મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

15 December, 2020

National Energy Conservation Day (રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ)

 National Energy Conservation Day

(રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ)

14 ડિસેમ્બર

દર વર્ષે 14 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

બ્યુરો ઓફ એનર્જી એફિસિન્સી(BEE) દ્વારા 1991થી 14 ડિસેમ્બરને  રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ તરીકે ઉજવવાનું શરુ થયુ. BEE જે મિનિસ્ટ્રી ઓફ પાવરનો એક ભાગ છે. ભારતમાં  ઇલેક્ટ્રીક ઘરેલુ વસ્તુઓ અને  અન્ય  ઇલેક્ટ્રીક વસ્તુઓને સ્ટાર રેટીંગ BEE દ્વારા આપવામાં આવે છે.

9 થી 14 ડિસેમ્બર સુધી ઉર્જા બચત અઠવાડિયાની ઉજવણી કરવામાં આવે છે જેમા દરરોજ જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવે છે.

વિશ્વ ઉર્જા દિવસ દર વર્ષે 28 ઓકટોબરના રોજ ઉજવવામાં આવે છે.

ઉર્જા સંરક્ષણનો અર્થ બિન જરુરી ઊર્જાનો ઉપયોગ ટાળી અને ઉર્જાની ભવિષ્ય માટે બચાવવાનો છે.

ભવિષ્યમા ઊર્જાના સ્ત્રોતો ખુટી ના જાય અને ઉર્જાની કટોકટી ઉભી ના થાય તે માટે ઉર્જાને બચાવવી જોઇએ, અથવા એવા સાધનોનો ઉપયોગ વધારવો જોઇએ જે ઉર્જા પુન: પ્રાપ્ય હોય. જેમકે સૌર ઉર્જા, પવન ઉર્જા, જળ ઉર્જા વગેરે.

ઉર્જાના વધુ પડતા વપરાશના કારણે ખનીજ કોલસો ,કુદરતી વાયુ ,કુદરતી ખનીજ તેલના ભંડારો પર વ્યાપક અસર થઇ છે. ઉર્જાના આ સ્ત્રોત ઝડપથી ખૂટવા જઇ રહ્યા છે ત્યારે આવનારી પેઢી નું જીવન અંધકારમય ન બનીજાય તે સારું ઉર્જાની બચત અને વિવેકપૂર્વક ઉપયોગ કરવો જરૂરી છે.



ઉર્જાના પ્રકાર

પ્રકાશ ઉર્જા

ઉષ્મા ઉર્જા

ગતિ ઉર્જા

સૌર ઉર્જા

પવન ઉર્જા

જળ ઉર્જા

ન્યુક્લિયર ઉર્જા

રાસાયણિક ઉર્જા

સ્થિતિ ઉર્જા

 

આજે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ છે. તે નિમિતે ઉર્જાના ઈતિહાસમાં ડોકીયું કરીએ.

 એક સમયે લાકડા કોલસા ઉર્જાના મુખ્ય સ્ત્રોત હતા. ત્યારે આજે લાકડા કોલસાથી લઈને સૌર પવન સુધીની ઉર્જા ક્રાંતીએ માનવ જીવનને ખૂબ સરળ બનાવી દીધું છે. 

જોકે ઉર્જા ક્ષેત્રે આવેલી આ ક્રાંતીમાં વિજળીનું યોગદાન મહત્વનું રહ્યું છે. આજે વિજળી વગર જીવન જીવવું અશકય જેવું લાગે છે.

વધુમાં અત્યારે પરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો જથ્થો મર્યાદિત છે. તેમજ પ્રદુષણ પણ ફેલાવે છે.

  બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો તરફ વળવાની આવશ્યકતા છે. આવનારા ભવિષ્યમાં વિજળીનો વધતો જતો ઉપયોગ પણ વિજળીની ઘટ પાડે તેવી ભીતિ છે. જેથી તેના વિકલ્પમાં અત્યારથી જ સૌર ઉર્જા તરફ વળવું હિતાવહ છે.

પહેલા આપણે કોલસા કે ગરમીથી પાવર મેળવતા હતા. એ પ્રમાણે આપણા થર્મલ પાવર સ્ટેશન હતા પણ છેલ્લા દસેક વર્ષમાં ભારતમાં અને ગુજરાતમાં આપણે વૈકલ્પીક સ્ત્રોત તરીકે સૌર ઉર્જા અને પવન ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ.

સૌર ઉર્જાનો ઉપયોગ કરવાના ફાયદા એ છે કે એ આપણને ખૂબ સરળતાથી મળી રહે છે. તેમજ વધુ ખર્ચાળ પણ નથી. સૂર્ય ઉર્જાથી ઈલેકટ્રીકસીટી જનરેટ થઈ શકે છે. જેના આપણે બીજા સ્ત્રોતથી જનરેટ કરીએ છીએ ધારોકે ફયુસ, પેટ્રોલ, ડિઝલથી જે પ્રદુષણ થાય છે તે પ્રદુષણને અટકાવી શકાય છે. સોલાર પેનલ એક સિલિકા મટીરીયલમાંથી બનતી પેનલ છે. જેમકે પોલિફિસ્ટલ લાઈન, મોનોકિસ્ટલ લાઈન જેવી અલગ અલગ પેનલની ટેકનોલોજી આવે છે.

આમાં સૂર્યના કિરણોથી ડીસી પાવર જનરેટ થાય છે. રૂફટોફ સોલારનો ઈન્સ્ટોલ કરવાનો ફાયદો એ છે કે આપણા ઘરોની રૂફ સામાન્ય રીતે ખૂલ્લા હોય છે. એક સોલાર પેનલની આ સિસ્ટમ ને રૂફટોપ સોલાર સિસ્ટમ કહેવાય છે. કે જે ખૂલ્લા રૂફ પર ઈન્સ્ટોલ કરી સોલારના રેડિયેશનનો ઉપયોગ કરી જરૂરીયાત મુજબ ઈલેકટ્રીકસીટીની જરૂરીયાત જનરેટ કરી શકીએ છીએ સોલાર પ્રોજેકટ અલગ અલગ સાઈઝમાં હોય છે જે આપણી જરૂરીયાત પ્રમાણે નકકી થતા હોય છે. આ સિસ્ટમ ઈન્સ્ટોલ કર્યા પછી બીજા જ દિવસે તેને ઉપયોગ દેખાય છે. સામાન્ય રીતે વિજળી બીલમાં ૮૦% ઉપરનો તફાવત આવે છે.

વિજળીને બચાવવા માટે એફિસિયન્ટ વસ્તુની એફિસિયન્સી જોવી જોઈએ ઘરમાં ખેતરમાં, ઉદ્યોગોમાં જે પણ ઈકવીમેન્ટ નાખીએ એની એફિસીયન્સી હોવી જોઈએ જેમ બને તેમ પૂરતી ઓફીસીયન્સી વાળી વસ્તુઓ જ વાપરવી જોઈએ આ માટે સરકાર તરફથી ફાઈવ સ્ટાર, થ્રી સ્ટાર એવા રેટીંગ આપવામાં આવ્યા છે. જેમ રેટીંગ વધુ એમ એફિસીયન્સી વધુ અને ઉર્જાનો બચાવ વધુ થતો હોય છે.વિજળીના અકસ્માતોથી બચવા માટે ઘરમાં, ખેતરોમાં કે ઉદ્યોગોમાં ઈએલસીબી ફરજીયાત ઈન્સ્ટોલ કરવી જોઈએ.

સૂર્ય ઉર્જા (સોલાર ઉર્જા)

સૂર્ય એ ઉર્જાનો પ્રાથમિક સ્ત્રોત છે.તે દિવસે આપણા ઘરોમાં પ્રકાશ આપે છે,આપણા કપડાં સૂકવે છે અને ખેતવિષયક ઉત્પાદનો નિર્માણ કરે છે અને આપણને હૂંફાળા રાખે છે અને બીજુ ઘણું કરે છે.જોકે તેની શક્તિ ઘણી વિશાળ છે.


ફાયદા


આ એક શાશ્વત,કુદરતી અને સ્વતંત્ર સ્ત્રોત છે.

તે ખૂબ જ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે

તે પ્રદૂષણ કરતો નથી.

ગેરફાયદાઓ


ઋતુઓ / હવામાનોના બદલાવને આધીન – તેથી તેનો હંમેશા ઉપયોગ કરી શકાતો નથી.

ઉત્પાદક ઉપયોગ માટે ઉચ્ચ પ્રારંભિક રોકાણની આવશ્યકતા રહે છે.

સોલાર ઉર્જાના ઉત્પાદક ઉપયોગ માટેની ટેકનોલોજીઓ


સોલાર ઉર્જાનો ઉપયોગ વિદ્યુતઉર્જા પેદા કરવા માટે થઈ શકે છે.સોલાર ફોટોવોલ્ટેઈક(SPV) કોષો મારફતે, સોલાર વિકિરણો સીધા DC વિદ્યુતઉર્જામાં રૂપાંતરિત થાય છે. પેદા થયેલી વિદ્યુતઉર્જાનો તે જ રીતે ઉપયોગ થઈ શકે છે અથવા તેને બેટરીમાં સંગ્રહિત કરી શકાય છે.સોલાર ઉર્જા જ્યારે ઉપલબ્ધ ન હોય ત્યારે સંગ્રહ કરેલી વિદ્યુતઉર્જાનો ઉપયોગ થઈ શકે છે.વર્તમાન સમયમાં SPV નો ઘરોમાં અને ગામડાઓમાં રસ્તા પરની લાઈટો માટે અને પાણીને પમ્પ કરવા માટે સફળતાપૂર્વક ઉપયોગ થાય છે.પર્વતી વિસ્તારોમાં,પાણીને ગરમ કરવાવાળી સોલાર ઉર્જાનો ઉપયોગ પણ થાય છે.

