જન્મ: 28 સપ્ટેમ્બર, 1907
જન્મ સ્થળ: બંગા, જિ. લાયલપુર (પંજાબ) (હાલમાં પાકિસ્તાનમાં)
મૃત્યુ: 23 માર્ચ 1931 ( લાહોર)
પિતાનું નામ: કિશનસિંઘ
માતાનું નામ : વિદ્યાવતી
વીર ભગત સિંહનો જન્મ 28 સપ્ટેમ્બર, 1907 ના પંજાબના
ખટકરકલાનમાં શીખ જાટ પરિવારમાં થયો હતો.
તેમના પિતા કિશન સિંહ, તેમના દાદા અર્જન સિંહ અને
કાકા અજિત સિંઘ ભારતીય સ્વતંત્રતાની સંઘર્ષમાં સક્રિયપણે
સક્રિય હતા.
તેમના પરિવારના સભ્યોએ તેમને અત્યંત
પ્રેરણા આપી અને ખૂબ જ શરૂઆતથી જ દેશભક્તિની લાગણી
ઉભી થઈ.
એવું લાગતું હતું કે
તેના લોહીમાં ગુણવત્તા આવી હતી
1919ની 13મી એપ્રિલે અમૃતસરના જલિયાંવાલા બાગમાં એકત્ર થયેલા સ્વતંત્રતા સેનાનીઓ પર જનરલ ડાયરે અંધાધૂંધ ગોળીબાર કર્યો એ ઘટનાની ભગતસિંહ ઉપર ઘેરી અસર થઈ અને ત્યારપછી તેમણે અભ્યાસ પણ છોડી દીધો અને સ્વતંત્રતા સંગ્રામમાં જોડાઈ ગયા.
ભગતસિંહનું પ્રાથમિક શિક્ષણ બંગામાં થયું હતું.
ત્યારબાદ તેઓ લાહોરની
ડી.એ.વી હાઈસ્કૂલમાં ભણ્યા હતા. અભ્યાસ દરમિયાન
તેમના જીવન પર ભાઈ પરમાનંદ
અને જયચંદ વિધ્યાલંકાર નામના રાષ્ટ્રવાદી શિક્ષકનો
પ્રભાવ પડ્યો હતો
ભગતસિંહે અસહકાર આંદોલન સમયે કોલેજ છોડી હતી.
તે પછી તેઓ રાષ્ટ્રસેવામાં જોડાઈ ગયા
હતા. તેઓ હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસીયેશનના
સભ્ય બન્યા
અને આગળના સમયમાં મહામંત્રી પણ બન્યા હતા.
ઇ.સ. 1925 માં નવજવાન ભારત સભાની સ્થાપના કરી
જેથી તેમને સુખદેવ, યશપાલ,
ભગવતી ચરણ વોહરા, ચંદ્રશેખર આઝાદ, યતિન્દ્રનાથ દાસ જેવા
વીર ક્રાંતિકારીઓનો ભેટો થયો. તેઓ યતિન્દ્રનાથ દાસ પાસે
બોમ્બ બનાવતા શીખ્યા
અને 1926 માં દશેરાના દિવસે એક બોમ્બ ફેંક્યો
જેમાં તેમની ધરપકડ કરવામાં આવી
પણ ભગતસિંહના વિરુદ્ધ કોઈ પુરાવા ન મળ્યા હોવાથી તેઓ છૂટી ગયા
ભગતસિંહ માર્કસવાદ, સમાજવાદ, સોવિયત સંઘની
તથા અન્ય મોટી ક્રાંતિઓ વિષે ઊંડો
અભ્યાસ કર્યો હતો અને તેઓ તેમના સાથીઓને પણ વાંચન માટે
આગ્રહ કરતાં હતા.
તેમના પિતા કિશનસિંહ તેમના લગ્ન કરવાનું નક્કી કર્યું છે
તે વાત જાણી તેઓ લાહોરથી
નાસી છૂટ્યો હતા અને ગુપ્ત વેશે દિલ્હીમાં જઈ રહ્યા.
