ભારતીય રિઝર્વ બેંક (RBI)
સ્થાપના દિવસ 1 એપ્રિલ 1935
RBI એ ભારતની સર્વોચ્ચ બેંક છે.
જેનુ પુરુ નામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે.
ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ ભારતની સેન્ટ્રલ બેંક છે.
RBI એ ભારતની કેન્દ્રીય બેંક છે જે આરક્ષિત ચલણી નાણાને લગતી નાણાંકીય નીતિનું નિયમન કરે છે.
આ નાણાકીય સંસ્થાની સ્થાપના બ્રિટિશ રાજ દરમ્યાન ૧ એપ્રિલ ૧૯૩૫ના રોજ ભારતીય રિઝર્વ બેંક ધારા, ૧૯૩૪ની જોગવાઈઓ અંતર્ગત થઈ હતી અને તેની રચના “હિલ્ટન - યંગ કમિશન” ની ભલામણથી કરવામાં આવી હતી.
RBIના લોગોમાં પેન્થરનું ચિત્ર અને પામ વૃક્ષનું ચિત્ર મુકવામા આવેલ છે.
આરબીઆઈ એશિયન ક્લિયરિંગ યુનિયનની સભ્ય બેંક છે
આરબીઆઈ આઈએમએફ (આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ-International Monetary Fund) ના સભ્ય છે
આરબીઆઈની ચાર ઝોનલ ઓફિસો છે: ઉત્તર માટે નવી દિલ્હી, દક્ષિણ માટે ચેન્નઈ, પૂર્વ માટે કોલકાતા અને પશ્ચિમ માટે મુંબઈ.
આરબીઆઈએ www.paisaboltahai.rbi.org.in નામની વેબસાઇટ શરૂ કરી છે. બજારમાં નકલી નોટો અંગે લોકોમાં જાગૃતિ લાવવા.
ચલણી નોટો પર 15 ભાષાઓ છાપવામાં આવી છે
ભારત સરકાર દ્વારા ભારતીય રિઝર્વ બેંક એક્ટને ધ્યાનમાં રાખીને ડિરેક્ટરની નિમણૂક 4 વર્ષની મુદત માટે કરવામાં આવે છે.
આરબીઆઈના 21 સભ્યોને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટરની જવાબદારી સોંપવામાં આવી છે.
આરબીઆઈમા નીચેના સભ્યોનો સમાવેશ છે:
➤ ગવર્નર -1
➤ ડેપ્યુટી ગવર્નર- 4
➤ ડિરેક્ટર- 14 ( 4 લોકલ બોર્ડ હેડ ક્વાર્ટરના ડિરેક્ટર મુંંબઇ, કલકતા, ચેન્નઇ, ન્યુ દિલ્હી, તથા ભારતના અર્થતંત્રના મહત્વના તત્વોનું પ્રતિનિધિત્વ કરવા માટે સરકાર દ્વારા 10 ડિરેક્ટર નિયુક્ત કરવામા આવે છે)
➤ સરકારી અધિકારીઓ (ફાયનાન્સ મિનિસ્ટર) - 2
આરબીઆઈના ગવર્નર્સના પાવર
તમામ વ્યવસાયિક બેંકોના વડા છે.
સૂક્ષ્મ અને મેક્રો અર્થતંત્ર પર પ્રભાવ
શેરબજાર ઉપર નિયંત્રણ કરે છે
ચલણી નોટો પર સહીઓ કરે છે
નાણાકીય, ચલણ અને ક્રેડિટ સિસ્ટમ પર નિયંત્રણ કરે છે.
ભારતના અર્થશાસ્ત્રી બાબાસાહેબ આંબેડકરની મહત્વની ભૂમિકા ભજવી હતી, તેમના પુસ્તક "રૂપિયાનું સમસ્યા - તેનું મૂળ અને તેના ઉપાય”(The Problem of the Rupee – Its origin and its solution”.) મા રજૂ કરાયેલ માર્ગદર્શિકાના આધારે રિઝર્વ બેંક કલ્પના કરવામાં આવી હતી.
