ગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'
જન્મતારીખ: 12 ડિસેમ્બર 1892
જન્મ સ્થળ: વીરપુર
પિતાનું નામ: ગોવર્ધનરામ જોશી
માતાનું નામ: ગંગામા
અવસાન: 11 માર્ચ 1965 (અમદાવાદ)
ઉપનામ: 'ધૂમકેતુ'
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ગુજરાતી ભાષાના નવલિકાકાર, નવલકથાકાર, ચિંતક-વિવેચક, નિબંધકાર, ચરિત્રકાર, નાટ્યકાર તરીકે પ્રસિધ્ધ છે.
તેમનો જન્મ સૌરાષ્ટ્રના વીરપુરમાં થયો હતો. તેમણે ૧૯૧૪ માં મૅટ્રિક પાસ કર્યુ હતુ. ત્યારબાદ ૧૯૨૦માં અંગ્રેજી-સંસ્કૃત વિષયો સાથે બી.એ (બેચલર ઓફ આર્ટસ) ની પદવી મેળવી હતી.
પ્રારંભમાં અંબાલાલ સારાભાઈના બંગલાની ખાનગી શાળામાં શિક્ષક તરીકે અને પછી સર ચીનુભાઈ બેરોનેટના બંગલાની ખાનગી શાળામાં શિક્ષક તરીકે કામ કર્યું.
1923માં અમદાવાદ આવ્યા બાદ પોસ્ટઓફિસ નામની પ્રથમ વાર્તા લખી અને સાહિત્ય નામના સામાયિકમાં પ્રગટ થઇ.
1926માં તેમનો પહેલો વાર્તા સંગ્રહ "તણખા" પ્રગટ થયો.
તેમણે 24 વાર્તા સંગ્રહો, 28 ઐતિહાસિક નવલકથાઓ, 7 સામાજિક નવલકથા, 7 નિબંધ સંગ્રહો, 2 નાટક, 2 વિવેચન, 9 જીવન વિકાસના પુસ્તકો, 10 સેટ બાળ સાહિત્ય, 24 નવલિકાઓ અને 2 આત્મકથાઓ લખી છે
તેમણે 24 નવલિકા સંગ્રહો અને 492 જેટલી વાર્તાઓ ગુજરાતી સાહિત્યમા પ્રદાન કરી છે.
ગુજરાત સરકારા દ્વારા પ્રાથમિક શાળાના પાઠ્યપુસ્તકોમા ધુમકેતુની રચનઓનો સમાવેશ કરવામા આવ્યો છે. ધોરણ 8માં જૂમો ભિસ્તી અને ધોરણ 7માં ભીખુ.
અનેક કલાત્મક વાર્તાઓના સર્જનના કારણે ધૂમકેતુ ગુજરાતી નવલિકાના આધ્ય પ્રણેતા ગણાય છે.
એમણે અનેક ગદ્યસ્વરૂપો ખેડયાં છે, પરંતુ એમની કીર્તિ તો નવલિકાકાર તરીકે જ પ્રતિષ્ઠિત છે
‘તણખા’ મંડળ ૧ થી ૪ (૧૯૨૬, ૧૯૨૮, ૧૯૩૨, ૧૯૩૫)
‘અવશેષ’ (૧૯૩૨)
‘પ્રદીપ’ (૧૯૩૩),
‘મલ્લિકા અને બીજી વાર્તાઓ’ (૧૯૩૭),
‘ત્રિભેટો’ (૧૯૩૮),
‘આકાશદીપ’ (૧૯૪૭),
‘પરિશેષ’ (૧૯૪૯),
‘અનામિકા’ (૧૯૪૯),
‘વનછાયા’ (૧૯૪૯),
‘પ્રતિબિંબ’ (૧૯૫૧),
‘વનરેખા’ (૧૯૫૨),
‘જલદીપ’ (૧૯૫૩),
‘વનકુંજ’ (૧૯૫૪),
‘વનરેણુ’ (૧૯૫૬),
‘મંગલદીપ’ (૧૯૫૭),
‘ચન્દ્રરેખા’ (૧૯૫૯),
‘નિકુંજ’ (૧૯૬૦),
‘સાન્ધ્યરંગ’ (૧૯૬૧),
‘સાન્ધ્યતેજ’ (૧૯૬૨),
‘વસંતકુંજ’ (૧૯૬૪)
‘છેલ્લો ઝબકારો’ (૧૯૬૪)
એમની આ 24 નવલિકાઓ ભાવનાવાદી , વાસ્તવલક્ષી પણ છે
એમણે સામાજિક-ઐતિહાસિક નવલકથાઓ વિપુલ પ્રમાણમાં આપી છે. એમની ‘પૃથ્વીશ’ (૧૯૨૩), ‘રાજમુગુટ’ (૧૯૨૪), ‘રુદ્રશરણ’ (૧૯૩૭), ‘અજિતા’ (૧૯૩૯), ‘પરાજય’ (૧૯૩૯), ‘જીવનનાં ખંડેર’ (૧૯૬૩), ‘મંઝિલ નહીં કિનારા’ (૧૯૬૪) વગેરે સામાજિક નવલકથાઓમાં સાંપ્રત સમાજની અભિપ્રેરણા છે.
