દિવાળીબેન ભીલ
ગુજરાતી લોકગીત ગાયિકા
જન્મતારીખ: 2 જૂન 1943
જન્મસ્થળ: દલખાણીયા, ધારી, અમરેલી
પિતાનું નામ: પુંજાભાઇ લાઠીયા
માતાનું નામ: મોંઘીબેન
અવશાન: 19 મે 2016 (જુનાગઢ)
ગાયકીની દુનિયામાં નામ કમાવા કે ટકી રહેવા માટે ગાયકો રિયાઝથી લઈને નિતનવું શીખતાં રહેતાં હોય છે. આમ છતાં ધાર્યું નિશાન પાર પડશે જ એની કોઈ ગેરંટી હોતી નથી.
સાભાર: દિવ્ય ભાસ્કર
દિવાળીબેન ભીલ એ ગુજરાતની કોયલ તરીકે જાણીતા લોકગાયિકા અને પાર્શ્વગાયિકા હતા. તેમણે લોકગીતો, ભજન, લગ્ન ગીતો અને ફિલ્મી ગીતો ગાયા છે.
દિવાળીબેન ભીલ જન્મ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામમાં થયો હતો.
તેમની મૂળ અટક લાઠીયા હતી.
માતાથી પ્રેરિત થઈને તેમણે નાની ઉંમરે જ પરંપરાગત ગરબા ગીતો ગાવાનું શરૂ કર્યું હતું.
નવ વરસની ઉંમરે પિતાને જુનાગઢ રેલ્વેમાં નોકરી મળવાથી એમની સાથે જુનાગઢ આવ્યા.
નવ વર્ષની ઉંમરે રાજકોટમાં તેમના લગ્ન થયા હતા, પરંતુ મતભેદોને કારણે એમનું લગ્ન-જીવન ફક્ત બે દિવસ ટક્યું હતું. તેમણે ફરી ક્યારેય લગ્ન કર્યા નહિ.
વીસ વર્ષની આસપાસ તેમને એક હોસ્પિટલમાં નોકરી મળી અને દસ વર્ષ સુધી ત્યાં કામ કર્યું. બાદમાં તેમણે જૂનાગઢ પબ્લિક હોસ્પિટલના નર્સિંગ ક્વાટર્સમાં ઘરેલુ સહાયક (રસોઈ બનાવનાર) તરીકે કામ કર્યું હતું
દિવાળીબેનનો તીણો અવાજ અને ઘેરો લહેકો તળપદી ગીતોને માધુર્ય બક્ષે તેવો હતો. આથી તેઓ નવરાત્રીનાં તહેવારમાં વણઝારી ચોકની ગરબીમાં ગરબા ગવડાવતાં. બાળપણથી જ લોકગીતો, ભજનો ગાવાનો શોખ હતો. તેમજ તેમનો કંઠ મધુર હતો. આથી વણઝારી ચોકની ગરબી લોકોમાં ખુબ પ્રિય બની ગઇ હતી.
નવરાત્રીનાં સમયે આકાશવાણીનાં ઉચ્ચ અધિકારીઓ અને ગાયક સ્વ.હેમુ ગઢવી નવરાત્રીનું રેકોર્ડિંગ કરવા જૂનાગઢ આવ્યા હતાં. ત્યારે સૌપ્રથમ વાર આ લોકોએ દિવાળીબેનને સાંભળ્યા હતા
૧૯૬૪માં ગુજરાતી લોકગાયક હેમુ ગઢવીએ તેમની પ્રતિભાને પારખી આકાશવાણી રાજકોટ ખાતે તેમનું પહેલું રેકોર્ડિંગ ગોઠવ્યું હતું. એ માટે એમને પાંચ રૂપિયાનું મહેનતાણું આપવામાં આવ્યું હતું.
સામાજિક કાર્યકર રતુભાઈ અદાણી તેમને દિલ્હી લઈ ગયા હતા, જ્યાં તેમણે લોકસંગીત મહોત્સવમાં પ્રથમ ઇનામ જીત્યું હતું.
સંગીતકાર કલ્યાણજીએ મુંબઈમાં લાઇવ સંગીત કાર્યક્રમ દરમિયાન તેમને સાંભળ્યા અને તેમને ગુજરાતી ફિલ્મોમાં પાર્શ્વગાયિકા તરીકે ગાવાનું આમંત્રણ આપ્યું હતું.
જેસલ તોરલ (૧૯૭૧) તેમની પ્રથમ ફિલ્મ હતી અને આ ફિલ્મનું ગીત "પાપ તારૂં પ્રકાશ જાડેજા…" ખૂબ લોકપ્રિય બન્યું હતું.
