જન્મ: 26 સપ્ટેમ્બર 1932
જન્મ સ્થળ; ગાહ, પંજાબ
પિતાનું નામ ગુરમુખસિંહ
માતાનું નામ અમૃત કૌર
જીવનસાથીનું નામ ગુરશન કૌર
મનમોહન સિંહનો જન્મ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ૨૬ સપ્ટેઁબર ૧૯૩૨ના થયો હતો. દેશના વિભાજન બાદ તેમનો પરિવાર ભારત ચાલી આવ્યો. અહીઁ પંજાબ વિશ્વવિદ્યાલયમાંથી તેમણે સ્નાતક તથા સ્નાતકોત્તર સ્તરનો અભ્યાસ પૂરો કર્યો. બાદમાં તેઓ કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય ગયા, જ્યાંથી તેમણે પી.એચ.ડી. કરી. આ પછી તેમણે ઓક્સફર્ડ વિશ્વવિદ્યાલયમાંથી ડી.ફિલ. પણ કર્યુઁ. તેમનું પુસ્તક ઇંડિયાઝ એક્સપોર્ટ ટ્રેંડ્સ એંડ પ્રોસ્પેક્ટ્સ ફૉર સેલ્ફ સસ્ટેંડ ગ્રોથ, (અંગ્રેજી: India's Export Trends and Prospects for Self-Sustained Growth), ભારતની અન્તર્મુખી વ્યાપાર નીતિની પહેલી અને તિવ્ર આલોચના મનાય છે. ડો. સિંહે અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે ઘણી ખ્યાતિ મેળવી. તેઓ પંજાબ વિશ્વવિદ્યાલય અને બાદમાં પ્રતિષ્ઠિત દિલ્હી સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં પ્રધ્યાપક રહ્યાં. આ વચ્ચે તેઓ UNCTAD સચિવાલયમાં સલાહકાર પણ રહ્યાં અને ૧૯૮૭ તથા ૧૯૯૦માં જીનીવામાં સાઉથ કમીશનમાં સચિવ પણ રહ્યાં છે. ૧૯૭૧માં ડો. સિંહની ભારતના નાણા મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે નિમુણક કરવામાં આવી. આના તુરંત બાદ ૧૯૭૨માં તેમને નાણા મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર બનાવાયા. આ બાદના વર્ષોંમાં તેઓ યોજના આયોગના ઉપાધ્યક્ષ, ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર, વડાપ્રધાનના સલાહકાર અને વિશ્વવિદ્યાલય અનુદાન આયોગના અધ્યક્ષ રહ્યાં છે. ભારતના આર્થિક ઇતિહાસમાં હાલના વર્ષોમાં સૌથી મહત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે ડો. સિંહ ૧૯૯૧થી ૧૯૯૬ સુધી ભારતના નાણા મંત્રી રહ્યાં. તેમને ભારતના આર્થિક સુધારાના પ્રણેતા મનાય છે. ડો. સિંહના પરિવારમાં તેમની પત્ની શ્રીમતિ ગુરશરણ કૌર અને તેમની ત્રણ પુત્રીઓ છે
ભારતના 14માં પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંઘ સાચે જ વિચારક અને વિદ્વાન છે. કર્તવ્યપરાયણતા, અભ્યાસુ વલણ, સરળતાથી બધાને ઉપબલ્ધ રહેવાનું વલણ, સતત પરિશ્રમની વૃતિ અને વ્યાવસાયિક સૂઝબૂઝ માટે તેમને યાદ કરવામાં આવે છે.
