મહિનામા આવતા મહત્વના દિવસોની યાદી

સુવિચાર

"જો તમારી અંદર પ્રતિભા હોય તો તમે જરૂર સફળ થશો પછી ભલે પરિસ્થિતીઓ કેટલી પણ વિપરીત કેમ ન હોય તે તમને સફળતાની ઉડાન ભરવાથી ક્યારેય રોકી શકશે નહી"

16 August, 2021

સુભદ્રાકુમારી ચૌહાણ

 સુભદ્રાકુમારી ચૌહાણ

(ખૂબ લડી મર્દાની વો તો ઝાંસીવાલી રાણી થી.. ગીતના લેખીકા)

ભારતની પ્રથમ મહિલા સત્યાગ્રહી



જન્મતારીખ: 16 ઓગસ્ટ 1904
જન્મ સ્થળ: નિહાલપુર, પ્રયાગરાજ(અલ્હાબાદ), ઊત્તરપ્રદેશ
પિતાનું નામ: રામનાથસિંહ ઠાકુર
પતિનું નામ: લક્ષ્મણસિંહ ચૌહાણ
અવશાન: 15 ફેબ્રુઆરી 1948 (સિવની, મધ્યપ્રદેશ)

જો ખુબ લડી મર્દાની વહ ઝાંસી વાલી રાની થી... તમને આ કવિતાની લેખિકા સુભદ્રા કુમારી ચૌહાણનું નામ યાદ જ હશે, પરંતુ તમે તેના સમગ્ર જીવન વિશે ભાગ્યે જ જાણતા હશો. સુભદ્રા કુમારી ચૌહાણ માત્ર એક કવિ જ નહીં પણ એક સ્વાતંત્ર્ય સેનાની પણ હતા. તે દેશની પ્રથમ મહિલા સત્યાગ્રહી હતા.

સુભદ્રા કુમારી ચૌહાણ મહાત્મા ગાંધીના અસહકાર આંદોલનમાં ભાગ લેનારા પ્રથમ મહિલા સત્યાગ્રહી હતા. સુભદ્રા કુમારી ચૌહાણ ઘણી વખત જેલમાં ગયા હતા

સુભદ્રાકુમારી ચૌહાણનો જન્મ નાગપાંચમના દિવસે 16 ઓગસ્ટ, 1904ના રોજ અલ્હાબાદ નજીક નિહાલપુરમાં થયો હતો. તેમના પિતા રામનાથ સિંહ જમીનદાર હતા. તેઓ અભ્યાસ અંગે પણ સભાન હતા. 
તેમણે અલ્લાહાબાદની ક્રોસ્ટવેર ગર્લ્સ કૉલેજમાં અભ્યાસ કર્યો હતો
પોતાની પ્રતિભા બતાવીને સુભદ્રાએ પણ બાળપણથી જ કવિતા પઠન કરવાનું શરૂ કર્યું હતું. તેમની પ્રથમ કવિતા 9 વર્ષની ઉંમરે પ્રકાશિત થઈ હતી, જે તેમણે લીમડાના ઝાડ પર લખી હતી.

સુભદ્રાકુમારી ચૌહાણ માત્ર ટૂંકા સમયમાં કવિતા લખી દેતા હતા. આ સાથે અભ્યાસમાં પણ તેમને ટોપર હતા. શિક્ષકો સાથે તેમના સહપાઠીઓમાં પણ તેમને પ્રિય હતા. કવિતા લખવાની પ્રક્રિયા જે બાળપણમાં શરૂ થઈ હતી, પછી જીવનભર યથાવત રહી હતી.
15 વર્ષની વયે તેમનાં લગ્ન ખંડવા-નિવાસી(મધ્ય પ્રદેશ)  અને જબલપુરના ઍડ્વોકેટ ઠાકુર લક્ષ્મણસિંહ ચૌહાણ સાથે થયેલાં. તે પણ સ્વાતંત્ર્યસૈનિક હતા. લગ્ન બાદ પણ તેમણે તેમનો અભ્યાસ ચાલુ રાખેલો.

તેમને દેશભક્તિનાં ગીતો ગાનાર તેમના પિતા ઠાકુર રામનાથસિંહ તરફથી પ્રેરણા મળેલી અને 1920–21માં તેમનાં દેશભક્તિભર્યાં કાવ્યો હિંદીના જોશીલા સાપ્તાહિક ‘કર્મવીર’માં તથા ‘સરસ્વતી’ અને ‘માધુરી’ સામયિકમાં પ્રકાશિત થયેલાં 

તેમણે મહાત્મા ગાંધીની અસહકારની ચળવળ દરમિયાન 1920માં અભ્યાસનો ત્યાગ કર્યો અને બંને પતિ-પત્નીએ રાષ્ટ્રીય આંદોલનમાં સક્રિય ભાગ લેવા માંડ્યો. આંદોલન માટેનો ફાળો ઉઘરાવતાં તેઓ ગામેગામ ઘૂમી વળ્યાં. પછી તેઓ નાગપુર ઝંડા આંદોલનમાં જોડાયાં. તેમણે પ્રથમ 1923માં અને પછી 1942માં જેલવાસ ભોગવ્યો હતો. જાતે ગિરફતાર થનાર તેઓ પ્રથમ મહિલા-સત્યાગ્રહી હતાં.

આ રાજકીય આંદોલનથી પ્રેરાઈને હૃદયનો અગ્નિ કવિતા રૂપે પ્રગટ થયો. તેમણે ‘સેનાની કા સ્વાગત’; ‘વીરોં કા કૈસા હો વસન્ત’ અને ‘ઝાંસી કી રાણી’ જેવાં અત્યંત પ્રેરણાદાયી અને દેશભક્તિપૂર્ણ કાવ્યો લખ્યાં.

 ‘ઝાંસી કી રાની’ની ગણના હિંદી સાહિત્યમાં શ્રેષ્ઠ કાવ્ય તરીકે અને અધિકતર વંચાતા અત્યંત લોકપ્રિય કાવ્યમાં થાય છે. 1931માં તેમણે ‘મુકુલ’ કાવ્યસંગ્રહ પ્રગટ કર્યો, જેને સક્સેરિયા પુરસ્કાર આપવામાં આવેલો. ‘બિખરેં મોતી’ નામક તેમના વાર્તાસંગ્રહને પણ એ જ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. બાળકો માટે પણ તેમણે કાવ્યો રચેલાં. તેમનો અન્ય વાર્તાસંગ્રહ ‘ઉન્માદિની’ (1934) અને ‘સીધેં સાદેં ચિત્ર’ તેમના મૃત્યુ બાદ પ્રગટ થયાં હતાં.

