મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

19 July, 2021

બાલ ગંગાધર તિલક

 

બાલ ગંગાધર તિલક 




જન્મતારીખ: 23 જુલાઇ 1856
જન્મ સ્થળ: ચિખલી, રત્નાગિરી, મહારાષ્ટ્ર
પિતાનું નામ: ગંગાધર રામચંદ્ર તિલક
માતાનું નામ: પાર્વતીબાઇ
અવશાન:  1 ઓગસ્ટ 1920 (મહારાષ્ટ્ર)
ઉપનામ: લોકમાન્ય

બાળ ગંગાધર તિલક  બહુમુખી પ્રતિભાથી સમૃદ્ધ હતા. તેઓ સમાજ સુધારક, વકીલ, સ્વાતંત્ર્ય સેનાની, પત્રકાર, શિક્ષક, રાષ્ટ્રીય નેતા તેમજ ભારતીય ઇતિહાસ, સંસ્કૃત, હિન્દુ ધર્મ, ગણિત અને ખગોળશાસ્ત્ર જેવા વિષયોના વિદ્વાન હતા.

 તે ભારતીય સ્વતંત્રતા ચળવળના પ્રથમ નેતા હતા, તેઓ લોકો દ્વારા સ્વીકારેલા નેતા હતા  તેમને "લોકમાન્ય તિલક" કહેતા હતા. તેમને "સ્વરાજ મારા જન્મસિદ્ધ અધિકાર છે. અને હું તેને લઈને જ જંપીશ" સુત્ર આપ્યું હતું.

ટિળકનો જન્મ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના સંગમેશ્વર તાલુકાના ચિખલી ગામે ચિતપાવન બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો.

 તેમના પિતાજી જાણીતા શાલેય શિક્ષક અને સંસ્કૃતના વિદ્વાન હતાં. 

ટિળક જ્યારે ૧૬ વર્ષના હતા ત્યારે તેમના પિતા અવસાન પામ્યા. 

તેમના પિતાની વિદ્વતાનો ગુણ તેમનામાં પણ આવ્યો, તેમણે પુણેની ડેક્કન કોલેજમાંથી સન ૧૮૭૭માં સ્નાતકની પદવી મેળવી.

 કોલેજનો અભ્યાસ પામનારી પ્રથમ પેઢીમાં ટિળક શામેલ હતાં.


તે સમયની પરંપરા અનુસાર સમાજીક કાર્યોમાં સક્રીય રહેવાની ટિળક પાસે આશા રખાતી હતી. ટિળક માનતા હતાં કે ધર્મ અને ગૃહસ્થ જીવન જુદા નથી.


 સંન્યાસ લેવાનો અર્થ જીવનનો ત્યાગ એવો નથી. ખરી ચેતના તો એ છે કે જેમાં તમારા દેશને તમારું કુટુંબ માનવામાં આવે અને તેના ઉત્થાન માટે કાર્ય કરવામાં આવે. તેનાથી આગલ એક પગલું તે કે સર્વ માનવ સમાજ માટેની સેવા કરવામાં આવે અને તેનાથી આગળનું પગલું તે પ્રભુની સેવા કરવામાં આવે.


સ્નાતક કર્યા બાદ ટિળકે પુણેની એક ખાનગી શાળામાં ગણિત શીખવવાની શરુઆત કરી. ત્યાં નવી શાળાના અમુક શિક્ષકો સાથે આધ્યાત્મીક મતભેદો થવાથી તેમણે આ વ્યવસાય છોડવાનો નિર્ણય કર્યો.


 તે સમયગાળામાં તેઓ પત્રકાર બન્યાં. તેઓ પાશ્ચાત્ય શિક્ષણ પદ્ધતિના પ્રખર વિરોધી હતા કેમકે તે ભારતીય છાત્રોને સ્વાર્થી બનાવતી હતી અને ભારતીય પરંપરાનું અપમાન કરતી હતી. 


