મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

02 August, 2021

ગણેશ માવળંકર

 ગણેશ માવળંકર

(ભારતની લોકસભાના પ્રથમ અધ્યક્ષ)




જન્મતારીખ: 27 નવેમ્બર 1888

જન્મસ્થળ; વડોદર, ગુજરાત

પિતાનું નામ: વાસુદેવ

માતાનું નામ: ગોપિકાબાઇ

અવશાન: 27 ફેબ્રુઆરી 1956 (અમદાવાદ)

ઉપનામ: દાદાસાહેબ


ગણેશ માવળંકરનો જન્મ 27 નવેમ્બર 1888માં ગુજરાતના વડોદરા શહેરમાં થયો હતો.

તેમનું સમગ્ર કુટુંબ મૂળે રત્નાગિરિ જિલ્લાના માવલંગે ગામનું હતું. પેશવાકાળ દરમિયાન તેમાંનાં ઘણાં કુટુંબો વિવિધ ગામના મુખી‘ખોત’ના હોદ્દા ભોગવતા હતા. આ કુટુંબનાં અમુક જૂથો, વડોદરાના ગાયકવાડ રાજવીઓ સાથેના સંપર્કો અને કામગીરીના કારણે ગુજરાતમાં વડોદરામાં અને પાછળથી અમદાવાદ આવીને વસેલાં, આમાં માવળંકર કુટુંબ પણ સામેલ હતું.

પિતા રત્નાગિરિ જિલ્લામાં મુનસફ તરીકે નોકરી કરતા, તેથી પ્રારંભિક શિક્ષણ તે જિલ્લામાં વિવિધ સ્થળે અને બાકીનું શાલેય શિક્ષણ વડોદરામાં લીધું. 1904માં મૅટ્રિક્યુલેશનની પરીક્ષા ઉત્તીર્ણ કરી. 1908માં અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી વિજ્ઞાનના વિષયો સાથે બી.એ. થયા અને વર્ગના સૌથી તેજસ્વી વિદ્યાર્થી તરીકે દક્ષિણા ફેલો નિમાયા. ત્યારબાદ મુંબઈ જઈ કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો, પ્રથમ અને દ્વિતીય એલએલ.બી.માં સમગ્ર મુંબઈ યુનિવર્સિટીમાં તેમણે પ્રથમ સ્થાન મેળવ્યું.

કારકિર્દીના પ્રારંભે સર્વન્ટ્સ ઑવ્ ઇન્ડિયા સોસાયટીમાં જોડાયા અને પછી ધારાશાસ્ત્રી તરીકેની કારકિર્દીનો આરંભ કર્યો. એ સાથે જ જાહેરજીવનનાં કાર્યોમાં રસ લેવાની શરૂઆત કરી. અમદાવાદમાં વકીલાત શરૂ કરવા સાથે 1916માં ગુજરાત સભામાં જોડાયા અને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે પ્રાથમિક પરિચય થયો.

 1917માં તેમણે ખેડા જિલ્લાના સત્યાગ્રહમાં ભાગ લીધો. તે અરસામાં ગાંધીજીના પરિચયમાં આવ્યા. 

1919માં તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કાઉન્સિલના સભ્ય નિમાયા. 

1920માં પ્રથમ પત્ની કાશીબાઈનું અવસાન થયું અને માતાના આગ્રહને વશ થઈ 1921માં મનોરમાબાઈ ઉર્ફે સુશીલાબહેન સાથે તેમણે બીજું લગ્ન કર્યું.

1920થી ’22 દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠમાં કાયદાના પ્રાધ્યાપક બન્યા
આ અરસામાં પંઢરપુરના મંદિરમાં સત્યાગ્રહ દ્વારા હરિજનોને મંદિરપ્રવેશ અપાવવામાં તેમણે દરમિયાનગીરી કરી

 1922–23માં અસહકારની લડતમાં ભાગ લેવા તત્કાલ પૂરતો વ્યવસાય છોડી દીધો. જે લડત બાદ ફરી શરૂ કર્યો.