થોડા સમય બાદ કાનપુર ગયા
અને ત્યાં ‘અર્જુન’ તથા ‘પ્રતાપ’ નામના સામયિકમાં લેખો લખી
ગુજરાન ચલાવ્યું
ભગતસિંહ જ્યારે લગભગ 12 વર્ષના હતા ત્યારે જલિયાવાલા બાગ
હત્યાકાંડ થયો હતો.
આ વાતની જાણ થતાં ભગતસિંહ 12 કી.મી પગે ચાલી જલિયાવાલા
બાગ પહોચ્યા હતા.
1928માં સાયમન કમિશનના બહિષ્કાર માટે ભયાનક પ્રદર્શન થયા હતા.
અને આની અંદર ભાગ લેનાર પર અંગ્રેજ સરકારે લાઠીચાર્જની
અંદર લાલા લજપતરાય
ઘાયલ થયા હતા, થોડા સમય પછી તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટનાથી
ભગતસિંહ બહુ ક્રોધિત થયા અને તેમના સાથીઓ સાથે મળી
અંગ્રેજ અધિકારી મી.સ્ટોકને
મારવાનું કાવતરું ઘડ્યું હતું.
17 ડિસેમ્બર 1928ના રોજ લાહોરમાં સાંડર્સની હત્યા અને 8 એપ્રિલ 1929ના રોજ દિલ્હીની કેન્દ્રીય એસમ્બલીમાં ભગત સિંહ અને બટુકેશ્વર દત્તે ફેંકવાની ઘટના પહેલા ભારતની જનતાને ભગત સિંહ વિશે વધુ જાણકારી નહોતી. પરંતુ આ ઘટનાઓ બાદ હિન્દુસ્તાન જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ભગત સિંહનું નામ ગૂંજવા લાગ્યું
1919ની 13મી એપ્રિલે અમૃતસરના જલિયાંવાલા બાગમાં એકત્ર થયેલા સ્વતંત્રતા સેનાનીઓ પર જનરલ ડાયરે અંધાધૂંધ ગોળીબાર કર્યો એ ઘટનાની ભગતસિંહ ઉપર ઘેરી અસર થઈ અને ત્યારપછી તેમણે અભ્યાસ પણ છોડી દીધો અને સ્વતંત્રતા સંગ્રામમાં જોડાઈ ગયા.
પંજાબી ઉપરાંત હિન્દી, અંગ્રેજી, ઉર્દુ તેમજ બાંગ્લા ભાષાઓ પણ ભગતસિંહ જાણતા હતા. અંગ્રેજોના સકંજામાંથી દેશને સ્વતંત્ર કરાવવા માટે 'હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિક એસોસિએશન' આયોજન અને અમલની વચ્ચે સમય મળે ત્યારે વાચન-લેખન પણ પુષ્કળ કરતા.
1929ની 8મી એપ્રિલે અંગ્રેજોની સેન્ટ્રલ એસેમ્બલીમાં બોંબ ફેંક્યા પછી ભાગી જવાને બદલે પકડાઈ ગયા ત્યારથી 1931ની 23 માર્ચ સુધી તેઓ જેલમાં જ હતા અને એ દરમિયાન વિવિધ અખબાર-સામયિકમાં લેખ લખવા ઉપરાંત સાથીદારો અને પરિવાર સાથે પત્ર વ્યવહાર દ્વારા સંપર્કમાં રહેતા. આ પત્રો અને લેખો હજુ પણ યુવાનો માટે પ્રેરણાદાયી છે.
