મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

15 June, 2021

તાત્યા ટોપે

 તાત્યા ટોપે

1857ના સંગ્રમના નાયક



જન્મતારીખ: 1814

જન્મસ્થળ; યેવલા, અહમદનગર, મહારાષ્ટ્ર

મૂળ નામ: રામચંદ્ર પાંડુરંગ યેવલેકર

પિતાનું નામ: પાંડુરંગ યેવલેકર

માતાનું નામ: રુકમાબાઇ

અવશાન: 18 એપ્રિલ 1859 (શીવપુરીમાં ફાંસી આપવામાં આવી હતી)


તાત્યા ટોપે  એ ૧૮૫૭ની ભારતીય ક્રાંતિના એક સેનાપતિ  હતા

તાત્યા ટોપેનો જન્મ 1814 ના રોજ મહારાષ્ટ્ર રાજ્યમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો અને તાત્યા ટોપેનું અસલી નામ રામચંદ્ર પાંડુરંગ યેવલકર હતું. નાનપણમાં લોકો તેમને પ્રેમથી તાત્યા કહેતા હતા અને અહીંથી તેનું નામ તાત્યા તરીકે પ્રખ્યાત થયું. તેમના પિતાનું નામ પાંડુરંગ પંત અને માતાનું નામ રુકમા બાઇ હતું. તેમના પિતા મહાન રાજા પેશ્વા બાજીરાવ બીજા હેઠળ કામ કરતા હતા અને તેમના માટે ખૂબ ખાસ હતાં.

ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ 1857મા શરૂ થયો હતો. શરૂઆત મંગળ પાંડેએ કરી હતી પણ આ બળવામાં એક સેના નાયક પણ હતા જેમનું નામ તાત્યા ટોપે છે. 


તાત્યા ટોપેએ 10 મહિના સુધી બ્રિટિશ સેનાને એકલા હાથે હંફાવી હતી.


1857ના સ્વાધીનતા સંગ્રામ પહેલા તાત્યા ટોપે પેશવા બાજીરાવ બીજાના દત્તક પુત્ર નાના સાહેબના મિત્ર હતા. 


પોતાની યોગ્યતા અને સાહસથી તે ખુબ જ જલ્દી પેશવાની સેનાનાં સેનાપતિ બની ગયા. આ મહાન સેનાનાયકે પોતાના રણ કૌશલ્યથી અંગ્રેજ સેનાપતિઓને પણ આશ્ચર્યચકિત કરી દીધા હતા. 


મરાઠાની કુશળ યુદ્ધનીતિ, છાપામાર યુદ્ધ પદ્ધતિનું તાત્યા ટોપેએ ખૂબજ કુશળતા અને સફળાતાપૂર્વક સંચાલન કર્યું. 


છત્રપતિ શિવાજીની ગેરિલા યુદ્ધનીતિના અંતિમ સેનાની તાત્યા ટોપે જ હતા.


અંગ્રેજોએ બાજીરાવ દ્વિતિયનું રાજ્ય છીનવી લીધુ્ં:


અંગ્રેજોએ ભારતમાં પોતાનું સામ્રાજ્ય ફેલાવવા માટે તે સમયે કેટલાક રાજાઓ પાસેથી તેમના રાજ્ય છીનવી લીધા હતા. અંગ્રેજોએ પેશ્વા બાજીરાવ દ્વિતિય પાસેથી પણ તેમનું રાજ્ય છીનવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પેશ્વા બાજીરાવ દ્વિતિયે અંગ્રેજો સામે ઘૂંટણ ટેકવાની જગ્યાએ તેમની સાથે યુદ્ધ કર્યુ હતુ પરંતુ આ યુદ્ધમાં તે હારી ગયા હતા અને અંગ્રેજોએ તેમનું રાજ્ય છીનવી લીધું હતું. આથી તેમણે બિઠુરમાં સ્થાનાંતર કર્યુ. સાથે તાત્યા ટોપેના પિતાએ પણ સ્થાનાંતર કર્યુ

જ્યારે તાત્યા ટોપેના પિતા આ સ્થળેથી સ્થળાંતર કરી ગયા હતા. તે સમયે તાત્યા ટોપ 3 વર્ષનો હતો. મહારાષ્ટ્રને છોડીને, તાત્યા ટોપે તેમના પરિવાર સાથે ઉત્તર પ્રદેશના કાનપુર નજીક બિઠૂરમાં રહેવાનું શરૂ કર્યું.


