મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

11 December, 2020

International Mountain Day (આંંતરરાષ્ટ્રીય પર્વત દિવસ)

 International Mountain Day 

(આંંતરરાષ્ટ્રીય પર્વત દિવસ)

11 ડિસેમ્બર


11 ડિસેમ્બર, "આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ", ને 2003 માં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા નિયુક્ત કરવામાં આવ્યો હતો.

વર્ષ 2002ને સંયુક્ત રાષ્ટ્ર સંઘે "આંતરરાષ્ટ્રીય પર્વત વર્ષ" જાહેર કર્યુ હતુ.


 " આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ " પર્વત વિકાસ સાથે સંબંધિત એક અલગ થીમ સાથે દર વર્ષે મનાવવામાં આવે છે. 

એફએફઓ એ યુ.એન.ની સંસ્થા છે જે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસની ઉજવણીનું નેતૃત્વ કરે છે.

આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ પર્વતો પર હવામાન પરિવર્તનની અસરો અંગે જાગૃતિ લાવવા માંગે છે. પાણી, ખોરાક અને સ્વચ્છ ઉર્જા માટે પર્વતો ગંભીર અવસ્થામાં છે. યુનાઇટેડ નેશન્સ અનુસાર, માનવ વસ્તીનો અડધો ભાગ પર્વતો પર નિર્ભર છે. આજે પર્વતો હવામાન પરિવર્તન, જમીનના અધોગતિ, વધુ શોષણ અને કુદરતી આફતોથી જોખમી છે. વધતા તાપમાનને કારણે પર્વત હિમ નદીઓ ઝડપી ગતિએ પીગળી રહ્યા છે. આ લાખો લોકો માટે તાજા પાણીના પુરવઠાને અસર કરે છે

પર્વતો તાજા પાણી, સ્વચ્છ ઉર્જા, ખોરાક અને મનોરંજન પ્રદાન કરે છે.


પર્વતો જળચક્રમાં મહત્વની ભૂમિકા ભજવે છે.


પર્વતો નદીઓનાં મોટા સ્ત્રોત છે. વિશ્વભરની મોટી નદીઓ પર્વતમાળામાંથી નીકળીને મીઠા પાણીનો સ્ત્રોત પૂરો પાડે છે. 90% જેટલી નદીઓ પર્વતમાથી આવે છે.


પૃથ્વીના પેટાળમાં થતી ઉથલપાથલને કારણે પૃથ્વીની સપાટી પર વિશાળ ખાડા અને ટેકરા બન્યાં. બે ટેકનોટિક પ્લેટ નજીક આવે અને અથડાય ત્યારે દબાણને કારણે જમીનમાં સળ પડે અને વચ્ચેની જમીન ઊંચકાય અને પર્વત બને. આ કારણે જ મોટા ભાગના પર્વતો સળંગ પર્વતમાળા સ્વરૃપે બન્યા. સામાન્ય રીતે ૩૦૦ મીટરથી ઊંચા ટેકરાને ભૌગોલિક રીતે પર્વત કે માઉન્ટન કહે છે

ઉંચા પર્વતો પર હવા ઠંડી અને પાતળી હોવાથી બરફ જામેલો રહે છે.


વિશ્વની સૌથી મોટી પર્વતમાળા હિમાલય ૨૪૧૩ કિલોમીટર લાંબી છે. તેમાં અનેક શિખરો છે. વિશ્વનું સૌથી ઊંચું એવરેસ્ટ શિખર હિમાલયમાં છે. નેપાળમાં તેને સ્થાનિક લોકો સાગરમાથા (અર્થ સ્વર્ગનું શિર) નામથી ઓળખે છે. તો તિબેટમાં તેને ‘ચોમોલંગમા' (પર્વતોની રાણી) તરીકે ઓળખવામાં આવે છે


 વિંધ્ય પર્વતમાળા : ભારતની મધ્યમાં આવેલો વિંધ્યાચળ પર્વત સરેરાશ ૩૦૦૦ મીટર ઊંચો છે. ગુજરાતમાં શરૃ થઈ મધ્યપ્રદેશમાં વિસ્તરેલી આ પર્વતમાળા ૧૦૫૦ કિલોમીટર લાંબી છે.