પવન ઉર્જા

પવન એ જમીન અને દરિયામાં હવાનું કુદરતી હલનચલન છે.પવન ચક્કીની પાંખોને ફેરવવામાં જ્યારે પવનનો ઉપયોગ થાય છે તેઓ દાંડાને પણ ફેરવે છે જેની સાથે તેઓને સંલગ્ન કરવામાં આવે છે.પમ્પ અથવા જનરેટર મારફતે દાંડાનું હલનચલન વિદ્યુતઉર્જા પેદા કરે છે.એવું તારણ કાઢવામાં આવ્યું છે કે ભારત પાસે અંદાજે 45000MW ઉત્પન્ન કરવાની તાકાત છે. ભારત પાસે હાલમાં 5મી સૌથી મોટી વિશ્વમાંની પવન ઉર્જા સમાવિષ્ટ ક્ષમતાછે જે 1870 MW સુધી પહોંચી ગઈ છે.ભારતમાં ખાનગી સંસ્થાઓ પવન વાડીઓના 95 % ધરાવે છે.


ફાયદાઓ


તે વાતાવરણ છે

તે મુક્ત રીતે અને વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે

ગેરફાયદાઓ


ઉચ્ચ રોકાણની આવશ્યકતા

પવનની ગતિ તમામ સમયે સરખી હોતી નથી જેથી કરીને પેદા થયેલી ઉર્જાને અસર થાય છે.

જૈવિક ઈંધણ અને બાયોફ્યુલ

જૈવિક ઈંધણ એટલે શું


વનસ્પતિઓ પ્રકાશ-સંશ્લેષણની ક્રિયા દ્વારા જૈવિક ઈંધણ પેદા કરવા માટે સોલાર ઉર્જાને નિયત કરે છે.આ જૈવિક ઈંધણ ઉર્જા સ્ત્રોતોના વિવિધ સ્વરૂપો પેદા કરતા વિવિધ ચક્રોમાં પસાર થાય છે.ઉદાહરણ તરીકે,પ્રાણીઓ માટે ચારો ફરીને છાણ પેદા કરે છે,રસોઈ માટે ખેતીવિષયક નિકાલ.ભારતમાં જૈવિક ઈંધણની વર્તમાન ઉપલબ્ધતા અંદાજે 120-150 મિલીયન MT પ્રતિ વર્ષ છે જે 16,000 MWની સંભાવ્યતાને અનુરૂપ ખેતીવિષયક અને જંગલોના અવશેષોને આવરે છે.


ઉપયોગ


જૈવિક ઈંધણએ આપણા દેશમાં વપરાતા સંપૂર્ણ ઈંધણનો લગભગ એક તૃતીયાંશ અને ગ્રામીણ પરિવારોના લગભગ 90% માં વપરાતો સૌથી મહત્વનો ઉર્જાનો સ્ત્રોત છે.જૈવિક ઈંધણનો વિસ્તૃત ઉપયોગ પારિવારીક રસોઈ બનાવવામાં અને ગરમી મેળવવામાં થાય છે. ખેતીવિષયક નિકાલ,લાકડું,ચારકોલ અથવા સૂકું છાણ એ ઉપયોગમાં આવતા જૈવિક ઈંધણના પ્રકારો છે.


ફાયદાઓ


સ્થાનિકપણે અને અમુક હદે વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે


અશ્મિભૂત ઈંધણની સરખામણીમાં આ તુલનાત્મક રીતે સ્વચ્છ ઈઁધણ છે.કાર્બન ડાયોક્સાઈડ પકડવા દ્વારા જૈવિક ઈંધણ પણ એક રીતે આપણા વાતાવરણને સ્વચ્છ રાખે છે.


ગેરફાયદાઓ


ઈંધણને એકત્ર કરવામાં મજૂરીનો સમાવેશ થાય છે.


ઘરની અંદર રસોઈ કરતી વખતે અને પૂરતા સંવાતનવાળા ઈંધણોની ગેરહાજરીમાં જેવું કે છાણ હવા પ્રદૂષિત કરે છે જે એક ગંભીર સ્વાસ્થય જોખમ છે.


જૈવિક ઈંધણનો અસ્થાયી અને બિનકાર્યક્ષમ ઉપયોગ ઘણીવાર વનસ્પતિના વિનાશ અને તેથી પર્યાવરણાત્મક પતન તરફ દોરે છે.


જૈવિક ઈંધણના ઉત્પાદક ઉપયોગ માટે ટેકનોલોજીઓ


જે ટેકનોલોજીઓ જૈવિક ઈંધણના કાર્યક્ષમ ઉપયોગને શક્ય બનાવે છે તે ગ્રામીણ વિસ્તારોમાં પ્રચલિત થતી જાય છે.


ઈંધણના ઉપયોગની કાર્યક્ષમતા નીચેના દ્વારા વધારી શકાય છે


સ્ટવોની બહેતર રચનાઓનો ઉપયોગ જે કાર્યક્ષમતાને બમણી કરે છે જેવા કે ધુમાડા વગરના ઉર્જા સમર્થ ચુલાઓ


બ્રિકેટો બનાવવા માટે જૈવિક ઈંધણને દાબવું જે ઓછી જગ્યા રોકે છે અને સાથે સૌથી વધારે કાર્યક્ષમ છે


વાત નિરપેક્ષ જીવાણુઓના સંક્ષેપીકરણ મારફતે સેન્દ્રીય પદાર્થોનું જૈવિક ઈંધણમાં પરિવર્તન એ ઈંધણની જરૂરિયાતો પૂર્ણ કરવાની સાથે ખેતરો માટે ખાતરનો સંચય પણ આપે છે.


નિયંત્રિત હવા પુરવઠા હેઠળ જૈવિક ઈંધણના આંશિક જ્વલન દ્વારા જૈવિક ઈંધણનું ઉત્પાદન ગેસમાં પરિવર્તન


બાયોફ્યુલ


બાયોફ્યુલ બાયોગેસના એકત્ર પુરવઠામાંથી પ્રબળ પ્રમાણમાં અથવા ખેતીવિષયક કે ખાદ્ય ઉત્પાદનોની ઔદ્યોગિક પ્રક્રિયા કરીને ગૌણ ઉત્પાદન તરીકે ઉત્પન્ન કરવામાં વે છે, અથવા ઉત્પાદનોની પુન:પ્રાપ્તિ અને પુન:પ્રક્રિયાથી જેવી કે રસોઈ બનાવવી અને વનસ્પતિ તેલ.બાયોફ્યુલમાં પેટ્રોલીયમ હોતું નથી,પણ બાયોફ્યુલ મિશ્રણ બનાવવા માટે તેને પેટ્રોલીયમ ફ્યુલ સાથે કોઈપણ સ્તરે એકીભૂત કરી શકાય છે.કોઈપણ મહત્વના ફેરફારો કર્યા વગર તેનો ઉપયોગ પ્રણાલીગત ઉપચારાત્મક સાધનો અથવા ડિઝલ એન્જીનમાં કરી શકાય છે.બાયોફ્યુલ વપરાશમાં સરળ,વિઘટનક્ષમ,બિનઝેરી અને સલ્ફર અને સુગંધથી અનિવાર્યપણે મુક્ત છે.


પાણી અને જીયો થર્મલ ઉર્જા

પાણી


વહેતું પાણી અને સમુદ્રના જુવાળો એ ઉર્જાના સ્ત્રોતો છે.2005 દરમ્યાન જળપ્રેરિત ઉર્જાએ વિદ્યુત વિભાગમાં ઉર્જાના વપરાશનો 26% ફાળો આપ્યો હતો.મોટા પ્રકલ્પો પર વધારે રોકાણ કરવામાં આવે છે.તાજેતરમાં,જળપ્રેરિત ઉર્જાનો ઉપયોગ વિજળી વગરના દૂરના ગામડાઓમાં નાના પાયાના અને નાના વિદ્યુત પ્લાન્ટો મારફતે વિદ્યુત પહોંચાડવામાં પણ ઉપયોગ થાય છે.દેશમાં નાની જળ વિદ્યુત શક્તિની અનુમાનિત સંભાવ્યતા લગભગ 15,000 MW છે. છેલ્લા 10-12 વર્ષોમાં, નાના જળવિદ્યુત પ્રકલ્પોની 3MW સુધીની ક્ષમતા 63 MW થી 240 MW સુધી 4 ગણી વધી છે. 25MW સ્ટેશન ક્ષમતા સુધીના 1423 MWથી પણ વધારે સરેરાશ ક્ષમતાવાળા 420 નાના જળવિદ્યુત પ્રકલ્પો દેશમાં સ્થાપિત કરવામાં આવ્યા છે અને 521 MW સાથેની સરેરાશ ક્ષમતા સાથેના આ શ્રેણીવાળા 187થી પણ વધારે પ્રકલ્પો બાંધકામ હેઠળ છે.


જીયો થર્મલ ઉર્જા


શાબ્દિક રીતે જીયો થર્મલનો અર્થ પૃથ્વી દ્વારા ઉત્પન્ન થતી ગરમી.ગરમ ફુવારાઓ જે કુદરતમાં અસ્તિત્વ ધરાવે છે તે જીયો થર્મલ ઉર્જા સ્ત્રોતોની હાજરી માટેના સૂચકો દર્શાવી શકે છે.ભારતમાં 300થી પણ વધારે ગરમ ફુવારાના સ્થળો છે,ઉર્જાના આ પ્રકારને હજી નિકાળવાનો બાકી છે.


અણુકેન્દ્રીય ઉર્જા

અણુકેન્દ્રીય ઉર્જા એ દરેક અણુની અંદરથી નિકળતી ઉર્જા છે. અણુકેન્દ્રીય ઉર્જાને સંયોજન(અણુઓને જોડવા)અથવા વિભાજન(અણુઓને અલગ કરવા)ની પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન કરી શકાય છે.વિભાજનની પ્રક્રિયા વિશાળ પ્રમાણમાં વપરાતી પદ્ધતિ છે.


