મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

20 January, 2021

સુભાષચંદ્ર બોઝ જીવન પરિચય

 સુભાષચંદ્ર બોઝ

તુમ મુજે ખૂન દો મેં, તુમ્હે આઝાદી દૂંગા

આઝાદ હિંદ ફૌજના સ્થાપક



જન્મતારીખ: 23 જાન્યુઆરી 1897

જન્મસ્થળ: કટક, ઓરિસ્સા

પિતાનું નામ: જાનકીનાથ બોઝ

માતાનું નામ: પ્રભાવતી

અવસાન: 18 ઓગસ્ટ 1945


 સુભાષચન્દ્ર બોઝનો જન્મ 23  જાન્યુઆરી 1897ના રોજ ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો. 

તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાવતી હતું.  પ્રભાવતી અને જાનકીનાથ બોઝને કુલ ૧૪ સંતાનો હતાં, જેમા ૬ છોકરીઓ અને ૮ છોકરાઓ હતા. સુભાષચંદ્ર એમનું નવમું સંતાન અને પાંચમા પુત્ર હતાં.

જાનકીનાથ બોઝ કટક શહેરના પ્રખ્યાત વકીલ હતા. પહેલા તે સરકારી વકીલ હતા, પરંતુ પછીથી તેમણે પોતાની વકિલાત શરૂ કરી હતી. એમણે કટકની મહાપાલિકામાં લાંબા સમય સુધી કામ કર્યું હતું અને તે બંગાળ વિધાનસભાના સભ્ય પણ રહ્યા હતા. અંગ્રેજ સરકારે તેમને રાયબહાદુરનો ખિતાબ આપ્યો હતો.

 આ પાઠશાળામાં તેમના શિક્ષકનું નામ વેણીમાધવ દાસ હતું. વેણીમાધવ દાસ એમના છાત્રોમાં દેશભક્તિની આગ ભડકાવતા હતા. એમણે જ સુભાષચંદ્ર બોઝમાં અંદરની સુપ્ત દેશભક્તિ જાગૃત કરી. 1918માં તેમણે ફિલોસોફીમાં ગ્રેજુએશન ફર્સ્ટ ક્લાસમાં પુરી કરી હતી.

25 વર્ષની ઉંમરમાં, સુભાષચંદ્ર બોઝ ગુરૂની શોધ માં ઘર થી ભાગી હિમાલય ચાલ્યાં ગયા હતા. પણ ગુરૂ ની તેમની આ શોધ અસફળ રહી. પણ પછી, સ્વામી વિવેકાનંદ નું સાહિત્ય વાંચી, સુભાષચંદ્ર બોઝ તેમના શિષ્ય બની ગયા હતાં.

કોલકાતાની પ્રેસિડેંસી કૉલેજ ના અંગ્રેજ પ્રાધ્યાપક ઓટેનનું ભારતીય વિદ્યાર્થીઓ સાથે વ્યવહાર ઠીક ન રહેતું. આ માટે સુભાષચંદ્ર બોઝના નેતૃત્વમાં મહાવિદ્યાલય માં હડ઼તાલ કરાઈ હતી

1921માં ઈંગ્લેંડ જઈ, સુભાષચંદ્ર બોઝ ભારતીય સિવિલ સેવા ની પરીક્ષામાં સફલ રહ્યાં. પણ તેમણે અંગ્રેજ સરકારની સેવા કરવાનો ઇન્કાર કર્યો અને રાજીનામું આપી તેઓ પાછા ભારત આવી ગયાં.

તેમના સાર્વજનિક જીવન માં સુભાષબાબુ એ કુલ અગિયાર બાર વરસ કારાવાસ માં કાઢ્યા. સહુથી પહેલા તેમણે ૧૯૨૧ માં ૬ મહિના માટે કારાવાસ થયો.

