ભાવનગર સ્થાપના દિવસ
અખાત્રીજ
ઇ.સ. 1723માં અખાત્રીજના પવિત્ર દિવસે સિહોરના દરબાર સાહેબ ભાવસિંહજી ગોહિલે વડવા નજીક નવી રાજધાની ભાવનગરની સ્થાપના કરી હતી.
આજે ભાવનગર શહેરને 300 વર્ષ પૂરા થયા છે ત્યારે ગોહિલવંશનાં પ્રજાવત્સલ રાજવીઓને વંદન. ભાવનગરના રાજવી 1800 પાદરના ધણી કહેવાતા હતા. અખાત્રીજના પર્વે ભાવનગરની સ્થાપનાને 300 વર્ષ પૂર્ણ થઇને 301માં વર્ષમાં પ્રવેશ કરશે.
એક સમયે કહેવાતું કે ભાવનગરમાં ‘સોનાનો સૂરજ ઊગે છે’ . સૂર્યવંશી ગોહિલોની રાજધાની સિહોરથી ખસેડીને ભાવનગર ખાતે ફેરવી હતી. કારણ કે. ભાવનગર પર બહારના આક્રમણખોરો દ્વારા હુમલાઓ વધી રહ્યાં હતા ત્યારે એક વધુ સુરક્ષિત રાજધાનીની જરૂર જણાતા વૈશાખ સુદ ત્રીજ (અક્ષય તૃતીયા) વિક્રમ સંવત 1779 (7 મે, ઈ.સ.1723)ના રોજ મૂળ જુના વડવા ગામના નાકે ભાવસિંહજી પ્રથમ દ્વારા ભાવનગર શહેરનો શિલાન્યાસ થયો હતો.
ભાવેણાની સ્થાપના થતાં વિશાળ સમુદ્રની જેમ જાણે કે રાજ્યનો વિસ્તાર, વસતિ અને વિકાસના ક્ષેત્રે પણ વૃદ્ધિ થઈ.સિહોરમાં કેન્દ્રિત એક નાનું દેશી રજવાડું પોતાના રાજ્યનો વિસ્તાર કરીને સૌરાષ્ટ્રનાં કુલ 222 રજવાડાઓમાં ત્રીજા નંબરનું મહત્ત્વનું દેશી રાજ્ય બન્યું હતું.
ગંગાજળીયા તળાવ, ગૌરીશંકર તળાવ, વિકટોરીયા પાર્ક, તખ્તેશ્વર મહાદેવ, જશોનાથ, ગંગાદેરી, ક્રેસન્ટ સર્કલ, ભાવવિલાસ પેલેસ, નિલમબાગ પેલેસ, નંદકુવરબા શાળા, લાલ દવાખાનું (સર તખ્તસિંહજી હોસ્પિટલ ), બાર્ટન લાઈબ્રેરી,આલ્ફ્રેડ હાઈસ્કૂલ સહિતના સ્થળો આપણા ભાવનગરની શાન છે.
ભાવનગરના દક્ષિણ દિશમા અરબી સમુદ્ર આવેલ છે. ભાવનગર 152 કિમીનો દરિયા કિનારો ધરાવે છે જેના કાંઠે કોળિયાક, ઝાંઝમેર, ગોપનાથ, અલંગ, પીરમબેટ, ચુડા જેવા ફરવાલાયક સ્થળો આવેલ છે. સાથે સાથે ઘોઘા ખાતે ઘોઘા-દહેજ અને ઘોઘા-હજિરા ફેરી માટેનું ટર્મિનલ આવેલ છે. અલંગ એ જહાજ ભાંગવા માટેનું સૌથી મોટુ સ્થળ આવેલ છે જ્યા વિદેશથી જહાજો અને શીપ ભંગાળ માટે આવે છે.
લોકગેટ..
ભાવનગરના નવા બંદરના વિકાસને વધારવા તેમાં કાંપને લીધે પુરાણ ન થાય તે માટે એશિયામાં સર્વ પ્રથમ લોકગેટ બાંધવાનો કલ્પના કરેલી અને તે માટે આયોજન કરાયા બાદ 1961માં લોકગેટ કાર્યરત થઇ ગયો હતો.
ગંગાદેરી...
ભાવનગરમાં નમૂનેદાર સ્થાપત્યોમાં ગંગાદેરીની છે. સફેદ આરસમાંથી આગ્રાના તાજમહેલની પ્રતિકૃતિ સમી 'ગંગાદેરી’ આવેલ છે.
ટાઉનહોલ...
કૃષ્ણુકમારસિંહજીના લગ્ન જ્યાં થયેલા તે ટાઉનહોલ છે.. ઇટાલિયન માર્બલના બેશકિંમતી ઝુમ્મર અને અન્ય ડેકોરેશનની કલાત્મક ચીજો હતી . મહારાજા એ આ હોલ લગ્ન બાદ પ્રજાને અર્પણ કર્યો હતો.
ભાવનગર-તળાજા ટ્રેન...
સમગ્ર કાઠિયાવાડ પ્રાંતમાં સૌ પ્રથમ રેલવેનો ભાવનગર રાજ્યે, 18 ડિસેમ્બર 1880નાં રોજ પ્રારંભ કર્યો હતો અને બાદમાં ભાવનગર રાજ્યમાં આંતરિક રેલવે જોડાણ કરાયુ઼ હતુતેમાં છેક 1980ના દશકા સુધી ભાવનગરથી તળાજાની રેલવે લાઇન હતી તે સુવિધા હવે ઉપલબ્ધ નથી.
સંસ્કૃત પાઠશાળા...