તેમણે ભારતીય રિઝર્વ બેંક બનાવવામાં દિશા-માર્ગદર્શિકા પ્રદાન કરી હતી,જેના આધારે ભારતીય રિઝર્વ બેંકની રચના કરવામાં આવી હતી.આરબીઆઈ કાર્યાલય એ છે જ્યાં રાજ્યપાલ બેસે છે અને જ્યાં નીતિઓ નક્કી કરવામાં આવે છે.
બ્રિટીશ રાજ દરમિયાન તે ખાનગી માલિકીની બેંક હતી પરંતુ સ્વતંત્ર ભારતમાં ૧ જાન્યુઆરી ૧૯૪૯ માં તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું, ત્યારથી તે સંપૂર્ણ રીતે ભારત સરકારની માલિકીની છે.
આરબીઆઈ ભારતની મધ્યસ્થ બેંક છે. જે ભારતની તમામ બેંકોનું સંચાલન કરે છે.તેને બેંકોની બેંક પણ કહેવામાં આવે છે.આ બેંક ભારતના અર્થતંત્રને નિયંત્રિત કરે છે.ભારતની તમામ ચલણ આરબીઆઈ પાસે છે.
આ બેંક “એશિયન ક્લિયરિંગ યુનિયન” ના સભ્ય છે
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું જૂનું નામ “ધ ઇમ્પીરીયલ બેંક ઓફ ઇન્ડિયા” (આઈબીઆઈ IBI) હતું.
આરબીઆઈને ભારતના વડા પ્રધાન દ્વારા નિયંત્રિત કરે છે, તેની દેશભરમાં ૨૯ ઓફિસો છે
૧ જાન્યુઆરી,૧૯૪૯ ના રોજ આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું
ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 માં રિઝર્વ બેંક ના હેતુઓ આપેલા છે:
બેંક નોટોના નિર્ગમ નું નિયમન કરવું
ભારતમાં નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરવા ના ઉદ્દેશ થી અનામતો ની જાળવણી કરવી
સામાન્યરીતે દેશની ચલણ અને ઋણ સીસ્ટમ નું તેના લાભ માટે સંચાલન કરવું
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દેશની તમામ કમર્શિયલ બેંકોને નાણાં આપે છે
આરબીઆઈ બધી અનુસૂચિત(કમર્શિયલ) બેંકોના બેંક ખાતાઓ જાળવે છે અને જરૂર પડે ત્યારે તેમના માટે અંતિમ ઋણદાતા તરીકે પણ કાર્ય કરે છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને દેશમાં નોટો છાપવાનો એકાધિકાર છે, પરંતુ એક રૂપિયાની નોટ સિવાય તમામ પ્રકારની નોટો છાપવાનો અધિકાર આરબીઆઇ પાસે છે, કેમ કે એક રૂપિયાની નોટ ફક્ત નાણાં મંત્રાલય બહાર પાડી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નોટો બહાર પાડવા / છાપવા માટે ન્યૂનતમ અનામત સિસ્ટમ અપનાવે છે.
વિદેશી વિનિમય દર ને સ્થિર રાખવાના ઉદ્દેશ્ય સાથે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વિદેશી ચલણો ખરીદે છે અને તેનું વેચાણ કરે છે અને વિદેશી ચલણના ભંડારની સુરક્ષા પણ કરે છે,વિદેશી વિનિમય બજારમાં જ્યારે વિદેશી (ચલણ)વિનિમય જો પુરવઠો ઘટે છે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આ બજારમાં વિદેશી ચલણ વેચે છે જેથી તેનો પુરવઠો વધારી શકાય.
ભારતીય રિઝર્વ બેંક વર્લ્ડબેંક(વિશ્વ બેંક) અને આઈએમએફ(IMF)માં ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરે છે , જે ક્રેડિટ નિયંત્રણ અને દેશની નાણાકીય નીતિના અમલ કરવા માટે જવાબદાર હોય છે.
