મહેન્દ્રસિંઘ ધોની
ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટનમાં સામેલ મહેન્દ્રસિંઘ ધોની (M.S. Dhoni)નો જન્મ રાંચી, ઝારખંડ ખાતે 7 જુલાઇ 1981મા થયો હતો..
તેના પિતાનુ નામ પાનસિંઘ છે
ભારતીય ક્રિકેટ ટીમનો સૌથી સફળ કેપ્ટન જેમને આઇસીસીની ત્રણેય મોટી ટ્રોફી પર કબજો જમાવ્યો છે.
ધોનીની કેપ્ટન્સીમાં ભારત 2007માં ટી-20 વર્લ્ડકપ, 2011માં વન ડે વર્લ્ડકપ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતવામાં સફળ રહ્યું છે.
ધોનીના ટી-શર્ટ નંબર 7 છે.
IPLમા ધોની ચેન્નાઇ સુપરકિંગ્સના કપ્તાન છે.
ધોનીએ 2004માં બાંગ્લાદેશ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યુ હતું. તેમજ આ જ સમયગાળામાં તેમણે શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટમાં પદાર્પણ કર્યુ હતું. તેમણે ૨૦૦૭માં રાહુલ દ્રવિડ પાસેથી વન-ડે શ્રેણીનું સુકાનીપદ સંભાળ્યું અને તેમના નેતૃત્વ હેઠળ શ્રીલંકા અને ન્યુઝિલેન્ડ દ્વિપક્ષીય વન-ડે શ્રેણીમાં તેની પ્રથમ જીત થઇ.
ધોનીએ 90 ટેસ્ટ મેચમાં 4876 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને 6 સદી ફટકારી છે. જ્યારે 350 વન ડે મેચમાં 10773 રન બનાવ્યા છે. ધોનીએ 98 ટી-20 મેચમાં 1617 રન બનાવ્યા છે.
IPLમાં CSK(ચેન્નઇ સુપર કિંગ્સ) માટે 200 મેચ રમનાર પ્રથમ ખેલાડી મહેન્દ્રસિંઘ ધોની બન્યા,
તેમણે પોતાનુ શિક્ષણ જવાહર વિદ્યામંદિર, શ્યામલી, ઝારખંડ ખાતે લીધુ હતુ.
તેમને નાનપણમાં બેડમિન્ટન અને ફુટબોલની રમત પ્રત્યે ખુબ લગાવ હતો. ધોની ફુટબોલની ટીમનો ગોલકીપર હતો અને તેના ફુટબોલ પ્રશિક્ષકે તેને જિલ્લા કક્ષાએ ક્રિકેટ રમવા મોકલ્યો હતો. તેમણે ત્યાં પોતાની વિકેટ-કીપીંગ કળાથી સૌને પ્રભાવિત કર્યા હતા અને ત્યારબાદ તે ૧૯૯૫-૧૯૯૮ દરમિયાન કમાન્ડો ક્રિકેટ ટીમના વિકેટ-કીપર બન્યો હતો. તેના પ્રદર્શનના આધારે તેને ૧૯૯૭-૯૮ માં વિનુ માંકડ ટ્રોફી માટે પસંદ કરવામાં આવ્યો હતો.
રેલવેમાં નોકરી મળી પરંતુ ક્રિકેટનો શોખ રહ્યો યથાવત. ધોની બિહાર રણજી ટીમમાં રમતો હતો ત્યારે તેને રેલ્વેમાં નોકરી મળી હતી અને ખડગપુર રેલ્વે સ્ટેશને પોસ્ટિંગ મળી હતી.
ધોનીએ રેલવે રણજી ટીમમાં રમવાનો પ્રયાસ કર્યો પરંતુ 2 વખત સિલેક્શનમાં ફેઇલ થઇ ગયો. બાદમાં પરિવારની ખરાબ આર્થિક સ્થિતિને કારણે ધોનીએ રેલવેની નોકરી સ્વીકારી લીધી હતી.
2001 થી 2003 સુધી ધોનીએ ટિકિટ કલેક્ટરની નોકરી કરી હતી. રેલવેમાં નોકરી મળવાને કારણે ધોનીને રેલવેની રણજી ટીમમાં પણ સ્થાન મળવામાં કોઇ મુશ્કેલી રહી નહીં. ધોનીનું પોસ્ટિંગ ખડકપુર/દુર્ગાપુરમાં થવાને કારણે ક્રિકેટને વધુ સમય આપી શકતો નહતો. જેથી તેણે નોકરી છોડી દીધી હતી અને પાછો રાંચી આવી ગયો અને ક્રિકેટમાં ધ્યાન આપવાનું શરૂ કર્યું.
શરૂઆતમાં ધોની ક્રિકેટને લઇ સીરિયસ નહતો. ધોનીનું મન ફૂટબોલ અને બેડમિન્ટનમાં વધુ હતું. તે આ રમતમાં ક્લબ અને જિલ્લા સ્તરની ટીમમાં પણ સિલેક્ટ થયો હતો, તે ગોલકીપર હતો. ધોની ફૂટબોલર હતો. તે પોતાની સ્કૂલની ટીમમાં ગોલકીપર હતો. આઇએસએલ લીગમાં તે ચેન્નઇયન એફસીનો માલિક પણ છે.
