મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

19 June, 2021

મિલ્ખાસિંહ

મિલ્ખાસિંહ (ફ્લાયીંગ શીખ)

દોડવીર 




જન્મ તારીખ: 20 નવેમ્બર 1929

જન્મસ્થળ: ગોવિંદપુરા, ફૈસલાબાદ,પાકિસ્તાન

અવશાન: 18 જુન 2021 (ચંદીગઢ)

ઉપનામ: ફ્લાયીંગ શીખ



મિલ્ખાસિંહ ભૂતપૂર્વ ભારતીય ટ્રેક અને ફિલ્ડ દોડવીર છે. પાકિસ્તાની રેકોર્ડ મુજબ, "ફ્લાઇંગ શીખ" તરીકે જાણીતા, મિલ્ખા સિંઘનો જન્મ 20 નવેમ્બર 1929 ના રોજ પાકિસ્તાનના ફૈસલાબાદના ગોવિંદપુરામાં થયો હતો, જ્યારે અન્ય અહેવાલો મુજબ તેનો જન્મ 8 ઓક્ટોબર 1935 માં થયો હતો. 

મિલ્ખાસિંહે નિર્મલ કૌર સાથે લગ્ન કર્યા છે. તે ભારતીય મહિલા વોલીબોલ ટીમની પૂર્વ કેપ્ટન હતી. જીવ મિલ્ખા સિંઘ તેનો એકમાત્ર પુત્ર છે, જે આંતરરાષ્ટ્રીય વ્યાવસાયિક ગોલ્ફર ટોચનું સ્થાન ધરાવે છે.

ત્રણ વખત નાપાસ થયા પછી પણ, મિલ્ખા સિંહે સેનામાં જોડાવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો અને આખરે 1952 માં તે સૈન્યની ઇલેક્ટ્રિકલ મિકેનિકલ એન્જિનિયરિંગ શાખામાં જોડાવામાં સફળ રહ્યા. એકવાર સશસ્ત્ર દળના તેમના કોચ, હવલદાર ગુરુદેવસિંહે તેમને દોડવાની પ્રેરણા આપી, ત્યારથી તેણે સખત મહેનતથી તેની પ્રેક્ટિસ શરૂ કરી. 

વર્ષ 1956 માં પટિયાલા ખાતે યોજાયેલી રાષ્ટ્રીય રમતોના સમયથી તે ચર્ચામાં આવ્યા હતા. 

1958 માં કટક ખાતે યોજાયેલી રાષ્ટ્રીય રમતોમાં તેમણે 200 અને 400 મીટરના રેકોર્ડ તોડ્યા હતા.

રાષ્ટ્રમંડળ રમતોમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર મિલ્ખા સિંઘ ભારતનો એકમાત્ર પુરુષ ખેલાડી છે. 

મિલ્ખા સિંહને 1960 ની ઓલિમ્પિક રમતોત્સવમાં 400 મીટરની અંતિમ દોડમાં ચોથા સ્થાન મેળવવા બદલ યાદ કરવામાં આવે છે.

તે ભારત આવીને સેનામાં જોડાયા પછી ક્રોસ કન્ટ્રી દોડમાં સામેલ થયા પછી મિલ્ખા સિંહ 400થી વધુ સૈનિકોમાં છઠ્ઠા નંબરે આવ્યા હતા.

મિલ્ખાસિંહ ટ્રેક એંડ ફિલ્ડ સ્પ્રિન્ટર રહ્યા છે. પોતાની કારકિર્દીમાં તેમણે અનેક રેકોર્ડ સ્થાપ્યા. અને ચંદ્રકો જીત્યા. 

મેલબર્નમાં 1956ના ઓલિમ્પિકમાં ભારતમાં પ્રતિનિધિત્વ કર્યુ હતુ. 

ફલાઇંગ શીખ ઓફ ઈન્ડિયા તરીકે પ્રખ્યાત મિલ્ખા સિંહ 1960 ની રોમ ઓલિમ્પિક રમતોમાં મેડલ જીતવાની ખૂબ નજીક આવી ચૂકી ગયા ફક્ત 0.1 સેકન્ડના તફાવતને કારણે તેઓ ચોથા નમ્બરે આવ્યા. ત્રીજા નંબરે આવનાર મેલ્કોમ સ્પેન્સ એ દોડ 45.5 સેકન્ડ પુરી કરી જ્યારે મિલ્ખા સિંઘે 45.6 સેકન્ડમાં પૂરી કરી.

