મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

06 August, 2021

રવિન્દ્રનાથ ટાગોર

 રવિન્દ્રનાથ ટાગોર




જન્મતારીખ: 7 મે 1861

               (બંગાળી કેલેન્ડર મુજબ પોચીસે(25મી) બૈશાખ 1268)

જન્મસ્થળ: કલકત્તા

પિતાનું નામ: દેવેન્દ્રનાથ ટાગોર

માતાનું નામ: શારદાદેવી

અવશાન: 7 ઓગસ્ટ 1941 (કલકત્તા)

ઉપનામ:  જમીનદારબાબુ, ગુરુદેવ, રવિન્દ્રનાથ ઠાકુર

7 મે 1861માં કોલકાતાના જોરાસકો હવેલીમાં  એક બંગાળી પરિવારમાં એક બાળકનો જન્મ થયો, જેને નામ મળ્યું રવીન્દ્ર પાડવામાં આવ્યુ જેને આગળ જઈને જેણે દુનિયાના ખ્યાતનામ સાહિત્યકાર, કવિ અને મહાન વ્યક્તિત્વ તરીકે નામના મેળવી.

કોલકાતાના એક શ્રીમંત બંગાળી પરિવારમાં જન્મેલા રવીન્દ્રનાથને નાનપણથી જ લેખન અને સાહિત્ય સાથે પ્રેમ થઈ ગયો હતો. 

રવિન્દ્રનાથ ટાગોરે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલથી સ્કૂલ શિક્ષણ શરૂ કર્યું હતું.

રવિન્દ્રનાથ ટાગોર કવિ, વિઝ્યુઅલ આર્ટિસ્ટ, નોવેલિસ્ટ, સમાજ સુધારક, નેશનાલિસ્ટ અને બિઝનેસ-મેનેજર અને કંપોઝર પણ હતા. તેમના કાર્યની ઝલક અને અસર ગત ૧૯મી અને તાજેતરની ૨૦મી સદીના બંગાળી સાહિત્ય અને સંગીત પર જોવા મળે છે

બંગાળના કોલકાતાના પિરાલિ બ્રાહ્મણ પરિવારના ટાગોરે આઠ વર્ષની ઉંમરે પહેલી કવિતા લખી હતી. પોતાની પ્રથમ કવિતા ભાનુસિંઘો ("સુર્ય સિંહ")ના નામે લખી. 

યજ્ઞોપવીત (જનોઈ) દીધા બાદ ૧૧ વર્ષની ઉંમરે તેઓ પોતાના પિતા સાથે ૧૪ ફેબ્રુઆરી ૧૮૭૩ના રોજ ભારતભ્રમણ કરવા માટે કોલકાત્તાથી નિકળી પડ્યા હતા. આ દરમિયાન તેઓ કૌટુંબિક જાગીર એવા શાંતિનિકેતન એસ્ટેટ અને અમ્રતસરની મુલાકાત લઈને હિમાલયના ગિરિમથક એવા ડેલહાઉસી પહોંચ્યા. ત્યાં ટોગારે, આત્મકથાઓ, ઇતિહાસ, ખગોળશાસ્ત્ર, આધુનિક વિજ્ઞાન અને સંસ્કૃતનો અભ્યાસ કર્યો અને પ્રાચીન સંસ્કૃતની ઉત્કૃષ્ટ કવિતા કાલિદાસનું ઊંડું અધ્યયન કર્યું


૧૮૭૭મા ,તેમણે ઘણું બધું લખ્યું જે પૈકીની એક હતી અત્યંત લાંબી મૈથિલી શૈલિમાં વિદ્યાપતિ (મૈથિલી ભાષાના પ્રસિદ્ધ કવિ)ની ઢબે લખેલી કવિતા, જેને માટે તેઓ રમૂજમાં એમ કહેતા હતા કે તે વૈષ્ણવ કવિ ભાનુસિંહાની ૧૭મી સદીમાં ખોવાયેલી કૃતિ હતી. તેમણે "ભીખારીની" (1877; " ધ બેગર વુમન"—બંગાળી સાહિત્યની સૌપ્રથમ ટૂંકી વાર્તા)  અને સાંધ્ય સંગીત લખી. (૧૮૮૨) —જેમાં પ્રખ્યાત કવિતા "નિરજેરેર સ્વપ્નભંગ"નો સમાવેશ થતો હતો.

