મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

10 May, 2021

ગોપાલ કૃષ્ણ ગોખલે

 ગોપાલ કૃષ્ણ ગોખલે

(મહાત્મા ગાંધીજીના રાજકીય ગુરુ)

(સ્વાતંત્ર્ય સેનાની, સુધારક, વિચારક, સમાજ સેવક)





જન્મતારીખ: 9 મે 1866

જન્મસ્થળ: કોટલુક, રત્નાગીરી, મહારાષ્ટ્ર

પિતાનું નામ: કૃષ્ણ રાવ ગોખલે

માતાનું નામ: વાલુબાઇ

અવસાન: 19 ફેબ્રુઆરી 1915

ઉપનામ: મહારાષ્ટ્રનું રત્ન, ગ્લેડસ્ટોન

આજે ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને મહાત્મા ગાંધીના રાજકીય ગુરુ એવા ગોપાલ કૃષ્ણ ગોખલેની જન્મજયંતિ છે. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા અને ‘સર્વન્ટ્સ ઓફ ઈન્ડિયન સોસાયટી’નાં સ્થાપક હતા

ગોપાલ કૃષ્ણ ગોખલેનો જન્મ બ્રિટીશ ભારતના મુંબઈ પ્રાંત અંતર્ગત રત્નાગિરી જિલ્લાના કોટલુક ગામે ૯ મે ૧૮૬૬ના રોજ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. 

આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં તેમના પરિવારના સભ્યોએ તેમને અંગ્રેજી માધ્યમની શાળામા પ્રવેશ અપાવ્યો જેથી ગોખલે બ્રિટીશ રાજમાં કારકૂન કે સામાન્ય અધિકારી તરીકે નોકરી મેળવી શકે.

તેમણે કોલ્હાપુરની રાજારામ કોલેજમાં અભ્યાસ કર્યો

વિશ્વવિદ્યાલયમાંથી શિક્ષણ પ્રાપ્ત કરનારા ભારતીયોની પ્રથમ પેઢી પૈકીના એક તરીકે ગોખલેએ ૧૮૮૪માં એલફીસ્ટન મહાવિદ્યાલયમાંથી સ્નાતકની પદવી મેળવી. 

તેઓએ  પુણેની ન્યુ ઈંગ્લીશ સ્કુલમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપી હતી. તો તેમને ફ્રેગસન કોલેજના પ્રિન્સીપાલ થયા હતા જેના તેઓ પોતે જ સ્થાપક હતા.

ગોખલેના ઉચ્ચ શિક્ષણે તેમની ભવિષ્યની કારકિર્દીને ઘણી હદે પ્રભાવિત કરી

અંગ્રેજી શીખવા ઉપરાંત તેઓ પશ્ચિમી રાજનૈતિક વિચારોના સંપર્કમાં આવ્યા તથા જ્‌હોન સ્ટુઅર્ટ મિલ અને એડમંડ બર્ક જેવા સિદ્ધાંતકારોના પ્રશસંક બન્યા

ભારતીય સ્વતંત્રતા ચળવળના ઉદારવાદી રાજનેતા અને સમાજ સુધારક હતા.

તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ‘સર્વન્ટ્સ ઓફ ઈન્ડિયા સોસાયટી’ના સ્થાપક હતા

ગોખલે ૧૮૮૯માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય બન્યા.

 બાલ ગંગાધર તિલકદાદાભાઈ નવરોજીબિપિનચંદ્ર પાલલાલા લાજપતરાયએની બેસન્ટ જેવા સમકાલીન નેતાઓની સાથે ગોખલે પણ સામાન્ય ભારતીયો માટે સાર્વજનિક વિષયો પર વધુ રાજનૈતિક પ્રતિનિધિત્ત્વ અને શક્તિ પ્રાપ્ત કરવા માટે દશકો સુધી સંઘર્ષરત રહ્યા

ગોખલે અને તિલક બન્ને ૨૦મી સદીના શરૂઆતના પ્રથમ કક્ષાના રાજનેતાઓ હતા પરંતુ તેમની વિચારધારાઓમાં મતભેદ રહ્યા. ગોખલે ઉદારવાદી મત ધરાવતા હતા જ્યારે તિલક કટ્ટરપંથી વિચાર ધરાવતા હતા

 ગોખલેના મતે સ્વશાસન મેળવવાનો સાચો રસ્તો સંવૈધાનિક સાધનોનો ઉપયોગ કરી બ્રિટીશ શાસનનો સહયોગ કરવાનો હતો જ્યારે તેનાથી વિપરિત તિલકનો મત વિરોધ, બહિષ્કાર અને આંદોલનનો હતો

૧૯૦૭ના સુરત અધિવેશનમાં નરમપંથી (મવાલપક્ષ) અને ચરમપંથી (જહાલપક્ષ) વચ્ચેના મતભેદો સપાટી પર આવી ગયા જેની દેશના રાજનૈતિક ઘટનાક્રમ પર ખૂબ જ પ્રતિકૂળ અસર પડી. 

