મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

16 June, 2021

ચિતરંજન દાસ

  ચિતરંજન દાસ "દેશબંધુ"

સ્વાતંત્ર્ય સેનાની, વકીલ



જન્મતારીખ:  5 નવેમ્બર 1870

જન્મસ્થળ: તેલીરબાગ, ઢાંક, કલકત્તા

પિતાનું નામ: ભુવનમોહન દાસ

માતાનું નામ: બસંતીદેવી

અવશાન: 16 જૂન 1925 (દાર્જીલીંગ)

ઉપનામ: દેશબંધુ


 ચિતરંજન દાસ બંગાળનાં જાણીતા વકીલ અને ભારતીય સ્વતંત્રતા સંગ્રામનાં એક પ્રમુખ કાર્યકર્તા તેમજ સ્વરાજ પાર્ટીના સંસ્થાપક  હતા. તેઓ "દેશબંધુ" ના નામે પણ જાણીતા હતા

ચિતરંજન દાસનો જન્મ ૫ નવેમ્બર ૧૮૭૦ ના રોજ તેલીરબાગ, ઢાકાના પ્રખ્યાત દાસ પરીવારમાં કલકત્તા ખાતે થયો હતો. તેમના પિતા  કોલકાતા હાઈકોર્ટમાં જાણીતા વકીલ હતા અને પત્રકાર પણ હતા. 

ચિતરંજન દાસનો પરીવાર વકીલોનો પરીવાર હતો. ૧૮૯૦મં બી.એ.ની પરીક્ષા પાસ કર્યા બાદ ચિતરંજનદાસ આઇ.સી.એસ બનવા માટે ઇંગ્લેન્ડ ચાલ્યા ગયા અને ૧૮૯૨માં બેરિસ્ટર બનીને ભારત પાછા ફર્યા.

ભારત પાછા ફર્યા બાદ તેમણે વકીલાત શરૂ કરી પરંતુ ૧૮૯૪માં આશ્ચર્યજનક પગલું ભરતાં તેમણે વકીલાતનો પોતાનો ધીકતો વ્યવસાય છોડી દીધો તથા અંગ્રેજ શાસન વિરુદ્ધના અસહકાર આંદોલનમાં સક્રિય રીતે જોડાયાં. ૧૯૦૯માં અલીપુર બોમ્બ વિસ્ફોટ પ્રકરણ (અલીપુર ષડયંત્ર) અંતર્ગત અરવિંદ ઘોષ પર લાગેલા રાજદ્રોહના આરોપોનો સફળતાપૂર્વક બચાવ કર્યો. શ્રી અરવિંદે તેમના ઉત્તરપાડાના ભાષણમાં ચિતરંજન દાસનો જાહેર આભાર માનતા જણાવ્યું કે અલીપોર પ્રકરણમાં ચિતરંજન દાસે તેમને બચાવવા માટે પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વિના ખૂબ જ મહેનત કરી હતી

બીજા ઘણા રાષ્ટ્રવાદીઓ અને દેશભક્તોની જેમ તેમણે પણ 'અસહકાર આંદોલન' ચળવળ સમયે પોતાની વકીલાત છોડી દીધી અને તેની બધી સંપત્તિ મેડિકલ કોલેજ અને મહિલા હોસ્પિટલમાં આપી. તેમણે કોંગ્રેસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને તેઓ પાર્ટીના પ્રમુખ પણ હતા. જ્યારે કોંગ્રેસે તેમની 'કાઉન્સિલ એન્ટ્રી' ની દરખાસ્ત સ્વીકારવાની ના પાડી, ત્યારે તેમણે 'સ્વરાજ પાર્ટી' ની સ્થાપના કરી.

ચિતરંજનદાસ અનુશીલન સમિતિની પ્રવૃત્તિઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા હતા. ૧૯૧૯–૧૯૨૨ના અસહયોગ આંદોલન દરમિયાન તેઓ બંગાળના અગ્રણી નેતા હતા. તેમણે બ્રિટીશ કાપડ પર પ્રતિબંધ મૂકવાની સાથે વિદેશી કપડાંની હોળી કરી ખાદીના કપડાં પહેરવાની શરૂઆત કરી. તેમણે ફોરવર્ડ નામનું દૈનિક ચાલું કર્યું જેને બાદમાં બ્રિટીશ શાસન વિરુદ્ધની લડત માટે લિબર્ટી નામ અપાયું. 

કલકત્તા નગર નિગમની સ્થાપના થતાં તેઓ તેના પ્રથમ મેયર બન્યા.