અખંડ ભારતના પંજાબ પ્રાંતના એક ગામમાં 26 સપ્ટેમ્બર, 1932ના રોજ તેમનો જન્મ થયો હતો. ડો. સિંઘે 1948માં પંજાબ યુનિવર્સિટીમાંથી મેટ્રીક પરીક્ષા ઉત્તીર્ણ કરી હતી. તેમની શૈક્ષણિક કારકિર્દીએ તેમને પંજાબથી બ્રિટનની કેમ્બ્રિઝ યુનિવર્સિટી પહોંચાડ્યા હતા. 1957માં આ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં પ્રથમ વર્ગમાં ઓનર્સ ડિ.ગ્રી મેળવી હતી. તે પછી ડો. સિંઘે 1962માં ઓક્સફોર્ડ યુનિવર્સિટીની નુફિલ્ડ કોલેજમાંથી અર્થશાસ્ત્ર વિષયમાં જ ડી. ફિલ ડિગ્રી પ્રાપ્ત કરી હતી. પોતાના પુસ્તક ‘ ઇન્ડીયાસ અક્સપોર્ટ ટ્રેન્ડ્સ એન્ડ પ્રોસ્પેક્ટસ ફોર સેલ્ફ સસ્ટેઇન્ડ ગ્રોથ’ (ક્લારેન્ડ્ન પ્રેસ, ઓક્સફોર્ડ, 1964)માં તેમણે ભારતની આંતરલક્ષી (ઇનવર્ડ ઓરિએન્ટેડ) વેપારનીતિની આલોચના કરી હતી. પંજાબ યુનિવર્સિટી તેમજ પ્રતિષ્ઠિત દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ફેકલ્ટી તરીકે સેવા આપતા તેમની કારકિર્દીને નિખાર મળ્યો હતો. આ વર્ષો દરમિયાન જ તેમણે ટૂંક સમય માટે ‘અંકટાડ’ (UNCTAD) મંત્રાલયમાં પણ સેવા આપી હતી. તેને પગલે જ 1987થી 1990 દરમિયાન સાઉથ કમિશન, જીનેવાના મહામંત્રીપદે તેમની નિમણૂક થઇ હતી.
1971માં ડો.સિંઘ ભારત સરકારમાં વાણિજ્ય મંત્રાલયના આર્થિક સલાહકાર પદે જોડાયા હતા. તે પછી તરત 1972માં તેમની નિમણૂક નાણા મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકારપદે થઇ હતી. ડો. મનમોહનસિંઘ નાણા મંત્રાલયના સચિવ, આયોજન પંચના ઉપાધ્યક્ષ, ભારતીય રિઝર્વબેન્કના ગવર્નર, પ્રધાનમંત્રીના સલાહકાર, યુજીસીના અધ્યક્ષ સહિતના મહત્વના પદ સંભાળી ચૂક્યા છે.
સ્વતંત્ર ભારતના આર્થિક ઇતિહાસને વળાંક આપવાની ઘડીએ 1991 થી 1996 વચ્ચેના પાંચ વર્ષ દરમિયાન તેમણે ભારતના નાણામંત્રી પદે સેવા આપી હતી. આર્થિક સુધારાઓની સર્વાંગીનીતિને અમલી બનાવવામાં રહેલી તેમની ભૂમિકાને વિશ્વભરમાં માન્યતા મળેલી છે. ભારતનો આ સમયગાળો ડો.સિંઘ સાથે સંકળાયેલો રહ્યો હતો.
પોતાની જાહેર કારકિર્દી દરમિયાન ડો.સિંઘને અનેક એવોર્ડ અને સન્માન મળ્યા છે. ભારતના વિત્તીય ક્રમના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મવિભૂષણ (1987)થી પણ તેમને સન્માનવામાં આવ્યા હતા. તે ઉપરાંત ઇન્ડિયન સાયન્સ કોંર્ગેસ દ્વારા તેઓને જવાહરલાલ નહેરુ બર્થ સેન્ટેનરી અવોર્ડ (1995), યુરો મની દ્વારા ફાયનાન્સ મિનિસ્ટર ઓફ ધ યર (1993 અને 1994),
કેમ્ર્બિઝ યુનિવર્સિટી દ્વારા એડમ સ્મિથ પ્રાઇઝ (1956), કેમ્બ્રિઝ સેન્ટ જોન કોલેજ ખાતે ઉત્કૃષ્ઠ કામગીરી માટે રાઇટ પ્રાઇઝ (1955) વગેરે સન્માનથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. જાપાનના નોન કેઇલાઇ શિમબુન સંગઠન સહિતના અનેક સંગઠન તેમને સન્માની ચૂક્ચા છે. યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિઝ અને ઓક્સફોર્ડ સહિતની અનેક યુનિવર્સિટી દ્વારા તેમને ઓનરરી ડિગ્રીઓ પ્રાપ્ત થઇ ચૂકી છે.
અનેક આંતકરાષ્ટ્રીય પરિષદો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં તેઓ ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. 1993માં તેમણે સાયપ્રસ ખાતે મળેલા કોમનવેલ્થ હેડ ઓફ ગવર્નમેન્ટ બેઠકમાં ભારતના પ્રતિનિધીમંડળનું નેતૃત્વ સંભાળ્યું હતું. એજ રીતે 1993માં વિયેના ખાતે મળેલી હ્યુમન રાઇટ્સ વર્લ્ડ કોન્ફરન્સમાં પણ ભારતીય પ્રતિનિધીમંડળનું નેતૃત્વ સંભાળ્યું હતું.
