સરદારસિંહ રાણા
ક્રાંતિવિરોના મુકૂટ મણી
ભારતના આઝાદીની લડતમાં ક્રાંતિકારી સરદારસિંહ રાણાનું યોગદાન અમૂલ્ય રહ્યુ છે
સરદારસિંહ રાણાએ પરદેશની ભૂમિ પર વસવાટ કરી, ભારતમાં અંગ્રેજો સામેની આઝાદીની લડતને વેગ આપ્યો હતો
જન્મતારીખ: 10 એપ્રિલ 1870 (હિંદુ પંચાંગ મુજબ ચૈત્ર સુદ નોમ – રામનવમી)
જન્મસ્થળ: કંથારિયા, લીંબડી, સુરેન્દ્રનગર
પિતા : રવાજી રાણા
માતા : ફુલજીબા
અવશાન: 25 મે 1957 (વેરાવળ)
સરદારસિંહ રાણાનો જન્મ 10 એપ્રિલ 1870માં સુરેન્દ્રનગર જિલ્લાના લિંબડી તાલુકાના કંથારિયા ગામમાં થયો હતો.
પ્રાથમિક શિક્ષણ કંથારિયા અને ધ્રાંગધ્રામાં મેળવી આગળનું શિક્ષણ મેળવવા માટે રાજકોટની આલ્ફ્રેડ સ્કૂલમાં દાખલ થયા.
સરદારસિંહ રાણા અને મહાત્મા ગાંધી એક જ વર્ગમાં ભણતા હતા. ગાંધીજી સરદારસિંહને તેમના હુલામણા નામ "સદુભા"થી બોલાવતા હતા. તેઓ બંને મિત્રો હતા.
આ પછી, ઉચ્ચ અભ્યાસ રાણા મુંબઇ ત્યારબાદ પૂના ગયા. તેમણે પુનાની ફર્ગ્યુસન કોલેજમાં પણ અભ્યાસ કર્યો હતો સરદારસિંહના જીવનમાં અહિંથી એક નવો વળાંક આવ્યો.
1895માં પૂનામાં યોજાયેલા ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસમાં સક્રિય ભાગ લીધી.
લોકમાન્ય તિલક, સુરેન્દ્રનાથ બેનર્જી જેવા ક્રાંતિકારીઓના સંપર્કમાં આવ્યાં. ક્રાંતિકારી પ્રવૃતિના બીજ અહીથી વવાયા.
આ પછી સરદારસિંહ રાણા વધુ અભ્યાસ માટે લંડન ગયા અને બેરિસ્ટરની ડિગ્રી મેળવી. સરદારસિંહને લંડન મોકલવાનું કામ લાઠીના રાજવી પરિવારે કર્યું હતું,
લંડનમાં તેઓ ભારતીય ક્રાંતિકારી શ્યામજીકૃષ્ણ વર્મા અને મેડમ ભીખાઇજી કામાના સંપર્કમાં આવ્યા.
તેમણે ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી.
૧૮૯૯માં રાણા બેરિસ્ટરની પરીક્ષા આપ્યા પછી પેરિસ જવા રવાના થયા. તેમણે પેરિસના વિશ્વ પ્રદર્શનમાં આવેલા ખંભાતના ઝવેરી ઝવેરચંદ ઉત્તમચંદને અનુવાદક તરીકે સેવા આપી હતી. તેઓ મોતીના ઝવેરાતમાં નિષ્ણાત બન્યા અને ઝવેરાતનો વ્યવસાય શરૂ કર્યો
ભારતની આઝાદીની લડત લડતા ક્રાંતિકારીઓ માટેનું મોટુ ઠેકાણું બની ગયું. આ પછી સરદારસિંહ રાણા લંડનથી પેરિસ ગયાં.
૧૯૦૫માં, રાણા ઇન્ડિયન હોમરુલ સોસાયટીના સ્થાપક-સભ્ય બન્યા
મુન્ચેરશાહ બુર્જોરજી ગોદરેજ અને ભીખાજી કામા સાથે મળીને ઇન્ડિયન હોમરુલ સોસાયટીના યુરોપી વિસ્તરણ તરીકે પેરિસ ઇન્ડિયન સોસાયટીની સ્થાપના કરી
૧૯૨૦માં તેઓ ફ્રાંસ પાછા ફર્યા અને ૧૯૩૧માં તેમની જર્મન પત્નીનું કેન્સરથી મૃત્યુ થયું. તેઓ ૧૯૪૭માં તેમના પુત્રના અસ્થિ વિસર્જન માટે હરદ્વાર આવ્યા હતા અને ૨૩ એપ્રિલ ૧૯૪૮ના રોજ પાછા ફર્યા. ૧૯૫૫માં તેમની તબિયત ખરાબ થતાં તેણે પોતાનો વ્યવસાયને સંપેટ્યો અને ભારત પરત ફર્યા. પાછળથી તેમને લકવાનો હુમલો પણ થયો હતો. ૨૫ મે ૧૯૫૭ના રોજ તેઓ વેરાવળના સર્કિટ હાઉસમાં અવસાન પામ્યા.