અને તે ભારત સરકારની વિકાસ નીતિઓમાં અગત્યનો ભાગ ભજવે છે.
હાલમાં રિઝર્વ બેંકનું વડું મથક મુંબઇમાં આવેલ છે. જુનુ વડુ મથક કલકત્તામાં હતુ જેને 1937માં ફેરવીને મુંબઇ કરવામાં આવ્યું હતું.
ભારતનું ચલણી નાણુ રૂપિયો છે અને તેનો સિમ્બોલ છે તથા તેનો ISO કોડ INR છે.
1 રુપિયાની નોટ અને સિક્કાઓ ભારત સરકાર બહાર પાડે છે.
1 રુપિયાની નોટ પર મુખ્ય નાણા સચિવની સહિ હોય છે જ્યારે બાકીની તમામ નોટો પર ગવર્નરની સહિ હોય છે.
ભારતમાં નાસિક (મહારાષ્ટ્ર) અને દેવાસ (મધ્યપ્રદેશ) માં નોટો છાપવામાં આવે છે.
RBI ના પ્રથમ ગવર્નર ઓસ્બોર્ન આર્કેલ સ્મિથ હતા, પ્રથમ ભારતીય ગવર્નર સી.ડી.દેશમુખ હતા તથા પ્રથમ ગુજરાતી ગવર્નર આઇ.જી.પટેલ હતા.
શક્તિકાંત દાસ હાલમાં રિઝર્વ બેંકના 25માંા ગવર્નર છે,૧૧ ડિસેમ્બર ૨૦૧૮ ના રોજ આરબીઆઈના નવા ગવર્નરનું પદ સંભાળ્યું હતું ઉર્જિત પટેલે ૧૦ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ રાજીનામું આપતા સરકારે ૧૧ ડિસેમ્બર ૨૦૧૮ના દિવસે શક્તિકાંત દાસને ગવર્નર પદે નિયુક્ત કર્યા
અત્યારે દેશમાં 2000, 500, 200, 100, 50, 20, 10, 5, 2 અને 1 રૂપિયાની નોટો ચલણમાં છે. 2016 માં નોટબંધી બાદ એક હજારની નોટ ચલણ બહાર થઈ ગઈ.
રિઝર્વ બેંક 1956 થી ચલણી નોટો છાપવા માટે ‘મિનિમમ રિઝર્વ સિસ્ટમ’ હેઠળ ચલણ છાપે છે. આ નિયમ મુજબ, ચલણી નોટ છાપવા સામે હંમેશા 200 કરોડ રૂપિયાનું ન્યૂનતમ અનામત રાખવું જરૂરી છે. આ પછી જ રિઝર્વ બેંક ચલણી નોટો છાપી શકે છે.
જાન્યુઆરી 1938 માં, તેની સ્થાપનાના ત્રણ વર્ષ પછી, આરબીઆઈએ પ્રથમ 5 રૂપિયાની ચલણી નોટ બહાર પાડી. આ નોટ પર ‘કિંગ જ્યોર્જ VI’ નું ચિત્ર છાપવામાં આવ્યું હતું. મતલબ આઝાદીના 9 વર્ષ પહેલા રિઝર્વ બેંકે તેનું પ્રથમ ચલણ બહાર પાડ્યું હતું. આ પછી, 10 રૂપિયા, 100 રૂપિયાની નોટ માર્ચમાં અને 1000 અને 10,000 રૂપિયાની ચલણી નોટ જૂનમાં જારી કરવામાં આવી હતી.
