મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

04 August, 2021

મોરારજી દેસાઇ

 મોરારજી દેસાઇ

(સ્વતંત્ર ભારતના પ્રથમ ગુજરાતી વડાપ્રધાન)



જન્મતારીખ: 29 ફેબ્રુઆરી 1896

જન્મસ્થળ: ભદેલી, વલસાડ, ગુજરાત

પિતાનું નામ:રણછોડજી

માતાનું નામ: મણીબેન

અવશાન: 10 એપ્રિલ 1995 (મુંબઇ)


મોરારજી દેસાઈ નો જન્મ વર્ષ 1896 ની 29 મી ફેબ્રુઆરીએ વલસાડ જિલ્લાનાં નાનકડા ગામ ભદેલી મા થયો હતો .

તેમના પિતા રણછોડજી દેસાઈ ભાવનગરમાં એક શાળાના શિક્ષક હતા.

અંગ્રેજી કેલેન્ડર મુજબ મોરારજી દેસાઈનો જન્મદિવસ લિપ ઇયર એટલે દર વર્ષે નહી પરંતુ દર 4 વર્ષે આવે છે. 

મોરારજીએ તેમનું પ્રાથમિક શિક્ષણ સૌરાષ્ટ્રની 'ધ કુંડલા સ્કૂલ' માં લીધું અને બાદમાં વલસાડની બાઈ અવા હાઈસ્કૂલમાં જોડાયા. મુંબઈની વિલ્સન કોલેજમાંથી સ્નાતક થયા બાદ તેઓ ગુજરાત સિવિલ સર્વિસમાં જોડાયા. તેમના પર 1927-28 દરમિયાન ગોધરા રમખાણોમાં પક્ષપાતનો આરોપ હતો, જેના પરિણામે તેમણે 1930 માં ગોધરાના નાયબ કલેક્ટર પદેથી રાજીનામું આપ્યું હતું.

 ભદેલી  ગામમાં આજે પણ મોરારજી દેસાઈની નિશાળ અને જન્મ સ્થળ મકાન હયાત છે.

મોરારજી દેસાઈ ના સિદ્ધાંતો  અને મુલ્યો આજની પેઢી સમજે તે માટે ગામના ચોરે તેમની પ્રતિમા સ્થાપિત કરાઈ  છે.

ભદેલી  ગામમાં આવેલ પ્રાથમિક શાળા આજે ઐતિહાસિક વારશો ધરાવે છે ,આજે પણ એ જગ્યા મોજુદ છે જ્યાં બેસી  મોરારજી દેસાઈ એ નાનપણમાં શિક્ષણ લીધું હતું.

દેશના એવા પહેલા રાજકારણી હતા જેમણે  રાજકારણ માં રહેવા  સિદ્ધાંતો અને મુલ્યો  છોડ્યા નહોતા

મોરારજીભાઈએ વિલ્સન કૉલેજ, મુંબઈમહારાષ્ટ્ર થી સ્નાતક ની પરીક્ષા ઉતીર્ણ કરી હતી. ત્યાર પછી તેઓ ગુજરાત માં નાગરીક (સિવિલ) સેવામાં ગોધરામાં નાયબ કલેક્ટર તરીકે જોડાયા હતા. એમણે મે, ૧૯૩૦ના વર્ષમાં નોકરી માંથી રાજીનામું આપ્યું. ત્યારબાદ તેઓ આઝાદીની ચળવળમાં જોડાયા. ઇ. સ. ૧૯૩૦ ના વર્ષમાં તેમણે અસહકારની ચળવળમાં ભાગ લીધો હતો. સ્વતંત્રતા સંગ્રામ માં ભાગ લેવાને કારણે એમણે જેલ જવું પડ્યું હતું અને એમણે ઘણો સમય જેલમાં વિતાવ્યો હતો. પોતાની નેતૃત્વ ક્ષમતાને કારણે તેઓ સ્વતંત્રતા સંગ્રામ સેનાનીઓના વહાલા રહ્યા અને ગુજરાત કોંગ્રેસના મહત્વપૂર્ણ નેતા રહ્યા હતા. જ્યારે ઇ. સ. ૧૯૩૪ અને ઇ.સ. ૧૯૩૭ના સમય માં પ્રાંતિય પરિષદોની ચુંટણીઓ થઇ ત્યારે તેઓ ચુંટાયા હતા તથા તેમણે બોમ્બે પ્રેસિડન્સી માં નાણાં (વિત્ત) મંત્રી તેમ જ ગૃહ મંત્રી તરીકે ની જવાબદારીઓ નિભાવી હતી.