તેમની એક કવિતા 'વીરો કા કૈસા હો વસંત' છે આ રહી હિમાલય સે પુકાર હૈ ઉદધી ગરજતા બાર બાર પ્રાચી પશ્ચિમ ભૂ નભ અપાર સબ પુછ રહે હૈ દિગ-દિગન્ત વિરો કા કૈસા હો વસંત? આ ભાવના માત્ર તેમની કવિતામાં સિંચાઈ નથી. જ્યારે ગાંધીજી દેશભરમાં તેમના આંદોલન માટે હાંકલ કરી રહ્યા હતા, ત્યારે સુભદ્રાએ પણ તેમની ભાગીદારી નોંધાવી હતી. તે સ્પષ્ટ છે કે, તેમને માત્ર રાષ્ટ્રવાદી કવિ જ નહીં, પણ એક દેશભક્ત મહિલા પણ હતા.

જલિયાં વાલે બાગ મેં વસંત'માં તેમણે લખ્યું છે કે - પરિમલહિન પરાગ દાગ-સા પડા હૈ હા ! યહ પ્યારા બાગ ખૂન સે સના પડા હૈ આઓ પ્રિય ઋતુરાજ? કિંતુ ધીરે સે આના યહ હૈ શોક-સ્થાન યહાં મત શોર મચાના કોમલ બાલક મરે યહાં ગોલી ખા-ખાકર કલિયા ઉનકે લિયે ગિરાના થોડી લાકર સુભદ્રાના લગ્ન લક્ષ્મણ સિંહ સાથે નક્કી થયા હતા. લક્ષ્મણ સિંહ નાટ્યકાર હતા અને તેમણે તેમની પત્નીને તેમની પ્રતિભાને આગળ વધારવામાં હંમેશા સહયોગ કર્યો હતો. તેમને સાથે મળીને કોંગ્રેસ માટે કામ કર્યું હતું. સુભદ્રા મહિલાઓની વચ્ચે જતા અને તેમને સ્વદેશી અપનાવવા અને તમામ સંકુચિત માનસિકતા છોડવા માટે પ્રેરિત કરતા હતા.

તેમણે ત્રણ વાર્તા સંગ્રહો લખ્યા હતા, જેમાં બિખરે મોતી, ઉન્માદિની અને સીધે સાદે ચિત્ર નો સમાવેશ થાય છે. કાવ્ય સંગ્રહમાં મુકુલ, ત્રિધારા વગેરેનો સમાવેશ થાય છે. તેમની પુત્રી સુધા ચૌહાણે પ્રેમચંદના પુત્ર અમૃત રાય સાથે લગ્ન કર્યા છે, તેમણે તેમની માતાનું જીવનચરિત્ર 'મિલે તેજ સે તેજ' લખ્યું છે.

ભારતીય રાષ્ટ્રીય ચળવળના સહભાગી તરીકે તેમને તેમના પ્રભાવશાળી લેખન અને કવિતાઓનો ઉપયોગ અન્ય લોકોને પ્રેરિત કરવા માટે હથિયાર તરીકે કર્યો હતો. તેમના આર્ટીકલ્સમાં તેમણે ભારતની આઝાદીની ચળવળ દરમિયાન ભારતીય મહિલાઓને પડતી મુશ્કેલીઓ અને પડકારોનું નિરૂપણ કર્યું હતું.

તેમણે 4 6 જેટલી કહાનિયા લખી છે, જ્યારે 2 કવિતા સંગ્રહ અને 3 કથા સંગ્રહ લખ્યા છે.

ચૌહાણે હિન્દીની ખડીબોલી બોલીમાં લખ્યું હતું. તેમને બાળકો માટે કવિતાઓ અને સમાજના મધ્યમ વર્ગના જીવન પર આધારિત કેટલીક ટૂંકી વાર્તાઓ પણ લખી છે. તેમના અનુકરણીય કાર્યના સન્માનમાં ભારતીય તટરક્ષક જહાજનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશ સરકારે જબલપુરની મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી સમક્ષ તેની પ્રતિમા મૂકવામાં આવી હતી.

15 ફેબ્રુઆરી, 1948ના રોજ મધ્યપ્રદેશમાં સિવની પાસે એક કાર- અકસ્માતમાં તેમનું અવસાન થયું હતું.

 તેમને પોતાના પ્રિય મૃત્યુ વિશે કહેતા હતા કે, મને મૃત્યુ બાદ પણ પૃથ્વી છોડવાની ઇચ્છા નથી. મારી સમાધિ એવી રીતે બનાવજો કે જેની આસપાસ મેળો ભરાતો હોય, બાળકો રમતા રહેતા હોય, સ્ત્રીઓ ગાતી અને ત્યાં હંમેશા કોલાહલ રહેતી હોય.



ગુગલ દ્વારા 16 ઓગસ્ટ 2021ના રોજ તેમની 117મી જન્મજયંતિ એ ડુડલ બનાવવામાં આવ્યું હતું.


ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા 1976માં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.

1930માં તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ  "મુકુલ" પ્રકાશિત થયો હતો, આ ઉપરાંત 1931માં બીખરે મોતી,  1934માં ઉન્માદિની,  1947માં શીધે સાદે ચીત્ર પ્રકાશિત થયા હતા. 

सुभद्रा कुमारी चौहान हिंदी साहित्य की एक जगमगाती किरण हैं जिन्होंने साहित्य को 'ख़ूब लड़ी मर्दानी वह तो झांसी वाली रानी थी' जैसी कविताएं लिखकर रौशन किया। सुभद्रा जी के काव्य से पेश हैं चुनिंदा कविताएं
 

देव! तुम्हारे कई उपासक कई ढंग से आते हैं 
सेवा में बहुमूल्य भेंट वे कई रंग की लाते हैं 

धूमधाम से साज-बाज से वे मंदिर में आते हैं 
मुक्तामणि बहुमुल्य वस्तुऐं लाकर तुम्हें चढ़ाते हैं 

मैं ही हूँ गरीबिनी ऐसी जो कुछ साथ नहीं लायी 
फिर भी साहस कर मंदिर में पूजा करने चली आ

झांसी की रानी

सिंहासन हिल उठे राजवंशों ने भृकुटी तानी थी,
बूढ़े भारत में भी आई फिर से नयी जवानी थी, 
गुमी हुई आज़ादी की कीमत सबने पहचानी थी, 
दूर फिरंगी को करने की सबने मन में ठानी थी। 