યુરેનીયમ એ મુખ્ય કાચો પદાર્થ છે.યુરેનીયમને વિશ્વના ઘણા સ્થાનો પરથી ખોદીને નિકાળવામાં આવે છે.તેના પર પ્રક્રિયા કરીને(સમૃદ્ધ યુરેનીયમ મેળવવા,એટલે કે,કિરણોત્સર્ગી સંસ્થાનિક રૂપો) નાની પાટો બનાવવામાં આવે છે.આ પાટો વિદ્યુત પ્લાન્ટોની પરમાણું ભટ્ઠીમાં રહેલા લાંબા સળિયાઓમાં બેસાડવામાં આવે છે. અણુશક્તિના પ્લાન્ટની પરમાણું ભટ્ઠીની અંદર,યુરેનીયમ અણુઓને નિયંત્રિત પ્રત્યાઘાત પરંપરા દ્વારા વિભાજીત કરવામાં આવે છે.બીજા અણુકેન્દ્રીય વિભાજનક્ષમ પદાર્થોમાં પ્લુટોનીયમ અને થોરીયમનો સમાવેશ થાય છે.


પ્રત્યાઘાત પરંપરામાં, અણુઓના વિભાજન દ્વારા બહાર પડતા કણો બીજા યુરેનીયમ અણુઓ સાથે અથડાય છે અને તેમનું વિભાજન કરે છે.આ દ્વારા બહાર પડેલા કણો આગળ બીજા કણોને આ પ્રત્યાઘાત પરંપરામાં વિભાજીત કરે છે. અણુકેન્દ્રીય વિદ્યુત પ્લાન્ટમાં,વિભાજનનું નિયમન કરવા માટે નિયમત્રણ સળિયાઓનો ઉપયોગ કરવામાં આવે છે,જેથી કરીને બહુ ઝડપથી વિભાજન ન થાય.તેઓને નિયામકો કહેવાય છે.


આ પ્રત્યાઘાત પરંપરા ઉષ્ણતા ઉર્જા આપે છે.આ ઉષ્ણતા ઉર્જાનો ઉપયોગ પરમાણું ભટ્ઠીના કેન્દ્રમાં રહેલા વિપુલ પાણીને ગરમ કરવા માટે થાય છે.તેથી,ઈંધણને બાળવા કરતા,અણઉકેન્દ્રીય વિદ્યુત પ્લાન્ટો પ્રત્યાઘાત પરંપરા દ્વારા બહાર નિકળતી ઉર્જાનો ઉપયોગ અણુઓની ઉર્જાને ઉષ્ણતા ઉર્જામાં રૂપાંતરિત કરવા માટે કરે છે.અણુકેન્દ્રીય કેન્દ્રની આસપાસના વિપુલ પાણીને વિદ્યુત પ્નાન્ટના બીજા વિભાગમાં મોકલવામાં આવે છે.અહિંયા તે પાણીની પાઈપોના બીજા સમૂહને વરાળ બનાવવા માટે ગરમ કરે છે.આ પાઈપોના બીજા સમૂહની વરાળ વિદ્યુતપ્રવાહ નિર્માણ કરવા માટે ટર્બાઈનને ફેરવે છે.


અણુકેન્દ્રીય વિદ્યુતની તરફેણ અને વિરોધ


અણુકેન્દ્રીય વિદ્યુત ઉત્પાદનના ફાયદાઓ


અણુકેન્દ્રીય વિજળી ઉત્પાદન તુલનાત્મક રીતે કાર્બન ડાયોક્સાઈડની(CO2) ઓછી માત્રા બહાર કાઢે છે.તેથી કરીને અણુકેન્દ્રીય વિજળી મથકોનો વિશ્વવ્યાપી ઉષ્ણતા વૃદ્ધિમાં ફાળો સાપે

એક જ પ્લાન્ટમાં વિદ્યુત ઉર્જાની વધારે માત્રા ઉત્પન્ન કરવી શક્ય છે.

અણુકેન્દ્રીય વિદ્યુત ઉત્પાદનના ગેરફાયદાઓ


વિકિરણ બગાડના સુરક્ષિત નિકાલની સમસ્યા ઉદ્ભવે છે.

જ્યારે અકસ્માતો થાય છે ત્યારે ઉચ્ચત્તમ જોખમો અને હાનિની સંભાવના વધારે હોય છે.

કાયો પદાર્થ યુરેનીયમ એ વિરલ સ્ત્રોત છે.વાસ્તવિક માંગણીના આધારે તેના પુરવઠાને માત્ર હવે પછીના 30 થી 60 દિવસો માટે જ અનુમાનિત કરી શકાય છે.



14 December, 2020

Live Quiz -2

                                                                  Live Quiz -1

               ક્વીઝ રમવા માટે સાંજે 4:45 વાગ્યે ફોટા પર ક્લીક કરવી.

ધોરણ 7, સત્ર-2, પ્રકરણ - 10

સજીવોમાં શ્વસન

ક્વીઝ રમવા માટે આપેલ ફોટા પર ક્લિક કરવી.



13 December, 2020

Live Quiz - 1

 Live Quiz -1

ધોરણ 6, સત્ર-2, પ્રકરણ - 9

સજીવો અને તેની આસપાસ

ક્વીઝ રમવા માટે આપેલ ફોટા પર ક્લિક કરવી.

લાઇવ ગેમ નો સમય પૂરો થઇ ગયો છે, હવે ગેમની પ્રેક્ટીસ કરી શકાશે.




12 December, 2020

ગૌરીશંકર જોશી જીવન પરિચય

 ગૌરીશંકર જોશી  'ધૂમકેતુ'


જન્મતારીખ: 12 ડિસેમ્બર 1892
જન્મ સ્થળ: વીરપુર 
પિતાનું નામ: ગોવર્ધનરામ જોશી
માતાનું નામ: ગંગામા
અવસાન: 11 માર્ચ 1965 (અમદાવાદ)
ઉપનામ: 'ધૂમકેતુ'

ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી  ગુજરાતી ભાષાના નવલિકાકાર, નવલકથાકાર, ચિંતક-વિવેચક, નિબંધકાર, ચરિત્રકાર, નાટ્યકાર તરીકે પ્રસિધ્ધ છે.
તેમનો જન્મ સૌરાષ્ટ્રના વીરપુરમાં થયો હતો. તેમણે ૧૯૧૪ માં મૅટ્રિક પાસ કર્યુ હતુ. ત્યારબાદ ૧૯૨૦માં અંગ્રેજી-સંસ્કૃત વિષયો સાથે બી.એ (બેચલર ઓફ આર્ટસ) ની પદવી મેળવી હતી. 
પ્રારંભમાં અંબાલાલ સારાભાઈના બંગલાની ખાનગી શાળામાં શિક્ષક તરીકે અને પછી સર ચીનુભાઈ બેરોનેટના બંગલાની ખાનગી શાળામાં શિક્ષક તરીકે કામ કર્યું.
1923માં અમદાવાદ આવ્યા બાદ પોસ્ટઓફિસ નામની પ્રથમ વાર્તા લખી અને સાહિત્ય નામના સામાયિકમાં પ્રગટ થઇ.
1926માં તેમનો પહેલો વાર્તા સંગ્રહ "તણખા" પ્રગટ થયો.
તેમણે 24 વાર્તા સંગ્રહો, 28 ઐતિહાસિક નવલકથાઓ, 7 સામાજિક નવલકથા, 7 નિબંધ સંગ્રહો,  2 નાટક, 2 વિવેચન, 9 જીવન વિકાસના પુસ્તકો, 10 સેટ બાળ સાહિત્ય, 24 નવલિકાઓ અને 2 આત્મકથાઓ લખી છે

તેમણે 24 નવલિકા સંગ્રહો અને 492 જેટલી વાર્તાઓ ગુજરાતી સાહિત્યમા પ્રદાન કરી છે.
ગુજરાત સરકારા દ્વારા પ્રાથમિક શાળાના પાઠ્યપુસ્તકોમા ધુમકેતુની રચનઓનો સમાવેશ કરવામા આવ્યો છે. ધોરણ 8માં જૂમો ભિસ્તી અને ધોરણ 7માં ભીખુ.
અનેક કલાત્મક વાર્તાઓના સર્જનના કારણે ધૂમકેતુ ગુજરાતી નવલિકાના આધ્ય પ્રણેતા ગણાય છે.
એમણે અનેક ગદ્યસ્વરૂપો ખેડયાં છે, પરંતુ એમની કીર્તિ તો નવલિકાકાર તરીકે જ પ્રતિષ્ઠિત છે
 ‘તણખા’ મંડળ ૧ થી ૪ (૧૯૨૬, ૧૯૨૮, ૧૯૩૨, ૧૯૩૫)
‘અવશેષ’ (૧૯૩૨)
‘પ્રદીપ’ (૧૯૩૩), 
‘મલ્લિકા અને બીજી વાર્તાઓ’ (૧૯૩૭), 
‘ત્રિભેટો’ (૧૯૩૮),
 ‘આકાશદીપ’ (૧૯૪૭), 
‘પરિશેષ’ (૧૯૪૯),
 ‘અનામિકા’ (૧૯૪૯), 
‘વનછાયા’ (૧૯૪૯), 
‘પ્રતિબિંબ’ (૧૯૫૧), 
‘વનરેખા’ (૧૯૫૨),
 ‘જલદીપ’ (૧૯૫૩), 
‘વનકુંજ’ (૧૯૫૪),
 ‘વનરેણુ’ (૧૯૫૬), 
‘મંગલદીપ’ (૧૯૫૭), 
‘ચન્દ્રરેખા’ (૧૯૫૯),
 ‘નિકુંજ’ (૧૯૬૦),
 ‘સાન્ધ્યરંગ’ (૧૯૬૧),
 ‘સાન્ધ્યતેજ’ (૧૯૬૨), 
‘વસંતકુંજ’ (૧૯૬૪)
  ‘છેલ્લો ઝબકારો’ (૧૯૬૪) 
 એમની આ 24  નવલિકાઓ ભાવનાવાદી , વાસ્તવલક્ષી પણ છે

એમણે સામાજિક-ઐતિહાસિક નવલકથાઓ વિપુલ પ્રમાણમાં આપી છે. એમની ‘પૃથ્વીશ’ (૧૯૨૩), ‘રાજમુગુટ’ (૧૯૨૪), ‘રુદ્રશરણ’ (૧૯૩૭), ‘અજિતા’ (૧૯૩૯), ‘પરાજય’ (૧૯૩૯), ‘જીવનનાં ખંડેર’ (૧૯૬૩), ‘મંઝિલ નહીં કિનારા’ (૧૯૬૪) વગેરે સામાજિક નવલકથાઓમાં સાંપ્રત સમાજની અભિપ્રેરણા છે.