શહીદ-એ-આઝમ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરૂ આ ત્રણેયની શહાદતને સમગ્ર સંસાર સન્માનની નજરથી જુએ છે અને ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ઈતિહાસમાં આ એક મહત્વપુર્ણ ઘટના માનવામાં આવે છે
લાલા લજપતરાયજીના મોતનો બદલો લેવા માટે 17 ડિસેમ્બર 1928ના રોજ ભગત સિંહ અને રાજગુરૂએ અંગ્રેજ ઓફિસર સાંડર્સ પર ગોળીઓ વરસાવી અને ત્યાથી ભાગી નીકળ્યા. જો કે તેઓ રક્તપાતના પક્ષમાં નહોતા પણ અંગ્રેજોના અત્યાચારો અને મજૂર વિરોધી નીતિયોએ તેમની અંદર આક્રોશ ભડકાવ્યો હતો. અંગ્રેજોને એ બતાવવા માટે કે હવે તેમના અત્યાચારોથી તંગ આવીને આખુ હિન્દુસ્તાન જાગી ઉઠ્યુ છે. ભગત સિંહે કેન્દ્રીય અસેમ્બલીમાં બોમ્બ ફેંકવાની યોજના બનાવી. તેઓ એ પણ ઈચ્છતા હતા કે કોઈપણ રીતે રકતપાત થાય નહી.
આ કામ માટે તેમના દળની સર્વસંમતિથી ભગત સિંહ અને બટુકેશ્વર દત્તને આ કામ માટે પસંદ કરવામાં આવ્યા. કાર્યક્રમ મુજબ 8 એપ્રિલ 1929 ના રોજ અસેમ્બલીમાં એવા સ્થાન પર બોમ્બ ફેંકવામાં આવ્યો જ્યા કોઈ હાજર નહોતુ. ભગત સિંહ ઈચ્છતા તો તેઓ ત્યાથી ભાગી શકતા હતા પણ તેમણે ત્યા જ પોતાની ધરપકડ આપી. ઈંકલાબ જીંદાબાદ ના નારા લગાવતા તેમણે અનેક પરબડિયા હવામાં ઉછાળ્યા જેથી લોકો સુધી તેમનો સંદેશ પહોંચી શકે
23 માર્ચ 1929 ના રોજ ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત દિલ્હીમાં કેન્દ્રિય
ધારાસભા ચાલુ હતી
ત્યારે ત્યાં બોમ્બ નાખ્યા અને નાસી જવાને બદલે ત્યાં ઊભા રહી ગયા.
આના કારણે તેમણે સજા કરવામાં આવી હતી.
ત્યારબાદ તેમની લાહોર સેન્ટ્રલ જેલમાં ફાંસીએ ચડતાં પહેલા
ઇન્કલાબ ઝિંદાબાદની વીર ગર્જનાઓ કરી હતી
मेरा रँग दे बसन्ती चोला, मेरा रँग दे;मेरा रँग दे बसन्ती चोला।
माय रँग दे बसन्ती चोला।।
એ વતન, એ વતન હમકો તેરી કસમ,
તેરી રાહો મે જાન તક લૂટા જાયેંગે,
ફૂલ ક્યા ચીજ હે, તેરે કદમો મે હમ
ભેટ અપને સરો કી ચઢા જાયેંગે.
આ પંક્તિને ખરા અર્થમા સાર્થક કરનાર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ, જેમને વતન માટે પોતે ફાંસીના માંચડે લટકી ગયા અને પોતાનું કર્તવ્ય નિભાવી ગયા
આજે પણ 1931માં આ ત્રણ ક્રાંતિકારીઓને અંજલિ આપવા માટે હજારો લોકો હુસૈનીવાલા સ્થિત એમના સ્મારકે પહોંચે છે.
'શહીદ-એ-આઝમ'નું બિરુદ જેમને મળ્યું હતું એ ભગતસિંહને ફાંસી થઈ એના બીજા દિવસે 24 માર્ચે ઝવેરચંદ મેઘાણીએ અંજલિ આપતી કવિતા 'ફૂલમાળ' લખી હતી
ભારત સરકારે ભગતસિંહની 100મી જન્મ જયંતીએ 5 રૂ નો સિક્કો બહાર પાડ્યો હતો.
માત્ર 23 વર્ષની ઉંમરે દેશ માટે કુરબાન થનાર આવા વીર સપૂતને તેમની જન્મ જયંતિએ કોટિ કોટિ વંદન.
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work