સ્વતંત્ર ભારતમા રૂપિયા 1 ની પ્રથમ ચલણી નોટ રિઝર્વ બેંક દ્વારા વર્ષ 1949 માં બહાર પાડવામાં આવી હતી. 1947 સુધી રિઝર્વ બેન્ક દ્વારા બહાર પાડવામાં આવેલી નોટો પર બ્રિટિશ કિંગ જ્યોર્જનું ચિત્ર છપાયેલું હતું. રિઝર્વ બેંકે સૌપ્રથમ વર્ષ 1969 માં ગાંધીજીની તસવીર સાથે 100 રૂપિયાની નોટો બહાર પાડી હતી.
RBIના કાર્યો (Functions of RBI)
RBIના કાર્યો અર્થતંત્રમાં કેવી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે? તે સમજવું ખૂબ જ જરૂરી છે. RBIના 10 મહત્ત્વપૂર્ણ કાર્યો વિશે જાણકારી આપવામાં આવી છે.
- કરન્સી અને સિક્કાઓનું નિયમન કરવું.
- નાણાકીય બજારોની ગતિવિધિ પર સતત ધ્યાન આપવું.
- કેન્દ્ર અને રાજ્ય સરકારની બેંક.
- વિદેશી વિનિમયને મેનેજ કરવું.
- ચૂકવણી અને સેટલમેન્ટ પર ધ્યાન આપવું.
- સરકારી દેવું મેનેજ કરવું.
- વિવિધ પ્રકારની બેંકોનું નિયમન કરવું.
- નાણાકીય ઈન્ક્લુઝન અને વિકાસ પર ધ્યાન આપવું.
- કેન્દ્રીય બેન્ક તરીકેનું કામ કરવું.
- ગ્રાહકને બેન્કિંગ અંગે માહિતી આપવી અને તેની સિક્યોરિટી સુનિશ્ચિત કરવી.
- વ્યાજદરોનું સંચાલન કરવું.
આરબીઆઈના ગવર્નર્સના પાવર
તમામ વ્યવસાયિક બેંકોના વડા છે.
સૂક્ષ્મ અને મેક્રો અર્થતંત્ર પર પ્રભાવ
શેરબજાર ઉપર નિયંત્રણ કરે છે
ચલણી નોટો પર સહીઓ કરે છે
નાણાકીય, ચલણ અને ક્રેડિટ સિસ્ટમ પર નિયંત્રણ કરે છે.
ભારતના અર્થશાસ્ત્રી બાબાસાહેબ આંબેડકરની મહત્વની ભૂમિકા ભજવી હતી, તેમણે ભારતીય રિઝર્વ બેંક બનાવવામાં દિશા-માર્ગદર્શિકા પ્રદાન કરી હતી,જેના આધારે ભારતીય રિઝર્વ બેંકની રચના કરવામાં આવી હતી.આરબીઆઈ કાર્યાલય એ છે જ્યાં રાજ્યપાલ બેસે છે અને જ્યાં નીતિઓ નક્કી કરવામાં આવે છે.
,બ્રિટીશ રાજ દરમિયાન તે ખાનગી માલિકીની બેંક હતી પરંતુ સ્વતંત્ર ભારતમાં ૧ જાન્યુઆરી ૧૯૪૯ માં તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું, ત્યારથી તે સંપૂર્ણ રીતે ભારત સરકારની માલિકીની છે.
આરબીઆઈ ભારતની મધ્યસ્થ બેંક છે. જે ભારતની તમામ બેંકોનું સંચાલન કરે છે.તેને બેંકોની બેંક પણ કહેવામાં આવે છે.આ બેંક ભારતના અર્થતંત્રને નિયંત્રિત કરે છે.ભારતની તમામ ચલણ આરબીઆઈ પાસે છે.
આ બેંક “એશિયન ક્લિયરિંગ યુનિયન” ના સભ્ય છે
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું જૂનું નામ “ધ ઇમ્પીરીયલ બેંક ઓફ ઇન્ડિયા” (આઈબીઆઈ IBI) હતું.
