મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

09 August, 2022

World Tribal Day (વિશ્વ આદિવાસી દિવસ)

 


World Tribal Day (વિશ્વ આદિવાસી દિવસ)

9 ઓગસ્ટ




આદિવાસીઓના મૂળભૂત અધિકારોના સામાજિક, આર્થિક અને ન્યાયિક રક્ષણ માટે દર વર્ષે 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે. તેમની રહેણીકરણી, ખાન -પાનની આદતો અને રિવાજો અને પહેરવેશ વગેરે અન્ય લોકોથી અલગ છે. સમાજના મુખ્ય પ્રવાહથી કપાઈ જવાને કારણે, સમગ્ર વિશ્વમાં આદિવાસી લોકો હજુ પણ ખૂબ જ પછાત છે

1994 માં અમેરિકામાં પ્રથમ વખત આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી, 9 ઓગસ્ટ સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ સૌપ્રથમ 1994 ને સ્વદેશી લોકોનું આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કર્યું. સમગ્ર વિશ્વમાં 9 ઓગસ્ટ 1995 ના રોજ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 23 ડિસેમ્બર 1994 ના 49/214 ઠરાવ દ્વારા 9 ઓગસ્ટને દર વર્ષે આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે જાહેર કર્યો.



ભારતની વાત કરીએ તો આદિવાસી સમાજના લોકોએ દેશની આઝાદીમાં ઘણું યોગદાન આપ્યું છે. બિરસા મુંડાએ ઝારખંડ અને છોટાનાગપુર વિસ્તારમાં સ્વતંત્રતા સંગ્રામમાં મોટી ભૂમિકા ભજવી હતી.

આદિવાસી લોકોને તેમના અસ્તિત્વ, સંસ્કૃતિ અને સન્માન બચાવવા માટે સંઘર્ષ કરવો પડે છે. આજે, સમગ્ર વિશ્વમાં જાતિવાદ, રંગભેદ, ઉદારીકરણ જેવા ઘણા કારણોસર, આદિવાસી સમુદાયના લોકો પોતાનું અસ્તિત્વ અને સન્માન બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ઝારખંડની કુલ વસ્તીના લગભગ 28 ટકા આદિવાસી સમાજના લોકો છે. તેમાં સાંથલ, બંજારા, બિહોર, ચેરો, ગોંડ, હો, ખોંડ, લોહરા, માઈ પહરિયા, મુંડા, ઓરાં વગેરે જેવા બત્રીસથી વધુ આદિવાસી જૂથોના લોકોનો સમાવેશ થાય છે.

ગુજરાત રાજ્યનાં આદિવાસીઓ એમના ખડતલ તેમ જ ચપળ શરીર માટે જાણીતા છે. ગુજરાત રાજ્યની પૂર્વ સરહદના વિસ્તારોમાં મુખ્યત્વે આદિવાસીઓ વસવાટ કરે છે. ગુજરાતના આદિવાસીઓમાં મુખ્યત્વે ચૌધરી, કુકણા, તડવી, ધોડિયા, ગામિત, વસાવા, ભીલ, નિનામા, રાઠવા, નાયકા, હળપતિ, ડામોર, કટારા, તાવિયાડ, કોટવાળીયા વગેરેનો સમાવેશ થાય છે.



આ જ કારણ છે કે આદિવાસી સમાજના ઉત્થાન અને તેમની સંસ્કૃતિ અને સન્માન બચાવવા ઉપરાંત આદિવાસી આદિવાસીઓને પ્રોત્સાહન અને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 9 ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આદિવાસી સમાજ માતૃ અને પિતૃ પ્રધાન છે. તેઓમાં વડીલો સર્વોચ્ચ સ્થાને હોય છે. કુટુંબનાં મહત્વના નિર્ણયો ઘરનાં વડીલો જ લેતાં હોય છે. કુટુંબના ભરણ-પોષણની જવાબદારી પતિ – પત્ની બન્ને ઉપાડતા હોય છે. સામાન્ય રીતે તેઓ ખેતી અને પશુપાલન કરે છે. તેમનાં રીત રિવાજો અનોખા હોય છે

આદિવાસીઓની બોલી અને વ્યાકરણ ઘણાં અનોખા છે. તેમની ભાષાનું કોઈ લિખીત સ્વરૂપ નથી તેથી તે બોલી પુરતી જ સિમીત રહી શકી છે

આદિવાસીઓની મુખ્ય બોલીઓમાં પંચમહાલ અને દાહોદ જિલ્લામાં બોલાતી ભીલી, ગામીત, વસાવા, કુકણા, ધોડીયા, ચૌધરી, રાઠવી, તડવી બોલી વગેરે આવે છે

આદિવાસી પ્રજાનો જીવનનિર્વાહનો આધાર મુખ્યત્વે ખેતી છે. તેમનાં તહેવારો ખેતીની મોસમ પ્રમાણે આવે છે. ફાગણ માસની પૂનમે હોળી, જ્યારે શિયાળામાં વાલનાં છોડોને પાપડી બેસે છે ત્યારે પહેલી પાપડીનો ઉત્સવ મનાવવામાં આવે છે. જેને પોહોતિયો કહેવામાં આવે છે, ખેતરમાં પાક તૈયાર થઈ ગયા પછી કોઈ એક દિવસે માટીમાંથી ઉંદરની મૂર્તિ બનાવવામાં આવી ઉંદરીયા દેવનો તહેવાર, વર્ષનાં પહેલાં વરસાદ નંદુરો દેવનો તહેવાર, વાઘ એ જંગલનુ સૌથી શકિતશાળી પ્રાણી છે. તેથી તેનાં ભય તથા આદરભાવને કારણે વાઘદેવ તહેવારમાં તેની પૂજા થાય છે, દિવાસો એ દક્ષિણ ગુજરાતમાં ઉજવાતો આદિવાસી સમાજનો ઘણો મોટો તહેવાર છે.