૧૯૩૩ થી ૧૯૩૬ સુધી સુભાષબાબુ યુરોપમાં રહ્યા

સુભાષબાબુ યુરોપમાં વિઠ્ઠલભાઈ પટેલને મળ્યાં. વિઠ્ઠલભાઈ પટેલ સાથે સુભાષબાબુએ પટેલ-બોસ વિશ્લેષણ પ્રસિદ્ધ કર્યું, જેમાં તે બંનેએ ગાંધીજી ના નેતૃત્વની બહુત ઊંડી નિંદા કરી. બાદમાં વિઠ્ઠલભાઈ પટેલ બિમાર પડી ગયાં, ત્યારે સુભાષબાબુ એ તેમની બહુ સેવા કરી. પણ વિઠ્ઠલભાઈ પટેલનું નિધન થઈ ગયું.

૧૯૩૪માં સુભાષબાબુએ તેમના પિતા મૃત્યુ શય્યા પર હોવાની ખબર મળી. એટલે તેઓ વિમાનથી કરાંચી થઈ કોલકાતા પાછા ફર્યાં. કરાંચીમાં તેમને ખબર મળી કે તેમના પિતાનું મૃત્યુ થઈ ચુક્યું હતું. કોલકાતા પહોંચતા જ, અંગ્રેજ સરકાર એ તેમની અટક કરી અને ઘણાં દિવસ જેલમાં રાખી, ફરી યુરોપ મોકલી દીધાં.

1938 માં કૉંગ્રેસ નું વાર્ષિક અધિવેશન હરિપુરા માં કરવાનું નક્કી થયું હતું. આ અધિવેશન મા સુભાષબાબૂ નુ અધ્યક્ષીય ભાષણ બહૂજ પ્રભાવી રહ્યુ.સુભાષબાબૂ એ બેંગલોર મા મશહૂર વૈજ્ઞાનિક સર વિશ્વેશ્વરૈય્યા ની અધ્યક્ષતા મા એક વિજ્ઞાન પરિષદ પણ લીધી હતી.

3 મે, ૧૯૩૯ ના દિવસે, સુભાષબાબૂએ કાંગ્રેસના અંતર્ગત ફૉરવર્ડ બ્લૉકના નામથી પોતાના પાર્ટીની સ્થાપના કરી.દ્વિતીય વિશ્વયુદ્ધ શરુઆત થવાના પહલે થી જ, ફૉરવર્ડ બ્લૉકનો સ્વતંત્રતા સંગ્રામ વધારે જલ્દી કરવા માટે, જનજાગૃતી શુરૂ કરી. એટ્લા માટે અંગ્રેજ સરકારએ સુભાષબાબૂ સહિત ફૉરવર્ડ બ્લૉકના બધા મુખ્ય નેતાઓને કૈદ કરી દિધા, અંગ્રેજ સરકાર આમ ઈચ્છતી ન હતી , કે સુભાષબાબૂ યુદ્ધના દરમ્યાન છૂટા થાય. એટ્લા માટે સરકારે તેમને તેમના જ ઘરમા નજરકૈદ કરી ને રાખ્યા.

આ સમય દરમિયાન સુભાષ ભારતથી જર્મની ભાગી ગયા. ત્યાં યુદ્ધમોરચે તાલીમ લીધી અને ત્યાં તેમણે સેના પણ બનાવી

નજરકેદથી છુટવા માટે સુભાષબાબુએ એક યોજના બનાવી. ૧૬ જાન્યુઆરી, ૧૯૪૧ના રોજ તેમણે ૫ઠાણનો વેશ ઘારણ કરીને ભાગી છૂટ્યા, અને પેશાવર ગયા, ભગત તલવારની સાથે સુભાષબાબુ પેશાવરથી અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ તરફ નીકળી પડ્યા, આખરે ઓર્લાદો માત્સુતા નામના ઇટાલિયન વ્યક્તિ બનીને કાબુલથી રેલ્વે દ્વારા રૂસની રાજધાની મોસ્કોથી જર્મનીની રાજધાની બર્લિન પહોચ્યા.

જર્મનીમાં ભારતીય સ્વતંત્રતા સંગઠન અને આજાદ હિંદ રેડિઓની સ્થાપના કરી . એજ વખતે સુભાષબાબૂ, "નેતાજી" નામથી જાણીતા થયા . જર્મન સરકારના એક મંત્રી એડૅમ ફૉન ટ્રૉટ સુભાષબાબૂના સારા મિત્ર બની ગયા .


