મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

18 July, 2021

નિર્મલજીતસિંહ

 

નિર્મલજીતસિંહ શેખોન

ઇન્ડિયન એરફોર્સના એકમાત્ર પરમવીર ચક્ર વિજેતા 



ભારતીય વાયુસેનામાંથી પરમવીર ચક્ર મેળવનાર એક્માત્ર જવાન ફ્લાઇંગ ઓફિસર નિર્મલજીતસિંહ શેખોન

પંજાબના લુધિયાણા જિલ્લામાં સેવાલિયા ગામમાં નિર્મલજીતસિંહનો જન્મ 17 જુલાઈ 1943ના રોજ થયો હતો, તેમના પિતા ત્રિલોચન સિંહ ઇન્ડિયન એરપોર્ટ ફ્લાઇટ લેફ્ટનન્ટ હતા

નિર્મલ પોતાના પિતાથી ઘણા બધા પ્રભાવિત હતા અને તેથી તેઓ એરફોર્સમાં જઈ અને દેશની સેવા કરવાનો સ્વપ્ન સેવ્યું હતું પરંતુ તે ઉંમરે તેઓ ખૂબ નાના હતા.

 ૪ જુલાઇ 1967માં તેમણે એરફોર્સમાં ફ્લાઈંગ ઓફિસરની જવાબદારી હાંસિલ કરી હતી.

૧૯૭૧માં ભારત પાકિસ્તાન વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું પાકિસ્તાન એરફોર્સે ભારતના એરપોર્ટ કેમ્પો પર હુમલો કરવાની યોજના ઘડી હતી, અમૃતસર, પઠાણકોટ અને શ્રીનગર જેવા એરપોર્ટ સ્ટેશન પર હુમલો કરવાની પાકિસ્તાનની યોજના હતી શ્રીનગરમાં શેખોન ફરજમાં હતા.

1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તેઓ ફ્લાઇંગ બુલેટના નામે ઓળખાતી 18મી સ્ક્વોડ્રનમાં શ્રીનગર એરબેઝ પર તહેનાત હતા.

14 ડિસેમ્બર 1971ના રોજ સવારે પાકિસ્તાની વાયુસેનાના વિમાનોએ શ્રીનગર એરબેઝ પર હુમલો કર્યો.

હુમલાના સંકેત મળતા જ શેખોન અને તેમના સાથી ધુમ્મન વળતો જવાબ આપવા આકાશમાં પોતાનું નેટ ફાઇટર પ્લેન લઇને ચડ્યા.

ધુમ્મને એક દુશ્મન વિમાન તોડી પાડ્યુ. શેખોને પણ એક સેબર જેટ તોડી પાડ્યુ.બીજા એકનો તેમને પીછો કરીને તેને પણ તોડી નાખ્યું.

બેઝ કેમ્પ પરથી તેમને પાછા ફરવાનો હુકમ થયો પણ શેખોને કહ્યુ:- હું એમને છોડીશ નહિ

આ દરમિયાન બે દુશ્મન વિમાનોએ તેમને ઘેરી લીધા છ્તા એક વિમાનને તેમેને તોડી પાડ્યુ પણ આખરે દુશ્મન વિમાનનો એક ગોળો તેમના વિમાનને વાગ્યો અને શેખોનનું વિમાન તૂટી પડ્યુ.

14 ડિસેમ્બર 1971ના રોજ તેઓ વીરગતી પામ્યા.

જે સમયે નિર્મલજીત સિંહને વીરગતિ પ્રાપ્ત થઈ ત્યારે તેમની ઉંમર માત્ર 28 વર્ષની હતી. તેના થોડા મહિના પહેલા જ તેમના લગ્ન થયા હતા

તેમની આ શહાદત વિશે પાકિસ્તાની એરફોર્સના રિટાયડ એર કોમોડોર કેસર તુફેલે પોતાની પુસ્તક ગ્રેટ એર બેટલ્સ ઓફ પાકિસ્તાનમાં લખ્યું છે.

 



તેમના અપ્રતિમ પરાક્રમને બિરદાવવા માટે સરકારે તેમને મરણોપરાન્ત પરમવીર ચક્ર એનાયત કરી સન્માનિત કર્યા.

તેમના સન્માનમાં શ્રીનગર એરફોર્સ સ્ટેશન પર શેખોનની પ્રતિમા મુકવામાં આવી છે.


No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work