‘ચૌલાદેવી’ (૧૯૪૦), ‘રાજસંન્યાસી’ (૧૯૪૨), ‘કર્ણાવતી’ (૧૯૪૨), ‘રાજકન્યા’ (૧૯૪૩), ‘વાચિનીદેવી’ (૧૯૪૫), ‘જયસિંહ સિદ્ધરાજ’ (બર્બરજિષ્ણુ) (૧૯૪૫), ‘જયસિંહ સિદ્ધરાજ’ (ત્રિભુવન ખંડ) (૧૯૪૭), ‘જયસિંહ સિદ્ધરાજ’ (અવંતીનાથ) (૧૯૪૮), ‘ગુર્જરેશ્વર કુમારપાળ’ (૧૯૪૮), ‘રાજર્ષિ કુમારપાળ’ (૧૯૫૦), ‘નાયિકાદેવી’ (૧૯૫૧), ‘રાય કરણ ઘેલો’ (૧૯૫૨), ‘અજિત ભીમદેવ’ (૧૯૫૩), ‘આમ્રપાલી’ (૧૯૫૪), ‘વૈશાલી’ (૧૯૫૪), ‘મગધપતિ’ (૧૯૫૫), ‘મહાઅમાત્ય ચાણક્ય’ (૧૯૫૫), ‘ચન્દ્રગુપ્ત મોર્ય’ (૧૯૫૬), ‘સમ્રાટ ચન્દ્રગુપ્ત’ (૧૯૫૭), ‘પ્રિયદર્શી અશોક’ (૧૯૫૮), ‘પ્રિયદર્શી સમ્રાટ અશોક’ (૧૯૫૮), ‘મગધસેનાપતિ પુષ્પમિત્ર’ (૧૯૫૯), ‘કુમારદેવી’ (૧૯૬૦), ‘ગુર્જરપતિ મૂળરાજદેવ’ : ૧-૨ (૧૯૬૧), ‘પરાધીન ગુજરાત’ (૧૯૬૨), ‘ભારતસમ્રાટ ચન્દ્રગુપ્ત’ : ૧,૨ (૧૯૬૩, ૧૯૬૪), ‘ધ્રુવદેવી’ (૧૯૬૬) વગેરે એમની ઐતિહાસિક નવલકથાઓમાં ગુપ્તયુગ અને ચૌલુકયુગનું નિરૂપણ છે
‘પગદંડી’ (૧૯૪૦) માં એમણે પ્રકૃતિસૌંદર્યનાં વર્ણનોને અનુભૂતિની સાહજિકતા અને આલંકારિક ગદ્યનો સ્પર્શ આપ્યો છે
‘રજકણ’ (૧૯૩૪), ‘જલબિંદુ’ (૧૯૩૬), ‘મેઘબિંદુ’ (૧૯૫૦), ‘પદ્મરેણુ’ (૧૯૫૧) જેવી કૃતિઓમાં ચિંતનકણિકાઓનું દર્શન થાય છે.
