ફાધર વાલેસ
પુરુ નામ: કાર્લોસ ગોન્ઝાલેઝ વાલેસ
જન્મ તારીખ: 4 નવેમ્બર 1925
જન્મ સ્થળ: લોગ્રોનો, સ્પેન
પિતાનું નામ : જોસેફ
માતાનું નામ: મારીયા
અવશાન: 9 નવેમ્બર 2020 (મેડ્રિડ, સ્પેન)
ઉપનામ: ફાધર વાલેસ, સવાયા ગુજરાતી
ફાધર વાલેસ નિબંધલેખક હતા.
ફાધર વાલેસનો જન્મ ૪ નવેમ્બર ૧૯૨૫ના રોજ સ્પેનના લોગ્રોનોમાં થયો હતો.
તેઓ દસ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું વિન્સેન્ટ'સ અંજાઈનાના કારણે અવસાન થયું. છ મહિના બાદ સ્પેનમાં ગૃહ યુદ્ધ શરૂ થતા તે ઘર છોડી તેમના માતા અને ભાઈ સાથે તેમના માતાના કાકી પાસે રહેવા ચાલ્યા ગયા. ત્યાં તેમણે તેમના ભાઈ સાથે જેસ્યુઈટ શાળામાં અભ્યાસ કર્યો.
૧૯૪૧માં તેમણે એસ.એસ.સી. પાસ કર્યુ
૧૯૪૫માં સલામાન્કા યુનિવર્સિટીમાંથી ગ્રીક વિષય સાથે બી.એ. પાસ કર્યુ
૧૯૪૯માં ગ્રેગોરિયન યુનિવર્સિટીમાંથી તત્વજ્ઞાન વિષય સાથે બી.એ. કર્યુ
તેઓ માત્ર પંદર વર્ષના હતા ત્યારે દીક્ષા લઈ ખ્રિસ્તી જેસ્યુઈટ પંથમાં દાખલ થયાં અને ૧૯૪૯માં પાદરી (મિશનરી) તરીકે તેમને ભારત મોકલવામાં આવ્યા
૧૯૫૩માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી ગણિતશાસ્ત્ર વિષયમાં એમ.એ.નો અભ્યાસ કર્યો હતો.
૧૯૬૦ થી ૧૯૮૨ સુધી સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, અમદાવાદમાં ગણિતશાસ્ત્રના અધ્યાપક.
જીવનઘડતરના ધ્યેયથી ‘સદાચાર’ (૧૯૬૦), ‘તરુણાશ્રમ’ (૧૯૬૫), ‘ગાંધીજી અને નવી પેઢી’ (૧૯૭૧) વગેરે સંખ્યાબંધ નિબંધસંગ્રહો એમણે આપ્યાં છે.
‘આત્મકથાના ટુકડા’ (૧૯૭૯)માં એમના જીવનની વીગતો રસપ્રદ છે.
એમણે ભાષાના વ્યવહારમાં શબ્દોના વિનિયોગ વિશે ચિંતન કરતો ગ્રંથ ‘શબ્દલોક’ (૧૯૮૭) પણ આપ્યો છે.
ફાધર વાલેસ ચેન્નાઈથી તેમની ગુજરાતમાં બદલી થતા અમદાવાદ આવ્યા હતા. બાદમાં તેઓએ ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી હતી.
તેમના ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ અંગેનાં લખાણો અને પ્રતિબદ્ધતાથી તેમને 'સવાયા ગુજરાતી' તરીકે પણ ઓળખવામાં આવે છે.
ફાધર વાલેસે ગુજરાતી ભાષાસાહિત્યને ઘણું સમૃદ્ધ કર્યું છે. એમણે જીવનદૃષ્ટિ આપતું સાહિત્ય સર્જ્યું છે. એમના દ્વારા ગુજરાતી ત્રણ-ત્રણ પેઢીનું ઘડતર થયું છે. ફાધર વાલેસ 'શબ્દો, વિચારોના ફાધર' હતા."
ફાધર વાલેસની ગુજરાત સમાચારમાં 'નવી પેઢીને' નામની એક કૉલમ ચાલતી હતી અને વાચકોને ખૂબ પસંદ પડતી હતી. આ ઉપરાંત "ધર્મ મંગલ" નામની કોલમ પણ તઓ લખતા.
ગુજરાત સમાચારમાં તેમણે 3 દાયકા સુધી રવિપૂર્તીમાં પોતાની કોલમ લખી.
ફાધર વાલેસ વલ્લભવિદ્યાનગરમાં હૉસ્ટેલમાં રહીને સાંભળી સાંભળીને ગુજરાતી શીખ્યા હતા."
એમણે ભાષાના વ્યવહારમાં શબ્દોના વિનિયોગ વિશેનો ગ્રંથ 'શબ્દલોક' પણ આપ્યો છે. શબ્દલોક પુસ્તકનું નવું નામ છે 'વાણી તેવું વર્તન.
તેમણે ગુજરાત યુનિવર્સીટી માટે ગણિતના કેટલાંક મહત્વના પુસ્તકો વિદેશી ભાષાઓમાથી ગુજરાતી અનુવાદ કર્યા હતા.
એમનાં લખાણોમાં સરલ ગદ્યની કેટલીક નોખી અભિવ્યક્તિઓ એમના હાથે સહજ બની છે
તેમના સર્જનમાં 75 ગુજરાતી પુસ્તકો, 24અંગ્રેજી અને 42 સ્પેનિશ પુસ્તકોનો સમાવેશ થાય છે.
