મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

03 June, 2021

વિશ્વ સાયકલ દિવસ

 વિશ્વ સાયકલ દિવસ

03 જૂન


એક સમયે સાયકલનો દબદબો હતો. સાયકલ ભાડે આપવાના ત્રણથી ચાર સ્ટોર હતા. જેમાં કલાકનું ભાડુ ચાર આના લેખે સાયકલ ભાડે મળતી. લોકો પોતાનું નામ-સમય લખાવી સાયકલ ભાડે ફેરવવા લઇ જતા. 

ઇદ-દિવાળી અને વેકેસન ગાળામાં ઘરાકોનું વેઇટીંગ રહેતું.

 ઘેર-ઘેર સાયકલ રહેતી, સાથો-સાથ હવા ભરવાનો પંપ, હોર્ન, ચેઇન અને વ્હીલ ઓઇલીંગ માટેની ઓઇલ પ્લાસ્ટીક બોટલ, ઘરના બાળકોને બેસાડવા હેન્ડલ સાથે જોડી શકાય તેવું લોખંડના સળીયાનું બેઠક ખાનું. સાયકલ સાફ-લુછવાના કપડા ઘરમાં રહેતા.  સિનેમા થીએટરો – મંદિરો – નિશાળોમાં આજે જેમ ‘પાર્કીંગ પ્લેસ’ છે તેમ તે જમાનામાં સાયકલ સ્ટેન્ડ લખેલા બોર્ડ પાર્કીંગ સ્થળે જોવા મળતા. તે જમાનામાં ચોર સાયકલની પણ ચોરી કરતા અને ફરિયાદ પણ લખાતી અને પોલીસ તેવા ચોરને પકડે ત્યારે તેને જોવા ટોળા ઉમટતા.

માત્ર ૨૫ પૈસામાં ટપાલ એક ગામથી બીજા ગામ પહોંચાડતી પોસ્ટ સેવામાં સાયકલ પોસ્ટમેનની ઓળખ બની રહી છે. પોસ્ટમેનની સવાર પેડલ મારવા સાથે થાય છે. સવાર થાય અને ટપાલ, કવર સહીતની વસ્તુઓ લઈ પેડલ મારી સાયકલ પર સવાર થઈ સંદેશ એટલે કે ટપાલ ઘરે ઘરે પહોંચાડે છે

દિનપ્રતિદિન વાતાવરણમાં થતા પલટાઓ ગ્લોબલ વોર્મિંગની અસર નીચે સમગ્ર વિશ્વનું પિસાવુ તેમજ વાહનો દ્વારા થતાં પ્રદૂષણને કારણે થઇ રહેલા વિવિધ રોગોને પગલે હવે સાયકલ અનિવાર્ય બને તો નવાઈ નહીં

 સાઈકલની અનિવાર્યતાને ધ્યાને લઈને આજે સમગ્ર વિશ્વના લોકો વિશ્વ સાયકલ દિવસ ઉજવી રહ્યા છે

રોજીંદા જીવમાં સાયકલના ઉપયોગને લોકપ્રિય બનાવવાના ઉદ્દેશ્યથી 3 જૂનના દિવસને  વિશ્વ સાયકલ દિવસ કે વર્લ્ડ બાઈસિકલ ડે ઉજવાય રહ્યો છે. તેનો ઉદ્દેશ્ય લોકોને એ સમજાવવાનુ છે કે સાઈકલ શારીરિક સ્વાસ્થ્ય માટે ઉપરાંત પર્યાવરણ(Environment) અને અર્થવ્યવસ્થા(Economy) માટે પણ અનુકૂળ છે. 

સંયુક્ત રાષ્ટ્ર (United Nations) મહાસભાએ 3 જૂનના રોજ આ દિવસના રૂપમાં ઉજવવાની જાહેરાત કરી હતી. સત્તાવાર રૂપે પહેલીવાર વિશ્વ સાયકલ દિવસ 3 જૂન, 2018ના રોજ ન્યુયોર્કમાં ઉજવાયો હતો, આ વર્ષે એટલે કે વર્ષ 2022 માં પાંચમો વિશ્વ સાયકલ દિવસની ઉજવવામાં આવી રહ્યો છે.

 આ ઉદ્દઘાટન સમારંભમાં સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓ, રાજનાયકો, એથલીટો, સાઈકલિંગ સમુદાયના હિમાયતીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. 

વિશ્વ સાયકલ દિવસની ઉજવણીનું કારણ સાયકલની વિશેષતા અને બહુમુખી પ્રતિભાને ઓળખ આપવાનુ પણ છે. 