1878 થી 1932 દરમિયાન તેમણે પાંચ ખંડોના 13 દેશોની મુલાકાત લીધી હતી

 રવીન્દ્રનાથ ટાગોરના પિતા ઇચ્છતા હતા કે તેઓ બેરિસ્ટર બને અને તેથી તેમણે ટાગોરને ૧૮૭૮માં ઈંગ્લેનડનાં બ્રાઈટનની પબ્લિક સ્કૂલમાં પ્રવેશ અપાવ્યો. તેમણે યુનિવર્સિટી કોલેજ લંડનમાં કાયદાનો અભ્યાસ કર્યો પરંતુ ડીગ્રી લીધા વગર તેઓ ૧૮૮૦માં બંગાળ પરત ફર્યા.

 ૯ ડિસેમ્બર ૧૮૮૩માં તેમના લગ્ન મૃણાલિની દેવી  સાથે થયા  તે સમયે મૃણાલિની દેવી માત્ર 10 વર્ષ ના હતા. જેમનાથી તેમને પાંચ સંતાનો થયા. તેમાંથી બે પુખ્ત થાય તે પહેલા જ મૃત્યુ પામ્યા. તે જ સમયે, 1902 માં, રવિન્દ્રનાથ ટાગોરની પત્ની મૃણાલિની દેવીનું પણ અવસાન થયું.

 1890માં તેમની પરિવારની મિલકત એવા શિલાએદહ પહોંચ્યા, જે હાલમાં બાંગલાદેશમાં છે. તેમની સાથે તેમના પત્નિ અને બાળકો પણ ૧૮૯૮માં જોડાયા હતા.

 "જમીનદારબાબુ"તરીકે જાણીતા ટાગોર તેમની વિશાળ જગ્યામાં ફેલાયેલી એસ્ટેટની મુલાકાત લેતા હતા તેઓ પોતાના વૈભવશાળી નિવાસ્થાન પદમ માં પણ રહેતા ન હતા. તેઓ ભાડૂં ઉઘરાવવા(મોટાભાગે નજીવું) માટે ફરતા અને ગ્રામવાસીઓને આશીર્વાદ આપતા. જેના બદલામાં ગામલોકો ભોજન સમારંભ રાખતા 

 આ વર્ષો ટાગોરની સાધના ના વર્ષો હતા 

આ સમય દરમિયાન તેમની ત્રણ ભાગમાં લખાયેલી વાર્તાની અડધી વાર્તાઓ અંહી લખાઈ તેમજ 84 જેટલી ગાલપાગુચ્ચા વાર્તાઓ અહીં લખાઈ આ વાર્તાઓમાં બંગાળની જીવનશૈલી અને તેમાં પણ ગ્રામ્ય જીવનનું સુંદર નિરુપણ હતું.

1901માં ટાગોરે શિલાએદહ છોડી દીધું અને શાંતિનિકેતન (પશ્ચિમ બંગાળ) આવી પહોંચ્યા  જ્યાં તેમણે આશ્રમની સ્થાપના કરી જેમાં આરસપહાણનો પ્રાર્થના ખંડ , એક શાળા, વૃક્ષો, બગીચો, પુસ્તકાલયનો સમાવેશ થતો હતો..

અહીં જ ટાગોરની પત્ની અને તેમના બે બાળકોના મૃત્યુ થયા હતા. તેમના પિતાનું અવસાન 19 જાન્યુઆરી 1905ના રોજ થયું હતું. 

 આ સમય દરમિયાન તેઓ ખૂબ પ્રસિદ્ધ થયા હતા જેથી મોટાપ્રમાણમાં બંગાળી અને વિદેશી વાચકો તેમના અનુયાયીઓ બની ગયા હતા. 

તેમણે નૈવિધ્ય (1901) અને ખેયા (1906) પ્રસિદ્ધ કર્યું ઉપરાંત તેમણે પોતાની કવિતાઓને મુક્ત ટૂકી કવિતામાં ભાષાંતર પણ કર્યું. 

14 નવેમ્બર 1913ના રોજ ટાગોરને  સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું. સ્વિડિશ એકેડેમી મુજબ તેમને આ પારિતોષિક 1912માં અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલા તેમના બંગાળી કાવ્યોના સંપૂટ ગીતાંજલી .માટે આપવામાં આવ્યું હતું. 

નોબેલ પારિતોષિક મેળવનાર ભારતીય મૂળના અને પ્રથમ એશિયાઇ વ્યક્તિ રવિન્દ્રનાથ ટાગોર હતા.

1915માં ટોગોરને બ્રિટન સરકાર દ્વારા નાઈટ (સર’ )નો ખિતાબ આપવામાં આવ્યો હતો. પરંતુ 1919માં જંલિયાવાલા બાગ હત્યાકાંડ મામલે તેમણે આ ખિતાબ પરત કરી દીધો હતો.

