ઠક્કર બાપા
આજીવન મૂકસેવક, અંત્યજનોના ગોર
જન્મતારીખ: 29 નવેમ્બર 1869
પિતાનું નામ: વિઠ્ઠલદાસ ઠક્કર
અવસાન: 20 જાન્યુઆરી 1951
ઠક્કરબાપાને ગાંધીજીએ ‘દલિતો અને આદિવાસીઓના ગોર’ તરીકે નવાજ્યા હતા
ગાંધીજી કરતાં ઠક્કરબાપા બે માસ નાના. ગાંધીજી પણ તેમને ‘બાપા’ કહીને સંબોધતા
ઠક્કરબાપાનું નામ અમૃતલાલ. તેઓ ભાવનગરના મધ્યમ વર્ગીય કુટુંબના વિઠ્ઠલદાસ ઠક્કરના દીકરા. નાનપણમાં તે ખૂબ તેજસ્વી વિદ્યાર્થી. તે જમાનામાં શિક્ષકો માને, સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ધમધમ.
માતા-પિતાના સેવાના સંસ્કાર તો બાળપણમાં જ મળેલા.
કુટુંબની આર્થિક સ્થિતિ તેમને યુવાનીમાં જ સેવાના ક્ષેત્રે ધસી જતી રોકતી હતી
પ્રથમ વર્ગમાં મેટ્રિક થયેલો આ યુવાન પૂનાની એન્જિનિયરિંગ કોલેજમાં ભણી ઈ.સ. ૧૮૯૦માં ઈજનેર થાય છે. લાઠી રાજ્યમાં ઈજનેર બન્યા
મુંબઈમાં એની બેસન્ટનો પરિચય થયો. થિયોસોફીમાં જોડાયા
૧૯૧૪માં ભારત સેવક સમાજમાં જોડાયા.
અનેક શહેરોમાં ઈજનેર તરીકે સફ્ળતાપૂર્વક નોકરી કરે છે. નોકરી દરમિયાન જ તેમને દલિતોની અને કામદારોની બદતર સ્થિતિનો પરિચય થયો હતો.
તેઓ ૧૯૧૪ માં ગોપાલ કૃષ્ણ ગોખલે દ્વારા સ્થાપિત સર્વર્સ ઑફ ઇન્ડિયા સોસાયટીના સભ્ય બન્યા હતા
દલિત કામદારોનો કરજબોજ ઓછો કરવા સહકારી મંડળી અને બાળકોના શિક્ષણનું શિક્ષણનું કામ તો એ કરતા જ હતા અને ગોખલેની સર્વન્ટ્સ ઓફ ઈન્ડિયા સોસાયટીના કામથી પ્રભાવિત હતા એટલે ૧૯૧૪માં સરકારી નોકરીને રામરામ કરી તેમાં જોડાયા
૪૫ વરસની વયે તેમણે સારા દાપાદરમાયાની નોકરી છોડી સેવાકાર્ય સ્વીકાર્યું અને પછી ઠક્કરસાહેબ મટી ઠક્કરબાપા બન્યા હતા.
દૂદાભાઈના “ગરીબ અને પ્રમાણિક અંત્યજ કુટુંબ” ને કોચરબ આશ્રમમાં દાખલ કરવાનો પત્ર ગાંધીજીને લખનાર ઠક્કરબાપા જ હતા.
