મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

18 July, 2021

નેલ્સન મંડેલા (Nelson Mandela)

 નેલ્સન મંડેલા (Nelson Mandela)

(શ્વેત ક્રાંતિના પ્રણેતા, દક્ષિણ આફ્રિકાના ગાંધી)



જન્મતારીખ: 18 જુલાઇ 1918

જન્મસ્થળ; મેવેઝો, દક્ષિણ આફ્રીકા

અવશાન: 5 ડીસેમ્બર 2013 (દક્ષિણ આફ્રીકા)

કેટલાક લોકો એવા હોય છે જે પોતાની જિંદગીય બદલી શકતા નથી. કેટલાક લોકો એવા હોય છે જે કરોડોની જિંદગી બદલી નાખે છે. 

આપણે આજે જેની વાત કરવાના છીએ તે આ બીજા પ્રકારમાં આવે છે.

બરાક ઑબામા અમેરિકાના પ્રથમ અશ્વેત પ્રમુખ બન્યાના બે દાયકા પહેલા એક વ્યક્તિ આફ્રિકાની પ્રથમ અશ્વેત પ્રમુખ બની હતી. તેઓ હતા, નેલ્સન મંડેલા.

દક્ષિણ આફ્રિકા ના લોકો જેમને પોતાના રાષ્ટ્રપિતા માને છે અને જે વિશ્વ ભર માં "લોકતંત્ર ના પ્રથમ સંસ્થાપક" અને "રાષ્ટ્રીય મુક્તિદાતા અને ઉદ્ધારકર્તા" ના બિરુદ થી ઓળખાય છે તેવા શ્વેત ક્રાંતિ ના પ્રણેતા અને આફ્રિકા ના પ્રથમ "અશ્વેત રાષ્ટ્રપતિ" નેલ્સન મંડેલા ની જન્મ જયંતી ૧૮ જુલાઈ ના રોજ છે જેને સંયુક્ત રાષ્ટ્રસંઘ ના ફરમાન થી "નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિન" તરીકે વિશ્વભર માં ઉજવવામાં આવે છે.

 તેમનો જન્મ 18 જુલાઈ, 1918 ના રોજ, દક્ષિણ આફ્રિકાના મેવેઝો ખાતે શાહી થેમ્બુ ગૃહમાં થયો હતો. તેમણે જીવનના શરૂઆતના દિવસો તેમના ઘરના રિવાજ વિશે અભ્યાસ કર્યો.

તેમણે કોલેજ ઓફ ફોર્ટ હરે અને કોલેજ ઓફ વિટવેટર્સ્રાન્ડમાં નિયમનનો અભ્યાસ કર્યો અને જોહાનિસબર્ગમાં વકીલ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. વર્ષ 1943 માં, નેલ્સન મંડેલા આફ્રિકન રાષ્ટ્રવ્યાપી કોંગ્રેસમાં જોડાયા અને ઘણા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું. તે અનેક ઘટનાઓમાં જેલમાં હતા અને 1962 માં તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. 

નેલ્સન રોલિહ્‍લાહ્‍લા મંડેલા (Nelson Rolihlahla Mandela)  દક્ષિણ આફ્રિકાના ક્રાંતિકારી હતા જેમને જેલ થયેલી અને પછી ૧૯૯૪ થી ૧૯૯૯ સુધી તેઓ એક રાજપુરુષ અને સેવાભાવી, પરગજુ વ્યક્તિ તરીકે દક્ષિણ આફ્રિકાનાં પ્રમુખપદે રહ્યા. 

આ હોદ્દો ધારણ કરનારા તેઓ પ્રથમ અશ્વેત વ્યક્તિ હતા. 

તેઓ ૧૯૯૧ થી ૧૯૯૭ સુધી આફ્રિકન રાષ્ટ્રીય કોંગ્રેસનાં પ્રમુખપદે પણ રહ્યા. 


આંતરરાષ્ટ્રીય ભૂમિકાએ મંડેલા ૧૯૯૮ થી ૧૯૯૯ દરમિયાન બિનજોડાણવાદી ચળવળનાં સેક્રેટરી જનરલ પદે પણ રહ્યા.


ક્ષોસા (Xhosa) સમુદાયનાં થેમ્બુ (Thembu) રાજઘરાનાનાં મંડેલાએ ફોર્ટ હેર વિશ્વવિદ્યાલય અને વિટવોટરસ્ટ્રાન્ડ વિશ્વવિદ્યાલયમાંથી કાયદાનું શિક્ષણ મેળવેલું હતું.