29 માર્ચ, 1942ના દિવસે , સુભાષબાબૂ જર્મનીના સર્વોચ્ચ નેતા એડૉલ્ફ હિટલરને મળ્યા પણ એમણે સુભાષબાબૂને સહાયતા માટે કોઈ સ્પષ્ટ વચન ન આપ્યું .


8 માર્ચ, 1943 ના દિવસ , જર્મનીના કીલ બંદરમાં ,તેઓ પોતાના સાથી અબિદ હસન સફરાનીની સાથે , એક જર્મન પનદુબ્બીમાં બેસીને , પૂર્વ આશિયાની તરફ નીકળી ગયા . આ જર્મન પનદુબ્બી એમને હિંદી મહાસાગરમાં માદાગાસ્કરના કિનારા સુધી લઇ આવી . ત્યાં તેઓ બંને ખૂઁખાર સમુદ્રમાં તરીને જાપાની પનદુબ્બી સુધી પહુંચી ગયા . દ્વિતીય વિશ્વયુદ્ધના સમયમાં ,કોઈ પણ બે દેશની નૌસેનાઓની પનદુબ્બીયોં દ્વારા , નાગરિક લોકોની આ એકમાત્ર અદલા બદલી થઇ હતી .આ જાપાની પનદુબ્બી ઉન્હે ઇંડોનેશિયાના પાદાંગ બંદર સુધી લઇ આવી .

પૂર્વ એશિયા પહોચીને સુભાષબાબૂએ સર્વપ્રથમ, વયોવૃદ્ધ ક્રાંતિકારી રાસબિહારી બોસથી ભારતીય સ્વતંત્રતા પરિષદનું નેતૃત્વ સુમ્ભાડ્યું . સિંગાપુરના ફરેર પાર્કમાં રાસબિહારી બોસે ભારતીય સ્વતંત્રતા પરિષદનું નેતૃત્વ સુભાષબાબૂને સોપી દીધું .

જાપાનના પ્રધાનમંત્રી જનરલ હિદેકી તોજોએ , નેતાજીના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈને , એમને સહકાર્ય કરવાનું આશ્વાસન આપ્યું 


21 ઓક્ટોબર, 1943ના દિવસે , નેતાજીએ સિંગાપુરમાં અર્જી-હુકુમત-એ-આજાદ-હિંદ (સ્વાધીન ભારતની અંતિમ સરકાર)ની સ્થાપના કરી . તેઓ ખુદ આ સરકારના રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને યુદ્ધમંત્રી બન્યા . આ સરકારને કુલ નવ દેશોંની માન્યતા દીધી . નેતાજી આજ઼ાદ હિન્દ ફૌજના પ્રધાન સેનાપતિ પણ બની ગયા . નેતાજી દીર્ઘદ્રષ્ટા હતા. તેમણે આઝાદ હિંદ ફોજમાં મહિલા રેજિમૅન્ટ રચેલી, જેનું સુકાન કૅપ્ટન લક્ષ્મી સ્વામીનાથનને સોંપ્યું હતું.

તેને રાણી ઝાંસી રેજિમૅન્ટ નામ અપાયું હતું.


પૂર્વ એશિયામાં નેતાજીએ અનેક ભાષણ કરીને ત્યાના સ્થાયિક ભારતીય લોગોંને આજ઼ાદ હિન્દ ફૌજમાં ભરતી થવા માટે અને એમને આર્થિક મદદ કરવા માટે અવકરિત કર્યા . એમને પોતાના આવાહનમાં સંદેશ દીધો "તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આજાદી દૂઁગા ( તમે મને લોહી આપો , હું તમને આઝાદી અપાવીશ )"


દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે આજ઼ાદ હિન્દ ફૌજએ જાપાની સેનાના સહયોગથી ભારત પર આક્રમણ કર્યું .પોતાની ફૌજને પ્રેરિત કરવા માટે નેતાજીએ " ચલો દિલ્લી "નો નારો દીધો 