‘ચૌલાદેવી’ (૧૯૪૦), ‘રાજસંન્યાસી’ (૧૯૪૨), ‘કર્ણાવતી’ (૧૯૪૨), ‘રાજકન્યા’ (૧૯૪૩), ‘વાચિનીદેવી’ (૧૯૪૫), ‘જયસિંહ સિદ્ધરાજ’ (બર્બરજિષ્ણુ) (૧૯૪૫), ‘જયસિંહ સિદ્ધરાજ’ (ત્રિભુવન ખંડ) (૧૯૪૭), ‘જયસિંહ સિદ્ધરાજ’ (અવંતીનાથ) (૧૯૪૮), ‘ગુર્જરેશ્વર કુમારપાળ’ (૧૯૪૮), ‘રાજર્ષિ કુમારપાળ’ (૧૯૫૦), ‘નાયિકાદેવી’ (૧૯૫૧), ‘રાય કરણ ઘેલો’ (૧૯૫૨), ‘અજિત ભીમદેવ’ (૧૯૫૩), ‘આમ્રપાલી’ (૧૯૫૪), ‘વૈશાલી’ (૧૯૫૪), ‘મગધપતિ’ (૧૯૫૫), ‘મહાઅમાત્ય ચાણક્ય’ (૧૯૫૫), ‘ચન્દ્રગુપ્ત મોર્ય’ (૧૯૫૬), ‘સમ્રાટ ચન્દ્રગુપ્ત’ (૧૯૫૭), ‘પ્રિયદર્શી અશોક’ (૧૯૫૮), ‘પ્રિયદર્શી સમ્રાટ અશોક’ (૧૯૫૮), ‘મગધસેનાપતિ પુષ્પમિત્ર’ (૧૯૫૯), ‘કુમારદેવી’ (૧૯૬૦), ‘ગુર્જરપતિ મૂળરાજદેવ’ : ૧-૨ (૧૯૬૧), ‘પરાધીન ગુજરાત’ (૧૯૬૨), ‘ભારતસમ્રાટ ચન્દ્રગુપ્ત’ : ૧,૨ (૧૯૬૩, ૧૯૬૪), ‘ધ્રુવદેવી’ (૧૯૬૬) વગેરે એમની ઐતિહાસિક નવલકથાઓમાં ગુપ્તયુગ અને ચૌલુકયુગનું નિરૂપણ છે

‘પગદંડી’ (૧૯૪૦) માં એમણે પ્રકૃતિસૌંદર્યનાં વર્ણનોને અનુભૂતિની સાહજિકતા અને આલંકારિક ગદ્યનો સ્પર્શ આપ્યો છે

‘રજકણ’ (૧૯૩૪), ‘જલબિંદુ’ (૧૯૩૬), ‘મેઘબિંદુ’ (૧૯૫૦), ‘પદ્મરેણુ’ (૧૯૫૧) જેવી કૃતિઓમાં ચિંતનકણિકાઓનું દર્શન થાય છે.

‘કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય’ (૧૯૪૦) એમનો ચરિત્રગ્રંથ છે,

 ‘જીવનપંથ’ (૧૯૪૯) અને ‘જીવનરંગ’ (૧૯૫૬) એમની આત્મકથા છે,તેમાં ૧૮૯૨ થી ૧૯૨૬ સુધીનાં સંસ્મરણોનું આલેખન છે
તણખા : મંડળ ૧,૨,૩,૪ (૧૯૨૬, ૧૯૨૮, ૧૯૩૨, ૧૯૩૫) ધૂમકેતુના ટૂંકીવાર્તાઓના સંગ્રહો છેેે

"પોસ્ટઑફિસ " એ પુત્રીના પત્રની પ્રતીક્ષામાં દરરોજ સવારે પોસ્ટઑફિસે જઈ બેસતા વૃદ્ધ અલીડોસાના ઉત્કટ વાત્સલ્યને નિરૂપતી ધૂમકેતુની અત્યંત જાણીતી ટૂંકીવાર્તા છે.

ભૈયાદાદા ધૂમકેતુની જાણીતી ટૂંકીવાર્તા. રેલવે અધિકારી સાંધાવાળા ભૈયાદાદાને એમની કોઈ ગફલતને કારણે વહેલા નિવૃત્ત કરી દે છે અને ફાટક પાસેની ઝૂંપડી-વાડીના પ્રેમમાં પડેલા ભૈયાદાદા ઝૂંપડીવાડી ખાલી કરવાને બદલે ખોળિયું ખાલી કરીને ચાલી નીકળે છે- એવું કથાનક કરુણને ઝંકૃત કરી જાય છે.

રજપૂતાણી ધૂમકેતુની ટૂંકીવાર્તા છે એમાં ચોમાસામાં ગરાસણીને મળવા નીકળેલા અને રૂપેણમાં ડૂબી અવગતે થયેલા ગરાશિયાનું ઘર માંડવા અંતે પાણીમાં ડૂબી જતી ગરાસણીનું કથાનક લોકકથાત્મક અને રહસ્યપૂર્ણ છે.

ચૌલાદેવી   ‘ધૂમકેતુ’ની ચૌલુક્યવંશીની નવલકથા છે એમાં રાજા ભીમદેવના સમયની કથા છે, સોમનાથ-પાટણના પતન પછી ગુજરાતની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગી ચૂકી હતી; પરાક્રમી રાજા ભીમદેવ ભગવાન પિનાકપાણિના દેવમંદિરની રક્ષા કરી શક્યા નહીં તે કારણે ગુજરાતનો રાજ્વી ઉપહાસપાત્ર બન્યો હતો; બરાબર તે જ વખતે પાટણ આંતરિક અસંતોષથી ધૂંધવાતું હતું. બહારનાં ઉપહાસ અને અંદરના જવાળામુખી વચ્ચે ગુજરાતની ગર્વોન્નત પ્રતિમા ઉપસાવવા મંત્રી વિમલ, સંધિવિગ્રહિક દામોદર અને અભિજાતસુંદરી ચૌલાદેવી મથે છે. ચૌલાદેવીની ઉદાત્તત્તાનો અને સ્વપ્નમંડિત ભાવનાનો સ્પર્શ લગભગ તમામ પાત્રોને થયો છે. ગુજરાતના નિર્માણની એ પ્રેરણામૂર્તિ બને છે.

મુખ્ય રચનાઓ

  • નવલકથાઓ-અજિત ભીમદેવ, ચૌલાદેવી, ગૂર્જરપતિ મૂળદેવ; આમ્રપાલી, પ્રિયદર્શી અશોક
  • સામાજિક નવલકથા– પૃથ્વીશ
  • આત્મકથા– જીવનપંથ
  • નવલિકાઓ  તણખા મંદળ ભાગ 1-4 , ધૂમકેતુની વાર્તાઓ ભાગ 1- 11
  • વિવેચન  સાહિત્ય વિચારણા
  • જીવન વિકાસ  જિબ્રાનનું જીવન દર્શન
  • બાળસાહિત્ય  ઇતિહાસંની તેજમૂર્તિઓ

સન્માન અને એવોર્ડ
1935 : રણજીતરામ સુવર્ણ ચંદ્રક (અસ્વીકાર કર્યો)
1953: નર્મદ સુવર્ણ ચંદ્રક
1944: ગુજરાત સાહિત્ય પરિષદના 15માં અધિવેશનના સાહિત્ય વિભાગના પ્રમુખ (વડોદરા)
1957/58: સાહિત્ય અકાદમી દિલ્હીના ગુજરાતી ભાષાના સલાહકાર બોર્ડના સભ્ય

11 માર્ચ 1965ના રોજ અમદાવાદ ખાતે તેમનું અવસાન થયુ હતું. 

11 December, 2020

International Mountain Day (આંંતરરાષ્ટ્રીય પર્વત દિવસ)

 International Mountain Day 

(આંંતરરાષ્ટ્રીય પર્વત દિવસ)

11 ડિસેમ્બર


11 ડિસેમ્બર, "આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ", ને 2003 માં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા નિયુક્ત કરવામાં આવ્યો હતો.

વર્ષ 2002ને સંયુક્ત રાષ્ટ્ર સંઘે "આંતરરાષ્ટ્રીય પર્વત વર્ષ" જાહેર કર્યુ હતુ.


 " આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ " પર્વત વિકાસ સાથે સંબંધિત એક અલગ થીમ સાથે દર વર્ષે મનાવવામાં આવે છે. 

એફએફઓ એ યુ.એન.ની સંસ્થા છે જે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસની ઉજવણીનું નેતૃત્વ કરે છે.

આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ પર્વતો પર હવામાન પરિવર્તનની અસરો અંગે જાગૃતિ લાવવા માંગે છે. પાણી, ખોરાક અને સ્વચ્છ ઉર્જા માટે પર્વતો ગંભીર અવસ્થામાં છે. યુનાઇટેડ નેશન્સ અનુસાર, માનવ વસ્તીનો અડધો ભાગ પર્વતો પર નિર્ભર છે. આજે પર્વતો હવામાન પરિવર્તન, જમીનના અધોગતિ, વધુ શોષણ અને કુદરતી આફતોથી જોખમી છે. વધતા તાપમાનને કારણે પર્વત હિમ નદીઓ ઝડપી ગતિએ પીગળી રહ્યા છે. આ લાખો લોકો માટે તાજા પાણીના પુરવઠાને અસર કરે છે

પર્વતો તાજા પાણી, સ્વચ્છ ઉર્જા, ખોરાક અને મનોરંજન પ્રદાન કરે છે.


પર્વતો જળચક્રમાં મહત્વની ભૂમિકા ભજવે છે.


પર્વતો નદીઓનાં મોટા સ્ત્રોત છે. વિશ્વભરની મોટી નદીઓ પર્વતમાળામાંથી નીકળીને મીઠા પાણીનો સ્ત્રોત પૂરો પાડે છે. 90% જેટલી નદીઓ પર્વતમાથી આવે છે.


