મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

03 June, 2021

સુંદરલાલ બહુગુણા

 સુંદરલાલ બહુગુણા

પર્યાવરણવિદ, સ્વતંત્ર્યસેનાની


જન્મતારીખ: 9 જાન્યુઆરી 1927

જન્મસ્થળ:  મરોડા, તિહરી ગઢવાલ જિલ્લો, ઉત્તરાખંડ

પિતાનું નામ: અંબાદત્ત બહુગુણા

માતાનું નામ: પૂર્ણાદેવી

પત્નીનું નામ: વિમલાબેન બહુગુણા

અવશાન: 21 મે 2021 (ઋષિકેષ, ઉત્તરાખંડ)

સન્માન: વૃક્ષમિત્ર, પર્યાવરણ ગાંધી

સુંદરલાલ બહુગુણાનો જન્મ 9 જાન્યુઆરી, 1927 માં દેવતાઓની ધરતી ઉત્તરાખંડના મરોડા નામના સ્થળે થયો હતો. તેમના પિતાનું નામ અંબાદત્ત બહુગુણા અને માતાનું નામ પૂર્ણા દેવી હતું. તેની પત્નીનું નામ વિમલા નૌટિયાલ હતું. તેમના માતા-પિતા ગંગાના અનન્ય ભકત હતા તેથી તેમણે સુંદરલાલનું નામ બાળપણમાં ગંગારામ રાખ્યું હતું. તેમના પિતાજી વન અધિકારી હતા.

પ્રાથમિક શિક્ષણ પોતાના ગામમા પૂર્ણ કરી પછી તે કોલેજ કરવા લાહોરની સનાતન ધર્મ કોલેજ્માં  કલામાં બેચલર ઓફ આર્ટ્સનો અભ્યાસ કર્યો.

પ્રખ્યાત ગઢવાલી પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણા ચિપકો આંદોલનના નેતા છે. ચિપકો આંદોલનમાં તેમની ભૂમિકા મહત્વની માનવામાં આવી હતી. તે વર્ષોથી હિમાલયમાં જંગલોના સંરક્ષણ માટે લડાઈ લડી રહ્યા છે. સુંદરલાલ બહુગુણાએ પહેલી વાર 1970ના દાયકામાં ચિપકો આંદોલનના સભ્ય તરીકે અને બાદમાં 1980થી શરૂ થઈને 2004ની શરૂઆતમાં ટિહરી બાંધ વિરોધી આંદોલનની આગેવાની કરી હતી.

ચિપકો આંદોલનના કારણે તે વૃક્ષમિત્ર તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત થયા.

તેમની પત્ની શ્રીમતી વિમલાબેન નૌતીયલની મદદથી તેમણે સિલિયારામાં જ 'પર્વતીય નવજીવન મંડળ' ની સ્થાપના કરી. 1949 માં મીરાબેન અને ઠક્કરબાપ્પાના સંપર્કમાં આવ્યા પછી, સુંદરલાલ બહુગુણાએ દલિત વર્ગોના વિદ્યાર્થીઓના ઉત્થાન માટે પ્રયત્નો કર્યા અને તેમના માટે તિહરીમાં ઠક્કરબાપ્પા છાત્રાલયની સ્થાપના પણ કરી. તેમણે દલિતોને મંદિરમાં પ્રવેશવાનો અધિકાર મળે તે માટે આંદોલન શરૂ કર્યું હતું .1979 માં સુંદરલાલ બહુગુણાએ 16 દિવસ સુધી ઉપવાસ કર્યા.


સુંદરલાલ અને તેમની પત્નીએ બાલગંગા નદીના કિનારે સિલ્યારા ગામમાં એક ઝૂપડી બનાવી અને ત્યાં બાળકોને  ભણાવવાનું શરુ કર્યુ, સુંદરલાલ છોકરાઓને અને તેમની પત્ની વિમલાબેન છોકરીઓને ભણાવતા હતા, જેના તેમણે :નવજીવન મંડળ" નામ આપ્યું. પછીથી સરલાબેનની સલાહથી તેને " નવજીવન આશ્રમ" કરવામાં આવ્યો.



ભારતની સ્વતંત્રતા પછી વિનોબા ભાવે દ્વારા શરુ કરવામાં આવેલ ભૂદાન યજ્ઞમાં પણ તેઓ જોડાયા હતા.

હિમાલયના પર્વતોમાં દેવદારના જંગલોને બચાવવા હાલના ઉત્તરાખંડ રાજ્યના તેહરી ગઢવાલ જિલ્લાના વૃક્ષપ્રેમી લોકોએ સુંદરલાલ બહુગુણા, જેઓ ગાંધીવાદી અને તત્વચિતંક હતા, તેઓની અપીલથી ઇન્દિરા ગાંધીએ તેઓને આ ચળવળની આગેવાની આપી હતી. ચંડીપ્રસાદના નેતૃત્વ હેઠળ ચીપકો આંદોલન શરૂ થયેલું. આ આંદોલન ઇ.સ. ૧૯૭૩માં થયું હતું, જયારે સ્થાનિક લોકો અને જંગલમાં કાપવા ગયેલા કોન્ટ્રકટર વચ્ચે તકરાર થઇ. એક દિવસ ગામના પુરુષોની ગેરહાજરીમાં કોન્ટ્રાક્ટરના મજૂરો વૃક્ષો કાપવા જંગલમાં દેખાયા, પરંતુ તરત જ ગામોમાંથી સ્ત્રીઓ જંગલમાં પહોંચી અને કપાતા વૃક્ષોને મજૂરોથી બચાવવા બાથ ભીડી આલિંગન આપ્યું અને જંગલના વૃક્ષોનો બચાવ કર્યો. આ આંદોલનમાં 27 મહિલાઓ એ પોતાનો જીવ આપ્યો હતો.