બંને ફૌજોએ અંગ્રેજોં પાસેથી અંદમાન અને નિકોબાર દ્વીપ જીતી લીધા 

6 જુલાઈ, 1944ના આજાદ હિંદ રેડિઓ પર પોતાના ભસણના માધ્યમથી ગાઁધીજીથી વાત કરતા કરતા , નેતાજીએ જાપાનથી સહાયતા લેવાનું પોતાનું કારણ અને અર્જી-હુકુમત-એ-આજાદ-હિંદ તથા આજ઼ાદ હિન્દ ફૌજની સ્થાપનાના ઉદ્યેશ્ય વિષે કહ્યું . આ ભાષણ વખતે , નેતાજીએ ગાઁધીજીને રાષ્ટ્રપિતા કહીને પોતાની જંગ માટે એમનો આશિર્વાદ માંગ્યું . આ રીતે, નેતાજીએ ગાઁધીજીને સર્વપ્રથમ રાષ્ટ્રપિતા કહી ને બોલાવ્યા


નેતાજીનો અંતિમ પ્રવાસ: દ્વીતીય વિશ્વયુદ્ધમાં જાપાનના પરાજય બાદ 18મી ઓગષ્ટ 1945ના રોજ નેતાજી વિમાન મારફતે મંચુરીયા તરફ જતા હતા તે સમયે તેમનુ વિમાન રહસ્યમય રીતે લાપતા થઈ ગયું. ત્યારપછી તેઓ ક્યારે કોઈને જોવા મળ્યા નથી. 23મી ઓગષ્ટ 1945ના દિવસે જાપાનની 'દોમઈ' સંસ્થાએ વિશ્વમાં સમાચાર આપ્યા કે, 18મી ઓગષ્ટના રોજ નેતાજીનુ વિમાન તાઈવાન નજીક દુર્ઘટનાગ્રસ્ત થયુ હતુ. એવુ માનવામાં આવી રહ્યુ છે કે, આ દુર્ઘટનામાં સુભાષબાબુએ પ્રાણ ગુમાવ્યા હતા.


બહુ જ જૂજ સાધન સાથે તૈયાર થયેલી આઝાદ હિંદ ફોજ, આઝાદ હિંદ સરકાર, આઝાદ હિંદ રેડિયો અને રાણી ઝાંસી રૅજિમેન્ટ નેતાજીની વિશેષ સિદ્ધિ રહી.

જો ભાગલા વખતે સુભાષચંદ્ર હોત તો ભારતને વિભાજનનો માર વેઠવો ન પડત આ વાતનો સ્વીકાર ખુદ ગાંધીજીએ પણ કર્યો હતો.

સુભાષચંદ્ર બોઝ માનતા હતા કે ભગવદ ગીતા બ્રિટિશરો સામેના સંઘર્ષ માટે પ્રેરણારૂપ એક મહાન સાધન છે. સ્વામી વિવેકાનંદની સાર્વત્રિકતા વિશેના ઉપદેશો, તેમના રાષ્ટ્રવાદી વિચારો અને સમાજસેવા અને સુધારણા પરના તેના ભારથી બધાએ સુભાષચંદ્ર બોઝને ખૂબ જ નાનાપણથી પ્રેરણા આપી હતી.

સન્માન

 નેતાજી સુભાષચંદ્ર બોઝની 125 મી જન્મજયંતિ પૂર્વે 2021 માં ભારત સરકાર દ્વારા 23 જાન્યુઆરીએ ભારતમાં પરાક્રમ દીવસ (Bravery Day) ઉજવવાની રજૂઆત કરવામાં આવી છે. 


ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા સુભાષચંદ્ર બોઝના સન્માનમાં 1964, 1993, 1997, 2001, 2016 અને 2018 ના ટપાલ ટિકિટ બહાર પાદવામા આવી હતી.



કોલકાતામાં આવેલ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ નેતાજી સુભાષચંદ્ર બોઝ છે.


