મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

18 July, 2021

લક્ષ્મી સહગલ

 લક્ષ્મી સહગલ

આઝાદ હિંદ ફૌજ્ની પહેલી મહિલા કેપ્ટન,

 રાણી  ઝાંસી રેઝિમેન્ટના કમાન્ડર


જન્મ તારીખ: 24 ઓક્ટોબર 1914
જન્મસ્થળ: મલબાર, મદ્રાસ(હાલ ચેન્નઇ)
બાળપણનું નામ: લક્ષ્મી સ્વામીનાથન
પિતાનું નામ: એસ. સ્વામીનાથન
માતાનું નામ: એ.વી.અમ્મુકુટ્ટી
પતિનુ નામ: પ્રેમકુમાર સહગલ
ઉપનામ: કેપ્ટન લક્ષ્મી, ડૉ.લક્ષ્મી
અવશાન: 23 જુલાઇ 2012 (કાનપુર)

લક્ષ્મી સહેગલનો જન્મ મદ્રાસ પ્રેસિડેન્સીના એક ભાગ મલબારમાં લક્ષ્મી સ્વામિનાથન તરીકે ૨૪ ઓક્ટોબર ૧૯૧૪ ના દિવસે થયો હતો.


 તેમના પિતાનું નામ એસ. સ્વામિનાથન હતું તેઓ મદ્રાસ હાઈકોર્ટમાં એક જાણીતા વકીલ હતા. તેમની માતાનું નામ એ. વી. અમ્મુકુટી હતું, જેઓ કેરળના પાલઘાટના વડક્કથ તરીકે ઓળખાતા અંક્કારના રાજવી નાયર કુટુંબના વ્યક્તિ અને એક સમાજસેવિકા અને સ્વતંત્રતા કાર્યકર હતા અને તેઓ અમ્મૂ તરીકે જાણીતા હતા.

 પ્રખ્યાત નૃત્યાંગના મૃણાલિની સારાભાઇ એ લક્ષ્મી સહગલની  નાની બહેન છે. ( ભારતના પ્રખ્યાત વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઇના પત્ની મૃણાલિની સારાભાઇ હતા)


1930 માં હિંમતભેર તેના પિતાના મૃત્યુનો સામનો કરી લક્ષ્મીએ 1932 માં વિજ્ઞાનમાં સ્નાતક થયા.

1938 માં મદ્રાસ મેડિકલ કોલેજમાંથી એમબીબીએસની ડિગ્રી મેળવી

તે પછી તેમણે  ડિપ્લોમા ઇન ગાયનેકોલોજી કર્યુ અને બીજા વર્ષે 1939 માં તે સ્ત્રીરોગ ચિકિત્સક બની. 

તેમણે ચેન્નઈના ટ્રીપ્લીકેનમાં આવેલી કસ્તુરબા ગાંધી સરકારી હોસ્પિટલમાં ડોક્ટર તરીકે કામ કરતી હતી.

અભ્યાસ પૂરો કર્યાના બે વર્ષ પછી, લક્ષ્મીને વિદેશ જવાની તક મળી અને 1940 માં તે સિંગાપોર ગઈ. જ્યાં તેમણે ગરીબ ભારતીયો અને મજૂરો (સ્થળાંતર મજૂરી) માટે તબીબી શિબિર ગોઠવી અને તેમની સારવાર કરી. 


સિંગાપોરમાં, તેમણે ભારતમાંથી સ્થળાંતર કરાયેલા મજૂરો માટે મફત હોસ્પિટલ જ નહીં, પણ ભારતીય સ્વાતંત્ર્ય સંગઠનની સક્રિય સભ્ય પણ બની.

 જ્યારે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશરોએ 1942 માં સિંગાપોરને જાપાનીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું, ત્યારે તેઓ ઘાયલ થયેલા  લોકો માટે ઘણું કામ કર્યું. તે જ સમયે તેમના દેશની આઝાદી માટે કામ કરવાનો વિચાર બ્રિટીશ આર્મીના ઘણા ભારતીય સૈનિકોના મગજમાં ઉદ્ભવ્યો હતો.




સિંગાપોર ખાતેના રોકાણ દરમિયાન તેઓ સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફોજના કેટલાક સભ્યોને મળી હતી.


