મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

27 March, 2021

હોળી & ધૂળેટી

 



હોળી જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે

તેને 'દોલયાત્રા' કે 'વસંતોત્સવ' તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે

આંધ્ર પ્રદેશમાં હોલિકા દહનનો તહેવાર "કામ દહન" તરીકે ઓળખાય છે

ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં, હોળીને 'હુતાસણી'થી પણ ઓળખવામાં આવે છે,

હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે.

હોળી જેને આસામમાં ફાકુવા / દૌલ પણ કહેવામાં આવે છે

હોળીને ગોવામાં સ્થાનિક રૂપે કોંકણીમાં ઉક્કુલી કહેવામાં આવે છે.

7મી સદીના સંસ્કૃત નાટક રત્નાવલીમાં પણ હોળીની ઉજવણીનો ઉલ્લેખ છે

આ દિવસે સાંજે ગામનાં પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા, લાકડાં ની 'હોળી' ખડકવામાં આવે છે. ત્યાર બાદ બધાં લોકો ત્યાં વાજતે ગાજતે (ઢોલ,શરણાઇ જેવાં વાજીંત્રો વગાડતાં) એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે

હોળીનાં દિવસે હોળી પ્રગટાવ્યા પછી મોડી રાત્રી સુધી હોળીની આસપાસ બેસી અને જે ગીતો કે દુહાઓ ગાવામાં આવે છે તેને "હોળીનાં ફાગ" તરીકે ઓળખવામાં આવે છે

 હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું.

હોળીનાં બિજા દિવસે ધુળેટી મનાવાય છે. આ તહેવાર 'રંગોનો તહેવાર' એટલેજ કહેવાય છે

આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબિજા પર અબિલ, ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. જો કે હવેનાં સમયમાં ક્યાંક ક્યાંક રસાયણિક રંગોનો ઉપયોગ પણ કરાય છે, જેનો ઉપયોગ બને તેટલો ટાળવો હિતાવહ છે.

વર્ષનો આ સમય વસંત ઋતુના વધામણાનો સમય હોય છે. ખેતરો પાકથી લહેરાતાં હોય છે. યુવાન હૈયાં વસંતની સાથોસાથ ખીલી ઉઠે છે. કુદરતમાં પુષ્પોનો પમરાટ અને એક જાતની માદકતા છવાઈ જાય છે જે ઢોલીના ઢોલ સાથે ગવાતા ફાગણના ફાગ અને ધુળેટીના રંગોમાં રંગાઈને ઝૂમી ઉઠતાં જુવાન નર-નારીઓમાં જણાઈ આવે છે. એટલે તો હોળીને ‘દોલયાત્રા’ કે ‘વસંતોત્સવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.



હોળી સાથે પુરાણીક કથાઓ સંકળાયેલી છે.

હિરણ્યકશિપુ એ દાનવોનો રાજા હતો. તેની પત્નીનું નામ કયાધુ હતુ.  હિરણ્યકશિપુને બ્રહ્માજીનું વરદાન હતું કે તે 'દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વ્રારા કશાથી તેનું મૃત્યુ થશે નહીં', આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો કે તેને મારવો તે લગભગ અસંભવ થઇ ગયું. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો, તથા સ્વર્ગ અને પૃથ્વિ પર બધેજ હાહાકાર મચાવી દીધો. તેમણે ઇશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરાવવાનું શરૂ કર્યું.

