર આ વ્યક્તિએ કરોડો રૂપીયા અને કિંમતી જમીનોના દાન મેળવ્યા હતા
- 1960 1 લી મે – ગુજરાત રાજ્યની સ્થાપના તેમના શુભ હસ્તે કરવામાં આવી
- 1984 સુધી જે કોઇ ગુજરાતના મુખ્યમંત્રી બને તે સોગંદવિધિ બાદ તરત જ મહારાજના આશીર્વાદ લેવા જતા તેવી પ્રણાલી હતી
- 1975 – કટોકટીનો વિરોધ

રચનાઓ
- મહારાજની વાતો
- વાત્સલ્યમૂર્તિ રવિશંકર મહારાજ – યશવંત શુકલ
- માણસાઇના દીવા – ઝવેરચંદ મેઘાણી ( આ પુસ્તકનું અનેક ભાષાઓમાં ભાષાંતર થયું છે. )

-પન્નાલાલ પટેલે પણ તેમના જીવન પર જેને જીવી જાણ્યું (૧૯૮૪) નવલકથા લખી છે.



સન્માન
- ભારત સરકારના ટપાલ ખાતા તરફથી તેમના માનમાં 1984માં ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી  હતી.

. વિકસતી જાતિ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન ­દાન કરનાર વ્યક્તિને સામાજીક કાર્ય માટે  ૧ લાખનો રવિશંકર મહારાજ પુરસ્કાર ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા તેમના સન્માનમાં અપાય છે


નાની ઉમરથી જ ગાંધીજીના પ્રભાવમાં આવી દેશ અને સમાજ સેવામાં ડગ માંડયા હતા.

૧૯૨૦માં સુણાવમાં રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરી આચાર્યથી માંડી પટ્ટાવાળા સુધીની ફરજ બજાવી હતી.

૧૯૨૩માં બોરસદ સત્યાગ્રહ સહીત વેરા નહિ ભરવાની ગામે ગામ ઝુબેશ ઉપાડી હતી

૧૯૨૬માં બારડોલી સત્યાગ્રહ, ૧૯૩૦માં દાંડી કૂચમાં ભાગ લીધો હતો.તો ૧૯૪૨માં ભારત છોડો ચળવળમાં પણ આગેવાની કરી હતી

આ બધા સત્યાગ્રહો અને ચળવળમાં તેઓએ જેલવાસ પણ ભોગવ્યો હતો.જેલવાસ દરમ્યાન તેઓ ગામઠી ગીતા સમજાવતા હતા. 

૧૯૨૦માં રવિશંકર મહારાજના જ્યારથી પગરખા ચોરાયા, ત્યારથી તેઓએ પગરખાનો ત્યાગ કર્યો હતો

આખી જિંદગી જમવામાં માત્ર એક જ ટંક ભોજન લેતા અને તે પણ માત્ર લુખ્ખી ખીચડી.

 પોતાને માટે રૂપીયો પણ ન વાપરનાર આ વ્યક્તિએ કરોડો રૂપીયા અને કિંમતી જમીનોના દાન મેળવ્યા હતા અને તે કારણે જ 'કરોડપતિ ભિખારી' જેવું ઉપનામ પણ તેમને મળ્યું.

પહેલી મે ૧૯૬૦ના દિવસે ગુજરાત રાજયની સ્થાપના તેમના હસ્તે કરવામાં આવી હતી.આ બાદ ૧૯૮૪ સુધી જે કોઇ ગુજરાતના મુખ્યમંત્રી બને તે સોંગદ વિધિ બાદ તુરંતજ મહારાજના આશીર્વાદ લેવા જતા તેવી પ્રણાલી થઇ હતી

૭૧ વર્ષની ઉંમરે ૧૯૫૫ થી ૧૯૫૮ દરમ્યાન ભૂદાન માટે ૬,૦૦૦ કિલોમીટર ચાલ્યા હતા.

૪ એપ્રિલ ૧૯૭૦માં સોમનાથ ખાતે સરદાર વલ્લભભાઇની પ્રતિમાનુ ઉદ્દ્યાટન પણ રવિશંકર મહારાજે કર્યુ હતુ.

રવિશંકર મહારાજના સમાજ સુધારણા કાર્ય પર ગુજરાતી લેખક ઝવેરચંદ મેઘાણીએ માણસાઈના દીવા નામની નવલકથા લખી હતી, જેને ગુજરાતી વાચકોએ ખૂબ પસંદ કરી હતી. પન્નાલાલ પટેલે પણ તેમના જીવન પર જેને જીવી જાણ્યું (૧૯૮૪) નવલકથા લખી છે.


રવિશંકર મહારાજનાં જીવનઉપયોગી ભાથાં સમાન સૂત્રો

ભેગાં મળીને જીવે તે ગામડાંની સંસ્કૃતિ અને ભેગું કરીને જીવે તે શહેરની સંસ્કૃતિ

ઘસાઈને ઉજળા થઈએ બીજાના ખપમાં આવીએ

પ્રતિષ્ઠા કોઈની આપી અપાતી નથી તે તો કર્તવ્ય પાલનમાંથી નીપજે છે


હાલમાં ગુજરાત સરકાર દ્વારા નવા અભ્યાસક્રમમાં ધોરણ 6 ના ગુજરાતીના પાઠ્ય પુસ્તકમાં રવિશંકર મહારજનું જીવન ચરિત્ર ભણાવવામાં આવે છે.

૧ જુલાઇ ૧૯૮૪ના દિવસે ૧૦૦ વર્ષની ઉંમરે બોરસદ ખાતે તેમનું અવસાન થયું


No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work