चमक उठी सन सत्तावन में, वह तलवार पुरानी थी, 
बुंदेले हरबोलों के मुँह हमने सुनी कहानी थी, 
खूब लड़ी मर्दानी वह तो झाँसी वाली रानी थी

परिचय

ललित-कलित कविताएं।
चाहो तो चित्रित कर दूँ 
जीवन की करुण कथाएं॥

सूना कवि-हृदय पड़ा है, 
इसमें साहित्य नहीं है।
इस लुटे हुए जीवन में, 
अब तो लालित्य नहीं है

फूल के प्रति

डाल पर के मुरझाए फूल!
हृदय में मत कर वृथा गुमान।
नहीं है सुमन कुंज में अभी
इसी से है तेरा सम्मान॥

मधुप जो करते अनुनय विनय
बने तेरे चरणों के दास।
नई कलियों को खिलती देख
नहीं आवेंगे तेरे पास॥

सहेगा कैसे वह अपमान?
उठेगी वृथा हृदय में शूल।
भुलावा है, मत करना गर्व
डाल पर के मुरझाए फूल॥

वीरों का कैसा हो वसंत

आ रही हिमालय से पुकार
है उदधि गरजता बार बार
प्राची पश्चिम भू नभ अपार;
सब पूछ रहें हैं दिग-दिगन्त
वीरों का कैसा हो वसंत

फूली सरसों ने दिया रंग
मधु लेकर आ पहुंचा अनंग
वधु वसुधा पुलकित अंग अंग;
है वीर देश में किन्तु कंत
वीरों का कैसा हो वसंत

साभार- कविताकोश 

14 August, 2021

દેશભક્તિ ફિલ્મ અને ગીતો

 દેશભક્તિ ફિલ્મ અને ગીતો


દેશ ભક્તિ અને આપણા ફિલ્મી સર્જકોનો નાતો વર્ષો પૂરાણો છે.

 દેશમાં આઝાદીની ચળવળ શરૃ થઇ કે તરત જ આપણા ફિલ્મ સર્જકોએ દેશભક્તિ પર આધારિત ફિલ્મો બનાવી લોકોમાં દેશ દાઝની જ્વાળા ફેલાવાનો પ્રયાસ શરૃ કર્યો હતો.


પ્યારા વતન', 'વતન ફરોશ', 'વતન કી પુકાર', 'સ્વર્ગ સે સુંદર દેશ હમારા' જેવી ઘણી ફિલ્મો તે જમાનામાં બની હતી આઝાદી પછી પણ દેશભક્તિનો જુવાળ ઓસર્યો નથી. બોલીવૂડનો ઇતિહાસ દેશ ભક્તિના રંગથી રંગાઇ ગયેલો જોવા મળશે.


આઝાદીના અમર લડવૈયા શહિદ ભગતસિંહની વાત કરીએ તો અત્યાર સુધી શહિદ ભગતસિંહ પર ઘણી ફિલ્મો બની છે. ૧૯૬૩માં રિલિઝ થયેલી 'શહિદ ભગતસિંહ'માં શમ્મી કપૂરે ભગતસિંહનું પાત્ર ભજવ્યું હતું. હુશ્નરામ ભગતરામના સંગીતમાં બધ્ધ થયેલા દેશ ભક્તિના ગીતોએ ભારતની જનતાને દેશ પ્રેમમાં ઝબોળી નાખી હતી.

૧૯૬૫માં મનોજકુમારે ભગતસિંહના જીવન આધારિત  'શહીદ' બનાવી આ ફિલ્મે તે જમાનામાં ઘણી લોકપ્રિયતા મેળવી હતી પ્રેમ ધવનના સંગીતમાં બદ્ધ થયેલા ગીતોએ પણ ઘણી ધૂમ મચાવી હતી. આ પછી 'મિ. ભારત'નું બિરુદ મેળવનાર મનોજકુમાર દર્શકોને 'ઉપકાર', 'પૂરબ ઔર પશ્ચિમ', 'ક્રાંતિ', 'રોટી કપડા ઔર મકાન' જેવી દેશ ભક્તિ પર આધારિત ઘણી ફિલ્મો આપી અને આ ફિલ્મોએ ઘણી લોકપ્રિયતા મેળવી હતી.

'મેરા ભારત મહાન' તેમજ 'જય જવાન જય કિસાન' જેવા સૂત્રોએ લોકપ્રિય બનાવવા પાછળ મિ. ભારતનો ફાળો નાનોસૂનો સમજવાની ભૂલ થઇ શકે તેમ નથી

દેશ ભક્તિ પર આધારિત ગીતોની વાત આવે છે ત્યારે અય મેરે વતન કે લોગો ગીત યાદ આવ્યા વિના રહેતું નથી, આ ઉપરાંત 'ઝીરો દિયા મેરે ભારતને...' ગીત દ્વારા મનોજ કુમારે પણ એનઆરઆઇઓને આપણાં દેશની બુધ્ધિમત્તાનો પરિચય આપી દીધો હતો.

'હકીકત', 'બોર્ડર', 'એલએસી' જેવી યુદ્ધ ફિલ્મો દ્વારા  પણ દેશ પ્રેમના જલવા જોવા મળ્યા હતા. દેશની આઝાદી માટે પ્રાણની આહુતિ આપનાર  લોકોને અંજલિ આપવાનો આથી શ્રેષ્ઠ માર્ગ કયો મળવાનો છે?

'હકીકત'ના કર ચલે હમ ફિદા જાનોંતન સાથિયો' ગીતે દર્શકોની આંખમાં અશ્રુઓની ધારા વર્ષાવવામાં સફળતા મેળવી હતી

લગાન: જે 15 જુન 2001માં રીલીઝ થઇ હતી.


મંગળ પાંંડે:ધ રાઇઝીંગ :- જે 12 ઓગસ્ટ 2005ના રોજ રિલિઝ થઇ હતી.



શહિદ: જે 1 જાન્યુઆરી 1965ના રોજ રિલિઝ થઇ હતી જેમા મનોજકુમારે ભગતસિંહનો અભિનય કર્યો હતો.


