મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

18 July, 2021

ચંદ્રશેખર આઝાદ

 ચંદ્રશેખર આઝાદ



જન્મતારીખ: 23 જુલાઇ 1906

જન્મસ્થળ: ભારવા,અલીરાજપુર, મધ્યપ્રદેશ

પિતાનું નામ: પંડિત સીતારામ તિવારી

માતાનું નામ: જગરાની દેવી

અવશાન: 27 ફેબ્રુઆરી 1931


આઝાદનો જન્મ ૨૩ જુલાઈ ૧૯૦૬ના રોજ મધ્ય પ્રદેશના અલિરાજપુર જિલ્લાના ભારવા ગામે થયો હતો. તેમનું જન્મ સમયનું નામ ચંદ્રશેખર તિવારી હતું. તેમના પૂર્વજો કાનપુર (વર્તમાન ઉન્નાવ જિલ્લો) પાસેના બદરકા ગામના હતા. તેમના પિતાનું નામ સીતારામ તિવારી હતું. તેમની માતા જગરાની દેવી ઇચ્છતા હતા કે તેમનો પુત્ર એક મહાન સંસ્કૃત વિદ્વાન બને


ચંદ્રશેખર આઝાદ 14 વર્ષની આયુમાં બનારસ ગયા અને ત્યા એક સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કર્યો. ત્યા તેમણે કાયદાભંગ આંદોલનમાં યોગદન આપ્યુ હતુ.

જ્યારે અમૃતસરમાં જલિયાંવાલા બાગ હત્યાકાંડ થયો ત્યારે ચંદ્રશેખર બનારસમાં ભણી રહ્યા હતા.

ડિસેમ્બર ૧૯૨૧માં જ્યારે મહાત્મા ગાંધીએ અસહકાર આંદોલન શરૂ કર્યું ત્યારે ૧૫ વર્ષની ઉંમરના વિદ્યાર્થી ચંદ્રશેખર પણ તેમાં જોડાયા. આ આંદોલનમાં તેમની ધરપકડ થઈ. ન્યાયાધીશ સમક્ષ ઉપસ્થિત કરવામાં આવ્યા ત્યારે તેમણે પોતાનું નામ આઝાદ, પિતાનું નામ સ્વતંત્રતા અને જેલને ઘર તરીકે ઓળખાવ્યા

તેમણે 15 કોડાની સજા આપવામાં આવી
દરેક કોડા સાથે તેઓ વંદે માતરમ અને મહાત્મા ગાંધીની જય નો સ્વર બુલંદ કર્યો. ત્યારબાદ તેઓ સાર્વજનિક રૂપથી આઝાદ કહેવાયા


૧૯૨૨માં મહાત્મા ગાંધી દ્વારા અસહયોગ આંદોલન અચાનક રોકી દેવાતાં તેમની વિચારધારામાં પરિવર્તન આવ્યું અને તે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાઈને હિંદુસ્તાન રિપબ્લીકન એસોશીએશનના સક્રિય સભ્ય બન્યા અને સંગઠન માટે ફાળો એકત્ર કરવાનું કામ કરવા લાગ્યા


માત્ર 17 વર્ષની ઉંમરે આઝાદ હિન્દુસ્તાન રિપ્બ્લિકન એસોસિએશન સાથે જોડાયા હતા. તેમની તીવ્ર વિચારશક્તિના કારણે તેમનું નામ ‘ક્વિક સિલ્વર’ રાખવામાં આવ્યું હતું.



1925માં સર્જાયેલા કાકોરી કાંડથી અંગ્રેજો પણ ચોંકી ઉઠ્યા હતા. આ મામલે અશફાકઉલ્લા ખાં, રામપ્રસાદ બિસ્મિલ સહિત અન્ય મુખ્ય ક્રાંતિકારીઓને મોતની સજા સંભળાવવામાં આવી હતી. જે બાદ ચંદ્રશેખરે હિન્દુસ્તાન રિપબ્લિકન સંસ્થાનું પુનર્ગઠન કર્યું હતું. ભગવતી ચરણ વોહરાના સંપર્કમા આવ્યા બાદ આઝાદ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરૂના પણ નજીક આવ્યા હતા. ભગતસિંહ સાથે મળીને ચંદ્રશેખરે અંગ્રેજી હુકુમતના પાયા હચમચાવી નાંખ્યા હતા.