* સાતપુડા : ગુજરાતના અરબી સમુદ્રના કિનારેથી શરૃ થઈ મહારાષ્ટ્ર તરફ ફેલાયેલી સાતપુડા પર્વતમાળા ૯૦૦ કિલોમીટર લાંબી છે. તેની સરેરાશ ઉંચાઈ ૧૦૦૦ મીટર છે.

* અરવલ્લી : સાબરમતી નદીનું મૂળ અરવલ્લી પર્વતમાં છે. રાજસ્થાનની આ પર્વતમાળા ૮૦૦ કિલોમીટર લાંબી છે. માઉન્ટ આબુ આ પર્વતમાળાનું ઊંચું શિખર છે તેની ઊંચાઈ ૧૭૨૨ મીટર છે.

* સહ્યાદ્રિ : દક્ષિણ ગુજરાતમાં માથેરાનથી શરૃ થઈ મહારાષ્ટ્ર તરફ વિસ્તરેલી સહયાદ્રિ પર્વતમાળા ૧૬૦૦ કિલોમીટર લાંબી છે. તે છેક કેરળ સુધી લંબાયેલી છે. તેને વેસ્ટર્ન ઘાટ પણ કહે છે.

* જાવાડી હિલ્સ : દક્ષિણ ભારતની ક્રિષ્ના, કાવેરી, ગોદાવરી અને મહાનદીના પટમાં આવેલી આ પર્વતમાળા ૧૦૦૦ મીટર ઊંચી છે. તમિળનાડુનું નિલગિરિ શિખર તેનું કેન્દ્ર છે. તેને ઈસ્ટર્ન ઘાટ પણ કહે છે.


વિશ્વનાં અન્ય નોંધપાત્ર પર્વતોમાં આલ્પ્સ અને કોકેશસ છે. આલ્પ્સનું સૌથી ઊંચુ શિખર મોન્ટ બ્લેન્ક ૪૮૧૦ મીટર ઊંચું છે.


આફ્રિકામાં કિલીમાંજારો અને રૃવેનઝોરી મુખ્ય પર્વતમાળાઓ છે. કિલીમાંજારો સુષુપ્ત જ્વાળામુખી છે. 


 વિશ્વનો સૌથી ઊંચો પર્વત મૌનાકિયા ૯૦૮૨ મીટર ઊંચો છે તે સમુદ્રમાં હોવાથી મોટો ભાગ સમુદ્રમાં ડૂબેલો છે.


જાણો ભારતમાં 7 મુખ્ય પર્વતમાળાઓ:

1 હિમાલય રેન્જ
2 કારાકોરમ અને પીર પંજલ રેન્જ
3 પૂર્વીય પર્વતમાળા અથવા પૂર્વાંચલ રેન્જ
4 સત્પુરા અને વિંધાયા રેન્જ
5 અરવલ્લી રેન્જ
6 પશ્ચિમ ઘાટ
7 પૂર્વી ઘાટ


ભારત વિશ્વમાં સૌથી વધુ  પર્વતમાળાઓ ધરાવે છે. ભારત સાત મુખ્ય પર્વતમાળાઓનું ઘર છે જેમાં 1000 મીટરથી વધુની ઉંચાઇના શિખરો છે. ભારતની સૌથી પ્રખ્યાત અને સૌથી ઉંચી પર્વતમાળા એ હિમાલયની શ્રેણી છે. તે ભારતની સૌથી જૂની અને સૌથી લાંબી પર્વતમાળા પણ છે અને વિશ્વની લગભગ બધા મોટા શિખરમા છે. હિમાલય પર્વતમાળા એશિયાના બાકીના ભાગથી ભારતને દ્વિભાજિત કરે છે અને તે ભારતની શકિતશાળી નદીઓનો પ્રાથમિક સ્ત્રોત છે.


