મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

22 May, 2021

રાજા રામમોહન રાય (Raja RamMohan Roy)

 રાજા રામમોહન રાય

(બ્રહ્મોસમાજના સ્થાપક)

આધુનિક ભારતના નિર્માતા- ભારતીય પુનર્જાગરણના પિતા



જન્મતારીખ: 22 મે  1772

જન્મસ્થળ; રાધાનગર, હુગલી જિલ્લો, પશ્ચિમ બંગાળ

અવશાન: 27સપ્ટેમ્બર 1833


રાજા રામમોહનરાય એક સમાજ સુધારક હતા

રામ મોહનરાયનો જન્મ બંગાળ પ્રાંતના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં ૨૨ મે ૧૭૭૨ માં થયો હતો. તેમના પિતા રમાકાંત વૈષ્ણવ કુટુંબના હતા, જયારે માતા તારિણીદેવી શૈવ કુટુંબના હતા.

તેમના મોટા ભાઇનું અવસાન થતાં તેમનાં ભાભી સતી થયાં. આ ઘટનાએ રાજા રામ મોહનરાયના મન પર ઊંડી અસર કરી. તેમણે સતીપ્રથા, બાળલગ્ન, જ્ઞાતિપ્રથા, દીકરીને જન્મતાંવેંત દૂધ પાઇને મારી નાખવાનો રિવાજ વગેરે સામાજિક સૂષણોનો ઉગ્ર વિરોધ કર્યો અને એ માટે આંદોલનો ચલાવ્યાં

રામ મોહન રાયે તેમના જીવનમાં ત્રણ વખત લગ્ન કાર્ય હતા. તેમની પહેલી પત્ની વહેલી મૃત્યુ પામી હતી. તેઓને બે પુત્ર હતા રાધાપ્રસાદ અને ૧૮૦૦ માં અને બીજી પત્ની દ્વારા રામપ્રસાદ ૧૮૧૨ માં થયો હતો તેમની બીજી પત્નીનું મૃત્યુ ૧૮૨૪ માં થયું હતું. તેમની ત્રીજી પત્ની તેમની સાથે રહી હતી.

રાજા રામ મોહન રાય નું પ્રારંભિક શિક્ષણ તેમના ગામની નિશાળ માં શરુ થયું હતું. 

15 વર્ષની ઉંમરે, તેમણે બાંગ્લા, પારસી, અરબી અને સંસ્કૃત શીખ્યા હતા, તે કેટલો હોશિયાર હતા એ આના પરથી અંદાજ લગાવી શકાય છે.

 એકેશ્વરવાદના પ્રબળ સમર્થક, રાજ રામ મોહન રોયે બાળપણથી જ રૂઢિચુસ્ત હિન્દુ વિધિ અને મૂર્તિપૂજા છોડી દીધી હતી. જ્યારે તેમના પિતા રામકાંત રાય કટ્ટર હિન્દુ બ્રાહ્મણ હતા.

ત્યારબાદ તેઓ મદ્રાસના પટનામાં અરબી અને ફારસી ભાષા શીખ્યા અને ત્યારબાદ તેઓને વેદ અને ઉપનિષદ જેવા સંસ્કૃત અને હિંદુ ગ્રંથો નો અભ્યાસ કરવા માટે બનારસ (કાશી) મોકલવામાં આવ્યા

ફારસી અને અરબી ભાષાઓના અભ્યાસ પરથી તથા યુરોપિયન દેવવાદના અભ્યાસથી તેમના પર એકેશ્વરવાદના વિચારનો પ્રભાવ પડ્યો. તે સમયે તેઓ પોતાનો પહેલો ગ્રંથ લખી રહ્યા હતા. તે સમયે તેઓ સારી રીતે અંગ્રેજી બોલી કે લખી શકતા ન હતા કે કદાચ સમજી પણ શકતા નહીં.

રાજા રામમોહન મૂર્તિપૂજા અને રૂઢિચુસ્ત હિન્દુ પરંપરાઓ વિરુદ્ધ  હતા, તેઓ તમામ પ્રકારના સામાજિક ધર્માધતા અને અંધશ્રદ્ધાના વિરોધમાં હતા. પરંતુ તેમના પિતા એક રૂઢિચુસ્ત હિન્દુ બ્રાહ્મણ હતા.    આથી નાની ઉંમરે, રાજા રામ મોહને તેમના પિતા સાથે ધર્મના નામે મતભેદ શરૂ  થયો   આટલી નાની ઉંમરે, તે ઘર છોડીને હિમાલય અને તિબેટ પ્રવાસ પર ગયા.