17 ડિસેમ્બર 1928ના રોજ ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ અને રાજગુરૂએ સાંજના સમયે લાહોરમાં પોલીસ અધીક્ષકની ઓફિસને ધેરી લીધી અને જેવા જે.પી. સાર્ડર્સ પોતાના અંગરક્ષક સાથે મોટર સાઈકલ પર બેસીની નીકળ્યા તો રાજગુરૂએ પહેલી ગોળી મારી. જે સાંડર્સના માથા પર વાગી અને તેઓ મોટરસાઈકલ પરથી નીચે પડી ગયા. પછી ભગત સિંહે આગળ આવીને 4-6 ગોળીઓ મારીને તેમને એકદમ ઠંડા કરી નાખ્યા.

જ્યારે સાંડર્સના અંગરક્ષકે તેમનો પીછો કર્યો તો ચંદ્રશેખર આઝાદે પોતાની ગોળીથી તેને પણ સમાપ્ત કર્યો.

એટલુ જ નહી લાહોરમાં અનેક સ્થાન પર પોસ્ટર ચિપકાવી દીધા. જેના પર લખ્યુ હતુ - લાલા લજપતરાયના મોતનો બદલો લઈ લેવામાં આવ્યો છે. તેમના આ પગલાનુ સમસ્ત ભારતના ક્રાંતિકારીઓએ ખૂબ સ્વાગત કર્યુ.

૧૯૨૬માં વાઇસરોયની ટ્રેનને ઉડાવી દેવાની યોજનામાં તથા લાલા લાજપતરાયની હત્યાનો બદલો લેવા માટે જે. પી. સોન્ડર્સની હત્યાના કાવતરામાં પણ સામેલ હતા.

કોંગ્રેસના સભ્ય હોવા છતાં પણ મોતીલાલ નહેરૂ નિયમિતરૂપે આઝાદના સમર્થનમાં પૈસા આપતા હતા


ચંદ્રશેખર આઝાદે ચોક્કસ સમય માટે ઝાંસીને પોતાનો ગઢ બનાવી લીધો હતો. ઝાંસીથી 15 કિલોમીટર દૂર ઓરછાના જંગલોમાં તેઓ પોતાના સાથીઓ સાથે નિશાનેબાજી કરતા હતા. નિશાનેબાજીમાં નિપૂણ હોવાના કારણે ચંદ્રશેખર આઝાદ અન્ય ક્રાંતિકારીઓને તાલીમ આપવાની સાથે પંડિત હરિશંકર બ્રહ્મચારીના નામે બાળકોને ભણાવવાનું કામ પણ કરતા હતા, અહીંના ધિમારપુર ગામમાં આજ નામની ઓળખ સાથે સ્થાનિકોમાં તેઓ લોકપ્રિય થઈ ગયા હતા.


ફેબ્રુઆરી 1931માં પ્રથમ વખત ગણેશ શંકર વિદ્યાર્થીના કહેવાથી તેઓ અલ્હાબાદમાં જવાહરલાલ નેહરુને મળવા આનંદ ભવન પહોંચ્યા હતા. જો કે અહીં નેહરુએ તેમને મળવાનો ઈનકાર કરી દીધો હતો. જેથી ગુસ્સામાં તેઓ અહીંના આલ્ફ્રેડ પાર્કમાં ચાલ્યા ગયા હતા. એ સમયે તેમની સાથે સુખદેવ પણ હતા. અહીં તેઓ પોતાની આગામી રણનીતિ તૈયાર કરી રહ્યાં હતા.

આ દરમિયાન કોઈ બાતમીના આધારે અંગ્રેજોની એક ટૂકડીએ તેમને ચારે તરફથી ઘેરી લીધા હતા. આઝાદને ખતરાનો ખ્યાલ આવી જતા તેમણે સુખદેવને ત્યાંથી હેમખેમ બહાર નીકાળ્યા હતા અને અંગ્રેજો પર ગોળીબાર શરૂ કરી દીધો.