૨૨માર્ચ ૧૯૫૮થી તેમણે નાણા મંત્રાલયનો હવાલો સંભાળયો હતો.  ઇન્દિરા ગાંધીના પ્રધાન મંડળમાં ૧૯૬૭માં તેમણે નાયબ વડાપ્રધાન અને નાણા મંત્રાલયના પ્રભારી તરીકે ફરજ બજાવી હતી

દેશ ના નાણા પ્રધાન રહી ચૂકેલા મોરારજી દેસાઈ ની સરકાર ના કાર્યકાળ મા મોંઘવારી નું નામ ના હતુ.કહેવાય છે કે મોરારજી દેસાઈના કાર્યકાળમા પગરખાં એટલે કે જૂત્તાના બદલે ખાંડ મલતી હતી આ વાત પરથી જ મોરારજી દેસાઈ ના સમય ની સોંઘવારી ને આજે પણ લોકો યાદ કરે છે અને એથી જ બજેટ ના માહોલમાં પણ મોરારજી દેસાઈ ના બજેટને યાદ કરવું ઘટે.તેઓ એ  દેશ ને  આદર્શ બજેટ  આપી દેશ ના વિકાસ ને  દિશા આપી હતી

મોરારજીની સાદગી, કડક સ્વભાવ અને તેમના સ્વમૂત્રના પ્રયોગો સિવાય પણ તેમના જીવનના અનેક રસપ્રદ કિસ્સા બન્યા છે.

મહાત્માગાંધી દ્વારા ભારતમાં ૧૯૩૦માં આઝાદીની લડત શરૃ થઇ હતી ત્યારે મોરારજીભાઇ દેસાઇએ બ્રિટીશ ન્યાય વ્યવસ્થા પર વિશ્વાસ ગુમાવયો હતો. જેથી તેમણે સરકારી નોકરી છોડીને દેશની સ્વતંત્ર્તાની લડતમાં જોડાયા હતાં. તેમણે આઝાદી લડતમાં ૨ વખત જેલમાં પૂરવામાં આવ્યા હતાં. તેઓ ૧૯૩૧માં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિનાં સભ્ય બન્યા હતાં.

1977થી 1979 સુધી ભારતના વડા પ્રધાન રહેલા મોરારજી દેસાઈ માટે કહેવાતું કે તેઓ અત્યંત કડક સ્વભાવના ગાંધીવાદી અને બહુ જ પ્રામાણિક હતા.


તેમના પર જમણેરી હોવાનો આક્ષેપ લાગેલો ત્યારે હસતાં હસતાં કહેલું, "હા, હું રાઇટિસ્ટ છું, કેમ કે આઈ બિલીવ ઇન ડુઇંગ થિંગ્સ રાઇટ."

1977માં ઇંદિરા ગાંધી ચૂંટણી હારી ગયાં અને જનતા પક્ષ સત્તામાં આવ્યો ત્યારે આખરે મોરારજી દેસાઈ ભારતના ચોથા વડા પ્રધાન બની શક્યા.

આચાર્ય કૃપલાણી અને જયપ્રકાશ નારાયણે તેમને વડા પ્રધાન બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી

