મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

06 January, 2021

કપિલ દેવ જીવન પરિચય

 કપિલ દેવ

(ભારતના પૂર્વ કેપ્ટન અને ક્રિકેટર)

ભારતીય ક્રિકેટ ટીમને પહેલો વર્લ્ડ કપ જીતાડનાર


ઉપનામ: હરિયાણા હરિકેન

6 જાન્યુઆરી 1959ના રોજ ચંડીગઢમાં અગ્રણી લાકડાનાં વેપારી રામ લાલ નિખંજ અને તેમની પત્ની રાજ કુમારી નિખંજને ત્યાં કપિલ દેવનો જન્મ થયો હતો. એ દૌરમાં બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ ત્રણેય ડિપાર્ટમેન્ટમાં કપિલ દેવ સૌથી શ્રેષ્ઠ ઓલરાઉન્ડર ક્રિકેટર ગણાતા હતાં. કપરા સમયમાં સારું પર્ફોમન્સ કરીને કપિલ દેવે સકંટ મોચક બનીને ઘણીવાર ટીમ ઈન્ડિયાની ડૂબતી નૈયા પાર લગાવી છે. ભારતીય ક્રિકેટના ભીષ્મપિતામહ કહેવાતા સુનીલ ગાવાસ્કર અને ક્રિકેટની દુનિયાના ભગવાન ગણાતા સચિન તેંડુલકર બન્ને સાથે કપિલ દેવ ક્રિકેટ રમ્યાં.


ભારતના પૂર્વ કેપ્ટન અને ક્રિકેટર જગતના શાનદાર ઓલરાઉન્ડરોમાંથી એક એવા કપિલ દેવની કેપ્ટનશિપમાં ભારતે 1983માં પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો હતો.

 આ વિશ્વકપ શૃંખલાની ઝીમ્બામ્વે સામેની એકદિવસીય રમત દરમ્યાન ભારતની ઓછા રનમાં પાંચ વિકેટો પડી ગઇ હતી. આ વેળાએ કપિલદેવે આક્રમક રીતે રમી ૧૭૫ રનો કરી અણનમ રહી, ભારતની ટીમને હારમાંથી ઉગારી લીધી હતી. આ ૧૭૫ રનનો જુમલો એ સમયનો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ જુમલો હતો. આ વિક્રમ ઘણાં વર્ષો સુધી અકબંધ રહ્યો હતો

કપિલ દેવે પોતાના આંતરરાષ્ટ્રી કારકિર્દીમાં 131 ટેસ્ટ અને 225 વનડે મેચ રમી હતી. તેના નામે ટેસ્ટમાં 5248 રન અને 434 વિકેટ છે. વનડે ઇન્ટરનેશનલ કારકિર્દીમાં તેણે 3783 રન બનાવવાની સાથે 253 વિકેટ લીધી હતી. તેમમએ પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ વેસ્ટ ઇન્ડિઝની સામે ફરીદાબાદમાં વર્ષ 1994માં રમી હતી.

કપિલ દેવે નવેમ્બર 1975થી હરિયાણા તરફથી ક્રિકેટ રમવાની શરૂઆત કરી.  કપિલ દેવએ તે સિઝનમાં 30 મેચોમાં 121 વિકેટ લીધી હતી. ત્યાર પછી કપિલ દેવ એક પછી એક સફળતાના પગથિયાં ચડવા લાગ્યો. ઈરાની ટ્રોફી, દિલીપ ટ્રોફી અને વિલ્સ ટ્રોફી માટેની મેચમાં તેની પસંદગી થઈ. તેમણે 1978માં પાકિસ્તાન સામે ટેસ્ટ અને વન-ડે ક્રિકેટ ની શરૂઆત કરી.

કપિલ દેવ એક માત્ર ભારતીય ફાસ્ટ બોલર છે કે જેણે ટેસ્ટ મેચમાં 434 વિકેટ હાંસલ કરી છે. ભારતના સૌથી શ્રેષ્ઠ ઓલરાઉન્ડરમાં કપિલ દેવનું સ્થાન ટોચ પર છે. કપિલ દેવએ 687 વિકેટ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઝડપી છે. આક્રમક અંદાજથી બેટિંગ કરી ને કુલ 9037 વધુ રન બનાવ્યા છે.ભારતીય ટર્નિંગ ટ્રેક પર પોતાની સ્વિંગ બોલિંગથી કપિલ દેવ વિકેટ પ્રાપ્ત કરતો હતો.

સતત  બે વખત વિશ્વ વિજેતા બનનાર વેસ્ટ ઇન્ડીઝ ને હરાવવું તે ચમત્કાર જ હતો અને તે ચમત્કાર કપિલ દેવ અને તેની ટીમે હાંસલ કર્યો હતો. વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે સામે ભારતની 17 રન પર 5 વિકેટ ગુમાવી હતી ત્યાર પછી કપિલ દેવની અણનમ 175 રનની  ઇનિંગ ભારતીય ક્રિકેટના ચાહકો  ક્યારે પણ ભૂલી નહીં શકે. વર્લ્ડ કપ ફાઈનલમાં વેસ્ટ ઇન્ડીઝ સામે  વિવિયન રિચડ્સનો લાજવાબ કેચ વર્લ્ડ કપ જીત માટે મોટો ટર્નીગ પોઇન્ટ સાબિત થયો હતો.