પૃથ્વીના પેટાળમાં થતી ઉથલપાથલને કારણે પૃથ્વીની સપાટી પર વિશાળ ખાડા અને ટેકરા બન્યાં. બે ટેકનોટિક પ્લેટ નજીક આવે અને અથડાય ત્યારે દબાણને કારણે જમીનમાં સળ પડે અને વચ્ચેની જમીન ઊંચકાય અને પર્વત બને. આ કારણે જ મોટા ભાગના પર્વતો સળંગ પર્વતમાળા સ્વરૃપે બન્યા. સામાન્ય રીતે ૩૦૦ મીટરથી ઊંચા ટેકરાને ભૌગોલિક રીતે પર્વત કે માઉન્ટન કહે છે

ઉંચા પર્વતો પર હવા ઠંડી અને પાતળી હોવાથી બરફ જામેલો રહે છે.


વિશ્વની સૌથી મોટી પર્વતમાળા હિમાલય ૨૪૧૩ કિલોમીટર લાંબી છે. તેમાં અનેક શિખરો છે. વિશ્વનું સૌથી ઊંચું એવરેસ્ટ શિખર હિમાલયમાં છે. નેપાળમાં તેને સ્થાનિક લોકો સાગરમાથા (અર્થ સ્વર્ગનું શિર) નામથી ઓળખે છે. તો તિબેટમાં તેને ‘ચોમોલંગમા' (પર્વતોની રાણી) તરીકે ઓળખવામાં આવે છે


 વિંધ્ય પર્વતમાળા : ભારતની મધ્યમાં આવેલો વિંધ્યાચળ પર્વત સરેરાશ ૩૦૦૦ મીટર ઊંચો છે. ગુજરાતમાં શરૃ થઈ મધ્યપ્રદેશમાં વિસ્તરેલી આ પર્વતમાળા ૧૦૫૦ કિલોમીટર લાંબી છે.

* સાતપુડા : ગુજરાતના અરબી સમુદ્રના કિનારેથી શરૃ થઈ મહારાષ્ટ્ર તરફ ફેલાયેલી સાતપુડા પર્વતમાળા ૯૦૦ કિલોમીટર લાંબી છે. તેની સરેરાશ ઉંચાઈ ૧૦૦૦ મીટર છે.

* અરવલ્લી : સાબરમતી નદીનું મૂળ અરવલ્લી પર્વતમાં છે. રાજસ્થાનની આ પર્વતમાળા ૮૦૦ કિલોમીટર લાંબી છે. માઉન્ટ આબુ આ પર્વતમાળાનું ઊંચું શિખર છે તેની ઊંચાઈ ૧૭૨૨ મીટર છે.

* સહ્યાદ્રિ : દક્ષિણ ગુજરાતમાં માથેરાનથી શરૃ થઈ મહારાષ્ટ્ર તરફ વિસ્તરેલી સહયાદ્રિ પર્વતમાળા ૧૬૦૦ કિલોમીટર લાંબી છે. તે છેક કેરળ સુધી લંબાયેલી છે. તેને વેસ્ટર્ન ઘાટ પણ કહે છે.

* જાવાડી હિલ્સ : દક્ષિણ ભારતની ક્રિષ્ના, કાવેરી, ગોદાવરી અને મહાનદીના પટમાં આવેલી આ પર્વતમાળા ૧૦૦૦ મીટર ઊંચી છે. તમિળનાડુનું નિલગિરિ શિખર તેનું કેન્દ્ર છે. તેને ઈસ્ટર્ન ઘાટ પણ કહે છે.


વિશ્વનાં અન્ય નોંધપાત્ર પર્વતોમાં આલ્પ્સ અને કોકેશસ છે. આલ્પ્સનું સૌથી ઊંચુ શિખર મોન્ટ બ્લેન્ક ૪૮૧૦ મીટર ઊંચું છે.


આફ્રિકામાં કિલીમાંજારો અને રૃવેનઝોરી મુખ્ય પર્વતમાળાઓ છે. કિલીમાંજારો સુષુપ્ત જ્વાળામુખી છે. 


 વિશ્વનો સૌથી ઊંચો પર્વત મૌનાકિયા ૯૦૮૨ મીટર ઊંચો છે તે સમુદ્રમાં હોવાથી મોટો ભાગ સમુદ્રમાં ડૂબેલો છે.


જાણો ભારતમાં 7 મુખ્ય પર્વતમાળાઓ:

1 હિમાલય રેન્જ
2 કારાકોરમ અને પીર પંજલ રેન્જ
3 પૂર્વીય પર્વતમાળા અથવા પૂર્વાંચલ રેન્જ
4 સત્પુરા અને વિંધાયા રેન્જ
5 અરવલ્લી રેન્જ
6 પશ્ચિમ ઘાટ
7 પૂર્વી ઘાટ


ભારત વિશ્વમાં સૌથી વધુ  પર્વતમાળાઓ ધરાવે છે. ભારત સાત મુખ્ય પર્વતમાળાઓનું ઘર છે જેમાં 1000 મીટરથી વધુની ઉંચાઇના શિખરો છે. ભારતની સૌથી પ્રખ્યાત અને સૌથી ઉંચી પર્વતમાળા એ હિમાલયની શ્રેણી છે. તે ભારતની સૌથી જૂની અને સૌથી લાંબી પર્વતમાળા પણ છે અને વિશ્વની લગભગ બધા મોટા શિખરમા છે. હિમાલય પર્વતમાળા એશિયાના બાકીના ભાગથી ભારતને દ્વિભાજિત કરે છે અને તે ભારતની શકિતશાળી નદીઓનો પ્રાથમિક સ્ત્રોત છે.


વિશ્વ નાં 10 મોટા પર્વત
માઉન્ટ એવરેસ્ટને વિશ્વનો સૌથી ઉંચો પર્વત કહેવામાં આવે છે . માઉન્ટ એવરેસ્ટની ટોચ સમુદ્ર સપાટીથી 8,848 મીટર (29,035 ફુટ) ઉપર છે.



.
માઉન્ટ એવરેસ્ટ (8848 મી), નેપાળ

એવરેસ્ટ શિખર એવરેસ્ટ, વિશ્વનું સૌથી ઉંચુ શિખર. 8,848 મીટર ઉંચું આ શિખર પહેલા XV નામથી ઓળખાતું હતું. તે સમયે માઉન્ટ એવરેસ્ટની ઉંચાઈ 29,002 ફૂટ એટલે કે 8,040 મીટર હતી. વૈજ્ઞાનિક સર્વેક્ષણ મુજબ કહેવાય છે કે એવરેસ્ટની ઉંચાઈ દર વર્ષે 2 સેન્ટીમીટર જેટલી વધે છે.


માઉન્ટ કે 2 (8611 મી), પાકિસ્તાન

K2 પાકિસ્તાન શાસિત કાશ્મીર એટલે કે PoKના ગિલગિટ, બાલ્ટિસ્તાન અને ચીનની જિંજીયાંગ સરહદ પર કારાકોરમ પર્વત શ્રેણીમાં આવેલું શિખર છે K2. 8,611 મીટર (28,251 ફૂટ) ઉંચાઈ ધરાવતું આ શિખર માઉન્ટ એવરેસ્ટ પછીનું વિશ્વનું સૌથી ઉંચુ શિખર છે. જો કે કેટુ સર કરવું એ માઉન્ટ એવરેસ્ટ કરતા વધુ જોખમી અને અઘરું છે. માઉન્ટ એવરેસ્ટ અત્યાર સુધીમાં 2,238 લોકો સર કરી ચૂક્યા છે, જ્યારે કેટુ સર કરવામાં માત્ર 246 લોકોને જ સફળતા મળી છે.



માઉન્ટ કાંચનજંઘા(8586 મી), નેપાળ / ભારત

સિક્કિમના ઉત્તર પશ્ચિમ વિસ્તાર અને નેપાળ સરહદ પર સ્થિત કાંચનજંઘા વિશ્વનું ત્રીજુ સૌથી ઉંચુ શિખર છે. તેની ઉંચાઈ છે 8,586 મીટર. કાંચનજંઘા દાર્જિલિંગથી માત્ર 74 કિલોમીટર ઉત્તર પશ્ચિમ દિશામાં આવેલું છે. કાંચનજંઘા નામનો ઉદભવ તિબ્બત મૂળના ચાર શબ્દોમાંથી થયો છે, જેને સામાન્ય રીતે કાંગ-છેન-દજોં-ડ્ઢ લખવામાં આવે છે. સિક્કિમમાં તેનો અર્થ થાય છે વિશાળ હિમની પાંચ નિધિ. નેપાળમાં કાંચનજંઘા કુંભકરણ લંગૂર તરીકે ઓળખાય છે.


માઉન્ટ લહોટ્સે (8511 મી), નેપાળ

8,516 મીટર એટલે કે 27,940 ફૂટ ઉંચાઈ ધરાવતું આ શિખર માઉન્ટ એવરેસ્ટ, કેટુ અને કાંચનજંઘા બાદ વિશ્વનું ચોથું સૌથી ઉંચુ શિખર છે, જે એવરેસ્ટ સાથે દક્ષિણ તરફથી જોડાયેલું છે. આ શિખરની આજુબાજુમાં બે અન્ય શિખરો પણ છે.



માઉન્ટ મકાલુ (8462 મી), નેપાળ

મકાલૂ છે વિશ્વનું પાંચમું સૌથી ઉંચુ શિખર. એવરેસ્ટથી 18 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં આવેલા આ શિખરની ઉંચાઈ 8,481 મીટર એટલે કે 27,825 ફૂટ છે. મકાલૂની રસપ્રદ વાત એ છે કે, અહીં ચાર અલગ અલગ શિખર છે, જે ચાર મુખી પિરામિડ જેવા દ્રશ્યમાન થાય છે.