ઈ. સ. ૧૯૪૨ માં, બ્રિટિશરો દ્વારા જાપાનીઓને સિંગાપોરના સમર્પણ દરમ્યાન, સહેગલે ઘાયલ થયેલા યુદ્ધના કેદીઓની સારવાર કરી, જેમાંના ઘણાને ભારતીય સ્વતંત્રતા સેનાની રચના કરવામાં રસ હતો. 





સિંગાપુરમાં તે સમયે ઘણા રાષ્ટ્રવાદી ભારતીયો કાર્યરત હતા. કે. પી. કેસવા મેનન, એસ. સી. ગુહા અને એન. રાઘવન જેવા આગેવાનોએ એક્શન કાઉન્સિલની રચના કરી હતી. અલબત્ તેમની આઝાદ હિંદ ફોજને જાપાની દળો દ્વારા યુદ્ધમાં તેમની ભાગીદારી અંગે કોઈ કડક પ્રતિબદ્ધતા કે મંજૂરી મળી ન હતી.


આ પૃષ્ઠભૂમિમાં સુભાષચંદ્ર બોઝ ૨ જુલાઈ ૧૯૪૩ ના દિવસે સિંગાપોર પહોંચ્યા. લક્ષ્મીએ સાંભળ્યું હતું કે બોઝ મહિલાઓનું એક સંગઠનમાં ઘડવા માટે ઉત્સુક છે તેથી તેણીએ તેમની સાથે એક બેઠકની વિનંતી કરી. હીંથી તેમને રાણી ઝાંસી રેજિમેન્ટની તરીકે ઓળખાયેલી મહિલા રેજિમેન્ટ સ્થાપવાનો આદેશ મળ્યો હતો. પૂર્ણ રીતે સ્ત્રીઓને બનેલી આ બ્રિગેડમાં જોડાવા ઘણી મહિલાઓએ ઉત્સાહપૂર્વક પ્રતિસાદ આપ્યો અને ડૉ. લક્ષ્મી સ્વામિનાથન કેપ્ટન લક્ષ્મી બન્યા, અને એજ નામ અને ઓળખ તેમની સાથે જીવનભર રહ્યું.


બ્રિટિશરોને તેમણે બતાવી દીધુ કે દેશની મહિલાઓ બંગડીઓ પહેરે છે, પરંતુ જ્યારે સમય આવે ત્યારે તેઓ બંદૂક પણ ઉપાડી શકે છે અને તેમનું લક્ષ્ય પુરુષો કરતા ઓછું નથી.

આઝાદ હિંદ ફોજે ડિસેમ્બર ૧૯૪૪ માં જાપાની સૈન્ય સાથે બર્મા તરફ પ્રયાણ કર્યું, પરંતુ માર્ચ ૧૯૪૫ માં, યુદ્ધમાં પલટો આવ્યો, ભારતીય સૈન્યે તેઓ ઇમ્ફાલમાં પ્રવેશ કરે તે પહેલાં શરણાગતી સ્વીકારવી પડી.


 કેપ્ટન લક્ષ્મીની મે ૧૯૪૫ માં બ્રિટીશ સૈન્ય દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, માર્ચ ૧૯૪૬ તેઓ સુધી બર્મામાં રહ્યા, ત્યાર બાદ તેમને ભારત મોકલવામાં આવ્યા. તે સમયે દિલ્હીમાં આઝાદ હિંદ ફોજ પરના મુકદ્દમાને કારણે લોકોમાં અસંતોષ વધતો હતો અને અંગ્રેજ શાસનનો અંત નજીક જણાતો હતો

ઈ.સ. ૧૯૭૧ માં તેઓ ભારતીય સામ્યવાદી પક્ષ (માર્ક્સવાદી)માં જોડાયા અને રાજ્ય સભામાં પક્ષનું પ્રતિનિધિત્વ કર્યું. 


બાંગ્લાદેશ કટોકટી દરમિયાન, તેમણે બાંગ્લાદેશથી ભારતમાં આવેલા શરણાર્થીઓ માટે કલકત્તામાં રાહત શિબિરો અને તબીબી સહાયનું આયોજન કર્યું હતું. 


