મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

09 April, 2021

કસ્તુરબા ગાંધી

 


પુરુ નામ: કસ્તુરબા મોહનદાસ ગાંધી

જન્મતારીખ: 11 એપ્રિલ 1869

જન્મસ્થળ: પોરબંદર

ઉપનામ: બા

અવશાન: 22 ફેબ્રુઆરી 1944

દેશને સ્વતંત્ર કરવાની ચળવળમાં મહાત્મા ગાંધીનાં ધર્મપત્ની કસ્તુરબા ગાંધી પાયાનો પથ્થર બની ઊભાં રહ્યાં હતાં,

બા કદાચ એકમાત્ર એવી વ્યક્તિ હતાં કે જે બાપુ સાથે અસહમતી પણ દર્શાવી શકતાં અને બાપુની ભૂલો સામે આંગળી પણ ચીંધી શકતાં હતાં. કદાચ એટલે જ બા એ બાપુના ખરા અર્થમાં અર્ધાંગિની હતાં.

કસ્તૂરબાનો જન્મ ગુજરાતના પોરબંદરમાં 11 એપ્રિલ 1869માં થયો હતો એમના પિતાનું નામ ગોકુળદાસ મકનજી અને માતાનું નામ વ્રજકુમારી હતું.

કસ્તુરબા ગાંધીના સ્મારક સુધી જવાનો રસ્તો ગાંધીજીના ઘરમાંથી થઈને જાય છે. કીર્તિમંદિરની પાછળ અત્યંત ગીચ મકાનો વચ્ચે કસ્તુરબા ગાંધીનું ઘર આવેલું છે.

માત્ર 13 વર્ષની ઉંમરે તેમના લગ્ન મોહનદાસ ગાંધી સાથે થયા હતા  ગાંધીજી કરતાં ઉંમરમાં એ 6 મહિના મોટા હતા, વિવાહ સમયે કસ્તૂરબાને અક્ષરજ્ઞાન ન હતું.  બાદમાં ગાંધીજીએ તેમને લખતા-વાંચતા શીખવ્યું.

ગાંધીજી પોતાના પત્નીને બા તરીકે સંબોધતા એટલે કસ્તૂરબાઈ ‘કસ્તૂરબા’ તરીકે પ્રખ્યાત થયાં.

ગાંધીજીએ કંઈ કેટલીય બાબતોમાં કસ્તૂરબાને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા છે,  સત્યાગ્રહના જે અહિંસક શસ્ત્રથી ગાંધીજીએ ભારતને સ્વતંત્ર કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી એ સત્યાગ્રહના પાઠ એમને કસ્તૂરબાએ જ ભણાવ્યા હતા

 દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની લડત દરમિયાન બાએ મહિલા સત્યાગ્રહીઓનું નેતૃત્ત્વ પણ કરેલું

 9 જાન્યુઆરી 1915ના રોજ ભારત પરત આવ્યા પછી બાપુએ સ્થાપેલા સાબરમતી આશ્રમની વ્યવસ્થા બાએ જ સંભાળી હતી

 સભા સરઘસમાં ભાગ લેવાને લીધે તેમણે  જેલવાસ પણ ભોગવ્યો હતો.

 9 ઓગસ્ટ 1942ના રોજ ભારત છોડો આંદોલનમાં ગાંધીજીની સાથે 73 વર્ષની જૈફ વયના કસ્તૂરબાને પણ પૂનાની આગાખાન જેલમાં બંદી બનાવવામાં આવ્યા ત્યાં એમનું સ્વાસ્થ્ય વધુ કથળ્યું. 

22 ફેબ્રુઆરી 1944ના રોજ 75 વર્ષીય કસ્તૂરબાનું અવસાન થયું

કસ્તૂરબા ગાંધી રાષ્ટ્રીય સ્મારક ટ્રસ્ટ ( KASTURBA GANDHI NATIONAL MEMORIAL TRUST) કસ્તૂરબા ગાંધીની સ્મૃતિમાં સ્થાપવામાં આવેલું એક ટ્રસ્ટ છે. આ ટ્રસ્ટ ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલા ઇન્દૌર શહેરમાં આવેલું છે. આ એકમાત્ર એવું ટ્રસ્ટ છે, જેને ખુદ મહાત્મા ગાંધી એ બનાવ્યું હતું. ઇ. સ. ૧૯૪૪ના વર્ષમાં કસ્તૂરબાનું નિધન થયા પછી ગાંધીજીએ પોતાના જન્મદિવસના અવસર નિમિત્તે આખા દેશમાંથી એકત્રિત થયેલા એક કરોડ ૭૫ લાખ ૩૦ હજાર રૂપિયાની રાશિમાંથી આ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. આ ટ્રસ્ટના પહેલા અધ્યક્ષ સ્વયં ગાંધીજી રહ્યા હતા. આ ટ્રસ્ટ દ્વારા દેશભરમાં ગ્રામીણ વિકાસ તેમ જ મહિલાઓ સંબંધિત કેટલાક કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યા છૅ. કસ્તૂરબા ગ્રામમાં અત્યાર સુધીમાં સરદાર વલ્લભભાઈ પટેલડૉ. રાજેંદ્રપ્રસાદપંડિત જવાહરલાલ નેહરુડૉ. જાકિર હુસૈનથી લઇને ઈન્દિરા ગાંધી સુધીના મહાનુભાવો વિભિન્ન કાર્યક્રમોમાં આવી ચુક્યા છે. ઇન્દૌર શહેરના હુકુમચંદ સેઠ તરફથી આ સ્મારક બનાવવા માટે ૪૦૦ એકર જમીન દાન સ્વરુપે મળી હતી

પોરબંદરમાં કીર્તીમંદીરના ઉપરના ભાગે ફક્ત મહિલાઓ માટેની એક લાઇબ્રેરી બનાવવામાં આવી છે જેના કસ્તુરબા લાઇબ્રેરી નામ આપ્યુ છે,

ગાંધીજીના પૌત્ર અરુણ ગાંધી એ "કસ્તુરબા અ લાઇફ" નામનું પુસ્તક લખ્યું છે.


http://gujaratihindigk.blogspot.com/2017/07/blog-post_83.html

No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work