ઉત્તરાયણ
14 જાન્યુઆરી
સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે.
આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે.
પરંતુ સૂર્ય ધનુ રાશી માંથી મકર રાશીમાં સ્થાનાંતર કરે છે.
ત્યારે મકરસંક્રાંતિ શરૂ થાય છે જે ૧૪ જાન્યુઆરીની આસપાસ નો સમય હોય છે.
ઇ.સ.૨૦૧૬નાં જાન્યુવારી મહિનામાં ખગોળીય દૃષ્ટીએ મકરસંક્રાંતિ ૧૪ જાન્યુવારીના
બદલે ૧૫ જાન્યવારીના દિવસે હતી
આ સમયે સૂર્ય પૃથ્વી આજુબાજુની પોતાની પરિભ્રમણ ની દિશામાં પણ પરિવર્તન કરી
થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી
આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે.
ઉત્તરાયણ નો પ્રારંભ ૨૧ થી ૨૨ ડીસેમ્બર થી થાય છે
ગુજરાતમાં આ સમયે છડેલા ધાન્યની અને તલની મિઠાઇઓ, ખાધ પદાર્થો બનાવી
અને દાન કરવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસે ઘઉં, બાજરી કે જુવારને છડીને તેનો
ખીચડો બનાવવામાં આવે છે, બહેન-દિકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી
પુણ્ય મળે છે તેવી માન્યતા ગુજરાતીઓમાં પ્રવર્તે છે આ ઉપરાંત ઘઉંની ધુધરી કરીને
ગાયોને ખવડાવવામાં આવે છે.
મકરસંક્રાંતિ એ દિવસ છે જ્યારે તમામ ઉંમરનાં લોકો હ્રદયમાં ખુશી અનુભવતા,
સુંદર વસ્ત્ર પરિધાન કરી અને વહેલી સવારથી જ પોતાના ઘરની છત અને અગાશીઓ
પર ચઢી હર્ષ અને ઉલ્લાસભેર પતંગ ઉડાડવાનો આનંદ માણે છે.
આખો દિવસ "કાપ્યો છે!" "એ કાટ્ટા!" "લપેટ લપેટ" જેવી વિવિધ
કિકિયારીઓ સાંભળવા મળે છે. આકાશ ઇન્દ્રધનુષની માફક રંગબેરંગી
પતંગો વડે છવાઇ જાય છે.
ગુજરાતીઓ આ દિવસે તલ સાંકળી (તલ અને ગોળ માંથી બનાવેલી વાનગી) અને
'ચિકી' (એક મિઠાઇ) ખુબ ખાય અને ખવડાવે છે.
લોકો આખો દિવસ પોતાની પતંગ ઉડાડવાની કલાનું અન્ય ઉડતી પતંગોને કાપીને
પ્રદર્શન કરે છે. રાત્રે પણ આ ક્રમ આનંદભેર ચાલતો રહે છે. શોખીનો રાત્રે કાળા
અંધારા આકાશમાં સફેદ પતંગો અથવા પતંગ સાથે બાંધીને 'ફાનસ'(કાગળનો દિવો) ઉડાડે છે
જેને અમદાવાદમાં 'ટુક્કલ' તરિકે ઓળખવામાં આવે છે.
મકરસંક્રાંતિનો બીજો દિવસ 'વાસી ખીહર' તરીકે મનાવાય છે.
આમ સતત બે દિવસ આ આનંદમય તહેવારની ઉજવણી ચાલે છે.
ગુજરાતનું ખંભાત પતંગનું પાટનગર છે,ત્યાં ભારતનો સૌથી મોટો પતંગનો બિઝનેશ થાય છે.
દર વર્ષે 4 કરોડ જેટલા પતંગો બનાવવામાં આવે છે. ખંભતના કારીગરો પતંગ બનાવવામાં
માહિર છે.
પતંગ માટે વાંસમાંથી ઢઢ્ઢો અને કમાન બનાવવી એ સૌથી મોટી કલા છે.
જેમ ખંભાત પતંગની બનાવટ માટે પ્રખ્યાત છે તેમ સુરત માંજા (દોરી) માટે પ્રખ્યાત છે.
સુરતીઓને આ મહારત અફઘાનના લડવૈયાઓના કારણે મળી હોવાનું માનવામાં આવે છે.