પારંપરિક દેવી-દેવતાઓ

દેવમોગરા માતા

સમગ્ર આદિવાસી સમાજની તે મુખ્ય દેવી છે. નર્મદા જિલ્લાનાં સાગબારા તાલુકાનાં દેવમોગરા નામના ગામે પાંડોરી માતાનું મંદિર આવેલુ છે, જ્યાં હજારો લોકો માનતા માની જાય છે. તે આદિવાસી પ્રજાનું પવિત્ર યાત્રાધામ છે. પોતે ઉગાડેલા ધાન્યો અને શાકભાજી માતાને ચઢાવવા માટે લોકો આવે છે. આદિવાસી લોકો અહીં પોતાની માનતા મુજબ મરઘાં,બકરા પણ વધેરે છે

નોકટી દેવી

રાવણની બહેન રાક્ષસી શૂર્પણખાનું આ બીજું નામ છે. સ્થાનિક વાર્તા મુજબ મોગલબારાનાં જંગલોમાં એકવાર એક વીર પુરુષે અહીંની એક મહિલાનું નાક કાપ્યું હતું અને અહીંના લોકો તે મહિલાને પૂજતાં હતાં, તેની એક પથ્થરની મૂર્તિ પણ હતી પણ હાલ ઉકાઈનાં સરોવરમાં આ જગ્યા ડૂબી ગઈ છે.

પાંડોર દેવી

આ દેવીને તેઓ રક્ષકદેવી તરીકે પૂજે છે. તેને માતા પાર્વતીનું એક રૂપ માનવામાં આવે છે. મોટા ભાગે આ માતાજીની સ્થાપના ગામની બહાર મોટા વૃક્ષની નીચે કરાય છે. તેની સાથે માટીમાંથી બનાવેલા જાનવરોનાં રમકડાં જેવા કે ઘોડા, વાઘ, બળદ વગેરે મુકાય છે. જે પ્રકૃતિ સાથે ગામની રક્ષા કરશે તેવું માનવામાં આવે છે.

કંસરી માતા

આ દેવીને તેઓ અન્નદેવી તરીકે પૂજે છે. અન્નપૂર્ણા માતાનું જે સ્થાન અન્ય સમાજમાં છે તે જ સ્થાન કંસરી માતાનું આદિવાસી સમાજમાં છે. કંસરી માતાને સર્વ આદિવાસી સમાજ પૂજે છે. સોનગઢ તાલુકાના કાવલા ગામમા કંસરી માતાનુ દેવસ્થાન આવેલ છે. જ્યારે પણ ખેતરમાંથી અનાજ કાપવામાં આવે છે ત્યારે સૌથી પહેલા કંસરી માતાને અર્પણ કરવા માટે જાય છે અને પછી જ એ અનાજને ખાવા માટે વાપરે છે.

દેવલીમાડી

દેવલીમાડી સોનગઢ તાલુકાના દેવલપાડા ગામે આવેલ દેવસ્થાન છે. દેવલીમાડી ગામીત સમાજની કુળદેવી તરીકે મનાય છે. દરેક સમાજના લોકો પૂજા કરવા જાય છે. ત્યાં દર વર્ષે મેળાનું આયોજન પણ હોય છે. એ મેળામાં દરેક આદિવાસી સમાજના લોકો આવતાં હોય છે.

ભવાની માતા

ભવાની માતા ધોડિયા સમાજની કુળદેવી તરીકે પૂજાય છે.

ઈંદલા દેવી

તે ભીમની પત્ની હેડંબાનુ બીજું નામ છે. તેને શકિતનું પ્રતિક માનવામાં આવે છે. પહેલાના સમયમાં  સોનગઢથી  ઉચ્છલ  વચ્ચેના જંગલમાં ઈંદલા દેવી અને તેના પુત્ર ઘટોત્કચના જન્મ સમયની શારીરિક છાપ વાળો એક પથ્થર હતો પણ હાલ તેની કોઈ વિગત નથી.


સોમનાથ મંદિરની રક્ષા માટે વેગડા ભીલની વીરતા, મહીસાગરનાં માનગઢમાં ગુરુ ગોવિંદનાં નેતૃત્વમાં 1600 આદિવાસીઓની શહીદી, વિજયનગરનાં શહીદો, તાત્યાભીલ, રૂપા નાયક સહિતનાં આદિવાસી વીરોનાં બલિદાન વિશે લોકોને જણાવવામાં આવે છે. ડાંગના રાજાઓ પણ અંગ્રેજો સામે લડ્યા હતા.

આવા આદિવાસીઓની સંસ્કૃતિની વિરાસતને ઉજાગર કરવાનો અવસર એટલે ‘વિશ્વ આદિવાસી દિવસ’.

04 August, 2022

નીલ આર્મસ્ટ્રોંગ (Neil Armstrong)

નીલ આર્મસ્ટ્રોંગ (Neil Armstrong)

ચંદ્રની ધરતી પર પ્રથમ વાર પગ મૂકનાર વ્યક્તિ



જન્મતારીખ:  5 ઓગસ્ટ 1930

જન્મ સ્થળ: વાપાકોનેટા, ઓહિયો, અમેરિકા

પિતાનું નામ:  એલ્ડન આર્મસ્ટ્રોંગ

અવશાન: 25 ઓગસ્ટ 2012 (ઓહિયો, અમેરિકા)


ચંદ્ર પર પહેલો પગ મૂકનાર એસ્ટ્રોનોટ નીલ આર્મસ્ટ્રોંગની આજે જન્મ જયંતી છે. તેઓ 5 ઓગસ્ટ,1930 માં જન્મ્યા હતા. એસ્ટ્રોનોટની સાથે સાથે તેઓ નૌકા વિમાનચાલક અને ટેસ્ટ પાયલોટ પણ હતા. ફક્ત 16 વર્ષની ઉંમરે જ તેમણે પાયલોટ લાયસન્સ મેળવી લીધું હતું.