વનડે ઈંટરનેશનલ ક્રિકેટમાં સૌથી પહેલાં 200 વિકેટ લેવાનો રેકોર્ડ કપિલ દેવના નામે નોંધાયો છે. જયારે કે એકમાત્ર એવો ટેસ્ટ ખેલાડી છે જેણા ખાતામાં 400 વિકેટથી વધુ અને 5000થી વધુ રન નોંધાયા છે. ચાલો આજે અમે તમને કપિલદેવના એ ચાર સિક્સર વિશે બતાવીએ છે જે ઈતિહાસના પાન પર નોંધાયેલ છે.



કપિલ દેવ એકમાત્ર એવા ક્રિકેટર છે જેમણે ઓલ રાઉન્ડર તરીકે 4000 રન અને 400 વિકેટનો ડબલ પરાક્રમ હાંસલ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે.

 કપિલ દેવ પણ એકમાત્ર એવો ખેલાડી છે કે જેણે તેની આખી ટેસ્ટ કારકિર્દીમાં ક્યારેય રન આઉટ ન થવાનો દુર્લભ રેકોર્ડ બનાવ્યો છે. 

કપિલ દેવ  પ્રથમ અને એકમાત્ર ક્રિકેટર છે જેમણે વેસ્ટ ઈન્ડિઝ સામે 1979 માં સિક્સર ફટકારીને ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ સદી પૂરી કરી છે.

કપિલ દેવની જીવન કથા પણ તેમના દ્વારા તેમની ત્રણ આત્મકથા- બાય ગાર્ડ્સ ડિક્રી (1985), ક્રિકેટ માય સ્ટાઇલ (1987) અને સીધાથી ધ હાર્ટ (2004) માં વર્ણવવામાં આવી છે.

કપિલ દેવે ભારતીય ટીમ માટે એક પેસરે કલાકે 140 કિલોમીટરની બોલિંગ ગતિથી બોલ ફેંકવાનું શરૂ કર્યું, જેણે તેને હરિયાણા હરિકેન તરીકેના હુલામણું નામ પ્રાપ્ત કર્યું.

કપિલ દેવને સપ્ટેમ્બર 24, 2008 માં ભારતીય પ્રાદેશિક સૈન્યના માનદ લેફ્ટનન્ટ કર્નલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

વિઝડન દ્વારા 2002 માં ભારતીય સદીની ક્રિકેટર ઓફ સદી તરીકે ઓળખાય છે

"83" ફિલ્મમાં કપિલ દેવની ભૂમિકામાં દેખાશે રણવીરસિંહ
હાલમાં રણવીરસિંહ ના અભિનય માં કપિલ દેવના જીવન પર  "83" ફિલ્મ પણ બની રહી છે. ફિલ્મમાં હરિયાણાનો એક સામાન્ય પરિવાર નો  છોકરો થી વર્લ્ડકપ જીતાડવાની સ્ટોરી દર્શાવામાં આવશે

ક્રિકેટરના જીવન પરની બાયોપિક પણ બોલીવુડની એક ફિલ્મ બની રહી છે. 'એક્સએનયુએમએક્સ' નામની આ ફિલ્મમાં બ Bollywoodલીવુડના આવશ્યક ગતિશીલ કલાકારો રણવીર સિંહ છે. સિંઘ ફિલ્મમાં '83 વર્લ્ડ કપ વિજેતા ભારતીય કેપ્ટન'નું પાત્ર દર્શાવશે, જેમાં એક મોટી સહાયક કલાકાર પણ છે.

કપિલ દેવને  અર્જુન એવોર્ડ, પદ્મશ્રી, પદ્મભૂષણ, વિસદેન ક્રિકેટ ઓફ થી યર જેવા અનેક એવોર્ડ પ્રાપ્ત થાય છે. સચિન તેંડુલકર અને સુનિલ ગાવાશકર પછી 2002 માં ક્રિકેટર ઓફ ધ સેન્ચુરી  તરીકેનો ખિતાબ પ્રાપ્ત કરનારા કપિલ દેવ ત્રીજા ભારતીય બન્યા.

1994  ક્રિકેટમાં સંન્યાસ પછી ભારતીય ટીમના કોચ બન્યા. 2008 માં તેમને ભારતીય સેનામાં લેફટનેટ કર્નલ તરીકે નિયુક્ત થયા. તેમને ઇકબાલ અને ચેન કુલી કી મેન કુલી જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું.

 એવોર્ડ અને ઓનર્સ

1- અર્જુન એવોર્ડ (1979-80)


2- પદ્મ શ્રી (1982)


3- વિઝડન ક્રિકેટર ઓફ ધ યર (1983)


4- પદ્મ ભૂષણ (1991)


 Wisden Indian Cricketer of the Century (2002)


6- આઈસીસી ક્રિકેટ હોલ ઓફ ફેમ (2010)


7- એનડીટીવી (2013) દ્વારા The 25 Greatest Global Living Legends


8- સી.કે. નાયડુ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ (2013)


9- 2008 માં ભારતીય પ્રાદેશિક સૈન્ય દ્વારા લેફ્ટનન્ટ કર્નલના પદથી સન્માનિત.


કપિલ દેવ: પુસ્તકો

કપિલ દેવે અત્યાર સુધીમાં 4 પુસ્તકો લખ્યા છે.


1- ભગવાનના હુકમનામું (By God's Decree) (1985; આત્મકથા)


2- ક્રિકેટ માય સ્ટાઇલ (Cricket My Style) (1987; આત્મકથા)


3- સીધા હૃદયથી(Straight from the Heart) (2004; આત્મકથા)


4- અમે, ધ શીખ (We, The Sikhs)(2019)

No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work