રોમમાં 1960ના ઓલિમ્પિક અને ટોક્યોમાં 1964માં પણ મિલ્ખાસિંહે શાનદાર પ્રદર્શનની સાથે દાયકો સુધી દેશના સૌથી મહાન ઓલિમ્પિયન તરીકે નામના મેળવી હતી.

મિલ્ખા સિંહ પાકિસ્તાનમાં આયોજિત એક દોડમાં સામેલ થવા ગયા હતા. એમાં તેમણે શાનદાર દેખાવ કર્યો. તેમના પ્રદર્શનને જોઈને પાકિસ્તાનના જનરલ અયુબ ખાને તેમને ‘ધ ફ્લાઇંગ શીખ’ નામ આપ્યું.

 1960ના રોજ રોમમાં આયોજિત સમર ઓલિમ્પિકમાં મિલ્ખા સિંહ પાસેથી અનેક આશાઓ હતી. 400 મીટરની રેસમાં તેઓ 200 મીટર સુધી સૌથી આગળ હતા, પણ એના પછી તેમણે ઝડપ ઓછી કરી દીધી. એમાં તેઓ રેસમાં પાછળ રહ્યા અને ચોથા ક્રમે આવ્યા હતા. 1964માં તેમણે એશિયન રમતોત્સવમાં 400 મીટર અને 4x400 રિલેમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.




1958 એશિયન ગેમ્સમાં મિલ્ખા સિંહની સફળતાની સ્વીકૃતિ તરીકે, તેઓને ભારતીય કોન્સ્ટેબલના પદથી જુનિયર કમિશ્ડ અધિકારી તરીકે બઢતી આપવામાં આવી. આખરે તે પંજાબ શિક્ષણ મંત્રાલયના રમત નિયામક બન્યા અને વર્ષ 1998 માં આ પદથી નિવૃત્ત થયા. મિલ્ખા સિંહે દેશને વિજયમાં મળેલા ચંદ્રકને સમર્પિત કર્યા હતા. શરૂઆતમાં આ બધા મેડલ નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં દર્શાવવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં તેમને પટિયાલાના સ્પોર્ટ્સ મ્યુઝિયમમાં ખસેડવામાં આવ્યા હતા. રોમમાં ઓલિમ્પિક રમતોત્સવમાં મિલ્ખા સિંઘે પહેરેલા જૂતા પણ રમત મ્યુઝિયમમાં પ્રદર્શિત થયા છે. મિલ્ખા સિંહે આ એડિદાસ જોડીને જૂતાની દાન 2012 માં રાહુલ બોઝ દ્વારા કરાયેલી ચેરિટી હરાજીમાં કરાવ્યું હતું, જે તેમણે 1960 ના અંતમાં પૂરા કર્યા હતા.

રેકોર્ડ્સ, એવોર્ડ અને સન્માન


1959મા ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવેલ.



મિલ્ખા સિંઘની જીવન કથા પર આધારી ફિલ્મ "ભાગ મિલ્ખા ભાગ" બનાવવમા આવી છે જેમા   ફરહાન અખ્તર અને સોનમ કપૂર અભિનીત રાકેશ ઓમપ્રકાશ મહેરા દ્વારા નિર્દેશિત છે.


જીવનકાળમાં અનેક મેડલો પ્રાપ્ત કરીને દેશનું નામ રોશન કરનાર ધ ફ્લાઈંગ શીખ મિલ્ખા સિંહનું 91 વર્ષની વયે 18 જુન 2021ના રોજ કોરોનાથી નિધન થયું છે.  તે 20 મે ના રોજ કોરોનાથી સંક્રમિત થયા હતા. મિલ્ખાસિંહની ચંદીગઢના PGIMERમાં સારવાર ચાલી રહી હતી. પાંચ દિવસ અગાઉ તેમના પત્ની નિર્મલ કૌરનું પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશંસના કારણે નિધન થયુ હતુ, 

No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work