તેમને 200 થી વધુ એરક્રાફ્ટ ચલાવવાનું નોલેજ હતું

નાસા તરફથી ચંદ્ર મિશનમાં 1966 માં જોડાયા હતા અને તેમણે એસ્ટ્રોનોટ તરીકે ટ્રેઈનીંગ લીધી હતી. આ બાદ, 21 જુલાઈ 1969 ના રોજ તેમણે ચંદ્ર પર પહેલો પગ મૂક્યો હતો અને વિશ્વ પ્રસિદ્ધિ હાસિલ કરી હતી અને 2.5 કલાક સુધી તેઓ ચંદ્ર પર ચાલ્યા હતા 

નાસાએ 1969થી 1972 સુધી અપોલો-11 સહિત 6 મિશન ચંદ્ર પર મોકલ્યા છે. અમેરિકાએ 1969થી 1972 સુધી અપોલો-11 સહિત 6 મિશન ચંદ્ર પર મોકલ્યા હતા. 20 જુલાઈ 1969ના રોજ અપોલો-11ના માધ્યમથી  નીલ આર્મસ્ટ્રોંગ પ્રથમ માનવ  બન્યા હતા જે ચંદ્રની જમીન પર ઉતર્યા હતા. 



16 જુલાઈ, 1969ના રોજ અપોલો-11 મિશન લોન્ચ થયું હતું. 20 જુલાઈ 1969ના રોજ રાત્રે 10:56 કલાકે અમેરિકાના અંતરિક્ષ યાત્રી નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પહેલો પગ મુક્યો હતો, તેની સાથે એડવીન ઓલ્ડ્રિન અને માઈકલ કોલિન્સ પણ આ મિશન પર ગયા હતા. અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા દ્વારા અપોલો-11 મિશનનો પાયો 1961માં નાખવામાં આવ્યો હતો.


નાસાએ લગભગ 15 પાઈલટની છટણી કરી અને તેમાંથી 3 પાઈલટને ચંદ્ર પર મોકલવા માટેની

પ્રક્રિયા શરૂ કરી. નાસાએ કરેલા અનેક પરીક્ષણ અને દરેક પ્રકારની કસોટીમાં પાસ થયા

પછી નીલ આર્મસ્ટ્રોંગ, એડવીન ઓલ્ડ્રિન અને માઈકલ કોલિન્સની ચંદ્રના એપોલો-11 મિશન

માટે પસંદગી કરવામાં આવી. નાસાએ લગભગ એક દાયકાની આકરી મહેનત પછી

16 જુલાઈ, 1969ના રોજ કેનેડી સ્પેસ સેન્ટર ખાતેથી આંતરરાષ્ટ્રીય સમયાનુસાર એપોલો-11

મિશન લોન્ચ કર્યું હતું. તેને સેટર્ન-5 રોકેટથી લોન્ચ કરવામાં આવ્યું. આ રોકેટમાં ત્રણ સ્ટેજ

હતા. પ્રક્ષેપણને સમગ્ર દુનિયામાં ટીવી પર દેખાડવામાં આવ્યું. એપોલો-11

જ્યારે લોન્ચ થયું તો તેના શક્તિશાળી એન્જિનના કારણે આજુબાજુની ઈમારતો હચમચી

ગઈ હતી.





20 જુલાઈ, 1969ના રોજ અપોલો-11 ચંદ્રની કક્ષામાં દાખલ થયું હતું. અંતરિક્ષ યાત્રી જ્યારે

ચંદ્રની કક્ષામાં પહોંચ્યા તો તેમણે જોયું કે ચંદ્રની સપાટી ઘણી જ ખરબચડી અને ઊંચા-નીચા

પર્વતોથી બનેલી છે. ચંદ્રની સપાટી પર ઊંડા-ઊંડા ખાડા પણ હતા. હવે અંતરિક્ષ યાત્રીઓએ

ચંદ્રની સપાટી પર ઉતરવા માટે સુરક્ષિત સ્થાન શોધવાનું હતું. નાસાએ 6 વર્ષની આકરી

મહેનતમાં એ સ્થાન પણ પહેલાથી જ શોધીને રાખ્યું હતું, જ્યાં અંતરિક્ષ યાન ઉતારી શકાય.




20 જુલાઈના રોજ ચંદ્રની કક્ષામાં રહેલા એપોલો-11ના ભાગ કોલંબિયામાંથી ઈગલને છુટું

પાડીને ચંદ્ર પર ઉતારવાનું હતું. તેના માટે નીલ આર્મસ્ટ્રોંગ અને એડવીન ઓલ્ડ્રિન ઈગલ પર

સવાર થયા. માઈકલ કોલિન્સ ચંદ્રની કક્ષા પર રહેલા કોલંબિયામાં જ રહ્યો. આ લેન્ડર ઈંગલે

ચંદ્ર પર ઉતર્યા પછી પાછા ઉડાન ભરીને ચંદ્રની ભ્રમણકક્ષામાં રહેલા કોલંબિયા સાથે જોડાવાનું

પણ હતું. 