માઉન્ટ ચો ઓયુ (8201 મી), નેપાળ


સમુદ્ર સપાટીથી ઉપર 8,201 મીટર (29,906 ફૂટ) ઉંચાઈ ધરાવતું આ વિશ્વનું છઠ્ઠા નંબરનું સૌથી ઉંચુ શિખર છે. તિબ્બતમાં ચો ઓયુનો અર્થ ‘મરકત દેવી' થાય છે. આ પર્વત તિબેટ-નેપાળ સરહદ પર માઉન્ટ એવરેસ્ટની મહાલાંગુર હિમાલયથી 20 કિલોમટીર ખુંબુ ઉપ-ધારામાં પશ્ચિમ તરફ આવેલું છે.

માઉન્ટ ધૌલાગિરી (8167 મી), નેપાળ

ઉત્તર-પશ્ચિમી નેપાળમાં કાળી નદીના ઉદગમ સ્થાન નજીક આવેલું આ શિખર, 26,826 ફૂટ ઉંચુ છે. તેના એક ભાગમાં અનેક હિમનદીઓ પણ છે. ધૌલાગિરી એ હિમાલયના મુખ્ય ચાર શિખરોમાંથી એક છે. એક સમયે તેને વિશ્વનું સૌથી ઉંચુ શિખર મનાતું હતું. નેપાળી ભાષામાં ધૌલાગિરી પર્વતનો અર્થ થાય સફેદ સુંદર પહાડ. ધૌલાગિરી વિશ્વનું સાતમા નંબરનું ઉંચુ શિખર છે.



માઉન્ટ માનસલુ (8163 મી), નેપાળ

સમુદ્ર સપાટીથી 8,163 મીટર(26,781 ફૂટ) ઉંચાઈ ધરાવતું આ વિશ્વનું આઠમા નંબરનું ઉંચુ શિખર છે. આ શિખર નેપાળના પશ્ચિમ મધ્ય ભાગમાં નેપાળી હિમાલયમાં આવેલું છે. મનાસ્લુ સંસ્કૃત શબ્દ મનાસા પરથી આવ્યો છે, જેનો અર્થ છે ‘બુદ્ધિ કે આત્મા'. જ્યારે મનાસ્તુનો અર્થ થાય છે ‘પર્વતની આત્મા'



નાંગા પરબત (8125 મી), પાકિસ્તાન

આ પર્વતની ઉંચાઈ છે 8,125 મીટર એટલે કે 26,658 ફૂટ. નંગા પર્વતની ઓળખ વિશ્વમાં ‘કાતિલ પર્વત' તરીકે પણ છે, કારણ કે અહીં ટ્રેકિંગ કરનાર અનેક લોકો મૃત્યુને ભેટી ચૂક્યા છે. નંગા પર્વત પાકિસ્તાન શાસિત ગિલગિટ, બાલ્ટીસ્તાન વિસ્તારમાં આવે છે. જેને ભારત પણ પોતાનો ભાગ માને છે. નંગા પર્વત વિશ્વનું નવમા નંબરનું સૌથી ઉંચુ શિખર છે. જે હિમાલય પર્વત શ્રૃંખલાથી દૂર પશ્ચિમ ભાગમાં સ્થિત છે.



માઉન્ટ અન્નપૂર્ણા (8091 મી), નેપાળ

ઉત્તર મધ્ય નેપાળમાં સ્થિત અન્નપૂર્ણા પર્વત વિશ્વનો 10મા નંબરનો ઉંચો પર્વત છે. અન્નપૂર્ણા શિખરની ગણતરી વિશ્વના સૌથી જોખમી શિખરોમાં થાય છે. તેની ઉંચાઈ 26,545 ફૂટ (8091 મીટર) છે.


આંતરરાષ્ટ્રીય પર્વત દિવસની થીમ 

2021: sustainable mountain tourism

2020: Mountain biodiversity

2019: 'Mountains matter for Youth' 

10 December, 2020

ક્વીઝ 124, શાહબુદ્દીન રાઠોડ

આજની કવીઝ ગુજરાતના હાસ્યકાર અને લેખક શાહબુદ્દિન રાઠોડ વિશેની છે.

 

09 December, 2020

હોમાય વ્યારાવાલા જીવન પરિચય

 હોમાય વ્યારાવાલા

પ્રથમ મહિલા ફોટોગ્રાફર


હુલમણુ નામ: 'ડાલ્ડા 13


હોમાય વ્યારાવાલા એ ભારત દેશના પ્રથમ મહિલા વ્યવસાયિક તસ્વીર પત્રકાર (ફોટો જર્નાલિસ્ટ) હતા

હોમાય વ્યારાવાલનો જન્મ 9 ડિસેમ્બર, 1913ના રોજ નવસારી ખાતે એક મધ્યમવર્ગીય પારસી પરિવારમાં થયો હતો. પિતાનું નામ ડોસાભાઈ. શરૂઆતમાં તેઓ વ્યારા ખાતે રહ્યાં અને ત્યાર બાદ તેમનું કુટુંબ તારદેવ, મુંબઈ ખાતે જઈને વસ્યું. ત્યાં તેમના પિતા પારસી-ઉર્દૂ થિયેટરમાં કામ કરતા.

પ્રાથમિક શિક્ષણ પછી હોમાયબહેને મુંબઈની સેંટ ઝૅવિયર્સ કૉલેજમાંથી ઇકૉનૉમિક્સ સાથે બી.એ પાસ કર્યું અને સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટ્સમાં ફોટોગ્રાફીનો ડિપ્લોમા કરવાનો નિર્ણય કર્યો.અભ્યાસ પૂરો કર્યો પણ હોમાયે ફોટોગ્રાફીની તાલીમ તેમના મિત્ર માણેકશા વ્યારાવાલા પાસેથી લીધી.

જે જમાનામાં જ્યારે મહિલાઓ ભાગ્યે જ જાહેર જીવન કે નોકરી ધંધામાં પ્રવેશતાં તે સમયે સામાન્ય કુટુંબમાંથી આવતાં હોમાયે ફોટો જર્નાલીઝમ ક્ષેત્રે પ્રવેશવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એ સમયે હોમાય ફોટો જર્નાલીઝમ ક્ષેત્રે પ્રવેશ મેળવનારાં પ્રથમ મહિલા હતાં.

એક દિવસ માણેકશા વ્યારાવાલા નામના પારસી પત્રકારને પ્રથમ વખત તેઓ રેલ્વેસ્ટેશને મળ્યાં. જેમજેમ સમય વિતતો ગયો તેમતેમ બંને વચ્ચે મિત્રતા વધતી ગઈ. માણેકશાને ફોટોગ્રાફીનો પણ શોખ હતો તેથી હોમાય ફોટોગ્રાફી કળાથી પરિચિત થયાં અને હોમાય વ્યારાવાલાએ હિંમત કરી ફોટો જર્નાલીઝમ ક્ષેત્રે અભ્યાસ શરૂ કર્યો.

તેઓ આ ક્ષેત્રે કામ કરનારાં ભારતના પ્રથમ સન્નારી હતાં તેથી જ હોમાય વ્યારાવાલાની 104મી જન્મજયંતીએ ગૂગલે એક ડૂડલ બનાવીને તેમને મરણોત્તર શ્રદ્ધાંજલિ આપી હતી. ગુગલે તેમને 'ફર્સ્ટ લેડી ઑફ ધ લૅન્સ'નું નામ આપી સન્માન કર્યું હતું.

હોમાય વ્યારાવાલાની ફોટોગ્રાફર તરીકેની કારકિર્દીની વાત સબીના ગડીહોકે પોતાના પુસ્તક 'ઈન્ડિયા ઈન ફોકસ કૅમેરા ક્રૉનિકલ ઑફ હોમાય વ્યારાવાલા'માં કરી છે.

ઇ.સ. ૧૯૧૩માં ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લાના મુખ્ય મથક એવા નવસારી શહેરમાં મધ્યમવર્ગીય પારસી પરિવારમાં જન્મેલાં હોમાયબાનુ વ્યારાવાલાએ મુંબઈ ખાતે બોમ્બે યુતિવર્સિટીમાં સર જે. જે. કોલેજ ઓફ આર્ટ ખાતે અભ્યાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ, ઇ. સ. ૧૯૩૮માં ફોટોગ્રાફીના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. એ સમયમાં કેમેરા જેવા ઉપકરણને એક આશ્ચર્ય તરીકે માનવામાં આવતું હતું. વળી એના ઉપર એક મહિલા દ્વારા આ ક્ષેત્રમાં પ્રવેશ કરવાનું ખુબ અચરજ પમાડે એવી બાબત હતી. એમણે ઇ. સ. ૧૯૭૦માં વ્યવસાયિક ફોટોગ્રાફીમાંથી નિવૃત્તિ લીધી હતી.

ઇ.સ. ૨૦૧૧માં એમને ભારત સરકાર તરફથી પદ્મવિભૂષણ પુરસ્કાર વડે સમ્માનિત કરવામાં આવ્યા હતા. હોમાયજી એ સમયમાં તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે પોતાનું નિવૃત્ત જીવન વિતાવી રહ્યા હતા. એમનું ૧૫મી જાન્યુઆરી ૨૦૧૨ના રોજ વડોદરા ખાતે ૯૮ વર્ષની વયે અવસાન થયું હતું.

ગૂગલ કંપની દ્વારા હોમાયજીના ૧૦૪થા જન્મદિન નિમિત્તે ગૂગલ શોધ પર એમનું ડૂડલ મૂકી એમને યાદ કરવામાં આવ્યા. આ ડૂડલને મુંબઈ ખાતેના ચિત્રકાર સમીર કુલવુર દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું


'ડાલ્ડા 13' એવું પોતાનું હુલામણું નામ ખુદ હોમાયબહેને જ રાખ્યું હતું.આ નામ રાખવા પાછળનું કારણ હતું તેમની કારનો નંબર DLD-13


હોમાય વ્યારાવાલાએ ફોટોગ્રાફર તરીકે બીજું વિશ્વયુદ્ધ અને ભારતની આઝાદીના સમયની પળોને પોતાના કેમેરામાં કેદ કર્યાં હતાં.