એવુ કહેવાય છે કે જો શહેરના લોકો પોતાની આસપાસ એટલે નજીક જ ક્યા જવા માટે સાયકલનો ઉપયોગ કરે તો તે દરરોજ સેંકડો લિટર પેટ્રોલનો વપરાશ ઘટાડશે. આ સાથે શહેરનું પ્રદૂષણનું પ્રમાણ પણ ઘટશે

તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી પરિષદમાં સામેલ થયેલા રાજ્યપ્રધાન મનસુખ માંડવીયા પણ સપથ લેવા માટે સાઇકલ પર આવ્યા હતા તો નેધરલેન્ડ જેવા દેશ આજે પણ સાઈકલ પર સવાર થઇને તમામ કામો કરી રહ્યું છે. તેમના રાષ્ટ્રપતિ પણ અઠવાડિયામાં એક વખત સાઈકલ પર આવી અને દેશનો કારભાર સંભાળી રહ્યા છે. ત્યારે સમગ્ર વિશ્વને ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણમાંથી મુક્તિ અપાવનાર કોઈ એક ચક્ર હોય તો તે આપણી સાઇકલ છે



સાયકલ ચલાવવાના ફાયદા

સાયકલીંગ એ હૃદય, ફેફસા અને મગજ માટે શ્રેષ્ઠ કસરત કહેવાય છે. કારણ કે શરીરમાં આવેલા મોટા સ્નાયુઓ કમર અને પગના ભાગમાં હોય છે. સાયકલીંગના કારણે આ સ્નાયુઓ કાર્ય કરતા થાય છે એટલે આખા શરીરને ઓક્સીજન અને લોહીની જરૂર પડે છે. જે હૃદય અને ફેફસા પુરા પાડે છે. આ સાથે જ મગજને પુરતો ઓક્સિજન મળતા એન્ડ્રોરફીન નામનો સ્ત્રાવ છૂટે છે. જેને મેડિકલ ભાષામાં હેપ્પી હોર્મોન કહેવાય અને આ હોર્મોનથી માણસનું મગજ એકાગ્ર રહે અને મન ખુશ રહે છે જેથી વ્યક્તિની કામ કરવાની ક્ષમતામા વધારો થાય છે

- સાયકલ ચલાવવાથી શારીરિક જ નહી પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભકારી છે.
- આ એક સારી કસરત છે.
- આ હ્રદય, રક્તનળી અને ફેફસાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
- રોજ અડધો કલાક સાયકલ ચલાવવાથી પેટની ચરબી ઓછી થાય છે અને ફિટનેસ જળવાય છે
- શરીરના સ્નાયુઓને સ્વસ્થ અને મજબૂત બનાવે છે
- સાયકલ ચલાવઆથી ઈમ્યૂન સિસ્ટમ સારી રીતે કામ કરે છે અને થાકને કારણે સારી ઊંઘ આવે છે
- સાયકલ તણાવના સ્તર અને હતાશાને પણ ઘટાડે છે
- સાયકલ ચલાવીને અતિરિક્ત ચરબી ખૂબ સરળતાથી બાળી શકાય છે
- સ્વાસ્થ્યની સાથે સાથે સાઈકલ તમારા પૈસા બચાવવાનુ પણ કામ કરે છે.
- પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓએ અથવા અભ્યાસ કરવા બેસતા પહેલા ૨૦ મીનીટ જેટલુ સાયક્લીંગ અને દસ મિનિટનું મેડીટેશન અચુક કરવું જોઈએ. જેનાથી તેમની એકાગ્રતામાં વધારો થશે



જૂનાગઢમાં  2012થી ઓન્લી ઇન્ડિયન તરીકે જાણીતા 72 વર્ષના નિવૃત્ત સરકારી કર્મચારી પણ સાઇકલને ખૂબ પ્રાધાન્ય આપે છે. તેઓ જૂનાગઢ શહેરમાં સાઇકલ પર પરિભ્રમણ કરીને શાળાના બાળકોથી લઇને જિલ્લા કલેકટર સુધીની વ્યક્તિને સાઇકલ ચલાવવી જોઈએ, સાઇકલના ફાયદા અને સાઇકલથી દેશ અને દુનિયાને પ્રદૂષણ મુક્ત રાખી અને દેશની સાથે સમગ્ર વિશ્વની સેવા કરવાની તક તેઓ આજે પણ ઝડપી રહ્યા છે. સાથે સાથે તેઓ ટ્રાફિકના નિયમો, વ્યસન મુક્તિ જેવા કાર્યક્રમોનો પણ પ્રચાર કરે છે. તેમની પાસે ઓડી, જેગુઆર, ડસ્ટર, એમ્બેસેડર જેવા નામની જુદી જુદી 9 જેટલી સાયકલો છે. વહેલી સવારે ઘરેથી નીકળી અને સાઈકલ જ સંદેશ અને સંદેશ ઉપર જ સાઇકલ તેવા હેતુ સાથે ઓન્લી ઇન્ડિયન નીકળીને સમગ્ર જૂનાગઢવાસીઓને સાઇકલ તરફ વાળવાનો એક પ્રયાસ કરી રહ્યા છે જેને હવે ધીમે-ધીમે સમર્થન પણ મળતું જાય છે. તેઓનું ફેસબુક પ્રોફાઇલ નામ Dardil Ngo છે જેમા આપને તેમની કમગીરી જાણવા મળશે.