તેમણે ગણિત પર 12 પુસ્તકો લખ્યા હતા. તેમણે ગુજરાતીમાં ગણિત પર પાઠ્યપુસ્તક શ્રેણીનું સહલેખન કર્યું હતું
ફાધર વાલેસ દ્વારા લખાયેલ પુસ્તકો
સદાચાર, ગાંધી-હિંસાનો વિકલ્પ, ભારતમાં નવરાત્રી, એક રાષ્ટ્ર માટે એક શિક્ષક, હિમાલય જેવડે ભૂલ, ઉત્કૃષ્ટતાના પંથે, નેતાઓના નેતા, લગ્નસાગર, કુટુંબ મંગળ, ધર્મમંગળ, ગાંધીજી અને નવી પેઢી, સંંસ્કાર તીર્થ, કોલેજ જીવન, જીવન દર્શન વગેરે મુખ્ય પુસ્તકો છે.
વિહારયાત્રાના અનુભવો ત્રણ ભાગમાં પ્રકાશિત થયા છે
લગ્નસાગર નામનું તેમનું પુસ્તક તો એટલું બધું લોકપ્રિય થયું હતું કે લગ્ન પ્રસંગે વર્ષો સુધી એ જ પુસ્તક ભેટ અપાતું હતું.
પુરસ્કાર
1966 - કુમાર સુવર્ણ ચંદ્રક
1978 - રણજિતરામ સુવર્ણચંદ્રક
1995- કાલેલકર એવોર્ડ
1997- રાધાકૃષ્ણ જયદાલાલ અવોર્ડ
ગણિતના અધ્યાપકના પદ પરથી નિવૃત થઇને તેઓ સ્પેન પરત ગયા હતા જ્યાં તેઓ મેડ્રિડમાં સ્થાયી થયા હતા અને તેમની ૯૧ વર્ષની માતાની દેખરેખ રાખતા હતા, જેમનું ૧૦૧ વર્ષની વયે અવસાન થયું હતું. તેમણે ગુજરાતીમાં લખવાનું ચાલુ રાખ્યું હતું અને તેમણે અંગ્રેજી અને સ્પેનિશમાં ભાષાંતરો કર્યા હતા. તેમણે તેમના ભારત અને લેટિન અમેરિકાના અનુભવો પર લખ્યું હતું.
10 વર્ષ સુધી તેઓ અમદાવાદની પોળમાં મધ્યમ વર્ગીય પરિવારો સાથે રહ્યા હતા.
અમદાવદમાં તે કોલેજ સાઇકલ લઇને કે ચાલીને જતા હતા.
ફાધર વાલેસે જેમને પોતાનું 'નાઈન નાઈટ્સ ઈન ઈન્ડિયા' પુસ્તક કાકાસાહેબ કાલેલકરને અર્પણ કરતા લખ્યું છે કે ઈન મેમરી ઓફ કાકા કાલેલકર, હૂ અન્ડરસ્ટૂડ મી. એટલે કે કાકા કાલેલકરને જેઓ મને સમજી શક્યા હતા.
પ્ર.ચુ. વૈદ્યના નેજા હેઠળ ગુજરાતમાં નવું ગણિત આવ્યું તેમાં નવા ગણિતની ગુજરાતીમાં નવી પરિભાષાઓ અને નવા શબ્દોનું સર્જન તેમણે કરેલું.
ગુજરાત સમાચાર અખબારમાં કોલમમાં તેમની 'નવી પેઢીને' નામની કોલમ ખૂબ જ લોકપ્રિય થઈ હતી. મૂલ્યનિષ્ઠા સાથેની વાત કરીને યુવાનોને આકર્ષવાના હોય તે લોઢાના ચણા ચાવવા જેવું છે. જોકે ફાધર વાલેસ તેમાં જબરદસ્ત સફળ થયેલા. તેમની કોલમ નવી પેઢીમાં ખૂબ વંચાતી. એ વખતે એવું કહેવાતું કે ગુજરાતના યુવાનોને બે ફાધર છે. એક બાયોલોજિકલ અને બીજા વૈચારિક ફાધર તે ફાધર વાલેસ. આ હદે તેમણે ગુજરાતના યુવાનોનાં હૃદયમાં સ્થાન મેળવ્યું હતું.
સ્વસ્તિક એડ એજન્સીના માલિક અજયભાઈ કાપડિયાએ એક વખત કહ્યું હતું કે એ વખતે બજારમાં નવાં નવાં જીન્સનાં પેન્ટ આવેલાં. તેની જાહેરખબર ફાધર વાલેસની કોલમની બાજુમાં જ છપાય તેવો આગ્રહ રખાતો. આવી હતી યુવાનોમાં ફાધર વાલેસની લોકપ્રિયતા.
1999માં 74 વર્ષની વયે તેમણે સ્પેનિસ અને અંગ્રેજી ભાષામાં પોતાની વેબસાઈટ શરૂ કરી હતી.
છેલ્લે, તેઓ 2015માં ગુજરાતની મુલાકાતે આવ્યા. સુરતમાં તેમને ગોવિંદભાઈ ધોળકિયાની માતુશ્રીની સ્મૃતિમાં મોરારિબાપુના હસ્તે અવોર્ડ એનાયત થયેલો
૯ નવેમ્બર ૨૦૨૦ના રોજ સ્પેનની રાજધાની મેડ્રિડ ખાતે તેમનું અવસાન થયું
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work