આ દરમિયાન, હિરણ્યકશિપુનો પોતાનો પૂત્ર, પ્રહલાદ, જે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. તેને કંઇ કેટલાં પ્રલોભનો તથા ડર બતાવી તેમણે ઇશ્વર ભક્તિથી દુર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. તેણે પ્રહલાદને મારવા માટે પણ કંઇ કેટલા ઉપાય કર્યા, પરંતુ ઇશ્વરકૃપાથી તે દરેક વિફળ રહ્યા. અંતે પ્રહલાદને મારવાનાં ઉદેશથી હિરણ્યકશિપુએ બાળક પ્રહલાદને, પોતાની બહેન હોલિકાનાં ખોળામાં બેસી, અગ્નિપરિક્ષા આપવાનો આદેશ આપ્યો. હોલિકા, કે જેની પાસે એક એવી ઓઢણી (સ્ત્રીઓ એ મસ્તક પર ઓઢવાનું વસ્ત્ર) હતી કે જે તેને ધારણ કરે તેને અગ્નિ પણ બાળી શકે નહીં. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાથના કરી. અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી હોલિકાનાં મસ્તક પરથી ઉડી અને પ્રહલાદને વિંટળાઇ વળી, આથી હોલિકા અગ્નિમાં બળી અને ભસ્મ થઇ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો. આમ હોલિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની.

પછીથી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશિપુનાં વધની કથા આવે છે, જેમાં વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કરી (જેમાં ભગવાનનું અડધું શરીર મનુષ્યનું અને અડધું સિંહનું છે) અને બરાબર સંધ્યા સમયે, ઘરનાં ઉંબરા વચ્ચે, પોતાનાં ખોળામાં પાડીને, પોતાનાં નખ દ્વારા ચીરી નાખી, હિરણ્યકશિપુનો વધ કર્યો. આમ આસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું આ પર્વ છે.

રાધા અને કૃષ્ણની કથા

હોળીના તહેવારનો સંબંધ રાધા અને કૃષ્ણની પ્રેમકથા સાથે પણ છે


કૃષ્ણ અને પૂતનાની કથા

જ્યારે કંસને શ્રીકૃષ્ણના ગોકુળમાં હોવાની જાણકારી મળી તો તેમણે પૂતના નામક રાક્ષસીને ગોકુળમાં જન્મ લેનારા દરેક બાળકને મારી નાખવા માટે મોકલ્યાં હતાં. પૂતના સુંદર રૂપ ધારણ કરી શકતાં હતાં અને મહિલાઓ સાથે સારી રીતે વાતચીત કરી શકતાં હતાં. ગોકુળનાં ઘણાં બાળકો તેમનો શિકાર બની ગયા હતા પરંતુ કૃષ્ણ તેમની સત્યતા જાણી ગયા હતા. તેમણે દુગ્ધાપન કરતા સમયે જ પૂતનાનો વધ કર્યો હતો. કહેવામાં આવે છે કે ત્યારથી જ હોળીનું પર્વ મનાવવાની શરૂઆત થઈ છે.

શીવ અને પાર્વતીની કથા

પાર્વતી શિવ સાથે લગ્ન કરવા માગતાં હતાં પરંતુ તપસ્યામાં લીન શિવનું ધ્યાન તેમની તરફ ગયું ન હતું. તેવામાં પ્રેમના દેવતા કામદેવ આગળ આવ્યા અને તેમણે શિવ પર પુષ્પબાણ ચલાવી દીધું. પરંતુ તપસ્યા ભંગ થવાથી શિવને એટલો ગુસ્સો આવ્યો કે તેમણે પોતાની ત્રીજી આંખ ખોલી દીધી હતી અને તેમના ક્રોધની અગ્નિમાં કામદેવ ભસ્મ થઈ ગયા હતા. ત્યારબાદ શિવજીએ પાર્વતીને જોયા. ત્યારબાદ થોડી અસર કામદેવના બાણની થઈ અને થોડી અસર પાર્વતીની આરાધનાની થઈ કે શિવે તેમને પત્ની સ્વરૂપે સ્વીકાર કરી લીધાં હતાં. કેટલાક લોકો કહે છે કે હોળીની આગમાં વાસનાત્મક આકર્ષણને પ્રતીકાત્મક રૂપે સળગાવીને સાચા પ્રેમના વિજયનો ઉત્સવ મનાવવામાં આવે છે.