1937માં ધારાશાસ્ત્રી તરીકેની કામગીરી છોડી રાષ્ટ્રીય સેવાના ક્ષેત્રમાં ઝંપલાવ્યું. અને મુંબઈ ધારાસભા(લેજિસ્લેટિવ એસેમ્બલી)માં ચૂંટાયા. 

ધારાસભ્ય તરીકે ગૃહની નિયમ-ઘડતર સમિતિના સભ્ય બન્યા અને બી. જી. ખેર પ્રધાનમંડળ સાથેના ઘનિષ્ઠ સંબંધોને કારણે હરિજન મંદિરપ્રવેશ, શિક્ષણસુધારણા, ભૂમિધારા ખરડો તથા ગુજરાત-મહારાષ્ટ્રમાં દારૂબંધી જેવા જાહેર હિતના નિર્ણયો લેવડાવવામાં પ્રધાન ભૂમિકા ભજવી.

 સવિનય કાનૂનભંગ અને ‘હિંદ છોડો’ લડતમાં જોડાયા અને અનેક વાર જેલવાસ વેઠ્યો

ગુજરાતમાં ઉચ્ચશિક્ષણની દેશહિતને વરેલી બિનસરકારી સંસ્થાઓ ઊભી કરવી આવશ્યક છે. તે ર્દષ્ટિએ 100 રૂ.ના સભ્યો બનાવી અમદાવાદ એજ્યુકેશન સોસાયટી સ્થાપી

 સરદાર વલ્લભભાઈ પટેલના અધ્યક્ષપદે ‘ગુજરાત વિશ્વવિદ્યાલય મંડળ’ યોજીને તે દ્વારા ગુજરાતમાં પહેલી યુનિવર્સિટીની રચનાનો પાયો નાંખ્યો, જે ‘ગુજરાત યુનિવર્સિટી’ તરીકે જાણીતી બની. આમ શિક્ષણક્ષેત્રે ઊજળું અને અજોડ કામ તેમણે પાર પાડ્યું.

1946માં તેઓ કેંદ્રીય ધારાસભા(લેજિસ્લેટિવ એસેમ્બલી)ના અધ્યક્ષ બન્યા. 1947 પછી કેંદ્રીય ધારાસભા ભારતીય સંસદમાં રૂપાંતરિત થતાં 17 નવેમ્બર, 1947ના રોજ તેઓ તેના અધ્યક્ષ બન્યા અને એ રીતે સ્વતંત્ર ભારતની કેંદ્રીય ધારાસભાના પ્રથમ અધ્યક્ષનું પદ પ્રાપ્ત કરવાનું ગૌરવ તેમને પ્રાપ્ત થયું.

જવાહરલાલ નહેરુએ તેમને ‘ભારતની લોકસભાના પિતા’ તરીકે ઓળખાવેલા

વ્યક્તિગત જીવનમાં તેઓ ‘ભગવદ્ગીતા’થી પ્રભાવિત હતા. તેમની નિયમિત ડાયરી ‘કાંહી પાઉલે’ નામથી મરાઠીમાં અમદાવાદ મહારાષ્ટ્ર સમાજની પત્રિકામાં ક્રમશ: પ્રસિદ્ધ થઈ હતી.

ધારાશાસ્ત્રી તરીકેનાં સંસ્મરણો આલેખતું પુસ્તક ‘માય લાઇફ ઍટ ધ બાર’ (1955) અંશત: જીવનકથાનક પણ છે.

જેલજીવન દરમિયાન કહેવાતાં અસામાજિક તત્ત્વોના પરિચયને કારણે તેમના જીવનમાં ડોકિયું કરતાં અનુભવેલાં સ્પંદનો ‘માનવતાનાં ઝરણાં’ નામથી પ્રકાશિત થયેલાં.

પૂરી પ્રામાણિકતા, ન્યાયોચિત નિર્ણયો, અનુભવજન્ય દૂરંદેશી, ઉત્કટ દેશદાઝ, સૂઝભરી સેવાવૃત્તિ અને સૌજન્યભર્યું વ્યક્તિત્વ પ્રજાજીવનમાં યાદગાર નીવડે એ માટે પ્રજાએ તેમને ‘દાદાસાહેબ’ના સન્માનની નવાજેશ કરેલી.

No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work