ઈ.સ.૧૯૮૧ માં ઑલ ઈન્ડિયા ડેમોક્રેટિક વિમેન્સ એસોસિએશનના સ્થાપક સભ્યોમાંના તેઓ એક હતા અને તે સંસ્થાની ઘણી પ્રવૃત્તિઓ અને અભિયાનોનું તેમણે નેતૃત્વ કર્યું હતું. 


 ડિસેમ્બર ૧૯૮૪ માં ભોપાલ ગેસ દુર્ઘટના બાદ તેણીએ ભોપાલ તરફ એક તબીબી ટુકડી દોરી અને તેનું નેતૃત્વ કર્યું હતું, 


૧૯૮૪ ના શીખ વિરોધી રમખાણો બાદ કાનપુરમાં શાંતિ પુન:સ્થાપિત કરવા માટે કામ કર્યું હતું અને ૧૯૯૬ માં બેંગલુરુમાં મિસ વર્લ્ડ સ્પર્ધા સામેના વિરોધ અભિયાનમાં ભાગ લેવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી.


૨૦૦૬ સુધી તેઓ કાનપુરમાં તેમની ક્લિનિકમાં ૯૨ વર્ષની ઉંમર સુધી દર્દીઓની નિયમિત જોતી હતી.


ઈ. સ. ૨૦૦૨ માં, ચાર ડાબેરી પક્ષો ભારતની કમ્યુનિસ્ટ પાર્ટી, ભારતીય સામ્યવાદી પક્ષ (માર્ક્સવાદી), રેવોલ્યુશનરી સોશિયાલિસ્ટ પાર્ટી (ક્રાંતિકારક સમાજવાદી પાર્ટી) અને ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લૉકે સાથે મળી તેમને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સહેગલને ઉમેદવાર તરીકે નામાંકિત કર્યા હતા. તેઓ અબ્દુલ કલામના એકમાત્ર પ્રતિદ્વંધી હતા


સહેગલે લાહોરમાં માર્ચ ૧૯૪૭ માં પ્રેમકુમાર સહેગલ સાથે લગ્ન કર્યા. તેમના લગ્ન પછી, તેઓ કાનપુર સ્થાયી થયા, જ્યાં તેમણે પોતાની તબીબી સેવા ચાલુ રાખી અને ભારતના ભાગલા બાદ મોટી સંખ્યામાં પહોંચેલા શરણાર્થીઓને મદદ કરી. તેમને બે પુત્રી હતી: સુભાશિની અલી અને અનિસા પુરી.

સુભાશિની અગ્રણી સામ્યવાદી રાજકારણી અને મજૂર કાર્યકર છે. અલીના કહેવા પ્રમાણે લક્ષ્મી સહેગલ નાસ્તિક હતા. ફિલ્મ નિર્માતા શાદ અલી તેના પૌત્ર છે



૧૯ જુલાઈ, ૨૦૧૨ ના દિવસે, સહેગલને હૃદય રોગના હુમલો આવ્યો અને ૨૩ જુલાઈ, ૨૦૧૨ ના દિવસે સવારે ૧૧:૨૦ વાગ્યે કાનપુરમાં 98 વર્ષની વયે તેઓ અવસાન પામ્યા.


 તબીબી સંશોધન માટે તેમના શરીરને ગણેશ શંકર વિદ્યાર્થી મેમોરિયલ મેડિકલ કોલેજમાં દાન કરવામાં આવ્યું હતું


ભારત સરકાર દ્વારા 1998માં  લક્ષ્મી સહેગલને પદ્મવિભૂષણથી સન્માનીત કરવામાં આવ્યાં હતા.


કાનપુરમાં કેપ્ટન લક્ષ્મી ઇન્ટરનેશનલ એરપોર્ટ આવેલ છે.


કલિકટ યુનિવર્સિટી દ્વારા 2010માં લક્ષ્મી સહગલને ડૉકટરેટની પદવી આપવામાં આવી હતી.


સ્વાતંત્ર્ય સેનાની, ડૉક્ટર, સંસદસભ્ય, સમાજસેવક તરીકે આ દેશ હંમેશા તેમને યાદ રાખશે.

No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work