ઉપકાર (1967)


શહિદ


ક્રાંતિ




ક્રાંતિવીર (1994)



ધ લિજેન્ડ ઓફ ભગતસિંહ (2002)


23 માર્ચ 1931 શહિદ 



લક્ષ્ય (2004)



બોર્ડર (1997)


એલ.ઓ.સી: કારગીલ


અબ તુમ્હારે હવાલે વતન સાથીઓ


ઇન્ડિયન 



તિરંગા (1993)


હકીકત



હકીકત



હિન્દુસ્તાન કી કસમ



હિન્દુસ્તાન કી કસમ (1999)



રાગ દેશ



મા તુજે સલામ


કર્મા 


ઉરી:ધ સર્જિકલ સ્ટ્રાઇક (2019)


રાઝી (2018)


ધ ગાઝી એટેક (2017)


મણિકર્ણિકા:ધ ક્વીન ઓફ ઝાંસી 


કેસરી (2019)


ભૂજ: પ્રાઇડ ઓફ ઇન્ડિયા


1971 (2007)


ગાંધી ટુ હિટલર 


ગાંધી 


બોઝ: ધા ફોર્ગોટન હીરો


એર લિફ્ટ (2016)


મિશન કાશ્મીર


ધ હીરો

રંગ દે બસંતી (2006)

હોલી ડે



13 August, 2021

શ્રી અરવિંદ ઘોષ

 શ્રી અરવિંદ ઘોષ


જન્મતારીખ: 15 ઓગસ્ટ 1872

જન્મસ્થળ: કલકત્તા

પિતાનું નામ: ડૉ. કૃષ્ણઘન ઘોષ

માતાનું નામ: સ્વર્ણલતા

અવશાન: 5 ડિસેમ્બર 1950

ઉપનામ/ઉપાધિ: મહર્ષિ

ભારતની સ્વતંત્રતાના દિવસે 15મી ઓગસ્ટ, 1972ના દિવસે હુગલી જીલ્લાના કોન્નર ગામમાં અરવિંદ ઘોષનો જન્મ થયો હતો. હુગલી કલકત્તાની અંદર આવેલ છે

અરવિંદના પિતા ડો. કૃષ્ણધન ઘોષ પણ એક પ્રતિષ્ઠિત વ્યક્તિ હતાં. અરવિંદ ઘોષ ત્રીજા પુત્ર હતાં. અરવિંદની માતા સ્વર્ણલતા બ્રહ્મસમાજી દેશની સાંસ્કૃતિક વાતાવરણમાં ઉછરેલા હતા તેથી તેમનામાં પૂર્ણ ભારતીય સંસ્કારો હતાં.

દાર્જીલીંગ અંગ્રેજી સ્કુલમાં દાખલ કરાવી દિધા. તેમને ત્યાં અંગ્રેજીની સાથે સાથે લેટીન ભાષા પણ શીખી હતી 

તેમના પિતા પોતાના બાળકોને ખુબ જ સારી શિક્ષા આપવા માંગતા હતાં તેથી તેમણે પોતાના પુત્રોને લંડનની સ્કુલમાં મોકલી દીધા.

અરવિંદ નાનપણથી જ ખુબ હોશિયાર હતાં. તેઓ સ્કુલના પુસ્તકોની સાથે સાથે બહારના પુસ્તકો પણ વાંચતાં હતાં. તેઓને નાનપણથી જ કવિતાઓ લખવાનો શોખ હતો. તેમનો આ શોખ ધ લાસ્ટ પોયમ્સ પર આવીને પૂર્ણ થયો હતો. અરવિંદની બધી જ કવિતાઓ સાવિત્રી નામના ગંદયકાવ્યની અંદર રાખવામાં આવી છે.

તેઓ મુનિઓ જેવું જીવન જીવતાં હતાં. તેઓએ ત્યાં રહીને ઘણી ભાષાઓનું જ્ઞાન મેળવ્યું હતું. આ સિવાય તેમને સમકાલીન સંસ્કૃતિ, સભ્યતા, ધર્મ, દર્શન, સમાજ વગેરેનો ઉંડો અભ્યાસ કર્યો હતો.

ત્યારબાદ તેણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો. આ સમય દરમિયાન તેમણે આઈસીએસ માટેની તૈયારી કરી અને સિવિલ સર્વિસીઝ પરીક્ષા પાસ કરી. જો કે, તેણે અશ્વવિષયક પરીક્ષા આપવાનો ઇનકાર કર્યો હતો અને તેઓ સિવિલ સેવામાં જોડાઈ શક્યા નહીં.

અરવિંદ નહોતા ઈચ્છતાં કે તેઓ આઈ.સી.એમ. બને અને તેમના પિતાની ઈચ્છા તેમને આઈ.સી.એમ બનાવવાની હતી.

અરવિંદના હદયમાં પિતાની પ્રેરણાથી પ્રજ્વલિત રાષ્ટ્રીય સન્માનની ભાવના જાગ્રત થઈ અને તેઓ વિદેશમાં રહીને પણ આઝાદીના લડવૈયાઓની સાથે મળીને ભારતના સ્વતંત્ર આંદોલનના વિષયમાં જાણકારી લેતાં રહ્યાં.

તેમણે બ્રિટિશ કાયદા સામે અવાજ ઉઠાવ્યો અને ઘણા લેખો લખ્યા. આ વિરોધ માટે તેને જેલમાં જવું પડ્યું હતું પરંતુ તેણે પોતાનું કામ ચાલુ રાખ્યું હતું. જો કે, બાદમાં તેને મુક્ત કરવામાં આવ્યા હતા.

અરવીંદે ઇંગ્લેન્ડમાં ભણતા બીજા ભારતીય યુવાનો સાથે મળીને એક ક્રાંતિકારીઓનું મંડળ બનાવ્યું જેનું નામ "મજલીસ" રાખ્યુ અને બીજુ મંડળ લંડનમાં બનાવ્યુ જેનુ નામ : લોટ્સ એન્ડ ડ્રેગર- કમળ અને ખંજળ" રાખ્યું. આ મંડળના સભ્યોએ ઇંગ્લેન્ડની ભૂમિ પર જ હિંદને સ્વતંત્ર કરવાની ઘોષણા કરી તેમજ બ્રિટિશ વિરુદ્ધ કડક ભાષણો પણ આપવાના શરુ કર્યા, ત્યાની ઇન્ડિયા ઓફિસે આની નોંધ લીધી અને એની કાળી યાદીમાં અરવીંદ અને તેમના ક્રાંતિકારીઓ આવી ગયા.

17 વર્ષની ઉંમરે તેમણે હેક્યુબાનો ભાગ- નામના પુસ્તકનું ગ્રીકમાંથી અંગ્રેજીમાં અનુવાદ કર્યુ હતુ જેની તારીફ તે વખતના પ્રખ્યાત સાહિત્યકાર લોરેન્સે કરી હતી અને વધુ લખવાની પ્રેરણા આપી હતી.