હોમાય વ્યારાવાલાની પ્રથમ તસવીર 'બૉમ્બે કૉનિકલ'માં છપાઈ હતી. આ માટે તેમને એક રૂપિયાનો પુરસ્કાર પણ મળેલો

બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન (1939 થી 1945) તેઓ માણેકશાનાં આસિસ્ટન્ટ તરીકે 'ધી ઇલસ્ટ્રેટેડ વીકલી ઑફ ઈન્ડિયાટ અને 'બૉમ્બે ક્રૉનિકલ' નામનાં સામયિકોમાં સાથે સંકળાયેલાં રહ્યાં. આ સામાયિકે તેમની કેટલીય બ્લૅક ઍન્ડ વ્હાઈટ તસવીરો પ્રસિદ્ધ કરી હતી, જે પાછળથી ખ્યાતિ પામી.

હોમાયે જે તસવીરો ખેંચી એમાં લાગણી અને સંવેદના કેન્દ્રસ્થાને રહેતાં

ફોટોગ્રાફી ક્ષેત્રે કુશળતા જોઈને 1942માં તેઓ દિલ્હી બ્રિટિશ હાઈ કમિશનની 'બ્રિટિશ ઇન્ફોર્મેશન સર્વિસિસ'માં ફોટોગ્રાફર તરીકે જોડાયાં. ત્યાં તેઓ રોજબરોજના જાહેર અને ખાનગી કાર્યક્રમોને કૅમેરામાં કંડારતાં.આ તેમના જીવનનો સુવર્ણકાળ હતો.

હોમાયના મૃત્યુ પછી તેમણે લીધેલી અલભ્ય તસ્વીરોનો સંગ્રહ દિલ્હીસ્થિત 'ઍલ્કઝી ફાઉન્ડેશન ફૉર ધ આર્ટ્સ'માં રાખવામા આવ્યો છે.

લોર્ડ માઉન્ટબેટને રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજેલો સત્કારસમારંભ, 15 ઑગસ્ટ 1947ના રોજ ભારત આઝાદ થયું તે વખતે દિલ્હીમાં લહેરાયેલા તિરંગા ઝંડાની તેમજ પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ આ પ્રસંગે કબૂતરોને આકાશમાં ઉડાડીને આઝાદ કર્યાં તે વખતની તસવીર તેમની અમૂલ્ય તસ્વીરો છે.

મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને લાલ બહાદુર શાસ્ત્રીની અંતિમયાત્રાની તસવીરો તેમજ દલાઈ લામા નાથુ લા માર્ગે ભારતમાં પ્રવેશતા હતા તે ઘટનાનો ફોટો તેમણે 'લાઈફ' મૅગેઝિન માટે લીધો હતો.

ડૉ.રાધાકૃષ્ણન બીજા લોકો આગળ હોમાયની ઓળખાણ 'માય લેડી ફ્રેન્ડ' તરીકે આપતા

સરદાર પટેલ તેમને 'આપણી ગુજરાતણ' ગણીને

1969માં હોમાયએ પોતાના પતિના નિધન બાદ ફોટોગ્રાફી છોડી દીધી હતી.

પડોશીઓ તેમને હૉસ્પિટલ લઈ ગયા હતા. છેવટે તેમને શ્વાસની તકલીફ થતાં 15મી જાન્યુઆરી 2012ના રોજ વડોદરા ખાતે 98 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.

International Anti-Corruption Day(આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ)

 International Anti-Corruption Day

(આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ)

9 ડિસેમ્બર



દર વર્ષે 9 ડિસેમ્બરના દિવસે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધ જાગરૂકતા ફેલાવવા માટે એન્ટી-કરપ્શન ડે મનાવવામાં આવે છે

ભ્રષ્ટાચાર સૌથી જટિલ સામાજિક, રાજકીય અને આર્થિક ઘટનાઓમાંથી એક છે, જેની અસર વિશ્વના તમામ દેશોમાં જોવા મળે છે.

ગુજરાત માં એન્ટિકરપ્શન બ્યૂરો શાખા ની સ્થાપના વર્ષ 1963 માં કરવામાં આવી હતી જે હાલ એસીબી ના નામે પણ ઓળખાય છે

એસીબી દ્વારા કાયદેસર કામ કરાવવા કે સમય કરતાં વહેલા કામ કરવા માટે લાંચ, ભેટ કે અન્ય કોઈપણ જાતની માંગણી કરતાં સરકારી, અર્ધસરકારી અધિકારીઓ કે પદાધિકારીઓ ને પકડી પાડી તેના વિરુદ્ધ કાયદેસર ની કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે. અને કોર્ટ માં તેને સજા અપાવે છે

આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસનો ઇતિહાસ

આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસનો ઇતિહાસ 31 ઑક્ટોબર 2003થી શરૂ થાય છે, જ્યારે મહાસભાએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રના સંમેલનને અપનાવ્યું હતું. ત્યારથી ડ્રગ્સ એન્ડ ક્રાઇમ પર યુનાઇટેડ નેશન્સ ઓફિસને સ્ટેટ પાર્ટીઝના કોન્ફરન્સ માટે સચિવાલય તરીકે નિયુક્ત કરાઈ હતી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ત્યારે 9 ડિસેમ્બરના દિવસને ભ્રષ્ટાચાર વિરોધ દિવસ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો, જ્યારે કોન્ફરન્સ ડિસેમ્બર 2005માં યોજાઇ હતી. યુનાઇટેડ નેશન્સ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ અને સંપૂર્ણ વૈશ્વિક સમુદાય (UNODC) ભ્રષ્ટાચાર-વિરોધી પ્રથા વિશે જાગરૂકતા જન્માવવા માટે મુખ્ય છે. 

આંતરરાષ્ટ્રીય વિરોધી દિવસનું મહત્ત્વ 

આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસનું મહત્ત્વ વિશ્વ સ્તરે તેના વિશે જાગરૂકતા ફેલાવવા અને લોકોને જણાવવા કે કોઇએ તેનાથી કેવી રીતે અને કેમ બચવું જોઇએ. આ દિવસ પણ ભ્રષ્ટાચાર વિરોધી સમૂહમાં એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે, જે આ ગેરવર્તન પ્રત્યે જાગરૂકતા ફેલાવે છે અને પોતાના ઑફિસ પર ભ્રષ્ટાચારથી બચવાના સાધનો અને પદ્ધતિઓને શેર કરે છે. લોકશાહી સંસ્થાઓનો પાયો બચાવવા માટે ભ્રષ્ટાચારને ફેલાતો અટકાવવો ખૂબ જ જરૂરી છે કારણ કે ભ્રષ્ટાચાર કાયદાના શાસનની ચુંટણી પ્રક્રિયાને વિકૃત કરે છે. ભ્રષ્ટાચાર કેટલીય રીતે દેશના આર્થિક વિકાસને પણ અસર કરે છે. 

સંયુક્ત રાષ્ટ્રના આંકડાઓ અનુસાર, દર વર્ષે 1 ટ્રિલિયન ડૉલરની ચુકવણી રિશ્વત સ્વરૂપે કરવામાં આવી રહી છે, જ્યારે યૂએસડી 2.6 ટ્રિલિયનને ભ્રષ્ટ પગલાઓને કારણે ચોરાયા છે. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ અનુસાર, અંદાજ કાઢવામાં આવ્યો છે કે વિકાસશીલ દેશમાં ભ્રષ્ટાચારના કારણે 10 ગણી ધનરાશિ ખોવાઇ ગઇ છે, નહીં તો આ ભંડોળનો ઉપયોગ તેમની સત્તાવાર વિકાસ સહાયમાં કરવામાં આવી શક્યો હોત.

આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધ દિવસની થીમ

આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધ દિવસની થીમ છે, 'યૂનાઇટેડ અગેન્સ્ટ કરપ્શન' જે સતત વિકાસ લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સૌથી મોટી અડચણોમાંથી એક ભ્રષ્ટાચાર પર કેન્દ્રિત છે. આ 2030 એજેન્ડાનું સમર્થન કરવાનું યથાવત રાખશે, જે અભિયાનનું કરોડરજ્જૂ છે, આટલુ જ નહીં આ અભિયાનમાં એક યુવા ઘટક પણ હશે. ભ્રષ્ટાચારથી લડવા માટે સ્થાયી સમાધાન સુનિશ્ચિત કરવા માટે યુવાનોના ન્યાય માટે એક બની સશક્ત બનવું જરૂરી છે

શાહબુદ્દીન રાઠોડ જીવન પરિચય

 શાહબુદ્દીન રાઠોડ

જન્મ તારીખ: 9 ડિસેમ્બર 1937

જન્મ સ્થળ: થાનગઢ, સુરેન્દ્રનગર

પિતાનું નામ: સીદ્દીકભાઇ

માતાનું નામ: હસીનાબેન

શાહબુદ્દીન રાઠોડ ગુજરાતના જાણીતાં હાસ્ય કલાકાર અને હાસ્ય લેખક છે.


તેમનો જન્મ ૯ ડિસેમ્બર, ૧૯૩૭, થાન, સુરેન્દ્રનગર ખાતે થયો હતો. વ્યવસાયે તેઓ એક શિક્ષક, હાસ્યકાર તથા લેખક છે.

હાસ્ય અને મર્માળી વાતોની રજૂઆત આગવી શૈલીમાં કરવા માટે જાણીતા છે.

તેમણે સર્જેલ પુસ્તકોની સર્જનયાત્રા આ પ્રમાણેની છે : મારે ક્યાં લખવું હતું ?, હસતાં-હસાવતાં, અણમોલ આતિથ્ય, સજ્જન મિત્રોના સંગાથે, દુઃખી થવાની કળા, શો મસ્ટ ગો ઓન, લાખ રૂપિયાની વાત, દેવું તો મરદ કરે, મારો ગધેડો દેખાય છે ?, હાસ્યનો વરઘોડો, દર્પણ જૂઠ ન બોલે. .

દેશ-પરદેશમાં હાસ્યના અનેક કાર્યક્રમો આપીને ગુજરાતી સાહિત્યપ્રેમી અને હાસ્યપ્રેમી જનતાના હૃદયમાં તેમણે વિશિષ્ટ સ્થાન પેદા કર્યું છે – આ તેમની અનોખી સિદ્ધિ છે.

