જ્યોતિબા ફુલે
સમાજ સુધારક, લેખક, વિચારક, સંપાદક
પુરુ નામ : જ્યોતીબા ગોવિંદરાવ ફુલે
જન્મતારીખ: 11 એપ્રિલ 1827
જન્મસ્થળ: સાતારા, પૂણે, મહારાષ્ટ્ર
ઉપનામ: મહાત્મા
અવશાન: 28 નવેમ્બર 1890 (પૂણા)
મહાત્મા ગાંધીજી પહેલા 19મી સદીમા એક એવા સમાજ સુધારકનો જન્મ થયો જેમને કન્યા શિક્ષણ, અંધ વિશ્વાસ, વિધવા વિવાહ, છૂત-અછૂતનો ભેદભાવ દૂર કરવા, ખેડૂતોના હકો માટે કામ કર્યુ અને મહાત્મા બની ગયા જેમનુ નામ છે મહાત્મા જ્યોતિબા ફૂલે.
જ્યોતિરાવ ફુલેનો જન્મ ૧૮૨૭માં પુણેમાં થયો હતો.
તેઓ પિતા ગોવિંદરાવ અને માતા ચિમનાબાઈના બે સંતાનો પૈકી નાના પુત્ર હતા. તેમની મૂળ અટક હતી 'ખીરસાગર'.પણ પેશ્વાએ તેમને બાગકામ માટે પુનામાં જમીન ભેટમાં આપેલી, તેમના વ્યવસાયનાં લીધે તેમની અટક 'ફૂલે'('ફૂલ' પરથી ) પડી ગઈ
તેમની ઉંમર એક વર્ષની હતી ત્યારે તેમના માતાનું અવસાન થયું હતું.
તેમનો પરીવાર ઘણી પેઢીઓથી સતારાથી પુણે આવીને ફૂલોના ગજરા વેચવાનું કામ કરતો હતો. આથી માળી કામ કરતો તેમનો પરીવાર ફુલે તરીકે ઓળખાતો હતો.
જ્યોતિબા પ્રાથમિક શાળામાં લેખન–વાંચન અને અંકગણિતની પાયાની બાબતો શીખી લીધા બાદ અભ્યાસ અધૂરો છોડી પરિવારના વ્યવસાયમાં જોડાઈ ગયા અને દુકાન તથા ખેતરના કામમાં મદદ કરવા લાગ્યા.
માળીમાંથી ઇસાઇ ધર્મ અંગિકાર કરેલ એક વ્યક્તિએ ફુલેની બુદ્ધિમતા જોઈને ફુલેના વધુ અભ્યાસ માટે તેમના પિતાને સમજાવ્યા જેથી ફુલેને સ્થાનિક સ્કોટીશ મિશન હાઈસ્કૂલમાં દાખલ કરવામાં આવ્યા.
તેમણે ૧૮૪૭માં તેમનો અંગ્રેજી અભ્યાસ પૂર્ણ કર્યો.
સામાજીક પરંપરા અનુસાર માત્ર ૧૩ વર્ષની ઉંમરે ૧૮૪૦માં તેમના લગ્ન તેમના પિતા દ્વારા પસંદ કરવામાં આવેલ તેમની જ જ્ઞાતિની એક કન્યા સાથે કરવામાં આવ્યા. જેમનું નામ હતુ સાવિત્રીબાઇ જે ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા હતા.
૧૮૪૮માં, ૨૩ વર્ષની ઉંમરે તેમણે ઇસાઇ મિશનરી દ્વારા સંચાલિત એક કન્યા શાળાની મુલાકાત લીધી.
આ જ વર્ષે તેમણે થોમસ પેઇનનું પુસ્તક "મનુષ્યના અધિકાર (રાઇટ્સ ઓફ મેન)" વાંચ્યું જેનાથી પ્રભાવિત થઈને તેમનામાં સામાજીક ન્યાયની ભાવના વિકસીત થઈ.
જ્યોતિબા શિક્ષીત વ્યક્તિ હતા,પણ એકવાર મિત્રના લગ્નમાં તેમને સામાજિક ભેદભાવનો ખરાબ અનુભવ થયો. આ અનુભવે તેમના જીવનની દિશા બદલી નાખી.
બહુ વિચાર કર્યા પછી જ્યોતિબાને આ બીમારીનું કારણ મળ્યું-નિરક્ષરતા.
તેમને સમજાયું આ બિમારીનો ઈલાજ એક જ છે-'શિક્ષણ'
તેમને શિક્ષણ માટે કામ કરવા માંડ્યું, સાથે લોકોને કુરિવાજોનાં શિકાર બનતા અટકાવવા માટે સાચી વાતો સમજાવવાનું શરુ કર્યું.