પોલીસથી ઘેરાયેલા આઝાદે પોતાનો દારુગોળો ખતમ થતાં બચવાનો કોઈ વિકલ્પ ન રહેતાં પોતાને જ ગોળી મારી દીધી હતી. કહેવાય છે કે અંગ્રેજો દ્વારા પકડાઇ જવાની સ્થિતિમાં પોતાની હત્યા માટે તેઓ એક ગોળી અલગ રાખતા હતા. 


ચંદ્રશેખર આઝાદનું કહેવું હતું કે, અંગ્રેજો ક્યારેય મને જીવતો નહીં પકડી શકે. એ આઝાદ જેમણે અંગ્રેજોના મનમાં ખૌફ ઉભો કરી દીધો હતો. આ જ કારણ હતું, જ્યારે 27 ફેબ્રુઆરી 1931ના રોજ અંગ્રેજોની એક ટૂકડીએ તેમને ચોતરફથી ઘેરી લીધા હતા, ત્યારે કોઈએ તેમની નજીક જવાની હિંમત નહતી દાખવી. આટલું જ નહીં, પોતાની આખરી બચેલી ગોળીથી તેમણે પોતાનો જ જીવ લઈ લીધો હતો. આમ છતાં કોઈ અંગ્રેજમાં એટલી હિંમત નહતી કે, તેમના મૃત શરીરની નજીક જઈને તપાસવાની હિંમત કરે. આખરે અંગ્રેજોએ તેમના મૃતદેહ નજીક જતા પેલા તેમને ગોળીઓ મારીને ખાતરી કરી હતી કે, તેઓ મોતને ભેટ્યા છે


ચંદ્રશેખર આઝાદની પિસ્તોલ અલ્હાબાદ સંગ્રહાલયમાં પ્રદર્શન માટે રાખવામાં આવેલી છે.

સામાન્ય જનતાને સૂચના આપ્યા વિના જ તેમના મૃતદેહને અગ્નિસંસ્કાર માટે રસુલાબાદ ઘાટ પર મોકલી દેવામાં આવ્યો હતો. બાદમાં જ્યારે લોકોને જાણકારી મળી ત્યારે તેમણે બાગને ઘેરી લીધો હતો અને તેમણે બ્રિટીશ શાસન વિરુદ્ધ અને આઝાદની પ્રશંસામાં નારા લગાવ્યા હતા



ચંદ્રશેખર આઝાદના માનમાં ટપાલ વિભાગ દ્વારા 1988માં  ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.


ચંદ્રશેખર આઝાદનુ જન્મસ્થાન ભારવા હવે આઝાદનગરના રૂપમાં ઓળખવામાં આવે છે.

તેમના ગામ આઝાદનગરમાં તેમની પ્રતિમા



આઝાદી બાદ આલ્ફ્રેડ પાર્કનું નામ બદલીને ચંદ્રશેખર આઝાદ પાર્ક રાખવામાં આવ્યું 

ચંદ્રશેખર આઝાદ પાર્કમાં તેમની પ્રતિમા



ચંદ્રશેખર આઝાદે જે ઝાડ નીચે પોતાને ગોળે મારી શહિદ થયા હતા તે સ્થળ



ચંદ્રશેખર આઝાદનો અભિનય ઘણી હિંદી ફિલ્મમાં જોવા મળે છે.
2002માં આવે "23 માર્ચ 1931 શહિદ" ફિલ્મમાં સન્ની દેઓલે ચંદ્રશેખર આઝાદનો અભિનય કર્યો હતો જ્યારે 2002માં આવેલ "ધ લિજેન્ડ ઓફ ભગતસિંહ" ફિલ્મમાં  ચંદ્રશેખર આઝાદનો અભિનય સુશાંતસિંઘ એ કર્યો હતો.




દેશના સાચા હિરોને તેમની જન્મ જયંતિ એ શત શત નમન

No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work