વિશ્વ નાં 10 મોટા પર્વત
માઉન્ટ એવરેસ્ટને વિશ્વનો સૌથી ઉંચો પર્વત કહેવામાં આવે છે . માઉન્ટ એવરેસ્ટની ટોચ સમુદ્ર સપાટીથી 8,848 મીટર (29,035 ફુટ) ઉપર છે.



.
માઉન્ટ એવરેસ્ટ (8848 મી), નેપાળ

એવરેસ્ટ શિખર એવરેસ્ટ, વિશ્વનું સૌથી ઉંચુ શિખર. 8,848 મીટર ઉંચું આ શિખર પહેલા XV નામથી ઓળખાતું હતું. તે સમયે માઉન્ટ એવરેસ્ટની ઉંચાઈ 29,002 ફૂટ એટલે કે 8,040 મીટર હતી. વૈજ્ઞાનિક સર્વેક્ષણ મુજબ કહેવાય છે કે એવરેસ્ટની ઉંચાઈ દર વર્ષે 2 સેન્ટીમીટર જેટલી વધે છે.


માઉન્ટ કે 2 (8611 મી), પાકિસ્તાન

K2 પાકિસ્તાન શાસિત કાશ્મીર એટલે કે PoKના ગિલગિટ, બાલ્ટિસ્તાન અને ચીનની જિંજીયાંગ સરહદ પર કારાકોરમ પર્વત શ્રેણીમાં આવેલું શિખર છે K2. 8,611 મીટર (28,251 ફૂટ) ઉંચાઈ ધરાવતું આ શિખર માઉન્ટ એવરેસ્ટ પછીનું વિશ્વનું સૌથી ઉંચુ શિખર છે. જો કે કેટુ સર કરવું એ માઉન્ટ એવરેસ્ટ કરતા વધુ જોખમી અને અઘરું છે. માઉન્ટ એવરેસ્ટ અત્યાર સુધીમાં 2,238 લોકો સર કરી ચૂક્યા છે, જ્યારે કેટુ સર કરવામાં માત્ર 246 લોકોને જ સફળતા મળી છે.



માઉન્ટ કાંચનજંઘા(8586 મી), નેપાળ / ભારત

સિક્કિમના ઉત્તર પશ્ચિમ વિસ્તાર અને નેપાળ સરહદ પર સ્થિત કાંચનજંઘા વિશ્વનું ત્રીજુ સૌથી ઉંચુ શિખર છે. તેની ઉંચાઈ છે 8,586 મીટર. કાંચનજંઘા દાર્જિલિંગથી માત્ર 74 કિલોમીટર ઉત્તર પશ્ચિમ દિશામાં આવેલું છે. કાંચનજંઘા નામનો ઉદભવ તિબ્બત મૂળના ચાર શબ્દોમાંથી થયો છે, જેને સામાન્ય રીતે કાંગ-છેન-દજોં-ડ્ઢ લખવામાં આવે છે. સિક્કિમમાં તેનો અર્થ થાય છે વિશાળ હિમની પાંચ નિધિ. નેપાળમાં કાંચનજંઘા કુંભકરણ લંગૂર તરીકે ઓળખાય છે.


માઉન્ટ લહોટ્સે (8511 મી), નેપાળ

8,516 મીટર એટલે કે 27,940 ફૂટ ઉંચાઈ ધરાવતું આ શિખર માઉન્ટ એવરેસ્ટ, કેટુ અને કાંચનજંઘા બાદ વિશ્વનું ચોથું સૌથી ઉંચુ શિખર છે, જે એવરેસ્ટ સાથે દક્ષિણ તરફથી જોડાયેલું છે. આ શિખરની આજુબાજુમાં બે અન્ય શિખરો પણ છે.



માઉન્ટ મકાલુ (8462 મી), નેપાળ

મકાલૂ છે વિશ્વનું પાંચમું સૌથી ઉંચુ શિખર. એવરેસ્ટથી 18 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં આવેલા આ શિખરની ઉંચાઈ 8,481 મીટર એટલે કે 27,825 ફૂટ છે. મકાલૂની રસપ્રદ વાત એ છે કે, અહીં ચાર અલગ અલગ શિખર છે, જે ચાર મુખી પિરામિડ જેવા દ્રશ્યમાન થાય છે.