તાત્યા ટોપે તેના મિત્રો, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, નાના સાહેબ પેશવા અને રાવસાહેબ સાથે યુદ્ધનો અભ્યાસ કરતા હતા. તેમણે યુદ્ધની પ્રેક્ટિસ ઉપરાંત નાના સાહેબ સાથે રહીને તેમનું શિક્ષણ પણ મેળવ્યું. નાના સાહેબ અને તાત્યા ટોપેની મિત્રતા ખૂબ જ ગાઢ હતી અને પાછળથી તાત્યા ટોપે નાના સાહેબની ખૂબ નજીક આવી ગયા અને સાથે મળીને તેઓએ અંગ્રેજો સામે સતત બળવો કર્યો.


1818મા થયેલા આ યુદ્ધમાં હારનો સામનો કરનારા બાજીરાવ દ્વિતિયને અંગ્રેજો દ્વારા દર વર્ષે આઠ લાખ રૂપિયા પેન્શનના રૂપમાં મળતા હતા. 



કઈ રીતે પડ્યું તાત્યા ટોપેનું નામ:

તાત્યા જ્યારે મોટા થયા ત્યારે પેશવાએ તેમને મુંશી તરીકે રાખી લીધા હતા. મુંશી બન્યા પહેલા તાત્યાએ અન્ય જગ્યાએ નોકરી પણ કરી હતી પરંતુ ત્યા તેમનું મન ના લાગ્યું. જે બાદ તેમને પેશવાજીએ જવાબદારી સોપી હતી. આ પદને તાત્યાએ સંભાળ્યો અને આ પદ પર રહેતા તેમને રાજ્યના એક ભ્રષ્ટાચાર કર્મચારીને પકડ્યો. તાત્યાના આ કાર્યથી ખુશ થઇને પેશવાએ પોતાની એક રત્નોથી જડિત ટોપી આપીને તેનું સન્માન કર્યુ. આ સન્માનમાં આપવામાં આવેલી ટોપીને કારણે તેમનું નામ તાત્યા ટોપે પડી ગયું. 


કેટલાક લોકો દ્વારા તેમને રામચંદ્ર પાંડુરંગની જગ્યાએ તાત્યા ટોપે કહીને બોલાવવામાં આવતા. 


પેશવાજી દ્વારા આપવામાં આવેલી ટોપીમાં કેટલાક હીરા જડેલા હતા.


1857ના વિદ્રોહમાં તાત્યા ટોપેની ભૂમિકા:

અંગ્રેજો દ્વારા દર વર્ષે પેશવાને આઠ લાખ રૂપિયાનું પેન્શન આપવામાં આવતુ હતું પરંતુ જ્યારે તેમનું નિધન થયુ તો અંગ્રેજોએ તેમના પરિવારને આ પેન્શન આપવાનું બંધ કરી દીધુ હતું. આટલુ જ નહી તેમને ખોળે લીધેલા પુત્ર નાના સાહેબને તેમના ઉત્તરાધિકારી માનવાનો પણ ઇનકાર કરી દીધો હતો. 


અંગ્રેજો દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી નાના સાહેબ અને તાત્યા ઘણા નારાજ હતા અને અહીંથી તેમને અંગ્રેજો વિરૂદ્ધ રણનીતી બનાવવાનું શરૂ કર્યુ હતું. 


1857 માં, અંગ્રેજો સામે લશ્કરી બળવો થયો અને આ બળવોનો લાભ લઈ નાના સાહેબે સૈન્ય તૈયાર કર્યું અને તાત્યા ટોપે નાના સાહેબને મદદ કરી. નાના સાહેબે તાત્યા ટોપને પણ તેમની સેનાના સેનાપતિ તરીકે નિયુક્ત કર્યા.