તેમણે પોતાના કોલેજ મિત્રો જેવાકે ગોપાલ ગણેશ અગરકર, માધવ બલ્લાલ નામજોશી અને વિષ્ણુ કૃષ્ણ ચિપલુણકર સાથે મળી ડેક્કન એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી જેનો ઉદ્દેશ્ય ભારતીય યુવા પેઢી માટે શિક્ષણની ગુણવત્તા વધારવાનો હતો.


 ડેક્કન એજ્યુકેશન સોસાયટીનો ઉદ્દેશ્ય ભારતીય યુવા પેઢીમાં ભારતીય પરંપરાને આધારે રાષ્ટ્રવાદી વિચારસરણીનો વિકાસ કરવાનો હતો.


 તેમણે આગળ જતાં સાંસ્કૃતિક અને ધાર્મિક સુધારાના ઓછાયા હેઠળ સ્વાતંત્ર્ય આંદોલનની શરૂઆત કરી.

તેઓ ફરગ્યુસન કોલેજમાં ગણિત શીખવાડતા હતાં.


ટિળકે તેમના મિત્રો ગોપાલ ગણેશ આગરકર અને વિષ્ણુશાસ્ત્રી ચિપલુણકર સાથે મળી ઈ.સ. ૧૮૮૧માં બે વર્તમાનપત્રો ચાલુ કર્યાં:

  1. "કેસરી" (સંસ્કૃત અર્થ સહિત) મરાઠીમાં
  2. "ધ મરાઠા" અંગ્રેજીમાં

માત્ર બે વર્ષમાં કેસરીનો વાચક વર્ગ ભારતના કોઈ પણ વર્તમાનપત્ર કરતાં વધુ થઈ ગયો. આ છાપાનો તંત્રીલેખ મોટે ભાગે બ્રિટિશ રાજમાં લોકોને ભોગવવી પડતી હાલાકી પર હતો. આ છાપાએ લોકોને પોતાના હક્ક માટે લડી લેવાની વાત કહી.

ટિળકનો આ કથન કે "સ્વરાજ મારું જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને રહીશ" ખૂબ પ્રસિદ્ધ થયું. લોકો તેને આદરથી "લોકમાન્ય" નામથી પોકારીને સમ્માનિત કરતા હતા. તેને હિંદુ રાષ્ટ્રવાદનો પિતા કહેવાય છે. 

લોકમાન્ય ટિળકએ જનજાગૃતિનો કાર્યક્રમ પૂરા કરવા માટે મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવ અને શિવાજી ઉત્સવ અઠવાડિયુ ઉજવવું શરૂ કર્યું. આ તહેવારના માધ્યમથી જનતમાં દેશપ્રેમ અને અંગ્રેજોના અન્યાયના વિરૂધા સંધર્ષનો સાહસ  ભરાયું. 

1905 માં જ્યારે ભારતના વાઇસરોય, લોર્ડ કર્ઝને બંગાળનું વિભાજન કર્યું ત્યારે, તિલકે બંગાળીઓ દ્વારા આ ભાગલાલ નાબૂદ કરવાની માંગને જોરદાર ટેકો આપ્યો અને બ્રિટિશ માલના બહિષ્કારની હિમાયત કરી, જે ઝડપથી દેશવ્યાપી આંદોલન બની.

1908 માં સરકારે દેશદ્રોહનો આરોપ લગાવીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી. મહંમદ અલી ઝીણાએ તિલકનો કેસ લડ્યો. પરંતુ તિલકને 6 વર્ષની કેદની સજા ફટકારી હતી. તિલકને સજા પૂરી કરવા માટે બર્માના માંડલે મોકલવામાં આવ્યો હતો

ટિળક 23 જુલાઈ, 1908થી લઈને 13 સપ્ટેમ્બર, 1908 સુધી સાબરમતી જેલમાં રહ્યા હતા.ટિળક સાબરમતી જેલમાં 53 દિવસ રહ્યા હતા.ટિળકને સાબરમતી જેલની જે બૅરેકમાં રાખવામાં આવ્યા હતા એ બૅરેકને આજે 'ટિળક'ના નામથી ઓળખાય છે.