મુંબઈમાં ઈજનેર તરીકે કાર્યરત હતા ત્યારે જ, ઈ.સ.૧૯૧૨માં, “આર્યન બ્રધરહુડ”ના નેજા હેઠળ દલિતો સાથેનું સર્વ જ્ઞાતિ ભોજન યોજાયું હતું. ઠક્કરબાપા તેમાં સામેલ થયા હોવાનું જાણી મુંબઈના તેમના જ્ઞાતિ સમાજે તેમને નાતબહાર મૂકવાનો નિર્ણય કર્યો હતો
દલિતો કરતાં પણ આદિવાસીઓની ઉન્નતિ તેમની પ્રાથમિકતા હતી
પંચમહાલના જંગલ વિસ્તારમાં ત્યારે આદિવાસી ભીલ પ્રજા. પૂરાં વસ્ત્રો ન પહેરે. ગરીબી ભારે. અજ્ઞાનતા ખુબ. ભણતરની વાત નહીં. ભૂત-ભૂવામાં માને. આ પ્રજાના કલ્યાણ માટે ૧૯૨૨માં ભીલ સેવા મંડળની સ્થાપના કરી આમાં ઈન્દુલાલ યાજ્ઞિકે શરૂથી સાથ આપ્યો
દાહોદ, ઝાલોદ, પંચમહાલના આદિવાસી પટ્ટામાં એ દુકાળનો તાગ મેળવવા ગયા હતા. એબ ઢાંકવા શરીર પર ચીંથરું ન હોય અને ઝૂંપડું આઢીને બેઠી હોય તેવી આદિવાસી સ્ત્રીઓનો તેમને સાક્ષાત્કાર થયેલો. આદિવાસીઓની આ ગરીબી અને લાચારી જોઈ તેમણે ત્યાં કાયમી થાણું નાંખ્યું
“ભીલ સેવા મંડળ” સ્થાપી ઠક્કરબાપાએ દલિતોની માફ્ક આદિવાસીઓ માટે શાળાઓ અને છાત્રાલયો શરૂ કર્યા હતા
ઠક્કરબાપા ભાવનગર પ્રજા પરિષદ (૧૯૨૬) અને કાઠિયાવાડ પ્રજા પરિષદ (૧૯૨૮)ના પ્રમુખ થયા હતા!
ઠક્કરબાપાને સેવાનું વળગણ એવું કે તેઓ કોઈ સંસ્થા સ્થાપે તો તેના નામમાં ‘સેવા’ શબ્દ રાખવાની એમને ન માત્ર હોંશ રહેતી હઠ પણ રહેતી
કેરળના હરિજનો, તામિલનાડુના અસ્પૃશ્યો, હિમાલયની તળેટીના પછાત ગરીબો, મહારાષ્ટ્રની મહાર જાતિ, બિહારના ચમાર કે જે ભૂતપૂર્વ વડા પ્રધાન જગજીવનરામની કોમ, ઓરિસાના આદિવાસી, બંગાળના સંથાલ, મધ્ય પ્રદેશના ભીલ, આસામ અને નાગાલેન્ડના આદિવાસી, થરપારકરના હરિજન. આ બધા વિસ્તારમાં એ ફરતા રહ્યા. લોકોના પ્રશ્નો સમજતા અને તેનો ઉકેલ કરતા રહ્યા.
૧૯૩૨માં મહાત્મા ગાંધીએ હરિજન સેવક સંઘની સ્થાપના કરી. તેના મંત્રી તરીકે જવાબદારી ઠક્કરબાપાએ સંભાળી
૧૯૬૯માં ભારત સરકારે ઠક્કરબાપાની સ્મૃતિમાં પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડી.
અમદાવાદમાં ઠક્કરબાપા નગર ઠક્કરબાપાની યાદને જીવંત રાખે છે
મધ્ય પ્રદેશ સરકારે લોકસેવકોના કાર્યને બિરદાવવા ઠક્કર બાપા એવોર્ડની યોજના કરી છે.
મહારાષ્ટ્ર સરકારે ૨૦૦૭માં ‘ઠક્કરબાપા આદિવાસી વસતી સુધારણા યોજના’ અમલી બનાવી ને આદિવાસીઓ માટેનાં મકાનો બનાવે છે.
તમિલનાડુમાં ઠક્કરને "અપ્પા ઠક્કર" તરીકે ઓળખવામાં આવે છે કે જે "ઠક્કર બાપા" નું તમિળ સંસ્કરણ છે.
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work