મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

20 January, 2021

રાષ્ટ્રીય મતદાતા દિવસ ( National Voters' Day)

 રાષ્ટ્રીય મતદાતા દિવસ ( National Voters' Day)

25 જાન્યુઆરી


ભારત સરકાર દ્વારા, વધુને વધુ યુવા મતદારોને મતદાન વિષયે જાગૃત કરવા, પ્રોત્સાહિત કરવા અને મતદાનની રાજકીય પ્રણાલીમાં જોડવાના ઉદ્દેશથી દર વર્ષના 25  જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ (National Voters' Day) તરીકે મનાવવામાં આવે છે.

આજે ભારત 13મો રાષ્ટ્રીય મતદાતા દિવસ (National Voters' Day)  ઉજવશે.


આ ઉજવણીની શરૂઆત 25 જાન્યુઆરી, 2011થી કરવામાં આવી છે. 

 25 જાન્યુઆરી  ચૂંટણી પંચનો સ્થાપના દિવસ છે. 1950માં આજના દિવસે ચૂંટણી પંચની સ્થાપના થઇ હતી. 

 તેની યાદમાં  25  જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ (National Voters' Day) તરીકે મનાવવામાં આવે છે. 

આ દિવસે 18 વર્ષ થઇ ગયા હોય અને ફોર્મ ભર્યા હોય તેવા યુવાનોને નવા ચૂંટણી કાર્ડ આપવામાં આવે છે અને શપથ લેવડાવવામાં આવે છે.

ચૂંટણી પંચનું મુખ્ય મથક ન્યુ દિલ્હીમાં આવેલ છે.

ભારતીય ચૂંટણી પંચ ભારતમાં સઘળી ચૂંટણી પ્રક્રિયાઓ માટે આયોજન અને જવાબદારી ધરાવતું, બંધારણ દ્વારા સ્થાપિત, સ્વાયત, સમવાયી સત્તાતંત્ર છે

ચૂંટણીપંચને ભારતની સંસદીય, રાજ્યના ધારાગૃહોની અને ભારતના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીઓના સંચાલન, દિશાનિર્દેશન અને નિયંત્રણની સત્તા છે

સ્થાનિક સરકાર/નગરપાલિકાઓ વગેરેની ચૂંટણીના સંચાલન, દિશાનિર્દેશન અને નિયંત્રણની સત્તા રાજ્ય ચૂંટણીપંચ હસ્તક રહે છે.

ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશ્નર અને ચૂંટણી કમિશ્નરની નિમણૂંક રાષ્ટ્રપતિ કરે છે.

ચૂંટણી કમિશ્નરનો સમય ગાળો 6 વર્ષનો હોય છે.

ચૂંટણી કમિશ્નરનું સન્માન અને વેતન ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ સમાન હોય છે

ભારતના પ્રથમ ચૂંટણી કમિશ્નર સુકુમાર સેન હતા.

હાલમા મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમાર છે જે 25માં  મુખ્ય ચૂંટણી કમિશ્નર છે તથા  અન્ય ચૂંટણી કમિશ્નર  તથા અનુપમ ચંદ્ર પાંડે અને અરુણ ગોએલ  છે

મુખ્ય ચૂંટણી કમિશ્નરને સંસદ દ્વારા ૨/૩ બહુમતીથી મહાભિયોગ પ્રસ્તાવ વડે જ હટાવી શકાય છે.

ભારતમાં પ્રથમવાર ચૂંટણી 1951-52માં થઇ હતી.

ચૂંટણીની છેતરપિંડી અટકાવવાના પ્રયાસરૂપે 1993 માં ચૂંટણી કાર્ડ (EPIC- ઇલેક્ટર્સ ફોટો આઇડેન્ટિટી કાર્ડ્સ) જારી કરવામાં આવ્યા હતા, જે 2004 ની ચૂંટણી દ્વારા ફરજિયાત થઈ ગયા. 

જો કે અમુક પરિસ્થિતિઓમાં ચૂંટણી હેતુ માટે રેશનકાર્ડની મંજૂરી આપવામાં આવી છે

હાલમાં મોટાભાગની ચૂંટણીઓ EVM (Electronic voting machines) મશીન દ્વારા કરવામાં આવે છે.