તે સમયે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ઇંગ્લેન્ડ આવ્યા હતા ત્યારે શ્રી અરવીંદની મુલાકાત  સયાજીરાવ ગાયકવાડ સાથે થઇ,  શ્રી અરવીંદનું સાહિત્ય વિશેનું જ્ઞાન અને આવડત જોઇને મહારાજાએ નોકરી પર રાખી લીધા.

શ્રી અરવીંદ 8 ફેબ્રુઆરી 1893માં 14 વર્ષ પછી ભારત પાછા આવે છે.

રાષ્ટ્રીય ભાવનાથી ઓતપ્રોત થઈને તે 21 વર્ષેની ઉંંમરે ભારત ફર્યા. ત્યાર બાદ તેઓ સ્વતંત્રતા આંદોલનમાં કુદી પડ્યાં. તેઓ દેશવાસીઓનાં હદયમાં દેશપ્રેમની જ્વાળા સળગાવતાં રહ્યાં તેથી તેઓ અંગ્રેજોની આંખમાં ખટકવા લાગ્યા. અરવિંદ ક્રાંતિકારીઓની અંદર બધાના સૌથી પ્રિય નેતા હતાં.

તેમણે બ્રિટિશ સરકાર વિરુદ્ધ "ઇન્દુપ્રકાશ" નામનું મેગેઝીન પ્રકાશિત કર્યુ જેમા શ્રી અરવીંદ બ્રીટિશરો વિરુદ્ધ એકદમ કડક ભાષામાં ખોદણી કરતા આથી તેમની ધરપકડ કરવાનું વોરંટ કાઢ્યુ. ત્યારબાદ તેમણે "ઝીરો" નામથી બીજુ મેગેઝીન બહાર પાડ્યુ. સાથે જ તેઓ તેમના જીવનનો ઐતિહાસિક ગ્રંથ "સાવિત્રી" લખવાની શરુઆત કરે છે જે તેમના જીવનનો સૌથી મોટો ગ્રંથ હતો.


 બંગાળના મહાન ક્રાંતિકારીઓમાંના એક મહર્ષિ અરવિંદ એ દેશની આધ્યાત્મિક ક્રાંતિના પ્રથમ સ્પાર્ક હતા, તેમના આહવાન પર, હજારો બંગાળી યુવાનોએ દેશની આઝાદી માટે હસતા – હસતા જીવ આપી દીધો. સશસ્ત્ર ક્રાંતિ માટેની તેમની પ્રેરણા આજે પણ યાદ છે.

સમગ્ર દેશમાં બંગભંગ સામે આંદોલન શરૂ કર્યું. તેમાં શ્રી અરવિંદ સક્રિય ભાગ લીધો.વડોદરાની નોકરી છોડી નેશનલ કોલેજ કલકત્તામાં આચાર્ય તરીકે જોડાયા.

શ્રી અરવીંદે સ્વાતંત્ર્યવીરોની પ્રેરણા માટે ભવાની માતાનું મંદીર બાંધવાની યોજના બનાવી જેનો મુખ્ય હેતુ દેશ ભક્તોના મનમા અને હદયમા હિંદની સ્વતંત્રતા માટે દેશ દાઝ પેદા કરાવાનો હતો. 


શ્રી અરવિંદને મેજિસ્ટ્રેટ કિંગ્સફોર્ડના હત્યાકાંડમાં દોષી ઠેરાવી 5 માર્ચ 1908માં ધરપકડ કરવામાં આવે છે અને અલીપુરની જેલમાં સજા આપવામાં આવે છે. જ્યાં તેમને ધ્યાન કરવાનું શરુ કર્યુ અને પછી ધ્યાન એ પ્રભૂની સાધના બની ગઇ, તેઓ ચાલતા ચાલતા પણ ધ્યાન કરતા હતા.

તેમનો નિર્દોષ હોવાનો કેસ ચિતરંજન દાસ લડે છે. 6 મે 1908ના દિવસે નિર્દોષ સાબિત થતા તેમને છોડવામાં આવે છે.

 ‘ વંદે માતરમ’ નામના પેપરના તંત્રી તરીકે સેવા આપી હતી. અંગ્રેજી સરકાર સામે આગ ઝરતા લેખો લખ્યા. શ્રી અરવિંદ અંગ્રેજીમાં કર્મયોગી’ અને બંગાળીમાં ‘ ધર્મ’ એમ બે સાપ્તાહિકની શરૂઆત કરી. શ્રી અરવિંદ કહેતા હતા કે આધ્યાત્મિક વિકાસ માટેની ભૂમિ મન છે અને માનવીના મનની એક નિશ્ચિત મર્યાદા હોય છે. 

1902 માં, અમદાવાદના કોંગ્રેસ અધિવેશન દરમિયાન અરવિંદ બાલ ગંગાધર તિલકને મળ્યા. તેમના આશ્ચર્યજનક અને ક્રાંતિકારી વ્યક્તિત્વથી પ્રભાવિત અરવિંદે ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં જોડાવાનું નક્કી કર્યું. 1916 માં, તેઓ ફરીથી કોંગ્રેસ તરફ વળ્યા અને બ્રિટિશ શાસનમાંથી સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે લાલા લાજપત રાય અને બિપિનચંદ્ર પાલ સાથે જોડાયા.

જેલવાસ દરમિયાન તેણે પોંડિચેરીમાં આશ્રમ સ્થાપ્યો અને વેદ, ઉપનિષદ ગ્રંથો વગેરે પર ભાષણો લખ્યા. તેઓ શ્રી અરવિંદ આશ્રમ ઓરોવિલેના સ્થાપક હતા, તેમને યોગી અને મહર્ષિ પણ કહેવામાં આવતા. તેમના લખેલા લેખોએ લોકો સ્વરાજ, વિદેશી માલનો બહિષ્કાર અને સ્વતંત્રતા મેળવવાની રીતો પણ શીખવી હતી. 

5 ડિસેમ્બર 1950 ના રોજ પોંડેચેરીમાં તેમનું અવસાન થયું


11 ડિસેમ્બર 1948ના રોજ આંધ્ર યુનિવર્સીટી દ્વારા શ્રી અરવીંદને "સર કટ્ટમંચી રામલીંગ રાષ્ટ્રીય પારિતોષિક" આપવામાં આવ્યો.