જ્યારે તે પાછા ઘરે આવ્યા  ત્યારે તેમના માતાપિતાએ તેમનામા પરિવર્તન આવશે તે વિચારી લગ્ન કરાવી દીધા છતાં પણ રાજા રામ મોહન રોય ધર્મના નામે ઢોંગને ઉજાગર કરવા માટે હિન્દુ ધર્મની ઉડાણોનો અભ્યાસ કરવાનું ચાલુ રાખ્યું. તેમણે ઉપનિષદો અને વેદોનો ઉડાણપૂર્વક વાંચ્યા. ત્યારબાદ તેણે પોતાનું પહેલું પુસ્તક 'તુહપત- અલ- મુવાહિદ્દિન' લખ્યું જેમાં તેણે ધર્મની હિમાયત કરી અને તેના રિવાજો અને ધાર્મિક વિધિઓનો વિરોધ કર્યો.


સતીપ્રથા સામે વિરોધ


લગભગ 200 વર્ષ પહેલાં, જ્યારે "સતીપ્રથા" જેવી દુષ્ટતાઓએ સમાજને પકડ્યો હતો, ત્યારે રાજા રામ મોહન રાય જેવા સમાજ સુધારકોએ સમાજમાં પરિવર્તન લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેણે "સતી પ્રથા" નો વિરોધ કર્યો હતો, અને વિધવા સ્ત્રીને તેના પતિના અંતિમ સંસ્કાર સાથે દહન કરવાની ફરજ પડતી હતી. તેમણે મહિલાઓ માટે પુરુષોના સમાન અધિકાર માટે અભિયાન ચલાવ્યું. જેમાં તેણે ફરીથી લગ્ન કરવાના અધિકાર અને સંપત્તિની માલિકીના અધિકારની પણ હિમાયત કરી હતી. 20 ઓગસ્ટ 1828 મા રાજા રામ મોહન રોયે "બ્રહ્મ સમાજ" ની સ્થાપના કરી, જે ભારતીય સામાજિક-ધાર્મિક સુધારણા ચળવળોમાંની એક માનવામાં આવે છે.


તે સમયના સમાજમાં ફેલાયેલી સૌથી ખતરનાક અને અંધશ્રદ્ધાળુ પરંપરાઓમાંની એક, જેમ કે સતી પ્રથા, બાળલગ્ન સામે ઝુંબેશ ચલાવે છે અને તેને સમાપ્ત કરવા માટે પ્રયત્નશીલ છે. રાજા રામમોહન રાયે કહ્યું હતું કે કોઈ વેદમાં સતીપ્રથાનો ઉલ્લેખ નથી. જે પછી, ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેટિંગની મદદથી, તેમણે સતીની પ્રથા વિરુદ્ધ કાયદો ઘડ્યો. કેટલાક રાજ્યોમાં, તે ગયા અને લોકોને સતી પ્રથાની વિરુદ્ધ જાગૃત કર્યા. તેમણે લોકોની વિચારસરણી અને આ પરંપરા બદલવા માટે ઘણા પ્રયત્નો કર્યા.


ઘણી ભાષાઓ જાણતા રાજા રામ મોહન રોય ભારતીય શિક્ષણ પ્રણાલીમાં મોટા ફેરફારોના સમર્થક હતા. તેઓ માને છે કે ભારતની પ્રગતિ ફક્ત ઉદાર શિક્ષણ દ્વારા જ થશે, જેમાં પશ્ચિમી શિક્ષણ અને  જ્ઞાનની બધી શાખાઓની શિક્ષણ પદ્ધતિ હોવી જોઈએ. ભારતમાં અંગ્રેજી ભાષા અને પાશ્ચાત્ય વિજ્ઞાનનો અભ્યાસ શરૂ કરનારા લોકોને તેમણે પૂર્ણ સમર્થન આપ્યું અને તેઓ તેમના પ્રયત્નોમાં સફળ રહ્યા. તેને ધ્યાનમાં રાખીને, તેમણે હિન્દુ કોલેજની સ્થાપનામાં મોટું યોગદાન આપ્યું, જે તે દિવસોમાં સૌથી આધુનિક સંસ્થા હતી.  તેમણે કોલકાતામાં હિંદુ કોલેજ સ્થાપી હતી

રાજા રામમોહનરાયે સમાજ સુધારણા માટે ‘ઇસ્ટ ઇન્ડિયા કંપની’ની બહુમૂલ્ય નોકરી છોડી દીધી. રાજા રામમોહનરાયના સમાજ સુધારણાનાં કાર્યોથી ખુશ થઇને મુગલ બાદશાહે ૧૮૩૧માં તેમને ‘રાજા’નો ઇલકાબ આપીને પોતાના વકીલ તરીકે ઇંગ્લેન્ડ મોકલ્યા.

તેમણે ધર્મમાં રહેલાં દૂષણો દૂર કરવા અનેક પ્રયત્નો કર્યા હતા અને એકેશ્વરવાદનો પ્રચાર કર્યો હતો. 

તેમણે આત્મીય સભા નામે સંસ્થા સ્થાપી, પાછળથી આ સંસ્થા બ્રહ્મોસમાજ તરીકે પ્રચલિત બની. 

