મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

01 June, 2021

નીલમ સંજીવ રેડ્ડી

 નીલમ સંજીવ રેડ્ડી

ભારતના છ્ઠ્ઠા રાષ્ટ્રપતિ, સ્વાતંત્ર્ય સેનાની

આંધ્ર પ્રદેશ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા.



જન્મતારીખ: 19 મે 1913

જન્મ સ્થળ: ઇલ્લુર, અનંતપુર જિલ્લો, આંધ્રપ્રદેશ

પિતાનું નામ: ચિન્ન્પ્પા રેડ્ડી

માતાનું નામ:

અવશાન:  1 જૂન 1996, બેંગ્લોર, કર્ણાટક


નીલમ સંજીવ રેડ્ડીનો જન્મ ૧૯ મે ૧૯૧૩ના રોજ આંધ્ર પ્રદેશ રાજ્યના અનંતપુર જિલ્લાના ઈલ્લુર ગામે એક તેલુગુ ભાષી હિંદુ પરિવારમાં થયો હતો.

તેઓનું પ્રારંભિક શિક્ષણ થિઓસોફિકલ હાઈસ્કૂલ (મદ્રાસ)માં થયું હતું. ત્યારબાદ સ્નાતક અભ્યાસક્રમ માટે મદ્રાસ યુનિવર્સિટી સંલગ્ન અનંતપુર ગવર્મેન્ટ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો.

૧૯૫૮માં શ્રી વેંકટેશ્વર વિશ્વવિદ્યાલય દ્વારા વિશ્વવિદ્યાલયની સ્થાપનામાં તેમના પ્રદાન બદલ માનદ ડૉક્ટર ઓફ લો ની પદવી એનાયત કરવામાં આવી હતી

૧૯૨૯માં મહાત્મા ગાંધીની અનંતપુર જિલ્લાની મુલાકાત બાદ તેઓ સ્વતંત્રતા આંદોલનમાં જોડાયા અને ૧૯૩૧માં કોલેજનો અભ્યાસ અધૂરો છોડી ચળવળમાં સક્રીય બન્યા. 

તેઓ યુવા મોર્ચા સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા હતા અને વિદ્યાર્થી સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. 

૧૯૩૮માં આંધ્ર પ્રદેશ પ્રાંતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ બન્યા અને એક દશક સુધી આ પદ પર રહ્યા.

 ભારત છોડો આંદોલન દરમિયાન તેમણે જેલવાસ ભોગવ્યો હતો

માર્ચ 1942 માં છૂટી થયેલા અને  તેમની ફરીથી ઓગસ્ટમાં ધરપકડ કરવામાં આવી અને અમરોતી જેલમાં મોકલવામાં આવ્યા.

૧૯૪૬મા મદ્રાસ લેજીસ્લેટીવ એસેમ્બલીના સભ્ય બન્યા.

આન્ધ્રપ્રદેશના પહેલા મુખ્યમંત્રી(૧૯૬૨-૬૪),  બે વાર લોકસભાના સ્પીકર (૧૯૬૭ - ૬૯ ), કેન્દ્ર સરકારમાં મંત્રી, કોંગ્રેસના પ્રમુખ(૧૯૬૦-૬૨)અને ભારતના રાષ્ટ્રપતિ એ શ્રી રેડ્ડીનો પોલીટીકલ ગ્રાફ હતો .


  લોકસભાના સ્પીકર થતા જ તેઓએ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય તરીકેથી રાજીનામું આપી દીધું હતું.

પહેલીવાર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પરાજિત થતા સક્રિય રાજકારણ છોડી માદરે વતન ચાલ્યા ગયા પણ કટોકટીના ગાળામાં જયપ્રકાશ નારાયણના સંપૂર્ણ ક્રાંતિના આહવાન પછી રાજનીતિમાં પુન:સક્રિય થયા 

ભારતના રાષ્ટ્રપતિ બન્યા

૨૧ જુલાઈ ૧૯૭૭ના રોજ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા અને ૨૫ જુલાઈ ૧૯૭૭ના રોજ ભારતના છઠ્ઠા રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. તેમણે મોરારજી દેસાઈ, ચૌધરી ચરણસિંઘ અને ઇન્દિરા ગાંધીની સરકારો સાથે કામ કર્યું હતું 25 જુલાઇ 1982 સુધી તેઓ ભારતના રાષ્ટ્રપતિ રહ્યા. ભારતની આઝાદીની ૩૦મી વર્ષગાંઠની પૂર્વસંધ્યા પર તેમણે ભારતની ગરીબ જનતા સાથે એકાત્મતા પ્રદર્શિત કરતાં રાષ્ટ્રપતિભવનમાંથી એક સામાન્ય આવાસમાં રહેવાની અને પોતાના વેતનમાં ૭૦ પ્રતિશત કપાતની ઘોષણા કરી હતી

.
         મોરારજી સરકારમાં સ્પીકર અને ૨૫ જુલાઈ ૧૯૭૭ થી ૨૫ જુલાઈ ૧૯૮૨ દરમિયાન જનતા પક્ષના ઉમેદવાર તરીકે  ભારતના છઠા રાષ્ટ્રપતિ બન્યા તેમના રાષ્ટ્રપતિકાળ દરમિયાન મોરારજી દેસાઈ,ચરણસિંહ અને ઇન્દિરા ગાંધી એમ ત્રણ વડાપ્રધાનો આવ્યા હતા. તે સમયે તેઓ ભારતના સૌથી યુવા રાષ્ટ્રપતિ હતા.તેમના સ્થાનિક અને રાષ્ટ્રીય રાજકારણની બે મોટી ફલશ્રુતિ એટલે નાગાર્જુન સાગર બંધનો પ્રારંભ અને અનુસુચિત જાતિ અને જનજાતિ સમિતિઓની રચના.


૧૯૫૩થી ૧૯૫૫ દરમિયાન આંધ્ર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી પદે રહ્યા હતા. ૧૯૫૬-૬૦ અને ૧૯૬૨-૬૪ના સમયગાળામાં તેઓ રાજ્યના મુખ્યમંત્રી બન્યા. આ દરમિયાન જ ૧૯૬૦-૬૨ અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બન્યા. ૧૯૬૪-૬૭ દરમિયાન લોકસભાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને કેન્દ્રીય મંત્રી બન્યા. જેમાં તેમણે ખાણ-ખનીજ, પોલાદ, વાહનવ્યવહાર, વિમાન તેમજ પર્યટન ખાતાના મંત્રી તરીકે સેવાઓ આપી


           નીલમ સંજીવ રેડ્ડીનું ૧ જુન ૧૯૯૬ના રોજ ૮૩ વર્ષની વયે બેંગ્લોરમાં ન્યુમોનિયાના કારણે અવસાન થયું હતું

ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે એક સ્મારક ટિકિટ અને વિશેષ કવર બહાર પાડ્યુ.

 ૧૯૮૯માં પ્રકાશિત થયેલ વિધાઉટ ફીઅર ઓર ફેવર : રીમેન્સીઝ ઍન્ડ રિફ્લેક્શન્સ ઓફ અ પ્રેસિડેન્ટ(Without Fear or Favour: Reminiscences and Reflections of a President) નામનું પુસ્તક લખ્યુ હતું.

હૈદરાબાદમાં, નીલમ સંજીવ રેડ્ડી કોલેજ ઓફ એજ્યુકેશન છે

આંધ્રપ્રદેશમાં હૈદરાબાદના સચિવાલયમાં 2005 માં  સંજીવ રેડ્ડીની એક પ્રતિમાનું અનાવરણ કરાયેલ છે

No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work