 


હોળીની વાત બરસાના વગર અધૂરી જ લાગે છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મસ્થળ એટલે કે મથુરા અને તેમાં પણ ખાસ કરીને નંદગામ અને બરસાનાની હોળીની તો વાત જ અલગ છે. આજની તારીખમાં પણ લોકો વ્રજની હોળી જોવા માટે અલગ અલગ સ્થળેથી આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે જ્યાં આખા દેશમાં હોળી અને ધુળેટી એમ બે દિવસનો તહેવાર છે ત્યારે વ્રજમાં હોળીનો તહેવાર દોઢ મહિના સુધી ચાલે છે.

લડ્ડુની હોળીઃ લડ્ડુની હોળી રાધારાણીની નગરી બરસાનામાં રમવામાં આવે છે. આ દિવસે રાધાજીના ગામ બરસાનામાં ફાગ આમંત્રણનો ઉત્સવ પણ મનાવવામાં આવે છે. આ ઉત્સવા ભાગરૂપે લાડુ ઉછાળવામાં આવે છે અને લાડુઓને લૂંટવા માટે લોકોની ભારે પડાપડી હોય છે. લોકવાયિકા મુજબ ફાગળ મહિનાની શરૂઆતમાં એટલે કે ફાગણ સુદ પૂનમના દિવસે બરસાનાની રાણી રાધાજીએ નંદગામનાં કુંવર કૃષ્ણને હોળી રમવાનું આમંત્રણ મોકલાવ્યુ હતું. કૃષ્ણએ રાધાજીના આમંત્રણનો સ્વીકાર કરતા આખા તેમણે આખા બરસાનામાં લાડુ વહેંચ્યા હતા. ત્યારથી લઈને આજ સુધી બરસાનામાં આ દિવસને લડ્ડુની હોળીના નામે ઓળખવામાં આવે છે.



લઠ્ઠમાર હોળીઃ વ્રજની લઠ્ઠમાર હોળી ખૂબ જ પ્રસિદ્ધ છે. લઠ્ઠમાર હોળી બરસાનામાં જ નંદગામના હુરયારો સાથે રમવામાં આવે છે.  આ લઠ્ઠમાર હોલીમાં નંદગામના યુવકો અને બરસાનાની યુવતીઓ ભાગ લે છે. આ હોળી સાથે એક પ્રાચીન કથા જોડાયેલી છે. એવુ માનવામાં આવે છે કે જ્યારે નંદગામથી શ્રીકૃષ્ણ સખાઓ સાથે હોળી રમવા બરસાના આવ્યા, ત્યારે રાધાજીની સખીઓએ તેમને ગામમાં પ્રવેશતા રોકવા માટે લાકડીઓથી માર મારવાનો પ્રયાસ કર્યો હતો. જેના જવાબમાં કૃષ્ણ સહિત સખાઓએ બધી સખીઓ પર ગુલાલની છોળ ઉડાડીને ગામમાં પ્રવેશીને હોળી રમી હતી. આજે પણ વ્રજમાં આ પ્રકારે લઠ્ઠમાર હોળી રમાય છે. જોકે આજે યુવતીઓની લાકડીઓના મારથી બચવા યુવકો ઢાલનો ઉપયોગ કરે છે. અને હાસ્ય, કિલ્લોલ કરતા લઠ્ઠમાર હોળી કે હુરયારાનો આનંદ ઉઠાવે છે.

ફૂલોની હોળીઃ લડ્ડુ હોળી, લઠ્ઠમાર હોળી બાદ ફૂલથી હોળી રમવામાં આવે છે. આ હોળી મથુરામાં આવેલા દ્વારકાધીશના મંદિરમાં રમાય છે. મંદિરમાં અનેક પ્રકારના રંગબેરંગી ફૂલોથી દ્વારકાધીશને હોળી રમાડવામાં આવે છે. મથુરામાં આ હોળીને રંગભરનીનાં નામથી પણ ઓળખવામાં આવે છે