"ભારતનાં રાષ્ટ્રધ્વજની સૌપ્રથમ ડિઝાઇન ક્રાંતિકારી સરદારસિંહ રાણા અને મેડમ ભીખાઇજી કામાએ તૈયાર કરી હતી'
"મદનલાલ ધિંગરાએ જે પિસ્તોલથી લંડનમાં કોર્નેલ વોઇલીની હત્યા કરી હતી તે સરદારસિંહ રાણાની હતી.
1905માં બ્રિટીશ સરકારે સરદારસિંહ રાણાના ભારત પ્રવેશ પર આજીવન પ્રતિબંધ મૂક્યો હતો
શાંતિનિકેતનની સ્થાપનામાં પણ ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને સહયોગ આપેલો
મદનમોહન માલવિયાજી બનારસ હિંન્દુ યુનિવર્સિટી સ્થાપવા માટે દાન એકત્રિત કરવા માટે પેરિસ ગયા. આ સમયે પેરિસમાં રહેતા ભારતીયોએ કુલ 28 લાખ રૂપિયાનું દાન આપ્યુ. જેમાં સૌથી વધુ પાંચ લાખ રૂપિયાનું દાન સરદારસિહં રાણાનું હતું.
ભારત આઝાદ થયા પછી ક્રાંતિકારી સરદારસિંહ રાણાને માદરે વતન લાવવા માટે 1947માં એક વિશેષ પ્લેન પેરિસ મોકલ્યુ હતું. ફાંસની સરકારે તેના સૌથી મોટા એવાર્ડ "ચેવેલિયર"થી સરદારસિંહ રાણાનું સન્માન કર્યુ હતુ.
સરદારસિંહ રાણા વિશેની માહિતી વિવિધ પુસ્તકોમાં જોવા મળે છે.
સિંહપુરુષ - ડો. શરદ ઠાકર
ઉત્તિષ્ઠ ગુજરાત - વિષ્ણુ પંડ્યા
શહીદોની ક્રાંતિગાથા - સ્વામી સચ્ચિદાનંદ
ભારતની આઝાદીની લડતમાં અમૂલ્ય યોગદાન આપનાર ક્રાંતિકારી સરદારસિંહ રાણાના જીવન અને કવન આધારી વેબસાઇટ 10 એપ્રિલ 2018ના રોજ લોન્ચ કરવામાં આવી . સરદારસિંહ રાણાના પ્રપૌત્ર અને પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા દ્વારા ખૂબ મહેનત કરીને આ વેબસાઇટ તૈયાર કરી છે. જેનું ઉદ્ગાટન સંઘ સંચાલક મોહન ભાગવતના હસ્તે કરવામાં આવ્યું હતું. સરદારસિંહ રાણા વેબસાઇટનાં લોન્ચિંગ કાર્યક્રમમાં, રાજ્યપાલ ઓ.પી. કોહલી, નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રમણભાઈ વોરા અને ભીખુભાઈ દલસાણિયા ઉપસ્થિત રહ્યા હતા.
આ વેબસાઇટ http://sardarsinhrana.com છે.
વીર સાવરકરનો કેસ આંતરરાષ્ટ્રીય સ્તરે સરદારસિંહ રાણા લડ્યા હતા. જ્યારે ફ્રાન્સ સરકારે સરદારસિંહ રાણાને સર્વોચ્ચ સન્માન આપ્યું છે.
ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે રાણાએ ત્રણ પ્રકારની શિષ્યવૃતિ જાહેર કરી હતી. એમની ત્રણેય શિષ્યવૃતિના નામ રાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી અને બાદશાહ અકબરના નામ પર હતા. સાવરકર સહિત કેટલાય વિદ્યાર્થીઓ આ શિષ્યવૃતિ થકી વિદેશમાં અભ્યાસ કરવા જઈ શક્યા હતા.
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work