આરબીઆઈને ભારતના વડા પ્રધાન દ્વારા નિયંત્રિત કરે છે, તેની દેશભરમાં ૨૯ ઓફિસો છે
૧ જાન્યુઆરી,૧૯૪૯ ના રોજ આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું
ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 માં રિઝર્વ બેંક ના હેતુઓ આપેલા છે:
બેંક નોટો ના નિર્ગમ નું નિયમન કરવું
ભારતમાં નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરવા ના ઉદ્દેશ થી અનામતો ની જાળવણી કરવી
સામાન્યરીતે દેશની ચલણ અને ઋણ સીસ્ટમ નું તેના લાભ માટે સંચાલન કરવું
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દેશની તમામ કમર્શિયલ બેંકોને નાણાં આપે છે
આરબીઆઈ બધી અનુસૂચિત(કમર્શિયલ) બેંકોના બેંક ખાતાઓ જાળવે છે અને જરૂર પડે ત્યારે તેમના માટે અંતિમ ઋણદાતા તરીકે પણ કાર્ય કરે છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને દેશમાં નોટો છાપવાનો એકાધિકાર છે, પરંતુ એક રૂપિયાની નોટ સિવાય તમામ પ્રકારની નોટો છાપવાનો અધિકાર આરબીઆઇ પાસે છે, કેમ કે એક રૂપિયાની નોટ ફક્ત નાણાં મંત્રાલય બહાર પાડી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નોટો બહાર પાડવા / છાપવા માટે ન્યૂનતમ અનામત સિસ્ટમ અપનાવે છે.
વિદેશી વિનિમય દર ને સ્થિર રાખવાના ઉદ્દેશ્ય સાથે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વિદેશી ચલણો ખરીદે છે અને તેનું વેચાણ કરે છે અને વિદેશી ચલણના ભંડારની સુરક્ષા પણ કરે છે,વિદેશી વિનિમય બજારમાં જ્યારે વિદેશી (ચલણ)વિનિમય જો પુરવઠો ઘટે છે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આ બજારમાં વિદેશી ચલણ વેચે છે જેથી તેનો પુરવઠો વધારી શકાય.
ભારતીય રિઝર્વ બેંક વર્લ્ડબેંક(વિશ્વ બેંક) અને આઈએમએફ(IMF)માં ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરે છે , જે ક્રેડિટ નિયંત્રણ અને દેશની નાણાકીય નીતિના અમલ કરવા માટે જવાબદાર હોય છે.
અને તે ભારત સરકારની વિકાસ નીતિઓમાં અગત્યનો ભાગ ભજવે છે.
હાલમાં રિઝર્વ બેંકનું વડું મથક મુંબઇમાં આવેલ છે. જુનુ વડુ મથક કલકત્તામાં હતુ જેને 1937માં ફેરવીને મુંબઇ કરવામાં આવ્યું હતું.
ભારતનું ચલણી નાણુ રૂપિયો છે અને તેનો સિમ્બોલ  છે તથા તેનો ISO કોડ INR છે.
RBI ના પ્રથમ ગવર્નર ઓસ્બોર્ન આર્કેલ સ્મિથ હતા, પ્રથમ ભારતીય ગવર્નર સી.ડી.દેશમુખ હતા તથા પ્રથમ ગુજરાતી ગવર્નર આઇ.જી.પટેલ હતા.