 તેઓ જહોનિસબર્ગમાં રહેતા અને સંસ્થાનવાદ વિરોધી રાજકારણ સાથે સંકળાયેલા, આફ્રિકન રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા અને તેની યુવાપાંખનાં સ્થાપક સભ્ય બન્યા.

તેમની વિવિધ ક્રાંતિકારી ચળવળોના પ્રતિકારના સરકારી પ્રયાસોનાં ભાગરૂપે તેઓએ ૨૭ વર્ષ જેલમાં વિતાવ્યા હતા. જેમાં શરૂઆતનાં રોબિન ટાપુ પર અને પછી પોલ્સમૂર જેલ અને વિક્ટર વર્સટર જેલમાં વિતાવ્યા. ભારે આંતરરાષ્ટ્રીય માંગ અને દબાણ પછી ૧૯૯૦માં તેમને જેલમુક્ત કરાયા હતા


  • તેમણે વધુમાં જેલમાં તેમની આત્મકથા લખી
  • નેલ્સન મંડેલાની પહેલી નોકરી ચોકીદાર તરીકે હતી
  • નેલ્સન મંડેલાનો જન્મ રાજવી પરિવારમાં થયો હતો
  • તે યોગ્ય શિક્ષણ મેળવનારા પોતાના ઘરના પ્રથમ વ્યક્તિ હતા.
  • નેલ્સન મંડેલાને દક્ષિણ આફ્રિકાના ગાંધી કહેવામાં આવે છે
  • દક્ષિણ આફ્રિકાના પ્રજાજનો મંડેલાને લાડમાં મદીબા કહે છે
  • આફ્રિકન નેશનલ કોંગ્રેસની હિંસક પાંખની પણ સ્થાપના કરી

  • તેમના લેખો અને ભાષણો ધ સ્ટ્રગલ ઇઝ માય લાઇફમાં ગ્રંથસ્થ થયા છે.
  • આઝાદીની ચળવળ ચલાવવા મામલે ૧૯૬૨માં તેમને આજીવન કારાવાસની સજા પડી.
મંડેલા સંપૂર્ણપણે ગાંધીના માર્ગે ચાલ્યા નહોતા. તેમણે હિંસક ક્રાંતિનું પણ આહ્વાન કરેલું. ૧૯૬૧માં તેમણે આફ્રિકન નેશનલ કોંગ્રેસની સશસ્ત્ર શાખા ઉમ્ખોતો વે સિજવેની રચના કરી હતી. તેઓ તેના કમાન્ડર ઇન ચીફ હતા. તેમણે અલ્જિરિયામાં સૈન્યની તાલીમ મેળવી હતી.

એક-બે નહીં, પૂરા ૨૭ વર્ષ સુધી જેલમાં રહ્યા. જેલમાં શ્વેત અને અશ્વેત કેદીઓને અલગ રાખવામાં આવતા. બેય માટેના નિયમો જુદા હતા. અશ્વેત કેદીઓ પાસે વધારે કામ કરાવવામાં આવતું અને ઓછું ભોજન આપવામાં આવતું. મંડેલાએ જેલવાસ દરમિયાન કોલસાની ખાણમાં મજૂરી કરી. તેના લીધે ફેફસાંની બીમારી પણ લાગું પડેલી. જેલવાસ દરમિયાન તેમની લોકપ્રિયતા અપ્રતિમ વેગથી વધવા લાગી.

૨૩ વર્ષની ઉંમરે તેમના લગ્ન થઈ રહ્યા હતા. તેમને પરણવું નહોતું એટલે ઘરેથી જોહાન્સબર્ગ ભાગી આવ્યા. ત્યાં બે વર્ષ કાયદાનો અભ્યાસ કર્યો અને આફ્રિકાના પ્રથમ અશ્વેત વકીલ બન્યા

૧૧ ફેબુ્રઆરી ૧૯૯૦ના રોજ તેમને કેદમાંથી મુક્તિ આપવામાં આવી. તેમને કેપ ટાઉનની વિક્ટર વર્સ્ટર જેલમાં રાખવામાં આવેલા હતા. બહાર નીકળ્યા ત્યારે પ્રથમ પત્ની વિનીનો હાથ પકડયો હતો. મુઠ્ઠી વાળેલો હાથ ઊંચો કરી લોકોનું અભિવાદન ઝીલ્યું. જેલમાંથી તેમના બહાર આવવાની ઘટના સમર્થકો માટે અકલ્પનીય હતી. તેમને નિહાળવા માટે મોટી સંખ્યામાં ઊમટેલા લોકો ખુશીથી પાગલ બની રહ્યા હતા.

