મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

09 April, 2021

રેલ્વે સપ્તાહ

 


ભારતીય રેલ્વે નેટવર્ક દ્વારા એપ્રિલ મહિનામાં રેલવે સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે.

ભારતીય રેલ્વે મુંબઇથી થાણે તરફ 16 મી એપ્રિલ, 1853 ના રોજ ભારતમાં રેલ્વેના આગમનની ઉજવણી માટે 10-15 એપ્રિલ  રેલ્વે સપ્તાહની ઉજવણી શરુ કરી છે.

ભારતમાં પ્રથમ ટ્રેન પ્રવાસની ઉજવણીના સન્માનમાં આ અઠવાડિયાની ઉજવણી  કરવામાં આવે છે.


16 એપ્રિલ, 1853 ના રોજ ભારતની પહેલી ટ્રેન  બોરી બંદર(મુંબઇ) થી થાણે 21 માઇલની મુસાફરી કરી હતી..જેમા 14 ડબ્બા અને 400 મુસાફરો હતા.


વિભાગીય રેલ્વે મેનેજર (ડીઆરએમ) સુનિલ બાજપાઇ આ સમારંભના મુખ્ય અતિથિ હતા, જેના અધ્યક્ષ સ્થાને અધિક વિભાગીય રેલ્વે મેનેજર પી.મહેશ હતા.


ભારતીય રેલ ભારત સરકાર હસ્તકની રેલવે કંપની છે અને તે દેશના મોટા ભાગના રેલ પરિવહનની માલિકી ધરાવે છે તથા તેનું સંચાલન  ભારત સરકારનુું રેલવે મંત્રાલય કરે છેેે..

ભારતમાં ૧૮૫૩માં રેલવેનો પ્રારંભ થયો હતો

1951માં રેલવેની સેવાઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું તથા તેને એક છત્ર હેઠળ આવરી લેવાઈ, જેના લીધે વિશ્વના સૌથી મોટા નેટવર્કમાં તેની ગણતરી થવા માંડી. બ્રોડ, મીટર અને નેરો જેવા વિવિધ ગેજ સાથે IR લાંબા અંતરની અને ઉપનગરીય સેવાઓની કામગીરી નિભાવે છે. તે એન્જિન અને કોચ ઉત્પાદનના એકમોની માલિકી ધરાવે છે.

રુરકીમાં કેનાલના નિર્માણ માટે માલ-સામાનના સ્થાનિક પરિહવન માટે 22 ડિસેમ્બર 1851ના રોજ ભારતમાં પ્રથમ ટ્રેનની શરૂઆત થઈ હતી

 16 એપ્રિલ 1853ના રોજ બોમ્બેના બોરી બંદર અને થાણે વચ્ચે પ્રથમ પેસેન્જર ટ્રેન સેવાનો પ્રારંભ થયો. 34 કિમી અંતર આવરી લેતા ત્રણ એન્જિન સાહિબ , સિંધ અને સુલતાન તેને ખેંચતા હતા.

ઈન્ડિયન રેલવેસનું સંચાલન રેલવે બોર્ડ કરે છે, જેમાં એક નાણાકીય કમિશનર, પાંચ સભ્યો અને એક અધ્યક્ષ હોય છે.

 વિશ્વના સૌથી વધારે વ્યસ્ત અને સૌથી મોટા નેટવર્કમાં ઈન્ડિયન રેલવેના માળખાનો સમાવેશ થાય છે 

 દૈનિક 180 લાખથી વધારે મુસાફરો તથા 20 લાખ ટનથી વધારે માલ-સામાનનું તે પરિવહન કરે છે

દેશના તમામ વિસ્તારોને આવરી લેતા રેલવે તંત્ર પાસે 6,909 સ્ટેશન છે અને આ તમામ માર્ગ પર 63,327 kilometres (39,350 mi). છે.