અંગ્રેજોએ વર્ષ 1857મા કાનપુર પર હુમલો કરી દીધો અને આ હુમલો બ્રિગેડિયર જનરલ હૈવલોકની આગેવાનીમાં કરવામાં આવ્યો હતો. 


નાનાસાહેબ વધુ સમય સુધી અંગ્રેજોનો સામનો ના કરી શક્યા અને તે હારી ગયા. જોકે, આ હુમલા બાદ પણ નાનાસાહેબ અને અંગ્રેજો વચ્ચે કેટલાક યુદ્ધ થયા પરંતુ આ બધામાં નાનાસાહેબની હાર થઇ. 


નાનાસાહેબ એ કેટલાક સમય બાદ કાનપુર છોડી દીધુ અને તે પોતાના પરિવાર સાથે નેપાળ જઇને રહેવા લાગ્યા. નેપાળમાં જ તેમને અંતિમ શ્વાસ લીધા હતા.


બીજી તરફ અંગ્રેજો સામે થયેલા યુદ્ધમાં હાર મળવા છતા તાત્યા ટોપેએ હાર માની ન હતી અને તેમને પોતાની ખુદની એક સેનાની રચના કરી.


 તાત્યાએ પોતાની સેનાની મદદથી કાનપુરને અંગ્રેજોના કબજામાંથી છોડાવવા રણનીતી તૈયાર કરી હતી પરંતુ હૈવલોકે બિઠૂર પર પણ પોતાની સેનાની મદદથી હુમલો કર્યો અને આ જગ્યા પર તાત્યા પોતાની સેનાની સાથે હતો .આ હુમલામાં ફરી એક વખત તાત્યાની હાર થઇ પરંતુ તાત્યા અંગ્રેજોના હાથમાં ના આવ્યો અને ભાગવામાં સફળ રહ્યો.


તાત્યા અને રાણી લક્ષ્‍મીબાઈ:

જે રીતે અંગ્રેજોએ નાના સાહેબને બાજીરાવ પેશવાના ઉત્તરાધિકારી માનવાનો ઇનકાર કરી દીધો હતો તેવી રીતે જ અંગ્રેજોએ ઝાંસીની રાણી લક્ષ્‍મીબાઈને ખોળે લીધેલા પુત્રને પણ સંપત્તિનો વારસ નહતો માન્યો. અંગ્રેજોના આ નિર્ણયથી તાત્યા ઘણો ગુસ્સામાં હતો અને તેને રાણી લક્ષ્‍મીબાઈની મદદ કરવાનો નિર્ણય કર્યો. તાત્યા પહેલાથી જ રાણી લક્ષ્‍મીબાઈને ઓળખતો હતો અને આ બન્ને મિત્ર હતા.


વર્ષ 1887માં અંગ્રેજો વિરૂદ્ધ થયેલા યુદ્ધમાં રાણી લક્ષ્‍મીબાઈએ ભાગ લીધો અને બ્રિટિશ વિદ્રોહ સાથે જોડાયેલા દરેક વ્યક્તિને ચુપ કરાવવા માંગતા હતા. વર્ષ 1887માં સર હ્યૂરોજની આગેવાનીમાં બ્રિટિશ સેનાએ ઝાંસી પર હુમલો કરી દીધો હતો. જ્યારે તાત્યા ટોપેને આ વાતની ખબર પડી ત્યારે તેમને રાણી લક્ષ્‍મીબાઈની મદદ કરવાનો નિર્ણય કર્યો. તાત્યાએ પોતાની સેના સાથે મળીને બ્રિટિશ સેનાનો મુકાબલો કર્યો અને લક્ષ્‍મીબાઈને અંગ્રેજોના શિકંજામાંથી બચાવી લીધી. આ યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ રાણી અને તાત્યા ટોપે કાલપી જતા રહ્યાં. જ્યાં જઇને તેમને અંગ્રેજો સામે લડવા માટે પોતાની આગળની રણનીતી તૈયાર કરી. 