છડીમાર હોળીઃ તમને લાગશે કે લઠ્ઠમાર હોળી અને છડીમાર હોળી વચ્ચે શું ફેર. પરંતુ અહીં સ્પષ્ટતા કરવામાં આવે છે કે વ્રજ પરિસરમાં ભગવાન શ્રીકૃષ્ણની અલગ અલગ ભાવથી ભક્તિ કરવામાં આવે છે. ખાસ કરીને ગોકુલમાં. ગોકુલમાં શ્રીકૃષ્ણનું બાળપણ વિત્યુ છે. એટલા માટે ગોકુલવાસી કૃષ્ણને બાળસ્વરૂપે ભજે છે. હોળીના ખેલમાં કૃષ્ણને ક્યાંક વાગી ન જાય એટલા માટે તેઓ છડીથી હોળી રમે છે. આ છડી કાપડમાંથી બનાવવામાં આવે છે. ગોકુલની આ છડીમાર હોળી પણ બરસાનાની લઠ્ઠમાર હોળી જેટલી જ વિખ્યાત છે.




રંગોના પરંપરાગત સ્રોત

વસંત ઋતુ દરમિયાન હવામાન બદલાય છે, તે વાયરલ તાવ અને શરદીનું કારણ બને છે. કુદરતી રંગના પાવડરને રમતિયાળ ફેંકી દેવા, જેને ગુલાલ કહેવામાં આવે છે તેનું ઔષધીય મહત્વ છે: રંગો પરંપરાગત રીતે લીમડા, કુમકુમ, હલ્દી, બિલ્વા અને અન્ય ઔષધીય વનસ્પતિઓથી બનેલા છે, જે આયુર્વેદિક ડોકટરોએ સૂચવેલા છે.


ઘણા રંગો પ્રાથમિક રંગોમાં ભળીને મેળવવામાં આવે છે. કારીગરો શુષ્ક પાવડર સ્વરૂપમાં પ્રાકૃતિક સ્રોતમાંથી ઘણા રંગોનું ઉત્પાદન અને વેચાણ કરે છે, હોળી પહેલાના અઠવાડિયા અને મહિનામાં. રંગોના પરંપરાગત પ્રાકૃતિક કેટલાક સ્રોત છે


નારંગી અને લાલ

પલાશ અથવા ટેસુના ઝાડના ફૂલો, જેને જંગલની જ્યોત પણ કહેવામાં આવે છે, તે તેજસ્વી લાલ અને ઊંડા નારંગી રંગનો લાક્ષણિક સ્રોત છે. પાવડર સુગંધિત લાલ ચંદન, સૂકા હિબિસ્કસ ફૂલો, મેડર ટ્રી, મૂળો અને દાડમ એ વૈકલ્પિક સ્ત્રોત અને લાલ રંગની છાયા છે. હળદરના ચૂર્ણ સાથે ચૂર્ણ મિક્સ કરવાથી નારંગી પાવડરનો વૈકલ્પિક સ્રોત બને છે, જેમ કે પાણીમાં ઉકળતા કેસર (કેસર) થાય છે.


લીલા

ગુલમોહુરના ઝાડના મહેંદી અને સૂકા પાન લીલા રંગનો સ્રોત આપે છે. કેટલાક વિસ્તારોમાં, વસંત પાક અને ઔષધિઓના પાંદડા લીલા રંગદ્રવ્યના સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવાય છે.


પીળો

હલ્દી (હળદર) પાવડર પીળો રંગનો લાક્ષણિક સ્ત્રોત છે. કેટલીકવાર આને યોગ્ય રીતે શેડ મેળવવા માટે ચણા (ગ્રામ) અથવા બીજા લોટમાં ભેળવી દેવામાં આવે છે. બાઉલ ફળ, અમલટાસ, ક્રાયસન્થેમમ્સની પ્રજાતિઓ અને મેરીગોલ્ડની પ્રજાતિ પીળોના વૈકલ્પિક સ્ત્રોત છે.