 તેઓ સ્વાતંત્ર્ય પ્રાપ્તિ માટે અહિંસા અને સંવૈધાનિક પદ્ધતિમાં વિશ્વાસ ધરાવતા હતા તથા હિંદુ–મુસ્લિમ એકતા, સહયોગ અને સાંપ્રદાયિક સદ્‌ભાવની તરફેણ કરતા હતા. 

મહાત્મા ગાંધીના જૂથના નો કાઉન્સિલ એન્ટ્રી ઠરાવને અનુમોદન ન મળતાં તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગયા ખાતેના અધિવેશનમાં અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું.

 ૧૯૨૩માં તેમણે મોતીલાલ નહેરૂ તથા હુસૈન શહીદ સુહરાવર્દીના સહયોગથી સ્વરાજ પાર્ટીની સ્થાપના કરી.


નરમ સ્વાસ્થ્યને પગલે તેઓ દાર્જિલિંગ ચાલ્યા ગયા હતા જ્યાં ૧૬ જૂન ૧૯૨૫ના રોજ તેમનું નિધન થયું હતું.

તેમના અવસાન પર કવિ રવીન્દ્રનાથ ટાગોરે તેમના માટે અપાર વ્યથા અને આદર વ્યક્ત કરતાં લખ્યું-

एनेछिले साथे करे मृत्युहीन प्रान।

मरने ताहाय तुमी करे गेले दान।।

ભારતીય ટપાલ વિભાગ દ્વારા 1965માં તેમના સન્માનમાં એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે



ચિતરંજન દાસે બિપિનચંદ્ર પાલ અને અરબિંદો ઘોષ સાથે ગાઢ સંપર્ક જાળવ્યો અને સ્વરાજના આદર્શોનો પ્રચાર કરવા માટે અંગ્રેજી સાપ્તાહિક બંદે માતરમ પ્રકાશિત કરવામાં તેમને મદદ કરી.


ચિતરંજન દાસ રાજકીય રીતે સૌથી વધુ સક્રિય  1917 થી 1925 ની વચ્ચે હતા.

1917 માં, તેમણે બંગાળ પ્રાંતિય સંમેલનની અધ્યક્ષતા કરી અને સ્થાનિક સ્વરાજ્યની સ્થાપના, સહકારી ધિરાણ મંડળીઓ અને કુટીર ઉદ્યોગના નવજીવન દ્વારા ગામડાની પુનર્નિર્માણ માટેની યોજના આગળ મૂકી.

ગામોમા સ્વતંત્ર પંચાયતો અને ખેડૂતો માટે ક્રેડિટ સોસાયટીનો વિચાર  ચિતરંજન દાસનો છે.

તેમણે 1919 થી 1922ના અસહકાર ચળવળ દરમિયાન બંગાળમાં બ્રિટીશ કપડા પર પ્રતિબંધની શરૂઆત કરી હતી.

દાસને તેમની પત્ની અને પુત્ર સાથે  1921 માં ધરપકડ કરવામાં આવી હતી અને છ મહિનાની સજા આપવામાં હતી. આ જ વર્ષે તેઓ અમદાવાદમાં કોંગ્રેસ અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા.

દાસે 'ફોરવર્ડ' નામનું એક અખબાર પણ બહાર પાડયુ હતુ અને બાદમાં તેનું નામ બદલીને લિબર્ટી રાખ્યું,  નેતાજી સુભાષચંદ્ર બોઝ આ અખબારના સંપાદક હતા. બોઝ દાસને તેમનો માર્ગદર્શક માનતા હતા ..

દાસે તેમના મૃત્યુના થોડા વર્ષો પહેલા જ પોતાનું ઘર અને તેમની પાસેની જમીન મહિલાઓના જીવનની શ્રેષ્ઠતા માટે વપરાય તે માટે રાષ્ટ્રને ભેટ આપી હતી. . હાલમાં તે ચિતરંજન સેવા સદન તરીકે ઓળખાતી એક મોટી હોસ્પિટલ છે 




'ચિત્તરંઝન પાર્ક' એ દક્ષિણ દિલ્હીની ઇપીડીપી કોલોનીનું નામ દેશબંધુ ચિતરંજન દાસના નામ પર 1980 ના દાયકામાં રાખવામાં આવ્યું

દેશના ભાવિ નકશાની પરિકલ્પના, સમાજ સેવા અને આઝાડીની લડતમાં યોગદાન બદલ  એમને દેશબંધુનો ખિતાબ મળ્યો હતો. 

No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work