 રોલિંગ સ્ટોક મુજબ IR પાસે 200,000 વેગન (માલસામાનની હેરફેર માટે), 50,000 કોચ અને 8,000 એન્જિન છે


ઈન્ડિયન રેલવેસને ઝોનમાં વહેંચવામાં આવ્યું છે અને આ ઝોનને પણ પેટા-વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. ઈન્ડિયન રેલવેસના ઝોનની સંખ્યા છથી વધીને 1951માં આઠ, 1952માં નવ અને આખરે 2003માં 16ની થઈ હતી. ચોક્કસ સંખ્યાના ડિવિઝનમાંથી દરેક ઝોનલ રેલવેની રચના કરાય છે અને દરેક પાસે ડિવિઝનલ વડુમથક હોય છે. કુલ 67 ડિવિઝન છે

કોલકતા મેટ્રો સહિત સોળમાંથી દરેક ઝોનના વડા જનરલ મેનેજર (GM) છે અને તેઓ સીધા રેલવે બોર્ડને જવાબદાર હોય છે

રેલ્વેના 16 ઝોન નીચે મુજબ છે.


ઈન્ડિયન રેલવે ૯,૦૦૦ જેટલી પેસેન્જર ટ્રેન ચલાવે છે

સામાન્ય રીતે એક પેસેન્જર ટ્રેનમાં ૧૮ ડબાઓ હોય છે, પરંતુ કેટલીક લોકપ્રિય ટ્રેનોમાં કોચની સંખ્યા ૨૪ સુધીની પણ હોઇ શકે છે

દૈનિક મુસાફરોની સગવડ માટે અનેક શહેરોમાં તેના પોતાના ઉપનગરીય નેટવર્ક છે. હાલમાં ઉપનગરીય નેટવર્ક મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, દિલ્હી, હૈદરાબાદ, પૂણે અને લખનઉમાં કાર્યરત છે. હૈદરાબાદ, પૂણે અને લખનઉ પાસે પોતાના ઉપનગરીય પાટા નથી, પરંતુ તેઓ લાંબા અંતરની ટ્રેનો સાથે પાટાની વહેંચણી કરે છે. નવી દિલ્હી, કોલકાતા અને ચેન્નાઈ પાસે પોતાના મેટ્રો નેટવર્ક છે અને તેના નામ છે- ન્યૂ દીલ્હી મેટ્રો (New Delhi Metro), કોલકાતા મેટ્રો (Kolkata Metro), અને ચેન્નાઈ એમઆરટીએસ (Chennai MRTS)- આ તમામ પાસે પોતાના પાટા(ટ્રેક) છે અને આ પાટાઓ મોટાભાગે ફ્લાય ઓવર પર બિછાવવામાં આવ્યા છે.

કાચી ખનીજો, ખાતર અને પેટ્રોકેમિકલ્સ, કૃષિ ઉત્પાદનો, લોખંડ અને સ્ટીલ, મલ્ટિમોડલ ટ્રાફિક અને અન્ય વસ્તુઓ સહિત IR અનેક પ્રકારના માલ-સામાનનું પરિવહન કરે છે. બંદરો અને મોટા શહેરો પાસે પોતાની માલવાહક લાઈનો અને યાર્ડની અલગ વ્યવસ્થા હોય છે

બે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ IR પર છે.- છત્રપતિ શિવાજી ટર્મિનસ અને માઉન્ટેઈન રેલવેસ ઓફ ઈન્ડિયા.

પેલેસ ઓન વ્હીલ્સ એ વિશેષ રીતે ડિઝાઈન કરાયેલી ટ્રેન છે અને રાજસ્થાનમાં પ્રવાસનને વેગ આપવા માટે તેમાં સ્ટીમ એન્જિનનો ઉપયોગ થાય છે. 