વિજ્ઞાનના પ્રયોગોથી માંડી મિલિટરી ઓપરેશન સુધીના કામોમાં પતંગ વપરાય છે.
ભારતમાં ઊડાવાતા પતંગને ફાઇટર કાઇટ કહેવામાં આવે છે કેમ કે આ પતંગ પેચ
લગાવીને એકબીજાને કાપવા માટે થાય છે.
પતંગની શોધ ચીનમાં છઠ્ઠી સદીમાં થઇ હોવાનું માનવામાં આવે છે.
સાતમી સદીમાં બૌદ્ધ સાધુઓ દ્વારા પતંગ જાપાનમાં પહોંચી. તેઓ પતંગનો ઉપયોગ
શેતાની શક્તિને ડામવા માટે અને પોતાના ફળદ્રુપ પાકને સુરક્ષિત રાખવા માટે કરતા હતાં.
જાપાનમાં પતંગને સૌથી વધુ પ્રસિદ્ધિ મળી હતી
મકર સંક્રાતિમાં મકર શબ્દ મકર રાશિનો ઉલ્લેખ કરે છે. જ્યારે કે સંક્રાતિ નો અર્થ સંક્રમણ
અર્થાત પ્રવેશ કરવો છે.
પક્ષના આધાર પર મહિનાના 2 ભાગ છે. કૃષ્ણ અને શુક્લ પક્ષ. આ જ રીતે સૂર્યના આધાર
પર વર્ષના 2 ભાગ છે. ઉત્તરાયણ અને દક્ષિણાયન. આ દિવસથી સૂર્ય ઉતરાયણ થઈ જાય છે.
ઉત્તરાયણ એટલે એ સમયથી ધરતીનો ઉત્તરી ગોળાર્ધ સૂર્ય તરફ વળી જાય છે.
તેથી ઉત્તરથી જ સૂર્ય નીકળવા માંડે છે
સૂર્ય છ મહિના ઉતરાયણ રહે છે અને છ મહિના દક્ષિણાયન. તેથી આ તહેવારને
ઉત્તરાયણના નામથી પણ ઓળખાય છે
ચંંદ્રને 27 નક્ષત્રોમાં વહેંચવામાં આવ્યુ છે. જ્યારે કે સૂર્યના પથને 12 રાશિયોમાં
વહેચવામાં આવ્યુ છે. ભારતીય જ્યોતિષમાં આ 4 સ્થિતિઓને 12 સંક્રાતિઓમાં
વહેંચવામાં આવી છે જેમાથી 4 સંક્રાતિઓ મહત્વપૂર્ણ હોય છે.
મેષ, તુલા, કર્ક અને મકર સંક્રાંતિ.
શરદીની ઋતુમાં તાપમાન ખૂબ ઓછુ રહેવાને કારણે શરીરમાં રોગ અને
બીમારી જલ્દી પ્રવેશી જાય છે આથી આ દિવસ ગોળ અને તલથી બનેલા મિષ્ટાન કે
પકવાન બનાવાય છે. ખવાય છે અને વહેંચાય પણ છે. તેમા ગરમી પેદા કરનારા તત્વો સાથે જ શરીર માટે લાભકારી પોષક પદાર્થ પણ હોય છે.
ઉત્તર ભારતમાં આ દિવસે ખિચડીનો ભોગ લગાવાય છે. ગોળ-તલ, રેવડી, ગઝકનો
પ્રસાદ વહેંચવામાં આવે છે.
મહાભારત કાળમાં ભીષ્મ પિતામહે પોતાનો દેહ ત્યાગવા માટે મકર સંક્રતિના દિવસની
જ પસંદગી કરી હતી.
મકર સંક્રાંતિના દિવસે જ ગંગાજી ભગીરથીની પાછળ પાછળ ચાલીને કપિલ મુનિના
આશ્રમથી પસાર થઈ સાગરમાં જઈને મળી હતી
મહારાજ ભગીરથે પોતાના પૂર્વજો માટે આ દિવસે તર્પણ કર્યુ હતુ તેથી મકર સંક્રાતિના
દિવસે ગંગાસાગરમાં મેળો ભરાય છે..
ભારત ના જુદા-જુદા પ્રાંતમા આ તહેવારને જુદી-જુદી રીતે ઉજવવામા આવે છે.
દરેક રાજ્યમા તેનુ નામ તેમજ તેની રીત જુદી-જુદી હોય છે.