વીર શિવાજીના રાજ્યમાં જન્મેલા, તાત્યા ટોપે બ્રિટીશરોનો સામનો તેમની ઘેરિલા યુદ્ધ નીતિ અપનાવીને કર્યો હતો. ગિરિલા યુદ્ધને છાપામાર યુદ્ધ પણ કહેવામાં આવે છે, જેમાં દુશ્મન પર અચાનક છુપાઇને હુમલો કરવામા આવે , જ્યારે તે યુદ્ધ માટે તૈયાર નથી હોતા. અને આક્રમણકારો યુદ્ધ પછી તરત જ ત્યાંથી ગાયબ થઈ જાય.. દુશ્મન સ્વસ્થ ન થાય ત્યાં સુધી અચાનક પાછા મોરચે આવો. આ યુદ્ધ નીતિ પહાડીઓની આસપાસ સરળતાથી અપનાવી શકાય છે. એટલા માટે તાત્યા ટોપે વિંંધ્ય ખાઈથી અરવલ્લી પર્વતમાળા સુધી ઘેરિલા પદ્ધતિથી બ્રિટીશરો પર હુમલો કર્યો હતો. અને તેના જવાબમાં, બ્રિટિશરો તાત્યા ટોપને જંગલ, ટેકરીઓ અને ખીણોમાં 2800 માઇલ સુધી પીછો કર્યા પછી પણ પકડી શક્યા નહીં.


તાત્યા જાણતો હતો કે અંગ્રેજોને હરાવવા માટે તેને પોતાની સેનાને વધુ મજબૂત કરવી પડશે. અંગ્રેજોનો સામનો કરવા માટે તાત્યાએ એક નવી રણનીતી બનાવતા મહારાજા જયાજી રાવ સિંધિયા સાથે હાથ મીલાવી લીધો, જે બાદ આ બન્નેએ સાથએ મળીને ગ્વાલિયરના જાણીતા કિલ્લા પર પોતાનો અધિકાર સ્થાપી દીધો. તાત્યાના આ પગલાથી અંગ્રેજોને ઝટકો લાગ્યો હતો.તેમને તાત્યાને પકડવાના પ્રયાસ ઝડપી કરી દીધા.


 18 જૂન, 1858મા ગ્વાલિયરમાં થયેલા અંગ્રેજો વિરૂદ્ધ એક યુદ્ધમાં રાણી લક્ષ્‍મીબાઈ હારી ગયા અને તેમને અંગ્રેજોથી બચવા માટે ખુદને આગના હવાલે કરી દીધી હતી.




તાત્યા ટોપને શિવપુરીમાં બંદી બનાવવમાં આવ્યા હતા અને ત્યાંજ તેમને ફાંસીના સજા આપવામાં આવી હતી.


તાત્યાને પકડવા આસાન નહતા. તાત્યા જે સમયે પાડૌનના જંગલમાં આરામ કરી રહ્યાં હતા તે સમયે બ્રિટિશ સેનાએ તેમને પકડી લીધા હતા. નરવરના રાજા માનસિંહ દ્વારા અંગ્રેજોને તાત્યાની સુચના આપવામાં આવી હતી અને તાત્યાને પકડીને કેસ ચલાવવામાં આવ્યો અને જેમાં દોષી થતા ફાંસીની સજા સંભળાવવામાં આવી. જે બાદ 18 એપ્રિલ, 1859મા તેમને ફાંસી આપી દેવામાં આવી હતી.


કોલકાતાના વિક્ટોરિયા મેમોરિયલ હોલ મ્યુઝિયમમાં તાત્યા ટોપેનું અચકન પ્રદર્શનમાં છે. તેમણે 1857 ના યુદ્ધમાં સુવર્ણ ઝરી અને લાલ બોડરવાળુ આ અચકન પહેર્યુ હતુ.


તાત્યા મેમોરિયલ પાર્ક મધ્યપ્રદેશમાં પણ બનાવવામાં આવ્યો છે.


તાત્યા ટોપે તેમના જીવનકાળમાં બ્રિટીશરો સાથે 150 યુદ્ધ લડ્યા હતા, જેમાં તેમણે 10,000 બ્રિટીશ સૈનિકોને માર્યા હતા.




No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work