‘કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય’ (૧૯૪૦) એમનો ચરિત્રગ્રંથ છે,
‘જીવનપંથ’ (૧૯૪૯) અને ‘જીવનરંગ’ (૧૯૫૬) એમની આત્મકથા છે,તેમાં ૧૮૯૨ થી ૧૯૨૬ સુધીનાં સંસ્મરણોનું આલેખન છે
તણખા : મંડળ ૧,૨,૩,૪ (૧૯૨૬, ૧૯૨૮, ૧૯૩૨, ૧૯૩૫) ધૂમકેતુના ટૂંકીવાર્તાઓના સંગ્રહો છેેે
"પોસ્ટઑફિસ " એ પુત્રીના પત્રની પ્રતીક્ષામાં દરરોજ સવારે પોસ્ટઑફિસે જઈ બેસતા વૃદ્ધ અલીડોસાના ઉત્કટ વાત્સલ્યને નિરૂપતી ધૂમકેતુની અત્યંત જાણીતી ટૂંકીવાર્તા છે.
ભૈયાદાદા ધૂમકેતુની જાણીતી ટૂંકીવાર્તા. રેલવે અધિકારી સાંધાવાળા ભૈયાદાદાને એમની કોઈ ગફલતને કારણે વહેલા નિવૃત્ત કરી દે છે અને ફાટક પાસેની ઝૂંપડી-વાડીના પ્રેમમાં પડેલા ભૈયાદાદા ઝૂંપડીવાડી ખાલી કરવાને બદલે ખોળિયું ખાલી કરીને ચાલી નીકળે છે- એવું કથાનક કરુણને ઝંકૃત કરી જાય છે.
રજપૂતાણી ધૂમકેતુની ટૂંકીવાર્તા છે એમાં ચોમાસામાં ગરાસણીને મળવા નીકળેલા અને રૂપેણમાં ડૂબી અવગતે થયેલા ગરાશિયાનું ઘર માંડવા અંતે પાણીમાં ડૂબી જતી ગરાસણીનું કથાનક લોકકથાત્મક અને રહસ્યપૂર્ણ છે.
ચૌલાદેવી ‘ધૂમકેતુ’ની ચૌલુક્યવંશીની નવલકથા છે એમાં રાજા ભીમદેવના સમયની કથા છે, સોમનાથ-પાટણના પતન પછી ગુજરાતની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગી ચૂકી હતી; પરાક્રમી રાજા ભીમદેવ ભગવાન પિનાકપાણિના દેવમંદિરની રક્ષા કરી શક્યા નહીં તે કારણે ગુજરાતનો રાજ્વી ઉપહાસપાત્ર બન્યો હતો; બરાબર તે જ વખતે પાટણ આંતરિક અસંતોષથી ધૂંધવાતું હતું. બહારનાં ઉપહાસ અને અંદરના જવાળામુખી વચ્ચે ગુજરાતની ગર્વોન્નત પ્રતિમા ઉપસાવવા મંત્રી વિમલ, સંધિવિગ્રહિક દામોદર અને અભિજાતસુંદરી ચૌલાદેવી મથે છે. ચૌલાદેવીની ઉદાત્તત્તાનો અને સ્વપ્નમંડિત ભાવનાનો સ્પર્શ લગભગ તમામ પાત્રોને થયો છે. ગુજરાતના નિર્માણની એ પ્રેરણામૂર્તિ બને છે.
મુખ્ય રચનાઓ
- નવલકથાઓ-અજિત ભીમદેવ, ચૌલાદેવી, ગૂર્જરપતિ મૂળદેવ; આમ્રપાલી, પ્રિયદર્શી અશોક
- સામાજિક નવલકથા– પૃથ્વીશ
- આત્મકથા– જીવનપંથ
- નવલિકાઓ – તણખા મંદળ ભાગ 1-4 , ધૂમકેતુની વાર્તાઓ ભાગ 1- 11
- વિવેચન – સાહિત્ય વિચારણા
- જીવન વિકાસ – જિબ્રાનનું જીવન દર્શન
- બાળસાહિત્ય – ઇતિહાસંની તેજમૂર્તિઓ
સન્માન અને એવોર્ડ
1935 : રણજીતરામ સુવર્ણ ચંદ્રક (અસ્વીકાર કર્યો)
1953: નર્મદ સુવર્ણ ચંદ્રક
1944: ગુજરાત સાહિત્ય પરિષદના 15માં અધિવેશનના સાહિત્ય વિભાગના પ્રમુખ (વડોદરા)
1957/58: સાહિત્ય અકાદમી દિલ્હીના ગુજરાતી ભાષાના સલાહકાર બોર્ડના સભ્ય
11 માર્ચ 1965ના રોજ અમદાવાદ ખાતે તેમનું અવસાન થયુ હતું.
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work