1921માં ટોગોર અને કૃષિ વૈજ્ઞાનિ લિયોનાર્ડ નાઈટ એલ્મ્રિસ્ટએ ગ્રામ્ય પુનઃનિર્માણ માટે એક સંસ્થાની સ્થાપના કરી ( જેણે ટાગોરે શ્રીનિકેતન —"સમુદ્ધિનું રહેઠાણણ"નામ આપ્યું.) આ સંસ્થા શાંતિનિકેતન આશ્રમની નજીક સુરુલ ગામ નજીક આવેલી છે. 

ગાંધીજીની સ્વરાજ ની ચળવળના વિકલ્પનું આહવાન કરનાર ટાગોરે સ્વરાજ ચળવળની ટીકા કરી હતી.  તેમણે વિદ્વાન, દાનવીરો અને વિવિધ દેશોના લોકોની નિમણૂક ગામના નિરિક્ષર લોકોને ભણાવવા માટે કરી.

1930ના દાયકામાં તેઓ ભારતની જાતિ આધારિત વ્યવસ્થા અને અછૂત જેવી સમસ્યાઓથી ચિંતત થયા હતા. તેમણે પોતાના નિબંધો, કવિતાઓ અને નાટકોમાં અછૂતને નાયક બનાવ્યો હતો અને ગુરુવાયોર મંદિરમાં દલિતોને પ્રવેશ આપવાની વિનંતી કરી હતી

15 જાન્યુઆરી 1934ના રોજ બિહાર જિલ્લામાં આવેલા ભૂકંપને ગાંધીજીએ દલિત પ્રત્યે થયેલા ખરાબ વ્યવહારનો દિવ્ય પ્રતિશોધ ગણાવ્યો હતો. જેની ટાગોરે ટીકા કરી હતી.

 બંગાળની આર્થિક અસમાનતાને લઈને પણ તેઓ ચિંતિત હતા. તેમણે 100 પંક્તિઓની એક કવિતા પણ લખી હતી. આ વાત જાણીતા ફિલ્મકાર સત્યજીત રેએ તેમની ફિલ્મ અપૂર સંસાર માં વણી લીધી હતી.

ટાગોરે પોતાની કવિતાઓ, નિબંધોનું કામ 15 ખંડમાં ભેગૂં કર્યું હતું. જેમાં પુનાશાચા (1932), શિશ સપ્તક (1935), અને પાત્રાપૂટ નો સમાવેશ થાય છે.(1936). 

તેમણે ગધ ગીતની શૈલી અને નૃત્ય નાટક વિકસાવવા માટે સતત પ્રયાસ કરતા હતા. જેમાં ચિંત્રાંગદા (1914), શ્યામા (1939),અને ચાંડલિકા (1938),નો સમાવેશ થતો હતો. 

તેમણે દુઈ બોન (1933), મલાંચા (1934), અને ચાર અધ્યાય નામની નવલકથાઓ પણ લખી. (1934). 

છેલ્લા વર્ષોમાં ટાગોરે વિજ્ઞાનમાં પણ રસ લીધો અને 1937 વિશ્વ પરિચય નામનું પૂસ્તક લખ્યું. તેમણે જીવવિજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર, ખગોળશાસ્ત્રને પોતાની કવિતાઓમાં સમાવી લીધું. આ કવિતાઓમાં પ્રકૃતિની અસીમ તાકાતનું નિરુપણ રહેતું હતું. તેમણે વિજ્ઞાનની પ્રક્રિયા પણ પોતાની કેટલીક વાર્તાઓ સી (1937), ટીન સાંગાઈ (1940), અને ગાલપોસાલ્પા જેવા ગ્રંથોમાં સમાવી હતી(1941).

પોતાની જીંદગીના અંતિમ તબક્કા દરમિયાન તેણે બ્રિટિશ રાજ નો વિરોધ કર્યો અને ભારતની સ્વાતંત્ર્ય ચળવળને ટેકો આપ્યો હતો. 

ટાગોરના છેલ્લા ચાર વર્ષે ભારે દુઃખમાં વિત્યા હતા. છેલ્લા બે વર્ષ તો તેઓ સખ્ત બિમાર હતા. 1937માં પહેલો બેશુદ્ધ થવા લાગ્યા હતા. તેઓ જીવનના અંત સમયે પણ બેશુદ્ધ અવસ્થામાં જ હતા. 