બન્ને પક્ષો રાજકીય મતભેદોના પગલે કોંગ્રેસના સંગઠન પર કબજો જમાવવાની લડાઈ લડતા રહ્યા. 

તિલક લાલા લજપતરાયને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાના પક્ષધર હતા પરંતુ ગોખલે રાસ બિહારી ઘોષને અધ્યક્ષ બનાવવા ઇચ્છતા હતા. સમાધાનની કોઈ શક્યતા ન હતી. 

તિલકને નવા અધ્યક્ષની પસંદગીના સમર્થનમાં પ્રસ્તાવ સંશોધનની મંજૂરી ન આપવામાં આવી. સંમેલન સ્થળ પર ખુરશીઓ તોડવામાં આવી. મંચ પર છત્રીઓ, લાઠીઓ અને જૂતાં ફેંકવામાં આવ્યા. પરિસ્થિતિ વણસતાં છૂટ્ટા હાથે મારામારી પણ થઈ. જ્યારે લોકો તિલકને મારવા માટે મંચ પર ધસી આવ્યા, ગોખલે તેમની રક્ષા માટે વચ્ચે ઊભા રહ્યા. અધિવેશન સમાપ્ત થયું પરંતુ કોંગ્રેસમાં ફૂટ પડી ગઈ. ઘટનાનો પ્રત્યક્ષદર્શી અહેવાલ માન્ચેસ્ટરના ગાર્ડિયન પત્રિકાના રિપોર્ટર નેવિસને લખ્યો હતો

૧૮૯૬માં ગોખલે દ્વારા ડેક્કન એજ્યુકેશનલ સોસાયટીની સ્થાપના એ તિલક સાથેની સ્પર્ધાનું પરીણામ હતું

ગાંધીજીએ લખેલું છે, ‘ગોખલેને મેં રાજ્યપ્રકરણી ગુરુ કહ્યા છે. તેમણે મને તે ક્ષેત્ર પરત્વે પૂરો સંતોષ આપ્યો હતો. 



તેમના ગુરુ મહાદેવ ગોવિંદ રાનડે પ્રખ્યાત વિદ્વાન હતા. રાનડેએ ગોખલેને 1905 માં "સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટી" ની સ્થાપનામાં મદદ કરી. આ સમાજનો મુખ્ય ઉદ્દેશ ભારતીય લોકોને સામાજિક અનિષ્ટ સામે અવાજ ઉઠાવવા અને તેમને તેમના દેશની સેવા કરવા માટે પ્રશિક્ષણ આપવાનો હતો. ‘સાર્વજનિક’ નામના ત્રિમાસિક જર્નલમાં પણ ગોખલે જી ગુરુ રાનાડે જી સાથે કામ કર્યું.



મોટાભાગના લોકો ગોખલેને માત્ર મહાત્મા ગાંધીના રાજકીય ગુરુ તરીકે જ ઓળખે છે, પરંતુ તે   મોહમ્મદ અલી ઝીણાના રાજકીય ગુરુ પણ હતા. તેમનું માનવું છે કે, જો ગોખલે આઝાદી સમયે જીવંત હોત, તો દેશના ભાગલા વિશે વાત કરવાની હિંમત જિન્નાને ન મળી હોત.

આઝાદીની લડતમાં નોંધપાત્ર યોગદાન આપવાની સાથે તેમણે દેશમાં પ્રવર્તીતી જાતિવાદ અને અસ્પૃશ્યતા સામે પણ લડ્યા. તેમણે આજીવન હિન્દુ-મુસ્લિમ એકતા માટે કામ કરવાનું ચાલુ રાખ્યું અને મોહમ્મદ અલી ઝીણા પણ તેમને તેમનો રાજકીય માર્ગદર્શક માનતા.

ભારતને ગુલામીમાંથી આઝાદ કરવા માટે જન્મેલા આ વીરપુત્રનું 19 ફેબ્રુઆરી 1915 ના રોજ અવસાન થયું. તેમને ડાયાબિટીઝ અને હાર્ટ અસ્થમા હતા 

ભારતના આટલા મોટા સ્વાતંત્ર્ય સંગ્રામની પહેલ કરનાર ગોપાલ કૃષ્ણ ગોખલેની દેશભક્તિની આધ્યાત્મિકતા પૂર્ણ હતી.

No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work