રાજકીય જીવન

ભારત દેશને આઝાદી મળ્યા પછી તેઓ રાજકારણમાં સક્રિય રહ્યા હતા. તેમણે રાજ્યના પ્રધાન અને દેશના પ્રધાન તરીકે વિવિધ જવાબદારીઓ નિભાવી હતી. ભારતની સ્વતંત્રતા પૂર્વે તેઓ મુંબઇના ગ્રુહમંત્રી બન્યા હતા અને પાછળથી ૧૯૫૨માં મુંબઇ રાજ્યના મુખ્યમંત્રી તરીકે ચૂંટાઇ આવ્યા હતા. આ રાજ્ય ગુજરાતીભાષી અને મરાઠીભાષી લોકોનુ બનેલુ દ્વિભાષી રાજ્ય હતું. ૧૯૫૬થી સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિએ માત્ર મરાઠીભાષી લોકોના બનેલા "મહારાષ્ટ્ર" રાજ્યની માગણી માટે ચળવળ શરૂ કરી. બીજી બાજુ, ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળની સમિતિએ "ગુજરાત" રાજ્યની માગણી માટે "મહાગુજરાત આંદોલન" શરૂ કર્યું. રાષ્ટ્રિય દ્રષ્ટિએ ચુસ્ત એવા મોરારજી દેસાઈ આ બંને ચળવળોના વિરોધી હતા. જ્યારે ફ્લોરા ફાઉન્ટેન પાસે સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિ દ્વારા થઇ રહેલા વિરોધના કારણે ચળવળકારીઓને લીધે જાહેર મિલકત અને વ્યાવસાયિક ઓફિસોને થઇ રહેલા નુકસાનને અટકાવવા તેમણે પોલીસને ટોળા પર ગોળીબાર માટે મંજૂરી આપી હતી. જ્યારે સ્ટોક એક્સચેન્જમાં હુમલાનો નિકટવર્તી ભય વર્તાઇ રહ્યો હતો ત્યારે પોલીસે પ્રથમ એક કલાક હવામાં ગોળીબાર કર્યો હતો. પરંતુ આ પગલું પરિસ્થીતીને કાબુમાં લાવી શક્યુ નહીં, તેથી થયેલા સીધા ફાયરિંગથી સમગ્ર ઘટના દરમિયાન ૧૦૫ તોફાનીઓ માર્યા ગાયા હતા. દેસાઇ ત્રણ દિવસમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ લઇ આવવામાં સફળ રહ્યા હતા. જોકે તેઓ આ મુદ્દે શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માગતા હતા અને માર્ગો પર થતી હિંસાનો અંત આણવા આતુર હતા. તેથી પાછળથી તેમણે ભાષાકીય આધાર પર રાજ્ય દ્વિભાજનની પરવાનગી આપી હતી. રાજ્ય દ્વિભાજન પછી મુંબઇ નવા બનેલા મહારાષ્ટ્ર રાજ્યનુ પાટનગર બન્યુ. ઇચ્છા વિરુદ્ધ દ્વિભાષીય રાજ્ય રચનાથી વિક્ષપ્ત મોરારજીએ મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યું. યશવન્તરાવ ચવ્હાણે મુખ્યમંત્રી તરીકેનો હવાલો સંભાળતા ૧૪મી નવેમ્બર ૧૯૫૬માં તેઓ જવાહરલાલ નહેરૂના પ્રધાનમંડળમાં વેપારઉદ્યોગ ખાતના પ્રધાન તરીકે જોડાયાં. ૧૯૫૮માં મુંદડા-પ્રકરણને કારણે ટી. ટી. કૃષ્ણમાચારીએ નાણાપ્રધાન તરીકે રાજીનામું આપતાં માર્ચ મહિનામાં નાણાખાતાનો પદભાર સંભાળ્યો. લાંબી મુદ્દતની લોનોનું આયોજન, સુવર્ણનિયંત્રણ યોજના, ફરજીયાત બચત યોજના, આવકવેરા પર સરચાર્જ, પરદેશી આર્થિક મદદની શરતોમાં હળવાશ વગેરે તેમનાં નાણાંપ્રધાન તરીકેનાં અગત્યના નિર્ણયો રહ્યાં. ૧૯૬૭ની ચૂંટણી મોરારજીભાઇ નાયબ વડાપ્રધાન અને નાણાપ્રધાન તરીકે પદભાર સંભાળ્યો. પરંતુ પાર્લામેન્ટરી બૉર્ડના પ્રમુખની ઉમેદવારની પસંદગીના નિર્ણયના વિરોધમાં નારાજ મોરારજીએ મંત્રી તરીકે રાજીનામું આપી દીધું. ડિસેમ્બર ૧૯૬૯માં ગાંધીનગર ખાતેના અધિવેશનમાં સંસ્થા કૉંગ્રેસ (કૉંગ્રેસ ઓ)ની સ્થાપનાના મુખ્ય સૂત્રધાર રહ્યાં.