1940 બાદ બીજા ત્રણ વર્ષો દરમિયાન બેશુદ્ધીની બિમારી જોર કરી ગઈ. આ બિમારીથી તેઓ કોઈ દિવસ બહાર આવી શક્યા નહીં. આ વર્ષોમાં તેમણે લખેલી કવિતાઓ તેમની શ્રેષ્ઠ રચનાઓ છે.


ગંભીર બિમારી બાદ 80 વર્ષની વયે ટાગોર 7 ઓગસ્ટ 1941ના રોજ  જ્યાં તેઓ મોટા થયા હતા ત્યાં તેઓ જોરાસાંકોમાં મૃત્યુ પામ્યા.

 બંગાળી જગતમાં તેમની મૃત્યુ તીથી ના દિવસે લાખો લોકો મૌન રાખે છે.


ટાગોરનું કામ જે કવિતાના સ્વરૂપમાં છે ટોગોરે રચેલી સંસ્થા, વિશ્વ-ભારતી યુનિવર્સિટીમાં સચવાયેલું છે.

ટાગોરે નવલકથાઓ, ટૂંકીવાર્તાઓ, ગીત, નૃત્ય નાટિકાઓ અને રાજકારણ અને વ્યક્તિગત વિષયો પર નિબંધો પણ લખ્યા છે.

તેમની ટૂંકી વાર્તાઓ, ટુંકા કાવ્યો અને નવલકથા કે જેમાં તાલબદ્ધ, ગીત સ્વરૂપ, બોલચાલની ભાષા અને ચિંતનપાત્ર પ્રકૃતિવાદ, અને દાર્શનિક ચિંતન વણી લેવામાં આવ્યું હતું તેને વૈશ્વિક પ્રસિદ્ધી મળી હતી. 

ટાગોર સાંસ્કૃતિક સુધારાવાદી હતી અને મહાન વિદ્યાપ્રવીણ હતા. જેમણે પરંપરાગત બંગાળી માળખાને આધુનિક સ્વરૂપ આપ્યું હતું. 

તેમના લખાણના બે ગીતો બાંગલાદેશ અને ભારતના રાષ્ટ્રગાન છે. અનુક્રમે અમાર સોનાર બાંગલા અને જન ગણ મન .ગીતો દેશના રાષ્ટ્રગાન બન્યા છે.

 ૧૯૧૩માં સાહિત્ય માટેનો નોબલ પારિતોષિક મેળવ્યો ત્યારે આ નોબલ પારિતોષિક મેળવનારા તેઓ સૌપ્રથમ એશિયન હતા.

ટાગોરની કવિતાઓને વિવિધ કંપોઝરો દ્વારા તાલબદ્ધ કરવામાં આવી છે. તેમાંની કંપોઝર આર્થર શેફર્ડની ઊંચા અવાજવાળી તંતુવાદ્ય ધરાવતી ચાર ગાયકોની જોડીની તખ્તી તેમજ કંપોઝર ગેરી શિમેનની "પ્રાણ," તે ટાગોરની કવિતા "સ્ટ્રીમ ઓફ લાઇફ" ગીતાંજલિમાંથી લેવામાં આવી છે.ત્યાર બાદમાં તેને સ્થાનિક પલબાષા સિદ્દીકી દ્વારા કંપોઝ અને રેકોર્ડ કરવામાં આવી હતી. આ માટે તેમણે ઈન્ટરનેટ સેલિબ્રિટી મેટ્ટ હાર્ટિંગનો વાઈરલ વિડિયો માટે સાથ લીધો હતો

ટાગોરના રાજકીય વિચારો જટીલ હતા. તેમણે યુરોપીયન સામ્રાજ્યવાદનો વિરોધ કર્યો હતો અને ભારતીય રાષ્ટ્રવાદીઓને ટેકો આપ્યો હતો

ટાગોરે ભારતીય સ્વતંત્રતા ચળવળના ગુણગાન ગાતા ગીતો લખ્યા હતા અને 1919ના જલીયાંવાલા બાગ હત્યાકાંડના વિરોધમાં પોતાનો ખિતાબનો ત્યાગ કર્યો હતો.

રાજકારણની દ્રષ્ટિએ અતિ મહત્ત્વની એવી ટાગોરની બે કૃતિઓ, ચિત્તો જેથા ભયશુન્યો (ભય વગરનું ચિત્ત) અને એકલા ચાલો રે (જો તેઓ ઇશ્વરની હાકલ જવાબ ન આપે તો એકલો જાને રે) ભારે લોકપ્રિય થઇ હતી. 