સુંદરલાલ બહુગુણાએ 80ના દશકમાં ઈન્દિરા ગાંધીને આગ્રહ કરીને 15 વર્ષો સુધી વૃક્ષો કાપવા પર રોક પણ લગાવડાવી હતી. બહુગુણાએ ટિહરી બાંધના વિરોધમાં પણ જોરદાર આંદોલન ચલાવ્યુ હતુ. સુંદરલાલ બહુગુણાએ હિમાલયની યાત્રા પણ કરી હતી અને ઘણી વાર પર્યાવરણ મુદ્દે ભૂખ હડતાળ પણ કરી હતી.

તિહરી ડેમ વિરોધ આંદોલન

તેમણે 1990માં તિહરી ડેમ વિરોધની પાછળ રહ્યા તેમણે સત્યાગ્રહની પદ્ધતિઓનો ઉપયોગ કર્યો, અને તેમના વિરોધના નિશાન તરીકે ભાગીરથી નદીના કાંઠે વારંવાર ભૂખ હડતાલ કરી.  1995 માં તેમણે તત્કાલીન વડાપ્રધાન પી.વી.નરસિમ્હા રાઓ ડેમના ઇકોલોજીકલ પ્રભાવ અંગે સમીક્ષા સમિતિની નિમણૂક કરી . ત્યારબાદ તેઓ બીજા લાંબા ઉપવાસ પર ગયા જે ગાંધી સમાધિ, રાજ ઘાટ ખાતે  74 દિવસ સુધી ચાલ્યા, વડા પ્રધાન એચ.ડી. દેવે ગૌડા, જેમણે પ્રોજેક્ટ સમીક્ષાની વ્યક્તિગત બાંહેધરી આપી. જોકે, અદાલતનો કેસ હોવા છતાં, જે એક દાયકાથી સુપ્રીમ કોર્ટમાં ચાલ્યો હતો,  2001 માં તેહરી ડેમમાં ફરીથી કામ શરૂ થયું, ત્યારબાદ તેને 24 એપ્રિલ 2001 ના રોજ ધરપકડ કરવામાં આવી. આખરે, ડેમ જળાશય 2004 માં ભરાવાનું શરૂ થયું, 

માત્ર 13 વર્ષની ઉંમરે સુંદરલાલ બહુગુણાને કંઈક જુદું કરવાની ધૂન લાગી હતી ક તે અમર શહીદ શ્રીદેવ સુમનના સંપર્કમાં આવ્યા  આ પછી તેમણે તીહરી રજવાડા ખિલાફ, દારૂબંધી, 'ચિપકો' આંદોલન, તીહરી બંધ વિરોધી આંદોલન અને પર્યાવરણીય સંરક્ષણ માટે અપ્રતિમ કામ સહિત અનેક અન્ય આંદોલનોનું નેતૃત્વ કર્યું.


સુંદરલાલ એ 1981 થી 1983 દરમિયાન પર્યાવરણને બચાવવાના સંદેશ સાથે ચંબા થી લંગેરા ગામ સુધી 5000 કિમીની હિમાલયની પદયાત્રા કરી હતી.

31 જુલાઈ 2004 ના રોજ તેઓ કોટિ ખાતે નવા આવાસમાં રહેવા ગયા. બાદમાં તેઓ ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં સ્થળાંતરીત થયા 




ફોટો સ્ત્રોત: સંદેશ સમાચાર, 30 મે 2021, 

ઓરિજનલ ન્યુઝ વાંચવા અહી ક્લિક કરો.

મળેલ એવોર્ડ અને સન્માન

  • 1987: Right Livelihood Award (Chipko Movement)

  • 1986: Jamnalal Bajaj Award for constructive work.

  • 1989: Honorary Degree of Doctor of Social Sciences was conferred by IIT Roorkee.

  • 2009: Padma Vibhushan Award by government of India for environment conservation.

  • 1987માં પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો પણ તેનો તેમણે અસ્વીકાર કર્યો હતો, તેમણે કહ્યુ હતુ કે "જ્યાં સુધી વૃક્ષો કાપવાનું શરુ છે ત્યાં સુધી હું પોતાને આ એવોર્ડ માટે લાયક નથી સમજતો.

- 1980માં અમેરિકાની ફ્રેંડ ઓફ નેચર નામની સંસ્થાએ તેમને પુરસ્કૃત કર્યા હતા.
-1981માં સ્ટોકહોમનો વૈકલ્પિક નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
-1984માં સિંધવી ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રીય એકતા પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
-1985માં મુંબઇની વૃક્ષમિત્ર સંસ્થા દ્વારા વૃક્ષ માનવ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
સુંદરલાલ બહુગુણાના જીવન પર લખાયેલ પુસ્તકો

  • India's Environment: Myth & Reality with Vandana Shiva, Medha Patkar

  • Environmental Crisis and Humans at Risk: Priorities for action with Rajiv K.Sinha

  • Bhu Prayog Men Buniyadi Parivartan Ki Or (Hindi)

  • Dharti Ki Pukar (Hindi)

  • James, George Alfred (2013). Ecology is Permanent Economy: The Activism and Environmentalism of Sunderlal Bahuguna. Albany: State University of New York.

No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work