11 August, 2021

ડૉ. વિક્રમ સારાભાઇ (Dr. Vikram Sarabhai)

 ડૉ. વિક્રમ સારાભાઇ

(ભારતના અંતરિક્ષ વિજ્ઞાનના પિતા, ઇસરોના સ્થાપક)


જન્મતારીખ: 12 ઓગસ્ટ 1919
જન્મસ્થળ: અમદાવાદ, ગુજરાત
પિતાનું નામ:  અંંબાલાલ સારાભાઇ 
માતાનું નામ: સરલાદેવી
અવશાન: 30 ડિસેમ્બર 1971 (તિરુવંતપુરમ)
સન્માન: પદ્મ ભૂષણ (1966)
                 પદ્મ વિભૂષણ (1972)

ચંદ્રયાન જેવી વૈશ્વિક સિદ્ધિ હોય કે એકસાથે અનેક ઉપગ્રહોને અવકાશમાં મોકલવાની વિક્રમજનક ઘટનાઓ, અંતરીક્ષ વિજ્ઞાનમાં આજે ઈસરોએ જે મુકામ હાંસલ કર્યો છે, એની પાછળ એક 'ગુજરાતી'ની મહેનત અને સૂઝ જવાબદાર છે.

વિક્રમ સારાભાઈનો જન્મ અમદાવાદભારતના ધનાઢ્ય ઔદ્યોગિક પરિવારમાં થયો હતો. અંબાલાલ અને સરલાદેવીના આઠ સંતાનોમાંના તેઓ એક હતા. તેઓએ પ્રાથમિક શિક્ષણ નિષ્ણાંત શિક્ષકો પાસેથી ઘરે જ મેળવ્યું. તેઓએ બનાવેલી આગગાડી આજે પણ વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સેન્ટર, અમદાવાદમાં છે. 

જાણીતી પ્રતિભાઓ તેમા ઘરે અવાર નવાર આવતા હતા કારણ કે તેમના પિતા એક જાણીતા ઉદ્યોગપતિ હતા આથી  ગાંધીજી, રવીન્દ્રનાથ ઠાકુર, દીનબન્ધુ એન્ડ્રુઝ વિ. ; આ સૌનો ફાળો તેમના ઘડતરમાં હતો.

૧૯૩૯ થી ૧૯૪૫ દરમિયાન તેઓએ નોબેલ પારિતોષિક વિજેતા ડૉ. સી. વી. રામનના માર્ગદર્શન નીચે ભારતીય વિજ્ઞાન સંસ્થાન, બેંગલોરમાં કૉસ્મિક કિરણોના પ્રસારણ અંગે સંશોધન કર્યું હતું.

૧૯૪૦માં ગણિત અને પદાર્થ વિજ્ઞાનના વિષય સાથે સેન્ટ જોહ્નસ કૉલેજમાંથી તેમણે ટ્રીપોસની પદવી મેળવી હતી

 ૧૯૪૭માં યુ.કે.ની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં 'કોસ્મિક રે ઇન્વેસ્ટિગેશન ઇન ટ્રોપીકલ લેટિટ્યૂડ્ઝ' એ વિષય પર શોધ નિબંધ રજૂ કરી પી.એચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી.

તેમના લગ્ન જાણીતા નૃત્યકાર મૃણાલિની સારાભાઈ‎‎ સાથે 1948માં થયા હતા. તેમને એક પુત્ર કાર્તિકેય અને એક પુત્રી મલ્લિકા છે.

અમદાવાદની ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (ફીઝીકલ રીસર્ચ લેબોરેટરી-PRL) ની ૧૯૪૭માં સ્થાપના પાછળ તેઓ નિમિત્ત છે. ભારતે અવકાશ ક્ષેત્રે જે અનેક સિદ્ધિઓ મેળવી છે તેના મૂળમાં આ સંસ્થા છે અવકાશમાં મોકલવાના ઉપગ્રહોનો પણ અહીં વિકાસ થયો છે. ૧૯૭૪માંઅવકાશમાં છોડવામાં આવેલ ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટની ઘણી ખરી રચના અહીં તેમના હસ્તક નીચે  થઈ હતી.

અમદાવાદ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ, કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, સારાભાઇ કેમિકલ્સ વગેરે ઉપરાંત સંશોધન ઉદ્યોગ, દવા, ફાર્મસીને લગતી અનેક સંસ્થામાં તેમને પોતાનો ફાળો આપેલો છે

યુરોપમાં વિજ્ઞાનના વધુ અભ્યાસ દરમિયાન વિક્રમ સારાભાઈ ભારત આવ્યા અને બેંગ્લોરમાં 'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ' સાથે જોડાઈ ગયા.

અહીં જ તેમની મુલાકાત વૈજ્ઞાનિક હોમી ભાભા સાથે થઈ. પચાસના દાયકામાં વિશ્વમાં અણુ અને અંતરિક્ષ ક્ષેત્રે સંશોધનોની જે શરૂઆત થઈ હતી તેમાં ભારતનું નેતૃત્વ કરવા માટે આ બન્ને સક્ષમ લોકો હતા.


ડૉ. હોમી ભાભાના અવસાન પછી, ડૉ. સારાભાઈએ ભારતીય પરમાણુ શક્તિ સંસ્થાન (ઍટોમીક એનર્જી કમીશન ઓફ ઇન્ડીયા)માં તેમનું કાર્ય ચાલુ રાખ્યુ.

 ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામે કહ્યું કે તેમના માટે ડૉ. સારાભાઈ સાથે કામ કરવું એક સદ્‌નસીબની વાત હતી.

વૈજ્ઞાનિક ક્ષેત્રમાં તેમના કાર્ય સાથે તેમણે તેમના કાપડ અને દવાના કૌટુંબિક ધંધા પ્રત્યે પણ પુરતું ધ્યાન આપ્યું.

1957માં સોવિયત યુનિયને વિશ્વના પ્રથમ ઉપગ્રહ 'સ્પૂતનિક'ને પૃથ્વીની ભ્રમણકક્ષામાં સ્થાપિત કર્યો અને એ સાથે જ વિશ્વમાં અવકાશ સંશોધન અંગે પચાસથી વધુ દેશો જોડાયાં.

વિક્રમ સારાભાઈ ઇચ્છતા હતા કે ભારત પણ આ દેશો સાથે જોડાય. આ અંગે તેમણે એ વખતના ભારતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુને એક પ્રસ્તાવ મોકલ્યો. સરકારે પ્રસ્તાવ સ્વીકારી લીધો.