એકલા ચાલો રેની ગાંધીજીએ પણ તરફેણ કરી હતી.ગાંધીજી સાથે તેમના સંબંધ તોફાની હતા તેમ છતાં ટાગોરે ગાંધી-આંબેડકર વિવાદને ઉકેલવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી જેમાં અછૂત માટે અલગ મતદાનની માંગ કરવામાં આવી હતી અને ગાંધીની આમરણાંત ઉપવાસ પર બેઠા હતા

 રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખેલી ટૂંકી વાર્તાઓ ‘કાબૂલીવાલા’, ‘ક્ષુદિત પશ્નન’, ‘અટોત્જુ’, ‘હેમંતી’ અને ‘મુસ્લિમનીર ગોલ્પો’ ખૂબ પ્રખ્યાત છે. જ્યારે તેમના દ્વારા લખેલી નવલકથાઓ ‘નૌકદૂબી’, ‘ગોરા’, ‘ચતુરંગા’, ‘ઘર બાયર’ અને ‘જોગજોગ’ વિશ્વભરમાં પ્રખ્યાત છે. કવિતાઓ, નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓ લખવા ઉપરાંત, રવીન્દ્રનાથ ટાગોરને ગીતો લખવાનો પણ શોખ હતો અને તેમણે તેમના જીવનકાળ દરમિયાન કુલ 2230 ગીતો લખ્યા હતા.

રવીન્દ્રનાથ ટાગોરે ભારત ઉપરાંત બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત લખ્યું છે. ભારતનું રાષ્ટ્રગીત “જન ગણ મન” છે જ્યારે બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત “અમર સોનાર” છે.

રવીન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલી ઘણી રચનાઓ જેમ કે ગીતાંજલિ, ગીતાલી, ગીતીમાલ્યા, શિશુ ભોલાનાથ, ઘીયા વગેરે પણ અંગ્રેજી ભાષામાં ભાષાંતર થયેલ છે.

ગાંધીજીને સૌ પ્રથમ રવિન્દ્રનાથ ટાગોરે જ મહાત્મા તરીકે બોલાવ્યા હતા. જે પછી ગાંધીજીના નામની આગળ મહાત્મા ઉમેરવામાં આવ્યા.

રવીન્દ્રનાથ ટાગોર ત્રણ વખત પ્રખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનને મળ્યા અને એવું કહેવામાં આવે છે કે આલ્બર્ટ આઈન્સ્ટાઈને રવીન્દ્રનાથ ટાગોરને રબ્બી ટાગોર તરીકે બોલાવતા હતા.

રવિન્દ્ર નાથ ટાગોરે વર્ષ 1919 માં ‘કલા ભવન’ ની સ્થાપના કરી હતી જે 1921 માં સ્થપાયેલ વિશ્વ ભારતી યુનિવર્સિટીનો એક ભાગ બની હતી.

ટાગોરે 11 ઓક્ટોબર 1917ના રોજ જ્યારે કેલિફોર્નિયાના સાંતા બાર્બરાની મુલાકાત લીધી હતી ત્યારે તેમને નવા પ્રકારની યુનિવર્સિટીનો વિચાર આવ્યો હતો અને તેમના આશ્રમ શાંતિનિકેતનને વિશ્વ સાથે જોડતા સેતુ તરીકે વિકસાવવાની ઇચ્છા થઇ હતી. તેઓ શાંતિનિકેતનને રાષ્ટ્રીય અને ભૌગોલિક મર્યાદાઓથી પર  અભ્યાસનું વૈશ્વિક કેન્દ્ર બનાવવા ઇચ્છતા હતા.તેમણે શરૂ કરેલી વિશ્વ ભારતી નામની શાળાનો શિલાન્યાસ 22 ડિસેમ્બર 1918ના રોજ થયો હતો બાદમાં તેનું 22 ડિસેમ્બર 1921ના રોજ ઉદઘાટન થયું હતું, અહીં ટાગોરે બ્રહ્મચર્ય પ્રકારની શિક્ષણશૈલી અપનાવી હતી, ટાગોરે શાળા અને સ્ટાફ માટે ભંડોળ ઉભું કરવા સખત મહેનત કરી હતી. તેમણે તે તેમના નોબલ પારિતોષના તમામ પૈસામાં પણ તેમાં ખર્ચી નાંખ્યા હતા

7 મે 2009ના રોજ Google  એ ટાગોર પર ગૂગલ ડૂડલ દર્શાવ્યું હતું જે તેમની 148મી જન્મજયંતિ હતી


બંગાળી કેલેન્ડર જોવા માટે અહી ક્લિક કરો.

No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work