નીલ આર્મસ્ટ્રોંગ અને આલ્ડ્રિનને લઈને ઈગલ લેન્ડર ચંદ્રની ધરતી પર 20 જુલાઈ, 1969ના

રોજ રાત્રે લગભગ 8 કલાકે ઉતર્યું. ત્યાર પાછી બંનેએ ઉતારવા માટેનિન તૈયારી કરી અને રાત્રે

10:56 કલાકે  20 જુલાઈ, 1969ના રોજ નીલ આર્મસ્ટ્રોંગે માનવી તરીકે ચંદ્રની ધરતી પર પ્રથમ

પગ મુક્યો. તેની 15 મિનિટ  પછી ઓલ્ડ્રિન પણ ત્યાં ઉતર્યા અને ચંદ્રની સપાટી પર

અમેરિકાનો ધ્વજ ફરકાવ્યો. બંનેએ ચંદ્રની સપાટી અને માટીના નમૂના લીધા.

બંનેએ ચંદ્રની સપાટી પર 21 કલાક અને 31 મિનિટ પસાર કરી હતી.



ચંદ્રની સપાટી પર મિશન પુરું કર્યા પછી બંને ફરી પાછા તેમના ઈગલ યાનમાં બેઠા અને

ચંદ્રની કક્ષામાં રહેલા કોલંબિયા સાથે જોડાવા માટે ઉડાન ભરી. માનવ ઈતિહાસમાં આ બધું

જ પ્રથમ વખત ઘટી રહ્યું હતું. ઈગલમાં ઈંધણ ઓછું હતું, તેમ છતાં તેઓ 21 જુલાઈના રોજ

કોલંબિયા સુધી સકુશળ પહોંચવામાં સફળ રહ્યા. બંને યાન એક-બીજા સાથે જોડાયા. 


પછી ત્રણેય અંતરિક્ષ યાત્રી કોલંબિયા યાનમાં સવાર થઈને 24 જુલાઈ, 1969ના રોજ પૃથ્વી

પર પાછા ફર્યા. તેમનું યાન પ્રશાંત મહાસાગરમાં પડ્યું. અહીંથી ત્રણેયને 21 દિવસ સુધી

જુદા-જુદા રૂમમાં રાખવામાં આવ્યા, જેથી એ તપાસી શકાય કે અંતરિક્ષમાં આટલો સમય

સુધી રહેવાના કારણે તેમને કોઈ ચેપ તો લાગ્યો નથી.




The one small step for a man

One giant leap for mankind

                                                            -નીલ આર્મસ્ટ્રોંગ-20 જુલાઈ 1969

નીલ આર્મસ્ટ્રોંગનું મૃત્યુ 25 ઑગસ્ટ, 2012 ના રોજ અમેરિકાના ઓહિયોમાં થયું હતું. 

20 July, 2022

ઉમાશંકર જોશી

 ઉમાશંકર જોશી


જન્મતારીખ:  21 જુલાઇ 1911

જન્મસ્થળ: બામણા, સાબરકાંંઠા, ગુજરાત

પિતાનું નામ: જેઠાલાલ કમળજી જોશી

માતાનું નામ: નવલબેન

અવશાન: 19 ડિસેમ્બર 1988

ઉપનામ: વાસુકી, શ્રવણ


ગુજરાતી સાહિત્યમાં ' વાસુકિ ' અને  '  શ્રવણ ' ઉપનામધારી ઉમાશંકર જોશીનો જન્મ ઉત્તર ગુજરાતમાં આવેલા સાબરકાંઠા જિલ્લાના , ઇડર તાલુકાના બામણ ગામમાં 21 , 1911 ( સવંત 1967ના આષાઢ વદ -10 ) ના રોજ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમનું આ જ્ન્મસ્થળ ' નાની મારવાડ' તરીકે  પણ અળખાતું. ઉમાશંકર જોશીના પિતાનું મૂળ વતન લૂસડીયા ગામ કે જે બમણાથી લગભગ વીસ કિલોમીટર દુર અરવલ્લી પહાડોના વિશાળ વિસ્તારમાં આવેલું છે.

તેઓ ગુજરાતી કવિતાના પ્રથમ પંક્તિના ચિરંજીવ કવિ અને વિદ્વાન સાહિત્યકાર હતા. સમકાલીન સાહિત્યકરોમાં અનેક રીતે નોખા તરી આવતા ઉમાશંકર જોશી પ્રજ્ઞાવાન અને પ્રતિભાવાન વ્યક્તિત્વ ધરાવતા હતા. ઉમાશંકર જોશીની સંવેદના વિશ્વમાન સુધી વ્યાપેલી હતી. તેમને ચિંતન અને સર્જનમાં મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ ટાગોર અને ભારતીય સંસ્કૃતિની અસર જોવા મળે છે. ' હું ગુર્જર ભારતવાસી' ' એ ઉક્તિ જેમને  યથાર્થ લાગુ પડે છે એવા આ કવિ વિશે શ્રી  વિષ્ણુપ્રસાદ ર.  ત્રિવેદીએ  નોંધ્યું છે કે ," શ્રી ઉમાશંકર જોશી, આપણો નવીન પણ અગ્રણી કવિ , સાહિત્યના અનેક પ્રાંત સર કરનાર સાહિત્યકાર , ગુજરાતી સુક્ષ્મ સંપત્તિ છે. તેમની કૃતિઓનો ઉલ્લેખ બીજા પ્રાંતોમાં પણ એમના જેવા સાહિત્યકાર ગણતર જ હશે." આમ, આ પથમ પ્રકરણમાં મારો પ્રયત્નો ઉમાશંકર જોશીના જીવન અને કવનને ઉંડાણપૂર્વક સમજવાનો છે.