તેમણે ૧૩ પુસ્તકો ગુજરાતીમાં અને ૧ પુસ્તક હિંદીમાં લખ્યું છે. તેમનાં પુસ્તકોમાંથી ચાર બીજાં પુસ્તકો ડો. જગદીશ ત્રિવેદીએ સંપાદન કર્યા છે.

તેમના પ્રેરણામુર્તી ચાર્લે ચાપ્લેન અને માર્ક ટ્વેઇન છે.

તેમણે 22 જેટલા દેશોમા પોતાના કાર્યક્રમો કરેલ છે.

તેમણે થીયેટર,  આકાશવાણી અને દુરદર્શન પર અનેક હાસ્ય કાર્યક્રમો આપેલ છે.

તેમની પ્રથમ પ્રકાશિત હાસ્ય કૃતિ શો મસ્ટ ગો ઓન હતી. 

તેમણે 13 વર્ષ શિક્ષક તરીકે અને 25 વર્ષ આચાર્ય તરીકી નોકરી કરી હતી.

સબ ટીવી પર 309 એપિસોડની 2010 માં કોમેડી સીરિયલ પાપડપોલ આવતી જે શાહબુદ્દીન રાઠોડના હાસ્ય લેખો પર આધારિત હતી.

મુખ્ય રચનાઓ

  • હાસ્ય લેખ – 
  • શો મસ્ટ ગો ઓન,
  •  દેવું તો મર્દ કરે, 
  • દુઃખી થવાની કળા, 
  • હસતાં હસાવતાં, 
  • અણમોલ આતિથ્ય, 
  • સજ્જન મિત્રોના સંગાથે

ભારત સરકાર દ્વારા 2020માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામા આવ્યા, આ સિવાય જ્યોતિન્દ્ર દવે સુવર્ણ ચંદ્રક પણ મેળવેલ છે.


વધુ માહિતી માટે અહી ક્લીક કરવી.


08 December, 2020

ડિયેગો અર્માન્ડો મારાડોના જીવન પરિચય

 

ડિયેગો અર્માન્ડો મારાડોના




જન્મતારીખ: 30 ઓક્ટોબર 1960
જન્મસ્થળ: અર્જેન્ટિના
અવસાન: 25 નવેમ્બર 2020

આર્જેન્ટિનાના મહાન ફૂટબોલર ડિયેગો મારાડોના

આર્જેન્ટિનાના બુએનો એરી પ્રાંતના લાનુસ વિસ્તારમાં એક પારાવાર ગરીબ પરિવારમાં ૧૯૬૦ ના ઓક્ટોબરની ૩૦મીએ જન્મેલો મારાડોના આઠ સંતાનોમાં પાંચમો હતો. ભયાનક ગરીબી હોવા છતાં પરિવારના સભ્યો વચ્ચે કેવી ગજબની આત્મીયતા હતી એનો પુરાવો એક વાત પરથી મળે છે. ૧૯૯૦માં સ્પોર્ટ ઇલસ્ટ્રેટેડ સામયિકને આપેલી મુલાકાતમાં એણે કહ્યું હતું કે મારું એક માસનું ટેલિફોન બિલ ૧૫ હજાર ડોલર્સનું આવે છે. આટલી બધી વાતો કોની સાથે કરો છો ? એવા સવાલના જવાબમાં એણે કહ્યું, 'મારા માતાપિતા અને ભાઇબહેનોની સાથે...'

મારાડોના નામની ઉત્પતિ કેવી રીતે થઈ. તેના નામમાં પ્રથમ આવે છે ડિયેગો. ડિયેગો એ આર્જેન્ટીનાનો નહીં પણ ગ્રીક અને હિબ્રુ ભાષાનો શબ્દ છે. નવા પેદા થયેલા છોકરાનું નામ ડિયેગો રાખવાની પરંપરા ઈટાલી અને સ્પેનમાં આજે પણ અકબંધ છે. આ નામનો અર્થ થાય છે શિક્ષક. ડિયેગો અને મારાડોનાની વચ્ચેનું નામ છે આર્માન્ડો. જેનો અર્થ થાય છે એક માણસ જે આર્મીમાં છે.

ત્રણ વર્ષની વયે એને બર્થ ડે ગીફ્ટ તરીકે પહેલો ફૂટબોલ મળ્યો અને દસ વર્ષની વયે તો એ દેશની જુનિયર ટીમનો 'ગોલ્ડન બોય' બની ગયો હતો.  એણે જુનિયર ટીમને એકધારી અને સાતત્યપૂર્ણ ૧૩૬ સ્પર્ધા જીતી આપી હતી. 

૧૫-૧૬ વર્ષનો થયો ત્યાં એ નેશનલ ટીમનો કાયમી સભ્ય બની ગયો હતો. સતત વિજેતા બની રહેવાની સાથે ૧૯૮૪માં એણે ક્લોડિયા વીલફેનને પરણી ગયો.

માત્ર ૧૩ વર્ષની વયે એને ડ્રગની લત લાગી. લાગી તે કેવી લાગી, ૧૯૯૧ના એપ્રિલની ૨૬મીએ બુએનો એરીની પોલીસે એને અડધો કિલો હેરોઇન સાથે એના જ ફ્લેટમાં ઝડપી લીધો હતો. આંતરરાષ્ટ્રીય ડ્રગ  બજારમાં આટલા હેરોઇનની કિંમત જ કરોડો રૂપિયા થવા જાય.

1986ના વર્લ્ડ કપમાં મારાડોનાએ હાથ વડે ગોલ કરીને આર્જેન્ટિનાને ઇંગ્લેન્ડ સામે જીત અપાવેલી. આ ગોલ થકી ઇંગ્લેન્ડ વર્લ્ડ કપમાંથી એલિમિનેટ થઈ ગયું હતું. હકીકતમાં રેફરી જોવે કે ખેલાડીએ હાથનો ઉપયોગ કર્યો છે તો તે ખેલાડીને યલો-કાર્ડ મળે છે અને ગોલ ગણાતો નથી. પરંતુ મારાડોના એવી પોઝિશનમાં હતો કે આ ગોલ સંભવ નહોતો.

૨૨ જૂન ૧૯૮૬ના  દિવસે મેક્સિકોમાં મેરાડોનાએ માત્ર દસ સેકન્ડમાં જે હાંસલ કર્યું એ લોકો આખી જિંદગીમાં મેળવી શકતા નથી! એ ગોલ, 60 વારની દોડ લગાવી કરેલો એ એક ગોલ મારાડોનાને અપ્રતિમ ઉંચાઈ પર લઈ ગયો હતો! ૧૯૮૬ના ફૂટબોલ વર્લ્ડ કપ વખતે ઇંગ્લેંડ સામે રમતાં એણે જે ઐતિહાસિક ગોલ કર્યો એ પછી એને 'હેન્ડ ઓફ ગોડ (દિવ્ય હાથ)' બિરુદ મળેલું. એજ વર્લ્ડ કપમાં એણે જે રમત રમી દેખાડી એ  કદાચ ફૂટબોલના ઇતિહાસમાં સદાને માટે અમર રહેશે. 

ભારતમાં ગોવાની સરકારે પોતાના એક વિસ્તારમાં મારાડોનાની સાડા ત્રણસો કિલોની ધાતુની એક પ્રતિમા સ્થાપવાની જાહેરાત કરી

મારાડોના ભારતના કલકત્તા શહેરની મુલાકાત 2010 અને 2017માં લીધી હતી.

૨૦૦૨માં તેના ‘હેન્ડ ઓફ ગોડ’ ગોલને ફિફાના ઓનલાઈન સર્વેમાં ગોલ ઓફ સેન્ચ્યુરી તરીકે બિરદાવવામાં આવ્યો હતો.

ફૂટબોલના જાદુગર તરીકેની ઓળખ ધરાવતા મારાડોનાએ ચાર વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો અને ઈ.સ. ૧૯૯૪ના વર્લ્ડ કપ પૂર્વે ડ્રગ ટેસ્ટમાં નિષ્ફળ જતાં તેની કારકિર્દી પર પૂર્ણ વિરામ મૂકાઈ ગયું હતુ.

મારાડોનાએ આંતરરાષ્ટ્રીય કેરીયરમાં 91 વખત તેણે આર્જેન્ટીનાની ટીમને રિપ્રેઝન્ટ કરી. 34 ગોલ ફટકાર્યા અને વિશ્વકપ પણ અપાવ્યો, તેણે સંપૂર્ણ કેરીયરમાં 490 મેચમાં કુલ 311 ગોલ કર્યા હતા

મારાડોનાએ નિવૃત્તિ બાદ કોચ તરીકેની જવાબદારી પણ સંભાળી હતી અને ૨૦૧૦ના વર્લ્ડ કપમાં આર્જેન્ટીના તેના માર્ગદર્શનમાં ઉતર્યું હતુ

આર્જેન્ટીના તેનો દેશ. જેણે હ્રદયરોગના હુમલાના કારણે મૃત્યુ પામેલા ડિયેગો મારાડોના માટે દેશમાં ત્રણ દિવસનો શોક જાહેર કર્યો છે. તેણે દેશ માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું તો પછી દેશે પણ તેને આપ્યું.

ડિએગો મેરાડોના એ આર્જેન્ટિનાના વ્યાવસાયિક ફૂટબોલર હતા, જેમણે 1977 થી 1994 દરમિયાન સ્ટ્રાઈકર તરીકે આર્જેન્ટિનાની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમણે 91 દેખાવમાં 34 ગોલ કર્યા હતા,  તેને આર્જેન્ટિનાનો 5 મો સૌથી વધુ ગોલ ફટકારનાર અને 10 મો ક્રમાંકિત આર્જેન્ટિનાનો આંતરરાષ્ટ્રીય ખેલાડી  હતો. 1977 માં જ્યારે તે 16 વર્ષનો હતો ત્યારે તેણે તેની પહેલી કેપ મેળવી હતી


ડિએગો મેરાડોના એ 4 ફિફા વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો.

25 નવેમ્બર 2020ના આર્જેન્ટીનામા હ્રદયરોગના હુમલાના કારણે મૃત્યુ પામેલ.