5 ડિસેમ્બર 2013ના રોજ તેમનાં નિવાસસ્થાન હૌગટન, જોહનિસબર્ગ ખાતે ૯૫ વર્ષની ઉંમરે, પરીવારજનોની ઉપસ્થિતિમાં, ફેફસાંના ચેપને કારણે તેઓનું અવસાન થયું. પ્રમુખ જેકબ ઝુમાએ તેમનાં અવસાનના ખબર વિશ્વને આપ્યા હતા.


દર વર્ષે ૧૮ જુલાઈના દિવસે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા શાંતિ માટેના નોબેલ પુરસ્કારના વિજેતા તેમ જ ભૂતપૂર્વ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાના જન્મ દિવસની યાદમાં નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ  મનાવવામાં આવે છે

 આ દિવસ માટેનો નિર્ણય જુલાઈ ૧૮, ૨૦૧૦ના રોજ, જ્યારે મંડેલા ૯૨ વર્ષના થયા ત્યારથી દર વર્ષે ઉજવણી કરવા માટે લેવામાં આવ્યો હતો.

 યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના પ્રમુખ અલી ટ્રેકીએ જણાવ્યું હતું કે આ નિર્ણય એક મહાન વ્યક્તિનું સન્માન કરવા માટે લેવામાં આવ્યો હતો, જેમણે નહીં માત્ર સામાન્ય લોકોની સુખાકારી માટે કામ કર્યું, પરંતુ તે માટેની કિંમત પણ ચુકવી.

 મંડેલાએ તેમના જીવનના મોટા ભાગની ઉંમર (૨૭ વર્ષ) કારાવાસ ખાતે વિતાવી હતી. કારાવાસ દરમિયાન તેઓ સૌથી વધુ સમય કેપ ટાઉન શહેરના કિનારે વસેલ કુખ્યાત રોબેન ટાપુની જેલમાં રહ્યા હતા. 

તેમના ૯૧મા જન્મ દિવસે સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ (સેક્રેટરી જનરલ) બાન કી મૂને જણાવ્યું હતું કે - "મંડેલા સંયુક્ત રાષ્ટ્રમાં ઉચ્ચ આદર્શોના પ્રતીક છે. મંડેલાને આ આદર શાંતિ સ્થાપના, રંગભેદ દૂર કરવા,માનવ અધિકારોનું રક્ષણ અને લિંગ સમાનતાની સ્થાપના માટે તેમના સતત પ્રયાસો માટે આપવામાં આવે છે."




મળેલ સન્માન અને  પુરસ્કારો

૧૯૭૯માં આંતરરાષ્ટ્રીય દૂરંદેશી બદલ જવાહરલાલ નહેરૂ પારિતોષિક

 ૧૯૯૦માં ભારતનું શ્રેષ્ઠ નાગરીક સન્માન ભારત રત્ન 

૧૯૯૩માં નોબૅલ શાંતિ પુરસ્કાર 

2000માં ગાંધી શાંતિ પુરસ્કાર સમેત મંડેલાને આશરે ૨૫૦ કરતાં વધુ સન્માનો પ્રાપ્ત થયા હતા


  • Jawaharlal Nehru Award for International Understanding (૧૯૭૯, Indian Council for Cultural Relations)

  • નોબેલ શાંતિ પારિતોશિક (૧૯૯૩, F. W. de Klerk, ૩૩,૫૦,૦૦૦)
  • Platinum Order of Mapungubwe (૨૦૦૨, Thabo Mbeki)
  • Gold Olympic Order (૧૯૯૪)
  • Order of the Gold Lion of the House of Nassau (૧૯૯૯)
  • Collar of the Order of Isabella the Catholic‎ (૧૯૯૯)
  • Grand Collar of the Order of Prince Henry
  • Order of Friendship (૧૯૮૮, 73)
  • Order of José Martí (૧૯૯૧)
  • Order of Jamaica
  • honorary doctorate of the University of Las Palmas, Gran Canaria (૨૦૧૦)
  • honorary doctor of the Peking University (૧૯૯૨)
  • Grand Cross of the Order of Liberty
  • Honorary Doctor at Karolinska Institutet (૨૦૦૫)
  • Honorary doctor of Leiden University (૧૯૯૯)
  • Bailiff Grand Cross of the Order of Saint John
  • Honorary Companion of the Order of Australia (૧૯૯૯, Mr Nelson MANDELA, For service to Australian-South African relations and his outstanding leadership to bring multiracial democracy to South Africa.)
  • Order of the Lion (૨૦૦૨, Bakili Muluzi)
  • honorary doctorate of the Free University of Brussels (૧૯૯૩, F. W. de Klerk) 


No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work