ડો. સિંઘની રાજકિય કારકિર્દીની વાત કરીએ તો 1991થી તેઓ રાજ્યસભાનું સભ્યપદ ધરાવે છે. 1998 અને 2004માં તેઓએ રાજ્યસભામાં વિરોધપક્ષના નેતાનું પદ પણ સભાળ્યું હતું. વર્ષ 2004ની સામાન્ય ચૂંટણીઓ પછી 22મી મે ના રોજ ડો.મનમોહનસિંઘે પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા. 22 મે 2009ના રોજ બીજી મુદત માટે પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા.
ડો.સિઘ અને તેમના શ્રીમતી ગુરુશરણ કૌર ત્રણ પુત્રીઓ ધરાવે છે.
પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘના જીવન પરથી બનેલી ફિલ્મ 'ધ ઍક્સિડન્ટલ પ્રાઇમ મિનિસ્ટર'નું ટ્રેલર રિલીઝ થતા રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
મહત્વપૂર્ણ પડાવો[મૂળમાં ફેરફાર કરો]
૧૯૫૭-૧૯૬૪ : ચંડીગઢ સ્થિત પંજાબ વિશ્વવિદ્યાલયમાં અધ્યાપક
૧૯૬૯-૧૯૭૧ : દિલ્હી સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સમાં અંતરરાષ્ટ્રીય વ્યાપારના પ્રોફેસર
૧૯૭૬ : દિલ્હીના જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયમાં માનદ પ્રોફેસર
૧૯૮૨-૧૯૮૫ : ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર
૧૯૮૫-૧૯૮૭ : યોજના આયોગના ઉપાધ્યક્ષ
૧૯૮૭ : પદ્મવિભૂષણ
૧૯૯૦-૧૯૯૧ : ભારતીય વડાપ્રધાનના આર્થિક સલાહકાર
૧૯૯૧ : નરસિંહરાવના નેતૃત્વ વાળી કોંગ્રેસ સરકારમાં નાણા મંત્રી
૧૯૯૧ : આસામની સીટ પર રાજ્ય સભાના સભ્ય
૧૯૯૫ : બીજી વખત રાજ્યસભાના સભ્ય
૧૯૯૬ : દિલ્હી સ્કૂલ ઑફ ઇકોનૉમિક્સમાં માનદ પ્રોફેસર
૧૯૯૯ : દક્ષિણ દિલ્હીમાંથી લોક સભાની ચુંટણી લડ્યા, પણ હારી ગયા
૨૦૦૧ : ત્રીજી વખત રાજ્યસભાના સભ્ય અને સંસદમાં વિપક્ષના નેતા
૨૦૦૪ : પ્રથમ વાર વડાપ્રધાન
2009 ; બીજી વાર વડા પ્રધાન બન્યા
તેઓ અંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ અને એશિયાઈ વિકાસ બેંક માટે પણ કામ કરી ચુક્યા છે.
પુરસ્કાર અને સન્માન
૧૯૮૭ માં પદ્મવિભૂષણ,
૧૯૯૫ માં ઇંડિયન સાઇંસ કાંગ્રેસ નો જવાહરલાલ નેહરૂ પુરસ્કાર,
૧૯૯૩ અને ૧૯૯૪ નો એશિયા મની અવાર્ડ ફૉર ફાઇનાંસ મિનિસ્ટર ઑફ ધ ઇયર,
૧૯૯૪ નો યૂરો મની અવાર્ડ ફૉર ધ ફાઇનાંસ મિનિસ્ટર ઑફ ધ ઇયર,
૧૯૫૬ માં કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય નો ઍડમ સ્મિથ પુરસ્કાર
ડો. સિંહ એ ઘણાં રાષ્ટ્રીય અને અંતર્રાષ્ટ્રીય સંગઠનોં માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુઁ છે . પોતાના રાજનૈતિક જીવન માં તેઓ ૧૯૯૧ થી રાજ્ય સભાના સાંસદ રહ્યાં છે અને ૧૯૯૮ તથા ૨૦૦૪ માં સંસદમાં વિપક્ષના નેતા રહી ચુક્યાં છે.
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work