નીલ આર્મસ્ટ્રોંગ (Neil Armstrong)
ચંદ્રની ધરતી પર પ્રથમ વાર પગ મૂકનાર વ્યક્તિ
જન્મતારીખ: 5 ઓગસ્ટ 1930
જન્મ સ્થળ: વાપાકોનેટા, ઓહિયો, અમેરિકા
પિતાનું નામ: એલ્ડન આર્મસ્ટ્રોંગ
અવશાન: 25 ઓગસ્ટ 2012 (ઓહિયો, અમેરિકા)
ચંદ્ર પર પહેલો પગ મૂકનાર એસ્ટ્રોનોટ નીલ આર્મસ્ટ્રોંગની આજે જન્મ જયંતી છે. તેઓ 5 ઓગસ્ટ,1930 માં જન્મ્યા હતા. એસ્ટ્રોનોટની સાથે સાથે તેઓ નૌકા વિમાનચાલક અને ટેસ્ટ પાયલોટ પણ હતા. ફક્ત 16 વર્ષની ઉંમરે જ તેમણે પાયલોટ લાયસન્સ મેળવી લીધું હતું.
તેમને 200 થી વધુ એરક્રાફ્ટ ચલાવવાનું નોલેજ હતું
નાસા તરફથી ચંદ્ર મિશનમાં 1966 માં જોડાયા હતા અને તેમણે એસ્ટ્રોનોટ તરીકે ટ્રેઈનીંગ લીધી હતી. આ બાદ, 21 જુલાઈ 1969 ના રોજ તેમણે ચંદ્ર પર પહેલો પગ મૂક્યો હતો અને વિશ્વ પ્રસિદ્ધિ હાસિલ કરી હતી અને 2.5 કલાક સુધી તેઓ ચંદ્ર પર ચાલ્યા હતા
નાસાએ 1969થી 1972 સુધી અપોલો-11 સહિત 6 મિશન ચંદ્ર પર મોકલ્યા છે. અમેરિકાએ 1969થી 1972 સુધી અપોલો-11 સહિત 6 મિશન ચંદ્ર પર મોકલ્યા હતા. 20 જુલાઈ 1969ના રોજ અપોલો-11ના માધ્યમથી નીલ આર્મસ્ટ્રોંગ પ્રથમ માનવ બન્યા હતા જે ચંદ્રની જમીન પર ઉતર્યા હતા.
16 જુલાઈ, 1969ના રોજ અપોલો-11 મિશન લોન્ચ થયું હતું. 20 જુલાઈ 1969ના રોજ રાત્રે 10:56 કલાકે અમેરિકાના અંતરિક્ષ યાત્રી નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પહેલો પગ મુક્યો હતો, તેની સાથે એડવીન ઓલ્ડ્રિન અને માઈકલ કોલિન્સ પણ આ મિશન પર ગયા હતા. અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા દ્વારા અપોલો-11 મિશનનો પાયો 1961માં નાખવામાં આવ્યો હતો.
નાસાએ લગભગ 15 પાઈલટની છટણી કરી અને તેમાંથી 3 પાઈલટને ચંદ્ર પર મોકલવા માટેની
પ્રક્રિયા શરૂ કરી. નાસાએ કરેલા અનેક પરીક્ષણ અને દરેક પ્રકારની કસોટીમાં પાસ થયા
પછી નીલ આર્મસ્ટ્રોંગ, એડવીન ઓલ્ડ્રિન અને માઈકલ કોલિન્સની ચંદ્રના એપોલો-11 મિશન
માટે પસંદગી કરવામાં આવી. નાસાએ લગભગ એક દાયકાની આકરી મહેનત પછી
16 જુલાઈ, 1969ના રોજ કેનેડી સ્પેસ સેન્ટર ખાતેથી આંતરરાષ્ટ્રીય સમયાનુસાર એપોલો-11
મિશન લોન્ચ કર્યું હતું. તેને સેટર્ન-5 રોકેટથી લોન્ચ કરવામાં આવ્યું. આ રોકેટમાં ત્રણ સ્ટેજ
હતા. પ્રક્ષેપણને સમગ્ર દુનિયામાં ટીવી પર દેખાડવામાં આવ્યું. એપોલો-11
જ્યારે લોન્ચ થયું તો તેના શક્તિશાળી એન્જિનના કારણે આજુબાજુની ઈમારતો હચમચી
ગઈ હતી.