તેમની સલાહનું પરિણામ એ આવ્યું કે 1962માં સરકારે ઇન્ડિયન નૅશનલ કમિટી ફૉર સ્પેસ રિસર્ચ (ઇન્કૉસ્પર) બનાવી. જેની જવાબદારી પણ નહેરુએ તેમને જ સોંપી. આ જ સંસ્થા બાદમાં 'ઇસરો'માં પરિવર્તિત થઈ.



ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) ની સ્થાપના તેમની એક મહાન સિદ્ધિ છે. રશિયાના સ્પુટનીક લોન્ચ પછી, ભારત જેવા વિકાશશીલ દેશ માટે અવકાશ કાર્યક્રમની જરૂરિયાત તેમણે સરકારને સફળતાપૂર્વક સમજાવી.

ભારતના પ્રથમ રોકેટ લોન્ચિંગ કેન્દ્રની સ્થાપના માટે ડૉ. ભાભાએ ડૉ. સારાભાઈને સહકાર આપ્યો. આ કેન્દ્ર માટે કેરાલા ખાતેના અરબી સમુદ્રના કિનારે થીરુવનંતપુરમ શહેર પાસે થુમ્બા ગામની વરણી કરવામાં આવી. તેને પસંદ કરવાનુ મુખ્ય કારણ તે વિષુવવૃતથી નજીક હોવાનું છે. તેમની ખૂબ જ જહેમત બાદ નવેમ્બર ૨૧, ૧૯૬૩ના રોજ ભારતનું પ્રથમ રોકેટ સોડિયમ વેપર પેલોડ લઇને ઊડાવવામાં આવ્યું. 


યુ.એસ.ની અવકાશ સંસ્થા નાસા સાથેના સંવાદોના પરિણામે, જુલાઇ ૧૯૭૫-૧૯૭૬ દરમિયાન ઉપગ્રહ સંચાલિત ટેલિવિઝન ની પ્રાયોગીક ધોરણે શરૂઆત થઇ.

ડૉ. સારાભાઈના પ્રયત્નોથી ૧૯૭૫માં ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટને રશિયાના કોસ્મોડ્રોમથી પૃથ્વીની બહારની કક્ષામાં મુકવામાં આવ્યો.

એક્સપેરિમેન્ટલ સેટેલાઈટ કોમ્યુનિકેશન અર્થ સ્ટેશન તેમજ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈજેશન (ઇસરો) દ્વારા તેમણે ભારતને અવકાશ યુગમાં ઉચ્ચ સ્થાને પહોચાડ્યું. આથી તેઓને અવકાશ યુગના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે.

પુરસ્કાર અને સન્માન

  • ભૌતિક શાસ્ત્ર માટે શાંતિ સ્વરુપ ભટનાગર પુરસ્કાર (૧૯૬૨)
  • ભૌતિક વિજ્ઞાન વિભાગના પ્રમુખ, ભારતીય વિજ્ઞાન મહાસભા (૧૯૬૨)
  • પદ્મભૂષણ (૧૯૬૬)
  • ઇન્ટરનેશનલ એટમિક એઅજન્સી (I.A.E.A) ની ૧૪મી જનરલ શિબિરના પ્રમુખ (૧૯૭૦)
  • 'પરમાણુ શક્તિનો શાંતિમય ઉપયોગ' પરની સંયુક્ત રાષ્ટ્રસંઘની ચોથી શિબિરના પ્રમુખ (૧૯૭૧)
  • પદ્મવિભૂષણ (૧૯૭૨) મરણોત્તર 
  • ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા વિક્રમ સારાભાઇની પ્રથમ પુણ્યતિથી (૩૦ ડિસેમ્બર ૧૯૭૨) પર ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી
  • દક્ષિણ ભારતમાં આવેલું ત્રિવેન્દ્રમ કે જે તિરુવનંતપુરમ્ તરીકે પણ ઓળખાય છે તેમાં આવેલી સંશોધન સંસ્થાને તેમની યાદમાં વિક્રમ સારાભાઈ અવકાશ કેન્દ્રનું નામ આપવામાં આવ્યું છે
  • વિક્રમ સારાભાઈને ભારતીય 'અવકાશ-વિજ્ઞાનના પિતા' તરીકે ઓળખવામાં આવે છે.


સ્થાપના

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન, ઑપરેશન રિસર્ચ ગ્રૂપ, ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરી અને અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ ઍસોસિયેશન...અમદાવાદ અને ભારતનું નામ દુનિયામાં રોશન કરતી આ સંસ્થાઓ વિક્રમ સારાભાઈની દેણ છે.
  • ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુંટ ઓફ મેનેજમેન્ટ આઇ.આઇ.એમ. અમદાવાદની સ્થાપના.
  • અટીરા (ATIRA-Ahmedabad Textile Industrial Research Association) ની સ્થાપના

'વિક્રમ સારાભાઈ : અ લાઇફ' નામે તેમનું જીવન ચરિત્ર લખનારાં અમૃતા શાહ વિક્રમ સારાભાઈને એક બહુમુખી વ્યક્તિ તરીકે રજૂ કરતા 'ધનવાન, દેખાવડા, વિજ્ઞાનના માણસ, ઉદ્યોગપતિ, સંસ્થાઓના સ્થાપક, બૌદ્ધિક અને પ્રેરણાપુરૂષ' ગણાવે છે.


ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામે વિક્રમ સારાભાઈ વિશે કહ્યું હતું, ''વિક્રમ સારાભાઈએ મારી અંદર રહેલી પ્રતિભાને ઓળખી. મારો આત્મવિશ્વાસ જ્યારે સૌથી નીચલા સ્તરે હતો ત્યારે તેમણે એ સુનિશ્ચિત કર્યું કે હું મારા કામમાં સફળ રહું.” તેમણે કહ્યું, “જો હું અસફળ રહ્યો હોત તો પણ મને વિશ્વાસ હતો કે તેઓ મારી સાથે જ રહેતા.”

વિક્રમ સારાભાઈ ટેલિવિઝનનો ઉપયોગ કરીને દેશના દૂરના વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધારવા માગતા હતા.જોકે, સિત્તેરના દાયકામાં ભારતના દુર્ગમ વિસ્તારો સુધી ટીવીને પહોંચતું કરવા માટે કૉમ્યુનિકેશન સેટેલાઇટની જરૂર હતી.આ એ જ સમય હતો જ્યારે અમેરિકાની અંતરીક્ષ સંસ્થા 'નાસા' પોતાના કૉમ્યુનિકેશન સેટેલાઇટ ATS-6નું પરીક્ષણ કરવા માગતી હતી. વિક્રમ સારાભાઈએ નાસાને ભારતમાં પરીક્ષણ કરવા તૈયાર કરી લીધી. જેને પરિણામે ભારતમાં 2500 જેટલાં ગામોમાં પ્રથમ વખત ટીવી પ્રસારણ પહોંચ્યું. આ કાર્યક્રમને 'સેટેલાઇટ ઇન્સ્ટ્રક્શન ટેલિવિઝન ઍક્સપેરિમેન્ટ' એટલે કે 'સાઇટ' નામ અપાયું.