વાદળી

હોલી માટે ઈન્ડિગો પ્લાન્ટ, ભારતીય બેરી, દ્રાક્ષની જાતિ, વાદળી હિબિસ્કસ અને જાકાર્ડા ફૂલો પરંપરાગત સ્ત્રોત છે.


મેજેન્ટા અને જાંબુડિયા

બીટરૂટ મેજેન્ટા અને જાંબુડિયા રંગનો પરંપરાગત સ્રોત છે. રંગીન પાણી તૈયાર કરવા માટે ઘણીવાર આ સીધા જ પાણીમાં બાફવામાં આવે છે.


બ્રાઉન

સૂકા ચાના પાંદડા બ્રાઉન રંગના પાણીનો સ્રોત આપે છે. અમુક માટી ભૂરા રંગનો વૈકલ્પિક સ્રોત છે.


કાળો

દ્રાક્ષની જાતો, આમળાના ફળ (ગૂસબેરી) અને વનસ્પતિ કાર્બન (ચારકોલ) ગ્રેથી કાળા રંગની તક આપે છે.


ભારતનાં મહાન ભક્ત કવિઓએ પણ હોળીનું વર્ણન કરતા ભજનો લખ્યા છે જેમાં:

  • "રંગ દે ચુનરિયા.."-મીરાં બાઈ
  • "કિનુ સંગ ખેલું હોલી.."-મીરાં બાઈ

ગુજરાતી,હિન્દી અને અન્ય ભારતીય ચલચિત્રોમાં હોળીગીતો ભરપુર પ્રમાણમાં મળી આવે છે.અમુક પ્રસિદ્ધ ગીતો જોઇએ તો:
  • "રંગ બરસે ભિગે ચુનરવા..."
  • "હોલી કે દિન દિલ ખીલ જાતે હૈ..

ધૂળેટી રમતી વખતે ધ્યાન આપવાની બાબતો

- ગ્રીન અને બ્લ્યૂઈશ ગ્રીન કેમિકલ સ્વાસ્થ્ય માટે નુક્સાનકર્તા હોય છે, તેનાથી આંખોને નુક્સાન થાય છે તેથી આ કલરથી રમવાનું ટાળો
કલરમાં અબરખનું પણ પ્રમાણ હોય છે જે હાનિકારક સાબિત થઈ શકે
કેમિકલયુક્ત કલર્સનો ઉપયોગ કરવા કરતા ફૂલોમાંથી બનાવેલા કલર્સનો ઉપયોગ કરો. સૂર્યમુખી, ચાઈના રોઝ જેવા ફૂલોમાંથી કલર્સ બનાવી શકાય
વધુ પડતી ‘ભાંગ’ પીવાથી હ્રદયના ધબકારા વધી જાય, બ્લડપ્રેશરમાં ખૂબ ફેરફાર આવી શકે. એટલે હોળીના માહોલમાં ભાંગ પીને રમવાનો આઈડિયા કંઈ સ્વાસ્થ્યપ્રદ નથી.પાણી ભરેલા ફૂગ્ગાઓથી હોળ-ધૂળેટી રમવાથી ક્યારેક આંખો પર ઈજા પણ પહોંચી શકે છે. શક્ય છે કે માથામાં પણ ઈજા પહોંચે
જો આંખોમાં કલર જતો રહે તો તરત જ પાણીથી આંખ ધુઓ. જો આંખોમાં વધુ કંઈ સમસ્યા જણાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો
- રંગોથી રમવું હોય તો દાંતને રક્ષણ આપવા દાંતની કેપ પહેરીને બહાર નીકળોઆંખોને હાનિકારક કેમિકલ્સથી બચાવવા માટે સનગ્લાસીસ પહેરી રાખો
 - રંગોથી રમવા જતા પહેલા શરીર અને વાળમાં તેલનું એક લેયર બનાવી લો જેથી પછીથી શરીર પરથી રંગ દૂર કરવામાં સરળતા રહેશે
 

No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work