1982 માં કેરળ રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ માટે પ્રાયોગિક ધોરણે EVM દ્વારા ચૂંટણીઓ કરવામા આવી હતી.

2014 માં ભારતીય સામાન્ય ચૂંટણીઓમાં આઠ લોકસભા મતક્ષેત્રોમાં  Voter-verified paper audit trail (VVPAT) ની રજૂઆત ચૂંટણી માટે મોટી સિદ્ધિ હતી

આ Voter-verified paper audit trail (VVPAT)) સિસ્ટમનો પ્રથમવાર ઇવીએમ સાથે સપ્ટેમ્બર 2013 માં નાગાલેન્ડના નોકસેન (વિધાનસભા ક્ષેત્ર) માં પેટા મતદાનમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો.

18 સપ્ટેમ્બર 2015થી ઉપરોક્તમાંથી કોઇ નહિ (NOTA)  પણ મતદાન EVM મશીનોમાં વિકલ્પ તરીકે ઉમેરવામાં આવ્યું  હતું જે હવે કોઈપણ ચૂંટણીમાં પૂરા પાડવાનું ફરજિયાત વિકલ્પ છે

નોટાના આ સિમ્બોલની રચના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, અમદાવાદ દ્વારા કરવામાં આવી છે.

ભારતના બંધારણમાં સને 1992 માં સુધારા ક્રમાંક 73 તથા 74 થી ભાગ -9 તથા ભાગ-9-ક ઉમેરવામાં આવ્યા છે. અનુચ્છેદ 243-ડ તથા 243: વ-ક થી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ માટે મતદારયાદીઓ તૈયાર કરવા પર દેખરેખ, માર્ગદર્શન તથા તેનું નિયંત્રણ અને ચૂંટણીઓનું સંચાલન રાજ્ય ચૂંટણી પંચમાં નિહિત થયેલ છે.

ગુજરાત રાજ્યમાં આ સંસ્થાઓની ચૂંટણીઓ યોજવા માટે રાજ્ય ચૂંટણી પંચની રચના તા. 23 સપ્ટેમ્બર 1993 થી કરવામાં આવી છે

મહાનગર પાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને  ગ્રામ પંચાયતની ચૂંંટણીનું આયોજન રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે.

ચૂંટણી ખર્ચના હિસાબો રજુ ન કરનાર સામે ભારતીય દંડ સંહિતાની કલમ-171- (ટ) અનુસાર પોલીસ ફરીયાદ નોંધાવવાની કાર્યવાહી કરવાની જોગવાઇ છે

રાષ્ટ્રીય મતદાતા દિવસ ( National Voters' Day)ની થીમ

2023: Nothing Like Voting, I Vote for Sure

2022: Making Elections Inclusive, Accessible & Participative

2021: Making Our Voters Empowered, Vigilant, 

            Safe and  Informed




ભારતીય ચૂંટણી પંચ વિશે:- 

  • ભારતનું ચૂંટણી પંચ ભારતમાં કેન્દ્ર અને રાજ્યની ચૂંટણીઓનું સંચાલન કરે છે.
  • લોકસભા, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્ય વિધાનસભાની ચૂંટણી તેની દેખરેખ હેઠળ યોજાય છે.
  • બંધારણની કલમ 324-329 ભારતના ચૂંટણી પંચ સાથે સંબંધિત છે.
  • ભારતના ચૂંટણી પંચની રચના 25 જાન્યુઆરી, 1950ના રોજ કરવામાં આવી હતી.
  • તેમાં હાલ એક મુખ્ય ચૂંટણી આયુક્ત અને બે ચૂંટણી આયુક્ત હોય છે.
  • મુખ્ય ચૂંટણી આયુક્ત અને અન્ય ચૂંટણી આયુક્તો ની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ કરે છે.
  • મુખ્ય ચૂંટણી આયુક્તનો સમયગાળો ૬ વર્ષ કે ૬૫ વર્ષની આયુ હોય છે. જ્યારે અન્ય ચૂંટણી આયુક્તોનો સમયગાળો ૬ વર્ષ કે ૬૨ વર્ષની આયુનો હોય છે.




https://sec.gujarat.gov.in/

No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work