અમદાવાદમાં લાલ દરવાજા પાસે આવેલો 'ટિળકબાગ' ક્યારેક 'વિક્ટોરિયા ગાર્ડન'ના નામે ઓળખાતો હતો.

આ સમયે ટિળકએ ગીતાનો અભ્યાસ કર્યો અને ગીતા રહસ્ય નામનું ભાષ્ય પણ લખ્યું. ટિળકના જેલથી છૂટ્યા પછી જ્યારે ગીતા રહસ્ય  પ્રકાશિત થયો તો તેમનો પ્રચાર-પ્રસાર આંધી-તૂફાનની રીત વધ્યું અને જનમાનાસ તેનાથી વધારે આંદોલિત થયું. 

1907 માં, કોંગ્રેસ ગરમ દળ પાર્ટી અને નરમ દળ પાર્ટીમાં વિભાજિત થઈ. ગરમ દળમાં લાલા લજપત રાય અને બિપિનચંદ્ર પાલ સાથે તિલકનો સમાવેશ થાય છે. આ ત્રણેય લાલ-બાલ-પાલ તરીકે જાણીતા થયા. 

1908 માં, તિલકે ક્રાંતિકારી પ્રફુલ્લ ચાકી અને ખુદીરામ બોઝના બોમ્બ હુમલાને ટેકો આપ્યો, જેના કારણે તેમને બર્મા (હાલના મ્યાનમાર) ની જેલમાં મોકલવામાં આવ્યા. જેલ છોડ્યા પછી, તે ફરીથી કોંગ્રેસમાં જોડાયા અને એની બેસન્ટ અને મુહમ્મદ અલી ઝીણા સાથે મળીને 1916-18માં ઓલ ઇન્ડિયા હોમ રૂલ લીગની સ્થાપના કરી.

બાલ ગંગાધર તિલકે "સ્વરાજ આપણો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તે મેળવીને જ જંપીશ" ના સૂત્ર સાથે ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી. 1916 માં, મુહમ્મદ અલી ઝીણા સાથે લખનઉ કરાર થયો, જેમાં આઝાદીની લડતમાં હિન્દુ-મુસ્લિમ એકતાની જોગવાઈ હતી.

બાલ ગંગાધર તિલક બાળલગ્નની વિરુદ્ધ હતા, તેમણે તેમના ઘણા ભાષણોમાં આ સામાજિક અનિષ્ટની નિંદા કરી હતી. તે એક સારા લેખક પણ હતા. તેમણે મરાઠીમાં કેસરી અને અંગ્રેજીમાં ધ મરાઠા દ્વારા લોકોની રાજકીય ચેતનાને જાગૃત કરવાનું કાર્ય શરૂ કર્યું. 

બાલ ગંગાધરે બોમ્બેમાં દુષ્કાળ અને પુણેમાં પ્લેગ દરમિયાન દેશમાં ઘણાં સામાજિક કાર્યો કર્યા, જેના કારણે લોકો આજે પણ તેમને યાદ કરે છે.

બાલ ગંગાધર ટિલકે 1915માં ગીતા રહસ્ય, 1903માં ધ આર્કટિક હોમ ઇન ધ વેદાસ જેવા પુસ્તકો લખ્યા હતા.

 1 ઓગસ્ટ, 1920 ના રોજ મુંબઇ ખાતે  લોકમાન્ય તિલકનું અવશાન થયું હતું. તેમને શ્રદ્ધાંજલિ આપીને મહાત્મા ગાંધીએ તેમને આધુનિક ભારતના નિર્માતા અને નેહરુને ભારતીય ક્રાંતિના પિતા તરીકે ઓળખાવ્યા.


No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work