માઉન્ટ ચો ઓયુ (8201 મી), નેપાળ


સમુદ્ર સપાટીથી ઉપર 8,201 મીટર (29,906 ફૂટ) ઉંચાઈ ધરાવતું આ વિશ્વનું છઠ્ઠા નંબરનું સૌથી ઉંચુ શિખર છે. તિબ્બતમાં ચો ઓયુનો અર્થ ‘મરકત દેવી' થાય છે. આ પર્વત તિબેટ-નેપાળ સરહદ પર માઉન્ટ એવરેસ્ટની મહાલાંગુર હિમાલયથી 20 કિલોમટીર ખુંબુ ઉપ-ધારામાં પશ્ચિમ તરફ આવેલું છે.

માઉન્ટ ધૌલાગિરી (8167 મી), નેપાળ

ઉત્તર-પશ્ચિમી નેપાળમાં કાળી નદીના ઉદગમ સ્થાન નજીક આવેલું આ શિખર, 26,826 ફૂટ ઉંચુ છે. તેના એક ભાગમાં અનેક હિમનદીઓ પણ છે. ધૌલાગિરી એ હિમાલયના મુખ્ય ચાર શિખરોમાંથી એક છે. એક સમયે તેને વિશ્વનું સૌથી ઉંચુ શિખર મનાતું હતું. નેપાળી ભાષામાં ધૌલાગિરી પર્વતનો અર્થ થાય સફેદ સુંદર પહાડ. ધૌલાગિરી વિશ્વનું સાતમા નંબરનું ઉંચુ શિખર છે.



માઉન્ટ માનસલુ (8163 મી), નેપાળ

સમુદ્ર સપાટીથી 8,163 મીટર(26,781 ફૂટ) ઉંચાઈ ધરાવતું આ વિશ્વનું આઠમા નંબરનું ઉંચુ શિખર છે. આ શિખર નેપાળના પશ્ચિમ મધ્ય ભાગમાં નેપાળી હિમાલયમાં આવેલું છે. મનાસ્લુ સંસ્કૃત શબ્દ મનાસા પરથી આવ્યો છે, જેનો અર્થ છે ‘બુદ્ધિ કે આત્મા'. જ્યારે મનાસ્તુનો અર્થ થાય છે ‘પર્વતની આત્મા'



નાંગા પરબત (8125 મી), પાકિસ્તાન

આ પર્વતની ઉંચાઈ છે 8,125 મીટર એટલે કે 26,658 ફૂટ. નંગા પર્વતની ઓળખ વિશ્વમાં ‘કાતિલ પર્વત' તરીકે પણ છે, કારણ કે અહીં ટ્રેકિંગ કરનાર અનેક લોકો મૃત્યુને ભેટી ચૂક્યા છે. નંગા પર્વત પાકિસ્તાન શાસિત ગિલગિટ, બાલ્ટીસ્તાન વિસ્તારમાં આવે છે. જેને ભારત પણ પોતાનો ભાગ માને છે. નંગા પર્વત વિશ્વનું નવમા નંબરનું સૌથી ઉંચુ શિખર છે. જે હિમાલય પર્વત શ્રૃંખલાથી દૂર પશ્ચિમ ભાગમાં સ્થિત છે.



માઉન્ટ અન્નપૂર્ણા (8091 મી), નેપાળ

ઉત્તર મધ્ય નેપાળમાં સ્થિત અન્નપૂર્ણા પર્વત વિશ્વનો 10મા નંબરનો ઉંચો પર્વત છે. અન્નપૂર્ણા શિખરની ગણતરી વિશ્વના સૌથી જોખમી શિખરોમાં થાય છે. તેની ઉંચાઈ 26,545 ફૂટ (8091 મીટર) છે.


આંતરરાષ્ટ્રીય પર્વત દિવસની થીમ 

2021: sustainable mountain tourism

2020: Mountain biodiversity

2019: 'Mountains matter for Youth' 

No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work