થોડા સમય પહેલાં ઈસરોએ 'સતિષ ધવન સ્પેસ સ્ટેશન' પરથી 'GSLV-F08' નામના રૉકેટ સાથે 'GSAT-6A' નામનો ઉપગ્રહ લૉન્ચ કર્યો હતો. આ રોકેટમાં પ્રથમ વખત દેશમાં જ બનેલા સ્વદેશી ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ કરાયો હતો. જોકે, રસપ્રદ વાત એ છે કે આ એન્જિનને ઈસરોએ વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈના નામ પરથી 'વિકાસ (વિક્રમ અંબાલાલ સારાભાઈ)' નામ આપ્યું હતું. ઈસરોના વડપણ હેઠળ ચાલતા 'લિક્વિડ પ્રૉપ્યુલઝન સિસ્ટમ્સ સેન્ટર' દ્વારા વિકસાવાયેલા 'લિક્વિડ ફ્યુલ્ડ રૉકેટ એન્જિન' શ્રેણીના ક્રાયોજેનિક એન્જિનનું ઇસરોએ રાખેલું નામ 'વિકાસ' હતું


ગૂગલએ બનાવ્યું ડૂડલ

ડૉ વિક્રમ સારાભાઈની 100મીં જયંતીની ઉજવણી અને તેમની યાદમાં આજે ગૂગલએ પણ ખાસ ડૂડલ બનાવ્યું છે. 



ઇસરો દ્વારા 2019માં છોડવામાં આવેલ ચંદ્રયાન-2ના લેન્ડરનું નામ વિક્રમ સારાભાઇના નામ પરથી "વિક્રમ" રાખવામાં આવ્યું હતું.


IAU દ્વારા ચંદ્ર પર પડેલા 'બેસેલ એ' ખાડાને (ક્રેટર) વિક્રમ સારભાઇના માનમાં 'સારાભાઈ ક્રેટર' નામ આપ્યું. 


વર્ષ 2019માં વિક્રમ સારાભાઈની 100મી જન્મ જયંતીએ ભારત સરકારે 100 રૂપિયાનો સિક્કો બહાર પાડયો હતો.



1971ની 30મી ડિસેમ્બરે વિક્રમ સારાભાઈ કેરળના થુમ્બામાં રશિયન રૉકેટનું પરીક્ષણ કરવા પહોંચ્યા હતા. અહીંના જ એક રિસૉર્ટમાં નિંદ્રા દરમિયાન જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

ભારતને અંતરિક્ષમાં પહોંચાડનાર સિતારા વિક્રમ સારાભાઈને સલામ




10 August, 2021

વિનોદ કિનારીવાલા

 વિનોદ કિનારીવાલા



જન્મતારીખ: 20 સપ્ટેમ્બર 1924

જન્મસ્થળ: અમદાવાદ

પિતાનું નામ: જમનાદાસ કિનારીવાલા

અવશાન: 9 ઓગસ્ટ 1942 (અમદાવાદ)




સ્વતંત્રતા દિને ધ્વજવંદન કરીને સલામી અપાય છે. ખાસ કરીને શહીદોને યાદ કરાય છે ત્યારે આવો આપણે આજે જોઇએ અમદાવાદના શહીદ વિનોદ કિનારીવાલાની શહીદીની દાસ્તાન પણ જાણવી જરૂરી છે. 


શહીદ વિનોદ કિનારીવાલા અમદાવાદની ગુજરાત કોલેજના વિદ્યાર્થી હતા. મહાત્મા ગાંધી દ્વારા શરૂ કરાયેલ ભારત છોડો આંદોલનના પ્રથમ દિવસે એટલે કે ૯ ઓગસ્ટ ૧૯૪૨ના રોજ ગુજરાત કોલેજની સામે ભારતીય ધ્વજ ફરકાવતી વખતે બ્રિટિશ અફસરે તેમને ગોળી મારીને હત્યા કરી નાખી હતી.

બ્રિટિશ અફસરે વિનોદ કિનારીવાલાને ધ્વજ નીચે મૂકી દેવા ચેતવણી આપી. પરંતુ કિનારીવાલાએ ધ્વજ નીચે મૂકવાનો ઇન્કાર કર્યો. જેથી અંગ્રેજ અફસરે વિનોદ કિનારીવાલાને ગોળી મારી દેતા વિનોદ કિનારીવાલા શહીદ થયા હતા.



 વિનોદ કિનારી વાલા જ્યારે શહીદ થયા ત્યારે તેમની ઉંમર 18 વર્ષની હતી.

 ૧૯૪૭માં તેમની યાદમાં વીર વિનોદ કિનારીવાલા સ્મૃતિ અને તેમની પ્રતિમા કોલેજના પ્રાંગણમાં જયપ્રકાશ નારાયણ દ્વારા જાહેરમાં મૂકવામાં આવી હતી 

જે માર્ગ પર તેમને ગોળી મારવામાં આવી હતી તે માર્ગને શહીદ વીર કિનારીવાલા માર્ગ નામ આપવામાં આવ્યું છે.



તેમની યાદમાં દર વર્ષે ૯ ઓગસ્ટે ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઇઝેશન તેમને શ્રધ્ધાંજલિ અર્પે છે.

અંગ્રેજોને અગાઉથી જાણ હતી કે વિનોદ કિનારીવાલા અમદાવાદના સરદાર ભવન એટલે કે જૂના કોર્પોરેશન પર ઝંડો ફરકાવવા માટે આવી રહ્યા છે તેથી અંગ્રેજોએ પહેલેથી જ તેમની સામે બંદૂક તાકી રાખી હતી..પરંતુ વિનોદ કિનારીવાલા ન તો અંગ્રેજોની ચેતવણીથી ડર્યા ન તો તેમની બંદૂકની ગોળીથી તેઓએ સામી છાતીએ તિરંગાને હાથમાં લઇને શહીદી વ્હોરી જેની શહીદીને આજે પણ ખરા દિલથી યાદ કરાય છે.