શક્તિકાંત દાસ હાલમાં રિઝર્વ બેંકના 25માાં ગવર્નર છે,૧૧ ડિસેમ્બર ૨૦૧૮ ના રોજ આરબીઆઈના નવા ગવર્નરનું પદ સંભાળ્યું હતું ઉર્જિત પટેલે ૧૦ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ રાજીનામું આપતા સરકારે ૧૧ ડિસેમ્બર ૨૦૧૮ના દિવસે શક્તિકાંત દાસને ગવર્નર પદે નિયુક્ત કર્યા
1. ઓસ્બોર્ન સ્મિથ
( 1 એપ્રિલ 1935 થી 30 જુન 1937)
- 821 દિવસ
2. સર જેમ્સ બ્રિડ ટેલર
( 1 જુલાઇ 1937 થી 17 ફેબ્રુઆરી 1943)
- 2057 દિવસ
3. સી.ડી.દેશમુખ
( 11 ઓગસ્ટ 1943 થી 30 જુન 1949)
- 2150 દિવસ
4. બેનેગલ રમા રાવ
( 1 જુલાઇ 1949 થી 14 જાન્યુઆરી 1957)
- 2754 દિવસ (સૌથી વધુ કાર્યકાળ)
5. કે.જી. અંબેગાંવકર
(14 જાન્યુઆરી 1957 થી 28 ફેબ્રુઆરી 1957)
- 45 દિવસ
6. એચ.વી.આર. આઈંગર
(1 માર્ચ 1957 થી 28 ફેબ્રુઆરી 1962)
- 1825 દિવસ
7. પી.સી.ભટ્ટાચાર્ય
( 1 માર્ચ 1962 થી 30 જુન 1967)
- 1947 દિવસ
8. લક્ષ્મીકાંત ઝા
( 1 જુલાઇ 1967 થી 3 મે 1970)
- 1037 દિવસ
9. બી.એન. આદરકર
( 4 મે 1970 થી15 જુન 1970 )
- 42 દિવસ
10. એસ. જગન્નાથન
(16 જુન 1970 થી 19 મે 1975)
1798 દિવસ
11. એન.સી.સેન ગુપ્તા
(19 મે 1975 થી 19 ઓગસ્ટ 1975)
92 દિવસ
12. કે.આર.પુરી
( 20 ઓગસ્ટ 1975 થી 2 મે 1977)
621 દિવસ
13. એમ. નરસિંહમ
( 3 મે 1977 થી 30 નવેમ્બર 1977)
211 દિવસ
14. આઇ. જી. પટેલ
( 1 ડિસેમ્બર 1977 થી 15 સપ્ટેમ્બર 1982)
1749 દિવસ
15. મનમોહન સિંઘ
( 16 સપ્ટેમ્બર 1982 થી 14 જાન્યુઆરી 1985)
851 દિવસ
16. અમીતાવ ઘોસ
( 15 જાન્યુઆરી 1985 થી 4 ફેબ્રુઆરી 1985)
20 દિવસ ( સૌથી ઓછો કાર્યકાળ)
17. આર.એન. મલ્હોત્રા
( 4 ફેબ્રુઆરી 1985 થી 22 ડિસેમ્બર 1990)
2147 દિવસ
18. એસ.વેંકીટારામનન
( 22 ડિસેમ્બર 1990 થી 21 ડિસેમ્બર 1992)
730 દિવસ
19. સી.રંગરાજન
(22 ડિસેમ્બર 1992 થી 21 નવેમ્બર 1997)
1795 દિવસ
20. બિમલ જલાન
( 22 નવેમ્બર 1997 થી 6 સપ્ટેમ્બર 2003)
2114 દિવસ
21. વાય. વી. રેડ્ડી
( 6 સપ્ટેમ્બર 2003 થી 5 સપ્ટેમ્બર 2008)
1826 દિવસ
22. ડી.સબ્બરાવ
( 5 સપ્ટેમ્બર 2008 થી 4 સપ્ટેમ્બર 2013)
1825 દિવસ
23. રઘુરામ રાજન
( 4 સપ્ટેમ્બર 2013 થી 4 સપ્ટેમ્બર 2016)
1096 દિવસ
24. ઉર્જિત પટેલ (નોટબંધી પછી નવી નોટો પર સહી કરનાર, ખાસ 2000ની નોટ પર સહી કરનાર પ્રથમ ગવર્નર)
( 4 સપ્ટેમ્બર 2016 થી 11 ડીસેમ્બર 2018)
828 દિવસ
25. શક્તિકાંત દાસ
( 12 ડિસેમ્બએ 2018 થી કાર્યરત)
હાલના ગવર્નર
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work