તેમણે લોકગીતોના કાર્યક્રમો ભારત સિવાય અમેરિકા, ન્યુઝીલેન્ડ, લંડન, આફ્રીકા જેવા 15 જેટલા દેશોમાં કર્યા હતા.
સ્ટેજ કાર્યક્રમોમાં તેમણે પ્રાણલાલ વ્યાસ સાથે સૌથી વધુ ગીતો ગાયાં.
દિવાળીબેનની મુળ અટક લાઠીયા. પરંતુ એમને સહુ ભીલ તરીકે જ ઓળખે. તેઓ કાર્યક્રમ આપે ત્યારે સાડલો માથે ઓઢ્યા વગર ક્યારેય ઉઘાડા માથે બેસીને કાર્યક્રમ આપતા નથી. તેમનો પહેરવેશ હંમેશાં પારંપરિક જ હોય છે.
દિવાળીબેને સંગીતમાં કોઈ ઔપચારિક શિક્ષણ મેળવ્યું ન હતું. તેમણે મોટી સંખ્યામાં લોકગીતો, ગરબા, ભજન, લગ્ન ગીતો અને ગુજરાતી ફિલ્મના ગીતો ગાયા હતા અને તેની ઓડિયો કેસેટ પણ બહાર પાડી હતી.
2001માં બહાર પડેલ સંગીત આલ્બમ "મનના મંજીરા" દ્વારા તેમને લોકપ્રિયતા મળી હતી.
"મારે ટોડલે બેઠો મોર",
"સોના વાટકડી રે કેસર ઘોળ્યા વાલમિયા",
"વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે",
"રામના બાણ વાગ્યા; હરિના બાણ વાગ્યા રે",
"હાલોને કાઠિયાવડી રે",
"કોકિલકંઠી",
"હું તો કાગળિયાં લખી લખી થાકી",
"વરસે વરસે અષાઢી કેરે મેઘ"
ગુજરાતી ફિલ્મ, હાલો ગામડે જઈયેનું "ચેલૈયા કુંવર ખમ્મા ખમ્મા રે" આલ્બમના અન્ય કેટલાક નોંધપાત્ર ગીતો હતા.
તેમણે હેમુ ગઢવી, લાખાભાઈ ગઢવી, ઇસ્માઇલ વાલેરા, વેલજીભાઈ ગજ્જર, કરસન સાગઠિયા, પ્રફુલ્લ દવે, ભીખુદાન ગઢવી, ઉષા મંગેશકર, દમયંતિ બરડાઈ, મુરલી મેઘાણી અને આનંદકુમાર જેવા અનેક સંગીતકારો અને ગાયકો સાથે કામ કર્યું હતું.
સન્માન અને એવોર્ડ
1990માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા
લંડનની ગુજરાતી સોસાયટીએ તેમની મુલાકાત દરમિયાન તેમનું સન્માન કર્યું હતું.
2015માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હેમુ ગઢવી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગુજરાત સરકારે તેમને ગુજરાત ગૌરવ પુરસ્કાર એનાયત કર્યો હતો.
19 મે 2016ના રોજ લાંબી બિમારીને કારણે તેમનું મૃત્યુ થયું હતું.
અભણ હોવા છતાં આજે પણ તેમને 700થી વધુ ગીતો કંઠસ્થ છે. દિવાળીબેન ભીલ આજે લોકોને એ શીખવી જાય છે કે, જીવનમાં ભણતર કેટલું છે તે જરૂરી નથી. જીવનમાં સંઘર્ષ કર્યા વિના કોઇ સફળતા મળતી નથી.
વિવિધ ફિલ્મોમાં તેમણે ગીતો ગાયા છે.
જેસલ તોરલ (1971)
હોથલ પદમણી (1974)
ભાદર તારા વહેતા પાણી (1976)
ગંગાસતી (1979)
મણિયારો (1980)
રા નવઘન 1976
સતી સાવિત્રી
લંકાની લાડી ઘોઘાનો વર (1978)
માંડવડા રોપાવો મનરાજ
મચ્છુ તારા વહેતા પાણી
ગોરલ ગરાસણી (1982)
સોનબા ને રૂપબા
અષાઢી બીજ
સંપૂર્ણ રામાયણ
વીર એભલ વાલો
ભગત પીપાજી
પીઠીનો રંગ
મૈયારમા મનડુ નથી લગતુ
શામળશાનો વિવાહ
વાત વચન અને વેર
માલી મેથાન
વિરાંગના નાથીબાઈ
દિયર વાતુ
સોનબાઈની ચુંદડી
સંત તુલસીદાસ
લાકો લોયન