હિમાચલ પ્રદેશ લોહડી અથવા લોહળી
પંજાબ લોહડી અથવા લોહળી
બિહાર સંક્રાંતિ
આસામ ભોગાલી બિહુ
પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા મકરસંક્રાંતિ
ગુજરાત અને રાજસ્થાન મકરસંક્રાંતિ
મહારાષ્ટ્ર સંક્રાંત
આંધ્ર પ્રદેશ તેલુગુ
તામિલ નાડું પોંગલ
કર્ણાટક સંક્રાન્થી
થાઇલેન્ડ સોંગ્ક્રાન
મ્યાનમાર થિંગયાન
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ
અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે દર વર્ષે 7 થી 14 જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમા દેશ વિદેશથી પતંગબાજો ભાગ લે છે.
વર્ષ 1989થી અમદાવાદ ખાતે પતંગ મહોત્સવ ઊજવાય રહ્યો છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતના આ પતંગ મહોત્સવને વૈશ્વિક સ્તરે ઉજવાવાનો નિર્ણય કર્યો. અને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવવાનું શરુ કર્યુ.
ગુજરાત સરકારના ટુરિઝમ દ્વારા 7 થી 14 જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન અમદાવાદ રીવરફ્રન્ટ ખાતે કરવામાં છે.
2020માં સ્ટેચ્યુ ઓફ્ યુનિટી નજીક કેવડીયામાં 31મો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો.
2021માં કોરોના મહામારીને કારણે 32મો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ રદ રાખ્યો હતો.
અમેરિકાનો ઝિલકર પતંગોત્સવ સૌથી જૂનો છે.
ફ્રાંસનો બર્ક સુ મે કાઇટ ફેસ્ટીવલ વિશ્વમાં સૌથી લોકપ્રિય પતંગોત્સવ મનાય છે.
ઉત્તરાયણે ધ્યાન રાખવાની બાબતો.
હંમેશા સુરક્ષિત જગ્યાએ ઊભા રહીને જ પતંગ ચડાવવો જોઈએ
જો શક્ય હોય તો ખુલ્લા મેદાનમાં જઈને જ પતંગબાજી કરવી જોઈએ.
જો તમે કોઈપણ ઘર કે બિલ્ડીંગની અગાસી પર પતંગ ઉડાવતા હોય તો હંમેશા ધ્યાન રાખવું કે અગાસીને ચારેબાજુ પાળ/દિવાલ બનાવેલી હોય જેથી બાળકો પડી ન જાય અને ગંભીર ઈજાઓ રોકી શકાય.
જ્યારે તમે પતંગ માટે દોરી/માંજો ખરીદવા જાઓ તો ત્યારે હંમેશા ધ્યાન રાખો કે દોરી ચાઈનીઝ ન હોય
કોઈપણ દોરીનો ઉપયોગ કરો તેનાથી આંગળી કે હાથ પર કાપા પડવાથી ઈજાઓ થઈ શકે છે.
આ ઈજા રોકવા પહેલાથી જ હાથ ઉપર બેન્ડએઈડ કે પ્લાસ્ટિકની આંગળીઓ જે બજારમાં આ સિઝનમાં બહુ આસાનીથી મળી જાય છે તે જરૂરથી પહેરવી જોઈએ અને આસપાસના બાળકોને પહેરાવવી જોઈએ.
આ દોરી આકાશમાં ઉડતા પક્ષીઓને પણ ગંભીર ઈજા પહોંચાડે છે. તેથી પતંગ 9 થી 5ના સમયમાં જ ઉડાવવાનો આગ્રહ રાખવો જોઈએ
કોઇ પક્ષી ઘવાયેલુ ધ્યાનમાં આવે તો અભિયાન કરૂણાના કંટ્રોલરૂમનો સંપર્ક કરવો.
ઘવાયેલા પક્ષીઓને બચાવવા અને તેમને સારવાર મળી રહે તેના માટે સરકારે કરૂણા અભિયાન શરૂ કર્યું છે
અભિયાન કરૂણાના કંટ્રોલરૂમનો નંબર છે. 1962
જો તમે બપોરે તડકામાં પતંગ ઉડાવતા હોય તો બધા જ ફેમિલીના મેમ્બરોએ ખાવા પીવાનું ખાસ ધ્યાન રાખવું, પાણી વધારે પીવું જેથી ડિહાઈડ્રેશનથી બચી શકાય નહીંતર ચક્કર આવી શકે છે અને તમે ઘર કે બિલ્ડીંગની છત પર હોય તો જીવલેણ અકસ્માત પણ થઈ શકે છે.