મહારાષ્ટ્ર સરકારે ડેક્કન ઓડિસી ની શરૂઆત કરી છે, જેમાં મહારાષ્ટ્ર અને ગોવાના વિવિધ પ્રવાસન સ્થળોને આવરી લેવાય છે,

 કર્ણાટક સરકારે પણ ગોલ્ડન ચેરિઓટ ટ્રેનની શરૂઆત કરી છે અને તેમાં કર્ણાટક તથા ગોઆના લોકપ્રિય પર્યટન સ્થળોને સાંકળી લેવાયા છે

સમજૌતા એક્સપ્રેસ એ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતી ટ્રેન છે

1965ના ભારત-પાક. યુદ્ધના કારણે તેને બંધ કરાઈ હતી. ૯૬ કિ.મી.ના અંતરમાં સૌથી વધારે ઊંચાઈવાળા વળાંકોની મુસાફરી કરાવવા બદલ કાલકા શિમલા રેલવે તાજેતરના સમય સુધી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં (Guinness Book of World Records) સ્થાન ધરાવતી હતી.

લાઈફલાઈન એક્સપ્રેસ એ "હોસ્પિટલ ઓન વ્હીલ્સ" તરીકે ઓળખાતી ટ્રેન છે, જે ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યલક્ષી સેવાઓ આપે છે

જાણીતા એન્જિનોમાંનું ફેરી ક્વીન એ આજના વિશ્વમાં સૌથી વધારે જૂનું કાર્યરત એન્જિન છે

ખડગપુર રેલવે સ્ટેશન પાસે વિશ્વનું સૌથી લાંબુ 1072 મીટર (3,517 ફૂટ)નું રેલવે પ્લેટફોર્મ હોવાથી તે જાણીતુ છે.

 દાર્જિલિંગની ટોય ટ્રેનના માર્ગની સાથે ઘુમ સ્ટેશન એ વરાળ એન્જિન દ્વારા પહોંચવામાં અવાતું હોય તેવું વિશ્વનું બીજા ક્રમનું સૌથી ઊંચું રેલવે સ્ટેશન છે

કન્યાકુમારી અને દિબ્રુગઢ વચ્ચે દોડતી વિવેક એક્સપ્રેસ એ અંતરની દ્રષ્ટિએ ભારતીય રેલ્વેની સૌથી વધારે લાંબા અંતરની ટ્રેન છે. તે લગભગ 82 કલાક અને 30 મિનિટમાં 4,286  કિ.મી. (2,327 માઈલ) આવરી લે છે

ભોપાલ શતાબ્દી એક્સપ્રેસ એ ફરિદાબાદ-આગ્રા વિભાગમાં 150 કિમી/કલાકની (93.7 માઈલ/કલાકની) મહત્તમ ઝડપે દોડે છે અને તે અત્યારે ભારતની સૌથી વધારે ઝડપી ટ્રેન છે.

રાજધાની એક્સપ્રેસ અને શતાબ્દી એક્સપ્રેસ સુપરફાસ્ટ, સંપૂર્ણ વાતાનુકૂલિત ટ્રેન છે

ભારતીય રેલ્વેએ ઇકોનોમી ક્લાસ માટે tejas પ્રકારના નવા એસી -3 ટાયર કોચ બનાવ્યા છે. જે 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવા માટે બનાવવામાં આવી છે. આ કોચમાં આધુનિક સુવિધાઓ સાથે સીટની ક્ષમતામાં પણ વધારો કરવામાં આવ્યો છે. હવે, લાંબા અંતરની મુસાફરી માટે આધુનિક Tejas સ્લીપર પ્રકારની ટ્રેનની રજૂઆત સાથે ભારતીય રેલ્વે મુસાફરો માટે મુસાફરીના અનુભવમાં મોટો ફેરફાર કરી રહી છે.

અધિકારીઓની (વર્ગ 'A) નિમણૂક ઈન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસીસ એક્ઝામિનેશન દ્વારા થાય છે અને તેની પરીક્ષા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા લેવાય છે;

ઈન્ડિયન રેલવેસમાં વર્ગ 'C' અને 'D'ના કર્મચારીની નિમણૂકો 19 RRBs (રેલવે રીક્રુટમેન્ટ બોર્ડ) દ્વારા કરાય છે, કે જેના પર રેલવે રીક્રુટમેન્ટ કંટ્રોલ બોર્ડ (RRCB)નું નિયંત્રણ હોય છે.

No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work