અગાઉ રોસ આઇલેન્ડ તરીકે જાણીતા ટાપુનું નામ નેતાજી સુભાષચંદ્ર બોઝ આઇલેન્ડ રાખવામાં આવ્યું છે.


23 ઓગસ્ટ 2007 ના રોજ જાપાનના વડા પ્રધાન, શિન્ઝે આબેએ કોલકાતામાં સુભાષચંદ્ર બોઝ મેમોરિયલ હોલની મુલાકાત લીધી. 


આબેએ બોઝના પરિવારને કહ્યું, "બોઝની મજબુત ઇચ્છાથી જાપાનીઝ લોકો બ્રિટિશ શાસનથી ભારતીય સ્વતંત્રતા ચળવળ તરફ દોરી ગયા છે.  

જાપાનમાં નેતાજીનું  નામ ખૂબ જ આદરણીય છે.


સુભાષચંદ્ર બોઝ્ના જીવન આધારિત બનેલ ફિલ્મ

સુભાષચંદ્ર એ 1966 ની જીવનચરિત્રિક બંગાળી ફિલ્મ છે, જેનું નિર્દેશન પીજુષ બાસુએ કર્યું છે. 

2004 માં, શ્યામ બેનેગલે આત્મકથાત્મક ફિલ્મ Netaji Subhas Chandra Bose: The Forgotten Hero, જાપાનના કબજા હેઠળના એશિયા (1943-1456) ના નાઝી જર્મની (1941-1453) માં તેમના જીવનનું ચિત્રણ  અને આઝાદ હિંદ ફૌજની રચનાનું  નિર્દેશન કર્યું છે.  BFI London Film Festivalમાં આ ફિલ્મની ટીકાત્મક પ્રશંસા મળી, અને તે વર્ષે રાષ્ટ્રીય એકતા પર શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, અને તે વર્ષના શ્રેષ્ઠ પ્રોડક્શન ડિઝાઇન માટે રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ મેળવ્યો. 



મહાનાયક, 2005 માં મરાઠી લેખક વિશ્વાસ પાટિલ દ્વારા લખેલી સુભાષચંદ્ર બોઝના જીવન પર મરાઠી ઐતિહાસિક નવલકથા પ્રકાશિત થઈ.

2011 માં પ્રકાશિત સુગાતા બોઝ દ્વારા લખાયેલ સુભાષચંદ્ર બોઝનું જીવનચરિત્ર His Majesty's Opponent

2017 માં, એ.એલ.ટી.બાલાજી અને બી.આઇ.જી. સિનર્જી મીડિયાએ 9-એપિસોડની વેબ સિરીઝ, બોઝ: ડેડ / એલાઇવ રજૂ કરી, જે એકતા કપૂર દ્વારા રચિત, અનુજ ધર દ્વારા લખાયેલ પુસ્તક ઇન્ડિયાઝ બિગસ્ટ કવર-અપ(India's Biggest Cover-up)નું પુસ્તકનું નાટકીય સંસ્કરણ હતું, જેમાં અભિનેતા રાજકુમાર રાવ અભિનિત હતા. સુભાષચંદ્ર બોઝ અને અન્ના એડોર તરીકે એમિલિ શેન્કલ. શ્રેણીના તેના કાવતરા, પ્રદર્શન અને પ્રોડક્શન ડિઝાઇન માટે બંને પ્રેક્ષકો અને વિવેચકો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. 


જાન્યુઆરી 2019 માં ઝી બાંગ્લાએ દૈનિક ટેલિવિઝન શ્રેણી નેતાજીનું પ્રસારણ શરૂ કર્યું.


ગુમનામી એ શ્રીજીત મુખર્જી દ્વારા નિર્દેશિત 2019 ની ભારતીય બંગાળી રહસ્ય ફિલ્મ છે, જે મુખરજી કમિશન હિયરિંગ્સના આધારે નેતાજીના મૃત્યુ રહસ્ય સાથે સંબંધિત છે.




દેશના સાચા હીરોને તેમની જન્મજયંતિ એ મારા સો સો સલામ


No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work