તેમણે સંકલ્પ કર્યો હતો કે તે જાતિ પ્રથાને જડમૂળથી નાશ કરશે અને તેના માટે તેમણે સૌપ્રથમ મહિલા સશક્તિકરણ કરવાનું શરુ કર્યુ.
તેમના શિક્ષણપ્રસાર કાર્યોથી બ્રાહ્મણવાદી માનસિકતા ધરાવતા લોકો ગભરાઈ ગયાં.
તે સમયે બ્રાહ્મણો માનતા હતા કે 'શિક્ષણ લેવું કે આપવું-એ અમારો જન્મસિદ્ધ અધિકાર છે.'
ગભરાઈ ગયેલા આ જુનવાણી લોકો એ ધર્મ(?)ભીરુ ગોવિંદરાવ પર ભારે દબાણ કર્યું.
પિતાને ધર્મસંકટમાંથી મુક્ત કરાવવા જ્યોતિબા અને સાવિત્રીબાઈ એ પોતાનું કાર્ય છોડવાને બદલે પિતાનું ઘર છોડવાનું પસંદ કર્યું.
તેમણે મહેસૂસ કર્યું કે ભારતીય સમાજમાં નીચલી જાતિઓ અને સ્ત્રીઓને ખૂબ જ નુકસાન થયું છે અને આ વર્ગોની મુક્તિ માટે શિક્ષણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ માટે સૌપ્રથમ તેમણે તેમની પત્ની સાવિત્રીબાઈને લખતાં–વાંચતાં શીખવ્યું. ત્યારબાદ આ દંપતીએ પુણેમાં કન્યાશાળા શરૂ કરી
તેમણે વિધવા પુનર્વિવાહનું સમર્થન કર્યું અને ૧૮૬૩માં સગર્ભા વિધવાઓ સુરક્ષિત જગ્યાએ બાળકોને જન્મ આપી શકે તે માટે એક ઘરની શરૂઆત કરી
૨૪ સપ્ટેમ્બર ૧૮૭૩ના રોજ ફુલેએ સ્ત્રીઓ, દલિતો અને ક્ષુદ્રો જેવા શોષિત સમૂહોના અધિકારો માટે સત્યશોધક સમાજની સ્થાપના કરી
ઈ.સ.૧૮૫૪માં તે સમયના જ્યુડીશીયલ કમિશ્નર વોર્ડનસાહેબે જાહેરમાં તેમનું શાલ ઓઢાડીને તેમનું સન્માન કર્યું. અને પોતાના ભાષણમાં ફૂલે દંપતીની ખુલીને પ્રશંસા કરી.
એક તરફ ભારતનો સમાજ તેમના વિરુદ્ધ ઝેર ઓકતો હતો,તો બીજી તરફ બ્રિટિશ સમાજ એમનું બહુમાન કરતો હતો.બ્રિટીશ શાસન ની લાખ વાતે ટીકા કરી શકાય,પણ અહી આ વાત પર તો બ્રિટિશશાસકોને તો વખાણવા જ પડે.
ઈ.સ.૧૮૭૩મા ફૂલે દંપતીએ એક વિધવા કાશીબાઈનાં દીકરા યશવંતને દત્તક લીધો.
ઈ.સ.૧૮૯૬-૯૭મા પ્લેગ ફાટી નીકળ્યો.
૧૮૯૭માં નાલાસોપારા ક્ષેત્રની આસપાસના વિસ્તારોમાં પ્લેગની મહામારી ફેલાતાં સાવિત્રીબાઈ અને તેમના દત્તકપુત્ર યશવંતરાવે અસરગ્રસ્તોની સારવાર માટે એક દવાખાનું શરૂ કર્યું
રાત કે દિવસ જોયા વિના ફૂલે દંપતી આ પ્લેગ અસરગ્રસ્તોની સેવામાં લાગી ગયું.
આ સારવાર દરમિયાન જ એક પ્લેગ અસરગ્રસ્ત બાળકની સેવા કરતા સાવીત્રીબાઈને પ્લેગના વિષાણુઓનો ચેપ લાગ્યો. અને અવશાન થયુ.
૧૧ મે ૧૮૮૮ના રોજ મુંબઈના અન્ય એક સમાજ સુધારક વિઠ્ઠલરાવ કૃષ્ણાજી વંદેકરે તેમને મહાત્માની પદવીથી સન્માનિત કર્યા
ભારતના પ્રથમ કાયદા મંત્રી અને બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરે જ્યોતિબા ફુલેને ત્રીજા ગુરુ માનતા હતા.
૧૮૭૭ (જાન્યુઆરી) મં એક સાપ્તાહિક સમાચાર પત્ર “દીનબંધું” નુ પ્રકાશન તથા સંપાદન કર્યુ. આ ઉપરાંત : ‘अंबालहरी’, ‘दीनमित्र’, તથા ‘किसानों का हिमायती “ નામના સમાચાર પત્રો પ્રકાશિત કર્યા.
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work