હંમેશા પતંગ એક જ જગ્યાએ રહીને ઉડાવવા જોઈએ. પતંગ પકડવા માટે અગાસી કે રોડ પર અહીં-તહીં ભાગમભાગ ન કરવું જોઈએ તથા બાળકોને પણ રોકવા જોઈએ.
ઝાડ, ઈલેક્ટ્રિક થાંભલા કે વીજતાર પર પડેલી પતંગને ઉતારવાનો પ્રયાસ કદાપિ ન કરો,
ખાસ કરીને રોડ ઉપર પતંગ પકડવા ન જવું જોઈએ. કારણ કે ઉત્તરાયણ પર રોડના વાહનો સાથે અકસ્માત વધી જાય છે.
જો તમે ટુ-વ્હીલર ચલાવતા હો તો આ દિવસે કારણ વગર બહાર ન નીકળવું અને જો જરૂરી કામ હોય તો ખાસ તકેદારી રાખવી. હંમેશા સ્લો ડ્રાઈવ કરવું જોઈએ.
- ટુ-વ્હીલર ઉપર હેલમેટ અને મફલર બાંધીને નીકળવું, આગળ કાચ કે લોખંડનું ગાર્ડ લગાવડાવી દેવું જોઈએ. જેથી દોરીના લીધે ગળા પરની ઈજાઓ રોકી શકાય. નહીંતર આ ઈજા જીવલેણ થઈ શકે છે.
- બાળકોને ક્યારેય ટુ-વ્હીલર પર આગળ ન બેસાડવા જોઈએ. કારણ કે બાળકોને આ પ્રકારની જીવલેણ ઈજાઓ થઈ શકે છે.
તહેવાર ની ઉજવણી બાદ બધાજ દોરા- દોરી તથા ફાટેલા પતંગ સરખી રીતે ભેગા કરીને તેને કચરાપેટીમા યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ જેથી પક્ષી તથા નાના બાળકોને ઈજા ન પહોચે.
કપાયેલો પતંગના કે દોરી પકડકાનો લોભ જતો કરી એ તે પણ એટલુ જ જરુરી છે.
પાંચ રુપિયાની પતંગ માટે કે પાંચ મીટરની દોરી માટે આપણે અપાણા લાખ રૂપિયાનો જાન ગુમાવીએ એ કોઈ પણ રીતે આપણને શોભતું નથી. આપણે આ બાબતે ધ્યાન રાખીને ઉતરાયણ ઉજવીએ
લોહરી
દર વર્ષે 13 જાન્યુઆરીએ લોહરીની ઉજવણી કરવામાં આવે છે. લોહરી એ ભાંગડા સાથે નૃત્ય કરવાનો અને તાપ સેકવા સાથે આનંદ માણવાનો તહેવાર છે. આ તહેવાર પંજાબ, હરિયાણા અને હિમાચલ સહિત દેશભરમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે.
આ તહેવારમાં મગફળી, રેવડી, પોપકોર્ન ખાવાનુ અને લોકોને પ્રસાદ તરીકે આપવાનુ વિશેષ મહત્વ છે.
લોહરીને ખેડુતોનો મુખ્ય તહેવાર માનવામાં આવે છે, આ તહેવારમાં પાક મેળવ્યા પછી ખેડૂતો અગ્નિ દેવને ખુશ કરવા માટે લોહરી સળગાવે છે અને તેની પરિક્રમા પણ કરે છે.
સળગતી લોહરીમાં ગઝક અને રેવડી અર્પણ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. લોહરીની સાંજે હોલીકા દહનની જેમ છાણા અને લાકડીઓના નાના ઢગલા દ્વારા આગ પ્રગટાવવામાં આવે છે. તેની આસપાસ ઘરના સભ્યો ઉભા રહે છે અને ઢોલ નગારા પઅર ડાંસ અને લોકગીત ગાઈને લોહરી સેલિબ્રેટ કરએ છે. મહિલાઓ પઓતાના નાના બાળકોને ખોળામાં લઈને લોહડીની આગ તાપે છે. એવુ માનવામાં આવે છે કે આવુ કરવાથી બાળક આરોગ્યપ્રદ રહે છે