16 જાન્યુઆરી 1978 ના રોજ વડાપ્રધાન મોરારજી દેસાઈએ 1000, 5000 અને 10,000ની ચલણી નોટો પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે, ત્યારે દેશની અર્થવ્યવસ્થા એટલી મોટી નહોતી.


વર્ષ 1991 માં તેમને ભારત સરકાર દ્વારા ભારત રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.


 19 મે 1990 ના રોજ, ભારતના વડાપ્રધાન તરીકે તેમને પાકિસ્તાન સરકાર દ્વારા નિશાન-એ-પાકિસ્તાન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

 

સામાજીક સેવા

મોરારજી દેસાઈ ગાંધીજીના રસ્તે ચાલનારા, સામાજીક સેવક, સંસ્થા સ્થાપક અને મહાન સુધારાવાદી હતા. તેઓ મહાત્મા ગાંધી દ્વારા સ્થાપવામાં આવેલ ગુજરાત વિદ્યાપીઠનાં કુલપતિ હતા. તેમનાં વડા પ્રધાનના કાર્યકાળ દરમિયાન પણ તેઓ વિદ્યાપીઠની મુલાકાત લેતા હતા અને ઓક્ટોબર મહિનામાં વિદ્યાપીઠમાં નિવાસ કરતા હતા. તેઓ સાદાઈથી જીવતા હતા અને વડા પ્રધાન હોવા છતાં જાતે જ પોસ્ટ કાર્ડ લખતા હતા. સરદાર પટેલે તેમને ખેડા જિલ્લાના ખેડૂતો જોડે મંત્રણાઓ કરવા માટે નીમ્યા હતા, જે છેવટે અમુલ સહકારી મંડળીની સ્થાપના માટે કારણભૂત બની. તેમના કાર્યકાળ દરમિયાન, તેઓએ જાહેર વિતરણ વ્યવસ્થા બંધ કરી અને તેનાથી સસ્તી ખાંડ અને અનાજ પ્રાપ્ત થતાં રેશનની દુકાનો બંધ થઇ ગઇ હતી.


લેખન

'ઇન માય વ્યૂ' તેમની આત્મકથા છે. જેનો ગુજરાતી અનુવાદ 'મારું જીવનવૃત્તાંત' નામે ત્રણ ભાગમાં નવજીવન દ્વારા કરવામાં આવેલ છે. આ ઉપરાંત કેટલીક માહિતી પુસ્તિકાઓ જેવી કે, 'પોલીસ પ્રજાનો મિત્ર બની રહે' (મુંબઈ સરકાર, ૧૯૫૨), 'કરવેરા શા માટે ?'(પરિચય, ૧૯૬૨), 'લોકશાહી સમાજવાદ' (પરિચય, ૧૯૬૮), ' સડા વિનાનો વહિવટ' (પરિચય, ૧૯૭૩), 'કાયદાથી કોઈ પર નથી' (ગુજરાત સરકાર, ૧૯૭૯) વગેરે મુખ્ય છે.


નિવૃત્તિ અને મૃત્યુ

રાજકીય નિવૃત્તિ બાદ મોરારજીભાઇએ મુંબઈમાં પુત્ર પરિવાર સાથે જીવન ગાળ્યું. ૧૯૮૭ના ઓક્ટોબર માસ સુધી, (૯૨ વર્ષની ઉંમર સુધી) વિદ્યાપીઠના પદવીદાન સમારોહમાં હાજરી આપવાનો તેમનો ક્રમ તેમણે નિષ્ઠાની જાળવ્યો. 

૧૦ એપ્રિલ ૧૯૯૫ ના રોજ મગજમાં લોહી ગંઠાતા મુંબઈ ખાતે તેમનું અવસાન થયું. ૧૨મી એપ્રિલની સાંજે અમદાવાદમાં સાબરમતી આશ્રમ પાસે આવેલી ગોશાળાની ભૂમી પર પૂરા રાજકીય સન્માન સાથે તેમની અંતિમ ક્રિયા કરવામાં આવી. આ સ્થળ હાલ અભયઘાટ તરીકે ઓળખાય છે

10 એપ્રિલ 1996 ના રોજ ભારત સરકાર દ્વારા મોરારજી દેસાઈની પુણ્યતિથિ પર એક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.




No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work