તેઓનું પ્રાથમિક શિક્ષણ બામણામાં અને માધ્યમિક શિક્ષણ ઇડરમાં થયું હતું. ૧૯૨૮માં અમદાવાદમાં ગુજરાત કોલેજથી મેટ્રિક કર્યું. તેઓ ૧૯૩૬માં અમદાવાદમાં ઇતિહાસ અને અર્થશાસ્ત્રના વિષય સાથે બી.એ. થયા અને ૧૯૩૮માં સંસ્કૃત અને ગુજરાતી વિષયો સાથે મુંબઈની એલ્ફિસ્ટન કોલેજમાંથી એમ.એ. ઉત્તીર્ણ કર્યું. એમ.એ.માં તેઓ પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયા

◆ કવિતા :-

(1)  વિશ્વશાંતિ             ( 1931)

(2) ગંગોત્રી                  (1934)

(3) નિશિય                  ( 1939)

(4) પ્રાચીના                 ( 1944)

(5) આતિથિયો             (1946)

(6) વસંતવર્ષા               ( 1954)

(7) મહાપ્રસ્થાન            ( 1965)

(8) અભિજ્ઞા                ( 1967)

(9)  ભોમિયા  વિના       (1993)

(10 ધારાવસ્ત્રો            (1981)

(11) સપ્તદી               ( 1981)

(12) સમગ્ર કવિતા      ( 1981)

◆ નાટક:- 
                (1) સાપના ભારા (1937)
                
               (2)હવેલી 1977, ' શહીદ'


■  ટૂંકી વાર્તા :- 

               (1)  શ્રાવણી મેળો (1937),

               (2)  વિસામો 1959'  ત્રણ અધું બે  અને બીજી વાતો'( 1938) 

                     તથા '  અંતરાય ' (1947) ની  વાર્તાઓમાં
                      
                (૩) ઉમાશંકર જોશીની શ્રેષ્ઠ વાર્તાઓ  (1985)

◆  નવલકથા :-  
      
               (1)  પારકા જાન્યાં          (1940)

◆  નિબંધ :-

             (1)  ગોષ્ઠી                   (1951)           
            (2) ઉઘાડી બારી             ( 1959)            
             (3)  શિવ સંકલ્પ            (1978)              

મુખ્ય રચનાઓ

  • મુખ્ય કૃતિ - નિશીથ (મધ્ય રાત્રિનો દેવતા)
  • કવિતા- વિશ્વશાંતિ, ગંગોત્રી, નિશીથ, મહાપ્રસ્થાન, અભિજ્ઞા , સાતપદ, ધારાવસ્ત્ર, સમગ્ર કવિતા
  • પદ્ય નાટકો - પ્રાચીના, મહાપ્રસ્થાન
  • એકાંકી- સાપના ભારા, હવેલી , શહીદ
  • વાર્તાસંગ્રહો- શ્રાવણી મેળો, વિસામો , ત્રણ અર્ધું બે
  • નિબંધ સંગ્રહ – ઉઘાડી બારી , ગોષ્ઠિ
  • સંશોધન – પુરાણોમાં ગુજરાત , 'અખો' એક અધ્યયન ;
  • વિવેચન – કવિની શ્રદ્ધા , અભિરુચિ
  • અનુવાદ – શાકુંતલ, ઉત્તર રામચરિત
  • ચિંતન - ઇશાવાસ્યોપનિષદ
  • પ્રવાસ - યુરોપયાત્રા (અંગ્રેજી)
  • બાળગીત - સો વરસનો થા
  • સંપાદન - કલાન્ત કવિ (કવિ બલાશંકરનાં કાવ્યો)
  • તંત્રી - 'સંસ્કૃતિ' ૧૯૪૭-૧૯૮૪, બુદ્ધિપ્રકાશ

તેમને મળેલ પુરસ્કારો
  • જ્ઞાનપીઠ પુરસ્કાર - ૧૯૬૭ (નિશીથ માટે)
  • રણજિતરામ સુવર્ણચંદ્રક - ૧૯૩૯ (ગંગોત્રી માટે)
  • નર્મદ સુવર્ણ ચંદ્રક - ૧૯૪૭ (પ્રાચીના માટે)
  • ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક - ૧૯૬૩ (મહા પ્રસ્થાન માટે)
  • સોવિએત લેન્ડ નહેરૂ એવોર્ડ - ૧૯૭૩
  • મહિડા પારિતોષિક - 1944 (પ્રાચિના માટે)
  • કવિ ન્હાલાલ પારિતોષિક - 1968 ((અભિજ્ઞા માટે)

વિવિધ સંસ્થાઓઅના રહેલ સભ્ય
  • સભ્ય - નેશનલ બુક ટ્રસ્ટ - ૧૯૬૫
  • સભ્ય - કેન્દ્રીય ભાષા સલાહકર સમિતિ - ૧૯૬૬
  • પ્રમુખ - ગુજરાતી સાહિત્ય પરિષદ - ૧૯૬૮
  • પ્રમુખ - સાહિત્ય અકાદમી એવોર્ડ-ગુજરાતી - ૧૯૭૮-૧૯૮૨
  • કુલપતિ - ગુજરાત યુનિવર્સિટી - ૧૯૭૦
  • રાજ્યસભાના સભ્ય - ૧૯૭૦-૧૯૭૬
  • કુલપતિ, વિશ્વભારતી યુનિવર્સિટી - શાંતિનિકેતન - ૧૯૭૯-૧૯૮૨
  • પ્રમુખ - દિલ્હી સાહિત્ય અકાદમી - ૧૯૭૮-૧૯૮૩


તેમના નામે હિમતનગરમાં ઓવર બ્રિજ આવેલ છે.