સંસ્કૃત પાઠશાળાઓ કાર્યરત હતી પણ આજની તારીખે હવે એકાદ બે પાઠશાળા માંડ રહી છે. ભાવનગર રાજ્યએ તો તેના મહાલ(તાલુકા) કક્ષાએ પણ સંસ્કૃત પાઠશાળાઓ ઉભી કરી સંસ્કૃતનું શિક્ષણ આપવાનો આરંભ કર્યો હતો પણ એ વિરાસત જળવાઇ નથી.
સુએઝ પ્લાન્ટ...
ભાવનગર શહેરમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ રાજવી કાળમાં જર્મનીમાંથી એન્જીનીયરને બોલાવીને કાર્યરત કરાયો હતો. જે ગટરના પ્રદુષિત પાણીને શુદ્ધ કરતો હતો. ભાવનગરમાં આઝાદી પહેલા આ પ્રકારનો પ્લાન્ટ સૌ પ્રથમ સ્થપાયો હતો પરંતુ બાદમાં તંત્રની આળસને કારણે અને બેદરકારીથી બંધ પડી ગયો હતો.
જુદા જુદા વિસ્તારમાં અખાડા...
બાળકો અને તરૂણોમાં સ્વાસ્થ્ય સંબંધે જાગૃતિ વધે તેમજ વિવિધ પ્રવૃત્તિઓ કરી શકાય તે માટે મહારાજાએ એક સમયે ભાવનગર શહેરમાં 22થી વધુ અખાડા કાર્યરત હતા તેમાં આજની તારીખે હવે માંડ ત્રણથી ચાર અખાડા કાર્યરત છે. અખાડાની પ્રવૃત્તિ માટે ભાવનગર નમૂનેદાર ગણાતું પણ હવે અખાડા નામશેષ થઇ ગયા છે.
દરબાર બેન્ક...
રાજવી પરિવારે 1 એપ્રિલ,1902ના રોજ બેન્ક શરૂ કરી તેનું પછી નામ ભાવનગર દરબાર સેવિંગ્ઝ બેન્ક રખાયું હત જેથી ભાવનગરમાં ઉદ્યોગ, વીજળી, બંદર વિગેરેની સુવિધા વધીહતી. બાદમાં આ બેન્કનું નામ સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્ર રખાયુ઼ પણ 2008માં આ સમગ્ર બેન્કને એસબીઆઇમાં મર્જ કરી દેવાતા ભાવનગરને નુકશાન વેઠવું પડ્યું
ભાવનગરના સર્વાંગી વિકાસમાં બદલાવ લાવશે આ છ પ્રોજેક્ટ
ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ
ભાવનગર - અમદાવાદ શોર્ટ રૂટનું સંપૂર્ણ કાર્ય હવે પૂર્ણ થવામાં છે અને આ રોડ સુવિધાજનક થવાથી ભાવનગરથી અમદાવાદ સુધી અઢીથી 3 કલાકમાં પહોંચી જવાશે. ભાવનગરથી સુરત અને વડોદરા જવા માટે પણ સુવિધા વધી છે.
સીએનજી ટર્મિનલ...
1900 કરોડના રોકાણ સાથે વિશ્વનું પ્રથમ સી.એન.જી.પોર્ટ ટમિર્નલની ભાવનગરમા થવાની છે અને આ ટર્મિનલની સી.એન.જી.ની ક્ષમતા વાર્ષિક 1.5 મિલિયન મેટ્રિક ટનની હશે. પોર્ટ બેઝિન માટેની ચેનલ, ડ્રેજીંગ વિગેરે સુવિધા હશે.
સાયન્સ મ્યુઝિયમ...
ભાવનગર શહેરમાં નારી ગામ પાસે 20 એકર વિશાળ જમીનમાં રૂપિયા 81 કરોડના ખર્ચે વિજ્ઞાન મ્યુઝિયમ સાકાર થશે. વિજ્ઞાન મ્યુઝિયમમાં 20 એકર જમીનમાં આશરે એક લાખ સ્ક્વેર ફીટનું બાંધકામ થશે.
વ્હિકલ સ્ક્રેપ યાર્ડ...
ભાવનગરના અલંગ નજીક વ્હિકલ સ્ક્રેપ યાર્ડ નિર્માણ પામશે. ફરનેસ જેવી સ્ક્રેપનો ઉપયોગ કરનાર ઇન્ડસ્ટ્રી પણ અલંગ નજીકમાં છે. આ ઉદ્યોગથી જિલ્લાના હજારો લોકોને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે રોજીરોટી મળશે.
ખંભાતના અખાતનો પૂલ...
ભાવનગરથી ખંભાત સુધી અખાતમાં પૂલ બંધાતા અંતરમાં 100થી 150 કિલોમીટર જેવો ઘટાડો થશે. મીઠા પાણીની પાઇપલાઇન આ રોડની સમાંતર બનાવી શકાશે. ગેસ અને વીજ લાઇન સમાંતર રાખી શકાશે. તળ સુધરશે.
ચિત્રા મંદિર...
શહેરના ચિત્રામાં સૌરાષ્ટ્રનું સૌથી વિશાળ સ્વામીનારાયણ મંદિર આકાર લઇ રહ્યું છે. 300 ફૂટ લંબાઇ, 250 ફૂટ પહોળાઇ અને 108 ફૂટ ઉંચા આ મંદિરમાં 6 લાખ ઘનફૂટ પથ્થર વપરાશે. 1000 વિદ્યાર્થીઓ વિનામૂલ્યે રહી શકશે.
No comments:
Post a Comment
comment about blog, quiz, certificate.
my work