બ્રહ્મોસમાજે વિશેષ કરીને બંગાળમાં સમાજ અને ધર્મ સુધારણાના ક્ષેત્રે મહત્ત્વનો ફાળો આપ્યો. 

બ્રહ્મોસમાજ તરફથી ‘સંવાદ કૌમુદી’ નામે સાપ્તાહિક પણ બહાર પાડવામાં આવ્યું. 

રાજા રામમોહનરાયે વિશેષ કરીને ‘બાળલગ્નો અને બહુપત્ની પ્રથા’ને દૂર કરવા પ્રયત્નો કર્યા. 

તેમજ ‘સતીપ્રથા’ની વિરુદ્ધ મોટી ઝુંબેશ ચલાવી તેમણે કહ્યું, 

ધર્મશાસ્ત્રમાં કયાંય પણ સતીપ્રથાનો ઉલ્લેખ જોવા મળતો નથી.


માનવા માં આવે છે કે તેમના મોટાભાઈ ની પત્ની એટલે કે ભાભીની સાથે નાનપણમાં લગાવ  હતો અને તેમના ભાઈનું મુત્યુ થતાં ભાભીને સતી થતાં જોઈને હ્રદયદ્રવી ઉઠયું અને તેમણે સંકલ્પ કર્યો કે આં કૂપ્રથાને તેઓ નાબૂદ કરીને જ રહેશે


કોલકાતામાં ડેવિડ હાયરની મદદથી હિન્દુ કોલેજની સ્થાપના કરી જે આગળ જતાં પ્રેસિડેન્સી કોલેજ તરીકે ઓળખાય.

તેઓ પ્રેસની સ્વતંત્રતાના હિમાયતી હતા બંગાળીમાં “સંવાદ કૌમુદી” અને ફરસીમાં “મિરાત-ઉલ-અખબાર” નામના સમાચારપત્રો ચાલુ કર્યા હતા. ઇ.સં.1814 માં આત્મીય સભા, ઇ.સં.1819માં કોલકાતા એકતાવાદી સભા અને ઇ.સં.1828 માં બ્રહ્મોસમાજની સ્થાપના કરી.

તેમણે સતીપ્રથા વિરુદ્ધ ઝુંંંબેશ ચલાવી અને તેની પર  પ્રતિબંધ મૂકતો કાયદો ઘડવાની માગણી કરી. પરિણામે લોર્ડ વિલિયમ બેન્ટિકે ઇ.સ. ૧૮૨૯ માં સતીપ્રથા નાબૂદ કરતો કાયદો પસાર કર્યો.

1829 માં તેમના પ્રયત્નોથી સતી પ્રથા નાબૂદી કાયદો બન્યો.


 આમ, રાજા રામમોહનરાયે ૧૯ મી સદીમાં ભારતની સામાજિક, ધાર્મિક અને રાજકીય નવજાગૃતિનો પાયો નાખ્યો. આથી તેમને ભારતના સર્વાંગી સુધારાના “પ્રથમ જ્યોતિર્ધર” ગણવામાં આવે છે.

રાજા રામમોહનરાય આધુનિક ભારતના આધ્ય સુધારક ગણાય છે. 

નવા યુગના અગ્રદૂત અને જયોતિર્ધર પણ કહેવાય છે. આજે પણ બ્રહ્મોસમાજ સમાજ સુધારણા માટે કાર્યરત છે. 

આજે બાળલગ્નો, સતીપ્રથા, બહુપત્નીપ્રથા વગેરે લુપ્ત પ્રાપ્ય બન્યાં છે


રાજા રામોહનરાયની આગળ  "રાજા"  લખવામાં આવે છે તે તેમના નામનો ભાગ નથી કે તે કોઈ રજવાડાના રાજા પણ નથી . 

'રાજા' એ શબ્દ તેમને અપાયેલું બિરુદ છે.  દિલ્હીના તત્કાલીન મોગલ શાસક સમ્રાટ અકબર દ્વીતિય  (1806–187) એ તેમને "રાજા"ની પદવીથી સન્માનિત કર્યા હતા.


 દિલ્લીના મુઘલ બાદશાહે તેમના સુધારાના કાર્યોથી ખુશ થઇને  રાજાનો ઇલકાબ આપ્યો હતો અને પોતાના વકીલ તરીકે  જાગીરી હક અંગેના કેસ માટે રાજા રામમોહનરાયને ઇ.સ. ૧૮૩૦ માં ઇંગ્લેન્ડ મોકલ્યા હતા. 27 સપ્ટેમ્બર  ૧૮૩૩ મા ઇંગ્લેન્ડના બ્રિસ્ટોલ ખાતે તેમનું અવસાન થયું.




ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા 1964માં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.


બ્રિસ્ટોલ મુકામે તેમની યાદમાં તેમનું પૂતળું પણ મુકાયું છે



No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work