  • સૌ પ્રથમ આ સાયકલ યુરોપમાં ૧૮મી સદીમાં વિચાર આવ્યો હતો. તે પેરિસના એક કારીગર દ્વારા ૧૮૧૬માં બનવામાં આવી હતી.
  • આ સાયકલમાં મોટી ભૂમિકા ભજવતા તેના પેડલની શોધ કરી હતી.
  • વેલોસિપેડ તેને નામ અપાયું હતું . તેની વધતી માંગની લોકપ્રિયતાને કારણે, ઇંગ્લેંડ, ફ્રાન્સ અને અમેરિકાના ઇન્સ્ટ્રુમેન્ટ ઉત્પાદકોએ ઘણા સુધારા કર્યા અને વર્ષ 1872 માં તેને એક સુંદર દેખાવ આપ્યો.
  • આ પ્રથમ સાયકલ તે મુખ્ય રીતે  ચક્ર 30 ઇંચથી લઈને 64 ઇંચ અને પાછળનું વ્હીલ લગભગ 12 ઇંચ હતું. ક્રેન્ક્સ ઉપરાંત, બુલેટ બેરિંગ્સ અને બ્રેક્સ પણ લાગુ કરવામાં આવ્યા હતા. આ સાયકલને આથી તે યુગની સૌથી આધુનિક સાયકલ તરીકે ઓળખવામાં આવી હતી.
  • ત્યારે આ સાયકલ તે ભારતમાં ૧૯૬૦-૧૯૯૦ સુધી ખૂબ પ્રચલિત થઈ. તેનાથી ભારતમાં આર્થિક રીતે ઘણી સહાય મળી.

જર્મન બેરોન કાર્લ ડ્રેસીસ વોન સૉરબ્રોનને સેલેરીફ્રેરના સુધારેલા બે-વ્હીલ વર્ઝનની શોધ કરી હતી, જેને લાફમેશિન કહેવાય છે, જેનું નામ "ચાલતું મશીન" છે. સ્ટીઅરેબલ લૉફમાસ્કીન સંપૂર્ણપણે લાકડાની બનેલી હતી અને કોઈ પેડલ ન હતી.

તેથી, મશીનને આગળ વધારવા માટે ખેલાડીને જમીન પર તેના પગને દબાણ કરવાની જરૂર પડશે. ડ્રાઇસનું વાહન સૌપ્રથમ 6 એપ્રિલ, 1818 ના રોજ પોરિસમાં પ્રદર્શિત થયું હતું.


1885 માં, બ્રિટીશ શોધક જ્હોન કેમ્પ સ્ટર્લીએ પહેલી "સલામતી સાયકલ" ને સ્ટેયરબલ ફ્રન્ટ વ્હીલ, બે સમાન-કદના વ્હીલ્સ અને રીઅર વ્હીલ પર ચેઇન ડ્રાઈવ સાથે ડિઝાઇન કરી.


જુદા જુદા પ્રકારની સાયકલ



penny-farthing bicycle
















ઇલેક્ટ્રીક સાયકલ




નેધરલેન્ડમાં સૌથી વધુ લોકો સાયકલ ચલાવે છે.

"માણસની ખુશહાલ જીવન સાયકલના બે પૈડા એટલે તંદુરસ્ત તન અને મન"



વર્ષ 2022માં મંતવ્ય ન્યુઝ ચેનલ દ્વારા "અંગદાન મહાદાન" અંતર્ગત 3 જુન 2022ના રોજ દરેક જિલ્લા મથકે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલ છે, જે ખરેખર સાયકલિંગને પ્રમોટ કરવા માટે એક ઉત્તમ નમૂમો છે.


સયક્લિંગ માટે વિવિધ જિલ્લાઓમાં ક્લબો પણ ચાલે છે જેના થકી લોકો નિયનિત સયક્લિંગ કરે છે,

આ ઉંપરાંત મહાનગર પાલિકા અને રોટરી ક્લબ દ્વારા પણ જન જાગૃતિ માટે વર્ષમાં એક વાર સાયક્લોથોનનું આયોજન કરવામાં આવે છે,


આજના દિવસે આપણે પણ એક નિયમ લઇએ કે હુ નિયમિત ઓછામાં ઓછુ 5 કિમિ સાયકલ ચલાવીશ. 



No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work