એમએસ ધોનીએ 23 ડિસેમ્બર 2004માં બાંગ્લાદેશ વિરૂદ્ધ વન ડે ડેબ્યુ કર્યુ હતું. મેચના પ્રથમ બોલ પર જ ધોની 0 રને આઉટ થયો હતો. શ્રીલંકા-પાકિસ્તાન વિરૂદ્ધ આક્રમક રમત રમી આવ્યો ચર્ચામાં એમએસ ધોની 2 ડિસેમ્બર 2005માં શ્રીલંકા વિરૂદ્ધ રેકોર્ડ 183 રનની ઇનિંગ રમી ચર્ચામાં આવ્યો હતો. આ કોઇ વિકેટકીપર દ્વારા બનાવવામાં આવેલ બેસ્ટ સ્કોર છે. 2006માં ધોનીએ 5મી ટેસ્ટમાં જ સદી ફટકારી હતી. 23 જાન્યુઆરી 2006માં ફૈસલાબાદમાં પાકિસ્તાન વિરૂદ્ધ ધોનીએ 148 રન બનાવ્યા હતા.
ધોનીને 2011માં ભારતીય સેનામાં માનદ લેફ્ટનન્ટ કર્નલ બનાવવામાં આવ્યો છે. ધોની કેટલીક વખત કહી ચુક્યો છે કે ભારતીય સેનામાં સામેલ થવુ તેનું બાળપણનું સ્વપ્ન હતું.
– ધોનીને કાર અને બાઇક્સનો ઘણો શોખ છે. ધોની પાસે 2 ડઝનથી વધુ બાઇક છે. આ સિવાય તેની પાસે હમર જેવી મોંઘી કાર પણ છે.
ધોની એ મેળવેલ એવોર્ડ અને પુરસ્કાર
ધોની પહેલો ખેલાડી છે જેને ICC ODI Player of the Year નો એવોર્ડ બે વાર મળ્યો છે, 2008 અને 2009મા
ધોનીને રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ 2007 મા આપવામા આવ્યો હતો.
ધોનીને ભારત સરકાર દ્વારા 2009મા પદ્મશ્રી અને 2018મા પદ્મભુષણ એવોર્ડ આપવામા આવેલ છે.
ધોનીને ઓગસ્ટ 2011 માં ડી મોન્ટફોર્ટ યુનિવર્સિટી દ્વારા માનદ ડોકટરેટની ડિગ્રીથી નવાજવામાં આવ્યા છે.
ભારતીય પ્રાદેશિક સૈન્યએ 1 નવેમ્બર 2011 ના રોજ ધોનીને લેફ્ટનન્ટ કર્નલનો માનદ પદ આપ્યું હતું. કપિલ દેવ પછી, આ સન્માન મેળવનારા તે બીજા ભારતીય ક્રિકેટર છે.
2013 માં, ધોનીને LG People's Choice એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો
ધોનીને 2011મા Icc award for spirit of cricket એવોર્ડ આપવામા આવ્યો હતો.
ધોની વિશેની મહત્વની જાણકારી
2016 માં, એક બાયોપિક film એમ.એસ. ધોની: અનટોલ્ડ સ્ટોરી તેના પર બનાવવામાં આવી હતી. જેમા ધોનીનો રોલ સુશાંતસિંહ રાજપુતે કર્યો હતો.
Roar of the Lion એ એમ.એસ. ધોની, રવિન્દ્ર જાડેજા, અંબાતી રાયડુ, શેન વોટસન, ડ્વેન બ્રાવો, દિપક ચહર અને સુરેશ રૈના અભિનિત, કબીર ખાન દ્વારા નિર્મિત 2019 ની ભારતીય બહુભાષી વેબ સિરીઝ છે.
ધોની વિશ્વનો સારો વિકેટ કિપર છે, તેને God Of Wicket Keeper પણ કહેવામા આવે છે.
વિશ્વમા સૌથી ઝડપી 0.08 સેકન્ડ્મા સ્ટમ્પિંગ્સ કરવાનો રેકોર્ડ ધોનીના નામે છે .
ઇન્ટરનેશનલ ક્રિકેટમા ધોની એ 601 કેચ અને 174 સ્ટમ્પિંગ્સ કરેલ છે.
ધોની એકમાત્ર કેપ્ટન છે જેણે તમામ 3 આઇસીસી ટ્રોફી જીતી છે
એમ. એસ ધોનીએ સૌથી વધારે સ્ટમ્પિંગ્સ તેના નામે કર્યા છે
ધોની પહેલો ક્રિકેટર છે જેણે તેની કેપ્ટનશીપમાં 150 ટી -20 મેચ જીતી છે
તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારી છે
ધોની ક્રિકેટના ઇતિહાસમાં સૌથી મોંઘા બેટ ધરાવે છે
ટી 20 માં ધોનીએ સૌથી વધુ ટોસ જીત્યા છે
ધોની એકમાત્ર એવો કેપ્ટન છે 140 વર્ષમા જેણે ઓસ્ટ્રેલિયાની ટીમને ઓસ્ટ્રેલિયામાં જ હરાવી.
એમએસ ધોનીએ સૌથી વધુ 161 આંતરરાષ્ટ્રીય સ્ટમ્પિંગનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
સુકાની તરીકે, ધોનીએ સૌથી વધુ 331 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.
કેપ્ટન તરીકે ધોનીએ 204 આંતરરાષ્ટ્રીય છગ્ગા ફટકાર્યા છે.
વિકેટકીપર તરીકે રમતી વખતે એમએસ ધોની પણ 9 વખત બોલિંગ કરી ચુકયા છે.
ધોની ચોથો ભારતીય ક્રિકેટર છે જેમણે અડધી સદીની સદી પૂરી કરી છે.
ધોની ઇંડિયા સિમેંટ્ના વાઇસ પ્રેસિડેંટ છે.
ધોની Bharat Matrimony, Mastercard India, , Orient Fans Cars24, RedBus, Colgate, LivFast Batteries, Indigo Paints, GoDaddy વેબ હોસ્ટિંગ કમ્પની જેવી વિવિધ બ્રાંડના એમ્બેસેડર છે.
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work