20 જુલાઈ, 1969ના રોજ અપોલો-11 ચંદ્રની કક્ષામાં દાખલ થયું હતું. અંતરિક્ષ યાત્રી જ્યારે
ચંદ્રની કક્ષામાં પહોંચ્યા તો તેમણે જોયું કે ચંદ્રની સપાટી ઘણી જ ખરબચડી અને ઊંચા-નીચા
પર્વતોથી બનેલી છે. ચંદ્રની સપાટી પર ઊંડા-ઊંડા ખાડા પણ હતા. હવે અંતરિક્ષ યાત્રીઓએ
ચંદ્રની સપાટી પર ઉતરવા માટે સુરક્ષિત સ્થાન શોધવાનું હતું. નાસાએ 6 વર્ષની આકરી
મહેનતમાં એ સ્થાન પણ પહેલાથી જ શોધીને રાખ્યું હતું, જ્યાં અંતરિક્ષ યાન ઉતારી શકાય.
20 જુલાઈના રોજ ચંદ્રની કક્ષામાં રહેલા એપોલો-11ના ભાગ કોલંબિયામાંથી ઈગલને છુટું
પાડીને ચંદ્ર પર ઉતારવાનું હતું. તેના માટે નીલ આર્મસ્ટ્રોંગ અને એડવીન ઓલ્ડ્રિન ઈગલ પર
સવાર થયા. માઈકલ કોલિન્સ ચંદ્રની કક્ષા પર રહેલા કોલંબિયામાં જ રહ્યો. આ લેન્ડર ઈંગલે
ચંદ્ર પર ઉતર્યા પછી પાછા ઉડાન ભરીને ચંદ્રની ભ્રમણકક્ષામાં રહેલા કોલંબિયા સાથે જોડાવાનું
પણ હતું.
નીલ આર્મસ્ટ્રોંગ અને આલ્ડ્રિનને લઈને ઈગલ લેન્ડર ચંદ્રની ધરતી પર 20 જુલાઈ, 1969ના
રોજ રાત્રે લગભગ 8 કલાકે ઉતર્યું. ત્યાર પાછી બંનેએ ઉતારવા માટેનિન તૈયારી કરી અને રાત્રે
10:56 કલાકે 20 જુલાઈ, 1969ના રોજ નીલ આર્મસ્ટ્રોંગે માનવી તરીકે ચંદ્રની ધરતી પર પ્રથમ
પગ મુક્યો. તેની 15 મિનિટ પછી ઓલ્ડ્રિન પણ ત્યાં ઉતર્યા અને ચંદ્રની સપાટી પર
અમેરિકાનો ધ્વજ ફરકાવ્યો. બંનેએ ચંદ્રની સપાટી અને માટીના નમૂના લીધા.
બંનેએ ચંદ્રની સપાટી પર 21 કલાક અને 31 મિનિટ પસાર કરી હતી.
ચંદ્રની સપાટી પર મિશન પુરું કર્યા પછી બંને ફરી પાછા તેમના ઈગલ યાનમાં બેઠા અને
ચંદ્રની કક્ષામાં રહેલા કોલંબિયા સાથે જોડાવા માટે ઉડાન ભરી. માનવ ઈતિહાસમાં આ બધું
જ પ્રથમ વખત ઘટી રહ્યું હતું. ઈગલમાં ઈંધણ ઓછું હતું, તેમ છતાં તેઓ 21 જુલાઈના રોજ
કોલંબિયા સુધી સકુશળ પહોંચવામાં સફળ રહ્યા. બંને યાન એક-બીજા સાથે જોડાયા.
પછી ત્રણેય અંતરિક્ષ યાત્રી કોલંબિયા યાનમાં સવાર થઈને 24 જુલાઈ, 1969ના રોજ પૃથ્વી
પર પાછા ફર્યા. તેમનું યાન પ્રશાંત મહાસાગરમાં પડ્યું. અહીંથી ત્રણેયને 21 દિવસ સુધી
જુદા-જુદા રૂમમાં રાખવામાં આવ્યા, જેથી એ તપાસી શકાય કે અંતરિક્ષમાં આટલો સમય
સુધી રહેવાના કારણે તેમને કોઈ ચેપ તો લાગ્યો નથી.
The one small step for a man
One giant leap for mankind
-નીલ આર્મસ્ટ્રોંગ-20 જુલાઈ 1969
નીલ આર્મસ્ટ્રોંગનું મૃત્યુ 25 ઑગસ્ટ, 2012 ના રોજ અમેરિકાના ઓહિયોમાં થયું હતું.
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work