તેમની પ્રખ્યાત પંક્તિઓ અને કાવ્યો

ભોમિયા વિના મારે ભમવા તા ડુંગળા....

વિશાળ જગ વિસ્તારે નથી એક જ માનવી, 
પશુ છે, પંખી છે,પુષ્પો વનોની છે વનસ્પતિ,..

ત્રણ વાના મુજને મળ્યા, હૈયુ, મસ્તક ને હાથ
બહુ આપી દિધુ નાથ, જા હવે ચોથુ નથી માંગવું.

ધન્ય ભૂમિ ગુજરાત ધન્ય હે ધન્ય ગિરા ગુજરાતી
કૃષ્ણ ચરણ રજ પુનિત ધર, આ ગાંધીગીરા ગુજરાતી

વ્યક્તિ મટીને બનુ વિશ્વ માનવી...






વધુ માહિતી માટે અહી ક્લિક કરો.

17 July, 2022

રાષ્ટ્રપતિ ચૂંટણી વિશે

 રાષ્ટ્રપતિ ચૂંટણી વિશે



ભારતમાં દર 5 વર્ષે રાષ્ટ્રપતિની  ચૂંટણીનું  આયોજન થાય છે.


રાષ્ટ્રપતિ ચૂંટણી  એ સામન્ય  ચૂંટણી  કરતા જુદી રીતે થાય છે.

ભારતનો કોઈપણ નાગરિક ગમે તેટલી વાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડી શકે છે, પરંતુ તેની ઉંમર ઓછામાં ઓછી 35 વર્ષથી ઓછી હોવી જરૂરી છે. લોકસભાના સભ્ય હોવાની પાત્રતા અને કોઈપણ લાભનાં પદ પર ન હોવાની સાથે સાથે ઉમેદવાર પાસે ઓછામાં ઓછા 50 પ્રસ્તાવક અને 50 સમર્થક ધારાસભ્ય હોવા જરૂરી છે.

ધારાસભ્યોના મતોનું મૂલ્ય: રાજ્યના ધારાસભ્ય પાસે કેટલા મત છે તે જાણવા માટે, તે રાજ્યની વસ્તીને રાજ્યના વિધાનસભા સભ્યોની સંખ્યા દ્વારા ભાગવામાં આવે છે. ત્યારબાદ જે નંબર આવે છે તેને 1000 વડે ભાગવામાં આવે છે. પછી રાજ્યના ધારાસભ્યના મતનું મૂલ્ય ખબર પડે છે. સાંસદના મતનું મૂલ્યઃ સાંસદોના મતનું મૂલ્ય જાણવું થોડું સરળ છે. દેશના તમામ ધારાસભ્યોના મતના મૂલ્યને લોકસભા અને રાજ્યસભાના સાંસદોની કુલ સંખ્યા વડે ભાગવામાં આવે છે. પછી જે અંક આવે છે તે સાંસદના મતનું મૂલ્ય છે. જો આ રીતે ભાગ્યા પછી શેષ 0.5 થી વધુ હોય, તો વેટેજમાં એકનો વધારો થાય છે. એટલે કે સાંસદના વોટની કિંમત 708 છે. એટલે કે 776 સાંસદો (543 લોકસભા અને 233 રાજ્યસભા)ના કુલ મતોની સંખ્યા 5,49,408 છે.

બંધારણનાં (84માં સુધારા) અધિનિયમ 2001 મુજબ, હાલમાં રાજ્યોની વસ્તી 1971ની વસ્તી ગણતરીના ડેટા પર આધારિત છે, જે 2026 પછીની વસ્તી ગણતરીના આંકડા પ્રકાશિત કર્યા પછી બદલાશે.

ચૂંટણી પંચે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કરનારા સાંસદો અને ધારાસભ્યો માટે પણ નિયમો જારી કર્યા છે. જે મતદારો મતદાન કરશે તેમને ચૂંટણી પંચ તેના વતી પેન આપશે, આ પેન રિટર્નિંગ ઓફિસર પાસે હાજર રહેશે. આ પેન મતદારોને બેલેટ પેપર સોંપતી વખતે મતદાન મથક પર આપવામાં આવશે. જો મતદારો તેમના મતને ચિહ્નિત કરવા માટે અન્ય કોઈપણ પેનનો ઉપયોગ કરશે, તો મતગણતરી સમયે તેમનો મત અમાન્ય જાહેર કરવામાં આવશે.




NDAએ આ વખત ઝારખંડનાં ભૂતપૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂને ઉમેદવાર બનાવ્યાં છે. તેમજ વિપક્ષે યશવંત સિંહાને આ પદ માટે ચૂંટણીમાં ઉતાર્યા છે.

રાષ્ટ્રપતિની ચૂંટણી ઇલેક્ટરોલ કૉલેજ દ્વારા કરવામાં આવે છે. લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો આ ઇલેક્ટરોલ કૉલેજના સભ્યો હોય છે અને એ ઉપરાંત બધી વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો પણ.

વિધાન પરિષદના સભ્યો એના સભ્ય નથી હોતા. લોકસભા અને રાજ્યસભાના નામાંકિત સભ્યો પણ એના સભ્ય નથી હોતા.

પરંતુ આ બધાના મતોનું મૂલ્ય જુદું જુદું હોય છે. લોકસભા અને રાજ્યસભાના મતનું મૂલ્ય એક હોય છે અને વિધાનસભાના સભ્યોનું અલગ હોય છે. તે રાજ્યની વસ્તીના આધારે નક્કી થાય છે. 

આ ચૂંટણીમાં મશીનનો ઉપયોગ નથી થતો.

