મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

11 November, 2020

અબુલ કલામ આઝાદ જીવન પરિચય

 અબુલ કલામ આઝાદ


જન્મ તારીખ: 11 નવેમ્બર 1888
જન્મસ્થળ: મક્કા
પિતાનું નામ: મૌલાના મહંમદખૈરુદ્દીન
માતાનું નામ: આલિયા બેગમ
અવશાન: 22 ફેબ્રુઆરી 1958 (દિલ્હી)


બુલ કલામ આઝાદ  જેઓ મૌલાના આઝાદ તરીકે જાણીતા છે

તેમના પિતા મૌલાના મહંમદખૈરુદ્દીન વિદ્વાન લેખક હતા.


તે એક ભારતીય મુસ્લિમ વિદ્વાન અને ભારતીય સ્વતંત્રતા ચળવળના એક વરિષ્ઠ રાજકીય નેતા હતા.

ભારતની સ્વાતંત્ર્ય ચળવળના અગ્રણી સેનાની, મહાન દેશભક્ત, કોમી એકતાના પ્રખર પુરસ્કર્તા, દેશના પ્રથમ શિક્ષણ મંત્રી, કવિ, લેખક અને પત્રકાર મૌલાના આઝાદ ભારત વિભાજનના કટ્ટર વિરોધી હતા

તેઓ ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી હતા. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ શિક્ષક દિન તરીકે મનાવાય છે તો અબુલ કલામ આઝાદનો જન્મદિન શિક્ષણ દિન તરીકે ઉજવાય છે. તેમનો જન્મ ઇસ્લામ ધર્મના પવિત્ર શહેર મક્કામાં થયો હતો. જોકે તેઓ બે વર્ષના હતા ત્યારે તેમના પિતા ત્યાંથી કલકત્તા આવીને વસ્યા.

ગઝલ લેખનનો બાળપણથી શોખ હતો. આઝાદ તખલ્લુસ હતું. શાયરોની સૂચિમાં પહેલું નામ આવે એટલે અ-થી શરૂ થતું તખલ્લુસ રાખેલું

તેઓ એક અગ્રણી મુસ્લિમ નેતા હતા જેઓ હિન્દુ-મુસ્લિમ એકતા પર ભાર મુકતા અને કોમી ધોરણે ભારતના ભાગલાના પ્રખર વિરોધી હતા.

ભારતની સ્વતંત્રતા બાદ તેઓ ભારત સરકારમાં પ્રથમ શિક્ષણ પ્રધાન બન્યા હતા.

૧૧મી નવેમ્બર,૧૮૮૮ના રોજ મક્કામાં જન્મેલા મૌલાના આઝાદનું મૂળ નામ ગુલામ મોહીયુદ્દીન એહમદ હતું. તેમના પૂર્વજો બાબરના શાસનકાળ દરમિયાન ભારત આવ્યા હતા. મૌલાના આઝાદના પિતા હિન્દુસ્તાની અને માતા અરબસ્તાની હતાં. મૌલાના આઝાદના જન્મનાં દસેક વરસ બાદ તેમનો પરિવાર કોલકાતામાં આવી વસ્યો. એમણે મોટાભાગનું શિક્ષણ ઘરમાં જ લીધા પછી, ઈજિપ્તના કેરોની અલ-અજહાર વિશ્વવિદ્યાલયમાં અરબીનો અભ્યાસ કર્યો હતો. એમણે પરંપરાગત ‘પીરપદ’નો વિરોધ કર્યો હતો. ઈસ્લામ ધર્મના અર્થવાહક તરીકેના વારસામાં મળેલા ‘મૌલાના’ના પદને તેમણે ધાર્મિક સંકુચિતતામાંથી બહાર આણી, વિસ્તાર કર્યો. કુરાનની પ્રમાણભૂત અને પ્રસિદ્ધ અરેબિક આવૃત્તિ એ એમનું મૌલાના તરીકેનું અગત્યનું કામ ગણાય છે. નાની ઉંમરે દર્શનશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રનો અભ્યાસ કરનાર અબુલ કલામને પોતાના જ્ઞાન અને દર્શનની કોઈ સીમાઓ કે બંધનો સ્વીકાર્ય નહોતાં એટલે તેમણે પોતાનું ઉપનામ ‘આઝાદ’ રાખ્યું હતું જે કાયમી ઓળખ બની રહ્યું.

કોલકાતા અને મુંબઈ વસવાટ દરમિયાન એમણે અંગ્રેજી ભાષા અને આધુનિક પુસ્તકોનો અભ્યાસ કર્યો. 

મૌલાના આઝાદે કિશોરાવસ્થામાં ‘લીસાનુસ્સીદક’ (સત્યવાણી) સામયિક કાઢયું હતું

જ્યારે મહાત્મા ગાંધીનો ભારતના જાહેરજીવનમાં ઉદય પણ નહોતો થયો ત્યારે, ઈ.સ. ૧૯૧૨માં., ૨૪ વરસના યુવાન અબુલ કલામે, મુસ્લિમોને રાષ્ટ્રપ્રેમના પાઠ શીખવવા ‘અલ-હિલાલ’ (બીજનો ચંદ્ર) નામક સામયિક શરૂ કયું હતું.

સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણમંત્રી (૧૯૪૭થી ૧૯૫૮) તરીકે મૌલાના આઝાદે વિજ્ઞાન અને તકનીકી શિક્ષણનો વિકાસ કર્યો હતો. વિજ્ઞાન અને ટેક્નોલોજીને લગતી સંશોધન સંસ્થાઓ તેમણે સ્થાપી યુ.જી.સી, આઈ આઈ ટી., સાહિત્ય અકાદમી, સંગીત નાટક અકાદમી અને લલિત કલા અકાદમીની સ્થાપના તેઓ શિક્ષણ મંત્રી હતા તે દરમિયાન થઈ હતી. શિક્ષણ મંત્રી મૌલાનાસાહેબે વિજ્ઞાન અને તકનીકી શિક્ષણ દ્વારા ભારતને આધુનિક બનાવવાના પ્રયાસો કર્યા હતા. ભારતની જરૂરિયાતો ભારતમાં જ સંતોષાય અને તે માટેનું શિક્ષણ મળી રહે તેવા પ્રબંધો ઘડયા હતા. નોકરી અને ડિગ્રી વચ્ચેનો વિચ્છેદ અને શિક્ષણ માત્ર રોજીરોટીનું સાધન ન બની રહે તે દિશામાં તેમણે કરેલા પ્રયત્નોને ઝાઝી સફ્ળતા મળી નહોતી.

મૌલાના આઝાદની નખશિખ દેશભક્તિ અને તેમનું કોમી એકતા પ્રત્યેનું સમર્પણ એ બાબતથી પણ પરખાય છે કે પોતાની આત્મકથા ‘ઈન્ડિયા વીન્સ ફ્રીડમ’ની રોયલ્ટીની અડધી રકમમાંથી તેઓએ ભારત અથવા પાકિસ્તાનના કોઈ બિનમુસ્લિમને અંગ્રેજી ભાષામાં ઈસ્લામ વિશે ઉત્તમ પુસ્તક લખવા કે મુસ્લિમને હિંદુ ધર્મ વિશે પુસ્તક લખવા પુરસ્કાર આપવાની યોજનાની પોતાની વસિયતમાં જોગવાઈ કરી હતી !

મહાદેવભાઈ દેસાઈએ મૌલાના અબુલ કલામ આઝાદ પર ૧૯૪૦માં એક પુસ્તક લખ્યું. તે એક સંસ્મરણાત્મક જીવનચરિત્ર હતું. મહાદેવભાઈએ ગાંધીજીને પ્રસ્તાવના લખી આપવા અનુરોધ કર્યો. ૧૮મી મે ૧૯૪૦ના રોજ સેવાગ્રામમાં ગાંધી બાપુએ મૌલાના વિશે લખ્યું, મને રાષ્ટ્રીય કામકાજ સંદર્ભે ૧૯૨૦થી મૌલાના અબુલ કલામ આઝાદના સંપર્કમાં રહેવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છે.ઈસ્લામનું જ્ઞાાન તેમને જેટલું છે એટલું કોઈને નહીં હોય. તેમની શ્રદ્ધા ઈસ્લામમાં જેટલી છે એટલી જ રાષ્ટ્રવાદિતામાં પણ છે. આજે તેઓ ભારતીય રાષ્ટ્રીય કૉન્ગ્રેસના સર્વોચ્ચ પદ પર બિરાજે છે. તેનો અર્થ એ થયો કે કોઈપણ અભ્યાસુએ તેમની ઉપેક્ષા કરવી જોઈએ નહીં.

જવાહરલાલ નહેરુએ ડિસ્કવરી ઑફ ઇંડિયામાં તેમણે લખ્યું છે, હિંદુસ્તાનના મુસલમાનોના મગજના વિકાસ માટે ૧૯૧૨ એક ખૂબજ મહત્ત્વનું વર્ષ છે. ત્યારે બે સાપ્તાહિક શરૂ થયા. એક અલ હીલાલ, જે ઉર્દૂમાં હતું અને બીજું ધ કોમરેડ, જે હિંદીમાં હતું. અલ હિલાલ કૉન્ગ્રેસના વર્તમાન સભાપતિ અબુલ કલામ આઝાદે ચલાવ્યું હતું.

તેઓ માત્ર ૧૫-૨૦ વર્ષની ઉંમરમાં અરબી અને ફારસીના જ્ઞાાન માટે મશહૂર થઈ ગયા હતા.


૧૯૯૨માં ‘ભારતરત્ન’થી નવાજાયેલા મૌલાના આઝાદનો જન્મદિવસ (૧૧મી નવેમ્બર) ૨૦૦૮થી ‘રાષ્ટ્રીય શિક્ષણ દિન’ તરીકે સરકારી રાહે મનાવાય છે. સાંપ્રદાયિક સૌહાર્દની જેને સવિશેષ જરૂર છે તેવા આપણા બિનસાંપ્રદાયિક દેશને અને તેની નવી પેઢીને મૌલાના અબુલ કલામ આઝાદના જીવનકાર્ય અને વિચારોનું સ્મરણ વારંવાર કરાવવાની જરૂર છે.

ભારતમાં શિક્ષણનો પાયો સ્થાપિત કરવા માટે નોંધપાત્ર યોગદાન આપવા બદલ સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ દિન તરીકે તેમનાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે.

તેમને ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન (મરણોત્તર) ૧૯૯૨માં આપવામાં આવ્યું હતુ.

No comments:

Post a Comment

comment about blog, quiz, certificate.
my work