બંધારણમાં સ્પષ્ટ જોગવાઈ છે કે રાષ્ટ્રપતિનો કાર્યકાળ સમાપ્ત થયા પછી ફરીથી રાષ્ટ્રપતિના પદ માટેની ચૂંટણી લડી શકાય છે.

રાષ્ટ્રપતિની મુખ્ય જવાબદારી વડા પ્રધાનની નિમણૂક કરવાની અને બંધારણનું રક્ષણ કરવાની છે. આ કામ ઘણી વાર તેઓ પોતાના વિવેકથી નક્કી કરે છે. કોઈ પણ બિલ એમની મંજૂરી વિના પાસ નથી થઈ શકતું. તેઓ મની બિલને બાદ કરતાં બાકીનાં બધાં બિલ અંગે પુનર્વિચાર માટે પાછું મોકલી શકે છે. રાષ્ટ્રપતિનું મૂળ કર્તવ્ય સંઘની કાર્યકારી શક્તિઓનું નિર્વહન કરવાનું છે. સેનાના પ્રમુખોની નિમણૂક પણ તેઓ કરે છે.

ભારતના નાગરિક હોવા જોઈએ. ઓછામાં ઓછી 35 વર્ષની ઉંમર હોવી જોઈએ. લોકસભાના સભ્ય થવાની પાત્રતા હોવી જોઈએ. ઇલેક્ટરોલ કૉલેજના સભ્યોમાંથી 50 પ્રસ્તાવક અને 50 સમર્થન આપનારા હોવા જોઈએ.

નીલમ સંજીવ રેડ્ડી એક એવા રાષ્ટ્રપતિ બન્યા હતા જેમને વિના વિરોધે ચૂંટવામાં આવ્યા હતા અને ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ એકલા એવા રાષ્ટ્રપતિ હતા જેમને બે વાર ચૂંટવામાં આવ્યા.

નીલમ સંજીવ રેડ્ડીએ 25 જુલાઈ 1977નાં રોજ રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ કર્યા હતા. ત્યારથી શપથગ્રહણ માટેની તારીખ ફિક્સ થઈ છે

અત્યાર સુધીના ભારતના રાષ્ટ્રપતિઓ

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ 

•ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન 

•ડૉ. ઝાકીર હુસૈન 

•વરાહગિરી વેંકટગિરી 

•ડૉ. ફખરુદ્દીન અલી અહમદ 

•નીલમ સંજીવ રેડ્ડી 

•જ્ઞાની ઝૈલસિંહ 

•આર વૈંકટરમન 

•ડૉ. શંકરદયાલ શર્મા 

•કે. આર. નારાયણન 

•ડૉ. એપીજે અબ્દુલ કલામ 

•પ્રતિભાદેવીસિંહ પાટિલ 

•પ્રણવ મુખર્જી

  • રામનાથા કોવિંદ


13 July, 2022

ગુરુ પૂર્ણીમા

 ગુરુ પૂર્ણીમા

                                                                   (અષાઢ સુદ પૂનમ)

ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર,

ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ


ગુરુ પૂર્ણિમા એ હિંદુ અને બૌદ્ધ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે. 


આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે. 


આ ઉત્સવ અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે.


ગુરૂપૂર્ણિમા એટલે મહાભારતના રચયિતા કૃષ્ણ દેવાયન વેદ વ્યાસજીનો જન્મ દિવસ. તેઓ સંસ્કૃતના પ્રખંડ વિદ્વાન હતા.  ચાર વેદોની રચના પણ કરી તે ખુશીમાં સારો સંસાર આ પવિત્ર દિવસને ગુરૂપૂર્ણિમા(અષાઢ પૂનમ) અથવા વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે. તરીકે ઉજવે છે.


સંત કબીરના શિષ્ય અને ભક્તિકાળના સંત ધીરુદાસનો જન્મ પણ આ જ દિવસે થયેલો.


પ્રાચિન કાળમાં શિક્ષણ નિશુલ્ક હતુ. એ સમયમાં ગુરૂઓ પોતાના આશ્રમમાં શિષ્યોને તમામ પ્રકારનું શિક્ષણ પ્રદાન કરતા હતા. તેની ગુરૂ દક્ષિણા સ્વરૂપે શિષ્યો આ વ્યાસ પૂર્ણિમાએ પોતાની યથાશક્તિ દાન-દક્ષિણા આપી ઋણ મુક્ત થવાનો નમ્ર પ્રયાસ કરતાં હતાં. અન્ય ક્ષેત્રને બાદ કરતાં સંગીત અને કલા ક્ષેત્રમાં આજે કલિયુગમાં પણ ગુરૂ શિષ્યના સંબંધ એ સમય જેવા જ જોવા મળે છે. 

ગુરૂપૂર્ણિમાની ઉજવણી સમગ્ર ભારત દેશમાં કરવામાં આવે છે. તમામ આશ્રમોમાં, શાળાઓમાં, મંદિરોમાં, ગુરૂ સ્થાનોમાં ગુરૂમૂર્તિની પૂજા તેમજ ચરણ પાદૂકાની પંચોપચાર પૂજા થાય છે. સાધક, શ્રદ્ધાળુઓ પવિત્ર નદીઓમાં સ્નાન કરી ધન્યતા અનુભવે છે. તે ઉપરાંત ગુરૂ પરંપરાને યાદ કરી તેમને નમન કરે છે. ગુરૂની પવિત્ર પ્રસાદી અને આશિર્વાદ સ્વરૂપ તમામ દેવમંદિરોમાં, આશ્રમોમાં પ્રસાદ ભંડારાનું આયોજન થાય છે.


- ભારતિય સંસ્કૃતિમાં ભગવાન કરતાં ગુરૂનું મહત્વ અધિક છે. 
- ગુરૂ એટલે અંધકાર-અજ્ઞાનને દૂર કરનાર અને જીવનમાં પ્રકાશ ફેલાવનાર.

ગુરૂ આપણા જીનવમાં  અજ્ઞાનતા તેમજ અંધકાર દૂર કરી સાચી દિશાનું જ્ઞાન આપી પ્રભુના માર્ગે વાળવાનું કામ કરે છે. 


- કહેવાય છે કે   "ગુરુ વિના જ્ઞાન નહીં" અર્થાત જીવનનું અંતિમ લક્ષ મોક્ષ છે. મોક્ષ પ્રાપ્ત કરવા માટે પ્રભુનું શરણ જરૂરી છે. પ્રભુનું શરણ ગુરૂ વિના સંભવ નથી. માટે આપણા ઘર સંસારરૂપી સાગરમાં જીવનની નૌકાને પાર કરાવનાર ગુરૂ એક માત્ર છે. 


- નેપાળમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી- નેપાળમાં બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખાય છે. ત્રિલોક ગુહાપૂર્ણિમા પણ કહેવાય છે. શાળાના વિદ્યાર્થીઓ સ્કૂલમાં ખૂબ મોટો દિવસ મનાવે છે. વિદ્યાર્થીઓ સ્વદેશી વસ્તુમાંથી બનાવેલા કપડાં, માળા શિક્ષકોને અર્પણ કરીને ઋણ ચુકવે છે.

જૈન અનુસાર આ દિવસથી ચાતૂરમાસ પ્રારંભ થાય છે. 24માં તિર્થકર મહાવીર સ્વામીએ કૈવલ્ય પ્રાપ્ત કરીને ઇન્દ્રભૂતિ ગૌતમ તરીકે ઓળખાયા. બાદમાં તેઓ ગૌતમસ્વામી તરીકે પ્રસિદ્ધ થયા. આ રીતે ત્રિલોક ગુહા બન્યા. તેથી આ પૂર્ણિમા ત્રિનોક ગુહા પૂર્ણિમા તરીકે ઓળખાય છે.


- બોદ્ધ ધર્મમાં આ દિવસે પ્રથમ ઉપદેશ ભારતના ઉત્તરપ્રદેશમાં સારનાથમાં અપાયો હતો. તેથી વિશેષ મહત્વ છે.

 કૃષ્ણં વંદે જગદગુરુમ... જગતના ગુરુ અને ગુરુઓના ગુરુ શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણએ આ પૃથ્વીને ગીતાનું અદભૂત જ્ઞાન આપ્યું છે. 18 અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાને માનવીને જીવન કેવી રીતે જીવવું જોઈએ તેનું જ્ઞાન પીરસ્યું છે. અને જીવનો સત્ય રાહ બતાવ્યો છે. કોઈપણ મુંઝવણ હોય તેનો ઉકેલ દર્શાવ્યો છે અને કૃષ્ણએ રજૂ કરેલી ગીતાએ તમામ ધર્મો માટે રાહ સુચક રહી છે. શ્રી કૃષ્ણ જેમના પક્ષમાં રહ્યા તેમની જીત થઈ છે. માટે શ્રી કૃષ્ણની ભક્તિ અને ભગવત ગીતાના પઠનથી જીવતે જીવ સ્વર્ગની પ્રાપ્તિ થાય તેવી અનુભુતિ થાય છે. શ્રી કૃષ્ણને આજે ગુરુપૂર્ણિમા નિમિત્તે કોટી કોટી વંદન.


માતા પિતા પછીનું સ્થાન એટલે ગુરુ - હિન્દુ ધર્મના માતા-પિતાને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. માતા પિતા બાદ જો કોઈને ભગવાનનો દરજ્જો આપવામાં હોય તે ગુરુને આપવામાં આવ્યો છે. તેથી કહેવાય છે. ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુને ફૂલ નહીં તો ફૂલની પાંખડી શુભેચ્છા રૂપે અર્પણ કરવામાં આવે છે. કેટલાક ધર્મ સંપ્રદાયમાં લોકો તેમના વિદ્વાનને દર્શન માટે જતા હોય છે. તેમનો એક જ આશય હોય છે કે, ગુરુ આશીર્વાદ તેમના પર કાયમ માટે રહે.

એકલવ્યે ગુરુ દ્રોણાચાર્યને ગુરુ માન્યા હતા.તેમની મૂર્તિ સામે મૂકીને ધનુવિદ્યાના પાઠ શીખ્યો હતો. જ્યારે ગુરુએ દક્ષિણામાં એકલવ્યનો અંગુઠો માંગ્યો હતો. તો એકલવ્ય કોઈપણ સંકોચ વિના પોતાનો અંગુઠો કાપીને ગુરુને ગુરુદક્ષિણા આપ્યો હતો. જેથી એકલવ્યને ઇતિહાસનો સાચો શિષ્ય(True Disciple of History) તરીકે ઓળખવામાં આવે છે.

કેટલા મહાન ગુરુ અને તેમના શિષ્યો

અર્જુનના ગુરુ- દ્રોણાચાર્ય

કર્ણના ગુરુ - પરશુરામ

રામના ગુરુ - વશિષ્ઠ અને વિશ્વામિત્ર

શ્રીકૃષ્ણના ગુરુ - સાંદિપની

સ્વામી વિવેકાનંદના ગુરુ- રામકૃષ્ણ પરમહંસ



આવો આજના પવિત્ર દિવસે આપણે પણ આપણા જીવનમા પ્રકાશ પાથરનાર ગુરુનું સ્મરણ કરી તેમને કોટિ કોટિ વંદન કરીએ.